________________
૨૨૨
આગમ કથાનુયોગ-૫
હર્ષાતિરેકથી ચિત્કાર કર્યા. કેટલાંક દેવે પોતાના શરીરને ફૂલાવ્યું. કેટલાંક નાચવાગાવા લાગ્યા.
કેટલાક દેવોએ હક્કાર કર્યા. તો કેટલાકે ગણગણવા લાગ્યા – તાંડવ નૃત્ય કર્યા, ઉછળીને તાલ ઠોક્યો, તાલી વગાડી, કેટલાંક દેવોએ ત્રણ પગે દોડ્યા, કેટલાંકે ઘોડા જેવો હણહણાટ, કોઈએ હાથી જેવી ચિંધાડ, કોઈએ રથોની ઘનઘનાહટ, કોઈએ ઘોડા, હાથી, રથ ત્રણેના અવાજો કર્યા.
કેટલાંક દેવાએ ઊંચા કુદકા માર્યા તો કોઈએ લાંબી છલાંગ મારી. કોઈએ હર્ષધ્વનિ કર્યો, કોઈ ઉછળ્યા-ક્યા અને હર્ષધ્વનિ કર્યો. કેટલાંક ઉપર-નીચે કુદયા, કોઈ નીચેઉપર કુદ્યા, કેટલાંક લાંબુ કુદ્યા.
કેટલાંક દેવે સિંહગર્જના કરી, કોઈએ રંગ ઉડાડ્યા, કોઈએ ભૂમિ થપથપાવી, કોઈએ આ ત્રણે કાર્યો કર્યા. કેટલાંક દેવોએ મેઘોનો ગડગડાટ કર્યો, કોઈએ વીજળી ચમકાવી, કોઈએ વર્ષા વરસાવી, કોઈએ ત્રણે કર્યું.
કેટલાંક દેવોએ બળવાનો, કોઈએ તપવાનો, કોઈએ વિશેષ તપવાનો કોઈએ આ ત્રણે પ્રવૃત્તિ કરી. કેટલાંકે હક્કાર, કોઈએ થુકાર, કોઈએ ધક્કાર, કોઈએ પોતપોતાના નામોનો અવાજ, કોઈએ ચારે પ્રવૃત્તિ કરી.
કેટલાંક દેવોએ ટોળી બનાવી, કોઈએ દેવોદ્યોત કર્યો, કેટલાંક મંદમંદ પવન વહાવ્યો, કોઈએ કાકડા કર્યા, કોઈએ દુહદુહ શબ્દો કર્યા કોઈએ વસ્ત્રો ઉછાળ્યા, કોઈએ હાથમાં ઉત્પલ – યાવત્ કમળ લીધા. કોઈએ હાથમાં કળશ – યાવત્ – ધ્વજા લીધી અને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થઈને ચારે તરફ દોડાદોડી કરી.
ત્યારપછી ૪૦૦૦ સામાનિક દેવો – યાવત્ – ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા પણ સૂર્યાભવાસી દેવો-દેવીઓએ મહા–મહિમાશાળી ઇન્દ્રાભિષેકથી સૂર્યાભદેવને અભિષિક્ત કર્યો. કરીને પ્રત્યેકે બંને હાથ જોડીને મસ્તકે અંજલિપૂર્વક કહ્યું
હે નંદ ! તમારો જય થાઓ, હે ભદ્ર! તમારો જય થાઓ, હે જગદાનંદ કારક ! તમારો જય થાઓ, તમારું કલ્યાણ થાઓ, ન જીતેલાને જીતો, જીતેલનું પાલન કરો, જીતેલાની મધ્યે વસો, દેવામાં ઇન્દ્રસમાન, તારમાં ચંદ્ર-અસુરોમાં ચમર, નાગોમાં ધરણેન્દ્ર, મનુષ્યોમાં ભરત ચક્રવર્તી સમાન અનેક પલ્યોપમો, અનેક સાગરોપમો સુધી ૪૦૦૦ સામાનિક દેવો – યાવત્ - સૂર્યાભવિમાનવાસી અન્ય અનેક દેવ-દેવીઓનું અતિશય રૂપે આધિપત્ય કરતા, પાલન કરતા વિચરો. આ પ્રમાણે કહીને પુનઃ જયજયકાર કર્યો.
અતિશય મહિમાશાલી ઇન્દ્રાભિષેકથી અભિષિક્ત થયા બાદ તે સૂર્યાભદેવ અભિષેક સભાના પૂર્વદિશાવર્તી દ્વારની બહાર નીકળીને જ્યાં અલંકાર સભા હતી, ત્યાં આવ્યો. અલંકારસભાની અનુપ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના દ્વારેથી અલંકારસભામાં પ્રવેશ કર્યો. સિંહાસન પાસે આવ્યો. આવીને પૂર્વાભિમુખ થઈને તે શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org