SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૫ ૦ સુદર્શન શ્રાવક કથાસાર : તે કાળે, તે સમયે સૌગંધિકા નામની નગરી હતી, ત્યાં નીલશોકા નામે ઉદ્યાન હતું. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગર શ્રેષ્ઠી નિવાસ કરતો હતો. જે સમૃદ્ધિશાળી હતો – યાવત્ – કોઈથી પરાભવ ન પામે તેવો હતો. તે કાળે, તે સમયે શુક્ર નામનો પરિવ્રાજક હતો – ૮ – ૮ – – પર્ષદા નીકળી, સુદર્શન પણ નીકળ્યો. ત્યારે તે શુક્ર પરિવ્રાજકે તે પર્ષદાને અને સુદર્શનને સાંખ્યમતનો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે હે સુદર્શન ! અમે શૌચમૂલક ધર્મની પ્રરૂપણા કરીએ છીએ – X - X – ૪ – ત્યારે તે શુક્ર પરિવ્રાજકની પાસે ધર્મ સાંભળીને સુદર્શને હર્ષિત અને સંતુષ્ટ થઈને શુક્રપરિવ્રાજક પાસે શૌચમૂલક ધર્મને ગ્રહણ કર્યો – ૪ – ૪ – ૪ – ૮ – તે કાળે, તે સમયે થાવસ્ત્રાપુત્ર અણગાર પધાર્યા. પર્ષદા વંદનને માટે નીકળી. સુદર્શન પણ નીકળ્યો. થાવસ્ત્રાપુત્રને વંદન–નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો – આપના ધર્મનું મૂળ શું છે ? ત્યારે થાવગ્ગાપુત્રએ કહ્યું, હે સુદર્શન ધર્મ વિનયમૂલક કહેવાયો છે. તે આ પ્રમાણે – આચારવિનય (શ્રાવક ધર્મ) અને અણગાર વિનય (શ્રમણધર્મ) – ૮ – ૮ – ૮ – હે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું છે ? હે દેવાનુપ્રિય ! અમારો ધર્મ શૌચમૂલક છે – યાવત્ – નિશ્ચયથી જીવ જલાભિષેકથી પવિત્ર થઈને વિના વિદને સ્વર્ગે જાય છે. હે સુદર્શન! જેમ કોઈપણ નામવાળો કોઈ પુરુષ લોહીથી લિપ્ત કોઈ વસ્ત્રને લોહી વડે જ ધુએ તો હે સુદર્શન ! શું તે લોહીથી લિપ્ત વસ્ત્રોની શુદ્ધિ થાય ? ના, એ વાત બરાબર નથી અર્થાત્ શુદ્ધિ ન થાય – ૮ – ૮ – (ઇત્યાદિ પ્રશ્નોત્તર થાવગ્ગાપુત્ર સાથે સુદર્શનને થયા, પછી-). – ૮ – ૮ – ૮ – ત્યારપછી સુદર્શન પ્રતિબોધ પામ્યો અને તેણે થાવસ્ત્રાપુત્રને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હું આપની પાસે ધર્મશ્રવણ કરીને જાણવા ઇચ્છું છું. ત્યારે થાવસ્ત્રાપુત્ર અણગારે તે વિશાળ પર્ષદાને અને સુદર્શનને ધર્મોપદેશ આપ્યો – યાવત્ – ત્યારે તે સુદર્શન શ્રમણોપાસક થઈ ગયો. જીવ–અજીવનો જ્ઞાતા થઈ ગયો – યાવતું – નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ઉપકરણ, કંબલ, પાદપુચ્છણ ઔષધિ, ભેષજ આદિ દેવા યોગ્ય વસ્તુઓને અને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્કારક આદિથી પ્રતિલાલતો વિચારવા લાગ્યો. ત્યારપછી શુક્ર પરિવ્રાજકને આ વૃત્તાંતના સમાચાર મળ્યા – x – – તેઓ – ૪ – ૪ - સુદર્શનના ઘેર આવ્યા – ૮ – – સુદર્શને શુક્રનો આદર ન કર્યો. – ૪ – ૮ – ૮ – સુદર્શને કહ્યું કે, મેં વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે. ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :નાયા. ૬૭; – ૪ – » –– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy