________________
શ્રાવક કથા
૦ દરનો મહાવ્રત ગ્રહણ સંકલ્પ :
ત્યારે તે દેડકો શ્રેણિક રાજાના એક અશ્વકિશોરના ડાબા પગથી કચડાઈ ગયો. જેનાથી તેના આંતરડા બહાર નીકળી ગયા.
ત્યારપછી ઘોડાના પગ વડે કચડાઈ ગયા પછી – તે દેડકો શક્તિહીન, બળહીન, વીર્યહીન, પુરુષાકાર પરાક્રમથી હીન થઈ ગયા. હવે આ જીવનનું બચવું શક્ય નથી. એ પ્રમાણે જાણીને એકાંતમાં ચાલ્યો ગયો અને ત્યાં બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને તે દેડકો આ પ્રમાણે બોલ્યો
અરિહંત – કાવત્ – સિદ્ધાવસ્થાને પ્રાપ્ત આત્માઓને નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીરને – યાવત્ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા આત્માઓ નમસ્કાર થાઓ. પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્થૂલા પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરેલ હતું – યાવત્ – સ્થૂલ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરેલ હતું. તો આ સમયે પણ તેમની સમીપ સર્વથા જીવનપર્યતને માટે સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું – યાવત્ – સર્વ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું. જાવજીવને માટે સર્વ પ્રકારે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારનું હું પ્રત્યાખ્યાન કરું છું.
- આ જે મારું ઇષ્ટ અને કાંત શરીર છે – યાવત્ – જેના વિષયમાં હું એમ ઇચ્છતો હતો કે આને વિવિધ પ્રકારના રોગ અને આતંક, પરિષહ અને ઉપસર્ગ સ્પર્શ ન કરે, તેને પણ અંતિમ શ્વાસોચ્છવાસ પર્યતે ત્યાગ કરું છું. આ પ્રકારે તેણે પૂર્ણ પ્રત્યાખ્યાન કરી લીધું. ૦ દેડકાની દેવપર્યાયમાં ઉત્પત્તિ :
ત્યારપછી તે દેડકો મરણકાળ પ્રાપ્ત થયો ત્યારે મૃત્યુ પામીને – ચાવતું – સૌધર્મકલ્પમાં દરાવતંસક વિમાનની ઉપપાત સભામાં દરદેવરૂપે ઉત્પન્ન થયો.
હે ગૌતમ ! આ પ્રમાણે તે દરદેવે તે દિવ્ય દેવઋદ્ધિ લબ્ધ કરી છે, પ્રાપ્ત કરી છે, પૂર્ણરૂપે અધિગત કરી છે.
હે ભગવન્! તે દરદેવની તે દેવલોકમાં કેટલી સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! દÉરદેવની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! તે દદેવ તે દેવલોકથી ચ્યવીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! ત્યારપછી તે દદ્ધરદેવ આયુલય, ભવક્ષય, સ્થિતિશયથી શીધ્ર જ ચ્યવન કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વદુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૪૫ થી ૧૪૭;
ભત્ત. ૭૫;
-
૪
--
*
૦ સુદર્શન શ્રાવકની કથા –
| (થાવગ્સાપુત્ર અણગારની કથામાં આ સુદર્શન શ્રાવકની કથા આ પૂર્વે સમાવિષ્ટ થઈ જ ગયેલી છે. જુઓ “થાવસ્ત્રાપુત્ર” કથા. શ્રમણ વિભાગમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org