________________
શ્રાવક કથા
૨૯૯
વેદના કોઈ લઈ શકે ખરા?
ત્યારે સુલસે તેને સમજાવ્યું કે, તો પછી મેં કરેલા જીવવધનું પાપ તમે કઈ રીતે લઈ શકશો? જો અહીં અલ્પ વેદના નથી લઈ શકતા, તો ઘણી નરકની વેદનામાં તમે કઈ રીતે ભાગ પડાવશો ? ત્યારપછી અભયકુમાર દ્વારા ઉપશામિત થયેલા તેણે શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યા.
૦ આગમ સંદર્ભ:સૂય. ૧૯, આવ.ચૂર–પૃ ૧૬૯ થી ૧૭૩; આવ.નિ. ૧૨૮૪ની વ:
૦ શ્રેયાંસકુમારની કથા -
ભગવંત ઋષભદેવના ૩,૦૫,૦૦૦ શ્રાવકોમાંનો મુખ્ય શ્રાવક હતો. આ શ્રેયાંસકુમાર ભગવંત ઋષભદેવના પૌત્ર હતા. પણ તે વિશે બે મત આગમોમાં જોવા મળેલ છે. (આવશ્યક ચૂર્ણિ મુજબ) શ્રેયાંસકુમાર ભગવંત ઋષભના પૌત્ર અને ચક્રવર્તી ભરતના પુત્ર હતા તેમ જણાવેલ છે. જ્યારે (આવશ્યક હારિભદ્રીયવૃત્તિ, આવશ્યક મલયગિરિવૃત્તિ અને કલ્પસૂત્ર વિનયવિજયજીની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે) શ્રેયાંસકુમાર ભગવંત ઋષભના પુત્ર બાહુબલિના પૌત્ર અને સોમપ્રભના પુત્ર હતા. (ત્રીજા મત મુજબ) તે બાહુબલિના પુત્ર હતા.
ભગવંત ઋષભદેવ સાથેનો તેનો નવ ભવનો સંબંધ છે. (જનું સંક્ષિપ્ત અને વિસ્તૃત વર્ણન અમોએ તીર્થકર ચરિત્રમાં – તીર્થકર ઋષભની કથામાં “ભગવંત ઋષભ અને શ્રેયાંસના ભવો” શીર્ષક હેઠળ કરી દીધેલ છે. કથા જુઓ – “તીર્થકર ઋષભ” – ઉત્તમ પુરુષ ચરિત્ર, અધ્યયન–૧માં)
ભગવંત ઋષભદેવનું પ્રથમ પારણું કરાવનાર પણ આ શ્રેયાંસકુમાર જ હતા. (જેનું સવિસ્તર વર્ણન તીર્થકર ઋષભની કથામાં આવી ગયેલ છે.)
૦ આગમ સંદર્ભઃસમ. ૨૦;
જંબૂ ૪૪;
આવ.નિ. ૩૨૩, ૩૨૭ + 9, આવ.યૂ.૧–પૃ. ૧૫૯, ૧૬૨ થી ૧૮૦, ૪૫ર; આવ.મ.પૃ. ૨૦૮, ૨૧૭ થી ૨૨૬; કલ્પસૂત્ર-ઋષભચરિત્રની વૃત્તિ,
– ૮ – – ૦ ભગવંત મહાવીરને પારણું કરાવનારી ગૃહસ્થો-વિશેષ :
(જો કે શ્રાવક કથામાં આ ઉલ્લેખ બંધ બેસતો ન પણ લાગે તો પણ અમોએ શ્રાવકજીવનમાં સુપાત્રે દાનનું મહત્ત્વ સમજીને, શ્રાવકનું પરમ કર્તવ્ય સમજીને તથા શ્રાવકે કઈ રીતે દાન કરવું જોઈએ તેમાં દાયકશુદ્ધિ, દાયકભાવ દેયવસ્તુ દાતાને થતો મોક્ષનો લાભ ઇત્યાદિની મહત્તા સમજીને જ આ ઉલ્લેખ કરેલ છે.)
(૧) બહુલ કે બલ બ્રાહ્મણ (૨) વિજય ગાથાપતિ (૩) આનંદ ગાથાપતિ (૪) સુનંદ ગાથાપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org