________________
૨૯૮
આગમ કથાનુયોગ-૫
૦ સુનંદ શ્રાવકની કથા -
ચંપાનગરીમાં સુનંદ નામે એક વણિક શ્રાવક હતો. સાધુ તેની પાસે જે કંઈ ઔષધ, ભેષજ, સાથવો વગેરેની યાચના કરતા તે તેને અવજ્ઞાપૂર્વક આપતો હતો. – ૪ – ૪ – x – તેણે સાધુના જલમલ્લ પરીષહની દુગંછા કરી હતી. – ૮ – ૮ – – તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા સિવાય મૃત્યુ પામેલા. (આ કથા શ્રમણ વિભાગમાં આવી જ ગયેલ છે. તે જલમલ પરીષહ સહન કરવાના વિષયમાં આવેલ ઉત્તરાધ્યયન નિર્યુક્તિની કથા છે. કથા જુઓ સુનંદ.
૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ ૧૧૭ + ;
ઉત્ત.૨.૫ ૮૦;
૦ સુલસની કથા –
રાજગૃહ નગરીમાં શ્રેણિક રાજાના રાજ્યમાં થયેલ કાલસૌરિક કષાયના પુત્રનું નામ સુલસ હતું. સુલસનો પાલગના નામથી પણ ઉલ્લેખ જોવા મળે છે. તે અભયકુમારનો મિત્ર હતો અને તેને અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા હતી. તેની લઘુકથા આ પ્રમાણે છે
જ્યારે કાલશૌરિક જેને કાલિક પણ કહે છે તે કષાયને મૃત્યુનો અવસર આવ્યો ત્યારે પૂર્વે તે રોજ ૫૦૦ પાડાની હત્યા કરતો હતો, તેનાથી તેણે અધઃસપ્તમી નરકને યોગ્ય આયુષ્યનો બંધ કરેલો હતો. – ૪ – ૪ – તેના શરીરમાં સોળ રોગાસંકો ઉત્પન્ન થયા. તેની ઇન્દ્રિયો પણ વિપરિત અર્થવાળી બની. જેમકે દુર્ગધ તેને સુગંધ સમાન લાગતી હતી. ત્યારે સુલસે (પાલગે) આ વાત અભયકુમારને કરી. અભયકુમારે પોતાની બુદ્ધિથી તે સમસ્યા નિવારણ કરવા તેને કચરાના ઘરમાં (કે પાયખાનામાં) રાખ્યો. તે કષાયને વિષ્ટાનું લેપન પણ મિષ્ટ લાગવા માંડ્યું. એ પ્રમાણે મૃત્યુ પામીને તે સાતમી નરકે ગયો.
ત્યારે સ્વજનોએ સુલસને કષાય પદે સ્થાપવા કહ્યું. પણ સુલસ અહિંસાનો ઉપાસક હોવાથી તે આવી હત્યાનું કાર્ય કરવા ઇચ્છતો ન હતો. તેણે કહ્યું કે, હું આવી હત્યા કરીને (હિંસા કરીને) નરકમાં જવા ઇચ્છતો નથી. ત્યારે સ્વજનોએ કહ્યું કે, તું એક જ પાડાની હત્યા કર, તે અમે જોવા ઇચ્છિએ છીએ. બાકીના પાડાની હત્યા બધાં પરિજન વર્ગ કરશે. સ્ત્રીઓએ પણ બીજા ઘાતથી રક્તચંદનાથી મંડિત કર્યો. પણ સુલસે કહ્યું કે, હું પ્રાણિહત્યાનું પાપ કદાપિ નહીં કરું. ધર્મ અને અધર્મના માર્ગ સાક્ષાત્ જોતો એવો હું તે પાપ હવે કરીશ નહીં
જેમ પોતાના આત્માની હિંસા કરવાથી દુઃખ થાય છે. તેમ બીજાની હિંસા કરવાથી પણ દુઃખ થાય છે માટે આવી હિંસા શા માટે કરવી ? ત્યારપછી સુંદર બુદ્ધિવાળા સુલસે સ્વજનોને પ્રતિબોધ કરવા માટે કુહાડાથી પોતાના જ પગમાં ઘા કર્યો. તેને જે પીડા થવા લાગી, તે જાણીને મોટે મોટેથી બોલવા લાગ્યો કે તે સ્વજનો ! મને ઘણી પીડા થઈ રહી છે, તમે બધાં મારી પીડાને થોડી–થોડી ગ્રહણ કરો. ત્યારે સ્વજનોએ કહ્યું કે, બીજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org