________________
શ્રાવક કથા
૨૯૭
-
---
--
-
-
સાંભળીને વિચાર્યું કે નક્કી આ કોઈ ભવિ જીવ લાગે છે તેણે સંપૂર્ણ નમસ્કાર મંત્ર આપ્યો. ત્યારપછી તે શુદ્ધભાવથી નમસ્કાર મંત્ર ગણવા લાગ્યો. તેમાં કોઈ સમયે વર્ષાકાળમાં નદીમાં પુર આવેલું. તે સામે કાંઠે હતો. શેઠ ઠપકો ન આપે તે ભયે ભેંસના રક્ષણ માટે નદીમાં કૂદકો માર્યો. ત્યાં તેના ઉદરમાં ખીલો ભોંકાયો. નમસ્કાર મંત્રનું
સ્મરણ કરતા તે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને તે જ શ્રેષ્ઠીની ભાર્યાની કુલિમાં પુત્રપણે ઉત્પન્ન થયો.
માતાપિતાએ અશુચિકર્મ આદિ વિધિ કર્યા બાદ બારમા દિવસે તે પુત્રનું સુદર્શન એવું નામ સ્થાપન કર્યું. મનોહર તરુણ વય પામ્યો. સર્વ કળાઓનો અભ્યાસ કર્યો. પછી તે સુદર્શન શ્રેષ્ઠીપુત્ર વ્રતધારી શ્રાવક બન્યો.
તે સુદર્શન શ્રાવક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપાસક પ્રતિમા (પૌષધોપવાસ) અંગીકાર કરીને રહેતો હતો. તેની પત્ની મિત્રવતી પણ ધમરાધના પરાયણા હતી. ત્યાંની નગરીના રાજા દધિવાહનની પત્ની રાણી અભયા સુદર્શનથી ઘણી જ મોહિત થઈને તેના પ્રત્યે રાગવતી થયેલી. તેણીએ સુદર્શનને ભોગ માટે ઘણી જ પ્રાર્થના કરી, પણ સુદર્શન સ્વદારા વ્રતધારી શ્રાવક હોવાથી અભયારાણી પરત્વે તેણે લક્ષ્ય ન આપ્યું.
કોઈ વખતે પૌષધપ્રતિમા અંગીકાર કરી કાયોત્સર્ગ ધ્યાને સ્થિર અને કાયાના મમત્વનો ત્યાગ કરીને રહેલા સુદર્શનને અભયારાણીની દાસી – “આ તો દેવપ્રતિમા છે' એમ કહીને વસ્ત્રમાં વીંટીને રાણીના અંતઃપુરમાં લઈ ગઈ. ત્યાં અભયા રાણીએ સુદર્શનને ભોગ માટે ઘણી જ પ્રાર્થના અને આગ્રહ કર્યો, પણ સુદર્શન પોતાના વ્રતમાંથી લેશમાત્ર ચલિત ન થયો. ત્યારે તેના પરત્વે દ્વેષ ધારણ કરીને કોલાહલ મચાવ્યો કે, આ સુદર્શન મારી સાથે અનુચિત્ત વ્યવહાર કરવા આવેલો છે.
ત્યારે રાજાએ તેને બંધનમાં નાંખી, તેનો વધ કરવાની આજ્ઞા આપી. તેને વધ સ્થળે લઈ જવાતો હોવાનું તેની પત્ની મિત્રવતીએ સાંભળ્યું. ત્યારે મિત્રવતી શ્રાવિકા સત્યાણયક્ષનો આશ્રય લઈ કાયોત્સર્ગમાં સ્થિત રહી. જ્યારે સુદર્શનનો વધ કરવા માટે તેના સ્કંધ પર તલવાર ચલાવાઈ, ત્યારે સત્યાણયક્ષે તે તલવારને ફૂલની માળામાં ફેરવી નાંખી. શૂળીનું સિંહાસન થઈ ગયું. ત્યારે તેનું આ અચિંત્ય માહાભ્ય જાણીને રાજાએ તેને મુકત કરી સત્કાર-સન્માન અને પૂજા કરી.
ત્યારપછી મિત્રવતી શ્રાવિકાએ કાયોત્સર્ગ પાર્યો. સુદર્શને પ્રાણના ભોગે પણ પોતાની કાયોત્સર્ગ પ્રતિમાનું પાલન કર્યું. (આગમેતર ગ્રંથોમાં આ કથા ઘણાં વિસ્તારથી જોવા મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે સુદર્શને પછી દીક્ષા લીધી અને તે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે.)
૦ આગમ સંદર્ભ :આયા.યૂ. ૨૭૫, ૩૧૫, આયા.મૂ. ૨૨૮ની વૃ;
ભા. ૮૧; આવ..ર-. ર૭૦;
આવનિ ૧પપ૦ની વૃ;
–
૪
–
૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org