________________
૨૯૬
આગમ કથાનુયોગ-૫
૦ સાગરચંદ્ર શ્રાવક કથા :
દ્વારવતીના રાજા બલદેવનો પુત્ર નિષઢ હતો. આ નિષઢ અને તેની પત્ની પ્રભાવતીના પુત્રનું નામ સાગરચંદ્ર હતું. (સાગરચંદ્રની કથા અને કમલામેલા સાથે તેના લગ્ન પર્યતનું સમગ્ર કથાનક તથા પૌષધ પ્રતિમા ધારણ કરી રહેલા સાગરચંદ્ર શ્રમણોપાસકનું ધનદેવ (નભસેન) દ્વારા ઉપજાવાયેલ મૃત્યુ પર્વતની સમગ્ર કથા કમલામેલા શ્રમણીના કથાનકમાં આવી ગયેલ છે. કથા જુઓ કમલામેલા) ૦ સાગરચંદ્રનું શ્રાવકત્વ અને સમાધિમરણ :
ભગવંત અરિષ્ટનેમિ પાસે સાગરચંદ્રએ શ્રાવકોના વ્રતોનો સ્વીકાર કર્યો. ત્યારપછી તે પર્વતિથિમાં રમશાન, શૂન્ય હો આદિમાં અતિ વૈરાગ્યથી પૌષધ પ્રતિમાનો સ્વીકાર કરીને રહેતો હતો.
કોઈ વખતે સાગરચંદ્ર એકાંતમાં કાઉસ્સગ્ન પ્રતિમાએ રહેલા ત્યારે તે નભસેને (કે ધનદેવ) પોતાનું વૈર સંભારીને કહ્યું કે, મારી પત્ની થનાર એવી કમલામેલાને કામુક બનાવવાનું ફળ લેતો જા. એમ કહીને સાગરચંદ્રના મસ્તકે માટીનો પિંડ સ્થાપ્યો. તેમાં ધગધગતા લાલચોળ અંગારા ભર્યા. ત્યારે અસહ્ય એવી જે વેદના થઈ તેને સાગરચંદ્રએ સમભાવપૂર્વક સહન કરી. પોતાના જ કર્મનું ફળ છે, તેમ માનીને ભોગવવા લાગ્યો. અપરાધ કરનાર પરત્વે લેશમાત્ર રોષ–ભાવ રાખ્યા સિવાય પોતાના આત્માને ભાવિત કરતો અને પૌષધપ્રતિમાનું અખંડપણે પાલન કરતો સાગરચંદ્ર મૃત્યુ પામીને દેવલોકમાં ગયો.
૦ આગમ સંદર્ભ :મરણ. ૪૩૪;
બુહ.ભા. ૧૭૨ + + આવ નિ ૧૩૪ની વૃ આવ.યૂ.૧–પૃ ૧૧૨, ૧૧૩; આવ.મ..પ્ર. ૧૩૬, ૧૩૭;
૦ સુદર્શન શ્રાવક કથા -
નમસ્કાર મહામંત્રનું માહાન્ય જણાવતા ભક્ત પરિજ્ઞા આગમમાં જણાવે છે કે, જે રીતે અજ્ઞાની ગોવાળ પણ નવકારમંત્ર આરાધીને મરણ પામ્યો તે ચંપાનગરીમાં શ્રેષ્ઠી પુત્ર સુદર્શન થયો.
ચંપા નામે નગરી હતી, ત્યાં ઋષભદાસ નામે શ્રેષ્ઠી હતા. તેની પત્ની અહંદુદાસી નામે હતી. તેમના ઘેર ગાય-ભેંસોની સંભાળ લેનાર, ચરાવવા જનાર ભદ્રક પ્રકૃતિવાળો સુભગ નામે સેવક હતો. કોઈ દિવસ વિકાલે તે શિયાળાની સખત ઠંડીમાં નદી કિનારે ગાયો વગેરે લઈને જતો હતો. ત્યારે કોઈ ચારણ લબ્ધિધર સાધુ બે હાથ લાંબા કરી કાયોત્સર્ગ ધ્યાનમાં તદ્દન ઉઘાડા શરીરે રહેલા હતા. તે સુભગને સાધુના ગુણ પરત્વે ઘણું બહુમાન થયું. પ્રાત:કાળે સૂર્યોદય થતાં “નમો અરિહંતાણં' બોલી તેતો આકાશમાં ઉડી ગયા.
સુભગે માત્ર આ નમો અરિહંતાણં શબ્દ સાંભળ્યા. તે તેને આકાશમાં ઉડવાનો મંત્ર સમજી શ્રદ્ધાથી રટણ કરવા લાગ્યો. શ્રેષ્ઠીએ તેને આ રીતે આખો દિવસ બોલતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org