SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૫ તે સિંહાસનના ઉપરના ભાગમાં શંખ, અંકરત્ન, કુંદપુષ્પ, ઓસકણ, મથન કરેલ દહીંના ફીણના પુંજ સટશ પ્રભાવાળા સર્વાત્મના રત્નમય, સ્વચ્છ, સ્નિગ્ધ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ એક વિજયદૂષ્યની વિકુર્વણા કરી. તે સિંહાસનના ઉપરના ભાગમાં લાગેલ વિજયદૃષ્યની વચ્ચોવચ્ચ એક મહાન્ વજ્રરત્નમયી અંકુશની રચના કરી. તે વજ્રરત્નમયી અંકુશમાં કુંભ પ્રમાણ આકાર જેવા મુક્તાદામને લટકાવ્યું. તે મુક્તાદામ પણ અન્ય ચાર અર્ધકુંભ પ્રમાણવાળા મુક્તાદામોથી પરિવેષ્ટિત હતું. તે બધાં મુક્તાદામો સોનાના લંબૂશકો અને સુવર્ણપત્રોથી પરિમંડિત હતા. વિવિધ પ્રકારના મણિઓ અને રત્નો, હારો અને અર્ધહારોના સમુદાયથી શોભિત થઈ રહ્યા હતા. પરસ્પરમાં કિંચિત્ માત્ર સ્પર્શ થતો હોય તે રીતે લટકતા હતા. જ્યારે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરની હવાના ઝોંકાથી મંદમંદ હાલતા-ચાલતા ત્યારે એકબીજા સાથે અથડાઈને વાગવાથી પોતાના વિશિષ્ટ મનોજ્ઞ, મનોહર, કાન અને મનને આહ્લાદ દાયક શબ્દ ધ્વનિથી નીકટના સમસ્ત પ્રદેશને વ્યાસ કરતા પોતાની શ્રીશોભાથી અતીવ અતીવ ઉપશોભિત લાગતા હતા. ૧૯૮૦ ત્યારપછી તે આભિયોગિક દેવાએ સિંહાસનનો પશ્ચિમોત્તર, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાં સૂર્યાભદેના ૪૦૦૦ સામાનિક દેવોને માટે ૪૦૦૦ ભદ્રાસનોની વિકુર્વણા કરી. તે સિંહાસનની પૂર્વદિશામાં સૂર્યાભદેવની સપરિવાર ચાર અગ્રમહિષીઓ માટે ૪૦૦૦ ભદ્રાસનોની રચના કરી. તે સિંહાસનની દક્ષિણપૂર્વ દિશામાં સૂર્યાભદેવની અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવોને માટે ૮૦૦૦ ભદ્રાસનોની વિકુર્વણા કરી. દક્ષિણ–પશ્ચિમ દિશાની બાહ્ય પર્ષદાના ૧૨,૦૦૦ દેવા માટે ૧૨,૦૦૦ ભદ્રાસનોની વિકુર્વણા કરી. પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિઓના સાતભદ્રાસનો રાખ્યા. તે સિંહાસનની ચારે દિશાઓમાં સૂર્યાભદેવના ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવોને માટે ૧૬,૦૦૦ ભદ્રાસનોની વિકુર્વણા કરી તે આ પ્રમાણે – પૂર્વમાં ૪૦૦૦, દક્ષિણમાં ૪૦૦૦, પશ્ચિમમાં ૪૦૦૦ અને ઉત્તરમાં ૪૦૦૦, તે દિવ્યયાન વિમાનનું સૌંદર્ય આ પ્રકારે હતું – જેમકે – તેનો વર્ણ તત્કાળ ઉગેલા હેમંતઋતુના બાળ સૂર્ય સમાન કે રાત્રિમાં સળગતા ખેરના અંગારા સમાન કે પૂર્ણ વિકસિત જયા પુષ્પવન કે પલાશવન કે પારિજાતવન સમાન લાલ હતો. તો શું તે યાન વિમાનનું સૌંદર્ય આવું હતું ? ના, આ અર્થ સમર્થ નથી. તે દિવ્ય વિમાનનો વર્ણ આના કરતાં પણ ઇષ્ટતર – યાવત – રમણીય હતો. આ જ પ્રકારે તેના ગંધ અને સ્પર્શનું વર્ણન પૂર્વોક્ત મણિના વર્ણન અનુસાર જાણવું. આવા દિવ્ય યાનવિમાનની વિકુર્વણા કરીને પછી તે આભિયોગિક દેવ જ્ય સૂર્યાભદેવ હતો, ત્યાં આવ્યા અને આવીને સૂર્યાભદેવને બંને હાથ જોડીને – યાવત્ - આજ્ઞા પાછી સોંપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy