________________
૨૯૨
આગમ કથાનુયોગ–૫
૦ સંપ્રતિ રાજાનો પૂર્વભવ –
કોઈ વખતે આર્ય સુહસ્તિ વિહાર કરતા કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં રાજા તથા મંત્રી વર્ગ આદિ અતિશય ભક્તિપૂર્વક રોજ વંદન, ધર્મશ્રવણ આદિ માટે ત્યાં જતા હતા. ત્યાં એક દ્રમક (ભિક્ષુક) હતો, તે આચાર્ય ભગવંત પાસે આવ્યો હતો તે આ બધું જોઈને અતિ હર્ષ પામ્યો. તે સમયે દુષ્કાળ પ્રવર્તતો હતો. ભોજન દુર્લભ થવા લાગ્યું હતું તે વખતે આર્ય સુહસ્તિના બે સાધુ મહારાજે કોઈ શ્રેષ્ઠીને ત્યાં ગૌચરી માટે પ્રવેશ કર્યો. દીર્ધકાળથી તેમની પાછળ પાછળ લાગેલા એક ક્રમકે તેમને જોયા. તે વખતે શ્રાવકે અતિ ભક્તિથી સાધુ ભગવંતને પડિલાભ્યા, તે ક્રમકે જોયું. જ્યારે સાધુઓ વહોરીને બહાર નીકળ્યા ત્યારે દ્રમકે વિનંતીપૂર્વક તેમની પાસે ભોજનામાંથી થોડુંક આપવા માટે યાચના કરી.
તે સમયે તે સાધુઓએ કહ્યું કે, અમારા આચાર્ય ભગવંત નીકટમાં જ છે. અમે આ આહારમાંથી કંઈ આપી ન શકીએ, તેથી સાધુઓ સાથે જઈને તે દ્રમકે આચાર્ય ભગવંત પાસે ભોજનની યાચના કરી, ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, એ રીતે અમે ગૃહસ્થને આપી શકીએ નહીં, પણ જો તું પ્રવ્રજ્યા અંગીકાર કરે, તો તને ભોજન આપી શકાય. દ્રમકે તે વાત સ્વીકારી. આચાર્ય ભગવંતે પોતાના જ્ઞાનના ઉપયોગ થકી ભાવિ લાભ જાણીને તેને અવ્યક્ત સામાયિક ઉચ્ચરાવી દીક્ષા આરોપણ કરીને પછી ભોજન કરાવ્યું.
તે વખતે ભોજન કરતો તે દ્રમક સાધુ, શ્રમણ વર્ગ પરત્વે અનુરાગવાળો થયો. શ્રમણો દ્વારા થતી વૈયાવચ્ચથી અતિ હર્ષિત અને સંતુષ્ટ થયો. શ્રાવકોએ પણ તેની ભક્તિ કરતા તે જિનશાસનથી પ્રભાવિત થયો. પરંતુ ભોજનના અતિરેકથી તે દ્રમકને તીવ્ર વિસૂચિકા ઉત્પન્ન થઈ, વૈયાવચ્ચના પ્રભાવથી તેની સમાધિભાવના વૃદ્ધિ પામી તે પાટલિપુત્રના રાજા અશોકશ્રીના પૌત્રરૂપે જન્મ્યો.
૦ સંપ્રતિનો કૌટુંબિક પરીચય :
પાટલિપુત્ર નગરમાં મૌર્યવંશના ચંદ્રગુપ્ત રાજાનો પુત્ર બિંદુસાર રાજા હતો. તેને અશોકશ્રી (અશોક) નામે પુત્ર હતો. અશોક રાજાનો પુત્ર બાળપણામાં યુવરાજ પદ પામ્યો હતો. તેનું નામ કુણાલ હતું. તે રાજાને જીવિતથી પણ અધિક પ્રિય હતો. તે કુમાર માટે તેણે ઉજ્જૈની નગરી ભેટ આપી હતી. પરિવાર સહિત કુણાલકુમાર ત્યાં આનંદથી રહેતો હતો. જ્યારે કુણાલકુમાર સમગ્ર કળા ગ્રહણ કરવા સમર્થ થયો, ત્યારે રાજા અશોકે પોતાના હાથે એક પત્ર લખ્યો કે હવે કુમારને ભણાવવો. કંઈક કાર્ય ઉત્પન્ન થતા પત્રને શીલ કર્યા વિના રાજા ઊભો થયો.
તે વખતે કુણાલકુમારની સાવકી માતા ત્યાં આવી, આંખના અંજનને નખના અગ્રભાગેથી ગ્રહણ કરી. તેણે વાક્યમાં અનુસ્વાર વધારી દીધો અર્થાત્ જ્યાં ‘‘અધિન્નડ કુમાર’' એમ લખ્યું હતું. ત્યાં તેણીએ ‘‘ગંધિન્નØમાર’’ એમ લખી લીધું. રાજાએ તે પત્ર બીડીને શીલ કરી દીધો. પત્રને લઈને દૂત પહોંચ્યો. કુમારે તે લેખ વાંચ્યો. પિતા કુણાલ રાજાની આજ્ઞાને શિરોધાર્ય કરીને લોઢાની સળી તપાવીને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org