________________
શ્રાવક કથા
૪૩
ત્યારપછી તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીર સ્વામીને પ્રશ્નો પૂછીને, અર્થને ગ્રહણ કરીને, શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે અને વંદન–નમસ્કાર કરીને જે દિશાથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. ૦ શંખની દેવગતિ અને સિદ્ધિનું કથન :
હે ભગવન્! આ પ્રમાણે કહીને ભગવનું ગૌતમે શ્રવણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું
હે ભગવન્! શું શંખ શ્રમણોપાસક આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવા માટે સમર્થ છે ? શેષ બધું વર્ણન ઋષિભદ્રપુત્રની સમાન જાણવું – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ જ પ્રમાણે છે. એમ કહી ગૌતમસ્વામી – યાવત્ – વિચરણ કરવા લાગ્યા.
– ભગવંત મહાવીરના ૧,૫૯,૦૦૦ શ્રાવકોમાં શંખ (શતક પણ) મુખ્ય શ્રાવક થયો. તેણે ભગવંત મહાવીરના તીર્થમાં તીર્થકર નામ કર્મ બાંધ્યું. (જો કે અહીં એક મતભેદ છે – સ્થાનાંગ સૂત્ર ૮૭૦ની વૃત્તિ મુજબ - શંખનો જીવ આવતી ચોવીશીમાં ઉદય નામે સાતમાં તીર્થકર થશે. જ્યારે (ભગવતી સૂત્ર-પ૩૩ મુજબ આ શંખ શ્રાવક) મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે તેમ જણાવે છે. તત્ત્વ બહુશ્રુત જાણે.
૦ આગમ સંદર્ભ:ઠા. ૮૭૦ + વૃ; સમ. ૩૫૬, ૩૬૧;
ભ. ૫૩૦ થી ૫33; ઉવા. ર૬ની વૃ; આવ.પૂ.૧–પૃ. ૧૫૯;
આવ.મ.પ. ૨૦૯; – ૪ – ૪ - ૦ નાગપૌત્ર વરુણ તથા બાલમિત્ર શ્રાવકની કથા -
હે ભગવન્! ઘણાં જ મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે – યાવત્ - પ્રરૂપણા કરે છે કે, અનેક પ્રકારના નાના મોટા સંગ્રામોમાંથી કોઈપણ એક સંગ્રામમાં સામસામે યુદ્ધ કરતા ઘાયલ મનુષ્ય મરણ કાળમાં કાળ કરીને કોઈપણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તો હે ભદંત ! શું આ પ્રમાણે હોય છે ? ૦ ભ.મહાવીર દ્વારા વરુણ કથા :
હે ગૌતમ ! તે ઘણાં લોકો પરસ્પર જે આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, ઘણાં મનુષ્ય – યાવત્ – દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. પણ જેઓ આ પ્રમાણે કહે છે – તેઓએ મિથ્યા કથન કરેલ છે હે ગૌતમ હું તો આ પ્રમાણે કહું છું – થાવત્ – પ્રરૂપણા કરું છું કે
હે ગૌતમ ! ખરેખર એ પ્રમાણે - તે કાળે અને તે સમયે વૈશાલી નામની નગરી હતી (નગરીનું વર્ણન કરવું) તે વૈશાલી નગરીમાં વરુણ નામક નાગપૌત્ર રહેતો હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરાભૂત હતો. તે શ્રમણોપાસક હતો, જીવ–અજીવ તત્ત્વોનો જ્ઞાતા હતો – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાશુક, એષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, પીઠ, ફલક, શય્યા, સંસ્કારક, ઔષધિ, ભેષજ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org