________________
૪૨
આગમ કથાનુયોગ-૫
જાગરિકા અને (૩) સુદક્ષ જાગરિકા.
હે ગૌતમ ! જો ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક અરિહંત, જિન, કેવલી, અતીત– અનાગત અને વર્તમાનના વિજ્ઞાતા, સર્વજ્ઞ–સર્વદર્શી અરહંત ભગવંત છે, તે બુદ્ધ છે તેઓ બુદ્ધ જાગરિકા જાગરણ કરે છે.
હે ગૌતમ ! ઇર્યા આદિ સમિતીઓથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી આદિ અણગાર ભગવંત છે, તેઓ અબુદ્ધ છે તે અબુદ્ધ જાગરિકા જાગરણ કરે છે.
જીવાજીવ આદિ તત્ત્વોના જાણકાર – યાવત્ – યથાવિધિ ગ્રહણ કરેલ તપકર્મથી આત્માને ભાવિત કરનારા જે આ શ્રમણોપાસક છે, તે સુદક્ષ જાગરિકા જાગરણ કરે છે.
તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું કે, જાગરિકા ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે છે – બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુદક્ષ જાગરિકા. ૦ કષાય સ્વરૂપ જાણી શ્રમણોપાસકો દ્વારા શંખની ક્ષમાયાચના :
ત્યારપછી શંખ શ્રમણોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા અને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! ક્રોધાભિભૂત જીવ શું બાંધે છે ? શું કરે છે ? શેનો ચય કરે છે ? શેનો ઉપચય કરે છે ?
હે શંખ ! ક્રોધાભિભૂત જીવ આયુષ્ય સિવાયના શેષ સાત કર્મ પ્રકૃતિઓને જો તે શિથિલ બંધનવાળી હોય તો ગાઢ બંધનવાળી કરે છે, જઘન્ય સ્થિતિની પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિવાળી, મંદ અનુભાગને તીવ્ર અનુભાગવાળી અને અલ્પ પ્રદેશને બહુuદેશવાળી કરે છે. આયુષ્ય કર્મના બંધ કદાચિત્ કરે છે અને કદાચિત બંધ કરતો નથી. અસાતા વેદનીય કર્મનો પુનઃ પુનઃ ઉપચય કરે છે અને દીર્ધકાળ પર્યત અનાદિ અનંત ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં પરિભ્રમણ કરે છે.
હે ભગવન્! માનને વશવર્તી જીવ શું બાંધે છે ? શું કરે છે ? શેનો ચય કરે છે? શેનો ઉપચય કરે છે ?
ક્રોધાભિભૂત જીવમાં કહ્યું તેમ – યાવત્ – સંસાર ભ્રમણ કરે છે.
હે ભગવન્! માયાને વશવર્તી જીવ શું બાંધે છે ? શું કરે છે ? શેનો ચય કરે છે? શેનો ઉપચય કરે છે ?
ક્રોધાભિભૂત જીવમાં કહ્યું તેમ – યાવત્ – સંસાર ભ્રમણ કરે છે.
હે ભગવન્! લોભાભિભૂત જીવ શું બાંધે છે ? શું કરે છે ? શેનો ચય કરે છે? શેનો ઉપચય કરે છે ?
ક્રોધાભિભૂત જીવમાં કહ્યું તેમ – થાવત્ – સંસાર ભ્રમણ કરે છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભળીને અને મનમાં અવધારીને ભયભીત, ત્રસ્ત, ત્રસિત, સંસાર ભયથી ઉદ્વિગ્ન થયેલા તે શ્રમણોપાસકોએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને શંખ શ્રમણોપાસક પાસે આવ્યા. આવીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ અર્થને માટે (શંખનો તિરસ્કાર કરવા બદલ) વિનયપૂર્વક વારંવાર ક્ષમા યાચના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org