________________
શ્રાવક કથા
૨૪૭
-
-
-
-
-
-
અમનોજ્ઞ નહીં તેવા શબ્દોથી ઉપાલંભ અપાય છે.
હે પ્રદેશી ! આવા પ્રકારની દંડનીતિને જાણતા હોવા છતાં પણ તું મારા પ્રતિ વિપરિત, પરિતાપજનક, પ્રતિકૂળ, વિરુદ્ધ વ્યવહાર કરે છે ?
ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! મારો આપ દેવાનુપ્રિય પાસે પ્રથમવાર વાર્તાલાપ થઈ રહ્યો છે. તેથી મને આવો આંતરિક – થાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે જેટલું–જેટલું અને જે-જે હું આમની વિપરિત – થાવત્ – સર્વથા વિપરિત વ્યવહાર કરીશ તો તેટલું–તેટલું અને તેને હું અધિક તત્ત્વને જાણીશ. જ્ઞાનને, જ્ઞાનના લાભને ચારિત્રને, ચારિત્રલાભને, દર્શન, દર્શન લાભને, જીવને, જીવના સ્વરૂપને જાણીશ. તેથી મેં આપ દેવાનુપ્રિયની સાથે વિપરિત – યાવત્ – વિરુદ્ધ વ્યવહાર કર્યો છે.
ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી! તું જાણે છે કે વ્યવહાર કેટલા પ્રકારે બતાવેલ છે ?
હાં, ભદંત ! જાણું છું વ્યવહાર ચાર પ્રકારે છે – કોઈ આપે છે પણ પ્રેમથી વાત નથી કરતો, કોઈ પ્રેમથી વાત કરે છે પણ કંઈ આપતો નથી, કોઈ આપે પણ છે અને પ્રેમથી વાર્તાલાપ પણ કરે છે, કોઈ આપતા પણ નથી, વાત પણ કરતા નથી.
હે પ્રદેશી! તું જાણે છે – આ ચાર પ્રકારના પુરુષોમાં કોણ વ્યવહારિક અને કોણ અવ્યવહારિક છે ?
હે ભદંત ! જાણું છું – જે પુરુષ આપે છે પણ સંભાષણ નથી કરતો તે વ્યવહારિક છે જે પુરુષ આપતો નથી પણ સંભાષણથી સંતોષ આપે છે તે પણ વ્યવહારી છે. જે આપે પણ છે અને સંભાષણ પણ કરે છે તે પણ વ્યવહારી છે પણ જે આપતો નથી અને સંભાષણ પણ કરતો નથી, તે અવ્યવહારીક છે.
હે પ્રદેશી ! આ પ્રમાણે તું વ્યવહારી છો, અવ્યવહારીક નથી. ૦ કેશીકુમાર શ્રમણ નિર્દિષ્ટ જીવનું અદર્શનીયત્વ :
ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આપ છેક, દક્ષ – યાવત્ – ઉપદેશલબ્ધ છો. તેથી હે ભદંત ! આપ મને હથેળીમાં સ્થિત આંબળાની માફક શરીરથી કાઢીને જીવ દેખાડી શકો ?
તે કાળે, તે સમયે પ્રદેશી રાજાની નીકટથી પવનથી તૃણ, ઘાસ, વૃક્ષાદિ હલવા, કંપવા, ફરકવા, પરસ્પર ટકરાવા લાગ્યા. તે-તે ભાવને પરિણમ્યા.
ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને પૂછ્યું, હે પ્રદેશી ! તું આ તૃણાદિને કંપતા – યાવત્ – તે તે ભાવે પરિણમતા જુએ છે ?
હે ભદંત ! હાં, હું જોઉં છું.
હે પ્રદેશી ! શું તું એ માને છે કે આ તૃણાદિને કોઈ દેવ, અસુર, નાગ, કિન્નર, કિપુરુષ. મહોરગ કે ગંધર્વ કંપાવી રહ્યા છે?
હે ભદંત ! જાણું છું કે તેને કોઈ દેવ – યાવતુ – ગંધર્વ કંપાવી રહ્યા નથી પણ તે વાયુકાયથી કંપી રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org