________________
શ્રાવક કથા
૦ શ્રમણોપાસકો દ્વારા સ્થવિર સમીપે ગમન :– ત્યારપછી શ્રમણ નિગ્રંથ તુંગિકા નગરીમાં આવેલ છે યાવત્ – એક દિશા તરફ ઊભા રહીને ધ્યાન કરી રહ્યા છે આ સંવાદ તુંગિકા નગરીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં સર્વત્ર ફેલાઈ ગઈ.
-
ત્યારે તે નગરીમાં રહેનારા શ્રમણોપાસકોએ આ વાતને જાણીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા, પ્રસન્ન, સ્નેહયુક્ત મનવાળા, પરમસૌમનસ ભાવયુકત, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને પરસ્પર એકબીજાને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જાતિસંપન્ન આદિ વિશોષણોથી યુક્ત, પાર્સ્થાપત્યીય સ્થવિર ભગવંત પધાર્યાં છે — યાવત્ – તથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરીને સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા એવા વિચરણ કરી રહ્યા છે.
૫૯
તો હે દેવાનુપ્રિય ! તથારૂપ સ્થવિર ભગવંતોના નામ અને ગોત્ર શ્રમણનું પણ જ્યારે મહાન્ ફળ મળે છે, તો પછી તેમની સન્મુખ જવું, તેમને વંદન—નમસ્કાર કરવા, કુશલ સમાચાર પૂછવા અને તેઓની પર્યુપાસના કરવાથી કલ્યાણ થવામાં તો કોઈ પ્રશ્ન જ નથી. અથવા વંદન—નમસ્કાર અને પર્યાપાસના કરવાના ફળ વિશે તો કહેવાનું જ શું હોય ?
જ્યારે આર્યધર્મના એક જ સુવચનને સાંભળવું મંગલરૂપ છે, તો પછી વિપુલ અર્થને ગ્રહણ કરવાથી કલ્યાણ થશે જ. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે બધાં જઈએ અને તે સ્થવિર ભગવંતોને વંદન-નમસ્કાર કરીએ. તેઓના સત્કાર–સન્માન કરીએ અને કલ્યાણરૂપ, મંગરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ તેઓની સેવા કરીએ. તે આપણા માટે આ ભવમાં અને પર ભવમાં હિતરૂપ, સુખરૂપ, શાંતિરૂપ અને પરંપરાથી કલ્યાણરૂપ થશે.
આ પ્રમાણે કહીને આ વાતને એકબીજાથી સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને પોતપોતાના ઘરે ગયા. ઘરે જઈને સ્નાન, બલિકર્મ, કૌતુક, મંગલરૂપ, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ, શ્રેષ્ઠ અને મંગલરૂપ વસ્ત્રોને પહેરીને, અલ્પ પણ મહામૂલ્યવાન્ અલંકારોથી શરીરને અલંકૃત્ કરીને પોતપોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને એક સ્થાને એકત્રિત થયા અને એકત્રિત થઈને પગે ચાલતા તુંગિકા નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યા. નીકળીને પુષ્પવતી ચૈત્યમાં આવ્યા. ચૈત્યમાં આવીને પાંચ પ્રકારના અભિગમોપૂર્વક સ્થવિર ભગવંતોની પાસે પહોંચ્યા.
તે આ પ્રમાણે :– (૧) સચિત્ત દ્રવ્યોને એક તરફ રાખે છે, (૨) અચિત્ત દ્રવ્યોને પોતાની પાસે રાખે છે, (૩) એકશાટિક ઉત્તરાસંગ કરે છે, (૪) તેઓને જોતાની સાથે જ હાથ જોડે છે અને (૫) મનને એકાગ્ર કરે છે. આ પાંચ અભિગમોપૂર્વક ભગવંતોની પાસે જઈને ત્રણ પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કરે છે અને ત્રણ પ્રકારની પર્યુંપાસના દ્વારા તેમની પર્યુપાસના કરે છે. તે આ પ્રમાણે :– કાયિક, વાચિક અને માનસિક રીતે.
ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકને તથા તે મહતી પર્ષદાને કેશીકુમાર શ્રમણની માફક ચતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને – યાવત્ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org