SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૫ અને ચાંદી ઘણાંજ હતા. તેઓ આયોગ–પ્રયોગ કરવામાં ઘણાં જ કુશળ હતા. તેમને ત્યાં વિવિધ પ્રકારના ખાદિમ સ્વાદિમ આદિ પદાર્થ પુષ્કળ પ્રમાણમાં હતા. તેઓને ત્યાં અનેક દાસ, દાસી, ગાય, ભેંસ અને બકરી આદિ રહેતા હતા, તેઓ અપરાભૂત હતા. તેઓ જીવ અને અજીવ તત્ત્વોના સ્વરૂપના જાણકાર હતા. તેઓ પુણ્યપાપ કાર્યોનો વિવેક કરનારા હતા. તેઓ આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ ઇત્યાદિ તત્ત્વજ્ઞાનમાં કુશળ હતા. તેઓ નિગ્રંથ પ્રવચનમાં એટલા શ્રદ્ધાશીલ હતા કે કોઈ પણ સમર્થ દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ અદિ દેવ ગણ તેઓને નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શકતા ન હતા. ૫૮ તેઓએ શાસ્ત્રોના અર્થોને ઉપલબ્ધ કર્યો હતો. શાસ્રાર્થને ગ્રહણ કર્યો હતો. શાસ્ત્રાર્થને પૂછીને નિશ્ચિત કર્યો હતો. શાસ્ત્રાર્થને અધિગત કર્યો હતો. શાસ્ત્રાર્થના રહસ્યને તેઓએ નિર્ણયપૂર્વક જાણેલ હતો. નિગ્રંથ પ્રવચન પ્રતિ અનુરાગથી તેમનું રોમ–રોમ વ્યાપ્ત હતું. જેનાથી તેઓ આ પ્રમાણે કહેતા હતા કે, આયુષ્યમાન્ ! આ નિગ્રંથ પ્રવચન જ અર્થ અને પરમાર્થરૂપ છે. બાકી બધું જ અનર્થરૂપ છે. તેઓની ઉદારતાને કારણે તેમના દ્વારોની અર્ગલા સદૈવ ખુલી રહેતી હતી. કોઈપણના ઘર કે અંતઃપુરમાં પ્રવેશ કરવાની તેમને છૂટ હતી. તેઓ બધાંના પ્રીતિપાત્ર હતા. તેઓ ચૌદશ, આઠમ, અમાસ અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધની સમ્યક્ પ્રકારે અનુપાલના કરતા–કરતા, શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, પીઠફલક, શય્યા સંસ્તારક, ઔષધ અને ભેષજથી પ્રતિલાભિત કરતા હતા. તેઓ શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ ને યથાવિધિ અંગીકાર કરેલ તપઃકર્મ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ૦ તુંગિકામાં પાર્શ્વપત્નીય સ્થવીરોનું આગમન : તે કાળે, તે સમયે જાતિસંપન્ન, કુલસંપન્ન, બલસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, લજ્જાસંપન્ન, લાઘવસંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, પ્રતાપી, યશસ્વી, ક્રોધજ્યી, માનજયી, માયાજયી, લોભજયી, નિદ્રાજયી, ઇન્દ્રિયજયી, પરિષહજયી, જીવનની આશા અને મરણના ભયથી વિમુક્ત, તપઃપ્રધાન, ગુણપ્રધાન, કરણપ્રધાન, લાગવપ્રધાન, ક્ષમાપ્રધાન, મુક્તિપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, વેદપ્રધાન, બ્રહ્મપ્રધાન, નવપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન, શૌયપ્રધાન, ઉત્તમપ્રજ્ઞાસંપન્ન (એવા−) (તેમજ) શોધી-અન્વેષણ કરનારા, નિદાનરહિત, સ્તુતિ–પ્રશંસામાં ઉદાસીન, બહિર્મુખીપણાથીરહિત, સુશ્રામણ્યમાં રત, અપ્રતિહતરૂપથી પ્રશ્નોનું સમાધાન કરનારા, પ્રતિપાદન કરનારા, કુત્રિકાપણરૂપ અર્થાત્ સર્વ પ્રકારે બોધને દેનારા, બહુશ્રુત, મોટા શિષ્ય પરિવારવાળા, ભ.પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર ભગવંત પોતાના ૫૦૦ અણગારોની સાથે અનુક્રમે ચાલતા ચાલતા, ગ્રામાનુગ્રામમાં ગમન કરતા અને સુખપૂર્વક વિહાર કરતા એવા જ્યાં તુંગિકાનગરી હતી, જ્યાં પુષ્પવતી ચૈત્ય હતું. ત્યાં આવ્યા. આવીને યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરી) સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy