SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ આગમ કથાનુયોગ-૫ અનુકંપાથી આપ્યા નહીં. ત્યારે તેણે પોતાના શરીરના સો ટુકડા કરી માર્ગણા કરવા વિચાર્યું. કેટલાંક ખંડ કર્યા પછી ધનંજયને વિચાર આવ્યો કે, ખરેખર હું ધન્ય છું કે, મેં આવી વેદના કોઈ પ્રાણીને આપી નહીં. ત્યારે તેના સત્વની પરીક્ષા કરીને તે સુરવર યક્ષ પોતે જ પ્રતિબોધ પામ્યો. ત્યારે લોટના બનાવેલા પાડાને ચડાવીને ધનંજય શ્રાવકે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. આ રીતે સત્ય પ્રતિ યોગસંગ્રહ કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૯૪ + વૃ; આવપૂર–પૃ. ૧૯૩; – – ૪ – ૦ પઘરથ રાજા અને વૈશ્વાનર શ્રાવકની કથા - બે દેવ હતા. જેમાં વૈશ્વાનર શ્રાવક હતો અને ધવંતરી તાપસભક્ત હતો. તે બંનેએ પરસ્પર એમ નક્કી કર્યું કે, આપણે સાધુની અને તાપસની પરીક્ષા કરીએ. ત્યારે વૈશ્વાનર શ્રાવકે કહ્યું કે, અમારામાં સર્વાસ્તિક સાધુ હોય તેની અને તમારામાં સર્વમાં મુખ્ય હોય તેવા તાપસની આપણે પરીક્ષા કરવી આ તરફ મિથિલામાં તરુણધર્મી (સુરતનો ધર્મ પામેલો) એવો પારથ નામે રાજા હતો. તે ચંપાનગરીએ વાસુપૂજ્ય સ્વામીના ચરણકમળમાં દીક્ષા લઈશ એમ માનીને નીકળેલો હતો. ત્યારે બંને દેવોએ તેની ભોજન અને પાન વડે પરીક્ષા કરી. તે સુકુમાર એવો પવરથ રાજા માર્ગમાં વેદનાથી ઘણો જ દુઃખી થતો હતો. તેને અનુકુળ ઉપસર્ગ કરવા વિચાર્યું. પણ તે ઘણો જ સ્થિર હોવાથી તે દેવો તેને ચલાયમાન કે શોભિત કરી શક્યા નહીં. અન્ય આચાર્ય કહે છે કે તે શ્રાવકે ભક્ત પ્રત્યાખ્યાન કરેલું. બંને દેવો ત્યાં સિદ્ધરૂપે ગયા. તે પઘરથ શ્રાવકને ઘણું-ઘણું કહ્યું. તેને સમજાવ્યું કે તું ભક્તપ્રત્યાખ્યાન ન કર. પણ લાંબુ જીવન જીવ. પવરથે કહ્યું કે, હું ઘણો જ ધર્મ પામેલ છું. મને લોભિત કરવો શક્ય નથી. ત્યારપછી તેઓ જમદગ્રિ પાસે પક્ષીરૂપે ગયા. તેની દાઢીમાં માળો કર્યો – યાવત - જમદગ્નિ તાપસની પરીક્ષા કરી (જેનું વિગતે વર્ણન જમદગ્નિ અને પરસુરામની કથામાં કરાયેલ છે.) આ ઋષિ સંતાનરહિત છે, તેમ કહ્યું ત્યારે તે તાપસઋષિ ક્ષોભિત થઈ ગયા. એ રીતે તે દેવ પણ શ્રાવક થયો. (ત્યાંથી આગળની કથા જમદગ્રી અને પરસુરામ સંબંધી છે તેથી અહીં અપ્રસ્તુત છે.) ૦ આગમ સંદર્ભ :આવનિ ૯૧૮ની વૃ; આવ.ચૂર- ૨૦3; ૦ પ્રસેનજિત શ્રાવકની કથા : કુશાગપુર નગરનો રાજા, જેનું નામ પ્રસેનજિત હતું તે સુવિખ્યાત રાજા શ્રેણિકના પિતા હતા. તેણે રાજગૃહી નગરીની સ્થાપના કરેલી એવા આ રાજા પ્રસેનજિત ભગવંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy