________________
શ્રાવિકા કથા
૩૧૧
આપી દીધેલી. – ૪ – ૪ – ૪ –
દેવદત્તા મૂળ તો એક કુન્જા દાસી હતી, તે કૃષ્ણગુલિકા જ કહેવાતી હતી, પણ કામગુટિકાના પ્રભાવે તે અતિ સુંદર રૂપવાળી બની ગઈ. ત્યારથી તે સુવર્ણગુલિકા નામે ઓળખાવા લાગી. ત્યારપછી દેવદત્તાને પરણવાની ઇચ્છા થઈ ત્યારે વિચાર આવ્યો કે આ ઉદાયન રાજાની હું દાસી છું. તેથી તે મારા પિતા સમાન ગણાય – ૮ – ૮ – ૪ – ચંડપ્રદ્યોત મારો પતિ થાઓ. તેમ વિચારી બીજી એક કામગુટિકા મુખમાં મૂકી. – ૮ – ૪ – ચંડપ્રોત તેને પરણવા આવ્યો ત્યારે દેવદત્તાએ કહ્યું કે, હું આ ભગવંતની દેવી પ્રતિમા વિના એક ક્ષણ પણ રહી શકું નહીં– ૮ – ૮ – જો તમે આવી જ બીજી પ્રતિમા કરાવીને લાવો, તે પ્રતિમા અહીં સ્થાપન કરાવો, તો હું આ પ્રતિમાસહિત જ તમારી સાથે આવું.
ત્યારપછી પ્રદ્યોત રાજાએ તેવી પ્રતિમા કરાવી. અનલવેગ હાથી પર આવ્યો અને પ્રતિમાજી સહિત દેવદત્તાને સાથે લઈને ગયો. તેણીને રાણી બનાવી. – ૪ – ૪ – (આ સમગ્ર કથાનક વિસ્તાર સહિત ઉદાયન રાજર્ષિની કથામાં – શ્રમણ કથા વિભાગમાં આવી ગયેલ છે. - કથા જુઓ – “ઉદાયન”.
૦ આગમ સંદર્ભ :પા . ૨૦ની વૃ;
નિસી.ભા. ૩૧૯૩ની વૃ આવ.નિ ૭૭૫ની , આવ..૧–. ૩૯, ૪૦૦, ઉત્ત.નિ. ૯૪ + 9
૦ ધન્યા શ્રાવિકાની કથા -
વાણારસી નગરીના શ્રાવક સુરાદેવની પત્નીનું નામ ધન્યા હતું. જે શુભ લક્ષણયુક્ત, પરિપૂર્ણ પંચેન્દ્રિય પૂર્ણ શરીરવાળી હતી – ૪ – ૪ – ૪ – ભગવંત મહાવીરની સમીપે તેણીએ શ્રાવકયોગ્ય બાર વ્રતો ગ્રહણ કરેલા હતા – યાવત્ – ધન્યા શ્રમણોપાસિકા શ્રમણ નિગ્રંથોને પ્રાસુક, એષણીય અશન–પાન – ચાવતુ – આસનથી પ્રતિલાભિત કરતાં પોતાનો સમય વ્યતીત કરતી હતી.
જ્યારે સુરાદેવ શ્રમણોપાસક દેવકૃત્ ઉપસર્ગથી ચલિત થયો ત્યારે ધન્યા શ્રાવિકાએ – ૪ – ૪ – ૪ – તેને આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્ણાદિ કરવા માટે સમજાવી પુનઃ વ્રતમાં સ્થાપન કરેલ (ધન્યાની સંપૂર્ણ કથા શ્રાવક વિભાગમાં સુરાદેવ શ્રાવકની કથામાં આવી ગયેલ છે.)
૦ આગમ સંદર્ભ :ઉવા. ૩૨, ૩૩, ૬3;
૦ નંદા શ્રાવિકાની કથા -
કોસાંબીના રાજા શતાનીકના મંત્રી સુગુપ્તની પત્ની નંદા હતી. તેણી રાજા શતાનીકની (પત્ની) રાણી મૃગાવતીની સખી હતી. આ નંદા શ્રમણોપાસિકા હતી – ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org