________________
૩૧૦
આગમ કથાનુયોગ-૫
૦ દેવકીનો પરીચય :–
વસુદેવની અનેક પત્નીઓમાં જે મુખ્ય પત્નીઓ હતી તેમાંની એક દેવકી હતી. તે કૃષ્ણ વાસુદેવની માતા અને સુવિખ્યાત ગજસુકુમાલની માતા હતા. તેના કુલ આઠ પુત્રો થયા જેમાં કૃષ્ણ વાસુદેવ મૃત્યુ પામીને નરકે ગયા. જ્યારે અનીયસ, અનંતસેન, અનિહત, વિદ્ધતુ, દેવયશ અને શત્રુસેન તથા ગજસુકુમાલ એ સાત પુત્રો દીક્ષા લઈ અંતકૃત્ કેવળી થઈને મોક્ષે ગયા છે.
દેવકીને પૂર્વે જ અતિમુક્તમુનિએ ભવિષ્ય કથન કરેલું કે, તેણીને આઠ પુત્રો થશે. પણ અનીયસથી શત્રસેન પર્યંતના છ પુત્રો હરિભેગમેલી દેવે પહેલેથી જ ઉપાડીને નાગસારથીની પત્ની સુલસા પાસે મૂકી દીધા હતા. તેથી તે છ પુત્રો નાગ અને સુલતાના પુત્રો તરીકે ઓળખાતા હતા. (આ સુલસા એ તીર્થકર નામકર્મ બંધક દૃઢ સમકિતી સુલસા નથી. તે તુલસા ભગવંત મહાવીરના શાસનમાં થયા હતા. જ્યારે આ નાગસારથી અને સુલસા ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા છે.)
દેવકીનું મૃત્યુ જ્યારે દ્વારિકા બળી ગઈ પછી કૃષ્ણ અને બલદેવ તેણીને વસુદેવ સહિત નગરી બહાર રથમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે નગરનો દરવાજો તુટી પડવાથી દટાઈને થયેલું હતું. ૦ દેવકી કથાનક :
(દેવકીની કથાનું સંપૂર્ણ વર્ણન આ પૂર્વે ગજસુકુમાલની કથામાં અને કૃષ્ણ વાસુદેવની કથામાં આવી ગયેલ છે. વિશેષ એ કે – આગમેતર ગ્રંથમાં જણાવ્યા મુજબ કોઈ વખતે દેવકીએ ભગવંત અરિષ્ટનેમિ પાસે ધર્મશ્રવણ કરીને સમ્યકત્વ મૂલ બાર વ્રત અંગીકાર કરેલા. શુદ્ધ શ્રાવકધર્મની પરિપાલના કરેલી, મૃત્યુ પામીને સ્વર્ગ ગયા.)
૦ આગમ સંદર્ભ :સમ. ૩૫૩, ૩૬૨; અંત. ૧૩ + ;
પા . ૧૯ નિસી.ભા. ૨૯૪ ની , આવ રૃ.૧–પૃ. ૩૫૬ થી ૩૬૦; આવ.નિ. ૦૨૪ની વૃ ઉત્ત. ૭૯૮;
ઉત્ત. ૭૯૮ + ભાવવું,
– ૪ – ૪ – ૦ દેવદત્તાની કથા -
દેવદત્તા એ વીતીભય નગરના રાજા ઉદાયનની રાણી પ્રભાવતીની એક કુબ્બા દાસી હતી. તેનું બીજું નામ કૃષ્ણગુણિકા હતું. પછીથી તેણી સુવર્ણગુણિકા નામથી ઓળખાવા લાગેલી હતી.
જ્યારે પ્રભાવતી રાણીએ દીક્ષા અંગીકાર કરી ત્યારે પ્રભાવતી જેની રોજ પૂજા કરતી હતી તે જીવિત સ્વામી ભગવંત મહાવીરની પ્રતિમાની ત્રિકાળ પૂજા અને તે ગૃહચૈત્યની સારસંભાળ આ દેવદત્તા કરતી હતી.
કોઈ વખતે ગંધાર શ્રાવક ભગવંતની આ દૈવી પ્રતિમાના દર્શન–વંદનાદિ માટે ત્યાં આવેલો – ૪ – ૪ – ૪ – ગંધાર શ્રાવક બિમાર પડ્યો ત્યારે દેવદત્તાએ પોતાનો સાધર્મિક બંધ સમજી તેની ઘણી જ સેવા કરી – - X – પોતાનો મૃત્યકાળ નજીક
છે તેમ જાણી. ગંધાર શ્રાવક પાસે દેવે આપેલી ૧૦૦ ગુટિકા હતી, તે તેણે આ દેવદત્તાને Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org