SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવિકા કથા ૩૦૯ દોહદ પૂર્ણ કર્યો – ૪ – ૪ – કોણિકને જન્મ આપ્યો – ૪ – ૪ – જન્મ આપતાની સાથે જ “આ મારો પુત્ર–પિતાનો (શ્રેણિક)નો વૈરી છે,” તેમ જાણીને તેણીએ કોણિકને ઉકરડાના કચરામાં ફેંકાવી દીધેલ – – ૪ – પછીથી શ્રેણિકને તે વાતનો ખ્યાલ આવતા શ્રેણિકના આગ્રહથી તેને મોટો કરેલ. ચેલણાને એક થંબિયા મહેલમાં રહેવાની ઇચ્છા થઈ તે પણ અભયકુમારની બુદ્ધિથી શ્રેણિક રાજાએ પૂર્ણ કરેલ. ચેલણા રાણી રાજા શ્રેણિક સાથે ભગવંત મહાવીરના દર્શન-વંદન અને ધર્મશ્રવણ માટે જતા હોવાના ઘણાં જ પ્રસંગો આગમોમાં જોવા મળે છે. તેમાં કોઈ વખતે ભગવંતના દર્શન-વંદનાદિ કરીને પાછા ફરતી વખતે ચેલ્લણાએ ભયંકર ઠંડીમાં કોઈ મુનિને ખુલ્લા શરીરે કાયોત્સર્ગ ધ્યાને રહેલા જોયા – ૪ – ૪ – રાત્રિના ચેલણાનો હાથ ઠંડીથી ધ્રુજવા લાગ્યો ત્યારે તેનાથી બોલી જવાયું કે આટલી ઠંડીમાં તેમનું (તે મુનિનું) શું થતું હશે – ૪ – ૪ – ૪ - શ્રેણિક આ વાકય સાંભળી ચેલણાના ચારિત્ર પરત્વે શંકાશીલ બનેલો. – ૪ – ૪ – ૪ – ભગવંત મહાવીરને તે વિશે પૂછતા – ૮ – ૮ – ભગવંતે સ્વમુખે જણાવેલ કે ચલણા સતી છે અને તે એક પતિવાળી છે – ૪ – ૪ – – ચેલણા શ્રાવિકાના બે પુત્રો હલ અને વિદ્ધ બીજા મતે વેહલ અને વેઠાયસ – બંનેએ દીક્ષા અંગીકાર કરેલી. કાળધર્મ પામીને તે બંને અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા હતા. કોઈ વખતે રાજા શ્રેણિક સાથે રાણી ચેલણા પણ સ્નાનાદિથી નિવૃત્ત થઈને, અલંકારાદિથી વિભૂષિત થઈને, અનેક દાસીઓથી પરિવરીને, ધાર્મિક એવા શ્રેષ્ઠ યાન પર આરૂઢ થઈને ભગવંત મહાવીરના દર્શન-વંદન અને ધર્મદેશના શ્રવણ કરવા ગયા ત્યારે તેણીને જોઈને ઘણાં સાધુ-સાધ્વીને નિયાણુ બાંધવાનું નિમિત્ત મળેલ હતું. (અહીં ચલણાની કથાનો ફક્ત સાર જ આપેલ છે. આ કથાસાર મુજબનું ચેલણાનું વિસ્તૃત કથાનક (૧) શ્રેણિકથી કથામાં, (૨) કોણિકની કથામાં, (૩) સુજ્યેષ્ઠા શ્રમણીની કથામાં આવી ગયેલ છે. તેથી સમગ્ર કથાનું પુનરાવર્તન ન કરતા અહીં માત્ર કથાના સારભૂત મુદ્દાઓ જ નોંધેલ છે.) ૦ આગમ સંદર્ભ :ભિગ ૫; અનુત્ત. ર; નિર, ૫, ૯ થી ૧૭, દસા. ૯૪, ૧૦૦ થી ૧૦૩; આવ.નિ. ૧૨૮૪ની ; આવ૨.૧–પૃ. ૧૧૪, ૩૭૧, ૨–પૃ. ૧૬૪ થી ૧૬૭, ૧૭૧; – – ૪ – ૦ દેવકી શ્રાવિકાની કથા – (જો કે દેવકીનો સ્પષ્ટરૂપે શ્રાવિકા તરીકે ઉલ્લેખ કરીને તેની કથા અમે જોયેલ નથી. પણ ભગવંત અરિષ્ટનેમિના વંદનાદિ માટે જતા, આગામી ચોવીસીમાં મુનિસુવ્રત નામે તેઓ અગિયારમાં તીર્થકર થવાના છે ઇત્યાદિ વિશિષ્ટ ઉલ્લેખ તથા “ભરહેતરબાહુબલિ" નામથી શરૂ થતા સૂત્રમાં તેમનો નામોલ્લેખને કારણે આ વિભાગમાં તેમનું કથાનક આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy