________________
૩૦૮
આગમ કથાનુયોગ-૫
(આ કથા વિસ્તારથી સ્થૂલભદ્ર શ્રમણની કથામાં શ્રમણ વિભાગમાં આપી છે.) ૦ આગમ સંદર્ભ :આયા.મૂ. ૧૬ત્ની ,
આવયૂ.૧–પૃ. ૫૪, ર–પૃ. ૧૮૫;
– ૪ – ૪ – ૦ કોસાગણિકા (શ્રાવિકા)ની કથા -
પાટલિપુત્રની એક ગણિકાનું નામ કોશા હતું. સ્થૂલભદ્ર આ કોસા ગણિકાને ત્યાં લાગલગાટ બાર વર્ષ સુધી રહ્યા હતા. તેનામાં અનુરક્ત એવી કોસા પણ બીજા પુરુષને ઇચ્છતી ન હતી. – ૪ – ૪ - ૪ - સ્થૂલભદ્રના પિતા શકટાલ મંત્રીનું રાજ્યની ખટપટથી અવસાન થતાં – ૮ – ૮ – ૮ – સંસારનો ત્યાગ કરીને સ્થૂલભદ્ર પ્રવ્રજિત થયા. ત્યારપછી – ૪ – ૪ – ૪ – થૂલભદ્રમુનિ અભિગ્રહ ધારણ કરીને કોસાને ત્યાં ચાતુર્માસ રહ્યા. – ૪ – ૪ – ૪ – કોસાને વ્રતધારી શ્રાવિકા બનાવીને પછી ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર કર્યો.
ઉપકોસા ગણિકા આ કોસા ગણિકાની નાની બહેન હતી.
કોસાએ પોતાને ત્યાં રાજાની આજ્ઞાથી આવેલા રથિકને પણ સોયની ફણા ઉપર પુષ્પ રાખી, તેના ઉપર નૃત્ય કરીને પ્રભાવિત કર્યા પછી, સ્થૂલભદ્રના દુષ્કર સંયમિત જીવનની પ્રશંસા કરેલી.
સ્થૂલભદ્રની ઇર્ષા કરતા જ્યારે સિંહગુફાવાસી મુનિને પ્રતિબોધ પમાડી સંયમ માર્ગમાં સ્થિર કરનાર પણ આ કોસા ગણિકા હતી. (કોઈ કહે છે કે ઉપકોશા ગણિકાએ મુનિને સ્થિર કરેલ)
(કોશા ગણિકાની ગણિકાપણાથી માંડીને શ્રાવિકા બની તેમજ મુનિ અને રથિકને બોધ પમાડ્યા સુધીની સમગ્ર કથા શ્રમણ વિભાગમાં સ્થૂલભદ્રની કથામાં આવી ગયેલ છે. – કથા જુઓ “સ્થૂલભદ્ર" સ્વામી–
આગમ સંદર્ભ :ભા. ૧૨૮;
આવ યૂ.૧–પૃ પપ૪, ર–પૃ ૧૮૫, આવ.નિ ૯૪૪, ૧૨૮૪ની લૂક
ઉત્ત.નિ. ૧૦૦ થી ૧૦૫ + કલ્પસૂત્ર સ્થવિરાવલીની વૃત્તિ
–– –– » –– ૦ ચેaણા શ્રાવિકાની કથા :
ચેલણા વૈશાલીના રાજા ચેટકની પુત્રી અને રાજગૃહનગરીના રાજા શ્રેણિકની પત્ની હતી. – ૪ – ૪ – ૪ – અભયકુમારની મદદથી જ્યારે રાજા શ્રેણિક ચેલણાની બહેન સુજ્યેષ્ઠાને સુરંગ વાટે ભગાડી જવા આવેલ ત્યારે સુજ્યેષ્ઠાને બદલે ચેલણા શ્રેણિક સાથે ભાગી આવેલ – ૪ – ૪ – શ્રેણિક સાથે ચેલણાના વિવાહ થયા – ૪ – ૪ – ચેલણા મુખ્ય રાણી બની.
યેલણા જ્યારે પ્રથમ વખત ગર્ભવતી બની ત્યારે ગર્ભના પ્રભાવથી તેણીને રાજા શ્રેણિકનું માંસ ખાવાનો દોહદ થયો. અભયકુમારે પોતાની બુદ્ધિના પ્રભાવથી ચેલણાનો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org