SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૫૩ થયેલ છે કેમકે તે વિદેહવાસી ચેલણાનો પુત્ર હતો. આ રીતે તેનું ‘વિદેહપુત્ર નામ પણ જોવા મળે છે. –૦- ભિંભિસારપુત્ર – (ઉવવાઈ સૂત્ર ૧૧, ૧૨..) રાજા શ્રેણિકને ભિંભિસાર નામે પણ ઓળખવામાં આવે છે તેથી ઉવવાઈ સૂત્રમાં રાજાના વર્ણનમાં કોણિકનો ભિંભિસારપુત્ર નામે પણ ઉલ્લેખેલ છે. તે બાળકનું નામકરણ કર્યા પછી તેનો જન્મોત્સવ આદિ મનાવવામાં આવ્યો – થાવત્ – મેઘકુમારની સમાન રાજપ્રસાદમાં આમોદ-પ્રમોદપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. ત્યારપછી ચેલણાને બીજા પણ બે પુત્રો થયા જેના નામ હલ અને વિલ પાડવામાં આવેલા હતા. ૦ કોણિકના લગ્ન અને પત્ની વિષયક ઉલ્લેખ : અન્ય કોઈ દિવસે કોણિકના આઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયા – યાવત્ ઉપરના ભાગમાં રહેલ પ્રાસાદોમાં તે વિચરવા લાગ્યો. આ નામોમાં ત્રણ મુખ્ય નામો જોવા મળે છે. ધારિણી, સુભદ્રા અને પદ્માવતી. (તેમાં કેટલાંક વર્ણનો જોતા એમ લાગે છે કે ઘારિણી અને સુભદ્રા બંને એક જ હોવા જોઈએ. પણ પદ્માવતી તો સ્પષ્ટતયા અલગ રાણી જ છે કેમકે તેણીએ સેચનક હાથી માટે જીદ કરતાં મહાયુદ્ધ ખેલાયું હતું, જે વાત આ કથામાં આગળ આપેલી જ છે.) ૦ શ્રેણિકને કારાગૃહમાં નાંખી ફૂણિકનું રાજા થઈ જવું : શ્રેણિક રાજાને કોણિક સિવાય પણ અન્ય–અન્ય રાણીઓથી થયેલા અનેક પુત્રો હતા. કોઈ વખતે જ્યારે ઉદ્યાનિકામાં છાવણી નંખાતી ત્યારે ચેલણા કોણિકને ગોળના બનાવેલા લાડવા મોકલતી, તેના જ સગાભાઈ એવા હલ્લ–વિખુલ્લ બંને પુત્રોને ખાંડના બનાવેલા ખાજા મોકલતી. તેનાથી વૈર થવાને કારણે (તેમજ પૂર્વભવકૃત વૈરાનુબંધથી) કોણિક વિચારવા લાગ્યો કે આ (મારા પિતા) શ્રેણિક જ મને ઠેષપૂર્વક આવા લાડવા મોકલાવે છે. કોઈ વખતે અભયકુમારે ભગવંત મહાવીરને પૂછયું કે, છેલ્લા રાજર્ષિ કોણ ? ભગવંતે કહ્યું કે, ઉદાયન છેલ્લા રાજર્ષિ થયા, હવે કોઈ મુગટબદ્ધ રાજા દીક્ષા નહીં લે. ત્યારે અભયે પોતાને પિતા તરફથી રાજ્ય ગ્રહણ કરવાનું ઉચિત ન લાગ્યું. ત્યારે તે શ્રેણિકે વિચાર્યું કે, મારે કોણિકને રાજ્ય આપવું. આ પ્રમાણે વિચારીને તેણે કોણિકના સગાભાઈ એવા હલને સેચનક હાથી આપ્યો, હલના જોડિયા ભાઈ એવા પોતાના બીજા ભાઈ વિહલ્લને અઢારસરો હાર આપ્યો. અભયે કાળક્રમે દીક્ષા લીધી ત્યારે તેની માતા નંદા (સુનંદા)એ હલને ‘દેવી ભૌમ (વસ્ત્ર) યુગલ અને વિહલ્લને કુંડલ યુગલ આપ્યા. પછી સુનંદાએ પણ અભયની સાથે દીક્ષા અંગીકાર કરી. ત્યારપછી તે કુમાર કોણિકને કોઈ સમયે મધ્યરાત્રિએ – યાવત્ - આવો વિચાર આવ્યો કે શ્રેણિક રાજાના વિદનને કારણે હું સ્વયં રાજ્યશાસન અને રાજ્યવૈભવનો ઉપભોગ કરી શકતો નથી. તેથી હું શ્રેણિક રાજાને બંધનમાં નાંખીને મહાન્ એવા રાજ્યાભિષેકથી મારો અભિષેક કરાવી લઉ તે મારે માટે શ્રેયસ્કર થશે. તેણે આવા પ્રકારનો સંકલ્પ કર્યો અને શ્રેણિક રાજાના અંતર, છિદ્ર, વિવરની તલાશ કરતો સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy