________________
શ્રાવક કથા
૯૩
વશ થઈને અતિ વિકટ દુ:ખ ભોગવતો અકાલ મરણ કરીને પ્રાણોથી તારા હાથ ધોઈ બેસીશ.
તે પિશાચરૂપધારી દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવાયા છતાં પણ તે કામદેવ શ્રમણોપાસક નિર્ભય – યાવત્ – શાંતભાવથી ધર્મધ્યાનમાં નિરત જ રહ્યો.
ત્યારપછી તે પિશાચદેવે કામદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવતુ – આરાધના રત જોયો, જોઈને અત્યંત ક્રુદ્ધ, પુષ્ટ, કુપિત, ચંડિકાવત્ વિકરાળ થઈને પતાના દાંતોને કચકચાવતો, કપાળમાં સળ ચઢાવી, ભૃકુટી ખેંચીને નીલકમલ, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવી નીલી, તીક્ષ્ણ ધારવાળી તલવાર વડે શ્રમણોપાસક કામદેવના શરીરના ટુકડેટુકડા કર્યા.
ત્યારે તે કામદેવ શ્રમણોપાસકે તે તીવ્ર, વિપુલ, અત્યધિક, કર્કશ, પ્રગાઢ, રૌદ્ર અને દુસ્સહ વેદના સમભાવપૂર્વક સહન કરી, ક્ષમા અને તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. ૦ કામદેવે સહન કરેલ હાથીરૂપ દેવ ઉપસર્ગ -
ત્યારપછી તે પિશાચરૂપધારી દેવે શ્રમણોપાસક કામદેવને ભય, ત્રાસ, ઉદ્વેગ અને ક્ષોભથી રહિત, અવિચળ, અનાકુળ, શાંતભાવથી ધર્મધ્યાનમાં સ્થિત જોયો, તેણે જોયું કે તે કામદેવ શ્રમણોપાસકને નિગ્રંથ પ્રવચનથી વિચલિત યુભિત, વિપરિણામિત કરી શક્યો નથી. ત્યારે તે શ્રાંત, કલાત, ખિન્ન થઈને ધીમે ધીમે પાછળ ખસ્યો, પાછો ખસીને પૌષધશાળાની બહાર નીકળ્યો. નીકળીને દેવમાયા જન્ય પિશાચરૂપનો ત્યાગ કર્યો. ત્યાગ કરીને એક વિશાળકાય વિકરાળ દેવમાયાજન્ય હાથીના રૂપની વિકુર્વણા કરી. તે હાથી આવો હતો
તે હાથી સુપુષ્ટ સાત અંગો (ચાર પગ, સૂંઢ, જનનેન્દ્રિય અને પૂંછડું)થી યુક્ત હતો. તેનું શરીર સમ્યફ પ્રકારે સુગઠિત અને સુંદર હતું. તેનો અગ્રભાગ ઊંચો હતો, પૃષ્ઠ ભાગ સુવરની સમાન ઝૂકેલો હતો. તેની કુક્ષિ બકરીની કુક્ષિની સમાન ખેંચાયેલી, લાંબી અને નીચે લટકતી હતી.
તેના મોઢામાંથી બહાર નીકળેલા દાંત મુફલિત, મલ્લિકા પુષ્પ જેવા નિર્મળ અને સફેદ હતા અને તે સુવર્ણના ખ્યાનમાં રાખ્યા હોય તેવા પ્રતીત થતા હતા. તેની સૂંઢનો અગ્રભાગ કંઈક ખેંચાયેલા ધનુષની માફક સુંદરરૂપે વળેલો હતો. તેના પગના તળીયા કાંચબાની સમાન સ્થળ અને ચપટા હતા. વીસ નખો હતા.
તેનું પૂંછડું શરીરથી જોડાયેલ અને પ્રમાણોપેત લંબાઈ આદિ આકારવાનું હતું. તે હાથી મદોન્મત્ત હતો અને મેઘ સમાન ગર્જના કરી રહ્યો હતો. તેનો વેગ પવનના વેગથી પણ તીવ્ર હતો. આવા દેવમાયા જન્ય હાથીના રૂપને વિક્ર્વીને તે દેવ જ્યાં પૌષધશાળા હતી, જ્યાં કામદેવ શ્રમણોપાસક હતો, ત્યાં આવ્યો. આવીને કામદેવ શ્રમણોપાસકને તેણે આ પ્રમાણે કહ્યું–
અરે ઓ શ્રમણોપાસક કામદેવ ! – યાવત્ – તું તારા વ્રતને છોડીશ નહીં, ખંડિત કરીશ નહીં તો હું તને સૂંઢ વડે પકડી લઈશ, પકડીને પૌષધશાળાથી બહાર લઈ જઈશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org