SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૯૫ બકરાના, ચિતાના ચામડાનો ઉપરી ભાગ હોય. આ પ્રકારે તે વિમાનનો અંદરનો ભૂમિભાગ સમ બનાવેલો. - તે ભૂમિભાગમાં કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેત વર્ણના જે મણિ જડેલ હતા. તેમાંની કેટલીક આવર્તવાળી, પ્રત્યાવર્તવાળી અને શ્રેણી–પ્રશ્રેણી વાળી હતી તથા કેટલીક મણિ સ્વસ્તિક જેવી, સૌવસ્તિક જેવી, પુષ્પમાણક, વર્તમાનક, માછલીના ઇંડા–મગરના ઇંડા જેવી આકૃતિ લાગતી હતી. કેટલીક મણિઓમાં ફૂલવેલ, કમલપત્ર, સમુદ્રતરંગ, વાસંતીલતા, પઘલતા આદિના ચિત્રોની બનેલી દેખાતી હતી. આવા પ્રકારનો ભૂમિભાગમાં જડેલી તે પંચરંગી મણિ પોતાની નિર્મળતા, પ્રભા, ચમકાટ, ઉદ્યોત અને તેજથી શોભાયમાન હતી. તેમાં જે કાળા રંગના મણિ હતા, તેનો રંગ આવા પ્રકારનો હતો, જેમકે મેઘઘટા, અંજન, ખંજન, કાજળ, ભેંસના શીંગડા હોય, ભેંસના શીંગડામાંથી બનાવેલી ગોળી હોય, ભ્રમર, ભ્રમરપતિ, ભ્રમરપંખનો સારભાગ, જાંબુકૂળ, કાગડાના બચ્ચા, કોયલ, હાથી, હાથીનું બચ્ચું, કાળો સાંપ, કાળુ બકુલ વૃક્ષ, શારદીય મેઘ, કાળું અશોકવૃક્ષ, કાળી કણેર, કાળો બંધુજીવક હોય, આવા પ્રકારે તે કાળા મણિઓનો રંગ હતો. શું તે કાળા મણિ યથાર્થમાં આવો વર્ણ હતો ? આ અર્થ તેનું વર્ણન કરવા માટે સમર્થ નથી. હે આયુષ્યમાન્ શ્રમણો ! આ તો માત્ર ઉપમા છે તે મણિ તો આનાથી પણ અધિક ઇષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર અને મરામતર કૃષ્ણવાળા હતા. આ મણિઓમાં જે નીલવર્ણના મણિ હતા તેનો વર્ણ આ પ્રકારનો હતો – જેમકે ભંગ, ભૃગપખ, પોપટ, પોપટની પાંખ, ચાષપલી, ચાષપક્ષીની પૂંછ, નીલ, નીલનો ભીતરી ભાગ, નીલગુટિકા, સાબા, ચિંતક, વનરાજિકા બળદેવનું વસ્ત્ર, મોરની ગર્દન, અળસીના ફૂલ, બાણના ફૂલ, અંજનકેશીતા ફૂલ, નીલકમલ, નીલ અશોકવૃક્ષ, નીલ બંધુજીવક, નીલી કણેરનો હોય તેવો વર્ણ હતો. શું તે નીલ મણિનો વર્ણ ઉક્ત પ્રકારે હતો? ના, તે નીલમણિ આ સર્વ પદાર્થોથી પણ અધિક ઇષ્ટતર – યાવતું – વર્ણવાળો હતો. આ મણિઓમાં જે લાલવર્ણના મણિ હતા તે લાલ વર્ણ આવા પ્રકારનો હતો – ઘેટાનું લોહી, શશલાનું લોહી, મનુષ્યનું લોહી, સુવરનું લોહી, ભેંસનું લોહી, બાલ ઇન્દ્રગોપ, ઉદયકાલીન સૂર્ય, સંધ્યાનો વર્ણ, ચણોઠીનો અર્ધભાગ, જપાપુષ્પ, પલાશપુષ્પ, પારિજાતપુષ્પ, જાતિમાન શ્રેષ્ઠ હિંગલોક, શિલાપ્રવાલ, પ્રવાલ અંકુર, લોહિતાક્ષ મણિ, લાક્ષારસ, કરમજી રંગે રંગાએલ કામળ, ચીણ ધાન્યના લોટનો ઢગલો, રક્તકમલ, લાલ અશોકવૃક્ષ, લાલકણેર, બંધુજીવનક, ઇત્યાદિના લાલ વર્ણ જેવો આ મણિનો લાલ રંગ હતો. શું તે લાલમણિ પૂર્વોક્ત પદાર્થો જેવો લાલ હતો ? આ અર્થ સમર્થ નથી. તે મણિઓની લાલિમા આ બધાં કરતા પણ ઇષ્ટતર – યાવત્ – વિશેષ લાલવર્ણ હતો. આ મણિઓમાં જે પીળા મણિ હતા. તેનો વર્ણ આવા પ્રકારનો હતો – ચંપો, ચંપાની છાલ, ચંપાના વૃક્ષનો અંદરનો ભાગ, હળદર, હળદરનો અંદરનો ભાગ, હળદરની ગોળી, હરતાલ, હરતાલનો અંદરનો ભાગ, હરતાલની ગુટિકા, ચિકુર, ચિકુરનો અંદરનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy