________________
શ્રાવક કથા
૨૬૭
૦ શ્રેણિક અને આર્દિક રાજાની મૈત્રી :
આર્દકપુર નગરમાં આર્દક નામે રાજા હતો. તેને આર્દકકુમાર નામે પુત્ર હતો. આ આર્દક રાજા અને શ્રેણિક રાજા પરસ્પર મિત્રો હતા. આર્તક રાજાએ કોઈ વખતે શ્રેણિક રાજાના સ્નેહને કારણે પરમ એવા ઉપહારને પ્રચુર માત્રામાં ભેટ મોકલ્યો. – ૪ – ૪ – ૪ – ૪ – પોતાના પરમમિત્ર એવા શ્રેણિક મહારાજાને જ્યારે ભેટ મોકલી ત્યારે આર્દ્રકુમારે પૂછેલું કે શું તે શ્રેણિક મહારાજાને મારો સમવયસ્ક એવો કોઈ મિત્ર છે ? – x – ૪ – આર્દક રાજાના દૂતે રાજકૂલે પ્રવેશીને શ્રેણિક રાજા પાસે પહોંચીને પ્રણામપૂર્વક કહ્યું કે આપના પરમ મિત્રે આપને માટે આ ઉપહાર ભેટ મોકલેલ છે - ૪ - ૪ - ૪ - તે દૂતનો સત્કાર કર્યો, સન્માન કર્યું અને – ૪ – ૪ – ૪ – વિદાય આપતી વેળાએ રાજા શ્રેણિકે પણ વિપુલ ઉપહાર મોકલ્યો – ૮ – ૮ – ૮ – અભયકુમારે પણ આર્દ્રકુમાર માટે કલ્યાણમિત્ર બુદ્ધિથી અર્હત્ પ્રતિમા મોકલી. ઇત્યાદિ સંપૂર્ણ કથા પૂર્વ શ્રમણ વિભાગમાં (પ્રત્યેકબુદ્ધ) આકુમારની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ આર્કકુમાર શ્રમણ – (આ કથા સૂયગડાંગ સૂત્ર નિર્યુક્તિ ૧૯૦ થી... આપેલ છે.) ૦ શ્રેણિક અને સેચનક હાથી :
અટવીમાં ઘણાં હાથીઓનું એક ટોળું વસતું હતું. તે હાથીઓનો જૂથપતિ એવો હાથી તુરંત ના જન્મેલા એવા એક-એક બચ્ચાનો (મદનીયાનો કે બાલહસ્તીનો) વિનાશ કરતો હતો – મારી નાંખતો હતો. ત્યાં એક હાથિણી સત્ત્વશાળી હતી, તેણી વિચારવા લાગી કે, જે કોઈ પણ હાથી–બચ્ચા જન્મે છે, તેને આ જૂથપતિ હાથી મારી નાંખે છે. તેથી મારે જે હાથી જન્મશે તેને પણ આ જૂથપતિ હાથી મારી નાંખશે. એમ વિચારીને ધીમે ધીમે સરકતી હતી. જૂથાધિપતિ તેણીને ફરી જૂથમાં સ્થાપતો.
ફરી તે હાથણી સરકવા લાગી. ત્યારપછી બીજે–ત્રીજે દિવસે જૂથમાં ભેગી થઈ ગઈ. ત્યારપછી તેણીએ એક ઋષિના આશ્રમને જોયો. તે હાથણીએ ત્યારપછી ત્યાં આશ્રય લીધો. ઋષિથી તે પરિચિત થઈ ગઈ. હાથણીએ એક હાથી–બચ્ચાને જન્મ આપ્યો. તે બાળહસ્તિ આશ્રમના ઋષિકુમારો સાથે ફૂલના બગીચામાં પાણી સિંચવા લાગતો હોવાથી તેઓએ હાથીનું “સેચનક” એવું નામ રાખ્યું.
કાળક્રમે તે હાથી યુવાન થયો. ત્યારે તેણે હાથીના ટોળાને જોયા. ત્યારે જૂથપતિ હાથીની હત્યા કરીને તે પોતે જૂથપતિ થઈ ગયો. પછી હાથીના ટોળાને સાથે લઈ જઈને તેણે પેલા આશ્રમનો વિનાશ કરી દીધો, જેથી ફરી કોઈ હાથણી પોતાના બચ્ચાને
ત્યાં જન્મ આપીને અલગ ઉછેરી ન શકે, તેમજ તે હાથી યુવાન થઈને સેચનકનો વિનાશ ન કરી શકે.
ત્યારે તે ઋષિઓ રોષાયમાન થયા. હાથમાં પુષ્પો અને ફળો લઈને શ્રેણિક રાજાની પાસે ઉપસ્થિત થયા. તેઓએ કહ્યું કે, આ સર્વ લક્ષણ સંપન્ન ગંધહસ્તી સેચનક નામે છે. શ્રેણિક તે હાથીને ગ્રહણ કરવા નીકળ્યો. તે હાથી દેવતા વડે પરિંગૃહિત હતો. તે હાથીએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે તે નક્કી પકડાઈ જશે. તે હાથી પોતાની જ મેળે રાત્રે આવીને આલાન સ્તંભને આશ્રીને રહ્યો. એ રીતે શ્રેણિકે સેચનક હાથી પ્રાપ્ત કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org