________________
૧૦૦.
આગમ કથાનુયોગ-૫
ત્યારપછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર ચંપાનગરીથી નીકળ્યા અને નીકળીને બહારના જનપદમાં વિચારવા લાગ્યા. ૦ કામદેવ દ્વારા ઉપાસક પ્રતિમા ગ્રહણ અને અનશન :
ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસક પહેલી ઉપાસક પ્રતિમાનો સ્વીકાર કરી વિચરવા લાગ્યા – તે કામદેવ શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમાનો સૂત્રોનુસાર, કલ્પ અનુસાર, માર્ગાનુસાર, યથાર્થ તત્ત્વાનુસાર, સમ્યક્ પ્રકારે શરીરથી સ્વીકાર કર્યો, પાલન કર્યું, નિરતિચાર શોધન કર્યું, પૂર્ણ કરી, કીર્તન કર્યું અને આરાધન કર્યું.
ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકે બીજી ઉપાસક પ્રતિમા તેમજ એ જ પ્રમાણે ત્રીજી, ચોથી, પાંચમી, છટ્ઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ સમ્યક્ પ્રકારે કાયા દ્વારા ગ્રહણ, પાલન, શોધન, તીરણ, કીર્તન અને આરાધના કરી.
ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસક આ અને આવા પ્રકારના ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય તપોકર્મ સ્વીકાર કરીને શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિ, ચર્માવૃત, કડકડાટ, કરતા, કૃશ અને જેની નાડીઓ બહાર દેખાવા લાગી હોય તેવા શરીરવાળા થઈ ગયા.
ત્યારપછી કોઈ સમયે મધ્યરાત્રિમાં ધર્મારાધનામાં જાગરણ કરતા એવા તે કામદેવ શ્રમણોપાસકને આ આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, હું આ અને આવા પ્રકારના ઉદાર વિપુલ, પ્રયત્નસાધ્ય તપોકર્મનો સ્વીકાર કરીને શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિચર્યાવૃત્ત, કડકડાટ કરતા, કૃશ અને નાડીઓ બહાર દેખાતી હોય તેવા શરીરવાળા થઈ ગયો છું.
તો પણ હજી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ ભાવ વિદ્યમાન છે. તેથી જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ, સંવેગ છે – વાવ – મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, જિન, સુહસ્તી, શ્રમણ ભગવંત મહાવીર વિદ્યમાન છે, તો મારે એ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિ પ્રભાતરૂપ થાય – યાવત્ – સૂર્યોદય તથા જાજ્વલ્યમાન તેજની સાથે સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી મારણાંતિક સંલેખના અંગીકાર કરીને, આહાર–પાણીનો ત્યાગ કરીને, જીવન-મરણની આકાંક્ષા ન કરતા વિચરવું જોઈએ.
આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલ રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – થાવત્ – સૂર્યનો ઉદય થયા પછી અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજની સાથે પ્રકાશિત થયા બાદ અપશ્ચિમમારણાંતિક સંલેખના અંગીકાર કરીને, ભોજન–પાનનો ત્યાગ કરીને, જીવનમરણની વાંછા ન કરતા પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યા. ૦ કામદેવનું સમાધિમરણ અને ગતિ :
ત્યારે તે કામદેવ શ્રમણોપાસક અનેક શીલવત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરીને વીસ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે પાલન કરીને, માસિક સંલેખના દ્વારા આત્માને પરિમાર્જિત કરીને, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને, આલોચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org