________________
શ્રાવક કથા
૧૩૭
પર્યુપાસના કરવા લાગ્યો.
ત્યારપછી મહાશતક ગાથાપતિએ આ વૃત્તાંત જાણ્યો કે, શ્રમણ ભગવંત મહાવીર - યાવત્ – રાજગૃહ નગરીના ગુણશિલક ચૈત્યમાં – યાવત્ - બિરાજમાન છે. (શેષ સર્વ વર્ણન આનંદ આદિ શ્રાવકોની કથા પ્રમાણે જ જાણવું) – યાવત્ – શ્રમણ ભગવંત મહાવીરે મહાશતક ગાથાપતિ અને તે વિશાળ પર્ષદાને – યાવત્ - ધર્મ કહ્યો. પર્ષદા પાછી ફરી, રાજા પણ પાછો ગયો.
ત્યારપછી મહાશતક ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી, હૃદયમાં અવધારી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ પ્રસન્ન અને હર્ષના વશથી વિકાસમાન હદયવાળા થઈને પોતાના આસનેથી ઉદ્દયો, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી - યાવત્ – (આનંદ આદિ શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) મહાશતક ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો. વિશેષ ફક્ત એટલું કે
તેણે આઠ કોટિ કાંસ્ય પરિમિત સુવર્ણ આદિ કોષમાં રાખ્યા અને આઠ ગોકુળ રાખવાની મર્યાદા કરેલી. રેવતી આદિ તેર પત્નીઓ સિવાય શેષ મૈથુનસેવનનો પરિત્યાગ કર્યો. આ અને આ પ્રકારે વિશેષ અભિગ્રહ કર્યો કે પ્રતિદિન લેણદેણમાં બે દ્રોણ પરિમાણ કાંસ્ય પરિમિત સુવર્ણની મર્યાદા રાખીશ.
ત્યારપછી તે મહાશતક જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો – યાવત્ – પ્રાશક અને એષણીય અશન-પાન આદિથી શ્રમણ નિગ્રંથોને પ્રતિલાભિત કરતો વિચારવા લાગ્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય બાહ્ય જનપદોમાં વિચરવા લાગ્યા. ૦ ભોગાભિલાષિણી રેવતીના અનુચિત વર્તનો :
ત્યારપછી તે રેવતી ગાથાપત્નીને કોઈ એક સમયે મધ્યરાત્રિએ કૌટુંબિક કાર્યોના સંબંધમાં વિચાર કરતા આ આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે હું આ મારી બાર શૌક્યના વિદનને કારણે મહાશતક શ્રમણોપાસકની સાથે વિશિષ્ટ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવી શકતી નથી.
– તેથી મારે માટે એ સારું થશે કે હું આ બારે શૌજ્યપત્નીને અપ્રિયોગ, શસ્ત્રપ્રયોગ કે વિષપ્રયોગ દ્વારા મારીને તેઓની એક-એક કરોડ સુવર્ણમુદ્રા અને એક-એક ગોકુળને પ્રાપ્ત કરું અને મહાશતક શ્રમણોપાસકની સાથે મનુષ્ય સંબંધી અલૌકિક કામભોગોને ભોગવું આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો અને આવો વિચાર કરીને તે બારે શૌક્યપત્નીના ગુપ્ત છિદ્રો અને વિવરોને શોધવા લાગી.
ત્યારપછી તે રેવતી ગાથાપત્નીને કોઈ દિવસે તે બારે સપત્નીઓના ગુણભેદોને જાણીને છ સપત્નીઓને શસ્ત્રપ્રયોગ વડે મારી નાંખી અને છ સપત્નીઓને વિષપ્રયોગથી મારી નાંખી. મારીને તે બારે સપત્નીઓના પીયરથી મળેલી એક–એક સ્વર્ણકોટિ અને દશ-દશ હજાર ગાયોવાળા એક એક ગોકુળને પોતાના કબ્બામાં લઈને મહાશતક શ્રમણોપાસકની સાથે ઇચ્છા પૂર્વકના મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org