SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આગમ કથાનુયોગ-૫ : , હકીએ નગરમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા ચરી રહ્યા છે. હે દેવાનુપ્રિય ! તથારૂપ અરિહંત ભગવંતોનું નામ અને ગોત્રને સાંભળવા માત્રથી જ્યારે મહાનું ફળ પ્રાપ્ત થાય છે, તો તે આયુષ્યમાન્ ! તેમની પાસે જવાથી, તેમને વંદનનમન કરવાથી, તેમને પ્રશ્ન પૂછવા અને તેમની પર્યપાસના કરવાના ફળ વિશે તો કહેવાનું જ શું હોય ? જયારે ધર્માચાર્ય ભગવંતોનું એક સુવચન સાંભળવાથી મંગળરૂપ ફળની પ્રાપ્તિ સંભવ છે, તો તેમના દ્વારા કહેવાયેલ વિપુલ અર્થોને ગ્રહણ કરવાના વિષયમાં તો કહેવાનું જ શું હોય ? -- તેથી હે દેવાનપિયો ! આપણે બધાં જઈએ અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કરીએ. તેમનું સત્કાર-સમાન કરીએ અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ તેમની પપાસના કરીએ. એ પ્રમાણે વંદન–મુસ્કાર કરવા પર ભવ અને આ ભવમાં હિતને માટે, સુખને માટે, શાંતિને માટે, જન્માંતર નિશ્રેયસ–પરમ કલ્યાણ પ્રાપ્તિને માટે કારણરૂપ થશે – આ પ્રમાણે વિચાર કરી પરસ્પર એકબીજાએ તે વાતનો સ્વીકાર કર્યો અને પોતપોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. ત્યારપછી ઘેર આવીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને મંગલરૂપ કૌતુક અને પ્રાયશ્ચિત્ત કરીને, શુદ્ધ-પ્રવેશોચિત, મંગલરૂપ, ઉત્તમ વસ્ત્રો પહેર્યા અને મહામૂલ્યવાનું એવા અલ્પ આભૂષણોથી શરીરને વિભૂષિત કરી પોતપોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને એક સ્થાને એકઠા થયા, મળ્યા. મળીને પગે ચાલીને આલોભિકા નગરીની વચ્ચોવચ્ચથી નીકળ્યા. – નીકળીને શંખપન ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવંત મહeીર બિરાજી રહ્યા હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને – યાવત્ ત્રદા પ્રકારની પર્યપાસના દ્વારા તંગિકાનગરીના શ્રાવકોની માફક – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે આ શ્રમણોપાસકોને અને આ મોટી પર્ષદાને ધર્મ કહ્યો – યાવત્ – ધર્મ પાલન કરી આજ્ઞાના આરાધક થયા. ૦ શ્રમણોપાસકનું ભ.મહાવીર દ્વારા સમાધાન : ત્યારપછી તે શ્રમણોપાસક શ્રમણ ભગવંત મવીર પાસેથી ધર્મશ્રવણ કરી અને અવધારિત કરીને હર્ષિત, સંતુષ્ટ થા-વતા પોતપોતાના સ્થાનેથી ઊભા થયા ઊભા થઈને શ્રમણ ભગવંત પીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા હે ભગવન્! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે અમને એ પ્રમાણે કહ્યું છે – યાવત - પ્રરૂપણા કરી છે કે, હે આર્યો! દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે, ત્યારપછી એક સમય અધિક – યાવત્ – ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની કહી છે ત્યારપછી દેવલોક અને દેવ બુચ્છિન્ન થાય છે તો હે ભગવન્! આ પ્રમાણે કઈ રીતે હોઈ શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy