SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૩૫ પત્નીને ઘરમાંથી લાવીશ, લાવીને તારી સામે જ તેણીને જીવિતથી રહિત કરી દઈશ. ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસકને તે દેવે એ પ્રમાણે કહેવા છતાં તે અભીત – થાવત્ – ધર્મસાધનામાં રત રહ્યો. ત્યારે તે દેવે સદાલપુત્ર શ્રમણોપાસકને અભીત – યાવત્ – સાધનારત જોઈને બીજી, ત્રીજીવાર પણ પુનઃ સદ્દાલપુત્ર શ્રમણોપાસકને ફરીથી એ જ વાત કરી (ધમકી આપી) કે – યાવત્ – અગ્નિમિત્રાને હું જીવિતથી રહિત કરી દઈશ. ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસકને આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહો ! આ પુરુષ અધમ, નીચવિચાર અને ક્રૂર પાપકર્મ કરનાર છે. જેણે પહેલા મારા મોટા પુત્રનો, પછી વચલા પુત્રનો, પછી નાના પુત્રનો ઘાત કર્યો – યાવતુ – હવે અગ્નિમિત્રા ભાર્યાને પણ મારી સામે મારવા ઇચ્છે છે. તેથી મારે માટે એ ઉચિત છે કે મારે આ પુરુષને પકડી લેવો. એવો વિચાર કરીને પકડવાને માટે પોતાના આસનેથી ઉઠ્યો, પરંતુ તે દેવ તો આકાશમાં ઉડી ગયો. સાલપુત્ર શ્રમણોપાસકના હાથમાં થાંભલો આવી ગયો. તેથી તે મોટા-મોટા અવાજે કોલાહલ કરવા લાગ્યો. ૦ અગ્નિમિત્રાને સદાલપુત્રનો ઉત્તર : ત્યારપછી અગ્રિમિત્રા ભાર્યા તે કોલાહલને સાંભળીને અને સમજીને ત્યાં આવી, આવીને સદાલપુત્ર શ્રમણોપાસકને પૂછ્યું, હે દેવાનુપ્રિય ! આપે જોર-જોરથી આટલો કોલાહલ કેમ કર્યો? ત્યારે સાલપુત્ર શ્રમણોપાસકે અગ્નિમિત્રા ભાર્યાને ઉત્તર આપ્યો, હે દેવાનુપ્રિય ! ખરેખર એ પ્રમાણે હું જાણતો નથી કે કોઈ એક પુરુષે કુદ્ધ, રુઝ, કુપિત અને ચંડિકાવત્ થઈને – યાવત્ – (સાલપુત્રે પોતાને થયેલ ઉપસર્ગનું સમગ્ર વર્ણન કર્યું. મારા હાથમાં થાંભલો આવી ગયો અને હું જોર-જોરથી કોલાહલ શબ્દો કરવા લાગ્યો. ૦ સાલપુત્રે કરેલ પ્રાયશ્ચિત્ત – ઉપાસક પ્રતિમા–અનશન સ્વીકાર : ત્યારે અગ્નિમિત્રા ભાર્યાએ સદ્દાલપુત્ર શ્રમણોપાસકને કહ્યું, કોઈ પુરુષે તમારા મોટા – યાવત્ – નાના પુત્રનો ઘાત કર્યો નથી. આ તો કોઈ પુરુષે ઉપસર્ગ કરેલ છે – વાવત્ - તેથી આ સમયે ખંડિત વ્રત, નિયમ, પૌષધવાળા થઈ ગયા છો. તેથી આ સ્થાનની આલોચના કરો, પ્રતિક્રમણ કરો, નિંદા કરો, ગહ કરો, તેનાથી નિવૃત્ત થાઓ, તેની શુદ્ધિ કરો અને આ અયોગ્ય કાર્યનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવાને માટે તપોકર્મ સ્વીકાર કરો – થાવત્ – (ચુલનીપિતા શ્રાવકની માફક) સદ્દાલપુત્રએ યથોચિત પ્રાયશ્ચિત્ત અને તપોકર્મ ગ્રહણ કર્યા. ત્યારપછી તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમા અંગીકાર કરી – થાવત્ – (આનંદ આદિ શ્રાવકોની માફક) અગિયારે ઉપાસક પ્રતિમાની યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે – ચાવતું – આરાધી, તેનાથી તે સદાલપુત્ર શ્રમણોપાસક – યાવત્ – શુષ્ક, રુક્ષ, નિર્માસ – યાવતું – શરીરવાળો થઈ ગયો. ત્યારપછી તે સદાલપુત્ર શ્રમણોપાસકને કોઈ સમયે મધ્યરાત્રિએ ધર્મજાગરિકાથી જાગરણ કરતા આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ થયો – યાવત્ – (આ સર્વે વર્ણન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy