________________
૧૧૬
આગમ કથાનુયોગ-૫
જિતશત્રુ પણ કોણિક રાજાની માફક ઋદ્ધિપૂર્વક નીકળ્યો – યાવત્ – પર્થપાસના કરવા લાગ્યો.
ત્યારપછી તે યુદ્ધશતક ગાથાપતિએ આ વૃત્તાંત જાણ્યો કે, પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં પધાર્યા છે, પ્રાપ્ત થયા છે, સમવસર્યા છે અને આલભિકા નગરીની બહાર શંખવન નામના ઉદ્યાનમાં યથોચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે.
હે દેવાનુપ્રિયો ! જ્યારે તથારૂપ અરિહંત ભગવંતોના નામ અને ગોત્ર શ્રવણ કરવાનું મહાફળ છે તો તેમની સન્મુખ જવું, તેમને વંદન–નમસ્કાર કરવા, તેમને પ્રશ્નો પૂછવા અને તેમની પર્યાપાસના કરવાના સુફલ વિશે તો કહેવાનું જ શું હોય ? ધર્માચાર્યના એક સુવચનનું શ્રવણ જ મંગલરૂપ છે તો પછી તેમની પાસેથી વિપુલ અર્થને ગ્રહણ કરવાના ફળને વિશે તો કહેવાનું જ શું હોય ? તેથી હે દેવાનુપ્રિય હું જાઉં – યાવતું – (આ સર્વે વર્ણન પૂર્વે આનંદ અને કામદેવ શ્રમણોપાસકની કથામાં આવી ગયેલ છે, તે પ્રમાણે જાણી લેવું) ત્યાં જઈને યોગ્ય સ્થાને સ્થિત થઈને શુશ્રુષા કરતા, કિંચિત્ મસ્તક નમાવીને, વિનયપૂર્વક, અંજલિ કરીને પર્યપાસના કરવા લાગ્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ચુલ્લશતક ગાથાપતિને અને તે મોટી પર્ષદાને ધર્મોપદેશ કહ્યો. પર્ષદા પાછી ફરી, રાજા પણ પાછો ગયો. ૦ ચુલશતક દ્વારા શ્રાવકધર્મ અંગીકરણ :
ત્યારપછી સુલતશતક ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને અને અવધારીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો. આનંદિત ચિત્ત થયો, પ્રીતિયુક્ત મનવાળો થયો, પરમ સૌમનસ થયો અને હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને પોતાના આસનેથી ઉઠયો, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – (આ સર્વે વર્ણન પૂર્વે આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં આવી ગયેલ છે, તે પ્રમાણે જાણી લેવું) હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મ અંગીકાર કરવાને ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી ચુલ્લશતક ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
- ત્યારપછી કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર શંખવન ઉદ્યાનથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. ૦ યુદ્ધશતક અને બહુલાની શ્રાવકચર્યા :
ત્યારપછી તે યુદ્ધશતક શ્રમણોપાસક થઈ ગયો – યાવત્ – જીવ-અજીવ તત્ત્વનો જ્ઞાતા થઈ ગયો. ત્યારપછી બહુલાભાર્યા પણ જીવ–અજીવ તત્ત્વોની જ્ઞાતા એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org