________________
૧૭૦
આગમ કથાનુયોગ-૫
ધારિણી જ સુભદ્રા હોઈ શકે).
તે રાજા કોણિકને ધારિણી નામે રાણી હતી. તેના હાથ–પગ સુકોમળ હતા. શરીરની પાંચ ઇન્દ્રિયો અહીન અને પ્રતિપૂર્ણ હતી. સંપૂર્ણ હતી. ઉત્તમ લક્ષણ વ્યંજન તથા ગુણોથી યુક્ત હતી. તે પરિપૂર્ણ, શ્રેષ્ઠ તથા સર્વાગ સુંદર હતી. તેનું સ્વરૂપ ચંદ્રમા સમાન સૌમ્ય અને દર્શન કમનીય હતું. તે પરમ સ્વરૂપવાન્ હતી. તેના દેહનો મધ્યભાગ મુઠીમાં આવી જાય તેવો પાતળો હતો. તેની કમરમાં ઉત્તમ ત્રણ કરચલી પડતી હતી. કપોલની રેખા કંડલોથી ઉદ્દીપ્ત હતી.
આ ધારિણીનું મુખ શરદપૂર્ણિમાના ચંદ્ર સદશ નિર્મળ, પરિપૂર્ણ તથા સૌમ્ય હતું. સુંદર વેશભૂષા એવી હતી કે માનો તેણી શૃંગારરસસનું આવાસ સ્થાન હોય. તેણીની ચાલ, હાસ્ય, વાણી, કૃતિ અને દેહિક ચેષ્ટાઓ સંગત હતી લાલિત્યપૂર્ણ આલાપસંલાપમાં તે ચતુર હતી. સમુચિત લોકવ્યવહારમાં કુશળ હતી. તેણી મનોરમ, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી.
રાજા કોણિકને ત્યાં પર્યાપ્ત વેતન પર ભગવંત મહાવીરના કાર્યકલાપને સૂચિત કરનારા એક વાર્તા–નિવેદક પુરુષ નિયુક્ત હતો. જે ભગવંતના પ્રતિદિનના વિહારક્રમ આદિ પ્રવૃત્તિઓના સંબંધમાં રાજાને નિવેદન કરતો હતો. તેણે અનેક વ્યક્તિઓને ભોજન તથા વેતન પર નિયુક્ત કરી રાખેલ હતા. જે ભગવંતની રોજની પ્રવૃત્તિ – (આવાગમન)ના સંબંધમાં તેને સૂચના આપતા રહેતા હતા. ૦ ભગવંત મહાવીરનું સમવસરણ :
કોઈ દિવસની વાત છે, ભભસારપુત્ર કોણિક અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દ્વારપાળ, અમાત્ય, સેવક, પીઠમર્દક, નાગરિક, વ્યાપારી, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂર, સંધિપાલ, આદિ વિશિષ્ટજનોથી સંપરિવૃત્ત થઈને બાહ્ય રાજ્યસભામાં અવસ્થિત હતો.
તે સમયે શ્રમણ ભગવંત મહાવીર આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ – થાવત્ – ગ્રામાનુગ્રામ વિચરતા સુખપૂર્વક વિહાર કરતા ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. (આ સમગ્ર વર્ણન ઘણું જ વિસ્તારથી વાફસૂત્ર – ૧૦માં આવે છે જે આ પૂર્વે તીર્થંકર ચરિત્રમાં ભગવંત મહાવીરની કથામાંથી જોઈ લેવું.)
પ્રવૃત્તિ નિવેદકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે પોતાના મનમાં આનંદ તથા પ્રીતિનો અનુભવ કર્યો. સૌમ્ય મનોભાવ અને હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસિત થઈ ઉડ્યું. તેણે સ્નાન કર્યું, નિત્યનૈમિતિક કૃત્ય કર્યું. કૌતુક, તિલક, પ્રાયશ્ચિત્ત, મંગલ વિધાન કર્યું. શુદ્ધ, પ્રાવેશ્ય, ઉત્તમ વસ્ત્ર સારી રીતે પહેર્યા. અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી તેણે શરીરને અલંકતું કર્યું.
આ રીતે તે પોતાના ઘરથી નીકળીને તે ચંપાનગરીની મધ્યે જ્યાં કોણિક રાજાનો મહેલ હતો, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ભંભસારપુત્ર કોણિક રાજા હતો, ત્યાં આવી, તેણે હાથ જોડીને, અંજલિ કરી – આપનો જય થાઓ, વિજય થાઓ એ શબ્દોથી વધાવ્યા. ત્યારપછી બોલ્યો, હે દેવાનુપ્રિય ! જેના દર્શનની આપ કાંક્ષા, સ્પૃહા, પ્રાર્થના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org