________________
શ્રાવક કથા
૧૨૫
૦ સદ્દાલપુત્ર શ્રાવકની કથા ઃ
તે કાળે અને તે સમયે પોલાસપુર નામે નગર હતું. ત્યાં સહસ્રાપ્રવન નામક ઉદ્યાન હતું, ત્યાં જિતશત્રુ નામે રાજા હતો.
.
સદ્દાલપુત્રનું આજીવિક ઉપાસકપણું અને સંપત્તિ :
તે પોલાસપુર નગરમાં આજીવિક ગોશાલક મતનો અનુયાયી સદ્દાલપુત્ર નામક એક કુંભાર રહેતો હતો. તે આજીવિક મતમાં લબ્ધાર્થ હતો, ગૃહિતાર્થ હતો, પૃષ્ઠાર્થ હતો, વિનિશ્ચિતાર્થ હતો, અભિગતાર્થ હતો. આજીવિક મત પ્રત્યે તેનો અનુરાગ અસ્થિમજ્જા પર્યંત વ્યાપિત હતો. તે નિશ્ચિતપણે માનતો હતો કે, હે આયુષ્યમન્ ! આ આજીવિક મત જ અર્થરૂપ છે, પરમાર્થરૂપ છે અને તેના સિવાયના બધાં સિદ્ધાંતો અનર્થરૂપ છે. આ વિશ્વાસપૂર્વક તે આજીવિક મતાનુસાર આત્માને ભાવિત કરતો વિચરતો હતો.
તે આજીવિકોપાસક સદ્દાલપુત્રના કોષમાં એક કરોડ સુવર્ણ સંચિત હતું, એક કરોડ સ્વર્ણ વ્યાપારમાં નિયોજિત હતું, એક કરોડ સુવર્ણગૃહસ્થી ઉપકરણોમાં પ્રયુક્ત હતું. તથા દશ હજાર ગાયોનું એક ગોકુળ હતું.
તે આજીવિક સદ્દાલપુત્રની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું.
તે સદ્દાલપુત્ર આજીવિકોપાસકની પોલાસપુર નગરની બહાર ૫૦૦ વાસણની દુકાન અથવા કર્મશાળા હતી.
તેમાં અનેક પુરુષો દૈનિક વેતન, ભોજન અને વેતન લઈને પ્રતિદિન પ્રભાત થતાં જ ઘણાં જ કરક, વારક, પરાત, કુંડિકા, ઘડા, નાંદ, નાના ઘડા, કળશ, અલિંજર, જંબૂલક, ઉષ્ટ્રિકા બનાવતા હતા. તેમજ બીજા પણ ઘણાં લોકો દૈનિક મજુરી, ભોજન અને વેતન લઈને સવાર થતાં જ ઘણાં જ કરક, વારક, પિઠર, ઘડા, ઘડી, કળશ, આલિંજર, જંબૂલક, ઉષ્ટ્રિકા આદિ લઈને રાજમાર્ગો પર બેસીને તેનું વેચાણ કરવા લાગી જતા હતા. ૦ દેવે સદ્દાલપુત્ર પાસે કરેલ ભ.મહાવીરની પ્રશંસા :
ત્યારપછી તે આજીવિકોપાસક સદ્દાલપુત્ર કોઈ એક સમયે બપોરના સમયે જ્યાં અશોકવાટિકા હતી, ત્યાં આવ્યો અને આવીને ગોશાલ મંખલિપુત્ર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિચરવા લાગ્યો.
ત્યારપછી તે આજીવિકોપાસક સદ્દાલપુત્રની પાસે એક દેવ આવ્યો.
ત્યારપછી ઘુંઘરુઓથી યુક્ત પંચવર્ણી ઉત્તમ વસ્ત્રોને પહેરીને આકાશમાં અવસ્થિત તે દેવે સદ્દાલપુત્ર આજીવિકોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય !–
કાલે પ્રાતઃકાળે અહીં મહામાહણ, અહિંસક, અપ્રતિહત જ્ઞાનદર્શનના ધારક, અતીત, વર્તમાન, ભવિષ્ય ત્રણે કાળના જ્ઞાતા, અર્હત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રૈલોકય વહિત, મહિત, પૂજિત, દેવ, મનુષ્ય, અસુરોના અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કારણીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ, જ્ઞાનસ્વરૂપ, પર્યાપાસનીય, તથ્ય કર્મ સંપદા સંપ્રયુક્ત સત્કર્મ રૂપ સંપત્તિથી યુક્ત ભગવાન્ મહાવીર પધારશે.
તેથી તું તેને વંદન કરજે, નમસ્કાર કરજે, તેમનું સત્કાર–સન્માન કરજે અને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org