________________
શ્રાવક કથા
સ્પર્શના કરતો હતો. તેણે વૈતાઢ્યમાં ભગવંતની સુવર્ણપ્રતિમા વિશે સાંભળેલ. ત્યારે તે ઉપવાસ કરીને સ્થિત થયો. દેવતાના સાન્નિધ્યથી ત્યાં પહોંચી શાશ્વત જિનપ્રતિમાની વંદના કરી. દેવતાએ તેની ભક્તિથી સંતુષ્ટ થઈને સર્વકામિત (ઇચ્છાને પૂર્ણ કરનારી એવી ૧૦૦ ગુટિકાઓ ભેટ આપી. તે લઈને ત્યાંથી નીકળ્યો.
ત્યારપછી તેના સાંભળવામાં આવ્યું કે, વીતિભય નગરમાં ગોશીર્ષ ચંદનમયી એવી ભગવંત મહાવીરની જીવિત પ્રતિમા છે, જે દેવ અધિષ્ઠિત છે. ત્યારે ગંધારશ્રાવક તેની વંદના કરવા નીકળ્યો. વીતીભય નગરે આવીને વંદના કરી. પણ ત્યાં તે પ્રતિભગ્ર થયો (બિમાર પડ્યો) ત્યારે દેવદત્તા દાસીએ તેની સેવા ચાકરી કરી. તેનાથી સંતુષ્ટ થઈને તેણે દેવદત્તાને ૧૦૦ ગુટિકાઓ ભેટ આપી. (ત્યારપછી તે પ્રવ્રુજિત થયો)
(આ કથા ઉદાયન રાજર્ષિ કથા અંતર્ગત આવે છે. દેવદત્તા કે જે પછીથી સુવર્ણગુલિકા બની તેની કથા સાથે પણ સંબંધિત છે.) ૦ આગમ સંદર્ભ :
આવ.યૂ.૧-૫- ૩૯૯, ૪૦૦;
-
X
૨૮૩
Jain Education International
૦ ચેટક શ્રાવકની કથા ઃ
ચેટક વૈશાલી નગરીનો રાજા હતો. તે ભગવંત મહાવીરની માતા ત્રિશલાદેવીના ભાઈ હતા અને ભગવંત મહાવીરના અનુયાયી એવા શ્રમણોપાસક હતા.
ચેટક રાજાને સાત પુત્રીઓ હતી :– (૧) પ્રભાવતી, (૨) પદ્માવતી, (૩) મૃગાવતી, (૪) શિવા, (૫) જ્યેષ્ઠા, (૬) સુજ્યેષ્ઠા અને (૭) ચેન્નણા.
તેમને શ્રાવક તરીકે બે મહાન્ અભિગ્રહો હતા :– (૧) પરવિવાહકરણ ત્યાગ પોતાની પુત્રીને પણ તેઓ જાતે વિવાહ કરવા જતા ન હતા, (૨) મહાસંગ્રામમાં એક જ અમોઘ બાણનો રોજ ઉપયોગ કરવો.
આવનિ. ૧૨૮૪ની ;
જ્યારે હલ્લ અને વિહલ્લ (બીજા મતે વેહલ) જે તેની પુત્રી ચેલણાના પુત્રો તેને આશરે આવીને રહ્યા ત્યારે તે દોહિત્રના હાર અને સેચનક હાથીને કારણે તેને કોણિક સાથે મહાસંગ્રામ થયેલો હતો – ઇત્યાદિ – કથન કોણિક સુજ્યેષ્ઠા, મૃગાવતી, વેહલ આદિની
કથામાં તે – તે સ્થાને થઈ ગયેલ છે.
૦ આગમ સંદર્ભ :–
ભગ ૫૩૪;
જીય.ભા. ૪૭૯;
નિર. ૧૭, ૧૮;
આવ ચૂ.૧–પૃ. ૨૪૫, ૨-પૃ. ૧૬૪ થી ૧૭૪;
X
X
For Private & Personal Use Only
1
૦ જનક શ્રાવકની કથા ઃ
મિથિલા નગરીનો રાજા હતો. તેણે ભગવંત મહાવીરની પૂજા કરેલી અને (છદ્મસ્થાવસ્થામાં વિચરતા એવા) ભગવંત મહાવીરનો મહોત્સવ કરેલો. (આથી વિશેષ કોઈ માહિતી જનક રાજા વિશે પ્રાપ્ત નથી)
વવ.ભા. ૪૩૬૦ + ;
www.jainelibrary.org