________________
શ્રાવક કથા
૦ આનંદ શ્રાવકે કરેલ અનશન – તેને અવધિજ્ઞાન ઉત્પત્તિ :
ત્યારપછી કોઈ એક દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણા કરતા એવા તે આનંદ શ્રમણોપાસકના મનમાં આવો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, નિશ્ચયથી હું આ અને આવા પ્રકારના ઉદાર, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપોકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, માંસરહિત, અસ્થિ અને ચર્માવૃત્ત, કડકડાટ કરનારા શરીરરૂપ, કૃશ અને ફક્ત નાડીઓ દેખાતી હોય તેવા શરીરવાળો થઈ ગયો છું.
તો પણ હજી સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ વિદ્યમાન છે. તેથી જ્યાં સુધી મારામાં ઉત્થાન, બેસવા માટેનું સામર્થ્ય, કર્મ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ, સંવેગ છે – યાવત્ – મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, જિન, સુસ્તી શ્રમણ ભગવાન્ મહાવીર વિચરણ કરી રહ્યા છે, ત્યાં સુધી મારા માટે શ્રેયસ્કર થશે કે કાલે રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સૂર્યોદય તથા જાજ્વલ્યમાન તેજપૂર્વક સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી અપશ્ચિમ – અંતિમ મારણાંતિક સંખનાને પ્રીતિપૂર્વક અંગીકાર કરીને આહાર–પાણીનું પ્રત્યાખ્યાન કરીને મૃત્યુકાળની આકાંક્ષા ન કરતા સમય વ્યતીત કરું, એવો વિચાર કર્યો.
આ પ્રમાણે વિચાર કરીને કાલ રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સૂર્યનો ઉદય થયા પછી અને સહસ્રરશ્મિ સૂર્યના જાજ્વલ્યમાન તેજસહિત પ્રકાશિત થયા પછી અંતિમ મારણાંતિક સંખનાને અંગીકાર કરીને, ભોજનપાનનું પ્રત્યાખ્યાન કરીને, મરણની આકાંક્ષા ન કરતો વિચારવા લાગ્યો.
ત્યારપછી કોઈ એક સમયે શુદ્ધ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી એવી લેશ્યાઓ અને તદાવરણીય કર્મના ક્ષયોપશમથી તે આનંદ શ્રમણોપાસકને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેના કારણે તે પૂર્વ દિશામાં લવણસમુદ્ર પર્વતના ૫૦૦ યોજન પર્યંતના ક્ષેત્રને જોવા અને જાણવા લાગ્યો. દક્ષિણ દિશામાં પ૦૦ યોજન પર્વતના લવણ સમુદ્રના ક્ષેત્રને જોવા અને જાણવા લાગ્યો. પશ્ચિમ દિશામાં પણ લવણ સમુદ્રપર્યંતના ૫૦૦ યોજન પ્રમાણ ક્ષેત્રને જોવા અને જાણવા લાગ્યો. ઉત્તર દિશામાં લઘુ હિમવંત વર્ષધર પર્વત પર્વતના ક્ષેત્રને જોવા અને જાણવા લાગ્યો. ઉર્ધ્વદિશામાં સૌધર્મકલ્પ પર્વતના ક્ષેત્રને તથા અધોદિશામાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિવાળા લોલુયસ્મૃત નરક સુધી જોવા અને જાણવા લાગ્યા. ૦ ગૌતમસ્વામીનું આનંદને ત્યાં ગમન :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમોસર્યા પર્ષદા નીકળી – યાવત્ – પાછી ફરી.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી-પ્રથમ શિષ્ય, સાત હાથ ઊંચા શરીરવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાન અને વજઋષભનારાચ સંતનનવાળા, કસૌટી પર ઘસાયેલી સોનાની રેખા તથા પદ્મના સમાન ગૌર વર્ણવાળા, ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, વિશેષ તપથી તપ્ત તપસ્વી, મહાતપસ્વી, ઉદાર, ઘોર, ઘોર ગુણવાળા આદિ મહાનું ગુણોથી સંપન્ન, ઘોર તપસ્વી, મહા બ્રહ્મચારી, શરીર મમત્વથી મુક્ત, અન્તર્નિહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org