________________
શ્રાવક કથા
૨૬૩
શેઠે વિચાર્યું કે આજે મને અતિ વિશિષ્ટ સ્વપ્ન આવેલ છે કે – રત્નખાણ સમાન કોઈ ઉત્તમ પુરુષ મારે ઘરે આવેલા છે. તેની સાથે સુનંદા (નંદા) કન્યાનો વિવાહ કર્યો. અધિક લાભકર્તા સ્વપ્નનું ફળ છે તેમ માનીને શેઠે પૂછ્યું કે, હે પુરુષોત્તમ ! તમે કોના પરોણા છો ? ત્યારે શ્રેણિકે કહ્યું કે, આપના. શેઠે ચિંતવ્યું કે, આ કોઈ ઉત્તમ કુલ પુત્ર જણાય છે તેથી ગૌરવપૂર્વક ઘરે લઈ જઈને ઉચિત વ્યવહાર કર્યો.
કોઈ વખતે ભદ્રશેઠે તેનું ગૌરવ કરતા કહ્યું કે, હે પુરુષોત્તમ ! તમને વણિક કન્યા ભાર્યા તરીકે યોગ્ય ન ગણાય, તો પણ મારા આગ્રહથી આ મારી સુનંદા (નંદા) કન્યા સાથે વિવાહ કરો. જેથી મારી પુત્રી જીવન પર્યંત સુખી થાય. સજ્જન પુરુષો બીજાએ કરેલ પ્રાર્થનાનો ભંગ કરતા નથી. બીજાના સંકટનો નાશ કરવામાં પોતાનો આનંદ માને છે.
ત્યારે શ્રેણિક કુમારે કહ્યું કે, હે પિતાતુલ્ય ! મારી જાતિ, વંશ વગેરે પણ તમે જાણતા નથી, છતાં તમે પુત્રી આપો છો, તો તમને જે યુક્ત લાગે તે તમે જાણો. ત્યારે શેઠે કહ્યું કે, સારભૂત પરાક્રમાદિક ગુણોના સ્થાનરૂપ અને શુભ સ્વપ્નથી સૂચિત તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તેથી મારી આ પુત્રી હું તમને અર્પણ કરું છું. માટે તમારે તેની સાથે લગ્ન કરવા, શ્રેષ્ઠ વાર, મુહુર્ત, નક્ષત્ર જોઈને વિવાહ મહોત્સવ કર્યો. પાંચ પ્રકારના કામભોગ ભોગવતા એવા તેઓનો કેટલોક કાળ જલદીથી પસાર થઈ ગયો.
કોઈ વખતે સુનંદા હાથીનું સ્વપ્ન જોઈને જાગી. તેણે પતિ પાસે નિવેદન કર્યું. એટલે શ્રેણિકે કહ્યું કે, તને ઉત્તમ પુત્રનો લાભ થશે. હવે સુનંદાએ ગર્ભધારણ કર્યો ત્યારે, તેના પિતાના ખાસ પુરુષો શ્રેષ્ઠ અશ્વ પર આરૂઢ થઈને ત્યાં આવી પહોંચ્યા (શ્રેણિક) કુમારને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, તમારા પિતાના દેહની સ્થિતિ બગડી છે. તેથી શ્રેણિકકુમારને લાવવા માટે અમે આવ્યા છીએ. આ પ્રમાણે ટૂંકા સમાચારવાળો પ્રસેનજિત રાજાનો પત્ર શ્રેણિકકુમારના હાથમાં અર્પણ કર્યો.
ત્યારે જવાની ઉતાવળવાળા શ્રેણિકે પોતાના શ્વશુર ભદ્રશેઠની અનુમતિ માંગી, રૂદન કરતી સુનંદા (નંદા)ને કહ્યું કે, હે પ્રિયે ! તું ભાવિ જન્મનાર પુત્રનું અવશ્ય પાલન કરજે. કદાચ કોઈ વખતે મને મળવાની ઉત્કંઠા થાય તો આ ભારવટ પર અક્ષરોની પંક્તિ લખેલી છે. તે વાંચીને પુત્ર સહિત જલદી આવી જવું. રાજગૃહી નગરીમાં શ્વેતભિતયુક્ત કિલ્લાના ગોવાળ તરીકે અમે ત્યાં ઘણાં જાણીતા છીએ.
મોભની ભિંત પર આ પ્રમાણે લખીને એક અતિ ચપળ અશ્વ પર આરૂઢ થઈને તે એકદમ રાજગૃહનગરે પહોંચ્યો અને પ્રસેનજિત રાજા – પોતાના પિતાને નમસ્કાર કર્યા. તેને જોઈને તેના પિતા હર્ષિત અને સંતુષ્ટ થયા. કોઈ પ્રશસ્ત દિવસ જોવડાવીને સામંતો, મંત્રી વગેરેને જણાવીને ઉત્તમ ગુણવાળા શ્રેણિકનો પોતે રાજ્યાભિષેક કર્યો. રાજા પ્રસેનજિત પરલોકે સિધાવ્યા અને શ્રેણિક ન્યાય—નીતિમાં નિપુણ એવો મોટો રાજા થયો.
આ તરફ ગર્ભના પ્રભાવથી સુનંદાને એવો દોહદ ઉત્પન્ન થયો કે તેણી સવગે ગાર અને આભૂષણો પહેરીને હાથીના સ્કંધ પર આરૂઢ થયેલી – અમારી ઉદૂઘોષણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org