________________
૧૭૪
આગમ કથાનુયોગ-૫
કર્યું. તેને ત્યાંથી બહાર કાઢ્યા. તેના પર લગાવેલી ખોરો દૂર કરી. યાનોને સજાવ્યા. ઉત્તમ આભૂષણોથી વિભૂષિત કર્યા.
- ત્યારપછી તે જ્યાં વાહનશાળા હતી ત્યાં આવ્યો. વાહનશાળામાં પ્રવિષ્ટ થયો. વાહનોનું નિરીક્ષણ કર્યું. તેને સંપ્રમાર્જિત કર્યા. વાહનશાળાથી વાહનો બહાર કાઢ્યા. તેના પર આચ્છાદિત વસ્ત્રો હટાવ્યા. વાહનોને સજાવ્યા. ઉત્તમ આભરણોથી વિભૂષિત કર્યા. તેને યાન સાથે જોડ્યા. પ્રતોત્રયષ્ટિકા તથા પ્રમોત્રધરને પ્રસ્થાપિત કર્યા. તેમને યષ્ટિકાઓ આપીને યાન ચાલનનું કાર્ય સોંપ્યું. ચાનોને રાજમાર્ગે ચડાવ્યા. પછી જ્યાં સેનાનાયક હતો, ત્યાં આવીને આજ્ઞાપાલન થયાની સૂચના આપી.
ત્યારપછી સેનાનાયકે નગરરક્ષકને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિય ! ચંપાનગરીને બહારથી અને અંદરથી તેમજ તેના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ આદિની સફાઈ કરાવો. ત્યાં પાણીનો છંટકાવ કરાવો. છાણ વગેરે આદિથી લીંપણ કરાવો - યાવતુ – નગરીને સૌરભમય કરાવી દો. આ બધું કરાવીને મને મારી આજ્ઞા પાછી આપો. નગરરક્ષકે સેનાનાયકની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી. ચંપાનગરીને બહારથી અંદરથી સફાઈ કરી, પાણી છંટકાવી – યાવત્ – સેનાનાયકને આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી સેનાનાયકે ભભસારપુત્ર રાજા કોણિકના પ્રધાન હાથીને સજ્જિત થયેલો જોયો. ચતુરંગિણી સેના સન્નદ્ધ જોઈ સુભદ્રા આદિરાણીના માટે ઉપસ્થિત યાન જોયા. ચંપાનગરીની બહાર અને અંદરની સફાઈ જોઈ – તે સુગંધથી મહેકી રહી હતી. આ બધું જોઈને તે મનમાં હર્ષિત અને સંતુષ્ટ, આનંદિત તથા પ્રસન્ન મનવાળો થયો.
ત્યારપછી તે જ્યાં ભંભસાર પુત્ર કોણિક હતો ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડીને રાજાને નિવેદન કર્યું, હે દેવાનુપ્રિય ! આભિષેક્ય હસ્તિરત્ન તૈયાર છે, ચતુરંગિણી સેના સન્નદ્ધ છે. સુભદ્રા આદિ રાણીઓના માટે અલગ-અલગ યાન બાહ્ય સભાખંડને નીકટ ઉપસ્થાપિત છે. ચંપાનગરીની બહાર–અંદરથી સફાઈ થઈ ગઈ છે. પાણીનો છંટકાવ કરાવી દીધો છે. તે સુગંધથી મહેકી રહી છે. હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન્ મહાવીરના અભિવંદન હેતુ આપ પધારો.
ભંભસાર પુત્ર રાજા કોણિકે સેનાનાયક પાસે આ સાંભળ્યું. તે પ્રસન્ન અને સંતુષ્ટ થયો. પછી જ્યાં વ્યાયામશાળા હતી, ત્યાં આવ્યો. વ્યાયામશાળામાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારનો વ્યાયામ કર્યો. અંગોને ખેંચવા, ઉછળવું, અંગોને વાળવા, કુશ્તી લડવી, વ્યાયામના ઉપકરણ આદિ ફેરવવા ઇત્યાદિ દ્વારા પોતાને શ્રાંત, પરિશ્રાંત કર્યો. પછી પ્રીણનીય રસ–રક્ત આદિ ધાતુમાં સમતા–નિષ્પાદક, દર્પણીય, મર્દનીય, બૃહણીય, આલ્હાદજનક એવા શતપાક, સહસ્ત્રપાક સુગંધિત તેલો, અવૃંગો આદિ દ્વારા શરીરનો માલિશ કરાવ્યો.
ત્યારપછી તૈલચર્મ પર તેલમાલિશ કરેલ પુરષોને જેના પર બેસાડીને સંવાહન કરાય છે. દેહચંપી કરાય છે. સ્થિત થઈને આવા પુરુષો દ્વારા, જેના હાથ અને પગોના તળીયા અત્યંત સુકુમાર તથા કોમળ હતા. જેઓ છેક, કલાવિદ્દ, દક્ષ, પ્રાતાર્થ, કુશળ, મેઘાવી, સંવાહન કળામાં નિપુણ, અત્યંગન, ઉબટન આદિના મર્દન, પરિમર્દન, ઉકલન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org