SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય સર્જન – હું – અને કથાનુયોગ ૩૧ .. આરંભે આટલું જરૂર વાંચો અભિનવ હેમ લઘુપ્રક્રિયાને સર્જનયાત્રાનું આરંભ બિંદુ ગણીએ તો મારી આ યાત્રા બાવીશ વરસની થઈ આટ આટલા વરસોથી લખું છું. છતાં ગ્રંથસ્થ કૃતિઓની સંખ્યાથી કોઈને આંજી શકું તેમ નથી. વરસો કે ગણિતનો મેળ બેસાડવા પ્રયત્ન પણ કર્યો નથી. મારાથી થાય એ રીતે શબ્દની સાધના કરી રહ્યો છું શબ્દની આંગળી ઝાલી જ્યાં–જ્યાં હું ગયો છું એ મુકામોનો હિસાબ હવે ૨૪૭ પ્રકાશનોએ પહોચે છે. આયુષ્ય કર્મ અને દેહનામ કર્મ આદિનો સથવારો રહે તો હજી શબ્દોના સંગાથે વધુને વધુ પંથ કાપવાની ભાવના ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંચવાનો સમય ન મળે એવી તાણ વચ્ચે જીવવાનું થયું છે. શ્વાસ લઉ છું કે વિચરી છું ત્યારે નહીં પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. છતાંયે લખવામાં સમગ્ર જીવનનો વ્યાપ આવી જાય છે, એવા ભ્રમમાં પણ નથી. હા, આ સર્જન એ પ્રાણવાયુ સમ જરૂર બની રહે છે. આગમ સાધનામાં આઠેક વર્ષ પસાર થયા છે અને આગમ સંબંધી આ નવમું વિરાટ પ્રકાશન આપ સૌના કરકમલોનો સ્પર્શ પામી રહ્યું છે. આગમ શ્રતના ચાર મુખ્ય અનુયોગમાં આ કથાનુયોગ સંબંધી સર્જન છે જેમાં મૂળ આગમોની સાથે તેની નિયુક્તિ | ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવચૂરી એ તમામ અંગોનો સમાવેશ કરી કથાઓનું સંકલન, ગોઠવણી અને (પ્રાત તથા સંક્ત ભાષામાંથી) ગુજરાતી અનુવાદ કરેલ છે. જેને મુખ્ય દશ વિભાગો દ્વારા છ પુસ્તકોમાં ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં રજૂ કરું છું. વર્તમાન કાળે સ્વીકૃત પીસ્તાળીશ આગમો અને તેના નૃત્યાદિનો આધાર લઈને સંકલિત કરાયેલ આ આગમ કથાનુયોગમાં જો કથાને ધ્યાનથી વાંચવામાં આવે તો તેમાં દ્રવ્યાનુયોગ તથા ચરણકરણાનુયોગ પણ ગુંથાએલો નજરે પડે છે. જો કથાને મનન કરી તેના નિષ્કર્ષોને ચિંતવવામાં પુરુષાર્થ થાય તો અદ્ભુત સત્યો અને તત્ત્વોથી આત્મા વૈરાગ્ય વાસિત થતો રહે અને ચિત્તતંત્રને ચોંટ આપે તેવો સમર્થ છે. આગમસાહિત્યમાં જ – નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા, અનુત્તરોપપાતિકદસા, વિપાકસૂત્ર, નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુફિયા, પુચૂલિયા અને વહિદસા એટલા આગમસૂત્રો તો પ્રત્યક્ષતયા કથાનુયોગનું પ્રાધાન્ય ધરાવે જ છે. જ્યારે ઉવવાઈ અને રાયપૂસેણિય એ બંને આગમોમાં દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગની ગુંથણી હોવા છતાં પ્રધાનતા તો કથાનુયોગની જ છે. વળી વિશાળકાય રૂપ ધરાવતા ભગવતીજી અંગ સૂત્રોમાં અનેક કથાઓ વણી લેવામાં આવી છે. તો ઉત્તરાધ્યયન સૂત્ર પણ કથાથી સમૃદ્ધ બનેલ છે. સમવાય અંગસૂત્ર ઉત્તમપુરુષોના ચરિત્રોમાં અનેક પૂરક માહિતી પૂરી પાડે છે. તો આચારાંગને જોયા વિના ભગવંત મહાવીરના કથા અણસ્પર્શી જ રહે. દ્રવ્યાનુયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy