________________
શ્રાવક કથા
૧૦૭
તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી.
આ જ પ્રમાણે તેણે મારા વચલા પુત્રને માર્યો – યાવત્ – આ જ પ્રમાણે તેણે મારા નાના પુત્રને પણ માર્યો – યાવત્ – મેં તે તીવ્ર વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરી, ખમી અને તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી.
આવું કર્યા પછી પણ જ્યારે તે પુરષે મને નિર્ભય – યાવતુ - સ્થિર જોયો ત્યારે ચોથી વાર મને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! – યાવત્ – હજી પણ જો તું તારા શીલ, વ્રત આદિને ખંડિ નહીં કરે તો હું હમણાં જ દેવ, ગુરુ એવા પૂજનીય તારી માતાને લાવીશ – યાવત્ – તું મૃત્યુ પામીશ.
ત્યારપછી હું તે પુરુષના આ કથનને સાંભળીને પણ નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો, ત્યારે તે પુરુષે મને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો. જોઈને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું, ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! –યાવત્ – તું જીવિતથી રહિત થઈ જઈશ.
ત્યારપછી તે પુરષ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવાયું ત્યારે મને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. અરે ! આ અધમ પુરુષે – યાવત્ – પાપકર્મ કરેલ છે. પહેલા તેણે મારા મોટા પુત્રને – ચાવતું – માંસ અને લોહી છાંટ્યા અને હવે તેના પણ ઘરમાંથી લાવીને મારવા ઇચ્છે છે, તેથી મારે માટે એ ઉચિત છે કે હું તે પુરુષને પકડી લઉં. આવો વિચાર કરીને હું તેને પકડવા દોડ્યો. પરંતુ તે તો આકાશમાં ઉડી ગયો અને પકડવા માટે ફેલાવેલ હાથોમાં થાંભલો આવી ગયો. તેનાથી મેં કોલાહલ મચાવ્યો. ૦ ભદ્રામાતાની સમજાવટથી ચલની પિતા દ્વારા પ્રાયશ્ચિત્ત :
ત્યારપછી ભદ્રા સાર્થાવાણીએ ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, કોઈ પુરુષે તારા મોટા પુત્રને ઘરમાંથી બહાર કાઢ્યો નથી કે, તેને માર્યો નથી, કોઈએ તારા વચલા પુત્રને ઘરમાંથી ઉઠાવ્યો નથી કે તારી પાસે તેની હત્યા કરી નથી. તેમજ તારા નાના પુત્રને પણ ઘરમાંથી કોઈ લઈ ગયું નથી કે તેનો ઘાત કર્યો નથી. આ તો કોઈ પુરુષે તેને ઉપસર્ગ કર્યો છે.
– આ તો તેં મિથ્યા–કલ્પિત ઘટના જોઈ છે. જેનાથી તારા વ્રત, નિયમ, પૌષધ ખંડિત થઈ ગયા. તેથી હે પુત્ર ! તું આ સ્થાનની – વ્રતભંગ કરની આલોચના કર, યથોચિત પ્રાયશ્ચિત્ત કરવાની તૈયારી કરી અને તેના માટે તપ કર્મ સ્વીકાર કર.
ત્યારપછી ચૂલનીપિતા શ્રમણોપાસક “તહત્તિ" (તમેકહો છો તે યોગ્ય છે.) તેમ કહીને માતા ભદ્રા સાર્થવાહીની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી, સ્વીકારીને તે સ્થાન (વ્રતખંડન)ની આલોચના, પ્રતિક્રમણ કર્યા, નિંદા કરી, ગ કરી, તેનાથી નિવૃત્ત થયો અને આ અકરણીય કાર્યની વિશુદ્ધિને માટે યથોચિત પ્રાયશ્ચિત્ત કરવાના હેતુથી તત્પર થઈને તપ કર્મ સ્વીકાર કર્યું. ૦ ચુલની પિતા દ્વારા ઉપાસકપ્રતિમા ગ્રહણ અને અનશન :
ત્યારપછી ચુલનીપિતા શ્રમણોપાસકે પહેલી ઉપાસકપ્રતિમા અંગીકાર કરી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org