________________
૧૫૮
આગમ કથાનુયોગ-૫
- યાવત્ – જનપદ શું કામનું, જો અમારી પાસે સેચનક હસ્તિ ન હોય ? આ પ્રમાણે પદ્માવતી રાણીને વિચાર આવ્યો.
ત્યારપછી તે કૂણિક રાજા પાસે આવીને બંને હાથ જોડીને મસ્તકે અંજલિ કરીને પદ્માવતીએ જય-વિજય વડે વધાવ્યા અને નિવેદન કર્યું કે, હે સ્વામી ! – યાવત્ – આપણું આ રાજ્ય શા કામનું? જો આપણી પાસે સેચનક ગંધહસ્તી ન હોય ? કૂણિકે પદ્માવતીના આ કથનનો આદર ન કર્યો. તેના પર ધ્યાન ન આપ્યું અને મૌન રહ્યો. કેમકે પિતાએ પોતે તે આપેલ હોવાથી કોણિક તેને પાછા લેવા ઇચ્છતો ન હતો. પદ્માવતીએ વારંવાર આ પ્રમાણે કહી-કહીને કોણિકના ચિત્તને વ્યગ્રાહિત કર્યું ત્યારે કૂણિક રાજાએ વેહલકુમારને (હલ–વિહલને) બોલાવ્યા અને સેચનક ગંધહસ્તી તથા અઢાર સરોહાર માંગ્યો.
ત્યારે વેહલ્લકુમારે (હલ્લ–વિલે) કૂણિક રાજાને ઉત્તર આપ્યો કે, હે સ્વામી ! શ્રેણિક રાજાએ પોતાના જીવનકાળ દરમ્યાન જ મને (અમને) આ સેચનક હાથી અને અઢારસરો હાર આપેલ છે. જો આપ મને રાજ્ય – યાવત્ – જનપદનો અડધો ભાગ આપતા હો તો હું (અમે) સેચનક હાથી અને હાર આપીએ. કૂણિક રાજાએ તેના આ ઉત્તરને સ્વીકાર્યો નહીં. તેના પર ધ્યાન ન આપ્યું અને વારંવાર હાથી તથા હાર આપવા આગ્રહ કરવા લાગ્યો. ત્યારે વેહલકુમારને (હલ્લ અને વિહલ્લને) વિચાર આવ્યો કે, આ કોણિક હાથીને અને હારને ઝડપવા માંગે છે, લેવા માંગે છે, છીનવવા માંગે છે. તેથી સેચનક હાથી અને અઢાર સરોહાર લઈને અંતઃપુર પરિવાર અને ગૃહસ્થી સાધનસામગ્રી લઈને ચંપાનગરીથી નીકળી – વૈશાલીનગરીમાં માતામહ ચેટકનો આશ્રય લઈને રહું.
તેણે આવો વિચાર કર્યો, ફૂણિક રાજાની અસાવધાની, તક, રહસ્યોની જાણકારીની પ્રતિક્ષા કરતો વિચારવા લાગ્યા. કોઈ દિવસે વેહલકુમાર (હલ્લ અને વિહલકુમાર) કૂણિક રાજાની અનુપસ્થિતિ જાણીને અને સેચનક ગંધહસ્તી, અઢાર–સરોહાર તથા અંતઃપુર પરિવારસહિત ગૃહસ્થીના ઉપકરણો લઈને ચંપાનગરીથી ભાગી નીકળ્યા. વૈશાલીનગરી આવ્યા અને પોતાના માતામહ (નાના) ચેટકનો આશ્રય લઈને વૈશાલી નગરીમાં નિવાસ કરવા લાગ્યા.
ત્યારપછી કૂણિક રાજાએ આ સમાચાર જાણ્યા કે, તે બંને કુમારો (વેહલ કુમાર) નાસી ગયેલ છે. ત્યારે તેણે વિચારીને ચટક રાજા પાસે દૂતને મોકલ્યો. વૈશાલી જવાનું કહ્યું. ત્યાં તમે આર્યન ચેટકરાજાને બંને હાથ જોડીને – યાવત્ – જય-વિજય શબ્દોથી વધાવી નિવેદન કરો, હે સ્વામી! કોણિક રાજા વિનંતી કરે છે કે, વેહલકુમાર (હલ અને વિલ) કૂણિક રાજાને કહ્યા વિના હાથી અને હાર લઈને અહીં આવી ગયા છે. તેથી આપ કૃપા કરીને, કૂણિક રાજા પર અનુગ્રહિત થઈને આ બધાંને પાછા સોંપી દો.
કોણિક રાજાની આજ્ઞાનુસાર – યાવત્ – તે દૂત ચિત્ત સારથીની સમાન – યાવત્ - વચ્ચે વચ્ચે અંતરાવાસ કરતો વૈશાલીનગરી આવ્યો. ત્યાં જ્યાં ચેટક રાજાના આવાસગૃહ અને તેની બાહોં ઉપસ્થાનશાળા હતી, ત્યાં પહોંચ્યો. ઘોડાને રોક્યા, રાથની નીચે ઉતર્યો, ત્યારપછી બહુમૂલ્ય અને મહાઈ ઉપહાર લઈને જ્યાં અત્યંતર સભાભવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org