________________
તો ઝેરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ બાઈ ? જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે-બે દિવસ ઉપરના દહિંમાં જીવો હોય છેએટલે અમારે પૂછવું પડે છે.”
આ શબ્દો પુરુષથી સહન ન થયા. એકદમ રોષભેર આવ્યો.
બતાવો, બતાવો. ક્યાં છે એમાં જીવડા ?”
મુનિઓએ તુરત ઝોળીમાંથી અલકત ચૂર્ણ કાઢ્યું. થોડું દહીં ભોંય પર મૂકાવી આજુબાજુ ચૂર્ણ વેર્યું. તેના ઉપર દહીના રંગ જેવા સફેદ જંતુઓ ચડ્યા. અળતાના લાલ ચૂર્ણ પર ધોળા તે જંતુઓ સ્પષ્ટ જણાવા લાગ્યા. ઘરધણી જોઈ રહ્યો. વિચારસાગરમાં ડૂળ્યો.
“તમારા ગુરુ કોણ છે અને ક્યાં ઉતર્યા છે ?”
“ગુજરાતમાંથી અમારા ગુરુ આવ્યા છે. તેઓ મહેન્દ્રસૂરિના શિષ્ય શોભન મુનિ છે. ઋષભદેવ પ્રભુના મંદિર પાસેના ઉપાશ્રયમાં ઉતર્યા છે.” એમ કહી મુનિઓ ચાલ્યા ગયા.
ભોજન લઈ તે ઉપાશ્રયે ગયો. શોભન મુનિ સામે આવ્યા અને હર્ષથી બોલાવ્યો.
“વડિલબંધુ ધનપાળ !”
કહી એકદમ બન્ને ભાઈ ભેટી પડ્યા. મુનિએ પોતાની સ્થિતિ સંભારી આસન લીધું.
“પ્રભુ ! ખરેખર આપે મારો ઉદ્ધાર કર્યો. ક્રોધાવેશમાં આવી બાર વર્ષ સુધી મુનિઓને આ દેશમાં આવતા અટકાવ્યા તે પાપથી ક્યારે છુટીશ ?”