________________
૪૧
પોષાક પહેરી પાંચ, છ મિત્રો સાથે કામદેવના મંદિરે ગયો હતો. ત્યાં બારણામાં આસન જમાવી સાંજ સુધી દર્શન કરવા આવતી શહેરની સ્ત્રીઓમાં કંઈ તપાસતો બેસી રહ્યો. સાંજ પડી ગઈ એટલે વિયોગીનો પોષાક પહેરી કમલના પાંદડાની પથારી કરી ત્યાંજ રાત્રે પડી રહેવા નિશ્ચય કરી મિત્રોને કહેવા લાગ્યો કે ‘તમે જાઓ, હું આવવાનો નથી, આજની રાત્રી મારે અહીં જ ગાળવી છે. હું અહીં જ સૂઈ રહીશ.' એમ કહી બધાને ત્યાંથી પલાયન કર્યા.
ગમે તે કારણથી હો, પણ એકદમ મોડી રાત્રે આવ્યો ને સૈન્ય તૈયાર કર્યું. બધાએ ઘણુંએ વાર્યો પણ માને કોણ ‘કુમાર! આજ મુહૂર્ત નથી. કુમાર ! ઉભા રહો મારા સાથીઓને સાથે મોકલું ! કુમાર ! મહારાજા કુસુમશેખર આવે છે, જરા વાટ તો જુઓ.’ આમ બોલતાં તે તે હિતસ્વીની દરકાર રાખ્યા વિના બહાર નીકળ્યો. યુદ્ધ શરૂ કર્યું અને આ સ્થિતિએ પહોંચ્યો તે તો તમે જાણો જ છો.''
તે બોલતી બંધ પડી. રાત્રી પણ દુ:ખથી તારા રૂપી આંસુ ગાળીને ચાલી ગઈ. પ્રભાતનો અરૂણોદય થયો. સૂર્યના ઉદયની આગાહી જણાવા લાગી. થોડી વારે સૂર્ય ઉદય પામ્યો ને તેની બાલપ્રભા ફેલાવા લાગી તેમ તેમ શત્રુ સૈન્યના યોદ્ધાઓની મૂર્છા ગઈ.
એ કુમાર પણ જાગીને બડબડવા લાગ્યો- ‘વજાયુધ ! ગભરાઈશ નહીં. જવું હોય તો જા. તું અહીં શસ્ત્ર ચલાવે ત્યાં સુધી હું શસ્ત્ર ચલાવવાનો નથી. આ વિશ્વાસ રાખ.'
વાસનાબળથી એમ બોલતાં તેણે આંખ ઉઘાડી. આવી