________________
૧૪૪ એક દિવસે હું મહેલની અગાશીમાં સુતી હતી. મનોહર વાજીંત્રના અવાજથી જાગી ઉઠી. આંખ ઉઘાડીને જોયું તો દેવ વિમાન જેવા જિનમંદિરના એક ખુણામાં કેટલીક રૂપવતી રાજકન્યાની વચ્ચે મેં મને જોઈ. “અરે ! આ શું ?” એમ વિચાર કરતી એકદમ ઉઠી. ઢીલા થઈ ગયેલ ફૂલના ગુચ્છા બરોબર રાખ્યા. નાડી બરોબર કઠણ કરી લીધી. ખસી ગયેલ ઓઢણી ડાબે હાથે ઓઢી લીધી. ભય, હર્ષ, આશ્ચર્ય વગેરે ભાવોમાં ઘેરાઈ ગયેલી થોડીવાર સ્તબ્ધ બેસી રહી. મારું ઘર, મારી અગાશી, મારી સખીઓ, મારા નોકરો, એમાંનું કંઈ મેં ન જોયું. હું તો વિચારમાં પડી “સ્વપ્ન આવ્યું હશે ? કોઈ ઈદ્રજાળ બતાવતું હશે ?” આમ વિચાર કરતી ઉભી થઈ, ને બારણા પાસે આવી. એક બાજુએ ઉભી રહી ભય છોડી ધીરજ રાખી જોવા લાગી- તો માણેકના રંગમંડપમાં અનેક દિવ્ય સ્ત્રી-પુરૂષોનું ટોળું જોયું. ચારે તરફ જોવા લાગી. તે જ વખતે મનમાં કૌતુકનો અંકુર ફૂટ્યો, એટલે પાસે બેઠેલી એક આધેડ વયની બાઈને પુછ્યું
આર્યો ! આ કયું સ્થળ છે ? આ સુંદર પુરૂષો કોણ છે ? આ વચ્ચે બેઠેલા મહારાજાનું નામ શું ?”
આર્યા–“તું બીજા દેશમાંથી આવેલ જણાય છે. અહીંની હો તો આમ પુછે નહીં, સાંભળ, દક્ષિણ સમુદ્રની અંદરનો આ પંચશૈલદ્વીપ છે. આ જે પુરૂષો છે, તેઓ વૈતાઢ્ય પર્વત પર રહેનારા વિદ્યાધરો છે. આ વિચિત્રવીર્ય નામના ચક્રવર્તી તેઓના ઉપરી છે.”
તુરત એક છડીદાર આવી એ વિદ્યાધરપતિને વિજ્ઞપ્તિ કરી “દેવ ! જરા આ તરફ જુઓ. આ કુશળસ્થળના રાજા