________________
૧૯૫
એ સાંભળી શરમાતા શરમાતા તેણે જવાબ આપ્યોબંધુસુંદરી ! હું તને શું આપું ? તારે યોગ્ય મારી પાસે કંઈપણ દેવાનું નથી. પણ બીજી વસ્તુ આપવાથી શું? જા, મારે હાથે મેળવેલી પૃથ્વી તને આપી દઉં છું, પણ હાલ આપવાને હું અસમર્થ છું. અને જો તું પ્રીતિદાનની અર્થી હો તો, આ તારી પ્રિય સખી પાસે માગી લે, મારા પર તેનો જ સર્વાધિકાર છે, કારણ કે મારા મિત્ર તારકે સમુદ્રમાં મને મારા પરિવાર ને વૈભવ સહિત આને અર્પણ કર્યો છે, તેથી તેનો જ મારા પર સંપૂર્ણ અધિકાર છે.”
બમણા હર્ષથી બંધુસુંદરી બોલી-કુમાર ! મહાકૃપણની પેઠે ખોટે ખોટા ઉત્તર વાળીને મને શા માટે બોલતી અટકાવો છો ? ડરો મા, હું પૈસા ટકા માટે તમારા આગળ હાથ જોડતી નથી. પણ મારે તો કહેવાનું આ છે–એને મોતમાંથી બચાવતા આજ મારે કેટલી મહેનત પડી છે. તેનો વિચાર કરી “રામ વગેરે મહાપુરૂષોએ સેવેલો માર્ગ કુલાભિમાનીઓએ ન છોડવો જોઈએ' એમ સમજીને, “ત્રિભુવનમાં પણ દુર્લભ રૂપ અને સૌભાગ્યવતી કુલશીલ જાણ્યા વિના જ પ્રથમ વખતથી જ મને વરી ચુકી હતી. આ ખ્યાલમાં રાખી, સમુદ્રમાં પાછળ ને પાછળ પડવા વગેરેથી એના સ્નેહની કસોટી કરી લઈ, “મારા વિયોગે મરણાંત કરે પણ પોતાના ચારિત્રનું રક્ષણ કર્યું છે' એમ નિશ્ચય કરીને, આપે એવી રીતે વર્તવું જોઈએ કે ફરીથી આ દુ:ખી ન થાય.” એટલું કહી રડી પડી, ને કુમારના પગે માથું મૂકી દીધું.
ઓ બંધુસુંદરી ! ગમે તેવા નીચ માણસની પણ મેં પ્રાર્થના પાછી વાળી નથી, તો પછી તને હું નિરાશ શા માટે કરૂં ? તારા કહ્યા વિના જ મેં બધું નક્કી કરી લીધું છે. અને