________________
૨૬૩
મારા જ વિમાનમાં પથારી બનાવી. તેના પર તેને સુવાડી, મારો ખેસ ઓઢાડ્યો. પછી મારા સહાયક ચિત્રમાયને મેં કહ્યું
“મિત્ર ચિત્રમાય ! હું તો હવે ધારેલે સ્થલે જઈશ. શોક દૂર થાય તેવી વાતો કરી આ બાઈને આશ્વાસન આપવા તારે અહીં એક દિવસ રહેવું. જો ભાગ્યયોગથી આ કુમારીને સારું થઈ જશે તો હું હમણા જ એને સાજી કરીને પાછો આવું છું પછી આપણે મારી બાએ કહ્યા પ્રમાણે ગંધર્વદત્તાને મળીને અયોધ્યા જઈશું. ત્યાં જઈ કુમારનું ચિત્ર ચિત્રવાનું વચન આપ્યું છે, તે પાળીશું, અને બીજુ જે કાંઈ કરવાનું છે, તે તો હું મારી મેળે જ કરી લઈશ.
પણ જો કદાચ દૈવયોગે મને વિલંબ થઈ જાય તો, તરત જ પુરૂષ વેષનો ત્યાગ કરીને તમારે બીજા કોઈ એવા પ્રાણીનું રૂપ લઈ કોઈ ન સમજે તેવી રીતે પોતાનો બચાવ કરીને કુમારને ૨ધનૂપુર નગરે લઈ જવા. કારણ કે તેઓ ત્યાં જવાથી અમારૂં એક મોટું કામ સિદ્ધ થાય તેમ છે.''
એમ કહી એકદમ હું પેલા વિમાનના શિખર પર ચડી બેઠો. વિમાન આકાશમાર્ગે ઉડ્યું. એકશૂંગ-વૈતાઢ્ય પાસેની દિવ્યૌષધિથી ભરેલી અટવી તરફનો રસ્તો લીધો. વિમાનનો વેગ વધારી દીધો, ઉડતી ધ્વજાઓ બે હાથની જેમ વચ્ચે આવતાં વાદળાંઓ ખસેડતી હતી. એવો ઝપાટાબંધ ઉડ્યો જતો હતો તેથી નીચેનું કંઈપણ સ્પષ્ટ જોઈ શકતો નહિ. છેવટે દક્ષિણ ભારતના ઉત્તર કિનારા સુધી આવી પહોંચ્યો.
તેવામાં એકસ્ટ્રંગના શિખર પર એકદમ વિમાન થંભી ગયું. આશ્ચર્યમાં પડી જોવા લાગ્યો, તો ત્યાં એક તેજસ્વી પુરૂષ