________________
૨૮૪ અમારા જોવામાં આવ્યા છે.” એમ કહી ચિત્રમય વગેરે વિદ્યાધરોનું રૂપ લઈ દોડી આવતા હતા.
કેટલાક “અરે નિર્દય ! કેમ નાશી ગયો ! તારે માટે તિલકમંજરી કેટલી હેરાન થાય છે ? માલૂમ છે ?” આવો મલયસુંદરીનો સંદેશો આપવા આવેલી ચતુરિકાનું રૂપ બતાવતા હતા. આટલા પ્રયત્નોથી પણ જ્યારે હું ચલાયમાન ન થયો. એટલે ક્રોધથી જાણે ધમધમી ગયા હોય તેમ કડાકા કરવા લાગ્યા. મારી તરફ જાણે પહાડને દવ લાગ્યો હોય તેમ ભડભડ સળગતો દેખાડવા લાગ્યા. કાન ફૂટી જાય તેવું અટ્ટહાસ્ય કરવા લાગ્યા, ભૃકુટી ચડાવીને મોટામોટા સુભટોના રૂપમાં સામે આવી રણજંગ મચાવવા સિંહનાદ કરવા લાગ્યા.
આમ અનેક રીતે મને નાસીપાસ કરવા તેઓએ પ્રયત્નો કર્યા પણ હું ચલાયમાન થયો જ નહીં, અને મારું કામ કર્યું જ ગયો. એમને એમ છ માસ વીતી ગયા. ત્યારે થોડો જાપ બાકી હતો તેવામાં વિજળીના ચમકારા જેવો એકાએક પ્રકાશ આખા ભોંયરામાં ફેલાઈ ગયો. તેમાંથી એક દિવ્યાકૃતિ મારી સામે આવી, ને તેણે નીચે પ્રમાણે બોલવું શરૂ કર્યું.
મહાભાગ ! આઠે દિશા તરફ જુવો, તારા સત્વથી ખેંચાઈને પાતાળ સ્વર્ગમાંથી આવેલી પ્રજ્ઞપ્તિ-રોહિણી વગેરે આઠ વિદ્યાદેવીઓ તને પૂછે છે કે–“તમારા પર પ્રસન્ન થયેલી અમારે તમને શો વર આપવો ?”
મેં હાથ જોડી કહ્યું–“ભગવતી ! જગદ્વિભૂષણ મિત્રથી વિયોગ પડ્યો અને નિરંતર રાગિણી પ્રાણભૂત પ્રિયાએ કારણ વિના તો છે. મારે જગત્માં કંઈપણ ઈષ્ટ છે જ નહિ. તો