________________
૫. લગ્નમહોત્સવ
આ રીતે હાથી ઉપાડી ગયા પછીથી માંડી સમરકેતુએ પૂછેલી વિતાઠ્ય પર્વત પર બધી વાત કહી હરિ વાહન ચૂપ રહ્યો. બધા વિદ્યાધરો આશ્ચર્યચકિત થયા અને ઘણા જ ખુશી ખુશી થયા. માત્ર સમરકેતુ સિવાય.
તેણે કંઈ જોયું નહીં, કંઈ બોલ્યો નહીં, કંઈ સાંભળ્યું નહીં, કોઈને જવાબ આપ્યો નહિ. માત્ર છેતરાયો હોય, છળી ગયો હોય, ચોરાઈ ગયો હોય, ગભરાઈ ગયો હોય, તેમ ક્ષણવાર નિસાસા નાખવા લાગ્યો. મૂછ અનુભવવા લાગ્યો, ક્ષણવાર સ્વસ્થ થવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ કંઈ બોલ્યા ચાલ્યા વિના જ મૌન બેસી રહ્યો. તેની આ અવસ્થા જોઈ હરિવહન વિચારમાં પડ્યો.
ચોક્કસ આને જાતિસ્મરણ જ્ઞાન થયું જણાય છે, તેથી દેવલોકના સુખો યાદ આવવાથી દુ:ખનો માર્યો પોતાનું ભાન ભૂલી ગયો છે.”
એમ નિશ્ચય કરી તેના દુઃખે દુઃખી છતાં સ્વસ્થ જેવો થઈ મધ્યસ્થ બની, સુશબ્દોમાં સારી રીતે તેને કહ્યું
યુવરાજ ! સમરકેતુ ! તમારું આચરણ સામાન્ય માણસ જેવું કેમ ? અનર્થનું મૂળ અને શેત્રુંજની બાજી જેવા દેવલોકના સુખો હજી સંભારો છો ? એમાં શું સંભારો છો ? સંભારવા બેસીએ તો એક એક દિવસના બનાવો પણ સંભારીને થાકીએ. તો પછી અસંખ્ય વર્ષો સુધી દેવવિમાનમાં, ભરત વગેરે ક્ષેત્રોમાં, મેરૂ વગેરે પર્વતો પર, પદ્મ વગેરે કુંડોમાં, નંદન વગેરે ઉદ્યાનોમાં,