Book Title: Tilakmanjari Katha Saransh
Author(s): Ravikantvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 388
________________ ૩૦૫ તૈયાર થયો. આ કષ્ટમય, પ્રલયકાળના દિવસ જેવા બનાવો જોઈ શકવા અશક્ત હું પ્રથમથી જ મરણ પામવા આ સાર્વકામિક નામના પ્રભાત ભૃગુ પર ચડ્યો. ચડ્યો એવામાં તો રક્ષા માટે નીમેલા વિદ્યાધરોએ ઉપાડી આપના ચરણકમળમાં રજુ કર્યો.” ગંધર્વક હાર જોયા પછીની તિલકમંજરીની બધી હકીકત કહી. મને વિમાનવાસ યાદ આવ્યો. (જાતિસ્મરણ જ્ઞાન થયું) થોડીવાર મૂર્છા જેવું જણાયું. પણ તિલકમંજરીના હૃદય વલોવી નાખે તેવા સમાચાર એકાએક યાદ આવ્યા. બધો શણગાર ગંધર્વકને આપી દીધો. બીજું બધું કામ છોડી, ધોડો ધોડો' બોલતો એકદમ સિંહાસન પરથી ઉઠ્યો. ઘોડે સવાર થયો. વિદ્યાધર કુમારો અને સામંતો પોતપોતાના વાહનો પર સવાર થઈ મારી પાછળ પાછળ સાથે આવ્યા, છેવટે અમે અદૃષ્ટપાર સરોવરને કિનારે જીનાયતનવાળા બાગમાં પહોંચી ગયા. મંદિરમાં જઈ ભગવાન આદિ જિનને પ્રણામ કર્યા. પ્રિયંગસુંદરીના સ્નેહને લીધે રંગમંડપ વારંવાર જોયો. ફાટિક શિલામાં દિવ્યલિપિથી કોતરેલી પ્રશસ્તિ જોઈ તેમાં દેવલોકમાં અનુભવેલા વિલાસોને લગતાં દિવ્ય કવિઓએ રચેલાં સુભાષિતો પણ કદી કોઈએ નહીં વાંચેલા પણ મેં તે વખતે વાંચ્યા. મલયસુંદરીને મળી મારા આવ્યાના સમાચાર આપવા ગંધર્વકને મોકલ્યો. પરિવાર સાથે બગીચાની વચ્ચે ગયો. ત્યાં ઘણા ઝાડોના ઝુંડ વચ્ચે કેળના મંડપમાં રહેલલ, શોકગ્રસ્ત સખીઓથી વીંટા યેલા, માત્ર લાવણ્યની છટાથી જ જેના ગળી ગયેલા અવયવો જણાતા હતા. પરિજને વારંવાર કરેલા ઠંડકના પ્રયોગો અનુભવતા દૂરથી જ દેવી તિલકમંજરીને દીઠા.

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402