________________
૩૦૪ ચાલી, શરમથી મસ્તક નીચું રાખી મુખ પર પાલવનો છેડો ઢાંકી પોતાની નીચતા અને આપની ઉદારતા સંભારી સંભારી છુટે કંઠે ખુબ રૂદન કર્યું. કુલ વૃદ્ધાઓએ સમજાવી મોં ધોવડાવ્યું, પછી મલયસુંદરી મુકામ પર હાથ ઝાલી લઈ ગયા.
નીતિશે એ બહુ સમજાવ્યા છતાં તે દિવસે અન્ન લીધું જ નહીં, બીજે દિવસે વગડાઉ અન્નથી મલયસુંદરી સાથે પારણું કર્યું. પછી જરા હસી મલયસુંદરીને કહ્યું–“તમારી સાથે મારી ખરી મિત્રતા તો આજે જ એ પાત્રમાં એક જ જાતનું ભોજન લેવાથી થઈ છે” એમ કહી શરમદે ચહેરે થોડીવાર બેસી રહ્યા.
તે દિવસથી વનવાસ અંગીકાર કરી કમલિની પેઠે રાત્રિમાં પણ નિદ્રા લેતા નથી, સ્થળ કમળ પેઠે સ્થડિલમાં (સાફ ભોંયતળીએ) સુવે છે. ભિલડી પેઠે ફળ મૂળથી આહાર કરે છે. શિયાળાની રાત્રિ પેઠે હંમેશ શરીરે દુબળા થતા જાય છે. ઉનાળાના દિવસો પેઠે તાપ વડે કમળો પણ સુકવી નાખે છે. “પિતાશ્રીએ કુમારને શોધવા ચારે તરફ વિદ્યાધરો મોકલ્યા છે.” એવી આશામાં ને આશામાં માત્ર શરીર ધારી રાખ્યું છે.
કોઈક દિવસે જેના પર ઝાડોની ઝાડીનો છાયડો હંમેશ પથરાઈ રહે છે, તેવા એકશૃંગના ઝરણાઓવાળા સ્થળમાં, કોઈક દિવસે અદેપાર સરોવરને કાંઠે ફૂવારાવાળા માંડવામાં કમળની દાંડલીઓની પથારીમાં બેઠી, પરિજને તૈયાર કરેલા શિશિરોપચાર અનુભવતા પાંચ માસ તો વીત્યા. - સખીઓએ ભીંતો પર તિલક કરી દિવસોનો હિસાબ રાખ્યો હતો. તે ઉપરથી આજે છઠ્ઠા માસનો છેલ્લો દિવસ હોવાથી સહચરી લોક પણ શોક સહન ન કરી શકવાથી મરવા માટે