________________
૩૦૮
ગંગા વગેરે સરિતાઓમાં, પુષ્કર, ક્ષીરસાગર વગેરે સમુદ્રોમાં, નંદીશ્વર વગેરે દ્વિપોમાં, અને બીજા પણ રમ્ય રમ્ય સ્થળોમાં સેવકો સાથે સ્વતંત્રપણે માણેલા હાસ્ય, વિનોદ ને ગમ્મત વગેરેના સુખો તો કેવી રીતે સંભારી શકાય જ ? સ્વપ્ન જેવાં તે સુખો | સંભારવાથી પણ શું વળવાનું છે ? ઉલટું તેમાં તો નુકશાન છે-સંભારવાથી અવન સમયે કરમાયેલી ફૂલની માળા, ગળી ગયેલા ગાત્રો, સંકોચાતી ચક્ષુઓ, હુકમ કરવામાં ભૂલ થાપ, દેવપણાની હાની, ગર્ભમાં અવતરવાના ભાવિ દુઃખથી મુંજાતું મન, વિલાપ કરતો પરિજન, સ્વયંપ્રભા વગેરે પાસે રહેલી અપ્સરાઓનો આકંદ, વગેરે યાદ આવવાથી, કદી પણ ચલિત ન થયેલું અને ઈદ્રસભામાં દેવોએ હર્ષભેર વખાણેલું સત્વ ગુમાવવાનો વખત આવે છે. માટે ગઈ વાત ન સંભાર, ધીરજ રાખ. અને ચાલ સુરતમાં ઉપયોગી અને કરવા જેવું હોય તે કર, ઉઠ, ઘણા વખતથી ઉત્કંઠિત મલયસુંદરીને મળ. એ બે જન્મથી તારી પ્રણયની છે, જાતિસ્મરણ થયા પછી તો સંતપ્ત છે, વીંટી પહેર્યા પછી વારંવાર મુચ્છ પામે છે, અને વનવાસ થયા પછી હેરાન હેરાન થઈ ગયેલી બિચારી ક્ષણે ક્ષણે મરણથી પણ અત્યંત વેદના સહન કરે છે. અને શોકમાંને શોકમાં રહી છે.”
શરમથી અંગાવિપ સમરકેતુએ કહ્યું – “કુમાર ! મને શું કહો છો ? જો મને આશ્વાસન આપવું હોય તો મારા સમાચાર કહેવા તમારા કોઈ સેવકને મોકલો. પ્રિયંવદા પણે પણ મેં એને દુઃખી કરેલી હોવાથી શરમનો માર્યો મૂખ બતાવી શકું તેમ નથી.” આ વાતચીત ચાલતી હતી તેવામાં પ્રતિહારીએ અંદર આવી પ્રણામ કરી કહ્યું