Page #1
--------------------------------------------------------------------------
________________
કવિ ધનપાલ પ્રણીતા
તિલકમંજરી
G)
કથા સારાંશ
og
|
* પ્રેરક કે પ.પૂ. વેરાગ્યદેશના દક્ષ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મ.
Page #2
--------------------------------------------------------------------------
________________
__
પs
જ તિલકમંજરી કથા સારાંશ
અથવા સુકૃત સંયોગ
પરમહંત મહાકવિ શ્રી ધનપાળની “તિલકમંજરી' પરથી
તૈયાર કરનાર પ્રભુદાસ બેચરદાસ પારેખ
: પ્રેરક-માર્ગદર્શક : પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષસૂરિજી મ. પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ | વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
F
ઃ પુનઃ સંપાદક : પ. પૂ. મુનિરાજ શ્રી રવિકાંતવિજયજી મ.
: પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
s
Page #3
--------------------------------------------------------------------------
________________
: દિવ્યકૃપા : પ.પૂ.સિદ્ધાંતમહોદધિ આ. શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.
૫.પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્
| વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પ. પૂ. સમતાસાગર પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય
: શુભાશિષ : પ. પૂ. સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આ. શ્રીમદ્
| વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા.
: પ્રેરણા-આશિષ-માર્ગદર્શન : પ.પૂ.વૈરાગ્યદેશનાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.
પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દુકાન નં. ૫, બદ્રીકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ,
મરીન ડ્રાઈવ, ઈ રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. (૨) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
ચંદ્રકાન્ત સંઘવી, ૬/બી, અશોકા કોમ્પલેક્ષ, રેલ્વે ગરનાળા પાસે,
પાટણ - ઉત્તર ગુજરાત.
વીર સં. - ૨૫૩૩
વિક્રમ સંવત્ - ૨૦૬૩
(કિંમત : ૫૦-૦૦
કંમ્પોઝ-પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ : ભરત ગ્રાફિક્સ : ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧.
ફોન : (મો.) ૯૯૨૫૦ ૨૦૧૦૬, (૦૭૯) ૨૨૧૩૪૧૭૬,
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
પ્રભુ શાસનની શ્રાવક-પરંપરામાં પરમાઈના બિરુદથી નવાજાયેલા, ભક્તિરસથી હર્યાભર્યા એવા મહાકવિ શ્રી ધનપાળની અનુપમ કૃતિ એટલે જ તિલકમંજરી. તે વિસ્તૃત વર્ણનાત્મક કથાના સારરૂપ મકરંદ એટલે જ પ્રસ્તુત ગ્રંથ. પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે તૈયાર કરેલ આ કથા સારાંશ અપર નામ “સુકૃત સંયોગ' ને પ્રકાશિત કરતા અત્યંત હર્ષની અનુભૂતિ કરીએ છીએ. કવિવર ને કૃતિ બંનેનો વિશેષ પરિચય આગળના પૃષ્ઠોમાં પથરાયેલો છે. જિજ્ઞાસુ ત્યાં અચૂક દષ્ટિપાત કરે.
આજથી ૮૫ વર્ષ પૂર્વે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી પુષ્પ-૧૩ રૂપે પાટણથી તે બહાર પડેલ. આજે દર્શન દુર્લભ થતા તેના મુનર્મુદ્રણ પ્રસંગે પૂર્વ સંપાદક તથા પ્રકાશક પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરીએ છીએ.
પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની અભૂત સેવા-વૈયાવચ્ચ કરનારા મુનિરાજ શ્રી રવિકાંતવિજયજી મહારાજાએ પ્રસ્તુત પૂફના સંપદનનું કાર્ય કરી સુંદર શ્રુતભક્તિ બજાવી છે.
પૂજયપાદ પ્રેમ-ભુવનભાનુ સમુદાયહીર આ. ભ. શ્રી વૈરાગ્યદેશનાદક્ષ શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. ની પ્રેરણા ને માર્ગદર્શનથી આજ સુધીમાં કુલ ૩૫૦ જેટલા ગ્રંથરત્નોને નવજીવન આપવામાં અમે સફળ બન્યા છીએ. હજી પણ આ કાર્ય ચાલુ છે. શ્રુતદેવી ભગવતી અમને આ કાર્યમાં સહાયતા બક્ષે.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમાર જરીવાલા લલિતકુમાર કોઠારી પુંડરીકભાઈ શાહ
Page #5
--------------------------------------------------------------------------
________________
વિરાણાયક
..ભૂ.રિ. અ.નુ...મો..દ.. ભૂરિ
છે પ્રસ્તુત ગ્રંતરત્નના પ્રકાશનનો સંપૂર્ણ લાભ
પ. પૂ. પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના આ. શ્રી વિજયજગચંદ્રસૂરિજી મ. સા. તથા પૂ. પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિ તથા પૂ. પં. શ્રી ગુણસુંદરવિજયજી મ.સા.ના
સદુપદેશથી | શ્રી નીલકંઠવેલી છત
આરાધક મંડળ રાજાવાડી, ઘાટકોપર
તરફથી લેવામાં આવેલ છે. જેની ટ્રસ્ટ ભૂરિ-ભૂરિ અનુમોદના કરે છે.
(7) S
( શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Page #6
--------------------------------------------------------------------------
________________
॥ सूरिप्रेमाष्टकम् ॥ रचयिता -प. पू. पंन्यासः श्रीकल्याणबोधिविजयो गणिः
___ (वसन्ततिलका) श्रीदानसूरिवरशिष्यमतल्लिकाऽसौं, जैनेन्द्रशासनमहाकुशलौघकल्पः। सिद्धान्तवारिवरवारिनिधिर्महर्षिः, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥ कर्माख्यशास्त्रनिपुणो ह्यनुहीरसूरि-विश्वाद्भुतप्रवरसंयतगच्छकर्ता । मौनप्रकर्षपरिदिष्ट महाविदेहः, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥ चारित्रचन्दनसुगन्धिशरीरशाली, स्वाध्यायसंयमतपोऽप्रतिमैकमूर्तिः। मन्ये करालकलिकालजवीतरागः, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥ अत्यन्तनि:स्पृहमनःकृतदभ्ररागः, सन्तोषकेसरिविदीर्णविलोभनागः। कल्याणबोधिमचलं प्रतिजन्म दद्यात्, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात्॥ वैराग्यनीरजलधे ! निकटस्थसिद्धे !, संसारतारणतरी शमसौख्यशाली। लोकोत्तरास्वनितदर्शितसार्वकक्षः, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात् ॥ ऐदंयुगीनसमयेऽपि महाचरित्रः, कन्दर्पदर्पहरणः परिपूर्णशीलः । पापारपङ्कजलजं जलजं यथाऽहो !, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात्॥ भक्तेषु रञ्जितमना न बभूव सूरि-भक्तां तु नैव कृतवान् वनितैकभीरुः। शिष्याः कृता न च निजा विगतस्पृहेण, श्रीप्रेमसूरिरवताद्भवरागनागात्॥ मुग्धोऽस्मि ते गुणसमुद्रतलं यियासु-र्नाहं तव स्तुतिकृतेऽस्मि पटुप्रतिभः। नाऽहं भवत्पुनितपादरजोऽप्यरेऽस्मि, कल्याणबोधिफलदातृतरो ! नतोऽस्मि॥
Page #7
--------------------------------------------------------------------------
________________
॥ सूरिभुवनभान्वष्टकम् ॥ रचयिता - प. पू. पंन्यासः श्रीकल्याणबोधिविजयो गणिः
(वसन्ततिलका)
सज्ज्ञानदीप्तिजननैकसहस्त्रभानो !, सद्दर्शनोच्छ्रयविधौ परमाद्रिसानो ! दुष्कर्मभस्मकरणैकमनःकृशानो !, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥१ ॥ यो वर्द्धमानतपसामतिवर्द्धमान - भावेन भावरिपुभिः प्रतियुध्यमानः । कुच्छद्मलोभरहितो गलिताभिमानो, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥२॥ तेजः परं परमतेज इतो समस्ति, दुर्दृष्टिभिद् तदमिचंदनि चामिदष्टिः । भूताऽपि शैलमनसां नयनेऽश्रुवृष्टिः, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥३ ॥ तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! तुभ्यं नमो निबिडमोहतमोहभानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥४ ॥ शीलैर्महानसि गुरो ! गुरुताप्रकर्ष ! पापेष्वपि प्रकृतद्रष्टिपियूषवर्ष ! वृत्त्यैकपूतपरिशुद्धवचोविमर्श ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥५ ॥ कल्लोलकृद्वरकृपा भवतो विभाति, देदीप्यते लसदनर्घ्यगुणाकरोऽन्तः । गम्भीरताऽतिजलधे ! नयनिम्नगाधे ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥६॥ सीमानमत्र न गता न हि सा कलाऽस्ति, प्रक्रान्तदिक्सुगुणसौरभ भाग्गुरोऽसि दृष्टाश्च दोषरिपवो दशमीदशायां, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥७ ॥ त्वद्पादपद्मभ्रमरेण देव । श्रीहेमचन्द्रोक्तिकृता सदैव ।
भानो ! नुतोऽसि बत भावात् त्वत्संस्मृतेः साश्रुससम्भ्रमेण ॥८ ॥ इन्द्रवज्रा )
Page #8
--------------------------------------------------------------------------
________________
ગુરુ ગુણ અમૃત ઘુંટડા
જેઓ : સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ. ની સમકક્ષ બેકીંગની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવેલ હતા.
જેઓ : ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. જેઓ : પ. પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાનિધ્યમાં જીવનભર, રહેવા દ્વારા ‘આજીવન અંતેવાસી' બન્યા હતા. તેઓની અપ્રમત્તભાવે સેવા કરી અને તેઓના ‘પરમકૃપાપાત્ર' બન્યા હતા. જેઓ : વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા ‘વર્ધમાન તપોનિધિ'
બન્યા હતા.
જેઓ : ન્યાયદર્શનનો ઊંડો અભ્યાસ કરી ‘ન્યાયવિશારદ’ બન્યા હતા.
જેઓ : ન્યાય
વ્યાકરણ
કર્મગ્રંથો યોગગ્રંથો
આગમગ્રંથો
સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી ‘મહાવિદ્વાન્' બન્યા હતા. જેઓ : ષડ્દર્શનના સાંગોપાંગ ખેડાણથી ‘તર્કસમ્રાટ’ બન્યા હતા. જેઓ : ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા ‘આગમજ્ઞ’ બન્યા. જેઓ : વિદ્વાન - સંયમી - આચારસંપન્ન એવા અંદાજીત ૨૫૦ શિષ્યોના પરમતા૨ક ગુરુદેવ અને વિજયપ્રેમસૂરિ સમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા.
1
-
-
જેઓ : બેજોડ વિદ્વાન હોવાની સાથે ‘પરમગીતાર્થ' હતા.
:
જેઓ : અનેક અંજનશલાકાઓ પ્રતિષ્ઠાઓ છ'રી પાલિત સંઘો. ઉપધાનો - દીક્ષાઓ - ઊજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા ‘પરમ શાસનપ્રભાવક' બન્યા હતા.
-
જેઓ : શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્ય નીતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા.
જેઓ : પૂ. પ્રેમસૂરિના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી ‘યુવા શિબિર’ના ‘આદ્ય પ્રણેતા' હતા. જેઓ : પરમાત્માના ‘પરમ ભક્ત' હતા.
જેઓ : ચુસ્ત ‘આચાર સંપન્ન' હતા. જેઓ : નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા.
જેઓ : ૪૦ | ૪૦ વર્ષથી ચાલતા ‘દિવ્યદર્શન' પાક્ષિકના માધ્યમે શુદ્ધ સાત્વિક શાસ્ત્રશુદ્ધ મોક્ષૈકલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના ‘મહા ઉપકારક' બન્યા હતા.
Page #9
--------------------------------------------------------------------------
________________
જેઓ : શાસ્ત્રો અને શાસ્ત્રીય પદાર્થોના અર્થની રક્ષા માટે પૂરી તાકાતથી ઝઝૂમી શાસ્ત્રની રક્ષા કરવા દ્વારા ‘સિદ્ધાંત સંરક્ષક' બન્યા હતા. જેઓ : પ૨મતેજ યોગદૃષ્ટિ સમુચ્ચય યશોધર ચરિત્ર - અમીચંદની અમીદૃષ્ટિ - સીતાજીના પગલે પગલે જેવા તાત્વિક - સાત્વિક ૨૫૦ જેવા ગ્રંથોના સર્જન કરી ‘મહાન સાહિત્ય સર્જક’ બન્યા હતા. જેઓ : જ્ઞાનસ્થવીર હતા, વયસ્થવીર હતા, પર્યાયસ્થવિર હતા. જેઓ : જીવનભર સુધી અણિશુદ્ધ ‘સંયમના સાધક' હતા. જેઓ : વૈરાગ્યઝરતી વાણી દ્વારા અગણિત આત્માઓને સંસારના સુખથી વિમુખ કરીને મોક્ષાભિમુખ બનાવવા દ્વારા શ્રીસંઘના સાચા સફળ ધર્મોપદેશક - માર્ગદર્શક બન્યા હતા.
-
જેઓ : સેંકડો યુવાનોને દીક્ષિત કરી... ભણાવી ગણાવી, વિદ્વાન્ અને સંયમી બનાવવા દ્વારા ‘શ્રમણોના ભિષ્મપિતામહ' બન્યા હતા. જેઓ ઃ દીર્ઘદૃષ્ટિ વાપરી... શાસ્ત્રસાપેક્ષ રહી... સંઘમાં વર્ષોથી ચાલતા સંઘર્ષો
:
અને સંકલેશોનો અંત લાવવાના તનતોડ પ્રયત્નમાં પોતાનો સિંહફાળો આપવા દ્વારા ‘સંઘ એકતાના પ્રવર શિલ્પી' બન્યા હતા. જે સંઘ એકતાની ઠંડક અને મીઠાં ફળો આજે શ્રીસંઘ માણી રહ્યો છે. જેઓ : શાસ્ત્રીય સંગીત અને રાગ - રાગીણીઓના સૂક્ષ્મજ્ઞાન સાથે કોયલ જેવા મધુર કંઠના કુદરતી વરદાનના સ્વામી હોવાને કારણે બેજોડ ‘સંગીત અને સ્વરસમ્રાટ' હતા. તેમના મુખેથી ગવાતા સ્તવનો સજ્ઝાયો સાંભળી ભાવિકો ડોલી ઉઠતા.
જેઓશ્રીએ સંઘને ૨૫૦ જેવા વિદ્વાન અને સંયમી શિષ્યોની ભેટ ધરી ૨૫૦ જેવા સાત્વિક ગ્રંથોની ભેટ ધરી, ૪૦ | ૪૦ વર્ષ સુધી મૌલિક સાહિત્યના રસથાળ સમા ‘દિવ્યદર્શન' ની ભેટ ધરી. સંઘર્ષો મીટાવી શ્રીસંઘની એકતા કરી ૫૦ | ૫૦ વર્ષ સુધી ભારતભરમાં વિચરી શાસ્ત્રીય દેશનાની અમૃતધારા વરસાવી. સાચા અર્થમાં ‘શ્રી સંઘકૌશલ્યાધાર' બન્યા હતા.
એવા મહામહિમ ગચ્છાધિપતિ
પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી
મહારાજાના ચરણોમાં સાદર વંદના...
Page #10
--------------------------------------------------------------------------
________________
હા
સાદર સમર્પણ
જેઓશ્રી પરમાત્માના પરમ ઉપાસક હતાં. જેઓશ્રી પરમગુરુદેવના પરમ કૃપાપાત્ર હતાં. જેઓશ્રી શ્રમણોના ભિષ્મપિતામહ હતાં. જેઓશ્રી સંઘએકતાના પ્રખર શિલ્પી હતાં. જેઓશ્રી વૈરાગ્યદેશનામાં દક્ષ હતાં. જેઓશ્રી શિબિરોના આદ્યપ્રણેતા હતાં. જેઓશ્રી આચાર સંરક્ષક હતાં.
જેઓશ્રી અમારા કુટુમ્બના ઉપકારી હતાં.
એવા પરમ ગુરુદેવ ન્યાયવિશારદ, ગચ્છાધિપતિ
પૂ. આચાર્યભગવંત શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણકમલમાં પુનર્મુદ્રિત થતું આ બીજું પુષ્પ સાદર સમર્પિત કરું છું !
આસોવિદ-૫ બા મ.સા.ની પુણ્યતિથિએ સમાપ્ત કર્યું. તા. ૧૧-૧૦-૨૦૦૬, બુધવાર
ઈ.સ. ૨૦૦૬ કાંદિવલી ચાતુર્માસ
સંપાદક
પૂ. સૂર્ય-શિલ શિશુ મુનિરાજ શ્રી રવિકાંત વિ.
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રુતસમુદ્ધારક
શ્રુતસેવાના કાર્યમાં સદાના સાથીઓ
૧) ભાણબાઇ નાનજી ગડા, મુંબઇ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ. સા.ના ઉપદેશથી)
૨) નયનબાળા બાબુભાઇ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનિષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી)
૩) કેશરબેન રતનચંદ કોઠા૨ી હાલ. લલિતભાઇ (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી)
૪) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે)
૫) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઇ-૬.
(પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી)
૬) રતનબેન વેલજી ગાલા પિરવાર, મુલુંડ મુંબઇ. (પ્રેરકઃપૂ. મુનિશ્રી રત્નબોધિવિજયજી મ. સા.)
૭) શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી પાબલ, પુના (પ. પૂ. પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે ૫. પૂ. પંન્યાસ શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવર્યની પ્રેરણાથી)
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
૮) માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર,
પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજીના શિષ્ય મુનિશ્રી ભક્તિવર્ધનવિજયજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ. ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. : સુપુત્રો નવીનભાઇ, ચુનિલાલ, દીલીપ, હિતેશ. ૯) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ.
૧૦) શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. પ. પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ. સા.ની પ્રેરણાથી)
૧૧) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઇ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ. સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સ્. મ. સા.ની પ્રેરણાથી)
૧
૧૨) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૧૩) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઇ-૬.
(પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી)
૧૪) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઇ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી)
૧૫) શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ મુંબઇ, (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરીશ્વર મ. સા.ની પ્રેરણાથી)
૧૬) શ્રી શાંતાક્રુઝ શ્વેતા. મૂર્તિ, તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઇ, (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી)
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
૧૭) શ્રીદેવકરણ મૂળજીભાઈ જૈનદેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ.
(પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી
મ. સા.ની પ્રેરણાથી) ૧૮) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ.
(પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની
પ્રેરણાથી) ૧૯) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળ પારેખનો ખાંચો,
શાહપુર, અમદાવાદ.
(પ. પૂ. આચાર્યદેવ શ્રીરૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) ૨૦) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ,
ઘાટકોપર, (વેસ્ટ) મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી
મ. સા.ની પ્રેરણાથી) ૨૧) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ.
(પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.ની પ્રેરણાથી) ૨૨) શ્રી કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી, પિંડવાડા.
(સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના
સંયમની અનુમોદનાર્થે) ૨૩) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ.
(વૈરાગ્યદેશનાદ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૨૪) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ,
(પૂજ્ય મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) ૨૫) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ.
(પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદના પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી)
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
૨૬) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ.
(પૂ. ગણિવર્ય શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) ૨૭) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ.
શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી
રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) ૨૮) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ,
માટુંગા, મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી
મ. સા.ની પ્રેરણાથી) ૨૯) શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન)
(પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ. સા. તથા મુનિશ્રી
મહાબોધિવિ. મ. સા.ની પ્રેરણાથી) 30) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત.
(વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની
પ્રેરણાથી) ૩૧) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર
મુંબઇ-૪૦૦ ૦૦૬. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી
મ. સા.ની પ્રેરણાથી) ૩૨) શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ.
વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.
સા.ના સં-૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૩૩) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલા એપાર્ટમેન્ટ, અંધેરી
(ઈ), મુંબઈ. મુ. (મુનિશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી)
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
૩૪) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, અમદાવાદ. (પરમ પૂજ્ય મુનિરાજશ્રી
જૈનનગ૨,
સંયમબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી)
૩૫) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (૫.પૂ.આચાર્ય વિજય-હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ના ચાતુર્માસ નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી)
૩૬) શ્રી બાબુભાઇ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૨. (પ. પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૭) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી)
૩૮) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૯) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી)
૪૦) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભુવન, દાદર, મુંબઇ. (મુનિશ્રી અપરાજિતવિજયજી મ. સા.ની પ્રેરણાથી)
૪૧) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ, સંઘ, ગોરેગામ, મુંબઇ. (પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી)
૪૨) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત, (પ.પૂ. પ્ર. શ્રી રંજનશ્રીજી મ. સા. પ. પૂ. પ્ર. શ્રી ઇદ્રશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા., પૂ. પ્ર. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા સાધ્વીજી શ્રી સ્વંયપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી)
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
૪૩) શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ
ચેરીટીઝ, માટુંગા, મુંબઇ.
(પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી)
૪૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ,
૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઇ.) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી)
૪૫) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ. પ. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી)
૪૬) શ્રીકોઇમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઇમ્બતુર. ૪૭) શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (૫.
પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી.)
૪૮) શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઇ.
(પૂ.મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂજ્ય પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.નીપ્રેરણાથી)
૪૯) શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વેતામ્બરમૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઇ.
(પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી)
૫૦) શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
(પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની સંઘમાં
થયેલ ગણિ પદવીની અનુમોદનાર્થે) ૫૧) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ,
જૈનનગર, અમદાવાદ
(પૂજ્ય મુનિશ્રી સત્યસુંદર વિ.ની પ્રેરણાથી) પ૨) શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ મુંબઈ. (૫. પૂ.
વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની
પ્રેરણાથી) ૫૩) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ,
મુંબઈ (પ્રેરક-મુનિશ્રી સત્ત્વભૂષણવિજયજી મ.) ૫૧) શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ મુંબઈ. (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ
વિજયજી મ. સા.) ૫૫) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઇ,
(પ્રેરક પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી
હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.). પ૬) શ્રી વાડિલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ
(પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી
શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) ૫૭) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈનસંઘ. (પ્રેરક : ગણિવર્ય શ્રી
કલ્યાણબોધિ વિજયજી મ. સા.) ૫૮) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ.
(પ્રેરક - મુનિશ્રી રાજપાલવિજયજી તથા ૫. શ્રી
અક્ષયબોધિવિજયજી ગણિવર) પ૯) શ્રી સૂર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીના પાર્લા(ઈ), કૃષ્ણકુંજમાં થયેલ
ચોમાસાની આવકમાંથી.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
૬૦) શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.)
૬૧) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય)
-
૬૨) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ-કોલ્હાપુર (પ્રેરક- પૂ. મુનિશ્રી પ્રેમસુંદરવિજયજી મ.)
૬૩) શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક -૫. પૂ. પંન્યાસપ્રવર શ્રી પુન્યરત્નવિજયજી ગણિ)
૬૪) શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક- પૂ. પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ. પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય)
૬૫) ૐકારસૂરીશ્વરજી આરાધના ભુવન
સુરત (પ્રેરક- આ.ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.)
=
૬૬) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી)
૬૭) શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ-મુંબઇ (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી)
૬૮) શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક- પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.)
૬૯) શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી)
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
૭૦) શ્રી વિલેપાર્લા થે. મૂપૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ
(પ. પૂ. વૈરાગ્યદેશનાદ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી
મ. સા.ની પ્રેરણાથી) ૭૧) શ્રી નેનસી સોસાયટી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ.)
મુંબઈ. (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની
પ્રેરણાથી) ૭૨) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી
(ઇ.) મુંબઇ
(પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૩) શ્રી ધર્મવર્ધક હૈ. મૂ. પૂ. જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (ઇ.)
(પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યની
પ્રેરણાથી) ૭૪) શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી)
(પ્રેરક : પ.પૂ. મુ. શ્રી જિનેશરત્નવિજયજી મ.) ૭૫) શ્રી કેશરિયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજ.
(પ્રેરક : પ.પૂ. મુ. શ્રી મર્ચંદ્ર વિ. મ. તથા પ.પ્ર. શ્રી
હિરણ્યબોધિ વિ. મ.) ૭૬) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ
(પ્રેરક : પ.પૂ. મુ. શ્રી હેમદર્શનવિ. મ.) ૭૭) શ્રી દેવકીનગર જૈન સંઘ.
(પ્રેરક : પ.પ્ર. શ્રી નિપુણચંદ્રવિ. ગ.ના શિષ્ય મુ. શ્રી અનંતબોધિવિ.)
Page #20
--------------------------------------------------------------------------
________________
૧
' જ ) 0
૫
^ ) \
-
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથો ની સૂચિ પ્રત વિભાગ
અધ્યાત્મસાર સટીક (ગંભીરરિવ.) ૧૯ અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ
અનુયોગદ્વાર મૂળ અનુયોગદ્વાર (મલ્લ.હેમચંદ્રસૂરિ) અનંતનાથચરિત્રપૂજાટક (નેમિચંદ્રસૂરિ) અષ્ટસહસ્રી તાત્પર્ય વિવરણ આઞમીય સૂકતાવલ્યાદિ આચાર પ્રદીપ (રત્નશેખરસૂરિ) આચારાંગ દીપિકા
(અજિતદેવસૂરિ) આચારાંગદીપિકા ભાગ-૧
(જિનહંસસૂ.) આચારાંગદીપિકા ભાગ-૨
સટીક
૧૯
(જિનહંસસૂ.) આચારોપદેશાદિ (વિવિધકતૃક) આરંભસિદ્ધિ સવાર્તિક (વા.
હેમહંસગણિ)
આવશ્યકસૂત્ર સટીક ભા.-૧ (હારિ.)
આવશ્યકસૂત્ર સટીક ભા.-૨
(હારિ.)
આવશ્યકસૂત્ર સટીક ભા.-૩
(હારિ.) આવયકસૂત્ર સટીક ભા.-૪
(હારિ.) આવશ્યકસૂત્ર સટીક ભા.-૧ (મલય.)
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
આવશ્યકસૂત્ર સટીક ભા.-૨ (મલય.) આવશ્યકસૂત્ર સટીક ભા.-૩ (મલય.)
આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૧ (માણિક્યશેખરસૂરિ)
આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૨ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૩ ઓનિર્યુક્તિ સટીક (દ્રોણાચાર્યજી) ઈર્યાપથિકીષત્રિંશિકા, પ્રવ્રજ્યાવિધાનાદિ ૯ કુલક તથા
આભાણશતકમ્ ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ સટીક
(ચંદ્રસેનસૂ.)
ઉત્તરાધ્યયન સટીક ભા.-૧ (શાંતિ.)
ઉત્તરાધ્યયન સટીક ભા.-૨ (શાંતિ.)
ઉત્તરાધ્યયન સટીક ભા.-૩ (શાંતિ.)
ઉપદેશ સપ્તતિ (ક્ષેમરાજમુનિ) ઉપદેશ રત્નાકર
ઉપદેશપદ ભાગ-૧ (ટી. મુનિચંદ્રસૂરિ)
ઉપદેશપદ ભાગ-૨ (ટી. મુનિચંદ્રસૂરિ)
ઉપદેશ સપ્તતિકા (સોમધર્મગણિ)
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦
| પ૭.
૩૯
૪૩.
૪૪
૩૫ ઉપદેશમાળા-પુષ્પમાળા | | પ૬ જૈનકથાસંગ્રહ ભાગ-૫ (મલ હેમચંદ્રસૂ.)
(વિવિધકતૃક) ૩૬ ઉપદેશમાળા (ટી. સિદ્ધર્ષિગણી) જૈનકથાસંગ્રહ ભાગ-૬ ૩૭ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભાગ-૧ (વિવિધકતૃક) કથાકોષ (રાજશેખરસૂરિ)
૫૮ જૈન તત્ત્વસાર સટીક (સાનુ.) કર્મપ્રકૃતિ ભાષાંતર
ભા-૧ ૪૦ કલ્પસૂત્રાપ્રદીપિકા સટીક પ૯ જૈનધર્મભક્તિકંચનમાળા (સાનુ.) (સંઘવિજયગ.)
ભા.-૧ કલ્પસૂત્રાકૌમુદી સટીક ૬૦ જૈનધર્મભક્તિકંચનમાળા (સાનુ.) (શાંતિસાગરગણિ)
ભા.-૨ ગુરુગુણષત્રિંશષડવિંશિકા ૬૧ જૈન રામાયણ ગદ્ય (૨નશેખર)
દુર જંબુદ્વીપ સંગ્રહણી સટીક ચેતો દૂતમ્
૬૩ જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ભા.-૧ ચૈત્યવંદનકુલકવૃત્તિ
(ટી.શાંતિચંદ્રઉપા.) ૪૫ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચારભાષ્ય ૬૪ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ભા.-૨ સટીક)
(શાંતિચંદ્રઉપા.) ૪૬ ચૈત્યવંદન કુલકમ્
૬૫ જંબૂસ્વામિ ચારિત્ર ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્
(જયશેખરસૂરિ) ૪૮ ચન્દ્રકેવલી ચરિતમ્ (સિદ્ધર્ષિગણી)
ઠાણાંગ સટીક ભાગ-૧ ૪૯ જીવવિચાર, દંડક તથા
(અભયદેવસૂરિ) કાર્યસ્થિતિ સ્તોત્રાભિધાન ત્રણેય
૬૭ ઠાણાંગ સટીક ભાગ-૨ સટીક.
(અભયદેવસૂરિ) જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૧
૬૮ તત્ત્વજ્ઞાન તરંગિણી (મલય.)
(જ્ઞાનભૂષણ મ.) જીવાજીવાભિગમ સૂત્ર ભા.-૨
૬૯ તસ્વામૃત (સવિવેચન) (મલય.)
૭૦ તસ્વામૃત+ચેતો દૂત+જંબુદ્વીપ પર જૈનકથાસંગ્રહ ભાગ-૧
સમાસ (વિવિધતૃક)
૭૧ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર ૫૩ જૈ નકથાસંગ્રહ ભાગ-૨
પર્વ-૧ (વિવિધકતૃક)
ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર ૫૪ જૈનકથાસંગ્રહ ભાગ-૩ !
પર્વ-૨ (વિવિધકતૃક)
૭૩ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર ૫૫ જૈનકથાસંગ્રહ ભાગ-૪)
પર્વ ૩/૪ (વિવિધકતૃક)
४७
૭૨
Page #22
--------------------------------------------------------------------------
________________
૨
૧
૭૪ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર | (ટી. યશોદેવવિ.) પર્વ પ/૬
નવપદ પ્રકરણ લઘુવૃત્તિ ૭૫ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા.-૧ | (પૃ.દેવગુપ્તસૂ.) (પર્વ-૧)
નલાયનમ્ (માણિક્યદેવસૂરિ) ૭૬ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા. ૨ | ૯૬ નયોપદેશ સટીક (પર્વ-૨/૩)
નેમિનાથ મહાકાવ્ય ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચરિત્ર
(કીર્તિરાજ ઉપા.) ભાગ-૩ (પર્વ-૪/૫/૬). | ૯૮ નેમિનાથ ચરિત્ર ગદ્ય ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા.-૪| (ગુણવિજયગણિ) (પર્વ-૭)
| ૯૯ નંદિસૂત્ર (મૂળ) ૭૯ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા/૫ ૧૦૦ નંદિસૂત્ર સટીક રજી આવૃત્તિ (પર્વ-૮૯)
(મલય.) ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા.-૬ ૧૦૧ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક (પર્વ-૧૦)
(ટી. હારિભદ્રીય) દશવૈકાલિક સટીક (હારિભદ્રીય) | ૧૦૨ પન્નવણાસુત્ર સટીક ભા.-૧ ૮૨ દશવૈકાલિક દિપીકા (સમયસુંદર) (મલય.). ૮૩ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો
૧૦૩ પન્નવણાસૂત્ર સટીક ભા.-૨ (મહો. યશોવિ.)
(મલય.) ૮૪ દૃષ્ટાંતશતક (ભૂપેન્દ્રસૂરિ)
૧૦૮ પાર્શ્વનાથચરિત્ર (ઉદયવીરગણિ) ૮૫ ધાન્નિશત્કાવિંશિકા (સિદ્ધસેનીય)
૧૦૫ પાર્શ્વનાથચરિત્ર (ભાવેદેવસૂરિ) ૮૬ ધર્મબિંદુ સટીક (ટી.મુનિચંદ્રસૂરિ)
૧૦૬ પાંડવ ચરિત્ર ભાગ-૧ ૮૭ ધર્મપરીક્ષા (જિનમંડનગણી)
| (દેવપ્રભસૂરિ). ૮૮ ધર્મરત્નપ્રકરણ સટીક ભા.-૧
૧૦૭ પાંડવ ચરિત્ર ભાગ-૨ (ટી.દેવેન્દ્રસ્.)
(દેવપ્રભસૂરિ) ધર્મરત્નપ્રકરણ સટીક ભા.-૨
૧૦૮ પિંડેવિશુદ્ધિસટીક (ટી.દેવેન્દ્રસૂ.)
(શ્રીચંદ્રસૂરિ ટીકા) ધર્મસંગ્રહ સટીક ભાગ-૧
૧૦૯ પિંડવિશુદ્ધિસાનુવાદ (ઉપા. માનવિ.)
(ક.જિનવલ્લભગણી) ૯૧ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨
૧૧૦ પિંડનિર્યુક્તિ સટીક (મલયગિરિ) (ઉપા. માનવિ.)
૧૧૧ પંચવસ્તુ સટીક ૯૨ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧
૧૧૨ પૃથ્વીચંદ્ર ચરિત્ર (સત્યરાજગણિ) (ટી. યશોદેવવિ.)
૧૧૩ પ્રમાલક્ષણ ૯૩ નવપદ પ્રકરણ સટીક ભાગ-૨
૧૧૪ પ્રવ્રયાવિધાનકુલક સટીક
Page #23
--------------------------------------------------------------------------
________________
(વૃ.પ્રદ્યુમ્નસૂરિ)
(શુભવર્ધનગણિ) ૧૧૫ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) ૧૩૭ વર્ધમાનદેશના પદ્ય ૧૧૬ પ્રશ્નોત્તર પ્રદીપ (લક્ષ્મીવિજય) (ભાગ-૨ છાયા સાથે) ૧૧૭ પ્રશમરતિ સટીક
૧૩૮ વદારૂવૃત્તિ (વૃ. દેવેન્દ્રસૂરિ) ૧૧૮ પ્રજ્ઞાપના ઉપાંગ (હારિભદ્રીય) ૧૩૯ વાસુપૂજ્ય ચરિત્ર (વર્ધમાનસૂરિ) ૧૧૯ બંધહેતુદયત્રિભંગી પ્રકરણાદિ ૧૪૦ વસ્તુપાલ ચરિત્ર (જિનહર્ષગણિ) ૧૨૦ બૃહત્ સંગ્રહણી સટીક ૧૪૧ વિચાર રત્નાકર (મહો. કિર્તિવિ.) (ચંદ્રસૂરિ કર્તા.)
૧૪૨ વિચારસપ્તતિકા સટીક + ૧૨૧ બૃહત્ સંગ્રહણી સટીક
વિચારપંચાશિકા સટિક (મલયગિરિ)
૧૪૩ વિમલનાથ ચરિત્ર(જ્ઞાનસાગરજી) ૧૨૨ બૃહëત્રસમાસ સટીક ૧૪૪ વિશેષણવતીચંદન પ્રતિક્રમણ (મલયગિરિ)
અવચૂરી ૧૨૩ ભક્તામર સ્તોત્ર સટીક ૧૪૫ | વિશેષાવશ્યકભાષ્ય (ટી. ગુણાકરસૂરિ)
કોટ્યાચાર્યટીકા ભા./૧ ૧૨૪ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૪૬ વિશેષાવશ્યકભાષ્ય (અભયદેવસૂરિજી)
કોટ્યાચાર્યટીકા ભા./૨ ૧૨૫ ભગવતી સૂત્ર ભાગ-૨
૧૪૭ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ (અભયદેવસૂરિજી)
(રત્નશખરસૂરિ) ૧૨૬ ભગવતી સૂત્ર ભાગ-૩
૧૪૮ શત્રુંજય માહાભ્યમ્ (અભયદેવસૂરિજી)
(૫. હંસરત્ન વિ.) ૧૨૭ ભગવતી સૂત્ર સટીક ૧૪૯ શાલીભદ્ર ચરિત્ર (ધર્મકુમાર મ.) (દાનશેખરસૂરિજી)
૧૫૦ શાંતસુધારસ સટીક (ગંભીરવિ.) ૧૨૮ મલ્લિનાથ ચરિત્ર(વિનયચંદ્રસૂરિ.) | ૧૫૧ શાંતિનાથ ચરિત્ર (ભાવચંદ્રસૂરિ) ૧૨૯ મહાવીરચરિયું (ગુણચંદ્રગણિ) ૧૫ર શ્રાદ્ધગુણવિવરણ (જિનમંડનગણિ) ૧૩૦ માર્ગખાદ્વાર વિવરણ (પ્રેમસૂરિજી) | ૧૫૩ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ ૧૩૧ યશોધર ચરિત્ર (ગદ્ય)
(દેવેન્દ્રસૂરિજી) ૧૩૨ યુક્તિપ્રબોધ (મહો. મેઘવિજય) | ૧૫૪ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ ૧૩૩ રાજપ્રશ્નીય સટીક (મલયગિરિ) | (દેવેન્દ્રસૂરિજી) ૧૩૪ ઋષિભાષિત સૂત્ર
૧૫૫ શ્રેયાંસનાથ ચરિત્ર ૧૩પ લઘુશાંતિસ્તવ સટીક +સમવસરણ | ૧૫૬ શ્રાવકધર્મવિધિપ્રકરણ સ્તવ સાવ. + પ્રમાણપ્રકાશ
(હરિભદ્રસૂરિ) ૧૩૬ વર્ધમાનદેશના પદ્ય
૧૫૭ પપુરુષચરિત્ર (ક્ષેમકરગણિ) (ભા.-૧ છાયા સાથે)
૧૫૮ ષસ્થાનકપ્રકરણ સટીક
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૩ (કજિનેશ્વરસૂરિ)
(૫હર્ષકુલગણિ) ૧૫૯ સમવાયાંગ સટીક
| ૧૭૦ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ (અભયદેવસૂરિ)
(શીલાંકાચાર્ય) ૧૬૦ સભ્યત્વ સપ્તતિ
૧૭૧ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ (વૃ. સંઘતિલકાચાર્ય)
(શીલાંકાચાર્ય) ૧૬૧ સિદ્ધપ્રાભૃત સટીક(ચિરંતનાચાર્ય) ૧૭૨ સૂર્યપ્રજ્ઞમિ સટીક (મલયગિરિ) ૧૬૨ સિરિપયરણસંદોહ (પૂર્વાચાર્ય) | ૧૭૩ સંબોહસિત્તરિ સટીક ૧૬૩ સિરિપાસનાહચરિયું (દેવભદ્રસૂરિ) (કજિગલ્લેખરસૂરિ) ૧૬૪ સુપાસનાહ ચરિયું (લક્ષ્મણગણિ) | ૧૭૪ સ્તોત્રરત્નાકર (ક. પૂર્વાચાર્યો) ભાગ-૧
૧૭૫ સ્થૂલભદ્રસ્વામી ચરિત્ર ૧૬૫ સુપાસના ચરિયું (લક્ષ્મણગણિ) (જયાનંદસૂરિ) તથા નાભકરાજ ભાગ-૨
ચરિત્ર (મેરૂતુંગસૂરિ) ૧૬૬ સુબોધા સામાચારી (શ્રીચંદ્રસૂરિ) ૧૭૬ હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૬૭ સુવ્રતઋષિકથાનક +
(મલ્લ. હેમચંદ્રસૂરિ) સંગઠુમકંદલી
૧૭૭ હીરપ્રશ્નોત્તરાણિ ૧૬૮ સૂક્તમુક્તાવલી (પૂર્વાચાર્ય) ૧૬૯ સૂત્રકૃતાંગદીપિકા ભા.-૨
( પુસ્તક વિભાગો
અઢી દ્વીપના નક્શાની હકીગત ૯ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ અનેકાર્થ રત્નમંજૂષા
૧૦ આનંદ કાવ્ય મહોદધિ ભા.૩ અભિધાન ભુપત્તિ પ્રક્રિયા કોશ | ૧૧ આપણા જ્ઞાનમંદિરો ભા-૧
૧૨ આબૂ (ભાગ-૧)(જયંતવિજયજી) અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ | ૧૩ આબૂ(ભાગ-૨)(જયંતવિજયજી) ભા-૨(ચિંતામણિ ટીકાનું અકારાદિ ૧૪ આબૂ(ભાગ-૩)(જયંતવિજયજી) ક્રમે સંકલન)
૧૫ આબૂ (ભાગ-૪)(જયંતવિજયજી) અંગુલસિત્તરી સાર્થ તથા | ૧૬ આબૂ(ભાગ-)(જયંતવિજયજી) સ્વોપજ્ઞનમસ્કાર સ્તવસાર્થ ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ આગમસાર (દેવચંદ્રજી) ૧૮ ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) આચારોપદેશ અનુવાદ ૧૯ ઉપધાન વિધિ પ્રેરક વિધિ (ચારિત્રસુંદર)
૨૦ કુમારપાળ મહાકાવ્ય સટીક આઠ દૃષ્ટિની સજઝાય
(પ્રાકૃત યાશ્રય)
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
દ
૨૮
૩૨
૨૧ કર્મસિદ્ધિ (પ્રેમસૂરિજી) ૪૭ જૈન કથાનકોષ ભાગ-૭ ૨૨ કર્મગ્રંથ ટબાર્થ (દેવચંદ્રજી) ૪૮ જૈન કથાનકોષ ભાગ-૮ ૨૩ કલ્યાણ મંદિર-લઘુશાંતિસટીક ૪૯ જૈ નકુમારસંભવમહાકાવ્ય ૨૪ કાવ્યસંગ્રહ ભાગ-૧
(જયશેખરસૂરિ) ૨૫ કાવ્યસંગ્રહ ભાગ-૨
જૈનગોત્રસંગ્રહ ૨૬ કુમારવિહારશતકમ્
(પ્રાચીન જૈન ઇતિહાસ સહ) ૨૭ કુમારપાળ ચરિત્ર(પૂર્ણકળશગણિ) જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ
ગુરુ ગુણરત્નાકર કાવ્યમ્ પર જૈન તીર્થોનો ઈતિહાસ ૨૯ ગુરુ ગુણષત્રિશિકા દેવચંદ્રજી
જૈનધર્મવરસ્તોત્ર - ગોધૂલિકાર્થ - ૩૦ ગુર્નાવલી (મુનિસુંદરસૂરિ)
સભાચમત્કારેતિ કૃતિત્રિયતમ્ ૩૧ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ
જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ (માણિક્યસુંદરજી)
ભાગ-૧ ચતુર્થ કર્મગ્રંથ વિવેચન , પપ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૧ ૩૩ ચેઇયવંદણ મહાભાસ પ૬ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ (શાંતિસૂરિ મ.)
પ૭ જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાથે ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) | જંબુસ્વામી ચરિત્ર અનુ. ચૈિત્યવંદન ભાષ્ય સાનુવાદ
(જયશેખરસૂ.) ચૈત્યવંદન ચોવીસી તથા પ૯ જંબુદ્વીપ સમાસ (અનુવાદ) પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી ૬૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર (સવિવેચન) ચોવીશી વીશી સાર્થ
૬૧ તસ્વામૃત (અનુવાદ) ચંદ્રપ્રભસ્વામિ ચરિત્ર
૬ ૨ દમયંતી ચરિત્ર સાનુવાદ (દેવેન્દ્રસૂરિ મ.)
દશવૈકાલિક સૂત્ર જગદ્ગુરુ કાવ્યમ્
દાન પ્રકાશ (સાનુ.) (પદ્મસાગરગણિ)
(કનકકુશલગણિ) જિનવાણી
૬૫ દિગ્વિજય મહાકાવ્ય (તુલનાત્મકદર્શન વિચાર)
(મેઘવિજયજી) ૪૧ જીવસમાસ ટીકાનુવાદ
દેવચંદ્ર સ્તવનાવલિ જીવાનુશાસનમ્ સ્વોપજ્ઞ સટીક ૬૭ દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ જૈન કથાનકોષ ભાગ-૧
(ટી. મુનિચંદ્રસૂ.) (અનુવાદ)
૬૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભા-૧ ૪૪ જૈન કથાનકોષ ભાગ-૨
સવિવે. જૈન કથાનકોષ ભાગ-૩ ૬૯ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભા-૨ ૪૬ જૈન કથાનકોષ ભાગ-૪
સવિવે.
"
૬૩
૬૪
૪૨
૪૩
Page #26
--------------------------------------------------------------------------
________________
૭૦
૭૧
3 3 3
૭૨
૭૩
૭૪
૭૫
૭૬
૭૭
७८
૭૯
८०
૮૧
૮૫
૮૬
૮૨
૮૩
૮૪ પદ્યાવલી ભાગ-૧-૨
૮૭
८८
૮૯
૯૦
૨૫
દ્વિવર્ણ રત્નમાલા (પુણ્યરત્નસૂરિ) | ૯૩ ધર્મસર્વસ્વાધિકાર તથા કસ્તૂરીપ્રકરણ સાર્થ
નમસ્કાર મહામંત્ર (નિબંધ) નયચક્રસાર (દેવચંદ્રજી) નયમાર્ગદર્શક યાને
૯૧
૯૮૨
સાતનયનું સ્વરૂપ નયવાદ અને યુક્તિપ્રકાશ
નવસ્મરણ
(ઇંગ્લીશ સાર્થ સાનુવાદ) નવીન પૂજા સંગ્રહ નાયાધમ્મકહાઓ
ન્યાય પ્રકાશ
ન્યાયસિદ્ધાંત મુક્તાવલી (પ્રભાટીકા) ન્યાયસંગ્રહસટીક (વ્યાકરણ હેમહંસગ.)
પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧
પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨
(ચિદાનંદમુનિ)
પર્યન્ત આરાધના સૂત્ર (સોમચંદ્રસૂરિ)
પાઇયલચ્છી નામમાલા (ધનપાલકવિ)
પાર્શ્વનાથ ચરિત્ર(હેમવિમલણ)
પુષ્પમાળા (મૂળ અનુવાદ)
પુષ્પ પ્રકરણ
પ્રકરણપુષ્પમાલા (રત્નસિંહસૂરિ વિ.)
પ્રકરણ સંદોહ
પ્રકરણત્રયી સટીક (જીવવિચારાદિ)
૯૪
૯૫
૯૬
૯૭
પ્રશમરતિ પ્રકરણ-ભાવાનુવાદ પ્રતિક્રમણ હેતુ પ્રબંધચિંતામણી(હિન્દીભાષાંતર) પ્રમાણ પરિભાષા (ધર્મસૂરિજી) પ્રમેય રત્નકોષ (ચંદ્રપ્રભસૂરિ) ૧૦૦ પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર
૯૮
૯૯
પ્રકરણ દોહન
(પૂ. ભુવનભાનુસૂરિજી) પ્રકરણ સંગ્રહ સાનુ. (વૈરાગ્યશતકાદિ)
(સાવ.)
૧૦૧ પ્રાચીન કોણ શ્વેતાંબર કે દિગંબર
૧૦૨
પ્રાચીન સ્તવનો (૧૨૫, ૧૦૦
૩૦૦ ગાથાના સ્તવન - બાલાવબોધ સહ)
૧૦૩ પ્રાચીનશ્વેતાંબર અર્વાચીનદિગંબર ૧૦૪ પર્યુષણ પર્વાદિક પર્વોની કથાઓ ૧૦૫ ભક્તામર-કલ્યાણમંદિર-નમિઉણ
સ્તોત્રત્રયમ્ સટીકમ્ ભાનુચંદ્રગણિ ચરિત (સિદ્ધિચંદ્ર ઉપા.) ભુવનભાનુચરિત્ર સાનુ. (મહેન્દ્રહંસગણિ)
૧૦૬
૧૦૭
૧૦૮ ભોજપ્રબંધ ભાષાંતર
૧૦૯ મહો. શ્રી વીરવિજયજી મ. ચરિત્ર
૧૧૦ માનવ ધર્મ સંહિતા
(શાંતિવિજયજી) મુક્તિ માર્ગદર્શન યાને ધર્મ-પ્રાપ્તિના હેતુઓ
૧૧૧
૧૧૨ મુદ્રિત કુમુદચંદ્ર ૧૧૩ મુહપત્તી ચર્ચા ભાષાંતર ૧૧૪ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૧૧૫ મોહોન્મુલનમ્ વાદસ્થાનમ્
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬
(અજિતદેવસૂરિ)
૧૩૮ શ્રીમદ્ દેવચંદ્રજી કૃતિસંગ્રહ ૧૧૬ મોક્ષપદ સોપાન
૧૩૯ શ્રુતજ્ઞાન અમીધારા (૧૪ ગુણ. સ્વરૂપ)
૧૪૦ શતકનામા પંચમ કર્મગ્રંથ ૧૧૭ યોગદૃષ્ટિસમુચ્ચય
(ધીરુભાઈ). (અનુ. દેવવિજયગ.)
૧૪૧ ષત્રિંશિકા ચતુષ્કપ્રકરણ ભાષાંતર ૧૧૮ યોગદષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) | | ૧૪૨ ષષ્ઠીશતકમ્ સાનુવાદ (ધીરુ.)
૧૪૩ સભ્યત્વ કૌમુદી (ભાષાંતર) તથા ૧૧૯ યોગબિંદુ સટીક
આદિનાથ શકુનાવલી ૧૨૦ રયણસેહર નિવકહા સટીક ૧૪૪ સાધુમર્યાદાપટ્ટકસંગ્રહ ૧૨૧ રત્નાકર-અવતારિકા ગુ. અ. ૧૪૫ સામુદ્રિકશાસ્ત્ર ભાષાં.
ભા. ૧ (ધીરુભાઈ મહેતા) ૧૪૬ સામ્યશતક ૧૨૨ રત્નાકર-અવતારિકા ગુ. અ. ૧૪૭ સારસ્વત વ્યાકરણ સટીક ભા. ૨
૧૪૮ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ૧૨૩ રત્નાકર-અવતારિકા ગુ. અ. ૧૪૯ સિદ્ધાંતરનિકા વ્યાકરણ સટીક ભા. ૩
૧૫૦ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૧) ૧૨૪ રત્નશેખર રત્નવતી કથા ૧૫૧ સુભાષિત પદ્યરત્નાકર (ભાગ-૨) (પર્વતિથિ માહાભ્ય)
૧પર સુભાષિત પદ્યરત્નાકર (ભાગ-૩) ૧૨૫ ઋષભ પંચાશિકા ગ્રંથ
૧૫૩ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૪) ૧૨૬ લીલાવતી ગણિત
૧૫૪ સુમતિ ચરિત્ર સાનુ. ૧૨૭ વર્ધમાન ધાર્નાિશિકા સટીક
(હર્ષકુંજર ઉપા.) ૧૨૮ વિમળ મંત્રીનો રાસ
૧પપ સંક્રમકરણ (ભાગ-૧) (પં. લાવણ્યસમય)
(પ્રેમસૂરિજી) ૧૨૯ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ૧૫૬ સંક્રમકરણ (ભાગ-૨) ૧૩૦ વિચારસાર (દેવચંદ્રજી)
(પ્રેમસૂરિજી) ૧૩૧ વસ્તુપાલ ચરિત્ર ભાષાન્તર ૧૫૭ સંક્ષિપ્ત સમરાદિત્ય ચરિત્ર ૧૩૨ વિજયપ્રશસ્તિભાષ્ય
(પ્રદ્યુમ્નસૂરિ) (સેનસૂરિજી ચરિત્ર)
૧૫૮ સંસ્કૃત રૂપકોશ ૧૩૩ વિજયાનંદ અભ્યદયમ્ મહાકાવ્ય | ૧૫૯ સ્યાદ્વાદમુક્તાવલી તથા ૧૩૪ વિવિધ પ્રશ્નોત્તર ભા-૧-૨
ભાવસપ્તતિ કા ૧૩૫ વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ (વિવિધકર્તક) | ૧૬૦ હિંગુલપ્રકરણ સાથે ૧૩૬ શત્રુંજય મહાતીર્થોદ્ધાર (મૂળ) ૧૬૧ હીરસ્વાધ્યાય ભાગ-૧ (કક્કસૂરિ)
૧૬૨ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૧૩૭ શત્રુંજય તીર્થોદ્ધાર (અનુવાદ) ૧૬૩ હૈમધાતુપાઠ
Page #28
--------------------------------------------------------------------------
________________
................ ૨૫
પ્રકરણ સંકલના
- =પ્રકરણનું નામ પૃષ્ઠક પ્રકરણનું નામ પૃષ્ઠક ૧. આમુખ .............................. ૧ ૩. વિજય યાત્રા...................... ૫૯ ૨. શ્રી ધનપાળનો જીવન-પ્રવાહ.. ૪ | ૪. સુંદરી પ્રિયદર્શના................ ૩. શ્રી તિલકમંજરી ગ્રંથપરિચય . ૧૯ | ૫. જળમાર્ગે મુસાફરી. .......... ૪. શ્રી ધનપાળ કવિની
ચતુર્થ પરિચ્છેદ અન્ય કૃતિઓ
૧. દિવ્ય સંગીત . પ્રથમ પરિચછેદ
૨. હવે શું કરવું? .......... ૧. મહર્ષિ સમાગમ..
૩. નૂપૂર ઝંકાર... ૨. જ્વલનપ્રભ દેવ,
૪. રંગમાં ભંગ કે ને ચંદ્રાપહાર ..................
રંગમાં ઉમંગ ? ................. ૩. કસોટી.
૫. તિલકમંજરી ........................... ૪. બાલાસણ વીંટી ને
| ૬. મનોરથ માળા.................... વરપ્રદાન ...................... ૭. ઉત્કંઠિત હૃદયના ચાળા .......૯૯ ૫. પુત્ર જન્મ ................................ ૨૭ પંચમ પરિચ્છેદ દ્વિતીય પરિચ્છેદ
૧. કુમારનું હરણ ....... ...... ૧૦૩ ૧. કાંચી પર ઘેરો. ....... ૨. દુઃખીને દિલાસો
.............. ૧૦૮ ૨. લડાઈ .........
૩. મિત્રની શોધમાં................ ૩. શત્રુ કે મિત્ર ? ...........
૪. એ હરિવહન કોણ ? .......... ૪. સમરકેતુ અયોધ્યામાં ...........૪૩ | ૫. પત્તો લાગ્યો .. .................
... ૧૨૧ ૫. ગાઢ મૈત્રી .
૬. પ્રિયા-મિત્ર સમાગમ ...... તૃતીય પરિચ્છેદ
ષષ્ઠ પરિચ્છેદ ૧. મત્તકોકિલોદ્યાનમાં
૧. ભયભીત લલના .............. કાવ્યવિનોદ .....................૪૯ | ૨. પ્રત્યભિજ્ઞાન .................. ૨. મીઠી મશ્કરી.....................પપ | ૩. તાપસ કન્યા ...................
.........
(
)
-
-
જી
•... ૧૩૬
છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
૨૩૭
... ૨૬૧
પ્રકરણનું નામ પૃષ્ઠક પ્રકરણનું નામ પૃષ્ઠક સપ્ત પરિચ્છેદ
દશમ પરિચ્છેદ ૧. જિનયાત્રા મહોત્સવ ........ ૧૪૩] ૧. આશ્વાસન .
...................
૨ ૨૭ ૨. વિયોગી પિતા................. ૧૪૭, ૨. પ્રેમાકુર . ..................... ૨૩૩ ૩. શી મારી,
૩. તાંબૂલ પ્રદાન .................... ને એમની અવસ્થા ?........ ૧૫૫
૪. રથનુપુર ચક્રવાલનગરમાં ૪. ખલાસીની ચતુરાઈ,
પ્રવેશ............................. ૨૪૨
૫. અતિથ્ય ......................... ૨૪૭ ને દત્ય ......................... ૧૬૧ ૫. પ્રબળ પ્રેમબંધન............... ૧૬૭ એકાદશ પરિચ્છેદ
૧. ગંધર્વકનો ઉદ્ધાર .............. ૨૫૬ અષ્ટમ પરિચ્છેદ
૨. ધર્મ કરતાં ધાડ................ ૧. પરાધીન બિચારી કન્યા ..... ૧૭૨
૩. પરસ્પર શોધ . .................. ૨૬૮ ૨. ગળે ફાંસો. ...... ૧૭૯
૪. વિષમાવસ્થા ................... ૨૭૩ ૩. સખીની વ્હારે.................
૫. દિવ્ય વીંટી અને હાર ........ ૨૭૮ ૪. રમણીય રજની ..
દ્વાદશ પરિચ્છેદ ૫. ગાંધર્વ લગ્ન ..................
૧. અષ્ટાપદ પર્વતે ................ ૨૮૮ નવમ પરિચ્છેદ
૨. પૂર્વભવ ............. ૧. પણ તમે અહીં ક્યાંથી ?.... ૧૯૭] ૩. પૂર્વભવ (ચાલુ)................ ૨. પુનઃવિયોગ .................. ૨૦૨ | ૪. છેલ્લો દિવસ .................... ૩. મારા મા-બાપ ................ ૨૦૭, ૫. લગ્નમહોત્સવ................ ૩૦૮ ૪. કિંપાક ફળનો વિપાક......... ૨૧૨ |ઉપસંહાર ૫. પ્રિયનો કુશળપત્ર............. ૨૧૭ ૧. મેઘવાહન નૃપદિક્ષા .......... ૩૧૫ ૬. વેજ્યન્તી વિપ્લવ.......... ૨૨૩]
. ૧૮૪
છે
.......
છે
૨૮૩
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
I
૧. આમુખ
૭
"
(૧) વાચક મહાશય ! આ પુસ્તક આપના કરકમળમાં મૂકવાથી મને આનંદ થાય છે. આનંદ થાય છે એટલું જ નહિ પણ પરમાનંદ થાય છે. એ મારા હૃદયની વાત હું સ્પષ્ટપણે કહીશ જ. આનંદ થવાનું કારણ માત્ર એટલું જ કે “તિતીર્જુનૈદાવુડુપેનઽસ્મ સાગરમ્'' કવિકુલગુરુ તિતીğ: છે, ને હું તરાપાથી (અલ્પમતિથી) જેમ તેમ કરી સાગર તરી ગયો છું. તમે પણ આ પુસ્તકરૂપી તરાપાથી સાગર તરી શકો એવો પ્રસંગ મેં કેટલેક અંશે ઉપસ્થિત કર્યો છે.
(૨) બાણભટ્ટ અને તેના પુત્ર પુલિંદ્રે રચેલી કાદંબરી કથા (નોવેલ) સંસ્કૃતવાઙમયમાંના ગદ્યકાવ્યગ્રંથોમાં શિરોરત્ન તરીકે પ્રસિદ્ધ છે. એ તો તમને જાણ હશે. અને એ ગ્રંથ પણ જોયો હશે. કદાચ સંસ્કૃત ભાષાના અપરિચયને લીધે તે ગ્રંથ વાંચવાનું સુભાગ્ય આપને પ્રાપ્ત ન થયું હોય તો પણ મે૦ હિરલાલ છગનલાલ પંડ્યાએ કરેલી ભાષાંતર કે ગુજરાતી પ્રેસની સરળ કાદંબરી તો અવશ્ય વાંચ્યા હશે ? એ પણ કદાચ ન બન્યું હોય તો તેના પરથી તૈયાર કરેલું મહાશ્વેતા કાદંબરી નામનું નાટક ચોક્કસ જોયું હશે. બાણભટ્ટ તે બાણભટ્ટ જ. કાદંબરી રચીને કીર્તિ શરીર વડે તે ‘યાવન્દ્રન્દ્રતિવારી' જગતમાં જીવે છે.
(૩) તે લગભગ આજથી તેરસો વર્ષ પહેલાં શ્રીહર્ષ રાજાના દરબારને શોભાવતો હતો. મારી ધારણા પ્રમાણે સંસ્કૃત ભાષામાં આ શૈલીની (કાદંબરી જે શૈલીથી છે તે શૈલીથી) લખવાની પહેલ કરનાર
Page #31
--------------------------------------------------------------------------
________________
તેઓ જ છે. જો કે બીજી પણ વાસવદત્તા વગેરે ગદ્યકથાઓ છે. પણ “
વાછરું ના'' એ વાક્યમાંથી અતિશયોક્તિને માત્રા બાદ કરીએ તો પણ ઘણે અંશે તેમાં સત્યાંશ છે. એ તો કહેવું જ પડશે. જેમ પહેલ કરનાર તેઓ છે તેમ અંત લાવનાર પણ તેઓ જ છે. એટલે એમના પછી એવી જાતની કથા જ કોઈ લખી શક્યું નથી એમ વિદ્વાનોનો અભિપ્રાય છે. જો કે આમ કેટલેક અંશે બન્યું
(૪) કાદંબરીની સ્પર્ધા કરે અને કોઈ કોઈ ગુણોમાં તો તેના કરતાં પણ વધી જાય એવો ગ્રંથ બાણભટ્ટ પછી લગભગ ત્રણસો વર્ષ તૈયાર થયો છે. આ મારી વાત નવી લાગશે. કારણ માત્ર એટલું જ કે જેના સંબંધમાં હું કહેવાનો છું તે ગ્રંથનો હાલના ઘણા થોડા વિદ્વાનોને જ પરિચય હશે. તેમાં વળી તેના તરફ આદર બહુ થોડાને જ હશે કે નહિં હોય.
(૫) ભોજરાજના બાળમિત્ર કવિ ધનપાળે મિત્રરાજાની ખાસ માંગણીથી આ ગ્રંથ બનાવ્યો છે. તેનું નામ “તિલકમંજરી' છે. કાદંબરી કરતાં પ્રમાણમાં કંઈક મોટો છે. કવિ ધનપાળ જ્ઞાતે બ્રાહ્મણ અને જૈન છે. એમાં શી વાત છે ? શું લખ્યું છે? એ વાતનો જે વર્ગ તેના તરફ પૂજ્યભાવ ધરાવે છે. તેમાંના પણ પાંચ દશગણ્યાગાંઠ્યા જ જાણતા હશે. ન જાણી શકે તેનું કારણ છે-એ ગ્રંથ જો કે નિર્ણય સાગરમાં છપાયો છે છતાં એક પ્રત પરથી છાપેલ હોવાથી ઘણો ભાગ અશુદ્ધ છે. એટલે વાંચનારને સંબંધ બેસાડવો મુશ્કેલ પડે અને સંબંધ ન બેસે એટલે કંટાળો આવે એ સ્વાભાવિક
(૬) હું તેમાં અવગાહ કરી શક્યો તેનું કારણ મારે બતાવવું જ પડે. પ્રજ્ઞાચક્ષુ પંડિતજી સુખલાલભાઈએ પાટણમાં રહી તાડપત્રની કે બીજી અનેક પ્રતો ભંડારમાંથી કઢાવી એ પુસ્તક શુદ્ધ કરી હંમેશને
Page #32
--------------------------------------------------------------------------
________________
૩
માટે રસભંડાર લુંટવાનો રસ્તો સરળ કરી આપ્યો છે. કેટલાક પ્રાથમિક ભાગનો પંડિતજી ભગવાનદાસભાઈ પાસે વિદ્યાર્થી અવસ્થામાં અભ્યાસ કર્યો તેટલાથી જ કવિએ રસ ચખાડ્યો, લલચાવ્યો, આકર્યો, બરોબર આકર્ષ્યા, તાણ્યો, તણાયો, આઠ, દશવાર ઠેઠ તળીયા સુધી ડૂબ્યો. સંસ્કૃતમાં જ કેટલોક ભાગ સંક્ષેપરૂપે લખ્યો. ગુજરાતીમાં પણ એકવાર પુરેપુરી કથા લખી નાંખી. સંતોષ ન થયો. ફરી એકાદબેવાર વાંચ્યો. આ રતે અનેક વાર વિલોડન કરી જે થોડુંઘણું માખણ મેળવી શક્યો તે આપ સર્વેને પીરસ્યું છે. પછી ભાવે કે ન ભાવે. કેમકે આજ-કાલ અનેક પકવાન્ન આગળ આનો શો હિસાબ ? પરંતુ ભાવ-ભક્તિથી પીરસેલું સ્વાદિષ્ટ લાગે છે. રામને પણ ભીલડીના એઠાંયે બોર કેવા મીઠાં લાગ્યા હતા ?
(૭) જેઓ મૂળગ્રંથ વાંચી શકે તેવા છે તેઓ માટે મારો આ પ્રયત્ન જ નથી. પ્રયત્ન માત્ર જેઓ તદ્દન અપરિચિત છે, તેમને પરિચય આપવા અને જેઓ મૂળ ગ્રંથ વાંચવા અશક્ત છે તેમને તદ્દન ભૂખ્યા ન રાખવા માટે છે.
(૮) આ મૂળગ્રંથનું અક્ષરે અક્ષર ભાષાંતર નથી, પરંતુ વર્ણનભાગ છોડી દઈ કથાભાગનો સારાંશ કંઈક અર્થલક્ષી ભાષાંતરની પદ્ધતિએ આપ્યો છે. તેમાં પણ મહાકવિની છટાની છાયા આવવી ઘણી મુશ્કેલ છે, તો પછી તેની જીજ્ઞાસા શાંત કરવાનું તો બનેજ કેમ ? જેને આ લખાણ નિરસ લાગે તે, દોષ કહો કે અશક્તિ કહો, તે મારાં જ છે, તે ભાગ મૂળગ્રંથમાં જોશો તો ઓર ચમત્કારી લાગશે. શી ભાષા ! શી એ રચનાશક્તિ !! શો અસ્ખલિત રસપ્રવાહ !!! મારી ભાષામાં નથી પ્રસાદ, નથી ઓજ, નથી સમાધિ, નથી પરિપાક કે નથી વ્યુત્પત્તિશીાલીનતા. તેને લીધેય ઘણી ખાડીઓ જણાશે. તો પણ બન્યું તેટલું કર્યું છે. શુભે યજ્ઞાશત્તિ પ્રતિતવ્યમ્.
(૯) જો કે મૂળગ્રંથ સળંગ છે. તો પણ હાલના વાંચકોની
Page #33
--------------------------------------------------------------------------
________________
૪
સગવડ ખાતર બાર પરિચ્છેદ અને દરેક પરિચ્છેદમાં ચાર પાંચ અનંતર પ્રકરણો પાડવામાં આવ્યા છે. મૂળગ્રંથમાં પ્રસ્તાવના અને પ્રસંગે પ્રસંગે મૂકેલા બીજા મળીને લગભગ સોએક શ્લોકો છે. તેમાંના કોઈ કોઈ આમાં લીધા છે, કેટલાકનું પદ્યમાં જ ભાષાંતર આપવાનું ચાપલુ કર્યું છે. અને કેટલાકના માત્ર ભાવાર્થ મૂકેલા છે. ભાષાંતર જેમ બને તેમ સરળ રાખવા પ્રયત્ન કર્યો છે. એકાદ બે સ્થળે જ શ્લિષ્ટ ભાગ દુર્બોધ છે તે સ્થળે ખાસ ટીપ્પણ કર્યું છે.
લિ. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
Page #34
--------------------------------------------------------------------------
________________
II
કવિ શ્રી ધનપાળનો જીવન પ્રવાહ =
૭
મધ્યદેશામાં સાંકાશ્ય નામે કસ્બામાં દેવર્ષિ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો જ રાજમાન્ય વિદ્વાન હતો. રાજાઓ પાસેથી વિદ્વત્તાને લીધે ઈનામમાં ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું. તેને સર્વદેવ નામે વિદ્વાન પુત્ર હતો. સર્વદેવને ધનપાળ અને અશોભન એ બે પુત્રો અને સુંદરી નામે પુત્રી હતી. આ કુટુંબ સિંધુરાજના વખતમાં ધારાનગરીમાં આવ્યું હશે એમ જણાય છે. ધનપાળની પત્નીનું નામ ધનશ્રી હતું. ધનપાળ સારામાં સારો વિદ્વાન અને કવિ હતો. તેણે પોતાની કવિતાઓથી શ્રીમુંજને મંત્રમુગ્ધ બનાવી દીધો હતો. મુંજરાજ પણ કાવ્યરસિક હતો એ તો પ્રસિદ્ધ છે. શ્રીમુંજે ધનપાળને પુત્ર તરીકે રાખ્યો હતો, અને તેને પોતાના ખોળામાં બેસાડતા હતા. જ્યારે ધનપાળ સભામાં આવે ત્યારે તેને “સરસ્વતી” કહી સંબોધતા
૧. શારીર્વિનન્મા9િ7મધ્યશપ્રાશમાંalણ્યનવેશન્સ
अलब्धदेवर्षिरितिप्रसिद्धिं यो दानवर्णित्वविभूषितोऽपि ॥१॥ तिलकमञ्जरी ૨. ...........fપતા વૈઃ પુખ્યવાનભૂત ૨૮ /
राजपूज्यस्ततो लक्षैर्दानं प्रापदसौ सदा । प्रभावकचरिते महेन्द्रसूरि-प्रबन्धे 3. ' शास्त्रेष्वधीती कुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः।
तस्यात्मजन्म समभून्महात्मा देवः स्वयंभूरिव सर्वदेवः ॥५२॥ ति०म० ૪. માશ્રીઘનપાનારો, દ્રિતીયઃ શમન: પુન: I?? I wo૫૦yo ५. कज्जे कणिद्वबहिणीए सुंदरी नामधिज्जाए ॥ पाइअलच्छीनाममाला ६. तथा श्रीमुञ्जराजस्य प्रतिपन्नसुतोऽपि भवान्।
श्रीमुञ्जस्य महीभर्तुः प्रतिपन्नसुतो भवान् ॥ प्र०म०प्र० ७. पुरा ज्यायान् महाराजस्त्वामुत्सङ्गोपवेशितम्। ८. श्रीमुञ्जेन 'सरस्वती' ति सदसि क्षोणीभृता व्याहृतः॥५२॥ ति०म०
Page #35
--------------------------------------------------------------------------
________________
હતા. આવી અપૂર્વ વિદ્વત્તાને બળે “શ્રીકુર્ચાલસરસ્વતી” એવું વિરૂદ પણ આપ્યું હતું. ધનપાળ કવિ હતો તેમજ વેદોપનિષદ્ સ્મૃતિ, ઈતિહાસ વગેરે શાસ્ત્રોનો પણ પ્રખર પંડિત હતો અને ચુસ્ત વેદાનુયાયિ
બ્રાહ્મણ હતો. શ્રીમુંજનો રાજ્યકાળ ઈ.સ. ૯૭૫ થી ૧૦૨૨ સુધી હતો, એટલે વિક્રમ સવંત ૧૦૩૧ થી ૧૦૭૮ સુધી. એટલે સવંત ૧૧૧૦૧૮ના માહ સુદ ૩ ને રવિવારે શ્રી ભોજનો રાજ્યાભિષેક થયો. ૧૦૨૯માં માલવરાજે તૈલિષની રાજધાની મનખેડ પર ધાડ પાડેલી. તે વખતે ધનપાળે પોતાની બેન સુંદરી માટે પાઈઅલચ્છી નામમાળા બનાવી એવું કવિ સ્વયં લખે છે. મનખેડ પર ધાડ લઈ જનાર મહારાજ સિંધુરાજ હોવા જોઈએ. ભોજ આ સિંધુરાજનો પુત્ર હતો. પણ તે નાનો હોવાથી તેનો કાકો-સિંધુરાજનો અગ્રજ શ્રીમુંજ રાજ્ય કરતો હતો. એટલે મનખેડ પર ધાડ લઈ જનાર સિંધુરાજ એમ સાબિત થાય છે. તે વખતે ધનપાળે વિદ્યાભ્યાસ કરી તૈયાર થયો હશે, ને યુવાવસ્થામાં આવતો હશે. તેનો રાજ્યસભામાં પરિચય પાઈઅલચ્છી બનાવ્યા પછી બે વરસ પર ગાદી પર આવનાર મુંજરાજના સમયથી શરૂ થયો અને ભોજના વખતમાં પૂર્ણ કળાએ પહોંચ્યો. ભોજની બાલ્યાવસ્થામાં કવિ તેનો મિત્ર હતો. એટલે ધનપાળનો સત્તાસમય ૧૧મા સૈકાના પ્રથમ પાદથી લઈ ઠેઠ ચોથા પાદ સુધી જણાય છે. એટલે તે દીર્ધાયુ હતો અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરી મરણ પામ્યો હોય એમ અનુમાન થાય છે. ભોજની રાજસભાનો ८. महेति बिरुदं तेस्तु 'श्रीकूर्चालसरस्वती'॥ प्र०म०प्र० १०. सांकास्यस्थानसंकाशा वयं वर्णेषु वर्णिताः चतुर्वेदविदः साङ्गपारायणभृतः सदा
तत्पूर्वजानिह स्वीयान् पुत्रो भूत्वा प्रपातये ? ॥ प्रभा० महेन्द्र० प्रबन्धे ॥ ૧૧. તિલકમંજરીની પ્રસડાવના ૧૨. સંવત્ ૧૦૧૮ માં ભોજ ગાદીએ આવ્યો. (પ્રાણલાલ ટી. મુનશી) १3. विक्कमकालस्स गए अउणर्त्तसुत्तरे सहस्सम्मि
मालवनरिंदधाडीए लूडिए मन्नखेडम्मि ॥
Page #36
--------------------------------------------------------------------------
________________
માન્ય પંડિત અને કવિ આ ધનપાળ જ હતો. બીજા અનેક કવિઓ તેની સભામાં હતા પણ તે દરેકનો પ્રમુખ આ હતો.
એક વખતે ધનપાળ રાજસભામાંથી ઘેર આવ્યો. ત્યારે તેના પિતા સર્વદેવ કંઈ ઉદાસ હતા. કોઈ મહાસંકટમાં આવી પડ્યા હોય તેવી તેની સ્થિતિ હતી. આ જોઈ ધનપાળે પુછ્યું-કારણ કે પિતાના મનનું સમાધાન કરવાની પહેલી ફરજ મોટાને સામર્થ્યશાળી પુત્ર તરીકે ધનપાળની જ હતી.
પીતાશ્રી ! આપ કેમ ઉદાસી ?'
“મારે માટે એક મુશ્કેલી ઉભી થઈ છે. જેનો નિકાલ મારું મન કરી શકતું નથી અને મુંજાય છે.''
“એવું શું છે ?”
“મારે મારું વચન પાળવાનું છે. પ્રણ ન પાળવામાં યે કલંક છે. પાળવામાંયે કલંક જેવું છે.''
“વચન કોને આપ્યું છે ?”’
“જૈનાચાર્ય મહેન્દ્રસૂરિને’
“તેમની સાથે આપને શો પ્રસંગ પડ્યો ?''
“ખાસ કુટુંબની ઉન્નતિ માટે જરૂરી કામ હતું, જે તેઓથી થઈ શકે તેમ હતું.”
“શું ?''
‘તું જાણે છે કે આપણા વડવાઓ રાજ્ય માન્ય હતા. અને તેઓને દરેક પ્રસંગે લાખ લાખ સોનૈયા ઈનામ મળતુ હતું. તેથી તેઓની સંપતિ અગાધ હતી. પણ તેઓએ ક્યાં દાટી છે તેનો પત્તો
Page #37
--------------------------------------------------------------------------
________________
નહીં હતો. એ પત્તો એ સૂરીશ્વરે આપ્યો છે અને ભોંયમાંથી ચોરાશી લાખ સોનૈયા મળી આવ્યા છે. અને તેથી આપણી સંપત્તિ વધી છે. તે ભોગવવાનું ભાગ્ય તમારું જ છે. અને આ રીતે આપણા કુટુંબ પર એ મહાત્માએ મોટો ઉપકાર કર્યો છે.”
હા, એ હું જાણું છું.” “હા, તો પછી...” “તો પછી શું ?”
“તો પછી બદલા ખાતર તેણે આપણે આપેલું વચન પાળવું જોઈએ.”
“અલબત્ત, શું વચન આપ્યું છે.” “સંપત્તિનો અધ ભાગ આપવાનું.”
તે આપવો જોઈએ, તેમાં આટલી બધી ચિંતા શી ? મળ્યું તો આપવું છે ને ?”
એ જ મુશ્કેલી છે. તેઓ ધનના સ્પૃહાળુ નથી જ. ધનને અડકતા પણ નથી. કાંઈયે માંગતા નહોતા. પણ મેં જ બહુ આગ્રહ કરી પેટ ચોળી શૂળ પેદા કર્યું છે. હવે તે અસહ્ય થયું છે.”
તેઓ શું માગે છે ?”
“બે પુત્રમાંથી એક પુત્રરૂપ અરધી સંપત્તિ. તું મારો આજ્ઞાધીન પુત્ર છો. પણ પ્રેમ આડે આવે છે.”
શું એવા વચન અપાતા હશે ? અને પળાતા હશે ? કોઈ પોતાના પુત્ર આપી દે ? તે લોકો લુચ્ચા જણાય છે. આ રીતે છેતરીને પારકા છોકરા ઉઠાવવા માગે છે.”
“બસ, બેટા ! આ જ સંકટ છે.”
Page #38
--------------------------------------------------------------------------
________________
તમારું ફરી ગયું છે. સ્પર્શને પણ અયોગ્ય તેમની પાસે જઈ કુળનું નામ બોળવું છે ? આપણા ચતુર્વેદવેદી વડવાઓ દરેક કરતાં ચૂસ્ત ગણાય છે. વિદ્વત્તા અને અનુષ્ઠાનોને લીધે સાંકાશ્યમાં કેટલા પવિત્ર ગણાય છે ? તે તમે નથી જાણતા? તુચ્છ સંપત્તિ ખાતર આ અકાર્ય?
“પણ હવે શું કરવું ?”
“જવા દો એ વાત, મારાથી એમાંનું કાંઈ બનનાર નથી. ભોજરાજાનો બાળમિત્ર, મારી પ્રતિષ્ઠા, ચૂસ્ત વૈદિક રાજા ભોજનો આશ્રય આ બધાનો વિચાર મારે કરવો જોઈએ. તમારા એક ખાતર પિતૃઓને નરકમાં પાડવા ? તમને ફાવે તેમ કરો. હું એ કંઈ સાંભળવા માગતો નથી.'
ધનપાળ પોતાને કામે બહાર ચાલ્યો ગયો. તેવામાં નાનો શોભન આવ્યો.
“પિતાજી ! કેમ આમ ?” કંઈ નહીં, બેટા !”
“નહીં નહીં, આપ જે હોય તે જણાવો. હું આપને આ રીતે ઉદાસ જોઈ શકતો નથી.”
“હા, એ વાત તો ખરી છે. મોટા ભાઈ પણ અગાઉ કદી આ રીતે જોઈ શકતા નહીં.”
શું મોટા ભાઈએ આપનું અપમાન કર્યું ?” “હવે એતો કંઈ નહિ. રાજ્યમાન્ય છે.”
તો પછી ઉદાસીનતાનું કારણ શું ?” “નકામું કહેવાથી શું ?”
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૦
‘શા માટે નહીં ? હું આપ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું. હું એટલો બધો વિદ્વાન કે ડાહ્યો નથી. એટલે આપ કહો તે જ કરવું એવો મારો નિશ્ચય છે. આપની આજ્ઞા થતાં માત્ર હિતાહિત, લાભ હાની કે સુખ-દુઃખનો વિચાર કરવાનો જ નથી. ‘ગુરુનનવનમેવ પ્રમાળમ્'' આ જ મારું સૂત્ર છે. બીજો બધો વિવેક મોટા ભાઈને સોંપ્યો. તેથી કોઈપણ જાતની શંકા રાખ્યા વિના ખુશીથી જણાવો.''
“બેટા મારું વચન પાળવાનું છે.”
“શું ?''
ધનપાળને કહ્યું હતું તે કહી સંભળાવ્યું.
અહો ? એમાં શી બાબત છે ? ત્યાં જવું મને બહુ ગમે છે. આ જગતના પ્રપંચમય જીવનમાંથી છુટી નિરવધી આનંદ ભોગવીશ.’’
“બસ, બેટા ! બસ.' એમ કહી સર્વદેવે શોભનને બાથમાં લીધો અને ચૂંબન લીધું.
સ્નાન ભોજનાદિ નિત્યકર્મથી પરવારી આપ ખુશીથી મને ગુરુને સોંપો, પણ હાલ તુરત આપ આનંદથી ભોજન કરો.''
શોભને મહેન્દ્રસૂરિ પાસે પ્રવ્રજ્યા લીધી. ધનપાળે આવેશમાં આવી જઈ ભોજરાજ દ્વારા એ બંદોબસ્ત કરાવ્યો કે ધારામાં કોઈપણ શ્વેતામ્બર મુનિ આવી જ ન શકે.
૩
એક વખત ધનપાળ શહેર બહાર ફરવા ગયો હતો. તેવામાં રસ્તામાં ઝાડ તળે ત્રણ માણસોને બેઠેલા જોયા. તેઓનો વેષ ધનપાળને અરુચિકર લાગ્યો. પાસે ગયો. તેમાં એક મુખ્ય તરીકે જણાતી વ્યક્તિને મશ્કરીમાં પૂછ્યું
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૧ દ્ધિમત્ત ! મા ! નમસ્તે !'' (ગર્દભ જેવા દાંતવાળા ભગવાન તમને નમસ્કાર) તે વ્યક્તિનો એક આગલો દાંત બહાર દેખાતો હતો. તેથી આવી મશ્કરી કરી. સામે જ જવાબ મળ્યો
“પિવૃષUTIી ! વી ! સુવું તે ?' (વાંદરાના પુરુષચિહ્ન જેવા લાલ મુખવાળા મિત્ર ! તમને આનંદ છે ને?” ધનપાળના મુખમાં તાંબૂલ હતું તેથી તે લાલ હતું.
ધનપાળ નિરુત્તર થયો. વિસ્મય પામ્યો. તેના હૃદયમાં આંચકો આવ્યો. “કોઈ વિદ્વાન જણાય છે.” “મહાશય ! શહેરમાં કોઈ વખત મળજો.”
જેવો અવસર.”
બે જૈન મુનિઓએ ભિક્ષા માટે એક બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો અને “ધર્મલાભ” કહી બારણામાં પગ મૂક્યો.
તળાવે છે.” એક સ્ત્રીએ ઉત્તર આપ્યો.
પ્રિયે ! કંઈક આપીને વિદાય કર. ભિક્ષુકને નિરાશ કરવામાં અધર્મ છે.” ગૃહ તળાવમાં સ્નાન કરતાં એક પુરુષે અંદરથી ભલામણ
કરી.
થોડું રાંધેલું અન્ન લાવી આપ્યું. તે લીધું. પછી દહીં લાવી. કેટલા દિવસનું છે ?”
શું એમાં પોરા પડ્યા છે ? વાહ ! દયાળુ ! ત્રણ દિવસનું છે. લેવું હોય તો લ્યો, નહિતર જાઓ.”
“બહેન આ તો અમારી રીત છે કે પૂછવું જોઈએ. એમાં કોપ શા માટે કરો છો ? કોપથી મોટું નુકશાન થાય છે. સાકરથી ચાલે
Page #41
--------------------------------------------------------------------------
________________
તો ઝેરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ બાઈ ? જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે-બે દિવસ ઉપરના દહિંમાં જીવો હોય છેએટલે અમારે પૂછવું પડે છે.”
આ શબ્દો પુરુષથી સહન ન થયા. એકદમ રોષભેર આવ્યો.
બતાવો, બતાવો. ક્યાં છે એમાં જીવડા ?”
મુનિઓએ તુરત ઝોળીમાંથી અલકત ચૂર્ણ કાઢ્યું. થોડું દહીં ભોંય પર મૂકાવી આજુબાજુ ચૂર્ણ વેર્યું. તેના ઉપર દહીના રંગ જેવા સફેદ જંતુઓ ચડ્યા. અળતાના લાલ ચૂર્ણ પર ધોળા તે જંતુઓ સ્પષ્ટ જણાવા લાગ્યા. ઘરધણી જોઈ રહ્યો. વિચારસાગરમાં ડૂળ્યો.
“તમારા ગુરુ કોણ છે અને ક્યાં ઉતર્યા છે ?”
“ગુજરાતમાંથી અમારા ગુરુ આવ્યા છે. તેઓ મહેન્દ્રસૂરિના શિષ્ય શોભન મુનિ છે. ઋષભદેવ પ્રભુના મંદિર પાસેના ઉપાશ્રયમાં ઉતર્યા છે.” એમ કહી મુનિઓ ચાલ્યા ગયા.
ભોજન લઈ તે ઉપાશ્રયે ગયો. શોભન મુનિ સામે આવ્યા અને હર્ષથી બોલાવ્યો.
“વડિલબંધુ ધનપાળ !”
કહી એકદમ બન્ને ભાઈ ભેટી પડ્યા. મુનિએ પોતાની સ્થિતિ સંભારી આસન લીધું.
“પ્રભુ ! ખરેખર આપે મારો ઉદ્ધાર કર્યો. ક્રોધાવેશમાં આવી બાર વર્ષ સુધી મુનિઓને આ દેશમાં આવતા અટકાવ્યા તે પાપથી ક્યારે છુટીશ ?”
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૩
‘વિદ્વર ! એટલા માટે જ ગુર્વાજ્ઞાથી મારે આવવું પડ્યું છે. મારે નિમિત્તે જ એ બન્યું હતું અને અહીંનો સંઘ અકળાઈ ગયો હતો. તેમણે વિજ્ઞપ્તિ કરી અને ગુરુ મહારાજે મને આજ્ઞા આપી.' “પ્રભુ ! આજે મારી ચક્ષુઓ ખુલી. દયામય ધર્મ આપે જ શીખવ્યો.’
“કૃપાનાથ ! ધર્મ તે ધર્મ જ હોવો જોઈએ. કારણ પણ ધર્મ અને પરિણામ પણ ધર્મ જ હોવું જોઈએ. ધર્મમાં ધર્મતા જ હોવી જોઈએ.’’
“આજથી જૈન ધર્મ સ્વીકાર્યો.’' એમ કહી કેટલીક જ્ઞાનગોષ્ઠી કરી કવિએ રજા લીધી. ત્યાંથી ઉઠી મહાવીર પ્રભુના મંદિરમાં જઈ સ્તુતિ કરી.
“कतिपयपुरस्वामीकाव्ययैरवि दुर्ग्रहो मितवितरिता मोहेनासौ पुरानुसृतो मया । त्रिभुवनविभुर्बुद्धयाराध्योऽधुना सुपदप्रदः प्रभुरपि गतस्तत्प्राचीनो दुनोति दिनव्यचः ॥
[આજ સુધી થોડા એક ગામડાના ધણી રાજાની સેવા ઘણે કન્ટે કરી, અને લોભને વશ થઈ તેણે જે આપ્યું તે ખુશી થઈ લીધું, પણ આજે બુદ્ધિમાત્રથી આરાધી શકાય એવા આપ ત્રિભુવનપતિ પ્રાપ્ત કરી દરેક ઈષ્ટ પ્રાપ્ત કરી શકું તેવી શક્તિવાળો તો થયો છું. પણ ભગવાન્ ! પહેલાં જે દિવસો ગુમાવ્યા તે હ્રદયમાં સાલે છે.”]
હવેથી ધનપાળ જૈન થયો. જૈનશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેના તત્ત્વજ્ઞાનથી સારી રીતે પરિચિત થયો. મહાવીર પ્રભુને અનન્ય આદર્શ તરીકે સ્વીકાર્યા. નીતિ રીતિ પોશક તેના સિદ્ધાંતો જીવનમાં ઘડવા શરૂ કર્યું. ભોજરાજને બહુ નવાઈ લાગી. ધનપાળના કહેવાથી
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૪
જૈનમુનિઓને ધારામાં આવવાનો જે પ્રતિબંધ હતો, તે દૂર કરવામાં આવ્યો. આ પ્રસંગે ધનપાળને અને ભોજરાજને પ્રસંગે પ્રસંગે જે કાવ્ય વિનોદ થયો છે. તે વાંચકોની રમુજ ખાતર કેટલોક અત્રે ટાંકીશું.
એક વખત ભોજરાજ મહાકાળના મંદિરમાં બેઠો હતો. ધનપાળ ત્યાં જઈ ચડ્યો. શીવ વગેરે મંદિરોની સામેથી પાછો ફર્યો.
ભોજરાજે પૂછ્યું – આમ કેમ ?” “દેવ શક્તિમાતા સાથે બેઠા છે. તેથી શરમાયો છું.”
આટલા દિવસ તો જતો હતો ? “નાનો બાળક હતો. એટલે શરમાતો નહીં.” “એમ કે ”
આજ સુધી લોકો અને તમે પણ એવા જ. આશ્ચર્ય છે કે બીજા દેવનું શિર પૂજાય અને મહાદેવનું પુરુષચિહ્ન પૂજાય.”
તેવામાં શિવમંદિરની બહાર ઉભેલા ભૂંગીગણની મૂર્તિ જોઈ રાજાએ પૂછ્યું
સિદ્ધસારસ્વત ! આ ભૂંગીગણ દુર્બળ કેમ ?” "दिग्वासा यदि तत्किमस्य धनुषा ? सास्त्रस्य किं भस्मना ? भस्माप्यस्य किमङ्गना ? यदि च सा कामं परिद्वेष्टि किं ? । इत्यन्योन्यविरुद्धचेष्टितमहो पश्यन्निजस्वामिनं भंगी शुष्कशिरावनद्धमधिकं धत्तेऽस्थिशेषं वपुः ॥
[શંકર ભગવાન દિગંબર છે. તો એમને ધનુષની શી જરૂર ? ધનુષધારિ છે, તો ભસ્મ શા માટે ? ભસ્મ લગાવે છે કે સ્ત્રી શા માટે રાખે છે ? સ્ત્રી રાખીને કામદેવ ઉપર દ્વેષ શા માટે રાખતા
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૫
હશે ? આવું પરસ્પર વિરુદ્ધ વર્તન પોતાના સ્વામીનું જોઈ બિચારા ચિંતામાં પડેલા ભૂંગી આટલું બધું દુર્બળ શરીર ધારણ કરે છે.]
એક વખત વ્યાસ, યાજ્ઞવલ્કય સ્મૃતિનું વ્યાખ્યાન કરતા હતા. ભોજરાજ તે એક ચિત્તે સાંભળતા હતા. ધનપાળ આવી પાછો વળ્યો. ઉભો રહ્યો. રાજાએ પૂછ્યું –
“શું શ્રુતિસ્મૃતિ પર તને અવજ્ઞા આવી એટલા માટે સાંભળતો નથી ?”
“એ ગ્રંથને જાણું છું, તેમાં પરસ્પર વિરુદ્ધ વાત આવે છે. એવી વાતો સાંભળી નકામી શા માટે મગજમારી કરવી ?”
“કેમ ?”
“વિષ્ટા ખાનારી ગાયોનો સ્પર્શ પવિત્ર, પીપળાનું ઝાડ વંદ્ય, બ્રાહ્મણોને જમાડી બકરાનો વધ પિતૃઓને સ્વર્ગમાં લઈ જાય, કપટી દેવો આદેશ દેવ, અગ્નિમાં નાખેલું બળીદાન દેવોને રાજી કરે છે. આવી પરસ્પર વિરુદ્ધ વાત શું સમજાતી નથી ?”
એક દિવસે યજ્ઞમંડપ પાસેથી બન્ને મિત્રો જતા હતા, તેવામાં હોમવા માટે બાંધેલો બકરો કરૂણ ચીસ પાડતો હતો. ભોજે પૂછ્યું
“મિત્ર ! આ શું બોલે છે ?”
હું એની ભાષા સમજ્યો છું. એ કહે છે કે-હું અજ (વિષ્ણુ) છું મને શા માટે મારો છો ?
વળી હું સ્વર્ગ ઈચ્છતો નથી, તેને માટે મેં તમારી પ્રાર્થના પણ કરી નથી. માત્ર ઘાસ વગેરે ખાઈ સંતોષ માનું છું. માટે ઓ ! સત્પુરુષ આ કામ તને લાયક નથી. જો યજ્ઞમાં મારેલા પ્રાણીઓ સ્વર્ગમાં જતા હોય તો તમારા માતા, પિતા, પુત્ર અને કુટુંબીઓને સ્વર્ગમાં મોકલવા તેઓનો યજ્ઞ કેમ કરતા નથી ?'
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૬
રાજાને મનમાં ક્રોધ ચડ્યો. આ વાચાળને મારવો જોઈએ. ઠીક છે, લાગ આવતાં આ દુષ્ટનો ઘાટ ઘડી નાંખવો. એમ સંકલ્પ કરી આગળ ચાલ્યા તેવામાં એક ડોસી અને એક છોકરી સામે મળ્યા. ડોસીની ડોક ડગમગતી જોઈ રાજાએ પૂછ્યું
આ ડોશી માથું કેમ ધુણાવતી હશે ?” किं नन्दी ? किं मुरारि: ? किमु रतिरमणः ? किं हरः ? किं कुबेरः? किं वा विद्याधरोऽसौ ? किमथ सुरपतिः ? किं विधुः ? किं विधाता? નાયં, નાયં, ન ઘાયં, ઘનુ, નહિ, નવા, નાપિ, નાત, ર વૈષ:, क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हले ! भूपतिर्भोजदेवः ॥१॥
“છોકરી પૂછે છે–મા ? આ કોણ, નંદી ? ના. વિષ્ણુ ? ના. કામદેવ ? ના. શંકર ? ના. વિદ્યાધર ? ના. ઈદ્ર ? ના. ચંદ્ર ? ના. બ્રહ્મા ? ના. આતો ક્રીડા કરવા નીકળેલા ભોજ ભૂપતિ છે.” આવી રીતે ડોશી માથું ધુણાવી પ્રશ્નોની ના પાડે છે. અને ખરું સ્વરૂપ સમજાવે છે.”
આ સાંભળી રાજાનો રોષ ઉડી ગયો. અત્યન્ત પ્રસન્ન થયો. “શ્રીમાન મંજરાજે જેને ઉછેર્યો છે તેને કેમ મરાય ?”
એક દિવસે રાજા શિકાર કરવા ગયો હતો. ધનપાળ સાથે
હતો.
ભોજ- વિ વાર નુ ધનપતિ || તે
व्योमोत्पतन्ति विलिखन्ति भुवं वराहा: ? । ધનપાલ–દેવ ! સ્ત્રચકિતા: શ્રથિતું વૈજ્ઞાતિ
मेके मृगाङ्कमृगमादिवराहमन्ये ॥ [ભોજ–ધનપાળ ! આ મૃગો કેમ આકાશમાં કૂદે છે, ને આ ભૂંડો ભોંય કેમ ખણે છે?
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૭
ધનપાળ-મહારાજ ! તમારા શસ્ત્રથી ભય પામેલી મૃગ પોતાની નાતના વડા ચંદ્રમાં રહેવા મૃગને શરણે જવા ઉપર કૂદે છે. ને ભૂંડો આદિવરાહ (વરાહાવતારી વિષ્ણુ) ની મદદ માગવા ભોંય ખણે છે.]
ભોજે બાણ મારી એક હરણ વીંધ્યું અને ધનપાળ સામે વર્ણનની ઈચ્છાથી જોયું. ધનપાળ તરફથી જવાબ મળ્યોरसातलं यातु तवात्र पौरुषं कुनीतिरेषाशरणो ह्यदोषवान् । निहन्यते यद्बलिनापि दुर्बलो हहा महाकष्टमराजकं जगत् ॥
તિારો પુરુષાર્થ જહનમમાં જાય, આ નિતિ છે ? શરણાગત નિર્દોષ અને દુર્બળને બળવાન મારી નાખે છે. અરેરે ! જગત્ અરાજક થઈ ગયું છે.] મહારાજ! વૈUિIT દિ પુત્રને પ્રાન્ત તૂUTમક્ષVI!
तृणाहारा सदैवैते हन्यन्ते पशवः कथम् ? ॥ “ધનપાળ ! તું આ શું બોલે છે ? ભાન છે ?”
મિહોમાં તરણું લેવાથી શત્રુઓ જતા કરે છે. તો હંમેશા તરણા ખાનાર પશુઓ શા સારુ મારવા જોઈએ ?] શ્રી ભોજનું હૃદય દયાર્દ થયું ધનુષ ભાંગી નાંખ્યું ‘આવા નિર્દોષ પ્રાણીઓને નહીં મારવા મરણાંત શિકાર ન કરવાનું પણ લીધું.
મહાકાળેશમહાદેવના મંદિરમાં મહોત્સવ પ્રસંગે રાજાએ મિત્રને કહ્યું
“મિત્ર ! તારા દેવો પવિત્ર નથી. અપવિત્ર જ છે.''
“જે અપવિત્ર હોય તેણે પવિત્ર થવું જોઈએ. પણ શ્રી જિન તો સદા પવિત્ર જ છે.”
તેવામાં રાજાની દૃષ્ટિ રતિને હાથતાળી દેતા કામદેવની મૂર્તિ પર પડી, ધનપાળને કારણ પૂછ્યું.
Page #47
--------------------------------------------------------------------------
________________
ધનપાલ
૧૮
स एष भुवनत्रयप्रथिसंयमः शङ्करो बिभर्ति व साधुना विरहकातरः कामिनीम् । अनेन किल निर्जिता वयमिति प्रियायाः करं करेण परिताडयन् जयति जातहासः स्मरः ॥
(પ્રિયે ! ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ સંયમી ભગવાન શંકર પણ વિરહાકુળ થઈ પાસે સ્ત્રી રાખે છે. કહે, એને પણ આપણે કેવા જીતી લીધા છે ? લે તાળી. એમ કહી ખુશી થયેલો સ્મર રતિના હાથમાં તાળી દે છે.)
એક દિવસે રાજાએ ધનપાળને કહ્યું
“ધનપાળ ! તું સાચું બોલે છે તેની શી ખાત્રી ? કંઈ પ્રયોગ બતાવ અથવા ઠીક, આ સરસ્વતીકંઠાભરણના ચાર બારણામાંથી કયે બારણેથી હું બહાર નીકળીશ ?” રાજાની ધારણા એ હતી કે ચારમાંથી ગમે તે બારણેથી નીકળવાનું કહેશે જે કહેશે તે સિવાયના બીજે બારણેથી નીકળી ધનપાળને જુઠો પાડવો. ધનપાળે જુદો રસ્તો લીધો.
અર્હચૂડામણિ ગ્રંથને આધારે ‘બુદ્ધિમાત્રા ત્રયોદ્દી'' એ પ્રકરણ ઉપરથી રાજાના પ્રશ્નનો જવાબ ભોજપત્ર પર લખી માટીના પિંડામાં મૂક્યો. અને પોતાને ઘેર ગયો.
રાજાને વિચાર થયો. “ચાર બારણામાંથી ગમે તે એક બારણું
૧. અર્હચૂડામણિ-આ ગ્રંથને માટે એમ સંભળાય છે કે તેમાં ત્રિકાળ વિષયકજ્ઞાન થઈ શકે તેવા પ્રયોગો છે. સાંભળવા પ્રમાણે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીમાં બે ટીકા સાથે કેટલોક ભાગ છે. તેના પરથી ઉદ્ધત ચંદ્રોન્સીલન નામનો ગ્રંથ છુટે છવાયે સ્થળે મળે છે. તેમાં ૪૫ પ્રકરણ છે. શરૂઆતની સંજ્ઞા કંઈક ક્લિષ્ટ છે. જે જોવામાં આવી છે તે પ્રતો અશુદ્ધ વધારે છે. એટલે સંકલિત કરવી મુશ્કેલ પડે છે.
લેખક.
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૯ લખ્યું હશે. તેથી જે બારણેથી હું નીકળું તે જ કદાચ કાકતાલીય ન્યાયથી લખેલું નીકળે તો ?” તેથી તેણે ઉપરના ભાગમાં બાંકું પડાવ્યું. નીસરણી મૂકી ઉપર ચડી બહાર નીકળ્યો. ધનપાળ આવ્યો. માટીના પીંડામાંથી ચીઠ્ઠી કાઢીને વાંચી. “રાજા ઉપર બાંકુ પડાવીને બહાર નીકળશે.” આ અક્ષરો જોઈ રાજા આશ્ચર્ય દિગમૂઢ થયો.
એક વખતે સેતુબંધ રામેશ્વરની પ્રશસ્તિ ઉતરાવી તેમાં છ શ્લોક પંડિતોએ બરોબર વાંચ્યા. તેમાંના ધનપાળને બરોબર સંગત કરવા બે અને ત્રણ પદો આપવામાં આવ્યા. हरशिरशिरांसि यानि रेजुर्हरि हरि तानि लुठन्ति गृध्रपादैः ।
બીજાस्नाता तिष्ठति कुन्तलेश्वरसुता वाराङ्गराजस्वसुडूंतेनाद्य जिता निशा कमलया देवी प्रसाद्याद्य च । इत्यन्तपुरचारिवारवनिताविज्ञापनानन्तरं
ધનપાળે નીચે પ્રમાણે પૂર્તિ કરીअयि खलु विषमः पुराकृतानां विलसति जन्तुषु कर्मणां विपाकः स्मृत्वा पूर्वसुरं विधाय बहुशो रूपाणि भूपोऽभजत् ॥२॥
કિર નામના કવિને આ સાંભળી પુષ્કળ હસવું આવ્યું. “અહો ! આ તો જૈનો કર્મવિપાક પ્રાધાન્ય માનનારા છે. તેની ધૂનમાં ઠીક જોડી નાંખ્યું.”
ધનપાન-“જુઓ, બરોબર બેસાડતાં તે પ્રમાણે જ અક્ષરો નીકળે તો ?”
કિર-“અને ન નીકળે તો ?' ધનપાળ-“આજથી કવિતા કરવાનું જ બંધ. પછી શું?”
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૦
ભોજે બરોબર તપાસ કરાવી. તો તે પ્રમાણે જ હતું. ધનપાળને જય થયો.
આ અને બીજા પણ કેટલાક પ્રસંગો છે. પણ બહુ વિસ્તાર થવાથી આપ્યા નથી. જીજ્ઞાસુઓએ પ્રબંધચિંતામણી પ્રભાવક ચરિત્ર વગેરે ગ્રંથોમાંથી જોઈ લેવા.
ધનપાળે કેટલુંક ધન સાથે માર્ગે ખચ્યું. આદીશ્વર પ્રભુનું એક મંદિર કરાવ્યું, તેની પ્રતિષ્ઠા શ્રી મહેન્દ્રસૂરિ પાસે કરાવી. પ્રતિષ્ઠા વખતે “નયે નતુuપાયેવ-'' ઈત્યાદિ શ્લોકથી શરૂ થતી ધનપાળ પંચાશિકા બનાવી. ભોજરાજના ખાસ આગ્રહથી તિલકમંજરી કથા બાર હજાર શ્લોક પ્રમાણે બનાવી. તેમાં સતત તેનું ધ્યાન લાગેલું હતું. ખાવા પીવાનું પણ ભાન નહોતું. શ્રી મહેન્દ્રસૂરિને કથા શોધવા વિનંતિ કરી. તેઓએ વાદિવેતાળ શાંતિસૂરિ પાસે શોધાવવાની સલાહ આપી. ધનપાળ પછી ગુજરાતમાં અણહિલપુર પાટણ ગયા. ત્યાં જઈ વાદિવેતાળસૂરિને માળવે આવવા વિજ્ઞપ્તી કરી. તેઓ પણ સંઘની આજ્ઞા લઈ માળવા દેશમાં ગયા. ત્યાં ભોજરાજને અને તેની સભાને વિદ્વત્તાથી છેક કરી નાંખ્યા. તિલકમંજરી ગ્રંથ શોધી આપ્યો. પછી તેઓ ત્યાંથી વિહાર કરી પાટણમાં આવ્યા.
રાજસભામાં જઈ ભોજ સમક્ષ ગ્રંથનું વાંચન શરૂ કર્યું. રચના અત્યન્ત રસીક હોવાને લીધે કહેવાય છે કે ભોજરાજે પુસ્તક નીચે કચોળું મૂકાવ્યું. “રખેને રસ ઢળી ન જાય.” ગ્રંથ વાંચન પુરું થયું. ભોજરાજ ઘણો જ ખુશ થયો. કવિને કહ્યું –
મિત્ર ! કવિકુળચક્રિ ! આ કથામાં કેટલેક સ્થળે પરાવર્તન
૧. આ ગ્રંથ નિર્ણયસાગરમાં કાવ્યમાળા સપ્તમ ગુચ્છકમાં અને જૈન પ્રસારક
સભા તરફથી ભાષાન્તર સહિત છપાયેલ છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૧
કરો. F વ:પાતુ નિન: । ને બદલે સ વ:પાતુ શિવ: ।, અયોધ્યાને બદલે ધારા નગરી મૂકો. શક્રાવતારને બદલે મહાકાળેશ્વરના મંદિરનું વર્ણન કરો. વૃષભ દેવને બદલે શંકરનું નામ મૂકો, અને મેઘવાહન રાજાને બદલે મારું નામ, આ રીતે આનંદથી ભરેલી આ કથા જગતમાં હમ્મેશ યશ પામતી રહે ને તું માગે તે આપું.”
ધનપાળથી આ શબ્દો સાંભળી શકાયા નહિ. તેને ઘણો જ કંટાળો આવ્યો. અને બોલી ગયો–
“મહારાજ ! માલવાધીશ ! દુધના પાત્રમાં મદિરા નાંખવા જેવું થશે. ક્યાં સૂર્ય, ક્યા ખજુઓ, ક્યાં સરસવ, ક્યાં મેરૂ ? ક્યાં કાંચ ને ક્યાં કનક ? ક્યાં ધતૂરો ને ક્યાં કલ્પવૃક્ષ ?'' અહા !શેષે સેવાવિશેષ યે ન જ્ઞાનન્તિ દ્વિનિવ્રુતામ્ यान्तो हीनकुलाः किं ते न लज्जन्ते मनीषिणाम् (તિલકમંજરી પ્રસ્તાવનામાં ૧૦મો શ્લોક) (શેષનાગની સેવા વિશેષને ન સમજનાર હિનકુળના સર્વપણું પામેલા સર્પો વિદ્વાનોમાં હાસ્યપાત્ર નથી ? શ્લેષ હોવાથી બીજો અર્થ—શકાર, ષકાર અને સકારમાં ભેદ નહિ જાણનારા નીચ કુળમાં ઉત્પન્ન થયેલા દ્વિજીāતા (કપટ) રાખતા હશે. તેઓ શું ડાહ્યા માણસોથી શરમાતા નહીં હોય ?)
ભોજના ક્રોધની અવધિ થઈ.
“અરે મૂર્ખ ! લોભી ! લાલચૂ ! તને શું કરું ? લુચ્ચા ! ભોગવ છૂટનું ફળ.’
એમ કહી પુસ્તક પાસેની સગડી પર મૂક્યું. ગ્રંથ સરસરાટ બળી ગયો.
ધનપાળે વરાળ કાઢી
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૨
" मालविउसि किमन्नं मन्नसि कन्नेण निच्चइतंसि । धनपालंपि न मुंचसि पुच्छामि सवंचणं कत्तो ( ? )
(એક સ્થળે આવો ઉલ્લેખ છે—‘ઘણા ઘણા ગ્રંથો બનાવી તમારા નામ પર ચડાવ્યા છતાં રાજન્ ! આપને સંતોષ ન થયો ? અને રસાઢ્ય કથામાં રસક્ષતિ કરવાનું પણ ચૂકતા નથી ?' આ પ્રમાણે ઉલ્લેખ હોવાથી ભોજરાજને ધનપાળે કેટલાક ગ્રંથો બતાવી આપ્યા હશે ? અને ભોજની ગ્રંથકાર તરીકે પણ પ્રસિદ્ધિ કરાવી હશે ? આવો સંદેહ ઉપસ્થિત થવો સ્વભાવિક છે.)
ખરેખર ધનપાળને આથી એક મોટો આઘાત થયો. બાણભટ્ટ પછી આવો ગ્રંથ લખવાનું કોઈએ સાહસ ખેડ્યું નહોતું. કેમકે ગદ્ય કરતાં પદ્ય રચના કવિઓને સહેલી પડે છે. એટલા જ માટે સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય ગ્રંથો વિરલ છે. કાદંબરી કરતાં પ્રમાણમાં મોટો, અપૂર્વ કલ્પતા ભંડાર, અને તેના પૂર્વના ગદ્યકારોમાં આવેલા દોષોથી દૂર રહેલો, જીવન સર્વસ્વ ગ્રંથ ક્ષણવારમાં હતો નહોતો થઈ ગયો ને ધનપાળ ઘરે ગયો. ચહેરો ઉતરી ગયો હતો. ખાવું-પીવું, સ્નાન, પૂજા તો સાંભળે જ શાની ? બેઠકમાં જઈ જાજમ પર પડ્યો. અને લાંબો થઈ ઉંચુ ઘાલી સુતો, કોઈ સાથે બોલતો નહિ, જવાબ આપતો નહિ. તેમ ચિંતાને લીધે ઉંઘ પણ શેની આવે ?
તેવામાં લાડકવાઈ તેની પુત્રી આવી. તેની ઉંમર નાની હતી. તેનું મૂગ્ધમુખ જોનારને મનેમૂગ્ધ બનાવતું હતું. અને તેના તરફ વાત્સલ્ય ઉત્પન્ન કરાવતું, તેના નેત્રો અને લલાટ તીક્ષ્ણ બુદ્ધિની સાક્ષી પુરતા હતા. બાપુ હજી આવ્યા નહીં, ભોજનનો અવસ૨ વીતવા આવ્યો, સ્નાન પણ કર્યું નથી. શું થયું હશે ? આ ચિંતાથી તે ઉતાવળી ઉતાવળી આવતી હતી, અને તેની ચપળ આંખ પિતાને શોધતી હતી. પ્રથમ તો સ્મિતમુખે પાસે આવી. પણ કુદરત સાથે ખેલતા સદા આનંદી પિતાનું અવસ્થાન્તર તેના ખ્યાલમાં એકાએક
Page #52
--------------------------------------------------------------------------
________________
આવી ગયું, તેને સહેજ ભય લાગ્યો, પાસે આવી, વાંસા પર હાથ મૂકી મૂખ પિતાના મૂખ તરફ લઈ જઈ શાંત અવાજે બોલી–
બાપૂ ! ઓ બાપૂ !! આજ આમ કેમ ?” જવાબ ન મળ્યો. ફેર પૂછવા પ્રયત્ન કર્યો
બોલોને, શરીર અસ્વસ્થ છે ? માથુ દુ:ખે છે ? આજ કેમ મારી સાથે બોલતા નથી ?'
બાળાના શબ્દોમાં સ્નેહાર્દ ભક્તિનું પૂરજોસ હતું, તેનું હૃદય ચીમળાઈ જતું હતું. મૂખપર ગ્લાની પથરાઈ ગઈ હતી. સહૃદય કવિ કેટલુંક સહન કરી શકે ? છેવટે ધનપાળને બોલવું પડ્યું.
“કંઈ નહિ, બહેન ! જા, જમી લે. મને આજે ઠીક નથી.”
શું થયું છે ? કહો, મને નહિ કહો ? હું કારણ જાણ્યા વિના જમવાની જ નથી.”
“તું હઠ ન કર. જા જમી લે. તારે બાળકને જાણવાની કંઈ જરૂર નથી.”
ના, કહો તે સિવાય અહીંથી ઉઠવું છે કોને ?” ધનપાળે ન છૂટકે હકીકત કહી.
“હશે જે થયું તે થયું. પણ તમે ઉઠો અને સ્નાન કરી ભોજન લ્યો. કથા મને યાદ છે. કારણ-જ્યારે આપ લખતા હતા ત્યારે વખતે વખતે હું આવતી હતી અને તે વાંચતી હતી. જે મને યાદ છે. તે હું લખાવી આપીશ.”
ધનપાળ પુત્રીને ભેટી પડ્યો. ઘણો જ ખુશી થયો. સ્નાન કરી જમ્યો.
પુત્રીના મુખથી બધી કથા સાંભળી પુસ્તક પર લખી. ત્રણેક
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૪
હજાર શ્લોક પ્રમાણ ઘટાડો થયો. પણ પાછળનો કેટલોક ભાગ નવો બનાવી ગ્રંથ પૂરો કર્યો. કોઈના મતે ધનપાળની પુત્રીનું નામ તિલકમંજરી હતું. તે પરથી ગ્રંથનું નામ પણ તિલકમંજરી પાડ્યું. તેમજ વળી કોઈના મત પ્રમાણે પ્રથમના ખરડા (રેફ) પરથી ગ્રંથ ફરીથી લખ્યો.
ધનપાળનું મન ગ્રંથ લખવા પરથી ને ધારાનગરીમાં રહેવા પરથી ઉઠી ગયું. તેનું મન બહાર ચાલ્યા જવા ઉત્સુક થઈ ગયું. એક દિવસે ભોજરાજ મળેલા અને પૂછ્યું “કેમ હાલ કોઈ ગ્રંથ રચો છો ?'
आरनालगलदाहशङ्कया मन्मुखादपगता सरस्वती । तेन वैरिकमलाकचग्रहव्यग्रहस्त न कवित्वमस्ति मे ॥
એક વખત ભોજરાજ સભામંડપમાં બેઠા હતા. કાવ્યવિનોદ ચાલતો હતો. તેવામાં બહારથી પ્રતિહારીએ આવી ઘૂંટણીએ પડી પ્રણામ કરી એક ભોજપત્ર રાજાના હાથમાં મૂક્યું
ભોજરાજે આશ્ચર્યથી લીધું. તેમાં શ્લોકો લખેલા હતા તે સભા સમક્ષ વાંચ્યા. शम्भुर्गौडमहामहीप्रकटके धारानगर्यां द्विजो
विष्णुर्भट्टिअमण्डने पशुपतिः श्रीकन्यकुब्जे जितः । येनान्येऽपि जडीकृताः कतिपये जल्पानिले वादिनः
સોડ્ય દ્વારિ સંમતિ: ક્ષિતિપત્તિ ! ધર્મ: સ્વયં તિકૃતિ , यः कोऽपि पण्डितंमन्यः पृथिव्यां दर्शनेष्वपि ।
तर्कलक्षणसाहित्योपनिषत्सु वदत्वसौ ॥
“બરો ગર્વિષ્ઠ ! બોલાવો, બોલાવો. સભામાં બોલાવો. જો પ્રતિહાર '
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૫
દરેકને તુચ્છ ગણતો ધર્મસભામાં આવ્યો અને બોલવા જ માંડ્યો
“બસ, આજથી વિદ્વાનોને મદ ગળી ગયો સમજો. આ તપોધન રૂપે સરસ્વતી તમારી સામે ખડી થયેલ છે.
હે ધારાધિપ ! આ તમારી સમક્ષ હાથ ઉંચો કરું છું, અને કહું છું-કે જગતમાં જે કોઈપણ મહાવાદી હોય તે આવી જાય અને મારી સાથે વાદ કરે. પણ મને ખાત્રી છે કે હું બોલવા ઉભો થયો એટલે જગતમાં કોઈપણ એમ નહીં કહે કે હું વાદી છું.
બૃહસ્પતિ બિચારો મૂર્ખ છે, ઈદ્રનું તો ગજું જ શું ? હું જ જગતમાં વાદીન્દ્ર છું. મહેશ્વર ! આ પૃથ્વી પર હું જ આચાર્ય, કવિ, વાદિ, પંડિત, જોષી, વૈદ્ય, મંત્રવાદી અને તંત્રવાદી છું. વધારે તો શું પણ સિદ્ધસારસ્વત પણ હું જ છું.”
વાદીએ આસન લીધું. તેનો વેષ અને દેખાવ જોઈ રાજાને વિચિત્રતા લાગી, જીજ્ઞાસાથી પૂછ્યું.
“આપનું ગામ ? નામ ?” “લાટ દેશમાં ભરૂચ ગામ. નામ સાક્ષાત ધર્મ” આપનું દર્શન ?” “દર્શન કૌલમતनिशङ्कं मदिरां पिबन्ति नृपलं खादन्ति ये निर्दयाश्चण्डालीमपि यान्ति निघृणतया ते हन्त कौला वयम् ॥
ગુરુ કોણ ?” “ગુરુ ?” હસીને “ગુરુ ક્ષેત્રપાળ.” “એટલે ?”
Page #55
--------------------------------------------------------------------------
________________
“એમ નહિ સમજાય, સાંભળો
મારા પિતાનું નામ સુરદેવ, માતાનું નામ સાવિત્રી. અમે ત્રણ ભાંડુઓ છીએ. મારા ભાઈનું નામ શર્મ, ને બેનનું નામ ગોમતી હતું. બચપણમાં આપણે મોટા તોફાની હતા. કમાવાની તો વાત જ શી ! બાપા કંટાળ્યા.
“ભાઈ ! કમાઓ. કંઈક કમાઓ. પૈસા વિના અનાજ મળતું નથી. પછી અમે તારું પેટ શી રીતે ભરીએ ?'
“પેટ ન ભરો તો કાંઈ નહીં. આ ઘરમાં રહેવું જ છે કોને !”
એમ કહી ભાઈ ઘેરથી નીકળ્યા. બાલ્યવય તેમાં વળી છાગટા ભાઈબંધો, પછી પૂછવું જ શું ? કોઈ નોકરીમાં પણ ન રાખે. કેમકે ભાઈ બધે લક્ષણે પૂરા જ તો. છેવટે એકને ત્યાંના ખેતરનું રખોપું રાખ્યું. ખેતરમાં પડ્યા રહીએ. પટેલનું ભાત આવે તેમાંથી ખાઈએ. પણ ખેતરના પાળા પર પ્રતિષ્ઠિત ખેતરપાળની પૂજા કર્યા વિના અન્ન-પાણી લેવું હરામ.
એક દિવસે પટેલને ઘરે ગયો. મને આંજે ત્યાં જ જમી લેવા પુષ્કળ આગ્રહ કર્યો. ' કહ્યું – “ક્ષેત્રપાળની પૂજા કર્યા વિના હું ખાવાનો નથી. માટે પૂજા કરી આવું.” એમ કહી ખેતરમાં આવ્યો. પૂજા કરી. ખેતરની બહાર આવી ઉભો હતો. તેવામાં ક્ષેત્રપાળની શક્તિથી ઉત્પન્ન થયેલી એક નગ્ન યોગીની જોઈ. તેણે એક શેરડી માગી. મેં બે આપી. તેણે શેરડી ખાધી, મને પૂછ્યું -“તું મારાથી શરમાય છે ?”
“ના”
એટલે તેણે રસનો કોગળો મારા મોંમાં નાખ્યો અને મારે માથે હાથ મૂકી ચાલી ગઈ (અદશ્ય થઈ).
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૭ હું પણ સીધો પૂર્વ ગંગાના (પ્રાય:નર્મદા) કિનારા તરફ ચાલ્યો ગયો. ફરતાં ફરતાં અકસ્માત્ મારા મુખમાંથી સિદ્ધ સારસ્વત કાવ્ય નીકળ્યું –
एते मेकलकन्यकाप्रणयिनः पातालमूलस्पृशः संत्रासं जनयन्ति विन्ध्यभिदुरा वारां प्रवाहा: पुरः । हेलोद्वर्तितनर्तितप्रविहतव्यावर्तितप्रेरित-- व्यक्तस्वीकृतनिनुतप्रकटितप्रोद्भूततीरद्रुमाः પછી હોડીમાં બેસી ઘેર ગયો. મારા બાપે પૂછવું–
કેમ સવારમાં ક્યાંથી આવ્યો ?” એમ કહી મારા મા-બાપે મારા પર હાથ ફેરવ્યો. ભાઈએ પ્રણામ કર્યા. બેન હર્ષભેર ભાઈ ભાઈ કરતી આવી. બધાને રોકડું પરખાવ્યું.
मातर्मा स्पृश मा स्पृश, त्वमपि मे मा तात ! तृप्तिं कृथाः भ्रातः किं भजसे वृथा, भगिनि किं निःकारणं रोदिषि। निःशङ्कं મતિનાં ઈત્યાદિ.
હું કૌલ મતનો છું. માટે મારો સ્પર્શ ન કરો. એમ કહી ઘેરથી નીકળી રાજન તમારી સભા જીતવા આવ્યો છું. આ રીતે મારો ગુરુ ક્ષેત્રપાળ છે. કોણ મારી સામે આવી શકે તેમ છે ?”
રાજા વિચારમાં પડ્યો. દરેક વિદ્વાનો ઝાંખા થયા.
“મિત્ર ધનપાળ ! આ વખતે તું ક્યાં છો ?'' એકાએક રાજાના હૃદયમાં ધનપાળ યાદ આવ્યો.
“વાદીરાજ ! અમારા મહાવાદી બહાર ગામ ગયા છે. તેઓને બોલાવવા આજે માણસો મોકલું છું. તેઓ આવે ત્યાં સુધી આપ અહીં રાજયતિથિ થઈ રહો.”
ધનપાળની શોધ કરવા ચારે તરફ માણસો મોકલ્યા. છેવટે તેનો પત્તો લાગ્યો કે અમુક ઠેકાણે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૮
તિલકમંજરી ગ્રંથને બાલી નાંખવાથી ધનપાળનું મન એકદમ ઉંચું થયું તે ધારામાંથી નીકળી સત્યપુર (સાચોર) માં રહેવા ગયો. ત્યાં મહાવીર સ્વામિનું મંદિર હતું. તે જોઈ તેને બહુ જ આનંદ થયો. ‘‘વેવ નિમ્મત—'' ઈત્યાદિ વિરોધાભાસાલંકૃત સ્તુતિ બનાવી ધનપાળ સાચોરમાં નિવૃત્તિમય દિવસો ગાળતો હતો. ગુરુ મહેન્દ્રસૂરિ પાસેથી જૈન શાસ્ત્રનો સારો બોધ મેળવ્યો હતો. તેથી શાસ્રાવલંબન
પૂર્વક અધ્યાત્માનુભવનો રસ લેતો હતો. આ વખતે તે સંપૂર્ણ જૈન થઈ ચુક્યો હતો. જૈન ગૃહસ્થવ્રતો પાળતો હતો. જિનપૂજા, સત્શાસ્ત્ર મનન, સંતોનો સત્સંગ, પરોપકાર, નિત્યનિયમ પાલન આ તેના દિનકૃત્યો હતા. સંપત્તિ હતી. કમાવાની ચિંતા નહોતી. આ વખતે તેની યુવાવસ્થાનો ઘણો ભાગ ગળી ગયો હતો. અર્થાત્ વૃદ્ધાવસ્થાભિમુખ હતો. એટલે નિવૃત્તિને વધારે ઈચ્છતો હતો.
શોધતા શોધતા ભોજના માણસો સાચોરમાં આવ્યા. ધનપાળને મળ્યા. માળવે આવવા ઘણું સમજાવ્યો. પણ કોઈ રીતે માન્ય ન કરતાં ઉદાસીનતાથી જવાબ આપ્યો.
“હું આવવાનો જ નથી. હાલ નિવૃત્તિ લેવા ઈચ્છું છું, અને તીર્થ સેવી છું.'
તેઓ વીલે મ્હોંએ પાછા આવ્યા. રાજાને હકીકત કહી. ફરીથી એક પત્ર લખી તેઓને મોકલ્યા.
સાચોરમાં જઈ તેઓએ પત્ર ધનપાળને આપ્યો. ધનપાળે પત્ર
વાંચ્યો.
‘‘સ્વસ્તિ શ્રી સાચોરનગરે, કવીન્દ્ર શ્રી ધનપાળ તરફથી આશીર્વાદ સહા ઈચ્છું છું. માળવરાજ ભોજના અભિનંદન અવધારશો.’
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૯
કવિરાજ ! આપ મોટાભાઈ છો. હું નાનો છું. કારણ કે શ્રીમુંજે આપને પુત્ર તરીકે સ્વીકાર્યા હતા. મારા બોલવા સામું આપ વિંડલને જોવાય ?
તો પણ, જોકે આપે અમારા પરથી માયા ઉતારી, અમોને તજ્યા, અવંતી પણ તજ્યું, છતાં જય પરાજયનું સ્થાન તમારું અવંતી જ છે. એ ચોક્કસ માનજો. તેથી મારી ખાતર આવો યા ન આવો, તેની મને ચિંતા નથી, અને તે માટે મારો આગ્રહ પણ નથી.
પરંતુ આ કૌલમતનો તાપસ ધારાની સભા જીતી જશે, એ તમને રુચતું ન હોય, તો આ પત્ર દેખતાં તુરત આવો. આ સિવાય વધારે હું આપને કંઈ પણ કહી શકતો નથી. સામાન્ય પણ માણસ અવસર આવ્યે થોડામાં ઘણું સમજી જાય, આપ તો મહાવિદ્વાન છો. એજ’’
ધનપાળના હૃદયમાં સ્વદેશ પ્રેમ ઉછળ્યો. તુરત તે ધારા તરફ રવાના થયો. સહૃદયી ભોજ પગે ચાલી સામે ગયા. બન્ને મિત્રો ભેટ્યા.
ભોજ-મારો અપરાધ માફ કરો.”
ધનપાળની આંખોમાં હર્ષાશ્રુ આવ્યા.
“મહારાજ ! હું બ્રાહ્મણ છું છતાં જૈન છું. નિસ્પૃહ છું અને તેઓના વ્રતો પાળવા ઉત્સુક છું. તેમાં (નિવૃત્તિપ્રધાન ધર્મમાં) મારું ચિત્ત લાગેલું હતું. તેથી આવવાની ઈચ્છા ન હતી. બાકી માનાપમાન તો મારે સમાન જ છે.''
“મને પણ કોઈ જાતનો અણગમો નથી. પણ, ધનપાળ! તું જીવતાં આ કૌલ આપણી ધારાની સભા જીતીને જાય, આ પરાભવ તારો છે, એ મને સાલે છે.''
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૦
“મહારાજ ! અકળાઓ નહિ, એ ભિક્ષુક થોડા વખતમાં જીતાશે, એમાં કાંઈ શક નથી.'
ધનપાળ પોતાના જીર્ણ ઘરમાં ગયો. ભોજરાજ રાજમહેલે ગયો.
८
સવારે ધનપાળ સભામાં ગયો, ભોજે પૂછ્યું
“ઘરની શી સ્થિતિ છે ?’’
ધન-પૃથુજાર્તસ્વરપાત્ર ભૂષિતનિ:શેષનિનું રેવ ! विलसत्करेणुगहनं संप्रति सममावयोः सदनम्
ભોજરાજે ધર્મને બોલાવ્યો અને કહ્યું
વાદીરાજ ! વાદીગર્વાપહારી ધનપાળ પંડિત આવી ગયા છે. ચલાવો વાદ.” ધર્મ-શ્રીછિત્તપે માનશિષ્યે સભ્યે સમામર મોનાને सारस्वते स्त्रोतसि मे प्लवन्तां पलालकल्पा धनपालवाचः ॥
(ધનપ એટલે હે! ધન આપનાર રાજા ! આપ સભ્ય છો એટલે મારા સારસ્વત પ્રવાહમાં પરાળ જેવી આળવાણી ક્યાંય તણાઈ જાય છે. બીજી રીતે ધનપાળની વાણી ક્યાંય તણાઈ જાય છે.) એના એ શબ્દોમાં ધનપાળે જવાબ આપ્યો.
(મારા સારસ્વત પ્રવાહમાં મારી વાણી પરાળની પેઠે ઉપર તરી આવશે.)
છેવટે ધનપાળે સમસ્યા આપી,
સમસ્યા–ટું વ્યોમાન્બોમ્બેટમિવ નવાત્પ્રાપ્ય પતનન્ निशानौर्विश्लष्यत्घनघटितकाष्ठा विघटते ।
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૧
આ સમસ્યા અનેક રીતે ધર્મે પુરી. પણ એકે માન્ય ન થઈ, છેવટે નીચે પ્રમાણે પુરી
वणिग्वच्चाक्रन्दत्विषि शकुनिकोलाहलगणे निराधारास्तारास्तदनु च निमज्जन्ति मणयः 112 11
આ શ્રુતિકટુ ચંદ્રાસ્ત વર્ણનમાં ન્યૂનોક્તિદોષ આવેલો હોવાથી વિદ્વમાન્ય ન થઈ. ચીડાયો. “સમસ્યા પર પડો વજ્ર !''
ધનપાળે સમસ્યા પુરી
असावप्यामूलत्रिटितकरसन्तानतनिक:
प्रयात्यस्तं स्रस्तः सितपट इव श्वेतकिरणः ॥ १ ॥
ધર્મનું મોં પડી ગયું. ભોજરાજના હૃદયમાં હર્ષ ઉભરાઈ આવ્યો. ધનપાળના કહેવાથી ધર્મને લાખ સૌનેયા આપવા લાગ્યા. ધર્મે આનાકાની કરતાં કહ્યું
જ્યારે કેટલાક માણસો ગર્વિષ્ઠ થઈ દાન આપવા બેસે છે, અને અમે કઠોર થઈ તે લેવા હાથ નીચો કરીએ, એ કેટલી નીચ બાબત છે. માટે હું અસારધન લેવાનો જ નથી. માનભંગ થયા પછી તો ધન લેવાય જ કેમ ?'' ધનપાળ તરફ ફરી જગતમાં કવિ ધનપાળ ! એક તમને જોયા, તમારા સિવાય હાલ બીજો કોઈ વિદ્વાન નથી. એ મારા મનમાં નક્કી થયું
कविरेकोऽपि धनपालो धियां निधिः ।
इति प्रतीतं मच्चित्ते, बुधो नास्ति नु निश्चितम् "
ધનપાળ—“નહીં, નહીં, એવું ન કહેતા, અણહિલપુર પાટણમાં શ્રી વાદિવેતાળ શાંતિસૂરિ મહાન્ વિદ્વાન છે.'
પછી કવિએ અને રાજાએ આશ્વાસન આપ્યું. ધનપાળે પાટણ તરફ રવાના કર્યો.
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૨
તે શ્રી શાંતિસૂરિને મળવા ગયો. જતાં જતાં કહેતો ગયો.
આજ સુધી મારું વચન ક્યાંયે ખંડિત થયું નહોતું. માટે મારું વચન ખંડન કરનાર ધનપાળ ! તમે સાક્ષાત્ સરસ્વતી છો, બ્રાહ્મણ નથી.”
ધર્મ પાટણ ગયો. સૂરીશ્વર સાથે વાદમાં હાર્યો. નિરહંકાર થઈ સૂરિની સ્તુતિ કરી પોતાને ત્યાં ગયો.
પ્રાતઃકાળે ધર્મને રાજાએ બોલાવ્યો, સમાચાર મળ્યા કે “તે અહીં નથી.”
ધનપાળે કહ્યું
“એવી કહેવત છે કે “ધર્મનો જય થાય, અધર્મનો જય ન થાય.” પણ એ કહેવત ખોટી પડી, છેવટે “ધર્મની ગતિ ઉતાવળી’ એ કહેવત સાચી પડી.” (અર્થાત્ ધર્મ અહીંથી જલ્દી ચાલ્યો ગયો છે.) રાજા હસ્યો અને કહ્યું – “જીવ વિનાના શરીર જેવી તમારા વિના મારી સભાની સ્થિતિ છે. માટે મિત્ર ! અહીં જ રહો. જવાનો વિચાર મૂલતવી રાખો.”
ધનપાળને સંતોષ થયો. પછી ત્યાં જ રહ્યો.
ભોજને અને ગુજરાતના રાજા ભીમદેવને પરસ્પર વૈમનસ્ય હતું એટલે એકબીજાને લાગમાં લેવા પ્રયત્ન કરતા હતા. આવે પ્રસંગે સૂરાચાર્યે ગુર્જરેશ્વરને એક ભોજથી વિરુદ્ધ શ્લોક બનાવી આપી ભોજના હૃદયમાં કોપ ઉત્પન્ન કર્યો હતો.
છતાં ભોજે એક સારા વિદ્વાનની કદર કરવા ખાતર તેઓને ઘણા જ માનથી બોલાવ્યા હતા. તેઓએ ત્યાં જઈ તેમની સભા જીતી. ભોજ અંદરથી કોપ્યો. ધનપાળ ચેતી ગયો. સૂરી પાસે માણસ
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૩
મોકલી કહેવરાવ્યું કે ભોજ તમારો ઘાત કરશે. માટે મારે ઘેર ચાલ્યા આવો.'' ખરેખર ભોજે તે પ્રમાણે કર્યું, એટલે ઉપાશ્રયની ચારે તરફ ઘોડેસવારોની ટુકડી ગોઠવી દીધી, સૂરી વેશ બદલી ધનપાળને ત્યાં રહ્યા. પછી કેટલાક તંબોળી લોકો ગુજરાતમાં આવવાના હતા તેઓને જમાડી સો સોનામહોર આપી સૂરિને ગુજરાતમાં સહી સલામત પહોંચાડી દેવા ભલામણ કરી. સૂરિ ગુજરાતમાં સુખે પહોંચી ગયા. આ રીતે ધનપાળે સૂરાચાર્યને બચાવવામાં મહેનત લીધી હતી.
★
પાછલી વયમાં ધનપાળ ધારામાં જ રહ્યો. પણ તેણે હવે પછીનો વખત નિવૃત્તિમાં જ ગાળ્યો. શ્રી મહેન્દ્રસૂરિ પાસેથી ગૃહસ્થ ધર્મ બરોબર સમજી ઉંચા પ્રકારે તેની પાલના કરી.
ધનપાળ મહેન્દ્રસૂરિનો અનન્ય ભક્ત હતો. તેમના માટે ધનપાળ પોતે શું કહે છે ? જુઓ—
सूरिर्महेन्द्र एवैको वैबुधाराधितकमः । યસ્યાડમર્ત્યપિતપ્રૌઢિ: વિવિયન્દ્વન્દ્વ: શ્ ॥ (તિલકમંજરી)
(વિદ્વાનોએ સેવેલા શ્રી મહેન્દ્રસૂરિ એકલા જ છે. દેવતાઓ વડે સેવાતો મહેન્દ્ર પણ એક જ છે. જેનું વચન કવિઓને વિસ્મય પમાડનારું અને દૈવિ પ્રૌઢિને વહન કરનારું છે.”
ભોજરાજે તેની નિવૃત્તિમાં જેમ બને તેમ મદદગાર થવાય તેવા સાધનો અને સગવડ પણ યોજી આપ્યા છેવટે ચૂસ્ત શ્રમણોપાસક થયો હતો. એ બાબતનું સર્ટિફીકેટ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પણ આપે છે. ધર્મપરીક્ષામાં ‘પરમશ્રાવણ ધનપાતેનાપ્યુમ્— ''
શોભન મુનિએ યમકમય ‘મવ્યાન્મોન’ ઈત્યાદિ સ્તુતિ બનાવી તેના પર ધનપાળે જ ટીકા લખી છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૪
મહેન્દ્રસૂરિના પ્રયત્નને પરિણામે આઈદ્ધર્મી આ બન્ને ભાઈઓના અવસાનથી તે વખતની સાહિત્ય વાડી સુની થઈ ગઈ.'
૧. સુધારણા
આ બીજા પ્રકરણમાં પહેલા વિભાગમાં મુંજ પહેલાનો રાજ્યકર્તા સિંધુરાંજ ગણેલ છે, તે ભ્રમ થવાથી લખાયું છે, ખરી વાત એવી છે કે
વૈરસિંહ રાજાએ મુંજને દત્તક કરી લીધા પછી તેમને સિંધુરાજ પુત્ર થયો. એટલે મોટો હોવાથી મુંજ રાજા થયો. બન્ને ભાઈને ઘણે ભાગે અણબનાવ રહ્યો છે અને મુંજે છેવટે તેનો અંત આણ્યો છે. મુંજ પછી ગાદીએ આવનાર ભોજરાજ આ સિંધુરાજનો પુત્ર છે.” આ હકીકત જોઈ બીજું યથાતથ્ય સમજી લેવું.
- લેખક
Page #64
--------------------------------------------------------------------------
________________
III
તિલકમંજરી ગ્રંથ પરિચય
-
ધનપાળ કવિનું જીવન ચરિત્ર પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણી પરથી સારાંશરૂપે લીધું છે. તિલકમંજરી ગ્રંથની ઉત્પત્તિ અને તે ગ્રંથની મહત્તાના સંબંધમાં કંઈક કહેવા ધારું છું.
તિલકમંજરી ગ્રંથ કેવા સબળ કારણથી રચવો પડ્યો ? તેના ઉત્તરમાં બીજા બધા કરતાં કવિના પોતાના જ શબ્દો વધારે પ્રમાણભૂત ગણાશે.
આપણે આગળ જોઈ ગયા કે કવિ અને રાજા અનન્ય મિત્ર હતા. કવિ જૈનધર્મી થયો. રાજાને જૈનશૈલીની જ્ઞપરિજ્ઞાએ જીજ્ઞાસા થાય એ સ્વભાવિક છે. અને તે જીજ્ઞાસાની પ્રેરણાથી સ્વાયત્ત સમર્થ કળા વિધાયકને નમૂનો જોવા પ્રેરે, એ પણ એટલું જ સ્વાભાવિક છે. કવિ જ કહે છે કે
निशेषवाङमयविदोऽपि जिनागमोक्ताः
श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोद तो
राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥
(સમસ્ત શાસ્ત્રમાં કુશળ છતાં જીનાગમોક્ત કથા સાંભળવાની ઈચ્છાવાળા તે સચ્ચારિત્રશીળ મહારાજા ભોજને વિનોદ આપવા અદ્ભૂત રસવાળી આ કથા રચી છે.)
કથા રચવાનું કારણ સ્પષ્ટ રીતે ઉપર પ્રમાણે કવિ આવે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૬
ભોજકૃત કથા દહન, પુત્રીકૃત પુનઃસંધાન વગેરે બાબતોમાં ચરિત્ર ગ્રંથોમાં લખેલી હકીકત સિવાય બીજું પ્રમાણ જણાતું નથી. એટલે એ વાત માનવામાં આંચકો ખાવો પડે છે. કવિએ પણ સ્વય ઉલ્લેખ કર્યો નથી. માત્ર ચરિત્રગ્રંથમાંનો એક શ્લોક કંઈક સાક્ષી આપે છે ખરો. તિલકમંજરીના દાહ પછી ધનપાળ રાજયસભામાં જતો નહીં. તેવામાં અચાનક મેળાપ થતાં ભોજે પૂછ્યું કે કેમ કંઈ ગ્રંથ રચો છો ? જવાબમાં ધનપાળે કહ્યું
आरनालगलदाहशङ्कया मन्मुखादपगता सरस्वती । तेन वैरिकमलाकचग्रहव्यग्रहस्त ! न कवित्वमस्ति मे ॥
આ શ્લોકમાં દાહની શંકાથી મારા મુખમાંથી સરસ્વતી ચાલી ગઈ છે. દાહની શંકા ભોજરાજકૃતગ્રંથ દાહના અપકૃત્યના ઠપકારૂપે હોય, કદાચ ગ્રંથ બાળ્યો એટલે સરસ્વતીને પણ વિચાર થયો કે કદાચ ભોજરાજ મારે રહેવાના સ્થળગાળાને પણ દાહ લગાડે એટલે તે ચાલી ગઈ છે. એમ કહેવામાં ગ્રંથ દાહ વ્યંગ્યાર્થથી જણાય છે. રાજાના આ કૃત્યથી તે સહૃદયી ગણાતો હતો, તેમાં પણ ક્ષતિ થઈ. એવું ઉત્તરાર્ધમાં સૂચન જણાય છે. શત્રુઓની લક્ષ્મી આકર્ષવામાં વ્યગ્ર હાથવાળા હે રાજનું હું કવિરાજ નથી. તમે લડાઈ કરવામાં શૂરા ક્ષત્રિય છો. સાહિત્યમાં શું સમજો ? તમારા હાથ કઠોર છે. એટલે હવે તમારા જેવા સામે હું કવિ તરીકે જાહેર જ થતો નથી. આ શ્લોકમાં રાજાને સખત ઠપકો છે. આ ઉપરથી તિલકમંજરીનો દાહ થયો હોય એમ માનવાને કારણ મળે છે. હવે ભોજ પ્રબંધમાંઆ શ્લોક, કોઈ વિદેશી કવિ ભોજરાજની સભામાં આવ્યો. સભામાં મોટા મોટા કવિઓ જોઈ તે બિચારો ડઘાઈ ગયો. અને ઉત્તર પ્રમાણે પોતે કવિ નથી પણ એક સામાન્ય માણસ છે એવું જાહેર કરે છે. પણ એ વાતને આ શ્લોકાર્થ અનુરૂપ નથી જાણતો. ગ્રંથદાહ અને
Page #66
--------------------------------------------------------------------------
________________
રાજાની અસહૃદયતા સ્પષ્ટ રીતે આ શ્લોક સૂચવે છે. કદાચ ધનપાળના સંબંધમાં આ બનાવ ન બન્યો હોય, બીજા કોઈ રાજાને કવિના સંબંધમાં બન્યો હોય અને ધનપાળ પરક દંતકથામાં જોડાયો હોય. તેનો ઉલ્લેખ ચરિત્રગ્રંથોમાં હોય. આમ કલ્પના કરીએ તો એ શ્લોક ગ્રંથદાહના ઠપકા પરક ખરો. ભોજરાજ જેવો સહૃદયી આવું અપકૃત્ય ન કરે એ અનુમાનને પણ પૂરી મળે અને તે સંબંધમાં કવિનું મૌન આપણને મદદ આપે. આમાં ખાસ પ્રમાણને અભાવે કંઈ ચોક્કસ કહી શકાતું નથી.
આ કથાનું મૂળ શેમાંથી લેવામાં આવ્યું છે. તે જાણી શકાતું નથી. કવિ લખે છે કે, “નિનામો' જિનના આગમમાં કહેલી કથા સાંભળવાની ઈચ્છાવાળા રાજાના વિનોદ માટે બનાવી. આ સ્થળે વિનામો નો શો અર્થ કરવો ? જિનાગમમાં કહેલી, કે જિનાગમમાં કહેલા તત્વજ્ઞાન પ્રમાણે (જૈનશૈલીથી) બનાવેલી ? પહેલો અર્થ લેવાનું આપણી પાસે હાલ કંઈ પ્રમાણ જણાતું નથી. એટલે બીજો અર્થ લેવો વધારે ઠીક લાગે છે. વૈદિક કથાશૈલી અને જૈન કથાશૈલીમાં અમૂક અમૂક લાક્ષણિક ભેદ છે. એ આગળ પર બતાવીશું.
કાવ્યરચના અપૂર્વ છે. તે સંબંધમાં આગળ લખીશું. પણ તેમાં તેણે જૈનશૈલી બહુ જ ખુબીથી ગોઠવી છે. એ રચના જૈનશાસ્ત્રના સારા પરિચયની સાક્ષી આપે છે. કાદંબરીમાં જેમ કથાબીજ તરીકે પંડરીકની વીસંસ્થલાવસ્થા છે. પુંડરીક મહાશ્વેતા તરફ ન આકર્ષાયો હોત તો આખી કથા ઉત્પન્ન જ ન થઈ શકત. સાહિત્ય દૃષ્ટિથી કાદંબરીકારનું આ કથાબીજ બહુ જ મનોરમ્ય જણાય છે. ધનપાળની કથામાં પારમાર્થિક દૃષ્ટિથી સુગ્રાહ્ય બીજ રાખેલું છે. જ્વલનપ્રભ દેવ
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૮
અને પ્રીયંગસુંદરી દેવી દેવભવમાં પણ પાછળથી સુકૃત્ય કરી પુણ્ય ઉપાર્જન કરવાથી આ સંપત્તિ પામે છે. ચંદ્રાપીડને અને કાદંબરીને પૂર્વનો કંઈ સંબંધ જણાતો નથી. પરંતુ આ નાયક નાયિકાને પૂર્વભવનો સંબંધ છે. તેને બળે આ હરિવહનના ભાવમાં પણ બન્ને એકબીજા તરફ આકર્ષાય છે અને આખરે બન્ને મળે છે. કાદંબરીમાં પત્રલેખા પૂર્વભવનું સંબંધી પાત્ર છે. પણ તે ઘણે ભાગે તટસ્થ પાત્ર છે. દેવી હકીકતો સાથે અને ગ્રંથોમાં સંબંધ આવે છે. તે, તે કાળને માટે અનિવાર્ય છે.
પુંડરીક અને મહાશ્વેતાનો વૃત્તાન્ત જેમ કથામાં લવણ ઉમેરે છે. તેમ અહીં પણ સમરકેતુ અને મલયસુંદરીનો વૃત્તાન્ત કથાનો વિસ્તાર વધારે છે અને કથાને અતિ રસીક બનાવે છે. તેઓ બન્ને પણ પૂર્વભવના સુમાલી અને પ્રયવંદા દેવીરૂપે સંબંધી છે. જ્વલનપ્રભ અને પ્રિયંસુંદરીની માફક જોઈએ તેવું સુકૃત્ય નહિ કરી શકેલા હોવાથી તેમજ પ્રયવંદાએ ચ્યવનકાળે સર્વજ્ઞ ભગવાનના વચન પર અવિશ્વાસ લાવી હૃદયમાં પતિવિયોગથી દુઃખી થઈ. તેથી આ ભવમાં પણ તેને વધારે કષ્ટ અનુભવવું પડે છે. કાદંબરીમાં પુંડરીકનું શરીર ચંદ્રલોકમાં જાય છે. ફરી તે જ શરીરે પાછો સજીવન થાય છે. ચંદ્રાપીડના શરીરની રક્ષા થાય છે. જીવ બીજો અવતાર લે છે. પાછળથી તે જ શરીરમાં પાછો જીવનો સંચાર થઈ ચંદ્રાપીડ રૂપે જીવ થાય છે. વૈશામ્પાયન માનુષી શરીર છોડી પોપટ થાય છે. આવું બીજી પણ અનેક પૌરાણિક કથાઓમાં બનતું આપણે જોઈએ છીએ.
જૈનશૈલીમાં કેટલીક તફાવત છે. કોઈપણ પાત્રનું મરણ થતું નથી. મરણની સ્થિતિમાં લાવી મૂકે છે. પણ મરણ થતું જ નથી. જો મરણ થાય તો ફરી જીવી શકે નહિ. આ જૈનશાસ્ત્રનો નિયમ છે. તેમજ એનું એ શરીર કાયમ રહી શકતું નથી. એટલે માનુષી શરીર દેવલોકમાં જઈ શકતું નથી.
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૯
દેવ અને મનુષ્યો સાથે સગપણનો સંબંધ પણ રહેતો નથી. યદ્યપિ ! પૂર્વભવનો સંબંધ હોય છે. પણ ચાલુ ભવના સંબંધ હોતા નથી. દેવમંત્ર કે ઔષધીના પ્રભાવથી માનુષી શરીર વિકૃતી પામીને તિર્યંચ જાતિ બનવાના ઘણા દાખલાઓ જૈનશાસ્ત્રમાં મળે છે. પણ
ખ્યાલ રાખવાનું કે તે શરીરમાંથી જીવ બહાર નીકળીને બીજું તિર્યંચ જાતિનું શરીર ધારણ કરે એમ મનાતું નથી. એમ બન્યા પછી તે ને તે શરીરે પાછો મનુષ્ય ન થાય આ ખાસ નિમય જોવામાં આવે છે. વૈશમ્પયન પોપટ થાય છે. પણ માનુષી શરીર ત્યાગીને. તેવી જ રીતે આ કથામાં ગંધર્વકને પોપટ બનાવવામાં આવે છે. પણ એના શરીરની વિકૃતી થાય છે. આવો બનાવ કાદંબરીમાં પણ છે. કપિંજલ ઘોડો બને છે. વળી તળાવમાં પડી કપિંજલ રૂપે બને છે. આ બનાવ ગંધર્વક જેવો જણાય છે.
જાતિસ્મરણ જ્ઞાન, મુનિદેશના, પૂર્વભવ કથન વગેરે જૈન કથાઓના અચૂક પદાર્થો આમાં સંકળાયેલા છે. આ કથા, જૈનશૈલી માટે વાદી વેતાળ શ્રી શાંતિસૂરીશ્વરે શોધી છે. નહીં કે કાવ્યદૃષ્ટિથી. કવિએ કવિતાઈ તો ખૂબ ખીલવી છે. આ સંબંધમાં મુનિ મહારાજ જિનવિજયના શબ્દો પૂરતા છે.
બાણની કાદંબરી જેવી વિસ્તૃત ગદ્યમાં અને આખ્યાયિકાના આકારમાં થયેલી છે. પાત્ર અને વસ્તુ બને કવિના કલ્પેલા હોવાથી સંસ્કૃત સાહિત્યનું તે એક અપૂર્વ નૉવેલ જ કહી શકાય. અયોધ્યાનગરીના મેઘવાહન રાજા હરિવહન કુમાર કથાનો મુખ્ય નાયક અને વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા રથનૂપૂર ચક્રવાલ નામક નગરના ચક્રસેન વિદ્યાધરની કુમારી તિલકમંજરી મૂખ્ય નાયિકા છે. આ બન્ને દંપતિને અગ્ર કરી કવિએ કથાની વિચિત્ર અને રસભરી ઘટના કરી છે. મધ્યમાં સમરકેતુ અને મલયસુંદરીનો વૃત્તાંત સાંધી કથાની વિસ્તૃતી અને પ્રકૃતિમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ આણી છે. ધર્મસંબંધી
Page #69
--------------------------------------------------------------------------
________________
૪)
જાતીયતા જણાવવા માટે સ્થાને સ્થાને જૈન વિચારો અને સંસ્કારો કથાના પાત્રોમાં પૂર્યા છે. શક્કાવતરતીર્થ, યુગાધિજિન મંદિર, વલનપ્રભ નામા વૈમાનિક દેવ, વિદ્યાધર મુનિ, નંદીશ્વર દ્વીપ, વૈતાઢ્ય પર્વત, અષ્ટાપદ પર્વત મહાવીર નિર્વાણ મહોત્સવ અને સર્વજ્ઞ એવા જયંતરસ્વામી દ્વારા પૂર્વજન્મ કથન-ઈત્યાદિ પ્રબંધોથી જૈન-જગત્ની રૂપરેખા આલેખી છે. એ સિવાય કાવ્યાનાં વર્ણનીય અંગો-જેવા કે, નગર ઉદ્યાન, પર્વત, અરણ્ય સમૂદ્ર, સરિત્ સરોવર, પ્રાતઃકાલ, સાયંકાલ, નિશા, આલોક, અંધકાર, સમયવર્ણન, યુદ્ધ અને નૌકા આદિનાં વર્ણનો,-અતિ આશ્ચર્યકારક રીતે વર્ણવ્યા છે. પ્રાકૃતિક દૃશ્યો અને વસ્તુ-સ્વભાવો બહુ જ સુંદર અને સુક્ષ્મ દૃષ્ટિથી આલેખવામાં આવ્યા છે. પ્રત્યેક વર્ણન રસ અને અલંકાર દ્વારા પૂર્ણ પોષવામાં આવ્યું છે.
પ્રભાવ વરિત્ર' ના લેખક કહે છે કે “રસાન નવ પૂરાં કોટિ પ્રપિતા: વિવIિ' તેમાં અત્યુક્તિનો લેશ પણ સહૃદય વાચકને જણાતો નથી. કાવ્ય મધુલોલુપ રસિક-ભ્રમરોને ચિત્ત-વિનોદ માટે ષડઋતુના પુષ્પોથી સુગંધિત નંદનવન સમાન નવરસથી પૂરિત આ કમનીય કાવ્ય છે. કાદંબરીનાં વિસ્તૃત વર્ણનો અને દીર્ઘ-સમાસો કાવ્યમર્મજ્ઞના કોમલાન્ત:કરણને જ્યારે કદંકિત કરે છે ત્યારે, તિલકમંજરીના સંક્ષિપ્ત વૃત્તાન્તનો અને સરલ વાક્યો સ્મરણ-સૂત્રોની માફક હૃદયપટ ઉપર સુંદર રીતે અંકિત થઈ વારંવાર સ્મૃતિપથમાં આવ્યાં કરે છે. શબ્દની લલીનતા અને અર્થની ગંભીરતા મનોજ્ઞ મનને મોહિત કરે છે. સ્થાને સ્થાને નીતિ અને સદાચારના ઉચ્ચારિત ઉલ્લેખથી વિવેકી વચનનની વૃત્તિ સન્માર્ગ-સ્ત્રોત તરફ આકર્ષાય છે. સંસારની સ્વાભાવિક ક્ષણભંગુરતાના સ્વરૂપને પ્રકટ કરનારા માર્મિક ઉપદેશોથી તત્ત્વજ્ઞના હૃદયમાં નિર્વેદના અંકુરો ઉદ્દગમે છે. યથોચિત સ્થાને આવેલા પ્રસંગોથી વાચકની વિચારશ્રેણી ક્ષણમાં શંગારરસમાં
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૧
ડૂબે છે. તો ક્ષણમાં કરૂણરસમાં નિમગ્ન થઈ જાય છે. ક્ષણમાં સાક્ષાત્ ધર્મસ્વરૂપ એક મહાત્માને જોઈ ચિત્ત ભક્તિ તલ્લીન થાય છે. તો ક્ષણમાં અતિ ભયાનક એક વેતાલને જોઈ સમગ્ર શરીર ભયથી રોમાંચિત થઈ જાય છે.
આવી રીતે ‘‘અસ્તિ’’ત્વના મૂળમાંથી શરૂ થતો રસપુરિત વાક્યપ્રવાહ હિમાલયના ગર્ભમાંથી નિકળેલા ભાગિરથીના સ્રોતસમી માફક ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો અંતે ‘‘જ્ઞાનન્દ્ર'' ના ઉદધિમાં અંતરિત થઈ જાય છે.
ભોજન કરતી વખતે એકલા મિષ્ટાન્નથી જેમ મનુષ્યનું મન કંટાળી જાય છે અને તેનાથી વિરક્ત થઈ, વચમાં વચમાં તીખા કે ખાટા સ્વાદવાળી સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે. તેમ કથાના રસાસ્વાદન સમયે પણ કેવળ ગદ્યથી વાચકની વૃત્તિમાં વિરક્તતા આવવા ન પામે, તે હેતુથી, કવીશ્વરે ઉચિત પ્રસંગે મોગરાની માળામાં ગુલાબના પુષ્પોની માફક મધુર અલ્હાદક અને સુંદરવર્ણવિશિષ્ટ, નાના જાતિનાં પદ્યો સ્થાપન કરી, સુવર્ણમાં સુગંધ ભેળવ્યું છે.
કવિની પૂર્વે કાદંબરી આદિ કથાઓ વિદ્યમાન હતી અને તેમનો આદર પણ વિદ્વાનોમાં અતિ હતો. પરંતુ તેઓમાંથી કોઈ કથા જ્યારે કેવળ શ્લોષમય હતી તો કોઈ કેવળ ગદ્યમય, ત્યારે કોઈ પદ્યપ્રાધાન્ય જ. એ કથાઓ સર્વગુણસંપન્ન હોવા છતાં પણ તેમની એ એકાંતતા ગુલાબના ફુલમાં કાંટાની માફક, સહૃદયોના હૃદયમાં ખટકતી. તેમના વાંચન વખતે રસિકોના મનમાં વહેતી રસની ધારાનો વેગ સ્ખલાતો. તેમનો એ દોષ, સાહિત્યકારો પોતાના નિબંધોમાં સ્પષ્ટપણે પ્રકટ કરતા. ધનપાલથી પણ એ સંબંધમાં મૌન નહી રહેવાયું. પોતાના પૂર્વના મહાકવિઓના ગુણો મૂક્તકંઠે ગાવા છતાં પણ, તેમની તે દુષિત કૃતિ માટે ટકોર કરી જ દીધી છે. તિલકમંજરીની પ્રસ્તાવનામાં કહે છે કે
Page #71
--------------------------------------------------------------------------
________________
૪ ૨
"वर्णयुक्ति दधानापि स्निग्धांजनमनोहराम् । नातिश्लेषघना श्लाघां कृतिर्लिपिरिवाश्रुते ॥ अश्रान्तगद्यसन्ताना श्रोतृणां निर्विदे कथा । નાતિ પદપ્રવુર વપૂપિ કથારસ છે'
તાત્પર્ય એ છે કે, જનોના મનને હરણ કરનારાં એવાં મધુર વર્ણનયુક્ત હોવા છતાં પણ અતિ શ્લેષવાળી કવિની કૃતિ પ્રશંસા પામતી નથી. સતત ગદ્યવાળી કથા પણ શ્રોતાઓને આનંદ આપી શકતી નથી તેમજ પ્રચુર પદ્યોવાળી ચંપૂકથા પણ રસ પોષી શકતી નથી. કવિના આ ત્રણ આક્ષેપો, ક્રમથી સુબંધુ કવિની ‘વાસવદત્તા, બાણકવિની ‘કાદંબરી' અને ત્રિવિક્રમભટ્ટની “નલકથા' ઉપર થયેલા જણાય છે. પ્રથમનું શ્લેષકાઠિન્ય, બીજીનું ગદ્યપ્રાધાન્ય અને ત્રીજીનું પદ્યપ્રાચર્ય સુપ્રસિદ્ધ જ છે. સાહિત્યજ્ઞોની દૃષ્ટિમાં, આ કૃતિઓ, તેમની લોકપ્રિયતાને લીધે, કાંઈક હનગુણવાળી જણાયેલી હોવાથી ધનપાલે પોતાની કૃતિને એ ત્રણે માર્ગોથી દૂર રાખી. નવા જ માર્ગે દોરવી છે. આમાં નથી સઘન શ્લોકો કે નથી કઠિન પદો. તેમજ સતત ગદ્ય પણ નથી અને પ્રચુર પદ્ય પણ નથી. સમગ્ર કથા સરલ અને સુપ્રસિદ્ધ પદો દ્વારા પ્રસાદ ગુણ વડે અલંકૃત થયેલી છે. થોડા થોડા અંતર પછી, પ્રસંગોચિત સ્થાને એકેક, બબ્બે કે તેથી વધારે ભાવદર્શક પદ્યો પણ આવેલાં છે. ગદ્યની માફક તિલકમંજરીનાં પદ્યો પણ બહુ રમણીય અને પ્રૌઢ છે.
ગ્રંથપીઠિકા કવિએ વિસ્તારરૂપે લખી છે. નાના-મોટા એકંદરે ૫૩ કાવ્યોમાં ઉપોદ્ધાત પૂર્ણ કરવામાં આવ્યો છે.
સુંદર, સરલ અને ભાવપૂર્ણ શબ્દોવાળા એવા"स वः पातु जिनः कृत्स्रमीक्षते यः प्रतिक्षणम् । રૂરિનનૈરેનન્તોતું નત્રિયમ્ '
Page #72
--------------------------------------------------------------------------
________________
૪૩
આ ભાવ મંગલથી કથાનો મંગલમય પ્રારંભ થાય છે. ૭માં કાવ્ય સુધી પોતાના અભિષ્ટ દેવ એવા જિનેશ્વરની તથા શ્રત દેવતાસરસ્વતીની સ્તવના કરી છે. તે પછીના ૧૧ શ્લોકમાં સુક્તીઓની પ્રશંસા અને ખલજનોની નિંદા તથા સુકાવ્યનું સંકીર્તન અને દુષ્ટ કવિતાનું દોષોદ્ધાટન કરવામાં આવ્યું છે. કવિ અને કાવ્યોના વિષયમાં કથાકાર કહે છે, કે:
"स्वादुतां मधुना नीताः पशूनामपि मानसम् । मदयन्ति न यद्वाचः किं तेऽपि कवयो भुवि ॥ काव्यं तदपि किं वाच्यमवाञ्चि न करोति यत् । श्रुतमात्रसमित्राणां वक्त्राणि च शिरांसि च ॥"
અર્થાત્-માધુર્ય ગુણ દ્વારા સ્વાદુતાને પ્રાપ્ત થયેલી જેમની વાણીઓ, પશુઓના મનને પણ જો હર્ષિત નહીં કરે તો શું તેઓ પણ પૃથ્વીમાં કવિ કહેવડાવવા લાયક છે ?! અને તે પણ શું કાવ્ય કહી શકાય કે જેના શ્રવણમાત્રથી જ જો શત્રુઓના મુખ અને મસ્તક નીચા નહીં થઈ જાય ?!! ૧૯માં શ્લોકમાં ‘ત્રિપટ્ટી' ધારક શ્રી ઈદ્રભૂતિ ગણધરને નમસ્કાર છે. ૨૦માં શ્લોકમાં આદિ કવિ તથા રામાયણ અને મહાભારતના કર્તા, મહર્ષિ વાલ્મીકી અને વેદવ્યાસને વંદન કરવામાં આવ્યું છે ! પરમાઈત એવા એ કવિશ્વરની ગુણાનુરાગતા તરફ જરા હાલના સંપ્રદાય રસિકોએ જોવું જોઈએ. આ પછીના બે શ્લોકમાં, ગુણાઢ્ય કવિની વૃથા ની કથા ને પ્રવરસેનના સેતુબંધ મહાકાવ્યની પ્રશંસા છે. ૨૩માં શ્લોકમાં, પાદલિપ્તાચાર્યની બનાવેલી તાંવિતિ કથા ગંગાની માફક પૃથ્વીને પાવન કરનારી કહી છે. ૨૪માં ‘નવવસૂરિ' ના પ્રાકૃત પ્રબંધોની પ્રશંસા છે. પછીના ચાર શ્લોકોમાં ક્રમથી, કાલિદાસ, બાણ, માઘ અને ભારવિ કવિને વખાણ્યા છે. ર૯માં શ્લોકમાં શ્રી હરિભદ્રસૂરિના સમદ્વિત્ય ચરિતનો મહિમા છે. ૩૦મું પદ્ય મહાકવિ ભવભૂતિના
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૪
ઉત્કર્ષનું પ્રકાશક છે. ઘણી જ ખુબીથી કવિએ, એ ભવભૂતિની ભારતીને વખાણી છે.
‘સ્વષ્ટભાવરસાવિત્રે: પન્યાસૈ: પ્રતિતા । नाटकेषु नटस्त्रीव भारती भवभूतिना ॥"
44
૩૧મા શ્લોકમાં વાતિરાજના ‘ગૌડવધ’ ની કીર્તિ છે. ૩૨મા શ્લોકમાં શ્વેતાંબર શિરોમણિ શ્રી બપ્પભટ્ટી-ભદ્રકીર્તિસૂરિના બનાવેલા ‘તારાગણ’ નામના કાવ્યનું સંકીર્તન કર્યું છે. ૩૩મા માં યયાવર રાજશેખર કવિની વાણીને વખાણી છે. ૩૪મો શ્લોક કવિએ પોતતના ગુરુશ્રી મહેન્દ્રસૂરિનાં વચનોની પ્રશંસા માટે લખ્યો છે. પછીના બે શ્લોકોમાં રૂદ્રકવિની ત્રૈલોક્યસુંદરી'ની તથા તેના પુત્ર કર્દમરાજની સૂક્તિઓની પ્રશંસા છે. આવી રીતે સ્વમત તથા ૫૨મતમાં થઈ ગયેલા મહાકવિઓની ઉદાર વૃત્તિથી ભૂરિ ભૂરિ પ્રશંસા કરી ઉપસંહાર કરતાં કહે છે કે
केचिद्वचसि वाच्येऽन्ये केऽप्यशून्ये कथारसे । केचिद्गुणे प्रसादादौ धन्याः सर्वत्र केचन ॥
આના પછીના ૪ કાવ્યોમાં, પરમાર, વૈરસિંહ, સીયક, સિંધુરાજ અને વાતિરાજનું વર્ણન છે. ૪૩ થી ૪૯માં કાવ્ય સુધી કવિના આશ્રયદાતા રાજા ભોજના પ્રતાપ અને પ્રભાવનું વર્ણન છે, ૫૦માં કાવ્યમાં પ્રસ્તુત કથાની ઉત્પત્તિનું કારણ દર્શાવ્યું છે. ૫૧-૫૨માં કાવ્યમાં પોતાના પિતામહ અને પિતાની પ્રશંસા કરી સ્વવંશનું કિર્તન કર્યું છે.
“મધ્ય દેશમાં આવેલા સાંકાશ્યામા પ્રદેશમાં દેવર્પિનામા દ્વિજ હતો કે જેનો પુત્ર સર્વ શાસ્ત્રમાં કુશળ સ્વયંભૂ જેવો સર્વદેવ નામા મ્હારો પિતા છે.” આમ સંક્ષેપમાં પોતાનું પૂરાતન વાસસ્થાન અને કુલ પ્રકાશિત કરી છેલ્લા કાવ્યમાં કવિ કહે છે કેઃ
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૫
"तज्जन्मा जनकाङ्ग्रिपङ्कजरजः सेवाप्तविद्यालवो विप्रश्रीधनपाल इत्यविशदामेतामबध्नात्कथाम् । "अक्षुण्णोऽपि विविक्तसूक्तिरचने यः सर्वविद्याब्धिना श्रीमुञ्जेन सरस्वतीति सदसि क्षोणीभृता व्याहृतः"
તાત્પર્ય એ છે કે-પોતાના પિતાના ચરણકમળની સેવાથી વિદ્યાલવને પ્રાપ્ત થયેલા, અને સર્વ વિદ્યાના સમુદ્રરૂપ એવા મુંજરાજાએ સભાની અંદર “સરસ્વતી' એવા મહત્ત્વસૂચક ઉપનામથી બોલાવેલા મેં ધનપાળ વીખે આ કથા રચી છે.
આવી રીતે લંબાણપૂર્વક કથાની પીઠીકા પૂર્ણ કરવામાં આવી છે. અને પછી મતિ તાનિરતરત્નસુરનો ઇત્યાદિ રમણીય ગદ્ય દ્વારા પ્રભાવ પૂર્ણ કથાનો પ્રારંભ કરવામાં આવે છે.”
કવિ પોતે જ કબુલ કરે છે કે આ કથામાં અભૂત રસ છે, ‘અમુતરસા' ખરેખર અદ્ભત રસવાળી છે. પાત્ર કલ્પના એવી સાર્થક છે કે-એક ગૌણ પાત્ર દ્વારા પણ અનેક નેમો સાધી લેવામાં આવે છે. કોઈ પણ પ્રસંગને રસમય કર્યા વિના છોડવામાં આવતો જ નથી. તેના એક જ દાખલા તરફ વાંચકોનું લક્ષ્ય ખેંચશેસમરકેતુ અને તારક દિવ્ય સંગીત સાંભળી અંધારી રાતે હોડીમાં બેસી રત્નકૂટ તરફ જાય છે. કેટલો હર્ષ ! કેટલો આનંદ ! તેવામાં એકાએક સંગીત બંધ થાય છે. કઈ તરફ હોડી ચલાવવી એ મુશ્કેલી ઉભી થાય છે. તે પ્રસંગે સમરકેતુનો પશ્ચાત્તાપ. તેવામાં એકાએક વિદ્યાધરોનું ટોળું પહાડ પરથી આકાશમાર્ગે ઉડે છે અને પ્રકાશ થાય છે. એટલે હોડી ચલાવવાની અનુકૂળતા થાય છે. જો કે કવિને સમરકેતુ રત્નકૂટ પર્વત તરફ ચોક્કસ લઈ જ જવો છે. વચ્ચે કાઈપણ દૈવી કે સમુદ્રને લગતી મુશ્કેલી ઉભી થતી નથી. વિદ્યાધરો પ્રાતઃકાલ થવાથી સ્વસ્થાન તરફ જવાની તૈયારી કરવામાં હતા એટલા માટે તેઓને સંગીત બંધ કરવું આવશ્યક હતું એટલા માટે તેઓએ
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૬
બંધ કર્યું. તે સમરકેતુના પશ્ચાત્તાપનું કારણ બન્યું અને વાંચકો આગળ એ સમરકેતુનું સાહસ એક રસિક રીતે ખડું થયું. તરત વિદ્યાધરોને જ આકાશમાર્ગ ઉડાડી પ્રકાશની નિશાની આપી સમરકેતુના કામમાં અનુકૂળતા કરી આપી. (વાંચો દિવ્યસંગીત અને નૂપૂરઝાંકર એ પ્રકરણો) સ્થળે સ્થળે, પ્રસંગે પ્રસંગે અભૂત રસનાયક તરીકે વિરાજે છે. બીજા દરેક રસો પણ તે તે સ્થળે વાંચતી વખતે વાંચકોને તન્મય બનાવે છે. એ અનુભવથી ગમ્ય થશે.
તેમની ભાષા, તેમની વર્ણનશૈલી વગેરે કાવ્યને લગતી સમાચનાઓ કરવાનું આ સ્થળ જ નથી, તે કરીએ, તો એક ગહન ગ્રંથ થાય. તે બાબતો યથાર્થરૂપે વાંચકો સમક્ષ ખડી કરવાનું હાલ મારામાં પણ સામર્થ્ય નથી. એટલે આટલેથી જ વિરમું છું. પણ જો પ્રસંગ મળશે તો તે પણ કરવા ઉમેદ છે.
લિ. પ્રભુદાસ બેચરદાસ પારેખ
Page #76
--------------------------------------------------------------------------
________________
IV
ધનપાળ કવિની અન્ય કૃતિઓ
| ઉપલબ્ધ ૧. ઋષભ પંચાશીકા-આ ગ્રંથ પચ્ચાસ ગાથા પ્રમાણનો પ્રાકૃત ભાષામાં છે. તેમાં ઋષભદેવ પ્રભુના ચરિત્રને અંગે અદ્ભુત ગુણોની સ્તુતિ છે. અર્થ ગાંભીર્યની બાબતમાં તો પૂછવું જ શું ? છાયા સહિત નિર્ણયસાગર પ્રેસ તરફથી કાવ્યામાળા સપ્તમ ગુચ્છમાં છપાયેલ છે. અને નાની અવચૂરિ અને ગુજરાતી ભાષાંતર સહિત જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પણ બહાર પડેલ છે."
૨. પાઈઅલચ્છી નામમાળા-મંગળાચરણ પરથી પંડિત બહેચરદાસનું અનુમાન છે કે જૈન ધર્મ સ્વીકાર્યા પહેલાં કવિએ આ ગ્રંથ બનાવ્યો હોય એમ ગણવામાં આવે છે. પ્રાકૃત શબ્દોનો કોષ છે. પ્રથમ ગવર્નમેન્ટ તરફથી છપાયો હતો. હાલ ભાષાન્તર અને સૂચિપત્ર સહિત બી.બી. એન્ડ કંપની, ભાવનગર તરફથી બહાર પડેલ છે.
સંભવિત૧. શોભન સ્તુતિ પર ટીકા–ધનપાળના લઘુબંધુ શોભન મુનિએ ગૌચરી જતાં આ યમકમયસ્તુતિચતુર્વિશતિ બનાવી છે. તેના પર ઘણી જ ખુશીથી કવિએ વિસ્તૃત ટીકા લખી છે. એમ શ્રીપ્રભાવક ચરિત્રકાર કહે છે. મહારાજ શ્રી જિનવિજયજી સૂચવે છે કે “પાટણ હાલાભાઈના ભંડારવાળી ટીપમાં પ્રાયઃ આ ટીકા મારા વાંચવામાં
આવી છે.'
૧. સંભળાય છે કે આ સ્તુતિ મંદિરમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય બોલ્યા.
તે સાંભળી કુમારપાળ રાજાએ પ્રશ્ન કર્યો “આપ શ્રાવકની બનાવેલી સ્તુતિ કેમ બોલો છો ?'' “રાજન્ ! કવિ ધનપાળ સિદ્ધ સારસ્વત કવિ છે. તેની રચના ગંભીર અને આદરણીય છે. જેથી તે બોલવામાં કોઈપણ જાતની અડચણ નથી.
Page #77
--------------------------------------------------------------------------
________________
४८
૨. સાચોર (સત્યપુર) મહાવીર જિન સ્તુતિ-આ સ્તુતિનું પહેલું પદ “વ નિમૂન' ઈત્યાદિ છે. અને તે વિદ્યમાન છે. એમ પ્રભાવક ચરિત્રકાર લખે છે. હાલ ક્યાંય ઉપલબ્ધ નથી. તેમજ સાંભળવામાં પણ નથી. પ્રભાવકચરિત્રકાર લખે છે કે તે વિરોધાભાસાલંકારવાળી છે.
૨. ઉપરની સ્તુતિ સિવાયની સાચોરના મહાવીરસ્વામીની સ્તુતિપરક નીચેનો ઉત્સાહ
મુનિરાજ શ્રી જિનવિજયજી તરફથી અમને મળેલ છે. તેઓ લખે છે કે-“ભાષા પરથી રચનાર આ ધનપાળ નહોવા જોઈએ” અને મારી ધારણા છે કે આ જ ધનપાળ આના કર્તા છે. જો કે મારા કરતાં તેમનો નિર્ણય વધારે નિશ્ચિત
હોય છતાં તેનો યોગ્ય નિર્ણય કરવા વાંચકો સમક્ષ જેમને તેમ ટાંકુ છું. જીવણને(૨)ણ દુટ્ટકમ્મ બલવન્તા મોડિય ચઉકસાય પરંત જેણ ઉમૂલવિતોડિયા તિયણજગડણમયણસરહિ તણુ જાસુ ન ભિન્જઈ ઈયરનરહિ સચ્ચઉરિવીરુ સો કિમ જગડિજ્જઈ. ૧ વર સુરહિ પહરંત બંધમાહણસિરિ તોડહિ ફરસુ અસ્થિગબ્બરુ લેવિ તવારિહિ સોડહિ તે તે સિપાવિહૃદુષ્ટ આરુછ સુધીરહ નયણિહિ પચ્છહિ જાવ તાવ પહસ્તન વીર. ૨ ભંજેવિણ સિરિમાલદેસુ અનુઅણહિલવાડઉં ચડાવલ્લિ સોરઠુ ભગુ પુણુ દેઉલવાડઉં સોમેસરુ સોતેહિ ભથ્થુ જણમણ આણંદણું ભગુ ન સિરિ સચ્ચઉરિવીરુ સિદ્ધયૂહ'નંદણું. ૩ બહુએહિ વિ તારાયણહિં રવિ પસરુ કિં ભિક્ઝઈ બહુએહિ વિ વિસહરેહિ મિલિવિ કિં ગુરુડુ ગિલિજ્જઈ બહુ કુરંગ આરું કરહિ કિરિ કઈ મયંદહ પૂણિહિ બહુય તુક્ક કાઈ સચ્ચઉરિ જિણ દહ. ૪ કસિણ શિશુચિ કાલિઆસ કુવિ જા નરેસ ઉāસિવઇ સચ્ચઉરિ દિટુતહિ વીરુણિણસ આ ભિલે આહુદ રંગુ આમીયરવરતણુ વરતુરગદોરહિ નિવિહુ નરવઈડુિ ચવિઉ મણુ. ૫ રાયાઅસિહિ દુ ભડિહિ જિણું જાવ ન નામિઓ બદ્ધસાતિ કારેવરહ ખંધિ રજુહું સંદામિઓ
Page #78
--------------------------------------------------------------------------
________________
૪૯ ૩. શબ્દકોશ યા તો ધાતુઓને લગતો ગ્રંથ-આવી જાતનો ધનપાળ રચિત ગ્રંથ હોવો જોઈએ એમ અનુમાન કરવાને કારણો મળે છે. તેમાંનું પહેલું એ કે કલિકાલ સર્વજ્ઞ પ્રભુ હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણી ટીકાની શરૂઆતમાં લખે છે કે
વ્યુત્પત્તિર્વેતાત:”
કઢંતહ તુટ્ટવિ રજુ હયગય ધરણીયલિ વિવિડિય જિમ પરિચત્તરંડપેચ્છતહ પરબલિ. ૬ પુણવિ કુહાડા હત્યિ લેવિ જિણવરતણું તાડિG પચ્છથડવિ કુહાડેહિ સોસિરિ અબાડિG અજઝવિ દીસહિ અંગિ ઘાય સેહિય તસુ ધીરહ ચલણજુયેલુ સચ્ચઉરિ નયરિ પણમહુ તસુ વીરહ. ૭ ગોસાલા સંગમય અમર ઉપસર્ગી સહેવિણ જો ન ચલિઉ જઝાણહ જિણિન્યુ સિવસુહલગ્નમણુ તસુકિત્તિય ઉવમગ્ન સહવિ કિય નરહ નરિંદહ નમહુ નમહ સચ્ચઉરિવીરુ જો ચરમ જિણિંદહ. ૮ જસુ વિરજ્જઈ સમવસરણ ચઉદેવનિકા હિ જસુ પણમિસ્જઈ ચલણારવિંદુ સુરવર સંઘાયહિ ચઉદસરજ્જહુ ભુવણનાહુ જો જંતુ હિયક : સો પણમહુ સચ્ચઉરિ નયરિ સિરિ વીરુ જિPસ. ૯ કુસુમવુષ્ટિ કિંકિલ્લિ અમર કિન્નરદેવ ઝુણિ ચ્છત્તણિ ધહિ નિઘોસ સંઠિઉ સીહાસણિ ભામંડલું દેહાણલગ્ન જસુ તિહુયમિ છજ્જઈ વરસાહિહિ સચ્ચઉરિવીરુ સોકિમ પણમિર્જાઈ. ૧૦ જિમ મહંતુ ગિરિવરહ મેરુ, ગહ ગણહ દિવાય તિમ મહંતુ સુસયંભુરમણ ઉવહિહિં રયણાય તિમ મહંતુ સુરવરહમઝિ સુરલોઈ સુરેસરુ તિમ મહંતુ તિયલોય તિલઉ સચ્ચઉરિ જિPસ. ૧૧ ઉદાલવિદિણયરહ તેઉ ગહવઈસોમgણુ ગંભીરિમ સાયરહ હરવિમંદિરહ થિરત્તણું ઘડિલ વીરુ - અમિઉલેવિ સચ્ચઉરિ સુણિજ્જઈ તિહુઅણિ તસુ પડિબિંબુ વસ્થિ જસુ ઉપમદિજ્જઈ. ૧૨
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૦
આ મારા કોષમાં વ્યસ્પત્તિ ધનપાળ તરફથી (ધનપાળના કોઈપણ ગ્રંથમાંથી) છે એમ સમજવું. વળી બીજું પ્રમાણ એ છે કે ત્રિવેન્દ્રમણી સંસ્કૃત ગ્રંથમાળામાં એક ધાતુઓને લગતા ૨૦૦ શ્લોક પ્રમાણનો ગ્રંથ છે. તેના ૨ પુરૂષાકાર નામની ટીકા છે. તેમાં ધનપાળનું નામ લગભગ ૪૫ સ્થળે આવેલ છે. હાલ એ ગ્રંથ મારી પાસે હયાત નહીં હોવાથી વિશેષ નિર્ણયો લખી શકતો નથી. આ
કોરિટં, સિરિમાલ, ધાર આહાડુ, નરાણી અણહિલવાડઉં વિજયકોટ્ટ, પુણ પાલિતાણ વિમ્બિવિ તાવ બહુત ઠામમણિચો છુ (?) પઈસર જં અક્કવિ સચ્ચઉરિવીલોકણિહિ ન દીસહ. ૧૩ સહસ્તેવિ લોયણહ તિન્દુ ન હોઈ નિયંતહ વયણ સહસ્તેહિ ગુણ ન તુટુ નિક્રિયહિ થર્ણતહ એક્કજીહ ધણપાલુ ભણઈ ઈજ્જુ જમ્મહ નિયણું કિં વનઉં સચ્ચઉરિવીરુ હલું પુણુ ઈક્કોણણ. ૧૪ રખિ સામિ પરંતુ મોટુ નેહુડુય તોડહિ સુમ્મદંસણિ નાણુ ચરણુ ભડ઼કોહિ વિહાડહિ કરી પસાઉ સચ્ચઉરિવી જઈ તુહુ મણિ ભાવઈ તઈતુzઈ ધણપાલ જાઉ જહિ ગયઉ ન આવઈ. ૧૫
શ્રી સત્યપુરમંડન ૫૦ ધનપાલકૃત શ્રી મહાવરી ઉત્સાહ
સમાપ્ત [આ ઉત્સાહની પ્રત સંવત ૧૩૫૦માં લખાયેલી છે અને પાટણ ફોફલીયાવાડાના શેઠ હાલાભાઈ મગનલાલના ભંડારમાંથી મળી છે. આમાં સોમનાથ વગેરેના નાશની વાત લખી છે. મહંમદ ગઝની ઈ.સ. ૧૦૨૪ માં ગુજરાત પર ચઢી આવ્યો અને ત્યાંથી જઈ સોમનાથનું શિવલિંગ તોડ્યું. એ બનાવો બન્યા પછી આ ઉત્સાહ બન્યો હોય એમ આમાંના ઉલ્લેખ પરથી સ્પષ્ટ સમજાય છે. અને એ બનાવો બન્યા તે વખતે ધનપાળની વિદ્યમાનતા હતી. તેણે આ સ્તુતિ પોતાની પાછળની વયમાં બનાવી છે. કારણ કે ધનપાળ પાછલી વયમાં જ સાચોરમાં રહ્યાનું આપણે આગળ જોઈ ગયા છીએ. | વિક્રમ સંવત ૧૦૮૦ માં મહંમદ ગઝનીની ચડાઈ. ૧૦૭૮ માં ભોજરાજ ગાદી પર આવ્યા તે વખતે ધનપાળ વિદ્યમાન હતા. એટલે તેમણે આ ઉત્સાહ બતાવ્યો હોય એમ માનવાને કારણ મળે છે.]
Page #80
--------------------------------------------------------------------------
________________
V
તિલકમંજરી પર ટીકા ટીપ્પણ કે ઉદ્ધાર
એક
૧. ટીપ્પણ—તિલકમંજરી ૫૨ પૂર્ણ તલગચ્છીય લઘુ ટીપ્પણ છે. દુર્બોધ સ્થળોનું સ્પષ્ટીકરણ સારું કરે છે અને તે ઘણું જ ઉપયોગી છે. તેની પ્રતો અમદાવાદ, પાટણના ભંડારોમાં મળી આવે છે.
૨. ટીકા–પદ્મસાગર અભિકૃત એક વિસ્તૃત ટીકા પણ ઉપલબ્ધ થાય છે. લગભગ આઠ કે નવ હજાર શ્લોક પ્રમાણ ગ્રંથ છે. કઈક અશુદ્ધ વધારે જણાય છે. તેની મૂળ પ્રતિ શ્રી હંસવિજયજી મહારાજ પાસે છે અને ઉતારો અમારી પાસે છે. એવું માનવામાં આવે છે કે, આ ટીકા કરતાં ઉપરનું ટીપ્પણ વધારે વજનવાળું છે.
તિલકમંજરીના ઉદ્ધાર ચાર મળે છે.
૧. દિગંબર પંડિત ધનપાળ કૃત તિલકમંજરી કથાસાર ૨. શ્વેતાંબર પંડિત લક્ષ્મીધર કૃત તિલકમંજરી કથાસાર ૩. પદ્મસાગર ગણીકૃત તિલકમંજરી કથાસાર ૪. શ્રીરગમાં છપાયેલ તિલકમંજરી (........)
આમનો પહેલો સાર ૨૬૧માં કાર્તિક માસમાં બનાવ્યો છે. કર્તા પલ્લિપાળ ધનપાળ અણહિલપર પાટણના વતની દિગંબર જૈન વણિક છે. તિલકમંજરી કાર ધનપાળ શ્વેતામ્બર સંપ્રદાયને માન આપનાર છે. સાર કર્તા ધનપાળ દિગંબરી છતાં સાર રચવા માટે તૈયાર થયા તેમાં કવિ ધનપાળની આકર્ષક શક્તિ છે. આ સારની રચના બીજા નંબરના સાર કરતાં કેટલેક અંશે ઉત્તમ છે. તેમાં પ્રકરણો પાડેલા છે. (આત્માનંદ પ્રકાશ ૧૯૭૨ મધ)
નંબર બીજો શ્વેતામ્બર પંડિત લક્ષ્મીધરે ૧૨૮૧માં રચ્યો છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
પર
આ ગ્રંથ આ સંસ્થા તરફથી છપાઈ બહાર પડી ચૂક્યો છે. તે વાંચવાથી જ તેની હકીકત વાંચકો જાણી શકશે. એટલે અહીં તેની સમાલોચના આપતા નથી.
નંબર ત્રીજો પૂનામાં ફેંક્કન કૉલેજના ભંડારમાં કે ભાંડારકરના ગ્રંથ સંગ્રહાલયમાં પ્રાપ્ય છે.
નંબર ચોથો પ્રાસ પાસે આવેલ શ્રી રંગમાં વાણીવિલાસ પ્રેસમાં છપાયેલ તિલકમંજરી છે. પ્રથમ તો તે અભિનવ બાણકૃષ્ણમાચાર્યના આધિપત્ય અને તંત્રીપણા નીચે નીકળતાં ‘સયા' માસિકમાં ક્રમશ: પ્રગટ થતી હતી અને પાછળથી અખંડ પુસ્તકાકારે પણ બે રૂપિયાની કિંમતે મળતી હતી. તિલકમંજરી ગ્રંથ અક્ષરે અક્ષર લેવામાં નથી આવ્યો. પણ કેટલાક વર્ણનો છોડી દઈ કથાભાગ સંસ્કૃત એના એ શબ્દોમાં ગદ્યબદ્ધ છે. જેમને જરૂર હોય તેઓએ તે સ્થળે તપાસ કરાવવી.
આ ગ્રંથકાર આવા સમર્થ છતાં હાલ સર્વત્ર પ્રસિદ્ધ કેમ નથી એવી શંકા કદાચ થશે. ઉપરના ઉદ્ધારો અને ટીકાઓ ઉપરથી, તેમજ હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજી જેવા સમર્થ જૈન વિદ્વાનોએ, પુરુષાકારના કર્તાએ તેમજ બીજાઓએ પણ કેટલેક સ્થળે પોતપોતાના ગ્રંથમાં તેમના ગ્રંથના ફકરા ટાંક્યા છે. (વિસ્તાર ભયથી અહીં આપ્યા નથી.) તે પરથી તેની પ્રસિદ્ધિનો ખ્યાલ આવી શકશે. ગુજરાતના સાહિત્યમાં જૈનોએ અનેક જાતનો વધારો કર્યો છે. અનેક પુસ્તક ભાંડાગારો મોજુદ છે. છતાં ધર્મભેદને લીધે જ ગુજરાતના સાક્ષરો તે તરફ દૃષ્ટિપાત કરતા નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કે તેવાં બીજાં સાર્વજનિક ખાતાંઓ જૈનોની ખાસ મદદથી સ્થપાયાં હોય છતાં તેમાં લગભગ બસો ઉપરાંત સંખ્યામાં ગ્રંથો બહાર પડ્યા
Page #82
--------------------------------------------------------------------------
________________
છે. પણ તેમાં કયો જૈન ગ્રંથ બહાર પડ્યો છે ? કહેશો કે કીર્તિકૌમુદીનું ભાષાંતર પણ એના કર્તા સોમેશ્વર ભટ્ટ બ્રાહ્મણ છે ને ? તેથી છપાવી શકાયો છે. અને દલીલ પણ કરવામાં આવતી હશે કે “જૈન સાહિત્યમાં એટલું બધું ઉપયોગી નથી. તેથી જમાનો એવો છે કે ઉપયોગી સાહિત્ય જ બહાર પાડવું, માટે તેના તરફ દૂર લક્ષ્ય રાખવામાં આવે છે.” આ દલીલ બહુ વજનવાળી ખરી કે ! આવા સમર્થ વિદ્વાનોનું લખાણ પણ નિર્માલ્ય જણાય છે. અને કવિ પ્રેમાનંદ વગેરેને માથે ઉપાડીને ફરવામાં જ ગુજરાતની જરૂરિયાતો સમાઈ જતી હશે !
કેટલાક ગુજરાતના હિતેચ્છુઓ ઘણી વખત લખે છે. “જૈનોએ ગુજરાતની બીજી પ્રજા સાથે મળવું જોઈએ. પોતાના ધનનો વ્યય ટુંકા ક્ષેત્રમાં કરે છે, તેના કરતાં જો બહોળા ક્ષેત્રમાં કરવામાં આવે તો કેટલો લાભ થાય ?' આવા અને આવી મતલબના કેટલાક લેખો રણજીતરામ વાવાભાઈ વગેરના વાંચ્યા છે. ખરે તેઓની આ શુભ ભાવના પ્રશંસનીય છે તેમ થવું જોઈએ. તેમાંજ ગુજરાતનું ગૌરવ સમાયેલું છે પણ તેમ શી રીતે થઈ શકે ? ગુજરાતના સમજુ માણસોએ જૈનો તેમ કરવા પ્રેરાય તેવા પગલાં લેવા જોઈએ, ને તેવા પગલા કોણે લીધા ? જેઓએ લીધા હશે, તેઓ અવશ્ય જૈનો પાસેથી સર્વ કાર્યો કરાવી શક્યા છે. નવલકથાઓમાં કે ગુજરાતના ઐતિહાસિક વૃત્તાન્તમાં ગુજરાતના ઈતિહાસમાં પરમોપકારી જૈન વ્યક્તિઓની કાળી બાજુ ચિત્રી બતાવવાથી એ ધ્યેય સિદ્ધ થવાની વકી મારા પૂજ્ય સાક્ષરો રાખતા હશે, તેથી જ તે સમાજનો પ્રેમ મેળવવા ચાહતા હશે ? આ દોષ સામાન્ય વર્ગને તો ન જ આપી શકાય પણ સાક્ષર વર્ગમાં પણ આ દોષ ઘણે અંશે હોવાથી લાગી આવે છે અને લખવું પડે છે. તે તે વર્ગને મેળવી લઈ ગુજરાતનું એક્ય સાધવામાં અવશ્ય વિશ્વાસ મેળવવો જોઈ. એ અને દરેક
Page #83
--------------------------------------------------------------------------
________________
પ૪
વર્ગને સંતોષ આપવો જોઈએ. કેવળ સ્વાર્થી ન થવું જોઈએ. હું ઈચ્છું છું કે આ ભેદભાવ ઉભયમાંથી જાય. ગુજરાત પોતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. માત્ર ગુજરાતનું એક્ય કરવાના રસ્તાઓમાંના રસ્તો પરિસ્થિતિ પ્રમાણે મેં બતાવ્યો છે, નહીં કે કોઈ જાતનો ઉપાલંભ છે તેમજ બીજી પણ ભલામણ કરું છું કે–બૌદ્ધસાહિત્યની જેમ જૈન સાહિત્ય પણ અભ્યાસનીય છે. ધાર્મિક દૃષ્ટિ દૂર રાખી છતાં સાહિત્ય દૃષ્ટિથી પણ એ હિન્દુસ્તાનનું ઉત્તમ સાહિત્ય છે. વૈદિક, બૌદ્ધ અને જૈન, આ ત્રણના સાહિત્યને બાદ કરતાં હિન્દુસ્થાનના પ્રાચીન સાહિત્યનાં શેષ બહુ જ ઓછું રહેશે. એટલે આપણા દેશના સાહિત્યના અભ્યાસ પણ અંગ્રેજી ગ્રંથકારોએ રચેલા ગ્રંથો પરથી જ ઘણે ભાગે કરવામાં આવે છે. પોતાની આજુબાજુ જે પડ્યું છે, તે જાણવાની સ્વયંશક્તિ જ નથી ? પરસ્પરની બાબતોથી અપરિચિત રહેવાનો હવે અવસર ગયો છે. આશ્ચર્ય થાય છે કે ગુજરાતમાં જૈનો સાથે નિકટ સંબંધ છતાં મેવ આનંદશંકર બાપુભાઈ જેવી એકાદ બે વ્યક્તિ જ સામાન્ય પરિચય ધરાવે છે. તો પછી ગુજરાતની બહારનાઓની તો વાત જ શી ?
જો તિલકમંજરી મૂળગ્રંથ સંસ્કૃત ટીપ્પણ કે ઈગ્લીશ નોટ સહિત શુદ્ધ રીતે બહાર પડે તો યુનિવર્સીટીમાં કાદંબરીને સ્થળે પર્યાયથી રાખી શકાય અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને એક નવીન જાણવાનું મળે.
લિ. પ્રભુદાસ બેચરદાસ પારેખ
(અસ્ત)
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ ૧. મહર્ષિ સમાગમ
અયોધ્યા નગરીમાં મેઘવાન રાજા રાજ્ય કરતો હતો. તેને મદિરાવતી નામે રૂપ સૌભાગ્ય ગુણશાલીની પ્રેમમાત્ર સ્ત્રી હતી. તેણીની શ્રોણિ વિશાળ હતી, કેડ રિદ્ર હતી; ખભા લચી ગયેલ હતા, સ્તન ઉંચા હતા; વાળ ઘાટા હતા, ગાલ સાફ હતા, બ્રુકુટી ચંચળ હતી, આંખોમાં મુગ્ધતા હતી; હાસ્ય મનોહર હતું, ગમન હાસ્ય વગરનું લલિત હતું. તેની સાથે તથા બીજી અંતઃપુરની સ્ત્રીઓ સાથે ભોગસુખ અનુભવતા તે રાજાનો ઘણો વખત વીતી ગયો. તે સર્વ પ્રકારે સમૃદ્ધિમાન્ અને સુખી હતો. છતાં તેને એકપણ સંતાન ન હોવાથી મનમાં બહુ દુ:ખ લાગતું. પણ શું કરે ? પૂર્વ જન્મમાં કરેલ કર્મના ઉદયક્ષણથી નિરપેક્ષ થઈ કોઈપણ કારણ ફળ આપી શકતું નથી. નહીંતર યુવાન વય, વિશાળ અંતઃપુર છતાં ઘણે કાળે એકપણ સંતાનની પ્રાપ્તિ ન થાય ?
એક દિવસે સવારનો પહોર ચઢ્યો, ભદ્રશાલ નામના મહેલ ઉપ૨ પ્રસ્તુત વાતચીત કરતા પરિવાર સહિત રાજા-રાણી બેઠા હતા. તેવામાં જાણે સુવર્ણદ્વિપની ધુળનો ગોટો હોય એવા તેજસ્વી દક્ષિણ દિશા તરફથી આકાશમાર્ગે આવતા વિદ્યાધર મુનિને જોયા. રાજા મુનિના અપૂર્વ દર્શનથી ચકિત થઈ થોડીવાર સ્તબ્ધ બની ગયો. મુનિ મહેલની નજીક આવ્યા એટલે મદિરાવતી સહિત ઉઠી સામે ગયો. ધર્મનું તત્ત્વ જાણવાવાળાનાં હૃદયો હમેશાં
Page #85
--------------------------------------------------------------------------
________________
ધર્મિષ્ઠોની વૃત્તિઓને અનુસરે છે. તેથી આદરભાવથ સામે જઈ વિનયભક્તિ બતાવતા રાજાને જોઈ પોતાની સહજ નિરપેક્ષતાનો ત્યાગ કરી, પોતાનું બીજું કામ પણ ક્ષણભર માટે મૂલતવી રાખી સામાન્ય માણસની પેઠે તરત જ મુનિ સન્મુખ આવ્યા, અને આકાશમાંથી ઉતર્યા. અગાશીના કઠેડા ઉપર પગ મુક્યો કે તુરત પાસે જઈ વિનયથી અર્ધસત્કાર કરી મદિરાવતીએ ઓઢણીના છેડાથી પ્રમાર્જેલ સોનાના આસન ઉપર મુનિને બેસાડ્યા. - ત્યાર પછી મુનિજનને ઉચિત સર્વ પ્રકારનો વિનયોપચાર કરી રહ્યા પછી રાજાએ પ્રણામ કરી ભોંયતળીએ બેઠા બેઠા નમ્રતાથી પૂછ્યું -
“ભગવદ્ ! આ મહેલ આપના ચરણકમળના સ્પર્શથી કૃતજ્ય થયો, દૃષ્ટિદાનથી આ સમસ્ત નગરીનિવાસી મારો પરિગ્રહ પણ કૃતકૃત્ય થયો. આપને પ્રણામ કરવાથી તીર્થસ્થાનનું ફળ પણ મેં મેળવ્યું. તેથી સર્વ પ્રકારે કૃતકૃત્ય થયો છું, છતાં અતૃપ્તિ રહેવાથી આપ કંઈ વિશેષ પ્રકારે અનુગ્રહ કરશો એવી આશા છે. આ રાજ્ય, આ હાથી, ઘોડા, રથ વગેરે બાહ્ય પરિવારમાંથી આપને પોતાને કે બીજા માટે જે જરૂરનું હોય તે સ્વીકારશો. ઘણે વખતે પ્રાપ્ત થયેલ પાત્રમાં કરેલી મારી પ્રાર્થના વ્યર્થ કરવી આપને ઘટતી નથી.”
મુનિ બોલ્યા–“રાજન ! તમારા જેવા શુદ્ધ આશયવાળાને એવો સત્કાર કરવો ઘટે છે, પરંતુ અમે નિરીહ મુનિઓ છીએ, અમારે એમાંની કોઈપણ વસ્તુ લેવી કલ્પતી નથી. અમારો વાસ નિર્જન અરણ્ય છે ને ભિક્ષામાત્રથી મળેલ નિર્દોષ આહાર અમારું ભોજન છે. શરીર ટકાવી રાખવા જ અમે આહાર કરીએ છીએ,
Page #86
--------------------------------------------------------------------------
________________
૩
શરીર ધર્મ સાધવા ધારીએ છીએ, ધર્મ મુક્તિ માટે જ આરાધીએ છીએ. મુક્તિ પણ નિરુત્સુક મને જ ઈચ્છીએ છીએ. તો ક્લેશકારી ઉપર જણાવેલા પદાર્થોની અમારે શી જરૂર હોય ? પરોપકાર પણ ધર્મોપદેશદ્વારાજ કરીએ છીએ. આ પ્રમાણે શાસ્ત્રમાં અમારો આચાર બતાવ્યો છે. તો હવે વધારે આગ્રહની જરૂર નથી. પણ કહો કે-આ કઈ નગરી છે? તમે કોણ છો ? કયા ઉત્તમ વંશમાં તમારો જન્મ છે ? આ બાઈ કોણ છે ? એમનું નામ શું છે ? તમે મનમાં સંતપ્ત જણાઓ છો તે શા કારણથી ? આ બાઈ હમણાં જ રોઈને છાની રહી હોય એમ જણાય છે, રોવાનું કારણ શું છે ? શું કોઈ પ્રિયબંધુનો વિયોગ થયો છે ? કોઈ આકસ્મિક સંકટ આવી પડ્યું છે ? છે શું ? જો અમારા જેવાને જણાવવાથી તમને કોઈપણ પ્રકારનો બાધ ન હોય તો કહો.''
“ભગવન્ ! આપના જેવા પરોપકારી અને સંયતવૃત્તિવાળા આગળ શું છુપાવવા જેવું છે ? આ હું આપને બધું વિનવું છુંભગવન્ ! દિલીપ, રઘુ, દશરથ વગેરે રાજાઓની વંશપરંપરાની રાજધાની આ અયોધ્યા નગરી છે. અને હું ઈક્ષ્વાકુ વંશમા ઉત્પન્ન થયેલો, હાલના દરેક ભારત વર્ષના રાજાઓમાં દરેક રીતે આગળ પડતો તેનો ભોક્તા મેઘવાહન નામે રાજા છું. ઉત્તમ રાજકુલમાં ઉત્પન્ન થયેલી મૂર્ખાભિષિક્ત આ મદિરાવતી મારું પ્રેમ પાત્ર છે. તેને લીધે મને સમસ્ત પ્રકારનું સુખ છે. કોઈ બંધુવર્ગનો વિયોગ નથી. તેમજ કોઈ આકસ્મિક સંકટ પણ આવી પડ્યું નથી. નિઃસંતાનપણા સિવાય અમોને અસ્વસ્થતાનું બીજું કંઈ પણ કારણ છે જ નહીં. એ દુઃખ ક્રમે કરીને હમણાં અસહ્ય થઈ પડ્યું છે. અમારા બન્નેની ઉનાળાની નાની રાત્રીઓ
Page #87
--------------------------------------------------------------------------
________________
પણ એ ચિંતામાં ને ચિંતામાં રૂદન કરતાં સો વરસ જેવડી થઈ પડે છે. આ રીતે આપે જે પૂછ્યું તેને જવાબ આપ્યો. હવે આના રોવાનું કારણ હું કહું છું–આજ સવારે ચિંતામાં ને ચિંતામાં વહેલો જાગી ગયો અને પાછો વિચારમાં પડી જવાથી બૌદ્ધની પેઠે સર્વત્ર શૂન્ય જોતો સંતાનપ્રાપ્તિના તે તે ઉપાય વિચારતો હતો તેવામાં બંદીએ પ્રસંગોપાત ગાયેલ આ અપરવકબ છંદ સાંભળવામાં આવ્યું - વિપદ સમ ગઈ વિભાવરી,
નૃપ ! નિરપાય ઉપાસ દેવતા; ઉગિયું, જગહિતે, સરીખડું
તુજકુળ, મંડળ ઉષ્ણ કાંતિનું. ૧ એ સાંભળીને હર્ષથી વિચાર કરવા લાગ્યો કે–અહા ! ખરેખર મહાત્મા માગધ પુત્ર સ્વછંદે ગાતા ગાતા મને કર્તવ્યમાગનો ઉપદેશ કરે છે. તે ચાલ, તેનું વચન માન્ય કરી અરણ્યમાં જઈ કોઈ પ્રસિદ્ધ દેવની આરાધના કરૂં. એમ વિચારી પ્રાતઃ કૃત્યથી પરવારી ચિત્રશાલાના આગણામાં ઓટલા ઉપર બેઠેલી આ દેવીને આલિંગન આપી દુઃખપૂર્વક હું બોલ્યો
“દેવી ! તારે માટે સંતાનપ્રાપ્તિ નિમિત્તે વરદાન મળે ત્યાં સુધી અરણ્યમાં જઈ કોઈ દેવની આરાધના કરવા મેં નિશ્ચય કર્યો છે. તે કામ પાર પાડી જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તારે પૂજ્ય વડિલોની સેવા કરવી અને અહીં જ રહેવું.
“એ પ્રમાણે કોઈ વખત ન સાંભળેલું મારું વચન રાંભળીને તુરત જ મૂછ પામી ગઈ. કંઈક સંજ્ઞા આવી એટલે લથડીયા ખાતી બેઠી થઈ અને પરિજને ઉતાવળા દોડીને પકડી રાખી.
Page #88
--------------------------------------------------------------------------
________________
થોડી વારે નિઃશ્વાસ મુકી, આશ્વાસન પામી ખભા ઉપર લચી પડતે ગળે ગદ્ગદ્ કંઠે બોલી:–
“આર્ય પુત્ર ! સંતાનપ્રાપ્તિ માટે જ પધારતાં હું આપને આડે આવતી નથી. પણ આટલું તો વિનવું છું કે-તમારી જેમ મારે પણ દેવની આરાધના કરવી છે. તો મને છોડીને એકલા કેમ જાઓ છો ? અથવા એમ કહો કે મેં કરેલ આરાધન તે તેં જ કર્યું કહેવાય, તે વાત પણ ખરી છે. પણ બીજા અંતઃપુરની ઉપેક્ષા કરી મારે માટે આપવ્રત આચરશો. એ હું સેંકડો ઉપાયે માનવાની નથી. વળી આપના સિવાય હું એક ક્ષણભર પણ, એકલી રહી શકું તેમ નથી. માટે મારે પણ અવશ્ય અરણ્યમાં આવવું છે. મને ગણકાર્યા વિના જવું હોય તો પધારો. તમારું કામ સિદ્ધ થાઓ. અત્યારથી જ હવે આપનું છેલ્લું દર્શન કરી લઉં છું !''
એમ કહીને ઘણીવાર મનાવી છતાં ફક્ત નીચે મુખે આંસુ ગાળી રોયા કર્યું. કંઈપણ જવાબ ન આપ્યો. આ અત્યારે નકામી
મારી સાથે આવવાની હઠથી મને જતો અટકાવે છે. તો આપે પણ તેને ઉચિત શિખામણ આપવી ઘટે છે.”
એ પ્રમાણે રાજા બોલતો હતો તેવામાં તેઓના ઉદ્વેગનું કારણ જાણી લઈ મુનિ યોગનિદ્રામાં પડ્યા. થોડીવારે આંખ ઉઘાડી હર્ષથી બોલ્યાઃ—
“રાજન્ ! અપત્ય પ્રાપ્તિને પ્રતિબંધક કર્મ હજુ તમારે ભોગવવું બાકી છે. પણ મનમાં ધીરજ રાખો, જરા પણ વિષાદ ન કરો. આ તમારી પ્રાણપત્ની સાથે આડા ચાલી ખેદ ઉત્પન્ન ન કરો. અરણ્યમાં જવાનું છોડી દો. ઘેર રહીને જ દેવતાની
Page #89
--------------------------------------------------------------------------
________________
આરાધન કરો. મુનિવ્રતની ક્રિયાનું આચરણ કરો. વળી દુર રહેલા બીજા દેવનું તમારે શું કામ છે ? ઘરમાં જ રહેલી
પાર્થિવકુલદેવી રાજલક્ષ્મીનું જ આરાધન કરો. સેંકડો ઈક્વાકુ રાજાઓએ એનું આરાધન કર્યું છે. જો ભક્તિથી પ્રમાદ છોડીને તેનું આરાધન કરશો, તો તે તમારા ઉપર પ્રસન્ન થશે, અને પક્ષપાત કરી તમને ઈષ્ટવરદાન પણ આપશે. તથા વિદ્યાધરોએ આરાધલી અપરાજીતા નામની ત્રિલોક પ્રસિદ્ધ આ વિદ્યા હું આપે તે ગ્રહણ કરો.
દિવસમાં ત્રણવાર આરાધન કરતી વખતે તેનો વિધિપૂર્વક જાપ કરવો. ભક્તજનોને એ ચિંતામણિ છે. પ્રયત્નવાનું પુરૂષથી ભક્તિપૂર્વક આરાધન કરાય તો દુનિયામાં એક પણ ફલ નથી, કે જે તે ન મેળવી આપે. ફળ આપવા તૈયાર થાય ત્યારે તો ઈદ્ર સરખાને પણ સ્વાધીન કરી આપે છે. તો બીજા દેવોની વાત જ શી ? પણ આરાધન કરવામાં બીલકુલ પ્રમાદી ન થવું. વખતો વખતના અનુષ્ઠાનો બરોબર ધ્યાન રાખીને આચરવાં. કાર્યસિદ્ધિના માતપિતા બુદ્ધિ અને ઉદ્યમ પુરૂષના વ્યાપાર વિશેષથી અનુગૃહિત થાય છે, ત્યારે જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થાય.”
એમ કરી ચારે બાજુ જોઈ, આરાધનવિધિ બતાવી. પોતાના અને રાજાના શરીરે રક્ષામંત્રથી કવચ કરી ધીમે ધીમે સ્પષ્ટ અક્ષરે તેના કાનમાં મુનિએ વિદ્યા સંભળાવી દીધી. પોતાને કૃતકૃત્ય માનતા વિનયથી નમ્ર થઈ શ્રદ્ધાળુ હૃદયે હાથ જોડી વિધિપૂર્વક વિદ્યાગ્રહણ કરી. જરા ઈશારો કરવાથી નોકરોએ હાજર કરેલ પૂજા સામગ્રીથી મહર્ષિનો પુનઃ પૂજાસત્કાર કરવામાં આવ્યો. પૂજાવિધાન થઈ રહ્યા પછી થોડીવારે નજર ફેરવી. ભર્તા
Page #90
--------------------------------------------------------------------------
________________
પાછળ વિનયથી નમ્ર થઈ બેઠેલી હરખાતી મદિરાવતી સામું થોડીવાર જોઈ મુનિ મોં મલકાવી બોલ્યા
“રાજપુત્રી ! તમારા પતિને અરણ્યમાં જતા મેં અટકાવ્યા છે. અને અત્યન્ત દુષ્કર દેવારાધન કાર્યમાં લગાવ્યા છે. તમને પૂળ્યા વિના, તમારી સલાહ લીધા વિના આ મહાભાગના મનની નિયંત્રણા અને વિષયોપભોગથી અટકાયત કરી છે. તેથી અમારા ઉપર કોપતા નહિં. તમારું કલ્યાણ કરવામાં વધી જતી લાગણીનો જ એ અપરાધ છે, બુદ્ધિનો નથી. વળી વિદ્યા આરાધનનો કલ્પ એવો છે કે, તમારે હવેથી દૂર રહીને જ કેટલાક દિવસ પતિ સેવા કરવી.” | મુનિ એમ કહી રહ્યા એટલે શરમિન્દી રાણી ચંચળ નેત્રે પતિ મુખ જોઈ નીચું જોઈ ગઈ. તેને તેવા પ્રકારની વિલખી થયેલી જોઈ રાજા હસીને બોલ્યોઃ
ભગવન્! આપ વારંવાર કેમ એને દબાવો છો ? એકવાર કહ્યું ત્યારથી જ એણે બધું જાણી લીધું છે, અને મનથી સ્વીકાર્યું છે. આજથી આપના કહ્યા પ્રમાણે એ વર્તશે. બહુ દાક્ષિણ્યતાવાળી છે. સામાન્ય જનનું પણ વચન માન્યા વિના રહેતી નથી, તો આપ જેવા મહા તપોધનનું વચન સવિશેષ માન્ય કરે તેમાં શી નવાઈ ? વળી મારા ધારવા પ્રમાણે આપે એનો વિચાર પણ જાણવો ઘટે છે, કે જેથી આપે કહેલી બાબતનો એણે સ્વીકાર કર્યો કે નહીં ? તેનો નિશ્ચય થાય. અથવા એને ઉપદેશ આપવાની જરૂર જ નથી. એ તો વનમાં જવા તૈયાર થઈ છે. એ વનમાં ગઈ એટલે દેવારાધન કર્મ મારે નિર્વિઘ્ન હંમેશાં ઘેર ચાલશે.” એમ બોલતા રાજા સામે કટાક્ષ ફેંકી
Page #91
--------------------------------------------------------------------------
________________
અત્યન્ત નમ્ર થઈ અદેખાઈથી તિછું જોવા લાગી. મુનિ પણ જરા હસીને બોલ્યાઃ
“રાજન્ ! તમે અત્યારે આને વનમાં લઈ જવા બહુ જ ઉત્સુક થયા જણાઓ છો, તો મંત્રજપવિધિ શીધ્ર શરૂ કરો. તેથી પ્રસન્ન થયેલી રાજલક્ષ્મી અને પુત્રવર આપે. ત્રણ ભુવનમાં વિખ્યાત પુત્રના બાલભાવનો અનુભવ કરી વધૂએ કરેલ ચરણકમળની સેવા અનુભવે. પછી પુત્ર ઉપર રાજ્યભાર મૂકી પાછલી વયમાં વનમાં જતાં તમારી સાથે જ એ વનમાં આવશે. અમારો આ પ્રયત્ન એટલા જ માટે છે. નહીંતર ગૃહસ્થના કાર્યમાં સર્વાભપરિત્યાગી અમારે મુનિઓને પડવાનું શું પ્રયોજન?” એમ કહી ફરી મુનિ બોલ્યા
હે નરેન્દ્ર ! પુષ્કર દ્વિપમાંથી હું આવ્યો છું અને જંબુદ્વિપના તીર્થોને વન્દન કરવા માટે જવું છે. મને જવા દે.” એટલું કહ્યા બાદ વલ્કલ સંકોચી મનમાં આકાશગામિની વિદ્યાનો જાપ કરતા કરતા આસન ઉપરથી મહર્ષિ ઉઠ્યા, ને રાજા-રાણી હજુ ઉભા થતા હતા, તેવામાં તો તે બન્ને ઉપર કૃપાદૃષ્ટિ વરસાવી આર્શીવાદ આપતા આપતા આકાશમાં ઉડી ગયા. મુનિ અદશ્ય થયા એટલે મનમાં રણરણાટ રહેવાથી શૂન્ય જેવો રાજા થોડી વારે નીચે
ઉતર્યો.
મધ્યાહ્ન કૃત્યથી પરવારી મળવા આવેલા ગુરુઓ અને બંધુવર્ગને મુનિનો વૃત્તાન્ત જણાવ્યો ને દેવીનું આરાધન કરવા બાબત સમ્મતિ માગી. ઉચ્છિન્ન થઈ જતી ભરતવંશની સંતતિથી ઉદ્વિગ્ન થયેલા તેઓએ કાર્યનું મહત્ત્વ વિચારી અનુજ્ઞા આપી, કે ‘ભલે સુખેથી તે કામમાં તત્પર રહો.’
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૨. જવલનપ્રભદેવ ને ચંદ્રાપહાર
પ્રમદવનમાં ક્રીડાપર્વતની નજીક લક્ષ્મીદેવીનું મંદિર બનાવવા હુકમ આપ્યો હતો, તેથી ઉત્તમ શિલ્પીઓએ તે ઠેકાણે બહુ મોટું નહીં તેમ બહુ નાનું નહીં એવું નાજુક મણિરત્ન શિલાનું મંદિર તૈયાર કર્યું. તેમાં મહોત્સવપૂર્વક રાજલક્ષ્મીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. તે મહર્ષિએ બતાવેલ વિધિ પ્રમાણે હંમેશ તેની પૂજા કરવાનું શરૂ રાખ્યું. હંમેશ સવારમાં વહેલા ઉઠી ફૂલ ચુંટવા જતાં નોકરો સાથે ક્રીડાપર્વત પાસેથી નદીએ જઈ સ્નાન સંધ્યા કરી, પવિત્ર થઈ ધોળાં વસ્ત્ર પહેરી દેવીને મંદિરે જાય. ત્યાં સુગંધી જળના ભરેલા ઘડાઓથી અભિષેક કરી, સુગંધી ચંદનનો લેપ કરી, પુષ્પ ચડાવી, કૃષ્ણાગરૂનો ધુપ ઉવેખી, સન્મુખ બેસી એકચિત્તે પ્રણામપૂર્વક ગંભીર ધ્વનીથી સ્તુતી કરે. પછી મળવા આવેલા ગુરુજનને વંદન કરે. પછી મધ્યાહ્ન કૃત્યથી પરવારી દાર્શનિક પંડિતો સાથે શાસ્ત્રવિનોદ ચલાવે. એ હંમેશનો કાર્યક્રમ હતો. બાકીના વખતમાં વખત મળે ત્યારે ક્રીડાપર્વત ઉપર ચડીને અયોધ્યાની બાહ્યશોભા અવલોકી આનંદ પામે. કોઈ દિવસ કેટલાક હજુરી નોકરો સાથે અમદાવનમાં ધીમે ધીમે ફરે.
એ પ્રકારે રાજ્યકાર્ય છોડી મુનિએ બતાવેલ વિધિ પ્રમાણે આરાધન કરતો હતો; તેણે નજીકમાં એક પર્ણકુટી બનાવી હતી તેમાં મુનિચર્યા પાળતાં, કંદમૂળનો આહાર કરી બ્રહ્મચર્ય પાળતાં કેટલાક દિવસ વ્યતીત થયા.
કોઈ વખતે પર્વને દિવસે સાંજે દેવીની પુજા સારી રીતે
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૦
કરી ફરતાં ફરતાં 'શક્રાવતાર તીર્થે જઈ ચડ્યો. અંદર પેસતાંની સાથે જ એક વૈમાનિક દેવ જોયો. જોતાની સાથે જ કેટલાક ચિન્હોથી “આ દેવ છે' એમ નિશ્ચય કરી લીધો. ને મનમાં વિચાર કરવા લાગ્યો કે -
“અહો આ દેવનું કેવું શરીર છે કે જે છેલ્લી અવસ્થામાં છે છતાં મારાથી જોઈ પણ શકાતું નથી. આના શરીરમાંથી ચારે તરફ પ્રભા પ્રસરી રહી છે, જેથી તેની સામે મારી ચક્ષુ ઠરતી નથી. મંદિરના દિવાઓ નકામા થઈ પડ્યા છે. અને પતંગિયા ચારે તરફ રખડી પડ્યા છે. ખરેખર હું ભાગ્યશાળી છું કે જેથી મને મનુષ્યપણામાં મુળ દિવ્ય શરીરે દર્શન દીધું.” એમ વિચાર કરી બાજુ ઉપર તલવાર મૂકી દઈ હાથ જોડી જરા પાસે આવી દેવનું સ્વાગત કર્યું. દેવે પણ જરા આગળ આવી નમ્ર હાસ્યથી રાજાને કહ્યું:
“રાજનું ! તમારા શરીરના ચિન્હોથી જ જાણી શકાય છે કે, તમે મહારાજા મેઘવાહન છો. મનુષ્યલોકના માણસોની ચર્ચા પ્રસંગે ખુદ ઈદ્ર મહારાજા દેવસભામાં “આવો શૂરો, આવો રાજવી, આવો દાતા, આવો ધર્મિષ્ઠ રાજા મેઘવાહન સિવાય કોઈ નથી.” એવી ઘણી જ હર્ષથી તમારી સ્તુતિ કરતા તે હું સાંભળતો. પણ આજે ચક્ષુ કૃતાર્થ થયાં, ઋષભદેવ પ્રભુના દર્શનનું તત્કાળ ફળ મલ્યું એમ માનું છું, હવે હું રજા લઉં છું અને સંક્ષેપમાં મારી હકીકત જાણવી હોય તો કહી દઉં છું. “હું સૌધર્મ દેવલોકવાસી સામાનિક દેવ જવલનપ્રભ છું. કેટલાક પરિજન સાથે આકાશમાર્ગે ચાલતાં આ સુંદર દેવમંદિર જોઈને વિચાર્યું કે૧. શાકુંતલમાં આ શક્રાવતારનો ઉલ્લેખ આવે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૧
અહો ! સકલ લોકવ્યવહારનું આદિકારણ, ત્રિકાલદર્શી, ઘણા વખતથી નષ્ટ થયેલ ધર્મપરંપરાના ઉપદેષ્ટા, દરેક પ્રાણીઓના નિષ્કારણ બંધુ, સંસારસાગર ઉતરવામાં પૂલ સમાન, અને સર્વને આરાધના કરવા યોગ્ય, ઋષિમુનિયોના નાયક, ભગવાન ઋષભદેવ પ્રભુ છે. જેની અહીં મૂલ પ્રતિષ્ઠા અમારે માન્ય ઈદ્ર મહારાજાએ જાતે કરી છે.” એમ વિચારી ભક્તિથી જરા અહીં થોભો” એમ પરિજનને કહી જલ્દી એકલો જ વિમાન વિના ઉતરી આવ્યો. ભગવાનના દર્શન થયા. હવે હું નંદીશ્વરદ્વિપ તરફ જાઉં છું.
ત્યાં મારો સુમાલી નામે મિત્ર પોતાની પ્રિયંવદા (સ્વયંપ્રભા) દેવી સાથે વિહાર કરવા ગયો છે. એ દ્વિપમાં રતિ વિશાલ નગરી છે. આજ સવારમાં ત્યાં પ્રસંગોપાત વિહાર કરવા ગયેલા મારા પરિજનમાંના કેટલાકોએ નગરીને બિલકુલ નિસ્તેજ જોઈ છે. તેનું મકાન પણ સ્મશાન જેવું છે. એ ઉપરથી ધાર્યું કે “અવશ્ય કાંઈ માઠા સમાચાર હોવા જોઈએ.” આ અકસ્માત-અપમંગળ અવશ્ય તેમાંના કોઈ મુખ્ય દેવ કે દેવીનું અવસાન સૂચવે છે. નહીંતર કદી દેવતાઓને આવો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. અને શોર્યુક્ત હૃદયો પણ થતા નથી. કોઈપણ મહાઅપમંગલ સિવાય દેવતાઓના પદાર્થોની પ્રકતિમાં વિકાર થતો નથી.
માટે મારે જલ્દી જવું જોઈએ અને એને જોવો જોઈએ. ઘણા વખતથી અમે મળ્યા નથી તો છેલ્લે વખતે આશ્વાસનના બે શબ્દ કહેવાંને મળવું જોઈએ. દેવતાઓના પણ વૈભવો ચ્યવન કાળે વિનશ્વર છે. ઈત્યાદિ ઉપદેશ આપીને તેના મનનું સમાધાન કરવું અને શોક શમાવવો. પોતાની તે અવસ્થામાં કંઈ સુવિચાર
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૨
વગેરે સુકૃત કરી શકે તેવો માર્ગ પણ બતાવવો જોઈએ. આવી રીતે તેની સાથે રાત્રિ વીતાવી સવારમાં પાછો ફરીશ.
પછી મારે પણ કંઈક આ ભવમાં શાંતિ મળે અને આવતા ભવમાં પણ સુખ મળે એવાં કામો કાળક્ષેપ કર્યા વિના કરવાના છે. કેમકે મારું આયુષ્ય પણ હવે થોડું જ બાકી છે. તેથી હવે ભાવિ દુઃખના મગજમાં રણકારા વાગી ગયા છે અને જન્મધારણનું દુઃખ ઘણી વખત હૃદયને કંપાવી નાંખે છે.
આવી સ્થિતિ છતાં જ્યારથી ઈદ્ર મહારાજા પાસેથી તમારાં વખાણ સાંભળ્યા છે-ત્યારથી તમારું પ્રિય કરવા ઘણા વખતથી મારું મન ઉત્સાહી થઈ રહ્યું છે. તમારું અલોભીપણું અને સ્વાર્થમાં પરાક્ષુખતા મેં સાંભળી છે તેથી જરા અચકાઉં છું. છતાં ઉપચાર કરવાથી મન પાછું હઠતું નથી. તેમજ કોઈ ઈષ્ટ વસ્તુની પ્રાર્થના કરો એમ કહેતા પણ જીભ ઉપડતી નથી. તેથી મધ્યમ માર્ગ લઈ હાથ જોડું છું કે મારા ઉપર મહેરબાની કરો અને આ ચંદ્રાપ નામનો હાર લો.
એ હાર પોતાના ખાનગી ભંડારમાંથી ઉત્તમ રત્નો વીણી લઈ ક્ષીરસાગરે ગુંથી, વિષ્ણુ સાથેના સ્વંયવરમાં પુત્રી લક્ષ્મીને દાયકામાં, લક્ષ્મીએ દેરાણી ઈંદ્રાણીને ખુશાલીમાં, ને ઈદ્રાણીએ મારી પ્રિયંગસુંદરી દેવીને સખીપણામાં આપ્યો છે. ઘણા દિવસ મારી સ્ત્રીએ એ પ્રિય હારને પોતાના હૃદય સાથે લગાડીને પહેર્યો. આજે તેણીને કોઈ ધાર્મિક કામમાં લગાડી વિરહમાં યાદગીરી દાખલ એ હાર હું પહેરતો આવ્યો છું. આ ઉજવલ હાર પણ તમારા જેવા ઉજ્જવળ ચરિત્રવાન પુરૂષની સોબતથી શોભી ઉઠશે. અને દેવલોકમાં રહેવાનો શોખ ભૂલી જશે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૩
વળી ‘દેવતાનું દર્શન નિષ્ફલ થતું નથી.' આ લોકોકિત ને સાર્થક કરવા અને પ્રીતિથી ઉભરાઈ જતા હૃદયની ચંચળતા દબાવવા અશક્ત હોવાથી અને આપણે બન્ને મળ્યા તેનું સંભારણા (અભિજ્ઞાન) દાખલ આ હાર આપું છું. તમને ખુશ કરવા કે તમારા ઉપર ઉપકાર કરવા આપતો નથી. કેમકે વખત આવ્યે પોતાના સમસ્ત રાજ્યને તૃણસમાન ગણનાર આપના જેવાની પ્રીતિ માટે કે ઉપકાર માટે દુનિયાની કંઈ વસ્તુ થઈ શકે તેમ છે ?
તમારા મનમાં એમ હોય કે–‘ક્ષીણાયુષવાળાઓના વિનોદ માટેની ખાસ ઉપયોગી ચીજ હું કેમ લઉં ? ક્ષત્રીય થઈને યાચકની માફક શા માટે કોઈનું આપેલું લઉં ? ઘેર આવેલ અતિથિએ આપેલું લેતા ગરીબની માફક શું મારી હલકાઈ નથી ? ઈંદ્રે મારી સ્તુતિ કરી છે, અને તેના એક સંબંધી આગળ આભરણના ટુકડા માટે હાથ લાંબો ક૨વાથી આ પોતે જ મારી મશ્કરી કેમ નહીં કરે ?’ આવા આવા ખોટા તર્ક કરીને મારી પ્રાર્થના ભંગ કરશો નહીં, કેમકે ત્રિદશનાથે પણ કદી મારા પ્રયણનો ભંગ કર્યો નથી લો, બહુ વિચાર કરવાની જરૂર નથી.
ઠીક, કદાચ તમે નહીં લ્યો તો પણ મારી પાસે તો એ રહેવાનો જ નથી, કારણ કે હું સ્વર્ગમાંથી થોડા જ વખતમાં ચવવાનો છું. તમે લીધો હશે તો વખતે મનુષ્યલોકમાં જન્મ પામીને હું ફરીથી જોઈ શકીશ. અને મારા ચક્ષુને આનંદ પમાડીશ. તેમજ કાળક્રમે સ્વર્ગમાંથી મરીને મારી દેવી પ્રિયંગુસુંદરી પણ મર્ત્યલોકમાં વખતે દર્શન પામી શકશે-જોઈને જાતિસ્મરણાદિ પામે, મારી સાથે ભોગવેલા સુખ સંભારે, હું નહીં મળવાથી વિષયોથી વિરાગીણી થઈ કદાચ શુભ અનુષ્ઠાન કરે. તેથી એના ઉ૫૨
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૪
પણ ઉપકાર થઈ શકશે. અને એવું ઘણી વખત બનતું આપણે સાંભળીએ છીએ, સ્મરણચિન્હો અત્યન્ત આશ્ચર્યકારી હોય છે. તેથી મારા આ કહેવા ઉપર અવિશ્વાસ લાવવાથી જરૂર નથી. તેમજ હું આ બધું અજ્ઞાનથી બોલું છું એમ પણ માનવાને કારણ નથી હવે, પ્રાર્થના ભંગ કરીને મને દુઃખી કરશો નહીં.”
એમ કહી ગળેથી ઉતારી હાર રાજાને આપ્યો, ને દેવના સૌજન્યથી વશ થઈ જઈ જરા આગળ આવી નિઃસ્પૃહ છતાં, બીજા ઉપર ઉપકાર કરવાને ઉત્સુક છતાં બે હાથ લાંબો કરી હથેળીમાં હાર લીધો.
દેવ એકદમ અદશ્ય થઈ ગયો. દેવના અદશ્ય થયા પછી વિસ્મિત રાજાએ એકવાર ધારી ધારીને હાર જોઈ લીધો, પછી ખેસને છેડે બાંધી લીધો. મંદિરમાં જઈ શ્રીઆદિદેવને પ્રણામ, સ્તુતિ કરી, બહાર આવ્યો.
Page #98
--------------------------------------------------------------------------
________________
૩. કસોટી
એક દિવસ લક્ષ્મીદેવીની સાંજની પૂજાવિધિ શરૂ કરી; સમાપ્ત કરીને ભક્તિથી તેના સામું એક ધ્યાને જોઈને બેઠો અને બોલ્યો-હે ભગવતી શ્રી ! તમારા ચરણકમળની સેવાનું આ ફળ છે, કે ત્રિભુવનને માનનીય વૈમાનિક દેવો પણ અમારી સન્નિધિ ઈચ્છે છે, યોગીઓને પણ અગોચર પોતાનું રૂપ પ્રગટ કરે છે, ને પરિચયમાં આવીને અમારી મોટાઈ વધારે છે. જો કે તે મહાત્મા દિવ્યપુરૂષ મને આ આભરણ આપ્યું છે પણ ખરી રીતે તો એ તમારું જ છે. તેથી મારા શરીરસ્પર્શને લાયક છે જ નહીં. કેમકે દિવ્ય આભરણને લાયક દેવતાઓ જ હોય. માટે તમે જ રાખો. કોઈના ભાગ્યથી મનુષ્યલોકમાં આવ્યા છતાં ફરીથી દેવલોકમાં વિશેષ શોભા પામો.”
એમ કહીને દેવીના ચરણકમળ આગળ તે હાર મૂક્યો તેવામાં એક ભયંકર અટ્ટહાસ્ય તેના સાંભળવામાં આવ્યું. કદી નહીં સાંભળેલ આ હાસ્ય સાંભળીને રાજા મનમાં વિસ્મય પામ્યો અને મનમાં જરા હસ્યો પણ ભય પામ્યો નહીં. પોતાનો સ્વભાવ અને તે વખતની અવસ્થા છોડ્યા વિના જરા ત્રાંસુ જોઈ કૌતુકથી ચારે તરફ જોવા લાગ્યો. તો લક્ષ્મીની ડાબી બાજુએ નજીકમાં જ ત્રિભુવનમાંની ભયંકર વસ્તુઓમાં ઉદાહરણ સમાન એક મહાભયંકર અને દુર્ગચ્છા ઉપજાવે તેવા વેતાલને જોયો.
તે ઘણો જ ઉંચો અને શરીરે પાતળો હતો. તેનું શરીર ઘણું જ શ્યામ હતું. પગના નળામાં લોહી હતું નહીં. પણ જાડી નસોની જાળ તરી આવતી. હાથમાં ખોપરીનું ખપ્પર હતું. તેમાંથી
Page #99
--------------------------------------------------------------------------
________________
લોહી ટપકતું. ચારે તરફ ગળે અને શરીરે સર્પો વીંટાયા હતા. તેની જીભ મોઢામાંથી બહાર નીકળીને નાકમાંનો મેલ કે આજુબાજુ ચોટેલ માંસ ચાટતી હતી. કાંખમાં મંત્ર સાધનમાં ચુકેલ સાધકનાં મડદામાંથી કાપી કાપીને કંઈ ખાતો અને રૂધિરની ધાર તેના સૂપડા જેવા પગના નખમાં પડતી (એટલે મકાન બગડવાની બહુ ભીતિ નહોતી).
તેના દાંત ઘણા જ લાંબા અને બહાર આવેલા મેલથી પીળા અને લોહીથી મિશ્રિત હતા. મોટા નાકનાં (ઘાણા) છિદ્રોમાં સર્પો દર જાણીને પેસતા અને પાછા નીકળતા. તેની આંખો અંગારા જેવી લાલચોળ અને બિહામણી હતી. મસ્તક ઉપર વાળ પીંગળા હતા તે જાણે દાવાનળ સળગતો ન હોય ! એના દાંતમાં હાડકાના કકડા ભરાઈ ગયાથી પુષ્કળ બીજા દાંત ત્રિભુવનની વસ્તુઓ ખાઈ ભુખ શાંત કરવા વધાર્યા હોય તેમ જણાતું. તેના ગળામાં ઘુંટણ સુધી મનુષ્યોની ખોપરીની માળા લટકતી હતી. એ ભયંકર વેતાળને ચરણથી માંડીને મસ્તક સુધી એક દૃષ્ટિપાતથી જોઈ લીધો ને જરા હસી કહ્યું -
હે “મહાત્મન્ ! ત્રિભુવનને ભય ઉત્પન્ન કરનાર તમારું આ વિચિત્ર હાસ્ય સાંભળીને મને બહુ નવાઈ લાગે છે. કહો તો ખરા કે આમ અયોગ્ય રીતે કેમ હસો છો ?''
વેતાલ–“નરવર ! તારી વિચિત્ર પ્રવૃત્તિ જોઈ હસું છું. બીજું કંઈ કારણ નથી. એવો નિયમ છે કે–પ્રથમ નોકરોને સંતોષ્યા પછી રાજા પાસે જવાથી ફરીયાદી પોતાના પક્ષમાં ફેંસલો-લાભ મેળવી શકે છે. આવી રીતે પ્રથમ સ્વામીઓનો - વકવર્ગ હાથ કરવાની જરૂર પડે છે, જગતમાં આવો વ્યવહાર
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૭
છે. છતાં તમારો સેવા વિધિ તે વ્યવહારથી વિપરીત છે. સ્નાત્ર, ફૂલ, માળા, ધૂપ, દીપ વગે૨ે સામગ્રીથી આ દેવીની તું નિરંતર પૂજા કરે છે. પણ તેના મૂખ્ય નોકર તેનું બધું કામ કરનાર આ મને આહાર માત્ર આપવા પણ આમંત્રણ આપતો નથી. મને મિત્ર બનાવ્યા પછી જ સાધકના સાધ્યની સિદ્ધિ થાય છે. એ સારી રીતે યાદ રાખજે.
હે રાજા ! જરા વિચાર કર, કે તું ગમે તેટલા ઠાઠ અને ખર્ચથી પૂજા સામગ્રી લાવીશ તો પણ ઐશ્વર્યના મદથી છકી ગયેલી આ લક્ષ્મીદેવી જરા પણ તેના સામે જુએ એમ છે ? ઠીક, કદાચ જુએ પણ ચંચળ હોવાથી ખ્યાલમાં લે એમ ક્યાં છે ? કદાચ ધ્યાનમાં લે પણ વીર પુરૂષોના સાહસથી · વશ થયેલી તારા ઉપર પક્ષપાત પણ કેમ કરે ? કદાચ પક્ષપાત કરે પણ હું આડે આવું ને અટકાવું તો શું એ વરદાન આપી શકે ? માટે નકામી આ માથાફોડ છોડ. મહેનત કરી કરીને થાકીશ ને ફળ મેળવ્યા વિના પાછો જઈશ તો ડાહ્યા માણસો હસશે. જો તારે સારામાં સારું ફળ મેળવવું હોય, લક્ષ્મી દેવીને થોડા વખતમાં થોડા જાપાદિક ને થોડી મહેનતથી પ્રસન્ન કરવી હોય તો મને સંતોષી ને પછી બધી વિધિ કર તો તારો બેડો પાર, નહીં તો નકામી મહેનત છે.'
રાજા જરા હસ્યો ને મશ્કરીમાં બોલ્યો. “તમો સાચું કહો છો. સાદી યુક્તિથી અમને હિતોપદેશ પણ ઠીક આપ્યો. અમને ઠીક ચેતવ્યા. તમે ડાહપણભર્યો સેવામાર્ગ જેવી રીતે બતાવ્યો તેવો જ છે. નોકર-ચાકર પાસે હોય ત્યારે સ્વામીઓના પૂજાસત્કાર સ્વીકારવામાં અધિકાર જ શો છે ? મોટી ભૂલ છે, ઘણો અવિવેક છે, થવાની હતી તે થઈ ગઈ હવે શું થાય ? સકળ સેવાલાયક
Page #101
--------------------------------------------------------------------------
________________
તમારી સેવા કર્યા વિના ભૂલથી પહેલેથી દેવીનું પૂજન શરૂ કરી દીધું. તમારો સત્કાર પ્રથમ નહીં કરવાથી ખરેખર અમે તમારું અપમાન કર્યું છે. પણ ખરી રીતે તો તેમાં તમારી જ ભૂલ છે.
કેમકે જન્મથી માંડીને બીજાની સેવા કરવાનું નહીં શીખેલા અમે તો ભૂલી જઈએ પણ તમારે પહેલાથી અમને ચેતવવા જોઈએ. તમે જાણતા છતાં અમને ખરો માર્ગ ન બતાવ્યો, કેટલી ભૂલ કરી ? પણ હવે શું કરવું ? આ કામ શરૂ કરી દીધું છે, ને મનમાં દઢ સંકલ્પ ક્યો છે કે જ્યાં સુધી આ કામ પુરું ન થાય ત્યાં સુધી તમારે કોઈપણ જાતની ઈચ્છા અમારી તરફથી રાખવી નહીં. આપને કંઈ ખાવાની જ ઈચ્છા હોય તો તે આપવા અમે તૈયાર છીએ. લ્યો, આ રહ્યું અહીં મંદિરના એક ઘુણામાં જ દેવીના નૈવેદ્ય માટે મંગાવી રાખેલ લાડુ, ફૂલ વગેરે ખાવાનું સુખે ખાઓ અને તૃપ્ત થાઓ.”
વેતાલ-“(હસતા હસતા) હે નરેન્દ્ર ! અમે પશુ, પક્ષી કે મનુષ્ય નથી. ફળ, ફૂલ ને કંદમૂળ શા માટે અમે ખાઈએ ? અમે રાક્ષસો છીએ. વાઘની માફક અમારા ભુજના પરાક્રમથી મેળવીને અમે માંસ ખાઈએ છીએ. માટે તે મળે એવો ઉપાય બતાવ. બીજી નકામી વાતો સાંભળવા હવે હું ઈચ્છતો જ નથી. વળી બીજા પણ ઘણા ક્ષુદ્ર સાધકોએ અમારી સ્વામીનીને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓના શરીરમાંથી હું માંસ તો મેળવી શકીશ. તું ચિંતા કરીશ નહીં. તારી પાસે માત્ર હું એટલું જ માંગુ છું કે–તે ઘણી ઘણી લડાઈઓ કરી છે અને અનેક શૂરવીર સુભટોનો વિનાશ કર્યો છે. તેમાં જેણે યુદ્ધમાં કદી પાછી પાની ન કરી હોય, કોઈની પ્રાર્થનાનો ભંગ ન કર્યો હોય, શત્રુને મરતાં સુધી પણ પ્રણામ ન કર્યો હોય, એવા મહાપુરૂષની
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૯
એક ઉત્તમ ખોપરી મને આપ કે જેમાંથી લોહી કાઢી પવિત્ર કાળી ચૌદશને દિવસે અકાળ મૃત્યુ પામેલ મારા પિતાનું તર્પણ
રાજા–“પ્રેતનાથ ! તમારું કહેવું સોળ આના સાચું છે. તમે જરા પણ ખોટું કહ્યું નથી. મેં સેંકડો લડાઈઓ કરી છે અને હજારો ક્ષત્રીય રાજાઓ માર્યા છે. પણ રાજ્યનો મોટો બોજો હોવાથી, ને અતિન્દ્રિયજ્ઞાન નહીં હોવાથી તેવા પ્રકારની ખોપરીનો સંગ્રહ હું કરી શક્યો નથી. કેમકે તમારા જેવા અર્થી મને ભવિષ્યમાં મળશે એ મારી કલ્પનામાં પણ નહોતું. તમારા બાપને માટે તમે ધારેલ કામની બહુ ઉતાવળ ન હોય તો, તે પૂર્વે બતાવેલો તમારો પવિત્ર દિવસ બહુ નજીક ન હોય તો, જ્યાં સુધી તમારી માગેલી ચીજ તમને ન મેળવી આપી શકું ત્યાં સુધી રાહ જુઓ. જો તમે કાળક્ષેપ કરી શકો તેમ ન હો તો, આ મારું મસ્તક લ્યો, પણ વિચારી લ્યો કે તમે સૂચવેલા ગુણો એમાં છે કે નહીં ? મસ્તકની પરીક્ષામાં ચતુર ! આ તમને ગમે છે ? ગમતું હોય તો લ્યો. બીજી ખોપરી શોધવાની માથાકૂટ મટે.”
વેતાલ–“રાજન ! બહું સારું ! ઘણું જ સુંદર ! દેખાવડું પણ ખરું ! આવું સુંદર મસ્તક મળ્યા પછી શું જોવું ને શું વિચારવું ? ખરેખર હું મને ભાગ્યશાળી માનું છું. વાહ ! માગતાની સાથે જ મળી ગયું.”
વેતાલે ડાબા હાથમાં રાખેલ ખપ્પરમાંથી લોઢાની ચળકતી વિકરાળ છરી ખેચી કાઢી. હર્ષથી નાચવા લાગ્યો ને કિલકિલાટ કરી મુક્યો. હાથમાં છરી લઈ કેટલાક મોટા પગલા ભરી પાસે
Page #103
--------------------------------------------------------------------------
________________
આવી જમણે હાથે આપવા લાગ્યો. તો પણ રાજા ભય પામ્યો નહીં. થોડીવાર સામું જોઈ ધીરજથી રાજાએ કહ્યું –
“એ દેવતાઈ હથિયાર અમારા જેવાના સ્પર્શને લાયક નથી. મોટા કામ હોય તો એની જરૂર છે. આવા જેવા તેવા સામાન્ય કામમાં એની શી જરૂર છે ? ભલે તમારા જ હાથમાં એ રહી. આ મારી નિર્દય તલવાર જ તમારું કામ કરી આપશે.”
એમ કહીને સુવાના સંસ્મારક (સાથરો ઘાસની પથારી) ને ઓશીકેથી તલવાર લાવ્યો ને મણિમય મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી. ધારની આજુબાજુએ છટાથી બે આંગળી ફેરવી ગયો. એ કુટીલ તલવાર તરફ દૃષ્ટિ સ્થિર કરી. કેડે ઉત્તરીય વીંટી લીધું. દેવીને પ્રણામ કરી ડાબો પગ આગળ વાળી સ્થિર કર્યો. જમણા પગને મણિ કુટ્ટિમ ઉપર જોરથી અફળાવી સ્થિર કર્યો. ભયથી નાસી ન જાય માટે ડાબે હાથે વાળનો ગુચ્છો પકડી રાખ્યો, ને જમણે હાથે સ્કંધ ઉપર નિર્દય રીતે તલવાર ચલાવી. “અવાજ કેવો થાય છે ?” એ સાંભળવા અધીરો જમણો કોઈ ઉંચો થઈ સાંભળતો હતો. શોક, ભય વગેરે સ્થાયી ભાવો પણ ભીતિથી નાશી ગયા. સ્વર, મોં બગાડવું, ધ્રુજી જવું વગેરે સાત્વિક ભાગો પણ સંગ છોડી ચાલ્યા ગયા. અદેખાઈ, મદ, હર્ષ, ગર્વ, ઉગ્રતા વગેરે વ્યભિચારી ભાવોએ આખા શરીરે આલિંગન દીધું.
એ રીતે રાજા રમણીયને ભયંકર આકૃતિવાળો દેખાવા લાગ્યો. અર્ધ છેદ થયો ને ગમે તે કારણથી કોઈએ પકડી રાખ્યો હોય, કોઈએ બાંધી રાખ્યો હોય, કોઈ થંભાવી દીધો હોય તેમ જમણો હાથ આગળ ચાલી શક્યો નહીં. તીક્ષ્ણ ધાર છતાં તલવાર હાડકાની સાણસીથી પકડાઈ ગઈ ! લોહીમાંસના કાદવમાં
Page #104
--------------------------------------------------------------------------
________________
૨૧
ખંચી ગઈ ! કે નાડીઓના દોરડાથી બંધાઈ ગઈ ! જરા પણ આગળ કાપવા શક્તિમાન ન થાઈ. “અરે ! આ શું ?” એમ વિસ્મય પામી ડાબે હાથે મુઠ પકડી. હાથમાંથી વાળનો ગુચ્છો છુટી ગયો એટલે તે નીચે ધસી પડ્યો. માથું નીચે રાખી તલવાર ઘસવા લાગ્યો અને ઉત્સાહથી તમામ શક્તિ વાપરી દીધી. જરા મૂછ જેવું જણાયું કે કોમળ, કર્ણપ્રિય, હાથની તાળીઓ મારવા પૂર્વક દેવાંગનાઓનો “હા હા' શબ્દ સંભળાયો.
Page #105
--------------------------------------------------------------------------
________________
૪. બાલારુણ વીંટી ને વરપ્રદાન
શબ્દ અનુસારે જરા ત્રાંસુ જોઈ દૃષ્ટિ ફેરવી તો પરિવાર સહિત રાજલક્ષ્મીનું દર્શન થયું. આકૃતિ ઉપરથી ઓળખી કાઢી, છતાં નિશ્ચય કરવા ધીરતાથી તેને પુછ્યું—‘બાઈ ! તું કોણ છો ? કેમ આવી છો દેવમંદિરમાં ?
દેવી—“રાજન્ ! મને ઓળખતા નથી ? દરેક રાજાઓને માન્ય રાજલક્ષ્મી છું. તમને ઈષ્ટ આપવા આવી છું. બોલો, તમારે શું જોઈએ ?'' રાજાએ આદરપૂર્વક પ્રણામ કર્યા, ને હર્ષથી ધીમે ધીમે બોલ્યો
“ભગવતી ! હું કૃતાર્થ થયો છું કે દુર્લભ છતાં તમારું પવિત્ર દર્શન પામ્યો, ને તમે ઈષ્ટ આપવાનું કબુલ્યું. દેવી ! મને તો ઈષ્ટ એ જ છે કે–તમારા આ મુખ્ય અનુચર રાક્ષસ માટે આપવા કબુલેલું આ મસ્તક આપવા જતાં મારા બન્ને હાથ કોણજાણે શા કારણથી બંધાઈ ગયા છે, તે છુટા થાય. એનો સ્વાર્થ પુરો થાય એટલે દેણદાર મટી હું નિર્વાણ (આનંદપૂર્વક મરણ) પામું.”
દેવીનો રાજા ઉપર પક્ષપાત વધ્યો. આજુબાજુની સખીઓના મુખ આનંદપુકિત થયાં. તે જોઈ દેવી અમૃત વરસાવતી હર્ષથી બોલી–
“નરેન્દ્ર ! તું મારું સ્વરૂપ બિલકુલ જાણતો જ નથી, નહીંતર આમ ન બોલે. મારો પરિવાર હંમેશ સૌમ્ય અને સભ્ય જ હોય છે. રાક્ષસો મારી સામે પણ ન આવી શકે તો મારો નોકર તો હોય જ શાનો ? જે આ વેતાલ તરીકે તને જણા
Page #106
--------------------------------------------------------------------------
________________
૨૩
છે, તે રાક્ષસ નથી પણ મારા પ્રતિહારોનો અગ્રેસર મહોદર યક્ષ છે; માત્ર તારી પરીક્ષા કરવા આગળથી આવી આવું વિકૃતરૂપ દેખાડ્યું છે. માટે હવે આ બાબતની ચિંતા છોડી દે, ને મરવાન ખોટો આગ્રહ પણ છોડી દે. તારો અભિલાષ હોય તે જાહેર કરી
તારા આ વિવિધ સાત્વિક ગુણોએ અને પ્રયત્નોએ મારું મન વશ કરી લીધું છું. ઓ ડાહ્યા પુરૂષ ! બોલ તારે મારું શું કામ છે ? જલ્દી બોલ. શું તું નન્દનવનમાં દિવ્યક્રીડા અનુભવવા ઈચ્છે છે ? શું તું વિમાનમાં બેસી આકાશ ને પૃથ્વીમાં પર્યટન કરવા ઈચ્છે છે? શું તું ભરતમુનિએ સ્વયે આવીને ભજવી બતાવેલું દિવ્ય નાટક તારા ખંડીયા ને મિત્ર રાજાઓને બતાવવા માગે છે ? અથવા તારી જે ઈચ્છા હોય તે બોલ.'
રાજા–દેવી ! બરોબર છે. તમારાથી શું બને તેમ નથી? ઈદ્ર પણ તમારી મહેરબાનીથી જ સ્વર્ગનું રાજ્ય ભોગવી શકે છે. વાસુકિ તમારી મહેરબાનીથી જ ઉરગ કન્યાઓ સાથે સુખ ભોગવી પાતાળનું રાજય ચલાવી રહ્યો છે. કુબેર પણ તમારી છાયામાં રહીને જ નિધિનાથ થયો છે. સમુદ્ર પણ તમારા જન્મ પછી જ રત્નાકર થયો છે. એ બધાની વાત તો દૂર રહી પણ નીચ પ્રકૃતિની ઘણી વ્યક્તિઓ તમારી મીઠી નજરથી જગતમાં મોટાઈ પામે છે. હાડકાનો કડકો છતાં શંખ, સર્પની લાળોથી દૂષિત છતાં ચંદન, હલકા માણસે હાથો પકડ્યો હોય તો પણ સારા માણસો છાયા માટે છત્ર મસ્તક ઉપર ધારણ કરે છે. વારંવાર કલંકિત થવા છતાં ચંદ્રના યશની ઉપમા તલવારને આપવી પડે છે. તિર્યંચની વિષ્ટા છતાં ગાયનું લીલું છાણ વખાણવા લાયક ગણાય છે. વધારે શું કહ્યું ? તમે બીજી કામધેનું છો.
Page #107
--------------------------------------------------------------------------
________________
૨૪ કલ્પવૃક્ષ સાથે જન્મ્યા છો માટે જંગમ કલ્પલતા છો. સચેતન ચિંતામણી રત્ન છો.
પ્રસન્ન થયેલા તમે શું નથી આપી શકતાં ? તમે ખરેખર આરાધકોનું કલ્યાણ કરી જ શકો છો. પણ તમે જે ઉત્તમ પ્રકારની ચીજો ગણાવી તેમાં મારું મન જરા યે નથી. મને તેમાંની કોઈપણ વસ્તુની જરા પણ જરૂર નથી. પૂર્વભવનાં સુકૃતથી મળેલ આટલા વૈભવથી જ મને સંતોષ છે. મને કોઈ પણ દિવ્ય સુખની ઈચ્છા જ નથી. માત્ર મારા ઉપર પ્રસન્ન થયા હો, અને મને ઈષ્ટ આપી કૃતાર્થ કરવા ચાહતા હો તો ઈક્વાકુ રાજાઓમાંનો હું છેલ્લો રાજા ન ગણાઉં, તેમજ મારી રાણી મદિરાવતીની વીરપુત્રજનનીમાં ગણતરી થાય, એવું કરો.” એમ કહી જરા શરમથી રાજાએ નીચું જોયું. દેવી મંદમંદ હસીને બોલી –
રાજન્ ! મદિરાવતીમાં તે પુત્રની માંગણી કરી એ હું સમજી છું, પણ પુછવાનું એ જ કે–આવી રીતે લાંબુ લાંબુ બોલવાનું શું કામ છે ? “મદિરાવતીને પુત્ર આપો.” એમ જ કહેવું જોઈતું હતું. કદાચ સ્પષ્ટ બોલવાથી આ વાત તારી બીજી રાણીઓ જાણી જાય અને પુત્ર માગવા અમારી પાસે આવીને કદાચ અમને અકળાવે, આ શંકાથી આમ કરવું પડ્યું છે ? પણ મારા પરિજનમાં તારો કોઈ શત્રુ નથી, કે જે બીજી રાણીઓને કહે ને તારા ઉપર કોપ કરાવે. માત્ર આ મહોદરથી ચેતવાનું છે. પણ તે ગુપ્ત રીતે વાત કરી છતાં તારા વાક્યનો તાત્પર્યાર્થ એણે જાણી લીધો છે. એ ચપળ બધી વાત કહી દેશે, ને એ કુતુહળી તારા ઉપર દરેકની રીસ ચડાવડાવશે. બહુ મહેનત બચાવ કર્યો છતાં કષ્ટ આવી પડ્યું !”
Page #108
--------------------------------------------------------------------------
________________
૨૫
રાજા મશ્કરી સાંભળી જરા હસી મસ્તક ઉંચું કરી બોલ્યો“દેવી ! સીધી રીતે કહેવામાં જરા શરમ આવી, તેથી આવી રચનાથી બોલ્યો, નહીં કે ભયથી. બાકી પુરંદરથી પણ બીતો નથી તો મહોદરથી તો કેમ બીઉં ? શું વાટ જુવે છે ? કાલ જતો હોય તો ભલે આજ જાય. ગુપ્ત વાત એના પેટમાં ન ટકતી હોય તો તેઓને આ બધી વાત કહે. શોક્યના ઉપર અદેખાઈને લીધે ભલે બધીએ રીસાય, ભલે પુત્રની માંગણી કરે. રીસાઈને કરશે શું? હું મનાવવાનો નથી. માત્ર તમે આરાધક ઉપર જલ્દી ખુશી થઈ જાઓ છો. તેથી તમારી મને ચિંતા થાય છે. મિંદરાવતી માફક તેઓને પણ તમારે પુત્ર આપવો પડે. તેની પીડા તમને છે. મને તો કાંઈ નથી. મને તો તમે નકામો બીવડાવો છો.''
દેવી-‘રાજાજી ! બસ કરો. મશ્કરીમાં તમે મને જીતી લીધી. પણ તમે ચતુર છતાં છેતરાઓ છો. કેમકે મારી આટલી બધી મહેરબાની છતાં તમે કંઈ વિશેષ માગતા નથી. ઠીક, જે થયું તે ખરું. તમને ગમ્યું તે ખરું.
મારા પ્રસાદથી થોડા વખતમાં તમારે પુત્ર થશે. તે પણ ભુવનમાં પ્રસિદ્ધ થશે. દરેક રાજા મહારાજાઓ તેના ચરણકમળમાં પ્રણામ કરશે. તેના અંતઃપુરની રાણીઓની સેવા અઢાર દેશના ખંડીયા રાજાઓની સ્ત્રીઓ કરશે. તે ચારે સમુદ્રને કાંઠે આવેલા પર્વતોના શિખર ઉપ૨ જયસ્તંભ રોપશે. પોતાના પ્રતાપથી જ પૃથ્વીનું રાજ્ય કરશે, અને આગળ વધીને વિદ્યાધરોનો પણ રાજા થશે. જેના રાજ્યાભિષેક વખતે બે શરીર ધારણ કરી આઠ હાથ વાળી બન્ને બાજુએ હું ખુદ ચામર ઢાળીશ.''
Page #109
--------------------------------------------------------------------------
________________
૨૬
સાંભળો ! એક વિશેષ વાત કહું છું. ચંદ્રાપ હાર મારી પુજામાં તમે મુકેલો છે. તે હું તમને પાછો આપું છું. સારી રીતે સંભાળી રાખજો. તમારો પુત્ર નવયૌવન પામે ત્યારે પહેરવા આપજો. યદ્યપિ મહાપુરૂષોને કદી પણ વિપ્નો નડતા નથી, છતાં લોકનીતિ પાળવી જોઈએ, તેથી જ્યારે કોઈ ભયંકર અટવીમાં ફરતો હોય, જયારે કોઈ રણસંગ્રામમાં ઘુમતો હોય ત્યારે આ હાર તેની પાસે રહે એવું ખાસ કરવું. મારી ધારણા નિર્વિબે ફળો. હવે જવાની અનુમતિ માગું છું.
પ્રસંગોપાત બહાર નીકળી છું, તેથી ત્રિકુટ, મલય વગેરે પર્વતો ઉપર, ક્ષીરસાગર વગેરે સમુદ્રોમાં, નન્દીશ્વર વગેરે દ્વિપોમાં ફરીને પાછી પદ્મહ નામના મારા સ્થાનમાં જવાની છું. જા, હું તને પણ રજા આપું છું. ઘેર જા, અને રાજયની લગામ હાથ ધર. વિરહથી પીડા પામતી તારી પ્રિયાને દર્શન આપ, ને ખુશ કર. આજથી વ્રતનિયમની બેડી તોડી નાખું છું, જા સુખેથી જા.”
એમ કહી આંગળીમાંથી બાલાસણ વીંટી કાઢી, તેનો પ્રભાવ કહી, રાજાના હાથમાં આપી, ને દેવી એકદમ અદશ્ય થઈ ગઈ.
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૫. પુત્ર જન્મ ].
હવે રાજા સ્તબ્ધ ઉભો રહ્યો. નોકરોએ એક ખુણામાં પાથરી રાખેલ દાભડાના સંથારા તરફ ગયો. તેના ઉપર બેઠો. પોતે દેવ થયો છે કે કેમ ? આ આખી દુનિયા ફરી ગઈ છે કે શું ? શક્રાવતાર તીર્થે જવું, દેવનું દર્શન, તેની પ્રીતિ, હાર આપવો, ઈદ્ર પોતાનાં વખાણ કરવાં, મહોદરની ભયંકરતા, માથું કાપવા તૈયાર થવું, હાથ અટકી જવો, દેવીનું આવવું, તેના મીઠા વચન, વર મળવો, આ બધી બાબતોનો વિચાર કરતાં કરતાં વારંવાર એની એ જ બાબતની આવૃત્તિ કરતાં વિસ્મયમય, કૌતકમય, આશ્ચર્યમય, હર્ષમય, ગમ્મતમય, ઉત્સવમય, નિવૃત્તિમય, વૃદ્ધિમય, હાસ્યમય તે રાત્રી પૂરી થઈ.
પરોઢીયું થયું એટલે ઉડ્યો. શૌચથી પરવારી; આંગણામાં ઓટલા ઉપર બેઠો. પરિચારકોએ આંગણું સાફ કરી મસકોથી પાણી છાંટી દીધું હતું, અને વિવિધ જાતના ફૂલો વેર્યા હતાં. કેટલાક નોકરો ભિન્ન ભિન્ન કામે લાગ્યા હતા. તે વખતે દાર્શનિક પંડિતો, મહર્ષિઓ, મંત્રીઓ, સામંતો, ખડીયા રાજાઓ, શેઠીયાઓ વગેરે મળવા આવ્યા.
પ્રતિહારીને સૂચના આપી રજા મંગાવી અંદર આવ્યા. બેઠા, પછી પ્રશ્ન પુછ્યો. એટલે શક્રાવતારે ગયા પછીનો તે બધો આખી રાતનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એક નોકરને હુકમ કરી તે હાર અને વીંટી મંગાવ્યા; સર્વને દેખાડ્યા. તે દરેક બહુ જ ખુશ થયા. મહેલે પધારવા વિનંતી કરી એટલે મહોદધિ નામના
Page #111
--------------------------------------------------------------------------
________________
૨૮
ભંડારી તરફ જોયું. તુરંત જ હાથ જોડી નમ્ર થઈ આવ્યો ત્યારે તેને કહ્યું કેઃ
‘મહોધિ ! આ હાર સાચવીને ભંડારમાં મુકો. આ વીંટી, મર્યાદા ઓળંગી ગયેલા ઉદ્ધત રાજાઓને શિક્ષા કરવા ગયેલ સેનાપતિ વજાયુધને મોકલો, અને તેની પાસે રહેલ વિજયવેગને કહેવું કે—“વિજયવેગ ! આ વીંટી રાતના ભયંકર યુદ્ધ પ્રસંગે કે સંકટ સમયે તારે વજાયુદ્ધની આંગળીમાં પહેરાવવી. જાઓ.'' મહોદધિ—જી, એમ કરીશ.''
રાજા પરિવાર સહિત બધા સાથે રાજગઢમાં ગયો. ત્યાં મંગળ ઉતારણા અનુભવી, દરેક મંદિરે દર્શન કરવા નીકળ્યો. શક્રાવતારથી માંડીને અનુક્રમે આખા શહેરના મંદિરનાં દર્શન કર્યાં. ફરી રાજગઢમાં આવી હાથણી ઉપરથી ઉતર્યો. બેઠકમાં જઈ પલંગ ઉપર બેઠો. પાસેના પાટલા ઉપર બેસી દાતણ કર્યું, અને તસ્તોલામાં કોગળા કરી નાંખ્યા. સુગંધી સ્વચ્છ રૂમાલથી હાથ મોઢું લુછી નાંખ્યું.
જમવાનો અવસર થયો એટલે આહાર મંડપમાં ગયો. ત્યાં ભોજન કર્યું. ચળુ કરી પલંગ ઉપર બેસી બીડી પીધી; મેડી ઉપર દંતવલભીમાં જઈને બેઠો. થોડીવાર કેટલાક પંડિતો જોડે ચર્ચા કરી. થોડીવાર સુઈ ગયો. બે વાગ્યા પછી સભામાં જવાની તૈયારી થવા લાગી, સભામાં ગયો. દરેકના પ્રણામ સ્વીકાર્યા, દરેકના આશીર્વાદો સાંભળ્યા. અરજદારોની અરજીઓ સાંભળી. સાયંકાળે જમીને આંગણામાં મંડપ નીચે પરિચારકો સહિત બેઠો. ત્યાં મળવા આવ્યા તેમની મુલાકાત લીધી, અને પ્રસંગોપાત વાતચીત કરી. વખત થયો એટલે અંતઃપુર તરફ રવાના થયો.
Page #112
--------------------------------------------------------------------------
________________
૨૯
હાથમાં દિવી લઈને અનેક અંતઃપુરના નોકરો એકી સાથે જુદો જુદો માર્ગ બતાવતા હતા. છેવટે દરેક રાણીઓને મળી મદિરાવતી પાસે ગયો.
માન આપવા ઉભી થતાં રાણીને ઉતાવળે જઈ હું હું દેવી ! ઉઠવાની જરૂર નથી, બેસો.' એમ કહી પાસેના આસન ઉપર જાતે બેસાડી પોતે મુખ્ય આસન પર બેઠો. વારંગનાઓએ મંગળ ઉતારણ કર્યા. પુરોહિતો સ્વસ્તિ મંગળ કરી ગયા. કુળવૃદ્ધાઓ આંખમાં આંસુ લાવી આશીર્વાદો બોલતી બોલતી ગઈ. કંચુકીઓ પોતપોતાને કામે ચાલ્યા ગયા. થોડીવાર હસામણી વાતો કરી સખીઓ ચાલી ગઈ. અંતઃપુરની શયાપાલીકાઓએ શરીરે ચોપડવાના સુગંધી દ્રવ્યો છીપમાં ઘસી ઉતારી મુક્યાં, મણી દર્પણો કપડાવતી લુછી નાંખ્યા, દીવાઓની દિવેટ સંકોરી, ફૂલ, અત્તર (પટવાસ) પાન-સોપારી, ઝવેરાતના નાના પ્રકારના દાગીના વગેરેથી ભરેલ રકાબીઓ (પટલકા) યોગ્ય સ્થળે ગોઠવી દીધી, ને પછી ચાલી ગઈ. સુગંધી પનો ધુમાડો પણ બહાર નીકળી ગયો.
રાજાએ જરા મુખ નમાવી દરેક અવયવો જોઈ ધીમે ધીમે આનંદ પુલિત મિંદરાવતીના અંગે સ્પર્શ કર્યો, તે ખિન્ન થઈ દયા ઉપજવાથી ધીમે ધીમે કહ્યું:-દેવી ! તમને બહુ દુ:ખ થયું, પણ તમારા માટે જ ચોક્કસ નિશ્ચય કરી દેવારાધન કાર્ય શરૂ કર્યું હતું, છતાં આકરા વ્રત-નિયોથી કેમ નકામું આ સુખી ગાત્ર સુકવી નાખ્યું ?''
મારા ખોળામાં સુનારા તમે પાથર્યા વિના ભોંય પર સુઈ આ ગુલાબ (સ્થલારવિન્દ) જેવા સુકુમાળ શરીરને કેમ કષ્ટ
Page #113
--------------------------------------------------------------------------
________________
૩૦
આપ્યું ? ઉપવાસાદિક કરી બિચારી કેડને સંકોચતા તમે ખરેખર સ્વભાવથી જ કઠીન સ્તનોને મદદ કરી છે. અહા તમારું ભોળપણ ! શી અધીરાઈ !''
એમ કહી વસ્ત્રાલંકારનો થાળ તુરત જ લઈ પોતાને હાથે જ વિલેપન કર્યું, અલંકાર પહેરાવ્યા, ચાલ્લો કર્યો, મુકુટ પહેરાવ્યો, ઉપ૨ કલગી ચઢાવી એમ રાણીને શણગારી.
સ્વાભાવિક સુંદરતા સાથે અલંકારોની શોભામાં મિશ્રણ થવાથી રાજા એકી નજરે રાણી સામે જોવા લાગ્યો, પ્રેમનાં મોજામાંથી જન્મેલ સ્મરવિકારોને લીધે બમણી રમણીય જણાતી રાણીને આશ્લેષ આપી શય્યા તરફ લઈ ગયો, અને ત્યાં જ સૂતો. આકાશમાં ચંદ્ર વિરાજી રહ્યો હતો. તારાઓ ચમકીરહ્યા હતા, અને દીવાઓ ઝાકઝમાળ વિલાસ ભુવનમાં સળગી રહ્યા
હતા.
પાછલી રાતે ધોળાં વસ્ત્ર ને ફૂલની માળા વગેરે પહેરી રૂપાના પર્વત ઉપર બેઠેલી મદિરાવતીના સ્તનો ધાવતો આકાશમાંથી ઉતરી આવતો ધોળો ઐરાવણ હાથી સ્વપ્નામાં જોયો. જાગ્યો એટલે વહેલી ઉઠેલી રાણી પાસે ગયો ને બોલ્યો:દેવી ! વિડલોના આશીષ તને ફળ્યા. લક્ષ્મીદેવી પ્રસન્ન થઈ. ત્યારે એક ચક્રવર્તી પુત્ર થશે.''
બધું સ્વપ્ન વિસ્તારતી સંભળાવ્યું. રાણીએ શરમાતા શરમાતા ધ્યાન દઈને સાંભળ્યું. દરેક અંગે રોમાંચ થવાથી તત્કાળ ગર્ભ ધારણ કર્યો હોય તેમ બમણી શોભવા લાગી. રાજા બહાર ગયા એટલે તિ ઘરમાંથી નિકળી પોતાને કામે લાગી.
કેટલાક દિવસે ઋતુ સ્નાન પછી રાણીએ ગર્ભ ધારણ
Page #114
--------------------------------------------------------------------------
________________
૩૧ કર્યો. નવ માસ પૂર્ણ થયા પછી પુત્રનો જન્મ થયો. સ્વપ્નાનુસાર હરિવહન નામ રાખવામાં આવ્યું. ઘણા દિવસ સુધી મહોત્સવ પ્રવર્યો.
છ વર્ષ થયા એટલે દિવસે દિવસે સારા સારા શિક્ષકો એકઠા કર્યા અને રાજમહેલમાં જ તૈયાર કરેલી સુવ્યવસ્થાવાળી પાઠશાળામાં તેઓની પાસે અભ્યાસ કરવા ગોઠવણ કરી, સમગ્રશાસ્ત્ર નિપુણ થયો. ચિત્ર, સંગીત, વીણા વગાડવી, ધનુર્વિદ્યા વગેરે કળાઓ શીખ્યો. | સોળ વર્ષનો થયો. શરીરના અવયવો ખીલવા લાગ્યા ત્યારે સારા સારા માણસો મોકલી રાજાએ પોતાને મુકામે તેડાવ્યો. શહેરની બહાર એક કુમારભવન નામે મહેલ (બંગલો) કરાવી આપ્યો.
કુમારનો યૌવરાજ્યાભિષેક કરવા ઈચ્છા થઈ, પણ કોઈ યોગ્ય તેવો જ વિનયી, આચારશીલ, શૂરો અને ચતુર મિત્ર મેળવી આપવો, ને પછી યુવરાજ પદવી આપવી. આ વિચારથી તેવા રાજકુમારની શોધમાં રાજા હતો. કેટલાક ચતુર રાજકુમારો તપાસવા સારા સારા લાયક માણસો પણ મોકલ્યા હતા.
Page #115
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પરિચ્છેદ ૧. કાંચી પર ઘેરો
-
એક દિવસે પ્રાત:કાળે રાજા સભામાં સુવર્ણ સિંહાસન ઉપર બેઠો હતો. પાછળ અંગરક્ષકો ઉઘાડી તલવારે ખડા છે. બન્ને બાજુએ વારાંગનાઓ ચામર વીંજી રહી છે. બાજુએ રાજમાન્ય પુરૂષો ઉચિતાસને ગોઠવાઈ ગયા છે. કેટલાક મિત્ર રાજકુમારો સાથે પિતાને પ્રણામ કરવા આવેલો કુમાર હરિવાહન ચરણ આગળ બેસી ગયો છે. બીજા પણ અમીર ઉમરાવો, શ્રેષ્ઠી સામંતો, પોતપોતાને ઉચિત આસને બેસી ગયા છે. સોનાની છડી લઈ આવતી પ્રતિહારીએ પ્રસ્તુત પ્રસંગમાંથી દરેકનું ધ્યાન ખેચ્યું.
પ્રતિહારીએ રાજા સામે ઘૂંટણીએ પડી હાથ જોડ્યા, ને વિજ્ઞપ્તિ કરીઃ
“મહારાજ ! દંડાધિપતિ વજાયુધના હજુરી વિજયવેગ બહાર ઉભા છે, ને આપનું દર્શન ઈચ્છે છે. શો હુકમ છે ?”
વિજયવેગનું નામ સાંભળી પોતે મોકલેલ બાલાસણ વીંટી રાજાને યાદ આવી.
અરે ! આવવા દે, જલ્દી લાવ.” “જી !” પ્રતિહારી બહાર ગઈ.
Page #116
--------------------------------------------------------------------------
________________
૩૩
રાજા બારણા તરફ જોઈ રહ્યો. થોડી વારે એક ઉત્તમ વેષ અને આકૃતિવાળા પુરૂષે પ્રવેશ કર્યો. દૃષ્ટિ પડતાની સાથે જ તેણે નીચા નમી પ્રણામ કર્યા.
“આવ ! આવ !! વિજયવેગ આવ !!!'' રાજાએ આદરથી બોલાવ્યો.
વિજયવેગે આસન લીધું. રાજાએ ફરી પૂછ્યું. “કેમ છો વિજયવેગ ! દંડનાયક કુશળ છે ને ?''
“મહારાજ ! બહુ જ સારી રીતે કુશળ છે. આપને પ્રણામ કહેવડાવ્યા છે, ભીમ, ભાનુવેગ વગેરે મુકુટધારી રાજાઓએ પણ આપને પ્રણામ કહેવડાવ્યા છે.' જરા આગળ આવી હાથ જોડી વિજયવેગે કહ્યું.
વિજયવેગ—“હજુર ! આપે દંડાધિપતિ તરફ જે એક વીંટી મોકલી હતી તે તેણે આજદિન સુધી પોતાની પાસે રાખી હતી. દક્ષિણ દેશ તાબે કર્યા પછી મને સોંપી દીધી. હું અહીં લાવ્યો છું ને તે મહોદધિને સોંપી છે.''
રાજા–“એ સેનાપતિને કંઈ કામે લાગી ? એથી કંઈ એમને લાભ થયો ?''
વિજયવેગ–“દેવ ! એણે જે લાભ આપ્યો, ને ઉપકાર કર્યો તે કોણ કરી શકે તેમ છે? સાંભળો મહારાજઃ–
ગયે વર્ષે શરઋતુમાં આપણા કટ્ટર દુશ્મન કુસુમશેખરને શિક્ષા કરવા સેનાધિપતિએ કુંનિપુરથી કાંચી તરફ પ્રયાણ કર્યું; ને કાંચી જઈ પહોંચ્યા. કુસુમશેખર લડી શકે તેમ તો હતો જ નહીં, માત્ર બધી સામગ્રી એકઠી કરી કિલ્લામાં જ ભરાઈ રહ્યો.
Page #117
--------------------------------------------------------------------------
________________
૩૪
તેણે બહાનું પરૂં ઉજજડ કરી બાળી નાખ્યું. બહારના પાણીના પીયાવાઓનો નાશ કર્યો. ધાન્ય, ઘાસ, લાકડાં વગેરે પુષ્કળ અંદર ભરી લીધું. સારા સારા માણસો બહાર સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધા. અજાણ્યા માણસને આવવા દેવાની સખ્ત મનાઈ કરી. કિલ્લાની અંદર ચારે તરફ ઘોડેસવારોની ટુકડીઓ સાવધાન થઈ ફરતી રાખી. કોઠાઓ ને વિદ્યાધરો (ચોખણીયા કોઠા) ઉપર વિચિત્ર પ્રકારના યાંત્રિક શસ્ત્રો ગોઠવી મૂક્યા છતાં યુદ્ધ કરવાની ઈચ્છાથી સહાય માટે ચારે તરફ છુપા જાસુસો તેણે મોકલી દીધા હતા.
આ બધી વાત પ્રણિધિ (એલચી) દ્વારા સેનાધિપતિના જાણવામાં આવી. તેથી ચીડાઈ ઝપાટાબંધ તેણે કોટને ફરતું સૈન્ય ગોઠવી દીધું, ને સખ્ત રીતે ઘેરો રાખ્યો. એકદમ હાથીની સેના પણ કિલ્લાના દરવાજા તોડવા મોકલી દીધી. એવી રીતે ઘણા દિવસ કોઈવાર ઘોર ભયાનક, કોઈવાર હસવું આવે એવા હુમલાઓ કરવામાં આવ્યા. એક કાંચી તોડવાની મહેનત કરે ને બીજો કાંચીનો બચાવ કરવાની મહેનત કરે, આમ હઠે ભરાયેલા બન્નેનો પ્રૌઢ દંપતી માફક ઘણો વખત ગયો.
વસંત પંચમીનો દિવસ હતો. સાંજે તંબુ બહાર પલંગ ઉપર દંડનાયક બેઠા હતા. અમે બધા હજુરીયાઓ પણ પાસે બેઠા હતા. તે (મદન) જાગરણનો દિવસ હોવાથી સ્ત્રીઓ ગીતો ગાતી ને રાસ લેતી હતી, તે સાંભળવામાં અમે તલ્લીન થઈ ગયા હતા.
Page #118
--------------------------------------------------------------------------
________________
૩૫
પહોર રાત્રી વીતી ગઈ હતી. તેવામાં આખા સૈન્યમાં ભારે કોલાહલ મચી ગયો. એકદમ અમારું ધ્યાન ખેંચાયું.
ખાટલા ઉપર ઝુલ નાંખી સુતેલા માવતોને કેટલાક “ઉઠો, ઉઠો,” એમ બુમ પાડી ઝુલ ખેંચતાં ખેંચતા ઉઠાડવા લાગ્યા. કેટલાક અધિરા માણસો આમતેમ દોડવા લાગ્યા ને સિપાહીઓને તાકીદ આપવા લાગ્યા કે–“રથ જોડો; હાથી શણગારો; ઘોડે સવાર થા; જલ્દી કર; કવચ પહેરી લે; તલવાર કેમ ભૂલી ગયો ? લઈ લે.” જમાદારો પોતપોતાની ટુકડી સજ્જ કરવા લાગ્યા.
એ ભયંકર કલકલાણ સાંભળી વીરરસની મૂર્તિ સેનાપતિ ઝપાટાબંધ ઉભા થઈ ગયા. શત્રુ તરફના હુમલાનો વહેમ આવ્યો, કે તુરત ઢાલ તલવાર હાથ કર્યા, યુદ્ધનો પોષાક પહેરી બહાર નીકળ્યા.
બહાર નીકળી નજર કરી તો બે ઘોડેસવારો દોડી આવતા જણાયા. ઘોડાના દાબડા જોરથી પડતા હતા. ભગવા ફટકાઓના છોગાના છેડા પીઠ પર જોરથી અફળાતા હતા. એક હાથે ભાલો પકડ્યો હતો, ને બીજે હાથે ચાબુક ઉંચે પકડી રાખ્યો હતો. પાછળ ધુળના ગોટેગોટ ઉડતા હતા. ઘોડા ઉપર પલાણ પણ નાંખ્યું જ ન હતું. લોકો રસ્તામાં પૂછતા કે “અરે શું છે? શું છે ?”
“અરે ! કાંડરાત ! અરે કાચરક ! જલ્દી બોલો, શું છે ?” સેનાપતિએ પૂછ્યું.
ઘોડેથી ઉતરી પ્રણામ કરી બન્નેએ હાંફતા હાંફતા જવાબ આપ્યો. “દંડનાથ ! કાંચીના ઉત્તર દરવાજેથી શત્રુનું સજ્જ સૈન્ય બહાર આવ્યું છે. અને તણખલા માફક ગણતું ઝપાટાબંધ
Page #119
--------------------------------------------------------------------------
________________
૩૬
આગળ વધે છે. તદ્દન નજીક છે. આ આવ્યું. આ સ્થિતિ છે. પછી આપને જે સુજે તે ખરૂ.''
“અરે ! રથ લાવ.” સેનાપતિએ ઘાંટો પાડ્યો.
તુરત જ રથ હાજર કરવામાં આવ્યો. સેનાપતિ રથારૂઢ થયા. રણવાદ્યો વાગ્યાં, ને એકઠાં થઈ ગયેલ સૈન્ય સાથે તે છાવણીમાંથી બહાર નીકળ્યા. વ્યૂહ રચી આબાદ સ્થાને મોરચો માંડ્યો. જેમ જેમ પાછળ રહેલા ટુકડીના નાયકો સામંતો સહિત આવતા ગયા, તેમ તેમ દંડનાથને પ્રણામ કરી પ્રસન્નસૃષ્ટિથી હુકમ મેળવી દરેક પોતપોતાને સ્થાને ગોઠવાઈ ગયા.
Page #120
--------------------------------------------------------------------------
________________
(૨. લડાઈ)
બને સૈન્યનો વિશાળ મેદાનમાં ભેટો થયો. યુદ્ધ શરૂ થઈ ગયું. હાથીના ઘંટાઓ સાંભળી સામાવાળાઓના હાથીઓ ઍહિત (ગર્જારવ) કરવા લાગ્યા. ઘોડાઓ હણહણાટ કરવા લાગ્યા. વેગથી ચાલતાં રથોનાં પૈડામાં ચિત્કાર શબ્દ થવા લાગ્યો. તીર-કામઠાનો ટણાકાર શરૂ થઈ ગયો. સૂત્કારતાં બાણો છુટ્યાં. ભ ભ કરતી ભેરીઓ વાગી. યોદ્ધાઓની ધમાચકડીમાં ઉડતી ધુળથી આકાશ છવાઈ ગયું. કોઈ કોઈનું મોટું સૂજતું નથી. એકબીજાને નજીક છતાં ઓળખી શકતા નથી. ધનુષની દોરીના ધમધમાટથી બાણ છોડ્યાની ખબર પડતી. તણખા ઉડવાથી ને ખડભડાટ થવાથી શસ્ત્રાશસ્ત્રિયુદ્ધનું અનુમાન થતું.
આ ભંયકર યુદ્ધમાં કેટલાક પડ્યા, કેટલાક મૂવા, કેટલાક ઘાય થયા, કેટલાક છાની રીતે નાસી ગયા, છતાં બન્ને તરફથી સજ્જડ હુમલાઓ થતાં એ યુદ્ધ ચાલુ હતું. જય-પરાજય વારાફરતી એકબીજાને લલચાવતા ને નિરાશ કરતાં ને ફરી જુસ્સાથી યુદ્ધ ચાલતું હતું. અર્ધી રાત વીતી ગઈ. થોડી રાત વધારે વીતી. લગભગ રાતનો ત્રીજો ભાગ બાકી રહ્યો, તેવામાં એક શૌર્યની મૂર્તિ, સુંદર, યુદ્ધરસિક રાજકુમાર શત્રુ સૈન્યમાંથી મોખરે ધસી આવ્યો. પોતાના પરાક્રમથી અને આજુબાજુના મિત્ર રાજકુમારોના સખ્ત પ્રયત્નથી ઝપાટાબંધ “વજાયુધ ! ! વજાયુધ !” એમ બોલતા તેની પાસે આવી પહોંચ્યો. “આ હું અહીં રહ્યો. આમ આવ, આમ આવ.” એમ કહી વજાયુધે પોતાની તરફ તેનું ધ્યાન ખેંચ્યું. બન્નેનું પરસ્પર ભારે ભયંકર યુદ્ધ થયું. થોડીવાર કુમાર બોલ્યો –
Page #121
--------------------------------------------------------------------------
________________
३८
“વજાયુધ ! તમારા આ પરાક્રમથી હું બહુ જ ખુશી થયો છું. મારું મન ઘણું આનંદમાં આવી જાય છે. હું બચપણથી જ અનેક યુદ્ધોમાં હાજરી આપતો આવ્યો છું. પણ આવી નવાઈ મને કદી લાગી નથી. આટલીવાર વખત ગુમાવ્યો પણ હવે આવ તારામાં શક્તિ હોય તેટલા જોરથી કર ઘા, ચલાવ શસ્ત્ર, શક્તિ હોય તેટલા જોરથી બચાવ પણ કરજે. હં, બસ, ચલાવો.’'
કુમારે ધનુષ્ય કંપાવ્યું, મધમાખી માફક ચોંટ્યા. સેનાપતિની છત્રી ઉપરથી જયલક્ષ્મી ઉતરી. ગભરાઈ ગયેલી તે ઘડીકમાં ખભે બેસે, વળી ત્યાંથી ઉઠી બાણ પર બેસે, ત્યાંથી ઉઠી બાહુ ઉપર, એમ વારંવાર સ્થાન બદલ્યા કરે. આ સ્થિતિ જોઈ હું ગભરાઈ ગયો. “શું કરૂં ? શો ઉપાય ? હવે કોની મદદ મેળવવી ?'' એમ બડબડતો આમતેમ દોડવા લાગ્યો. એકાએક કંઈ યાદ આવવાથી હું આનંદમાં આવી ગયો, ને વજાયુધ પાસે ગયો. તે વખતે શત્રુના બાણથી તેની ધ્વજા છત્ર તુટી ગયાં હતાં. અને ધનુષ પણ વધારે વખત ટકે તેમ નહોતું. તુટવાની તૈયારીમાં હતું. મેં કહ્યું
‘દંડનાથ ! બીજું હથિયાર છોડો. આ અમોઘ શસ્ત્ર લ્યો. આથી બાહુમાં તાકાત આવશે. પછી શત્રુનું માનમર્દન કરો.' એણે મારી સામે ડોળા કાઢ્યા ને ઘરકી બૂમ પાડી–
“અરે દુષ્ટ ! ધનુષ લજવનાર ! દ્રવિડિયા ! દૂર ખસ, વચ્ચે કેમ આવ્યો ? જો મારી શસ્ત્ર કુશલતા.” તુરત તલવારની મુઠ પર હાથ મુક્યો, ને તે ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યો. ખેંચતા કંઈકવાર લાગી. ખરેખર તેને કાંઈ પણ ભાન ન હતું. તેનો હાથ ધ્રૂજતો હતો. એટલે તુરત મેં આપે મોકલેલ વીંટી પહેરાવી
Page #122
--------------------------------------------------------------------------
________________
૩૯
દીધી. આંગળીમાં જતાંની સાથે જ તેનો પ્રભાવ ફરી ગયો. કોઈ અપૂર્વ તેજ તેનામાં આવ્યું.
એ વીંટીમાંથી રત્નના કિરણો ચારે તરફ ફેલાવા લાગ્યા, તે કિરણો ફેલાયા કે શત્રુનું આખું સૈન્ય નિદ્રાધીન થઈ ગયું. હાથીના ગંડસ્થલમાં ખેંચી ગયેલ અંકુશો જોરથી ખેંચતાં માવતો એવી સ્થિતિમાં ઊંઘી ગયા. વિજયમાળા પહેરાવવા આવતી અપ્સરા સામું જોઈ રહ્યા હોય તેમ ફાડેલી આંખે જ યોદ્ધાઓ થંભી ગયા. કેટલાકની મુઠ્ઠીમાંથી તલવારો નીચે ખણખણાટ કરતી સરી પડી. ફેંકેલા બાણો અડધે રસ્તે જ શરમાઈ જઈ નીચી મુંડીએ હેઠે પડ્યા.
પેલો રાજકુમાર પણ જઝુમતો હતો, તે એમને એમ રથમાં સ્થિર થઈ ગયો.
Page #123
--------------------------------------------------------------------------
________________
૩. શત્રુ કે મિત્ર ?)
આ તરફ “મારો, મારો, દોડો, દોડો, પકડો, પકડો,” એવા કોલાહલ સાથે બમણા શૌર્યથી આપણું સૈન્ય આગળ વધવા પ્રયત્ન કરવા લાગ્યું. તેવામાં સેનાપતિનો સ્વર સંભળાયો. “જે શસ્ત્ર ચલાવે, તેને ઉત્તર કોશલાધિપતિના (મેઘવાહનના) સોગંધ છે, સોગંદ છે.”
એ બોલતાં એકદમ રથ દોડાવી વચ્ચે માર્ગ કરી પેલા રાજકુમારના રથ પાસે આવ્યા, ત્યાં તેને રથ ઉપર પડેલો જોયો. થોડીવાર સામે જોઈ રહ્યો. તેની હકીકત જાણવા, એક તેની ચામર વીંઝનારીને પૂછ્યું
બહેન ? આ કોણ છે ? કોનો છોકરો છે ? એનું નામ શું ? અમારા સૈન્યમાં પતંગીયા માફક બળી મરવા કેમ આવ્યો? થોડી જ સહાયથી આટલું બધું સાહસ કેમ ખેડ્યું ? લડાઈ કરવા દિવસે કેમ ન આવ્યો ? પુરૂષાર્થી છતાં બાયેલાની માફક કેમ રાત્રે છાપો માર્યો ?”
આંસુ લુઠી નાંખી તે બોલી
મહાભાગ ! હું અભાગણી હવે શું કહું ! એની વાત શું કરું ! એની વાત હવે જવા દ્યો. કહું તો પણ શું તે સાજો થાય તેમ છે !!! તો પણ સાંભળી—સિંહલદ્વિપના મહારાજા ચંદ્રકેતુનો એ સમરકેતુ યુવરાજ કુમાર છે. પિતાની આજ્ઞાથી વિજયયાત્રાએ નીકળ્યો હતો, છતાં પાછળથી પિતાનો હુકમ થતાં કેટલાક સહાયકો સાથે કુસુમશેખરને મદદ કરવા અહીં કાંચીમાં આવ્યો. પાંચ છ દિવસ શહેરમાં રહ્યો. આજે સવારે શૃંગારિક
Page #124
--------------------------------------------------------------------------
________________
૪૧
પોષાક પહેરી પાંચ, છ મિત્રો સાથે કામદેવના મંદિરે ગયો હતો. ત્યાં બારણામાં આસન જમાવી સાંજ સુધી દર્શન કરવા આવતી શહેરની સ્ત્રીઓમાં કંઈ તપાસતો બેસી રહ્યો. સાંજ પડી ગઈ એટલે વિયોગીનો પોષાક પહેરી કમલના પાંદડાની પથારી કરી ત્યાંજ રાત્રે પડી રહેવા નિશ્ચય કરી મિત્રોને કહેવા લાગ્યો કે ‘તમે જાઓ, હું આવવાનો નથી, આજની રાત્રી મારે અહીં જ ગાળવી છે. હું અહીં જ સૂઈ રહીશ.' એમ કહી બધાને ત્યાંથી પલાયન કર્યા.
ગમે તે કારણથી હો, પણ એકદમ મોડી રાત્રે આવ્યો ને સૈન્ય તૈયાર કર્યું. બધાએ ઘણુંએ વાર્યો પણ માને કોણ ‘કુમાર! આજ મુહૂર્ત નથી. કુમાર ! ઉભા રહો મારા સાથીઓને સાથે મોકલું ! કુમાર ! મહારાજા કુસુમશેખર આવે છે, જરા વાટ તો જુઓ.’ આમ બોલતાં તે તે હિતસ્વીની દરકાર રાખ્યા વિના બહાર નીકળ્યો. યુદ્ધ શરૂ કર્યું અને આ સ્થિતિએ પહોંચ્યો તે તો તમે જાણો જ છો.''
તે બોલતી બંધ પડી. રાત્રી પણ દુ:ખથી તારા રૂપી આંસુ ગાળીને ચાલી ગઈ. પ્રભાતનો અરૂણોદય થયો. સૂર્યના ઉદયની આગાહી જણાવા લાગી. થોડી વારે સૂર્ય ઉદય પામ્યો ને તેની બાલપ્રભા ફેલાવા લાગી તેમ તેમ શત્રુ સૈન્યના યોદ્ધાઓની મૂર્છા ગઈ.
એ કુમાર પણ જાગીને બડબડવા લાગ્યો- ‘વજાયુધ ! ગભરાઈશ નહીં. જવું હોય તો જા. તું અહીં શસ્ત્ર ચલાવે ત્યાં સુધી હું શસ્ત્ર ચલાવવાનો નથી. આ વિશ્વાસ રાખ.'
વાસનાબળથી એમ બોલતાં તેણે આંખ ઉઘાડી. આવી
Page #125
--------------------------------------------------------------------------
________________
૪૨
સ્થિતિમાં પોતાને જોઈ શરમાઈ જઈ વળી પાછો દુઃખથી મૂર્છા ખાઈ ઢળી પડ્યો.
તેનામાં ચૈતન્ય જોઈ દંડનાયક બહુ જ ખુશ થયા, ને કુમારના સૈનિકોને ભયથી નાસતા જોઈ અભય પડહ વગડાવ્યો. આપણા સિપાઈઓ તો લુંટ ચલાવવા લાગી પડ્યા હતા તેઓને અટકાવ્યા, ને ઘવાયેલા યોદ્ધાઓના પાટા-પીંટી કરવા યોગ્ય માણસોને હુકમ આપી દીધો.
ત્યાંથી હાથી ઉપર બેસી સમરકેતુ સાથે પોતાની છાવણીમાં દંડનાયક આવ્યા. પોતાના જ મુકામે સમરકેતુને લઈ ગયા. ત્યાં બન્નેએ સાથે ભોજન લીધું, ને સેનાપતિએ પોતાને હાથે તેના શરીરે ઘા વાગ્યા હતા ત્યાં ઔષધીનો લેપ કયો.
થોડા દિવસ સારા વૈદ્યોની દેખરેખ નીચે તેના શરીરની ચિકીત્સા કરવાની ગોઠવણ કરવામાં આવેલી હોવાથી તે તદન સાજો થઈ ગયો.
Page #126
--------------------------------------------------------------------------
________________
( ૪. સમરકેતુ અયોધ્યામાં )
એક દિવસે સમરકેતુ અને દંડનાથ જમીને બેઠા હતા. આનંદ વિનોદની વાતો ચાલી રહી હતી. પ્રસંગ મળતાં સેનાપતિએ હાથ જોડી વાત છેડી-;
“કુમાર ! આપ મહાપરાક્રમી છો ! મોટા મોટા રાજા મહારાજાઓ પણ આપની સહાય ઈચ્છે છે. આપ જેવા મારે ત્યાં પધારે તેનું માન સન્માન મારા જેવો અલ્પ કેવી રીતે પુરેપુરી રીતે કરી શકે ? મારું સ્થાન તમે લ્યો, ને મારા ઉપર મહેરબાની કરી. “એ તો તુચ્છ છે.” એમ તમને લાગતું હોય તો તમારા પિતાશ્રીએ ખુશીથી આપેલ યુવરાજપદ રાજધાનીમાં જઈ ભોગવો. પણ કુમાર શ્રી ! મનમાં એમ ન ધારતા કે- “મને એણે જીતી લીધો છે, તેથી તેની મહેરબાનીથી છુટી યુવરાજપણું ભોગવવામાં શી શોભા ?” કેમકે તમને જીતવામાં અમારી શી ગુંજાશ ? તમને કોણ જગતમાં જીતી શકે તેમ છે? છતાં તમને વશ કરી અહીં લાવ્યો છું, તે પ્રભાવ બીજાનો જ છે. જેને દૂરથી જોઈ તમે મૂછ પામી ગયા. તે હું તમને બતાવું.”
હુકમ થતાંની સાથે જ તે વીંટી હાજર કરવામાં આવી. અનેક ચમત્કારિક ઝવેરાતની જડતરલવાળી વીંટી સમરકેતુ જોઈ રહ્યો.
આ ક્યાંથી મળી ?” આશ્ચર્યથી વીંટી સામે જોઈ રહેલ સમરકેતુએ પૂછ્યું.
શક્રાવતાર તીથે ગયા પછીથી જવલનપ્રભ દેવનું મળવું,
Page #127
--------------------------------------------------------------------------
________________
૪૪
વેતાળ અને રાજલક્ષ્મીનું આવવું વગેરે આપનો વૃત્તાંત ત્યાં કહી સંભળાવ્યો.
એ સાંભળી કંઈક તે ઠંડો પડ્યો, ને લડાઈમાં થયેલી હારને લીધે પોતાની જાત ઉપર કંટાળો આવ્યો હતો, તે પણ હવે ઓછો થયો. ને પૂછવા લાગ્યો
દંડાધિપ ! તમારી ભલમનસાઈએ હવે હદ વાળી ! ખરેખર તમે મારું મન વશ કરી લીધું છે. દક્ષિણ દિશાના રાજ્યોમાં પોતાની ધાક બેસાડનાર તમે સભા સમક્ષ તમારી લઘુતા અને બીજાની પ્રભુતા ગાઈ રહ્યા છો, તેવું નિઃસ્પૃહ મુનિ પણ ન કરી શકે. તમે તમારા મોટા મનને લીધે જગતને વશ કર્યું છે, એમ નથી. તે મહાનુભાવ મહારાજ મેઘવાહનની મઘવા (ઈદ્ર) વગેરે દેવ પણ શા માટે સ્તુતિ ન કરે ? જેના મુખ્ય મુખ્ય હોદેદારો પણ તમારા જેવા છે. ઉચિત હો કે અનુચિત હો પણ તમારું વચન માન્ય કરવું એ જ મારું કર્તવ્ય છે. પણ હાલ મને કંઈ હુકમ કરશો નહીં. જો મારા પર તમને પક્ષપાત હોય, તો બીજું કંઈ નહીં; માત્ર મારા ચક્ષુ કૃતાર્થ કરો, ને તે સત્વશાલી મહારાજનું દર્શન કરાવો. તેમના ચરણકમળનું દર્શન કરવા મારું મન બહુ જ તલસી રહ્યું છે.”
“ અહો ! કુમાર !! જો એમ હોય તો આજે જ પધારો.” દંડાધિપે પૂર્ણ ખુશી બતાવી.
શુભ દિવસે મારી સાથે સમરકેતુને પ્રયાણ કરાવ્યું. અમે ઉતાવળે કુચ કરતાં કરતાં આજ પરોઢીએ અહીં આવી પહોંચ્યાં. ને આપના ચરણકમળની સેવા કરવાનો અવસર પામ્યા છીએ.”
Page #128
--------------------------------------------------------------------------
________________
૫. ગાઢ મૈત્રી
રાજા આશ્ચર્યમાં પડ્યા. બન્ને ઉપર સરખી પ્રીતિ ઉત્પન્ન થઈ. વજાયુધની ભલમનસાઈ કે નમકહલાલી વિસરાય તેમ ન હોતી, તેમજ સમરકેતુનું શૌર્ય અને પોતાની તરફનો પૂજયભાવ પણ ભૂલાય તેમ નહોતો. તેને જલ્દી મળવાની ઉત્કંઠા થઈ આવી–“ઝટ જાઉં, મળું, ભેટી પડું, માન આપું, મારી જગ્યાએ સ્થાપી દઉં,' એવા એવા તર્ક થવા લાગ્યા.
“વિજયવેગ ! ક્યાં છે સમરકેતુ ? ક્યારે મળશે ?”
દેવ ! કુમાર સરયૂકિનારે છાવણી સાથે રહેલ છે. જ્યારે આપની ઈચ્છા થશે ત્યારે દર્શન કરી શકશે.” વિજયવેગે નમ્રતાથી કહ્યું.
ઠીક, હરદાસ ! કુમાર સમરકેતુને તેડી લાવ.” હરદાસ નામના મુખ્ય પ્રતિહારીને હુકમ આપ્યો.
હરદાસ ત્યાં જઈ સમરકેતુને મળ્યો, ને તેની સાથે ઉચિત વાતચીત કરી. મહારાજની પ્રીતિની ટુંકામાં હકીકત જાહેર કરી. અને સભામાં આવા વિજ્ઞપ્તિ કરી. કુમાર ખુશીથી આવવા તૈયાર થયો, અને બન્ને શહેરમાં સાથે આવ્યા.
થોડી વારે હરદાસે કુમારને સભામાં પ્રવેશ કરાવ્યો. સાથે સમાન વયના કેટલાક રાજકુમારો હતા. બીજા પણ કેટલાક આપ્ત પુરૂષોનો વર્ગ પાછળ હતો. રાજસભામાં પ્રવેશ કરવાના પોષાકથી કુમાર સજ્જ હતો.
રાજાએ જોયો કે તુરત “આવ ! આવ !” એમ દૂરથી
Page #129
--------------------------------------------------------------------------
________________
૪૬
બોલાવ્યો. તેણે દૂરથી જ પ્રણામ કર્યા. રસ્તામાંની બેઠક ઉપર બેઠેલા સભ્યોએ એકદમ જવા માટે રસ્તો કરી આપ્યો. પાસે જઈ કુમારે વારંવાર પ્રણામ કર્યા. રાજા એકદમ આસનપરથી ઉતરી તેને બેઉ હાથે ઝાલી પોતાના ખોળામાં બેસાડ્યો, ને ભેટી પડ્યા. પછી વિનયથી નમ્ર બનેલો કુમાર પાસેના આસન ઉપર બેઠો. રાજા તેની તરફ જોઈ બોલ્યા.
ભાઈ ! ભલે આવ્યા ! તારું પરાક્રમ સાંભળીને મારા કર્ણ આનંદિત થયા હતા ને આજે તારું આ રૂપ અને આકાર જોવાથી ચક્ષુ આનંદિત થયા છે. જગતમાં તને ધન્ય છે કે તારાથી હારી ગયેલા શત્રુઓ પણ પોતે જીત્યા હોય તેમ આનંદમાં આવી જઈ રાજસભામાં પોતાના વખાણ કરે છે. મહારાજ સિંહલેશ્વર પણ ધન્યવાદને પાત્ર છે કે–તમારા જેવા પુત્રને લીધે પુત્રવાન્ થઈ સમસ્ત પુત્રવાળાઓમાં અગ્રણ્ય થયા છે. તમારા જેવા એક પુરૂષરત્નને પ્રાપ્ત કરી પાષાણ રત્નોથી ભરેલ સિંહલદ્વિપની ભૂમિને પણ મારું ઘર ઈચ્છતું નથી. હું કૃતાર્થ થયો છું. મારી દક્ષિણ દેશ જીતવાની મહેનત ફળી છે. આજે જ મારા રાજ્યની શોભા વધી છે. આ સભા પણ આજે જ પુરેપુરી શોભે છે. બાલારૂણ વીંટી આપીને રાજલક્ષ્મીએ જ મને બીજો પુત્ર આપ્યો છે. આ કુમારનો અને તારો આ રાજ્યમાં સરખો ભાગ છે. હવે અહીં સુખેથી રહે. તારું ચિત્ત અહીં જ સ્થિર કર. મનમાં માનતો નહીં કે ‘મને શત્રુઓ પકડી લાવ્યા છે. તો કેમ રહું ?' અહીં કોણ તારો શત્રુ છે? અહીંનો દરેક વર્ગ તારી સેવામાં પાસે જ હાજર છે. માત્ર દક્ષિમ દિશા તરફનું આ રાજ્યની હદનું જંગલ જ દૂર છે. રમવા, ખેલવા કે ફરવા જવા માટે ગામડાઓ પણ પાસે પાસે જ છે. બસ, હવે
Page #130
--------------------------------------------------------------------------
________________
૪૭
મન શાંત કર. તારી જે ઈચ્છા હશે તે થોડા જ વખતમાં અહીં પુરી કરવામાં આવશે.’’
રાજાએ મુખ ફેરવ્યું, ને સમરકેતુ સામે જોઈ રહેલા કુમાર હિરવાહનની સામે જોઈ કહ્યું
“બેટા ! આપણા કુટુંબીઓમાં સમાન ગુણવાળો કે અધિક ગુણવાળો પુરૂષ મારા જોયામાં ન આવ્યો તેથી આ કુમાર સમરકેતુને જ હું તારો મિત્ર બનાવું છું. તમારે બન્નેએ હંમેશા સાથે રહેવું. તારા નોકરો બધા એની આજ્ઞા ઉઠાવે એવો બંદોબસ્ત કરજે. દાનાદિક ક્રિયાથી પુન્યનો સંચય બન્નેએ સાથે જ કરવો. રાત્રે પણ સાથે જ રહેવું. કષ્ટ વખતે છોડી ચાલ્યા ન જવું. તારી સારી સ્થિતિમાં પણ એને પુરો આદર આપવો. સરખે સરખા મળો ત્યાં એની મોટાઈ વધારવી વિવાદમાં એનો પક્ષ લેવો. નવીન લાભ થાય તો સરખે ભાગે વહેંચી લેવો. મશ્કરીમાં કદી ટોણો ન મારવો. ખાનગી વાતચીતમાં તેને ભેળવવો. રીસાયો હોય તો જાતે માનાવવો. ઓછવમાં આગળ લ્હાવો લેવા દેવો. શરૂ કરેલ કામ પુરૂ કરવા તેના વખાણ કરવા ને ઉત્સાહ આપવો. કોઈ કામમાં વાદ ન લેવો. હમેશાં વિશ્વાસ રાખવો. આવી રીતે તારે તેનું મન મેળવવાનું છે. અને તમારી બન્નેની ગાઢ મૈત્રિ થાય તેમ ઈચ્છું છું એ જ તારો ભાઈ છે, મિત્ર છે, નૃત્ય છે, કે મંત્રિ છે.'' એમ કહી રાજા આસન પરથી ઉઠ્યાને.
“જેવી પિતાશ્રીની આજ્ઞા' એમ કહી સમરકેતુનો હાથ પકડી કુમાર પણ ઉઠી ઉભો થઈ બહાર નીકળ્યો ને મદિરાવતીને મહેલે ગયો.
Page #131
--------------------------------------------------------------------------
________________
૪૮
ત્યાં માતુશ્રીને પ્રણામ કરી અને પોતાના મુકામ તરફ
વળ્યા.
સ્નાનાદિથી પરવારી ભોજન લઈ ભોજનશાળાના બહારના ભાગમાં બેઠા હતાં, તેવામાં રાજાના હુકમથી સૃષ્ટિ નામના ન્યાયાધીશ હાથમાં નક્શાનું ભુંગળું લઈ આવ્યા. ઉચિત આસને બેસી તે ભુંગળામાંથી નક્શો કાઢી પહોળો કર્યો, ને ઉત્તર દિશાના દેશોની હદ બતાવી. “આટલા દેશ કુમારશ્રી આપને ખાનગી ખર્ચ માટે આપવાનો મહારાજશ્રીનો હુકમ છે. અને આ હદમાંના અંગ વગેરે દેશો કુમારશ્રી સમરકેતુને આપવાનો હુકમ થયો છે.” એમ કહી નકશો સંકેલી ભુંગળામાં દાખલ કર્યો.
પાન સોપારી લઈ પ્રણામ કરી ન્યાયાધીશ ત્યાંથી ગયા. એમ બન્ને સાથે રહેવા લાગ્યા અને છેવટે બન્નેની ગાઢ મૈત્રી જાગી. રાજા હંમેશા સમરકેતુને ઘણું જ માન આપતા છતાં તેના મનમાં જરા પણ ગર્વ ન હતો. પરાક્રમ સિવાય બીજા બધા હરિવહનના ગુણો તેણે ગ્રહણ કર્યા, ને પ્રીતિથી તથા ભક્તિથી રાજા માફક રાત-દિવસ તેની સેવા કરતો હતો. હરિવાહન પણ તેના ઉપર ઘણો જ ખુશી રહેતો હતો. એમ બન્નેના દીવસો આનંદમાં જતા હતા.
Page #132
--------------------------------------------------------------------------
________________
તૃતીય પરિચ્છેદ
૧. મત્તકોકિલોદ્યાનમાં કાવ્યવિનોદ
[પ્રિય વાચકો ! ચાલો. આજે સવારમાં જ રાજમહેલે પહોંચી જઈએ. કેમકે ઉનાળાની ઋતુ હોવાથી કુમારશ્રી હવા ખાવા મત્તકોકિલોદ્યાનમાં જવાના છે. બીજા પણ અનેક રાજકુમારો ત્યાં આવશે. રમત ગમ્મત ને વિનોદમાં બહુ મજા પડશે ! ચાલો, જલ્દી ચાલો. જુઓ, તેઓ બન્ને કુમારો ઉઠીને શયન ગૃહમાંથી બહાર આવ્યા છે.]
બહાર આવી કુમાર અને સમરકેતુએ સ્નાન કર્યું. ભોજન લઈ વસ્ત્રાભૂષણ પહેરવાના ઓરડામાં જઈ યોગ્ય પોષાક પહેરી લીધો, ને હાથી ઉપર બેસી બન્ને મત્તકોકિલોદ્યાનમાં પહોંચી
ગયા.
બગીચો સરયૂ નદીને કાંઠે કાંઠે આવેલો હતો. દરવાજામાં જઈ રાજકુમારો સાથે ફરતાં ફરતાં નદીકાંઠે ગયા, અને ત્યાં લાઈનસર વિચિત્ર વિચિત્ર રચનાવાળા અનેક લતામંડપો આવી રહ્યા છે. મંડપોમાં ઠંડક રાખવા નદી જલકણો વાયુના વેગનમાં ભરીને મોકલે છે.
કામદેવના મંદિરની બાજુએ એક અતિ શોભાયમાન છતાં કુમારના આજના આવવાથી વધારે શણગારેલો લતામંડપ (જળ મંડપ) હતો. તે મંડપ એક આંબાવાડીયા વચ્ચે હતો. કેળના
Page #133
--------------------------------------------------------------------------
________________
પ0
થંભોની ભીંત બનાવી હતી. આગળના ભાગમાં ફૂલના ગુચ્છા લટકાડેલા હતા. ભીંતો ઉપર કમળના તાંતણાના ચામરો ગોઠવી દીધા હતાં. હરિચંદનની કુંપળોના તોરણો બારણે બારણે બાંધી દીધા હતા. થાંભલે થાંભલે બરફની પુતળીઓ ગોઠવેલી છે. બારીએ બારીએ કાલાગુરુનો ધુપ ધમધમાટ કરી રહ્યો છે. રત્નજડિત અત્તરદાનીયો તેમાં જોવામાં આવે છે. ભમરાઓ આમ તેમ સુગંધની લાલચથી ફરી રહ્યા છે. ચિનાઈ કાપડના ઉલ્લોચ બાંધેલા છે. જાણે લૂગડા વણતા હોય તેમ મૃણાલના તાંતણાની જોડીઓ ચાંચમાં લઈ હંસો આમ તેમ ફરી રહ્યા છે. ઉપર ગોઠવેલ ફૂવારામાંથી પાણી ઉડી ઉડીને ચંદ્રકાન્ત પથ્થરની પરનાળોમાં થઈ ચારે તરફ ફરતું નીચે ધોધબંધ પડે છે, સૌ અંદર ગયા અને ફૂલની બનાવેલ બેઠક ઉપર કુમાર બેઠા પછી સૌએ પોતપોતાને યોગ્ય આસન લીધું. તેમાં કેટલાક કવિ હતા. કેટલાક સાહિત્ય શાસ્ત્રના પંડિત હતા, કેટલાક પુરાણ, ઈતિહાસના જ્ઞાતા હતા, કોઈ કોઈ તો કથા કહેવામાં ફાંકડા હતા, કેટલાક નાટકના શોખીન જીવડાઓ હતા, કેટલાક મન્મથ શાસ્ત્રના પણ જાણકાર હતા. પોશાક પહેરવામાં ચતુર હતા તે ઠાઠમાઠથી અત્રે પધાર્યા હતા. કેટલાક મશ્કરા હતા, કેટલાક બીજાના સ્વભાવ પ્રમાણે મીઠું મીઠું બોલનારા પણ હતા, કેટલાક ખુશામતીયા પણ હતા.
તેઓ સાથે પ્રથમ સેજસાજ ચિત્રાલંકારવાળી કાવ્યગોષ્ઠી ચાલી તેમાં કેટલીક પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રહેલિકા બોલાવી શરૂ થઈ ગઈ છે, પ્રશ્નત્તરોનું ચિંતવન ચાલી રહ્યું છે. પ્રસન્ન અને ગંભીર ભાવાર્થવાળી કેટલીક કવિતાની કડીઓનો વિચાર ચાલી રહ્યો છે, માત્રાટ્યુતકાદિ કાવ્યોનો ઉહાપોહ થઈ રહ્યો છે. તેવામાં
Page #134
--------------------------------------------------------------------------
________________
૫૧
હરિવહન કુમારના હજુરી, ને કાવ્યમાં રસિક મશ્કરા મંજીરકે પાસે આવી કહ્યું
કુમારશ્રી ! આ અવસરે હું વિજ્ઞપ્તિ કરવા ઈચ્છું છું. હું આશા રાખું છું કે જરા ધ્યાન આપી મને કૃતાર્થ કરશો.
ચૈત્ર સુદી તેરશે કામદેવના મંદિર તરફ ગયો. અંદર જતાં જ આંગણામાં આંબા નીચે પડેલું એક પરબીડીયું મારી નજરે પડ્યું. તે કોઈ ન દેખે તેમ મેં ઉપાડી લીધું ને ખસના છેડે બાંધી દીધું. પરબીડીયું તાડપત્રનું હતું. તેનું મુખ કમલના તાંતણાથી બાંધેલ હતું. બન્ને બાજુથી સફેદ ચંદનની લહીથી ચોંટાડેલ હતું. જરા ગરમી લાગવાથી ચંદન સુકાઈ કઠણ થઈ ગયું હતું. ઉપર ભોળી બાળાના સ્તનની ડીંટડીની છાપ હતી.
ઘેર આવી એકાંતમાં તપાસ્યું આ કોનું હશે ? કોના ઉપર મોકલ્યું હશે ? એમ વિચાર કરી ચારે તરફ ધ્યાનથી જોયું, પણ ન જોયું સરનામું કે ન જોયું કોઈનું નામ. કવર ફાડ્યું, તો તેમાં એક આર્યા છંદ જોયો.
કસ્તુરી અક્ષરે એ છન્દ લખ્યો હતો. કંકુથી ફરતી વેલ ચિત્રી હતી. અગરના ધૂપથી સુગંધી બનાવ્યો હતો. પણ તેનો અર્થ સમજાય તેમ નહોતું. એક ચિત્તથી વારંવાર વિચાર કર્યો, પણ હું ભાવાર્થ સમજી શક્યો નહીં. અહીં સાથે લેતો આવ્યો છું, તો જરા આપ તપાસો કે શો એનો ભાવાર્થ છે ? કોણે કોના ઉપર મોકલેલ છે ? વગેરે જુઓ, સાંભળો.
મંજીર, આર્યા લલકારી
Page #135
--------------------------------------------------------------------------
________________
પર વડિલોએ ન આપેલી મને અક્રમે ઝટ વરતો તું રહેજે વને જ એ બહુ ગહને લઈ અગ્નિ સાથે ત્યાં ?
આ આર્યા બોલવી શરૂ કરી કે દરેકનું ધ્યાન તે તરફ ખેંચાયું બોલતી વખતે જ અર્થનું સ્કૂરણ થઈ જવાથી પરિવાહન કુમારે સ્પષ્ટીકરણ શરૂ કર્યું
મંજીરક ! આ તો અનંગ લેખ છે. કોઈ ભર જોબન બાલાએ વ્હાલા ઉપર એ લખ્યો છે. તે કોઈ રાજા મહારાજા કે ધનાઢ્ય શેઠ શાહુકારની પુત્રી હશે કાં તો કોઈના ગુણમાં લટ્ટ થયેલા ચિત્તની પ્રેરણાથી કે ચતુર સખીઓની વારંવારની ટોંકણીથી શરમ છોડી આ પત્ર લખ્યો હોય એમ જણાય છે.
આ પત્ર કોઈ યુવાન નાગરિક ઉપર લખ્યો છે. પ્રથમ એકાંતમાં મળવાથી પરસ્પર બન્નેના ચિત્ત મળ્યા હશે, ને પછી નાયકે કન્યાના મા-બાપ પાસે લાલચ બતાવી હશે, અને જ્યારે તેઓએ ધ્યાન નહીં આપ્યું હોય ત્યારે હૃદયમાં મુંઝાયેલા તે યુવાને દૂતી દ્વારા કહેવડાવ્યું હશે કે–‘તમારા વડિલોએ મારી અનુકુળ અનુવૃત્તિ પર જરા પણ ધ્યાન આપ્યું નથી, હવે કોઈ ઉપાય નહીં સૂજવાથી કામાગ્નિથી બળતું આ મારું હૃદય અનુચિત ઉપાય પણ તને હૃદયેથરી બનાવવા મથે છે, હવે એમાં મારો જરાયે વાંક નથી.”
આ રીતે “પ્રીતમ કંઈ સાહસ કરશે' એવી તેણીને ખાત્રી થઈ હશે ત્યારે તેને સૂચના આપવા આ પત્ર લખ્યો છે. આમાં જે લખ્યું છે તેનો ભાવાર્થ આ પ્રમાણે છે.
જોકે મારા માતાપિતાએ તમારા તરફ ઉદારતા નથી બતાવી, છતાં અનુચિત ક્રમથી હરણ વગેરે કરીને મારી સાથે
Page #136
--------------------------------------------------------------------------
________________
૫૩
લગ્ન કરવું એ મને ઉચિત જણાતું નથી. તમે ઉતાવળા ના થાઓ. આપણી ધારણા હવે થોડા જ વખતમાં પાર પડશે. . આ રીતે–
આપણે પહેલવહેલા જે વનમાં મળ્યાં હતાં, ત્યાં મારી દૂતી બતાવે ત્યાં છુપી રીતે રહેજો. બીજી વિવાહ સામગ્રીની જરૂર નથી. માત્ર સાથે અગ્નિ લેતા જજો. એટલે તુરત મારી સખીઓ સાથે આવી હું તમારી સાથે અગ્નિની સાષિએ લગ્નથી જોડાઈશ.”
મંજીરક ! આ કવિતામાંથી એક બીજો અર્થ નીકળે તેમ છે. પણ તે અર્થ શાપરૂપ છે.
(મૂળ શ્લોકમાં અસિપત્રપાદપગહન એવા શબ્દો છે) તેનો ભાવાર્થ એવો થાય છે કે મારા માતા-પિતાની સમ્મતિ વિના ગમે તે રીતે મને પરણવાનું ધારતો તું પાપી છે. અસિપત્ર નામના નરકમાં તારો વાસ થશે. અને ત્યાં તને દુઃખ આપવા તારી પાસે અગ્નિ સળગતો જણાશે (હું તો મળવી મુશ્કેલ છું.)
પરંતુ આવો અર્થ કાઢવો નકામો છે. કેમકે વિરાગિણી સ્ત્રીઓ કદી આવી રીતે આદરભાવથી કોઈના ઉપર પત્ર મોકલે નહીં.
આ વિરાગિણી નથી પણ વિયોગિની જ છે. કેમકે વિરહથી પિડાતી તેના સ્તન ઉપર ઠંડક માટે ચંદન ચોપડેલ હશે, અને ઉનાનિસાસાથી સુકાઈ તે કઠણ બન્યું હશે. તે લઈ આ પરબીડીયું ચોંટાડેલ છે. વળી કમળના તાંતણાથી બાંધવું વગેરે પણ એ જ ભાવાર્થ સૂચવે છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૫૪
‘કાગળ લઈ જનારી કદાચ જીજ્ઞાસાથી પરબીડીયું ખોલે અને બધી વાત જાણી જાય, કોઈ વખતે વાંધો પડે ત્યારે છુપી વાત ખુલી કરી દે' આવી બીકથી કે પોતાની ચાતુર્યવાળી રચનાશક્તિનો નાયકને પરિચય આપવા આવો ગૂઢ અર્થ રાખ્યો હોય એમ સમજાય છે.''
કુમારે કરેલ વ્યાખ્યાથી દરેક સભાસદો ચિકત થઈ ગયા. કુમારની પ્રશંસા કરવા લાગી પડ્યા. મંજીકે પણ કુમારના વખાણ કરવામાં હદ વાળી.
વળી પાછા દરેક કાવ્ય વિનોદમાં પડ્યા. પણ સમરકેતુ ચૂપ બેસી રહ્યો ને માથામાં કોઈએ ઘા માર્યો હોય તેમ ઉંધું ઘાલી બેસી રહ્યો. તેનું મોં પડી ગયું ને નિસાસા મુકતો પગના અંગુઠાથી જમીન ખણવા લાગ્યો. તેની આંખની પાંપણો અશ્રુબિંદુથી ભીની થઈ ગઈ હતી.
Page #138
--------------------------------------------------------------------------
________________
૨. મીઠી મશ્કરી
બિનપ્રસંગે સમરકેતુની આવી રીતે ભાત જોઈ દરેક સભાસદો આશ્ચર્યચકિત થઈ ગયા ને એકબીજા સામે જોવા લાગ્યા. “આ શું ? શું થયું હશે ?'' એમ ધીમે ધીમે પ્રશ્ન પૂછવા લાગ્યા. ‘‘કુમાર ! કેમ ચુપ બેસી રહ્યા છો ? કંઈ સમજી શકતા નથી કે શું ? બીકણ જણાઓ છો. અદેખાઈ તો નથી થઈને ?'' મીઠી મશ્કરીમાં ચતુર કલિંગ દેશના યુવાન રાજપુત્ર કમલગુપ્તે ટોળમાં પૂછ્યું; ને આગળ લંબાવ્યું—
‘કુમારની કાવ્ય વ્યાખ્યાન ચાતુરીના વખાણ કેમ કરતા નથી ? અમે તો વખાણ કરીએ છીએ, પણ જાડી બુદ્ધિના હોવાથી ઉપર ઉપરથી સારું સારું જોઈ વખાણ કરવા લાગ્યા છીએ. ખરૂં તત્ત્વ તો તમે જ જાણી શકો. માટે તમારા તરફનો અભિપ્રાય જાહેર કરો, તેથી કુમારને પણ પોતાના વ્યાખ્યાનની સન્યાસત્યતાનો નિશ્ચય થાય.
આંખમાં આંસૂ કેમ આવી ગયા ? નિસાસા કેમ નાંખો છો ? ‘પ્રિયાના વિરહથી બાપડો પેલો એ નાગરિક યુવાન બહુ હેરાન થશે.' એમ તેના ઉપર દયા આવી કે શું ?
પણ હું આપને પ્રશ્ન કરું છું કે એના એક ઉપર દયા બતાવવાથી શું ? આખી દુનિયા જ એવી છે. કેટલાકનો શોક કરશો ? જુઓને જ્યાં પ્રેમ ત્યાં સાથે દુ:ખ લાગ્યું જ છે, વિષયોપભોગ ઝેરી પરિણામો આપી રહ્યા છે, ધાર્મિક પ્રવૃત્તિ મનની ધારણાઓ નિષ્ફળ કરે છે, સર્વે શુભમાં વિઘ્ન તો આવ્યું જ સમજવું.
Page #139
--------------------------------------------------------------------------
________________
પ૬
વળી, તે બિચારો શું કરે ? દેવે જ બિચારાનું પિરસ્ય ભોજન પાછું લઈ લીધું છે. શું થાય ? શો ઉપાય ? વિદ્વાનોએ બુદ્ધિબળથી બાંધ્યા છતાં નિરંકુશ અને પાપી દૈવ દુષ્ટ હાથી માફક સ્વચ્છંદે પોતાની સત્તા બજાવ્યે જાય છે. એ પ્રતિકુળ હોય ત્યારે ગમે તેવો પ્રયત્નશીલ ફળાર્થી ફળ મેળવી શકતો જ નથી.
માટે હવે આ ચિંતા છોડો. એથી કંઈ લાભ નથી. કેવળ આપને માનસિક કલેશ જ છે.
મને તો એમ લાગે છે કે આ બિલાડા જેવા મંજીરકનો જ બંધો વાંક છે, તેથી તેનો વિચાર કરવા જેવો છે. કેમકે પત્ર લાવનારીનો આવો વિચાર હશે કે “આ પરબીડીયું કોઈ ન દેખે તેમ આંબા નીચે મુકી રાખું, અને જ્યારે તે યુવાન યાત્રા જોવા આવશે ત્યારે છેટેલ ઉભી રહી તેને બતાવીશ” એવા વિચારથી તેણે મુકી રાખ્યું હશે, ત્યાં તો વચ્ચે જ આણે ઉપાડી લીધું. ભગવાન કામદેવ દયા લાવી બન્નેનો સંબંધ થાય એવી ઘટના કરતા હતા, તેમાં આણે મોટું વિઘ્ન નાંખ્યું અને બન્નેને સદાને માટે વિયોગી રાખ્યા. તેઓના આનંદમાં ભંગ પાડ્યો. રંગમાં ભંગ કર્યો.
અથવા એ મુખનો શો વાંક ? વાંક કુમારશ્રીને છે-કે આવા અનીતિ કરનારને શિક્ષા કરતા નથી ને કેળવણી (શીખામણ) આપી સમજુ બનાવતા નથી.
અથવા કુમાર શ્રી શું કરે ! ઘણી વાર સમજાવ્યા છતાં પણ એ હઠીલો માને એવો ક્યાં છે ? જવા દો હવે એની વાત. અહીં કરેલા પાપનું ફળ જન્માન્તરે સ્વયં નરકમાં જઈ ભોગવશે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૫૭
પણ પેલા બન્ને આશકમાશુકને શોધી કાઢવા જોઈએ. અને બન્નેનો મેળાપ કરાવવો જોઈએ. કેમકે એ બિચારા વિયોગ દુ:ખથી જુરી મરશે. “આવી ચિંતા આપના હૃદયમાં થઈ રહી છે. તે શાંત પામે.’’
કમળગુપ્તનું બોલવું સાંભળી હરિવાહન સિવાય દરેક સભાસદો હસી પડ્યા.
હરિવાહન-‘કમલગુપ્ત ! કેમ આ નકામું હાસ્ય ?'' એમ કહી કુમારે સમરકેતુ સામે જોયું ને કહ્યું
“વ્હાલા મિત્ર ! આનંદ પ્રસંગે આપ કેમ શોકાતુર થયા છો ? તમારું મોં કેમ લેવાઈ ગયું છે ? જરાએ હસતા નથી. પ્રાચીન કવિઓની મધુર કવિતાઓ શું તમારા કર્ણને આનંદ નથી આપતી ? આમ લમણે હાથ દઈ કેમ બેસી રહ્યા છો? હું વ્યાખ્યાન કરતો હતો ત્યારે તમારા જીવનમાં બનેલ તેવો જ બનાવ તો યાદ નથી આવ્યો ને ? આ યુવાનની માફક તમે પણ કોઈ સુંદરીના કટાક્ષબાણથી વીંધાયા નથી ને ? કોઈ ચતુરાએ સંકેતસ્થાન બતાવી તમને ખુશી કર્યા છે કે શું ? તેણીને મળવાના પ્રયત્નમાં વિધિદોષથી કે કાંઈ પરવશપણાથી નિષ્ફળ નિવડ્યા જણાવો છો.''
કુમારે આદરભાવથી પૂછ્યું એટલે રૂમાલવતી આંખો ને મોં લુછી નાંખી થોડીવાર શાંતિ લઈ શોકાતુર ચહેરે સમરકેતુએ કહ્યું
“કુમાર ! તમારી બુદ્ધિ વ્યાપક છે. એ હું જાણું છું પણ મારા મનમાં આશ્ચર્ય થાય છે કે બીજાના મનની ધારણા તમે
-
Page #141
--------------------------------------------------------------------------
________________
૫૮
શી રીતે જાણી શકો છો ? એ તમે ક્યાંથી શીખ્યા છો? હું હવે શું કહું ? તમે જ ટુંકામાં મારા દુઃખની હકીકત કહી દીધી છે, મારે માત્ર વિસ્તાર કરવો બાકી છે. તે કરવાનું આપે ફરમાવ્યું છે તો છાતી કઠણ કરી હું કહેવા તૈયાર છું, પણ વાત લાંબી છે, ટૂંકામાં કહી શકાય તેમ નથી. વિસ્તારથી કહીશ તો પછી બીજા કામ થઈ શકશે નહીં. તો પણ સાંભળવાની ઘણી જ ઈચ્છા હોય તો કહું છું. સાંભળો–
Page #142
--------------------------------------------------------------------------
________________
૩. વિજય યાત્રા )
આપ સર્વના જણાવવામાં જ છે કે સિંહદ્વિપમાં ચંદ્રકેતુ રાજા રાજ્ય કરે છે. તેની રાજધાનીનું શહેર રંગશાળા છે, અને તેમનો હું પુત્ર છું.
કેટલોક વખત થયાં સુવેલ પર્વતની આજુબાજુમાં માંડળીક રાજાઓ ખંડણી આપતા નહીં ને ઘણી વખત રાજ્ય સામે વિરુદ્ધ વર્તન ચલાવતા હતા. તેઓને ઝેર કરવા મહારાજાએ નૌકાસૈન્યને હુકમ આપ્યો.
મને તે સૈન્યનો નાયક બનાવ્યો. જો કે હું કળાઓ શીખીને તૈયાર થયો હતો અને યુવાવસ્થામાં પ્રવેશ કરતો હતો. એટલે મારો યૌવરાજ્યાભિષેક કર્યો. કેટલાક સેનાપતિ, સામંતો અને સારા સારા મંત્રીઓને મારી સાથે મોકલવા ઠરાવ કર્યો.
સવારે ઉઠ્યો, ન્હાયો, ને હંમેશ કરતાં વિશેષ પ્રકારે પૂજા કરી તેલ, અત્તર વગેરે અંગરાગ શરીરે લગાવી ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરી પછી સભામંડપમાં ગયો.
ત્યાં વારાંગનાઓએ કરેલું યાત્રામંગળ અનુભવી પ્રથમ કક્ષાની બહાર નીકળ્યો. તેવામાં માવત વજાંકુશે અમરવલ્લભને શણગારી તૈયાર રાખ્યો હતો. તે ઉપર હું આરૂઢ થયો. બન્ને ખભે બાણના ભાથાં કસીને બાંધી લીધા. ડાબા હાથમાં ધનુષ રાખી લીધું. બે બાજુએ ચામરવ્યજન શરૂ થઈ ગયું. ઉદ્ધતાઈથી ચાલતા પાયદળના પગના ધમકારાથી પૃથ્વી હૃદયમાં કંપી ઉઠી. જય જય’ શબ્દથી આકાશ ગાજી ઉઠ્યું. ઢક્કાઓનો અવાજ દીશાઓ વાચાળ કરવા લાગ્યો. આગળ સોનાની છડી લઈ
Page #143
--------------------------------------------------------------------------
________________
૬) છડીદાર ચાલતો અને મેદનીમાંથી રસ્તો કરતો હતો. આવી રીતે હું રાજગઢમાંથી નીકળ્યો.
ઠેકઠેકાણે હું પ્રણામો કરતો તેથી પવિત્ર બ્રાહ્મણો મને આશીર્વાદ આપતા. પૌરવાસી લોકો પ્રણામ કરતાં. ડોશીઓ અક્ષતથી વધાવતી અને આંખમાં આંસુ લાવી આશીર્વાદના વચો અસ્ફટ રીતે ગણગણતી હતી. નગરનારીઓથી પ્રેમપૂર્વક જોવાતો હું ચૌટા વટાવી નગરની બહાર નીકળ્યો.
નગરની બાહ્ય શોભા જોતા જોતા અમે સીમાડે પહોંચ્યા. અમને જોવા ગામડાના લોકોના ટોળાને ટોળા આવતા હતા. કોઈ ઉકરડા પર, કોઈ તળાવની પાળ પર, કોઈ ઘરના છાપરા પર, કોઈ ઝાડ પર ચઢીને જોતા હતાં.
આગળ ચાલતાં કેટલાક ખંડેરો ઓળંગી અમે આગળ વધ્યા એટલે સમુદ્રના (હિંદી મહાસાગર કે લવણ સમુદ્રના) દર્શન થયાં ત્યાં સૈન્ય અટક્યું. મીઠાં પાણીની સગવડવાળા મેદાનમાં પડાવ નાખ્યો. તંબુઓ અને રાવટીઓ નંખાઈ. મારો તંબુ અને મારી સાથેના સામાનથી ભરેલી રાવટીઓથી વીંટાયેલ હતો. તેમાં હું ગયો.
ત્યાં રહીને સમુદ્ર પ્રયાણની કેટલીક વિશેષ તૈયારી મારે કરવી પડી. કેટલાક માણસોની સગવડ માટે વધારે વહાણો મંગાવ્યા. હું પ્રધાન સાથે “અમુકને આમ કહેવું, અમુકને આ રીતે હરાવવો.” ઈત્યાદિ વાતો કરતો હતો અને વિજયયાત્રાના ભાવિ પ્રસંગ પર વિચાર કરતો હતો. એમને એમ બે ત્રણ દિવસો ચાલ્યા ગયા.
ચોથે દિવસે સાંજે વિવિધ સામગ્રીથી સાગરની પુજા કરી.
Page #144
--------------------------------------------------------------------------
________________
૬ ૧
ને પરોઢીએ વહેલો ઉઠી કેટલાક હજુરીયાઓ સાથે સભામંડપના તંબુમાં ગયો. તેવામાં ખલાસીઓના ટોળામાં એક પચ્ચીસ વર્ષનો દેખાવડો જુવાન ખલાસી જોવામાં આવ્યો.
તેને તેવો સુંદર, અને પ્રેતજેવો તેનો પરિવાર જોઈ હું તો આશ્ચર્યમાં પડ્યો. એ વિચિત્રતાનું સમાધાન મારું મન ન કરી શક્યું. એટલે મેં નૌકાસૈન્ય ખાતાના વડા અધિકારી યક્ષપાલિત મંત્રિને પૂછ્યું કે “આ પેલો કોણ છે ?”
કુમાર ! એ એક ખલાસી છે, અને દરેક ખલાસીઓનો ઉપરી છે.”
મને તેમના કહેવા ઉપર વિશ્વાસ ન આવ્યો. વળી જીજ્ઞાસાથી મેં પૂછ્યું –
ખલાસીનો આ આકાર ન હોય ? આવી સુંદરતા ખલાસીમાં ક્યાંથી ?” “કુમાર ! એમ તો આ આકૃતિમાત્રથી જ બીજા ખલાસીઓ કરતાં જુદો પડે છે એમ નથી. બીજા પણ પુરૂષને લગતા ગુણોથી જુદો પડે છે. ક્યાં એનું ધેર્ય, બોલવાની ચાલાકી, ને ક્યાં એનો બુદ્ધિવૈભવ, સાંભળો એની ટુંકામાં હકીકત કહું.
Page #145
--------------------------------------------------------------------------
________________
૪. સુંદરી પ્રિયદર્શના
‘સુવર્ણદ્વિપમાં મણિપુર શહેર છે. ત્યાં વૈશ્રવણ નામે એક વહાણવટુ કરનારો વેપારી રહે છે. તેને વૃદ્ધાવસ્થામાં તારક નામનો છોકરો થયો, તે છોકરાની માનું નામ વસુદત્તા હતું. છોકરો ઘણો જ ચાલાક અને દેખાવડો હતો, એવું નાનપણમાંથી જણાઈ આવતું હતું.
જ્યારે તે યુવાન થયો, ત્યારે બીજા વહાણવટી વેપારીઓ સાથે એક વહાણ ભરી આ રંગશાળામાં આવ્યો.
આપણા શહેરમાં જળકેતુ નામે એક ખલાસી રહે છે. ઘણો જ ચતુર અને ખલાસીના કામમાં કાબેલ છે. તમામ ખલાસીઓનો તે ઉપરી છે. સમુદ્રમાં મુસાફરી કરતાં તેને કોઈ એક બાલિકા હાથ લાગી. તેને આણે બચાવી લીધી અને પોતાને ઘેર લઈ આવી પુત્રી તરીકે ઉચ્છેરી મોટી કરી. જેમ જેમ યૌવન પામતી ગઈ, તેમ તેમ તેના કુળ પ્રમાણે તેનું બદન ખીલતું ગયું, તેથી જોનાર યુવાનોને ભાન ભૂલાવતી હતી. તેનું નામ પ્રિયદર્શના હતું.
જ્યારે તારક રંગશાળામાં આવ્યો ત્યારે સ્હેજ વાતચીતમાં જળકેતુ સાથે મૈત્રી થઈ. ધીમે ધીમે બન્નેનો પરિચય વધ્યો. ચતુર તારકથી જળકેતુ અંજાઈ ગયો હતો. જ્યારે બન્નેની પ્રીતિ ઘણી જ વધી ગઈ ત્યારે પરસ્પર તેઓ ભેટો મોકલવા લાગ્યા. કેમકે ભેટો આપવાથી અને લેવાથી પ્રીતિ વધે છે. આમ કેટલોક વખત ચાલ્યું.
એક દિવસે સારાં સારાં રત્નો લઈ જળકેતુએ નવરાશને
Page #146
--------------------------------------------------------------------------
________________
૬૩
વખતે સ્થિર ચિત્તે એક હાર ગુંથ્યો હતો. તે હાર તેને પોતાના મિત્ર તારકને મોકલવાનું મન થયું અને બોલ્યો–
“બેટા ! પ્રિયદર્શના ! આ હાર લઈ તું મારા મિત્ર તારકને ત્યાં જા. તેમને આપી આવ.’’
પ્રિયદર્શના—“ઠીક, બાપૂ’' એમ કહી ભરયૌવના પ્રિયદર્શના હાર લઈ અપ્સરાઓને વિલાસથી લજવતી તારકને ઘેર પહોંચી.
તારકને તેણે પ્રથમ જ વાર જોયો. તેનો અનુરાગ તેના ઉપર દૃઢ બંધાઈ ગયો. પિતાએ મોકલેલ ભેટલું તેણે રજુ કર્યું. ચતુર તાકે તેનો સત્કાર કર્યો, ને ભેટ સ્વીકારી. થોડો વખત ત્યાં રહી પોતાને ઘેર ગઈ.
આવી રીતે ગમે તે કામના બાનાથી વારે વારે તારકને ત્યાં આવતી હતી. તેનું દર્શન કરી પ્રેમસાગરમાં અમૃતમય સ્નાન કરતી હતી.
એવાજ કારણસર એક દિવસે પ્રિયદર્શના તારકને ત્યાં ગઈ. પણ તારક ઘે૨ ન હતો. કંઈ કામસર બહાર ગયો હતો. તેની વાટ જોતી પ્રિયદર્શના ત્યાંજ રહી અને કેટલીક સમાન વયની સખીઓ સાથે અગાશીમાં ગમ્મત ઉડાવતી હતી.
તારક એકદમ આવી ચઢ્યો. પ્રિયદર્શના ભયથી નાઠી અને દાદરા પાસે આવતા આવતા પડી કે તુરત તા૨કે તેનો કુણો જમણો હાથ નરમાશથી પકડી રાખ્યો. ને સરખી સ્વસ્થ થઈ એટલે હાથ મુકી દીધો. ને મીઠે અવાજે કહ્યું
‘‘સુંદરી ! સરખી ભોંયમાં તને ઠેશ ક્યાંથી વાગી ? શાંત
Page #147
--------------------------------------------------------------------------
________________
૬૪
થા, આ તારું વસ્ત્ર છાતી પરથી ખસી ગયું છે, સરખું રાખ. તારી વિસંસ્થલાવસ્થામાંથી છુટી થા. સ્વસ્થ થા ને ઘેર જા.”
જે વખતે તારકે તેનો હાથ પકડ્યો તે જ ક્ષણે ઉત્પન્ન થયેલા કામદેવે ધનુષ્ય ચડાવ્યું અને ભયને ક્યાંય નસાડી મુક્યો. તેના હૃદયમાં પહેલાં કરતાં તારક તરફ નવીન અનુરાગ ઘણો જ વધ્યો હતો.
અવસર મળ્યો જાણી પ્રૌઢા માફક કટાક્ષથી તારક સામે જોઈ જરા હસી જવાબ આપ્યો
“કુમાર ! તેં મારો પાણિ (હાથ) ગ્રહણ કર્યો (પકડ્યો) છે, તો વિસંસ્થળ હું મને પોતાને કઈ રીતે શુદ્ધિમાં લાવું ? અને આ ઘરથી બીજે ઘેર કેમ (શા માટે) જાઉં ? અત્યારે તો તમારા ઘરે જ મને આશ્રય આપ્યો છે.”
એટલું કહેતાં કહેતાં તેના મુખ પર શરમના શેરડા પડ્યા. શરમથી નીચું જોઈ જરા મોં મલકાવતી પગના અંગુઠાથી ભય ખણવા લાગી.
જ્યારે પ્રિયદર્શનાએ આવો પોતાનો વિકાર જાહેર કર્યો, ત્યારે તેની શોભા બમણી વધી ગઈ હતી. અને તે તારકને સંપૂર્ણ રીતે લોભાવવા બસ હતી. વળી અમૃત જેવા તેણીના હસ્તસ્પર્શથી અને ચતુરાઈ ભરેલા પ્રેમાળ વચનોથી તેણે કરેલ સ્વાત્મસમર્પણ સાંભળી તારક લટ્ટ બની ગયો હતો.
હસતાં હસતાં તેણે બાથમાં લીધી, ગાલ સાથે ગાલ ઘસતાં બોલ્યો
સુંદરી ! બીજે ઘેર ન જવું એવો જ તારો નિશ્ચય હોય
Page #148
--------------------------------------------------------------------------
________________
૬૫
તો એકલું ઘર તો શું, પણ મારું ધન, મારા રત્નો, મારા વાહનો, મારો સેવકવર્ગ, મારું શરીર, મારું મન, મારી ઈદ્રિયો ને મારા પ્રાણ, પણ તારા જ છે. તે દરેક સ્વીકારી તેઓનું ગૌરવ વધાર.”
તારકે વિચાર કર્યો કે “હલકા કુળમાંથી પણ કન્યા રત્ન લઈ શકાય છે.” એવું નિતિશાસ્ત્રજ્ઞોનું વચન સંભળાય છે. તો શો વાંધો છે ? કંઈ અડચણ નથી એમ વિચાર કરી હૃદયમાં સળગતા મદનાગ્નિને સાક્ષીએ રાખી ફરીથી તેણે તેનો પાણી ગ્રહણ કર્યો, જેવી રીતે પારાશર મુનિએ યોજનગન્ધાનો કર્યો હતો તેમ.
તે દિવસથી તેઓનો વખત રમત ગમ્મત, ઠઠ્ઠા, મશ્કરી, રીસામણા, મનામણામાં જતો હતો. ઘરના કામકાજ ઉંચે મૂક્યાં
હતાં.
કોઈ ભેદુએ બાતમી આપી કે–
વહાણ ભાંગવાથી સમુદ્રમાં ડુબતી કોઈક વહાણવટીની એ છોકરી જળકેતુએ મોટી કરી છે.
દેશમાં પાછો લઈ જવા સાથે આવેલા વેપારીઓએ બહુ સમજાવ્યો, દેશમાંથી સગાં વહાલાઓએ પુષ્કળ સંદેશા મોકલ્યા પણ શરમનો માર્યો અહીં જ રહ્યો, દેશમાં ગયો જ નહીં.
કોઈ વખતે તે રાજસભામાં ગયો, તેની આ વાત આપના પિતાશ્રીના જાણવામાં આવી ગઈ હતી. તે ગયો એટલે પ્રેમથી બોલાવ્યો, ને મશ્કરી કરી જરા શરમાવ્યો. તેના રૂપ ગુણ અને
Page #149
--------------------------------------------------------------------------
________________
આકૃતિ જોઈ તેના ઉપર મહેરબાની કરી આખા નૌકાખાતાનો ઉપરી નીમ્યો.
એ અધિકારમાં જોડાયા પછી થોડા વખતમાં વહાણ ચલાવવાની કળા એણે શીખી લીધી. ખલાસીના કામમાં પુરો પ્રવીણ થયો છે. સમુદ્રમાં મૂસાફરી પણ એણે ઘણી કરી છે. અને દ્વિપોમાં એ જઈ આવ્યો. નાના પણ જળમાર્ગો એનાથી અજાણ્યા નથી. તેમાં સરળતાવાળા ભાગો અને ખરાબાવાળા ભાગો પણ ધ્યાનમાં લઈ લીધા છે. આવી રીતે પોતાની હોંશીયારીથી દરેક ખલાસીઓમાં તે વધારે ચાલાક છે. જુઓ, તેજ આ.
બહુ લાયક માણસ છે. આપનું વહાણ ચલાવવા એને જ નીમો. અને તેની સાથે મૈત્રિ પણ બાંધી લ્યો.એની મીઠી મીઠી વાતોથી અને આનંદી ટુચકાથી રમત ગમ્મતનો આનંદ લુંટતા સહેલાઈથી આ સમુદ્ર તરી શકશો. ગમે તેવું મુશ્કેલ કામ હશે તો પણ એની મદદથી ઝટ પાર કરી શકશો.
Page #150
--------------------------------------------------------------------------
________________
૫. જળમાર્ગે મૂસાફરી
આ વાતચીત ચાલતી હતી તેવામાં તારક નજીક આવ્યો. નીચા નમી મને પ્રણામ કર્યા અને નમ્રતાથી બોલ્યો
યુવરાજ ! વિજયયાત્રાની વાત ફેલાઈ કે તુરત જ હું અહીં આવેલો છું. આવીને દરેક વહાણ સુતર (સહેલાઈથી ચાલી શકે તેવા) કર્યા, ને સરસામાનથી ભરી દીધા. ખાવાનું ખુબ ભર્યું છે. મીઠા પાણીના મોટા મોટા વાસણો ભરી લીધા છે. લાકડાં છાણાની પણ ત્રુટી રહેવા દીધી નથી. બીજુ પણ ઘી, તેલ, ઓઢવાના પાથરવાના ઓસડ વેસડ વગેરે ચીજો બીન મળી શકે તેવી ભરી લીધી છે. તીર્થો (બંદર) ઉપર યોગ્ય ખલાસીઓ સહીત હોડીઓ રખાવી છે. લશ્કરી અમલદારો અને સીપાઈઓ સરસામાન લઈ વહાણ ઉપર ચઢી બેઠા છે. બીજા ત્રીજા કામ માટે શહેરમાંથી આવેલ સૈન્ય પાછું જવા લાગ્યું છે. આપને માટે પણ વિજયયાત્રા હોડી તૈયાર છે. વિલંબ ન હોય તો ચાલો.''
તુરત જ હું ઉભો થયો. જોષિએ મૂહૂર્ત ક્ષણ કહ્યો એટલે શકુન જોઈ રાજકુટુંબ સહિત ચાલ્યો, કિનારે પહોંચ્યો. ત્યાં ઉભા રહી વળોટાવવા આવેલા વૃદ્ધ શહેરીઓ, મિત્રો, કુટુંબીઓ, નોકરચાકરો વગેરેને કોઈને મસ્તક નમાવી, કોઈને હાથ જોડી, કોઈને સ્મિતથી માન આપી વિસર્જન કર્યા.
“હોડી લાવો, હોડી'' પ્રતિહારીઓએ બૂમ મારી, તુરત નાવિકોએ હોડી કાંઠે આણી. હું આગળ ચાલ્યો. હાથ જોડી મનથી ને મસ્તકથી સાગરને પ્રણામ કર્યા. તારકે હાથનો ટેકો આપ્યો એટલે ઉપર ચડ્યો. તૂતક ઉપરના ઝરોખામાં જઈ ત્યાં
Page #151
--------------------------------------------------------------------------
________________
૬૮
પલાંઠી વાળી બેઠો. બીજા પણ સાથે આવવાના રાજપુત્રો પોતાના વહાણ ઉપર ચડી બેઠા.
મારી હોડીને તે બધાં વહાણો વીંટળાઈ વળ્યા અને પછી એક સાથે દરેકે ચાલવું શરૂ કર્યું. પ્રયાણમંગળ શંખ ફૂંકાયો. બીજા વાજીંત્રો વાગ્યાં. બન્દી લોકોએ જય જય શબ્દથી આકાશ ભરી દીધું. શકુનપાઠકો ડુંટીએથી રાડો પાડીને શ્લોકો બોલવા લાગી
ગયા.
સઢના ફડફડાટથી પ્રેરાયેલ વહાણો જોસભેર ચાલ્યાં. પવન અનુકૂળ હતો. અમારા વહાણો દક્ષિણ દિશા તરફ ચાલતા હતા. અનુક્રમે કિનારો અદૃશ્ય થયો. ગામડાઓ ને જંગલો દેખાવા બંધ
પડ્યા.
Page #152
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પરિચ્છેદ ૧. દિવ્ય સંગીત
જેઓ નમ્યા તેમને ઉંચી પદવીએ ચડાવ્યા. જેઓ સામા થયા તેઓને પૂર્ણ શિક્ષા કરી. જેઓએ ભેટ મુકી, તેઓને ઈનામ આપી ખુશ કર્યા. ભિલોને જંગલમાં હરાવ્યા. ચાંચીયા લોકોને સમુદ્રની લડાઈમાં હરાવ્યા. બાહુશાળીને મલ્લ યુદ્ધમાં હરાવ્યા. ધન્વીઓને ધનુષ્યના ટંકારથી ગલિતગર્વ કરી દીધા.
આમ જય કરતાં કરતાં, સમુદ્ર મુસાફરીનો આનંદ લુંટતા લુંટતાં, સરખેસરખા અમે હાસ્ય વિનોદ, કાવ્યવિનોદ શાસ્ત્ર વિનોદ નવ્ય અવલોકન કે ગપાટા મારવામાં વખત ગાળતા. કોઈ વખતે સૃષ્ટિ સૌંદર્ય જોવામાં લીન થતા હતા. ઉગતો ને આથમતો સૂર્ય તથા ચંદ્ર જોવાની બહુ મજા પડતી.
| વિચિત્ર વિચિત્ર પ્રકારના જળજંતુઓ જોઈ અમે આશ્ચર્ય ચકીત થઈ જતા. કેટલાકના ચિત્રો ચિત્રિ લેવાનું ચુકતા નહી, એમ કરતાં અમે સુવેલ પર્વતની નજીક જઈ પહોંચ્યા.
ત્યાં પડાવ નાખ્યો, ને રામાયણ પ્રસિદ્ધ કેટલાંક સ્થળો અવલોક્યા. પાછળથી ચરોદ્વારા ખબર મેળવી કેટલાક ચુનંદા સૈનિકો લઈ પર્વતક નામના ભિલ્લ ઉપર છાપો માર્યો, ને તેને ધુળ ચાટતો કરી દીધો. તેની પાસેથી દંડ લઈ પાછા વળતા પહેલે જ દિવસે અત્રિભટ્ટ મારી હોડી ઉપર આવ્યા ને મને કહ્યું
Page #153
--------------------------------------------------------------------------
________________
૭૦
“કુમાર ! સેનાપતિએ વિજ્ઞપ્તિપૂર્વક કહેવડાવ્યું છે કે આ ડાબી બાજુએ જે દેખાય છે, તે પંચશલ દ્વિપને શોભાવનાર રત્નકૂટ પર્વત છે. તેમાં અનેક આશ્ચર્યો જોવા જેવો છે. તે દેવોને ક્રીડા કરવાનું સ્થાન છે. તે પર્વત જોવા જેવો છે. વળી દરેક નાવિકો થાકી ગયા છે. ખોરાક, પાણી, લાકડાં વગેરે સામગ્રી ખુટી ગઈ છે. તો અહીં પડાવ નાંખવાનો આપ હુકમ કરશો એવી આશા છે. તેથી પરિશ્રમ ઓછો થશે અને જોઈતી સામગ્રી ભરી લેવાશે” મને કહ્યું તું તેમ મેં આપ સમક્ષ રજુ કર્યું. પછી જેવી આપની મરજી. આપ માલિક છો.”
ઠીક, એમ જ કરીશું” એમ કહી તેને વિદાય કર્યો. થોડીવાર વિચાર કરી પડાવ નાંખવાનો ભોરી વગાડવા હુકમ આપી દીધો. ભોરીનો ગંભીર શબ્દ સાંભળી આખું સૈન્ય સ્થિર સ્તબ્ધ થઈ ગયું. પછી તરત જ ઘટ્ટોદેશ (બંદર) તરફ વળ્યું. લોકો પોતપોતાના ગાંસડા પોટલા લઈ ટપોટપ વહાણામાંથી ઉતરવા લાગ્યા. રાવટીઓ અને તંબુઓ નાંખવા લાગ્યા. સારી જગ્યા મેળવવાની લાલચે કેટલાંક દોડવા લાગ્યા ને ધક્કામુક્કી કરતાં આગળ પહોંચ્યા. લોકોનો કોલાહાલ પુષ્કળ થઈ રહ્યો.
તેવામાં તે પર્વતની ઉત્તર દિશા તરફથી આકાશને અમૃત રસથી ભીંજવતું દિવ્ય ગીત સાંભળવામાં આવ્યું, વચ્ચેવચ્ચે અનેક વાજીંત્રોનો સૂર સંભળાતા હતા.
એકદમ એ અપૂર્વ સંગીત તરફ મારું ધ્યાન ખેંચાયું. યોગી માફક ચિત્તને એકાગ્ર કરી હું સાંભળવા લાગ્યો જે બાજુથી એ સુંદર રવ પવનની સવારી ઉપર ચાલ્યો આવતો હતો, ત્યાં જવાને મારું મન ઘણું જ ઉત્સુક થઈ ગયું. આજુબાજુના માણસને
Page #154
--------------------------------------------------------------------------
________________
૭૧
વિદાય કર્યા પછી ગીત સાંભળવામાં એકતાન થઈ ગયેલા તારકને મેં કહ્યું.
તારક ! આ અપૂર્વ ગીત મારું મન આકર્ષે છે. પણ તું થાકી ગયો છે. એટલે હવે તને હુકમ કરવો ઉચિત નથી. પણ તારા શરીરને થાકે વધારે ઈજા ન કરી હોય. મુસાફરી કરવાથી તું કંટાળ્યો ન હો, તો હું કહેવા ઈચ્છું કે “તૈયાર થા, તારી હોડી તૈયાર કર. હજુ બધા વહાણોમાંથી ઉતરે છે, હજુ કેટલાક વહાણો સમુદ્રમાં તરે છે. કેટલાક પાછળથી રહી ગયા છે. હજુ તંબુ ઠોકાયા નથી, ઉતારાની સામગ્રી ને વાર થશે, તેટલામાં આપણે જઈને પાછા આવી જઈશું. ચાલ જલ્દી જઈએ, જોઈએ તો ખરા કે શું છે ? આ વાજીંત્રો શહેરમાં, પર્વત ઉપર કે સમુદ્રકિનારે
જ્યાં વાગે છે ત્યાં અવશ્ય કંઈક જોવા જેવું હશે, કાંતો કોઈ રાજા મહારાજાનો રાજ્યાભિષેક હશે, અથવા કોઈ કન્યાનો સ્વયંવર મંડપ હશે, અથવા દેવો કોઈ વિશિષ્ટ દેવની યાત્રાએ આવ્યા હશે. આવું કંઈ મોટું કારણ હોવું જોઈએ, નહીંતર આવા સુંદર વાત્રો સંભવે જ નહીં, કેમ તારી ઈચ્છા થઈ કે ? જલ્દી તૈયારી કર, આ નજીક છે, બહુ દૂર નથી. જો તાલ, લય વગેરે કેટલું સ્પષ્ટ સંભળાય છે ?
તારક–“જઈએ, કંઈ અડચણ નથી. ચાલો જોઈ આવીએ, પણ એ પર્વતની ચારે બાજુએ સમુદ્રને કોટ છે. મોટા મોટા વહાણવટીઓને પણ જવું બહુ મુશ્કેલ પડે છે. મોટા મોટા ટેકરાઓ બહુ કંટાળો આપે છે, ને જવાનું મન ભાંગી જાય છે. જવું બહુ મુશ્કેલ છે, તેથી જરા મન પાછું હઠે છે. જોવાનું તો તમારી પેઠે મને પણ મન થયું છે. પહેલાં પણ અમે એક વખત
Page #155
--------------------------------------------------------------------------
________________
૭૨
રાતવાસો રહ્યાં હતાં, તે વખતે સંગીત સાંભળ્યું હતું. બીજા પણ કેટલાક ખલાસીઓ વાત કરે છે કે—અહીં ઘણીવાર આવી રીતે વાજીંત્રો વાગ્યા જ કરે છે. કંઈ નવાઈ નથી. પણ ક્યાં એ વાગે છે ? કોણ આ બધું કરે છે ? એ તો હજુ અજ્ઞાત છે.”
મારું મન બહુ થઈ ગયું. અવશ્ય જવાનો નિશ્ચય કર્યો ને ફરી મે કહ્યું- “મિત્ર, તને પણ જોવાનું મન થયું હોય તો, કેમ વાર કરે છે. ચાલ જઈએ. નુકશાનીથી ડરી જઈ મંત્રી માફક અર્થશાસ્ત્રની લાંબી લાંબી વાતો ન કરીશ, કે સહાય નથી, એ સ્થળ જોખમ ભરેલું છે, હાલ અવસર નથી, અમુક જાતની આપણામાં ખામી છે, વગેરે મૂશ્કેલી હોય કે ન હોય, પણ જવું એ તો ચોક્કસ. જઈને ત્યાંની હકીકત જાણવી એ પણ ચોક્કસ. ગયા વિના મન માને તેમ નથી, એ પણ ચોક્કસ. ઠીક, કદાચ હાલ તુરત મન મનાવી લઈશ, પણ મુકામે ગયા પછી મારું ચિત્ત એમાં ને એમાં રહેશે. મારો આખો દિવસ અસ્વસ્થતાથી પસાર થશે, એ પણ ચોક્કસ.
વતન ગયા પછી મૂસાફરીની હકીકત કહેવા જતાં સમુદ્ર મૂસાફરીનું વર્ણન કરતાં આ સંગીત મને યાદ આવ્યા વિના રહેશે ? તે વખતે મારું મન કેવું વીંધાઈ જશે ? તેની તને કલ્પના થાય છે ? તો એ ખાતર થોડો વખત ક્લેશ સહન કરવો સારો છે. શરીરે થોડો વખત કષ્ટ સહન કરવું સારું પણ મનમાં મરણ સુધી ક્લેશ રહી જાય તેના જેવું એકેય દુઃખ નથી. જો કે આ યાત્રા સર્વથા ક્લેશ વિનાની જ છે, એમ તું કહી શકે તેમ છે ? જરા વિચાર કર, કે-કષ્ટ આવવાનું હોય ને કંઈ લાભ મળવાનો જ ન હોય તો મન આટલું ઉત્સુક ન જ થાય.
Page #156
--------------------------------------------------------------------------
________________
૭૩
માટે ક્લેશની વાત જવા દે. મારું મન ઉત્સુક થયું છે, તે ઉપરથી જ જો તું નિમિત્તશાસ્ત્રને પ્રમાણભૂત માનતો હોય તો ધારી લે કે આપણને ત્યાં અવશ્ય લાભ થવાનો થવાનો ને થવાનો જ. માટે બીજા ખોટા વિચાર જવા દે, જરા મન સ્થિર કર. આવા પ્રસંગે કેમ ઢીલો થઈ જાય છે ? જવા માટે તારી હોડીની બાબતમાં જે તૈયારી કરવી હોય તે કરી લે. રાતમાં બરાબર જોઈ શકાય માટે આંખમાં તમારું કંઈ અંજન આંજવાનું હોય તો તે પણ આંજી લે. સહાયમાં તારા બે બાહુ જ કામ આવવાના છે. માટે ચાલ, ચાલ, તૈયાર થા, ને ચડાવ બાંહ્ય, તે ધાર્યું હોય તો આખો સમુદ્ર ખાબોચીયા સમાન છે. તો આ ક્યાં વધારે દૂર જવું છે. આ રહ્યું.”
એમ કહ્યું તો પણ તેનું મન સંશયમાં હતું. છેવટે બોલ્યો
કુમાર ! હું તો આપનો તાબેદાર છું. મને તો આપનો ઈશારો જ જોઈએ. આટલું બધું કહેવાનું હોય ? અવશ્ય જવું જ હોય તો વચ્ચે કોણ આવી શકે તેમ છે. ચાલો તૈયાર થાઓ. આ સેવક હાજર છે, આપનું લુણ ખાધું છે, તો રાજ્ય કાર્ય સિવાય એમનું શરીર અનુપયોગી છે.”
તારકે એટલું કહ્યું એટલે આપણે તો ખુશી ખુશી થઈ ગયા. શું તે વખતનો આનંદ ? (ચાલો, આપણે પણ ત્યાં જઈએ, જોઈએ તો ખરા, શું થાય છે ?).
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૨. હવે શું કરવું )
સાથે કેટલાંક મદદગાર લઈ લીધા. આકાશમાં વાદળીની જેમ હોડી સમુદ્રમાં પવનથી પ્રેરીત થઈ ચાલવા લાગી.
તારક દરેકને સાવચેત રહેવાના હુકમ આપતો જતો. એક માણસના હાથમાં દીવી બળતી હતી. હોડી ઝપાટાબંધ ચાલતી હતી તેથી થોડા વખતમાં અમે ઘણો રસ્તો કાપી નાખ્યો, ક્યાંય હોડી અટકી જ નહીં.
થોડી વારમાં તો તે પહાડને પ્રદક્ષિણા કરી જે તરફથી શબ્દ આવતો હતો તે તરફ વળી. તેવામાં ધીમો ધીમો થતો સંગીતનો શબ્દ એકાએક બંધ થયો. ફરી સંભળાશે એવી આશાએ જરા આગળ ચલાવી છેવટે ઉભી રાખવી પડી અને તારકે મને કહ્યું – “કુમાર ! આપણને રસ્તો બતાવનાર વાદ્યનો ધ્વનિ બંધ પડ્યો છે. ફરમાવો, હવે શું કરવું છે ? આમને આમ લક્ષ્ય બાંધ્યા વિના જ હોડી ચલાવ્યા કરવી ? કે પાછું વળવું છે ? છતાં જો જવું જ હોય એવો આપનો ચોક્કસ નિશ્ચય હોય તો, પર્વતની બાજુએ બાજુએ આ રસ્તો છે. તે રસ્તે અહીંથી ચાલ્યા જઈએ. તો વખતે ઠેકાણું મળી જાય, અને જવાની જરૂર હોય તો નકામી માથાકૂટ કરવાની જરૂર નથી. મારો તો વિચાર છે કે ચાલો, પાછા જઈએ. બધા આપણી ખોળ કરતા હશે. બધાનો જીવ ઉંચો થઈ ગયો હશે, મંત્રીઓ અમાત્યો ગભરાઈ ગયા હશે. ક્યાં ગયા ? ક્યાં ગયા ? એમ બુમ પડી રહી હશે. ચારે તરફ શોધ ચાલુ થઈ હશે. ચાલો જઈએ અને બીજે કામે લાગીએ. કૌતક જોવા હશે તો આપણી વિજયયાત્રા પૂરી નહીં
Page #158
--------------------------------------------------------------------------
________________
૭૫
થાય તેટલા વખતમાં કંઈ કંઈ જોઈ શકાશું. જો કે આ ત્નિકૂટ પહાડની તો રમણીયતા ઓર જ છે. શી વાત કહું ? અદ્ભૂતતાનો અવિવિધ છે. દર્શનીયનું દૃષ્ટાંત છે. કુતૂહળનું સંકેત સ્થાન છે. પગલે પગલે દેવતાઓને શરમાવે તેવા ક્રીડાસ્થાનો છે. ઠેકાણે ઠેકાણે સર્વ ઋતુઓના જંગલો છે. વને વને ખીલેલ ફુલના ગુચ્છાવાળા કલ્પવૃક્ષોના વનખંડો છે. ખંડે ખંડે જાતજાતના સુવર્ણમય વેલડીઓના હીંચકાઓ છે.
હીંચકે હીંચકે વિદ્યાધરના સ્ત્રીપુરૂષના જોડકાંઓ અચ્છી રીતથી હીંચકી રહ્યા છે. શીખરે શીખરે કીન્નરોનું ગીત સંભળાય છે. દરેક પથ્થરવાળા ભાગોમાં ઝરણાઓનો ખળભળાટ સંભળાય છે. નદીએ નદીએ રત્નની વેળુમાં વિચિત્ર વિચિત્ર જાતના પંખીઓ ૨મી રહ્યા છે. દેવતાઓને રતિક્રીડામાં પ્રવર્તાવતો દક્ષિણ પવન વખતો વખત વાય છે. દરેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં મન ખુશ ખુશ થઈ જાય છે. દરેક વસ્તુ જોઈ જોઈને આંખ થાકી જાય છે. ઝાડને છાંયડે જઈ બેઠા કે થાક શું ચીજ છે, તે જણાતું જ નથી. ફૂલોની ગંધથી નાક તૃપ્ત થઈ જાય છે. વનલતાઓ કુસુમાટ્ટહાસ કરી રહી છે. પતીની વાર્તાથી માનીનીઓના પણ મનમાં કામદેવ પોતાનો અધિકાર જમાવે છે. વધારે વાત શું કહું ? જોશો એટલે બધું જાણશો.''
એ તો બોલીને ચુપ રહ્યો, પણ મને તે જાણે માથા પર અકાળે વજ્ર પડ્યું હોય એવું થઈ ગયું. એકદમ આમ અટકી જવું પડશે તે મારા ખ્યાલમાં જ શાનું હોય ? ‘‘હુંહું ! મહા દુઃખ ! સુખ તો મળ્યું જ નહીં, ને હેરાન થયા.'' નીચું જોઈ હું તો ચૂપ બેસી રહ્યો.
Page #159
--------------------------------------------------------------------------
________________
૭૬
મારી ચંચળતા અને સાહસનો વિચાર આવતાં વિસ્મય, શરમ, અને ખેદ એકસાથે મને થવા લાગ્યા, ને વિચારવા લાગ્યો કે—“હું કેવો ચપળ ! એક બાળક માફક રાગ રાગણી સાંભળી અહીં દોડી આવ્યો. મેં ખરેખર બાળક બુદ્ધિ જ કરી છે. વજ્રથી ભય પામેલ આ પર્વત માફક અનેક દુષ્ટ જળચરોથી ભરપુર સમુદ્રમાં નકામું અવગાહ૨ન કર્યું. ઈંદ્રીયની ચપળતા છોડ્યા વિના બાળ તપસ્વી માફક ઠંડ વેઠી મારી આ ચપળતા ક્યાંથી આવી ? હું શીખ્યો નથી. કોઈએ સમજાવી નથી. અહો! યુવાવસ્થા વિકારમાં કેવી લપટાઈ જાય છે ? અહો ! સારી ધારણાઓ કેવી ગભરાવી નાંખે છે. અહો ! પરતંત્રતા કેવા કેવા કષ્ટો આપી રહી છે ? અહો ! કાર્યાકાર્યનો વિચાર કરતી અટકાવવામાં અહંકારનું સામર્થ્ય ? અહીં ! દૈવ કેવી કુબુદ્ધિ સુજાડે છે ? અહા ! મારા પિતાના તે પ્રયત્નનું, મારા વિદ્યાભ્યાસનું, નીતિશાસ્ત્રના શ્રવણનું, હેયોપાદેય તત્ત્વના પરિજ્ઞાનનું, વૃદ્ધોનાં ઉપદેશનું, વિદ્વાનોની સોબતનું, ઇંદ્રિયના તે નિગ્રહનું મેં કેવું ફળ મેળવ્યું ? આ મને વારંવાર પૂછ્યા કરે છે. હવે મારે ઉત્તર શો આપવો ? શું રસ્તો બતાવું ? આ વખતે શું કરૂં ? પહેલેથી નક્કી કર્યું છે, માટે ગમે તેમ કરી
આ કામ પાર પાડવું જોઈએ જ, એવા નિશ્ચય પર આવી આને ગમે તેમ હોડી ચલાવવાનો હુકમ આપી દઉં ? ઠીક, ચાલો કદાચ પાછા વળીએ, પણ પહેલાં એમનું કહ્યું માન્યું નહીં, ને શું હવે માનવું ? ચિત્તની ચપળતાથી અહીં સુધી આવ્યા, ને હવે વીલે મોઢે કઈ રીતે પાછા વળવું ? પાછા વળીને પણ આ ભયંકર સમુદ્રમાંથી સહીસલામત કેવી રીતે પસાર થવું ? પહેલાથી ખબર મળે ને મિત્રો સામા આવે તો અર્ધે રસ્તેથી પાછા વળી
Page #160
--------------------------------------------------------------------------
________________
વિલું મોટું તેઓને કઈ રીતે બતાવવું? ભાઈબંધો દૂરથી હસતાં હસતાં પૂછશે–“ભાઈ સાહેબ ! ક્યાં ગયા હતા ? કેમ ગયા હતા ? શું જોયું ? શું અનુભવ્યું ? લાવ્યા શું ?” ત્યારે શરમ ભરેલો આ ખરો બનાવ કેવી રીતે મારે તને કહેવો ?
મૂકામે પહોંચ્યા ને બધા રાજ્યના અધિકારીઓ કહેશેકુમાર તો સ્વચ્છંદી છે. એમની નોકરી આપણે ન જોઈએ, એમ વિચારી મુંગે મૂઢે પોતપોતાનો અધિકાર છોડી ઉભા રહેશે તો મારે તેઓને સમજાવવા શી રીતે ?
ક્રોધથી ધમધમી ગયેલા વૃદ્ધોના ઠપકા એકાંતમાં કેટલાક સાંભળવા ? મને ધિક્કાર છે ! ચપળતાએ મને મારી નાંખ્યો. મને મારું પોતાનું ભાન ન રહ્યું. સ્વમાનની પણ મેં દરકાર ન કરી. જેરાએ વિચાર ન કર્યો. હવે આ સામાન્ય માણસ તારક પણ મને કળી જશે, કે–આમાં કાંઈ માલ નથી, ચપળ છે, કુતૂહળી છે, રમતિયાળ છે.”
Page #161
--------------------------------------------------------------------------
________________
૩. નૂપુર ઝંકાર
હું આવાને આવા તર્ક વિતર્ક કરતો, મનમાં અનેક જાતની ચિંતાઓ કરતો હતો, ને વખત પોતાનું કામ કર્યે જતો હતો, રાત્રિ હવે વધારે બાકી ન હતી. અંધકાર હવે જરા પાતળો પડ્યો. તારાના ઝુમખાં ટુટવા લાગ્યા. ધીમે ધીમે પ્રકાશ ફૂટવા લાગ્યો. ત્યારે તે પર્વતની આજુબાજુએ અદ્ભૂત પ્રભા પ્રસરી રહી. તે મેં જોઈ. વિચાર કર્યો કે ‘આ શું છે ?' એમ વિચાર કરું છું તેવામાં પર્વત પરથી ઉડતું વિદ્યાધરોનું મોટું ટોળું જોયું. સપાટાબંધ ઉડતું અમારી તરફ આવ્યું. અમારા ઉપર ચાલવા લાગ્યું. થોડીવારમાં ચાલ્યું ગયું ને અદૃશ્ય થઈ ગયું. માત્ર એટલા શબ્દો સાંભળ્યા કે—આ કોણ છે ? ક્યાંથી આવ્યો હશે ? શું કરવા અહીં આવ્યો હશે ? કેમ અહીં એકલો આથડતો હશે ?'’
“તારક ! આ પ્રકાશ જે તરફથી જણાયો તે તરફ જ તારી હોડી ચલાવ.' હુકમ કરતાની સાથે જ તેણે હોડી ચલાવી તો દૂરથી પહાડ ઉપર સુંદર દેવમંદિર દેખાવા લાગ્યું.
મેં વિચાર કર્યો કે- “કાર્ય સાધવાની ઈચ્છાવાળા મનુષ્ય એકાંતથી કોઈપણ નીતિનો સિદ્ધાંત પકડી રાખવાની જરૂર નથી. ધાર્યું કામ પાર પાડવા કપાળે હાથ દઈ મચ્યા જ રહેવું જોઈએ. અનુકુળવિધ સહાય કરે તો સાહસિકની નીતિ હોય કે અનીતિ હોય પણ તે ખેતરની માફક ફળ આપે છે. બધા હાંસી કરે એવું મારું આ કામ મને તો લાભદાયી થયું છે. બીકણ થઈ જો અહીં સુધી ન આવ્યો હોત, તો આ મંદિર કેમ જોઈ શકત.
Page #162
--------------------------------------------------------------------------
________________
ખરેખર, આજથી નવું નવું સાંભળવાનું મન હટી ગયું. અંતરમાં આનંદની ઉમિયો ઉછળે છે. સાડા ત્રણ કરોડ રૂવા હસી ઉઢયાં
જેઓએ રાજ્યનો ત્યાગ કર્યો, પ્રવજ્યા ગ્રહણ કરી ફળમૂળ સેજસાજ ખાઈ લીધા ને નિર્વાહ કરી લીધો, વનવાસનું
ક્લેશ સહન કર્યું, કુટુંબીઓથી વિખુટા પડ્યા પક્ષીજાતિ સાથે રહ્યા, અને અહીં જંગલમાં પરમ ધ્યાનનિમગ્ન થઈ પોતાનો શુભકાળ વિતાવી રહ્યા છે. તેઓને ધન્ય છે.
વળી તે દેવ દાનવ કે વિદ્યાધરાને પણ ધન્ય છે કે જેણે પોતાના વૈભવનો આવો સદુપયોગ કર્યો છે. ખરેખર આ મંદિર શરૂ કરતાં પહેલાં પ્રથમ તો ભગવાન પ્રજાપતિએ અસંખ્ય વિશ્વકર્માઓ મોકલ્યા હશે. પછી કુબેરને ત્યાં જઈ ભંડારો ખાલી કરાવી ધન લાવ્યા હશે. અને મેરૂ પર્વત ઉપાડી લાવ્યા હોસ એમ જણાય છે. શું આવું કામ એકલો વિશ્વકર્મા કરી શકે? શું આટલું બધું ધન એક માણસ પેદા કરી શકે ? આટલાં આટલા રત્નો, મણિઓ, અને સુવર્ણમય શિલાઓ મળે જ ક્યાંથી ? દેવતાઈ કારીગરો જ્યારે ટાંકણાથી મણિમય શિલાઓ ઘડતા હશે, તેના કાંકરા પાડીને આ લવણ સમુદ્રમાં પડ્યા હશે ત્યારથી જ એનું નામ રત્નાકર પડ્યું હોવું જોઈએ.”
હું આવા વિચારમાં ગુંથાયો હતો તેવામાં અમારી વિજય યાત્રા હોડી કિલ્લાની દક્ષિણ બાજુની ભીંતે ભીંતે જઈ પહોંચી. અનુક્રમે નાવ સ્થિર રાખવામાં આવી ત્યારે પર્વતની શોભામાં લીન થયેલા તારકને મેં કહ્યું
મિત્ર ! તારક ! આ અગમ્ય માર્ગ આપણે પસાર કર્યો
Page #163
--------------------------------------------------------------------------
________________
છે, મનુષ્યોને અગોચર ભૂમિમાં આવી પહોંચ્યા છીએ. સર્વ સુંદર વસ્તુના ખજાનારૂપ સ્થાન હાથ કર્યું છે. ત્રિભુવના શ્ચર્યકારી આ આયતન પણ જોયું છે, ખરેખર આપણે ભાગ્યશાળી છીએ, આપણો જન્મ સફળ થયો છે. ઝટ ઉઠ, અત્યારે કરવાના નિત્ય કર્મથી પરવારી લઈએ, જા, જલ્દી કલ્પવૃક્ષોના તાજાં ઘડેલાં ફૂલો લાવ, ઝરણાઓમાંથી મીઠું પાણી ભરી લાવ. હાથ પગ ધોઈ આ મંદિરમાં પ્રતિષ્ઠિત દેવનું દર્શન કરીએ ને તેની પૂજા કરીએ, આપણે હાથે એમની પૂજા કરીશું, પછી સ્તુતિ કરીશું એટલે આપણી યાત્રા સફળ થશે.”
“તારક હસી પડ્યો, ને બોલ્યો ”
કુમાર સાહેબ ! અધીરા કેમ થાઓ છો ? બધું કરીએ છીએ, પણ મારી વાત સાંભળો. આપણે મંદિરમાં કઈ રીતે જઈ શકીશું ? જે ઉંચુ બારણું જણાય છે; તેની પાસે પગથીયાં છે પરંતુ ટાંકણાંથી ફરતો કિલ્લો કોરી કાઢેલ છે તે આડે આવે છે. બીજી જે નાની નાની બારીઓ જણાય છે તે પણ ઘણી જ ઉંચી હોવાથી નકામી છે. તેથી થોડી વાર અહીં જ વાટ જોતાં ઉભા રહીએ, મંદિરમાંથી કોઈપણ મનુષ્ય કે વિદ્યાધર આવશે તેને માર્ગ પુછીશું, મને લાગે છે કે એમાં કોઈપણ અવશ્ય હોવું જોઈએ, કેમકે કોઈ યાત્રાએ હમણાં જ આવ્યા હોય એવી તાજી નિશાનીઓ જણાય છે. જુઓ બારણે ચંદનની કુંપળોના તોરણો હમણાં જ બાંધેલા જણાય છે. ચિનાઈ વસ્ત્રની ધજાઓ પણ નવીજ છે. અળતાના થાપાઓ તાજા જણાય છે. વાજીંત્રના અવાજથી ત્રાસ પામીને નાશી ગયેલા પારેવા મંદિરના શિખર પર બેઠાં છે, હજુ પાસે જતાં નથી. ફૂલની માળાઓની આજુબાજુ
Page #164
--------------------------------------------------------------------------
________________
૮૧
સુગંધના લોભથી હજુ ભમરાઓ ભમે છે, ગમ્મતમાં પડેલા ભુજંગોએ છોડેલી રંગની પિચકારીનું પાણી ભીંતો પરથી હજુ ટપકે છે.'’
તારક આ પ્રમાણે વાત કરોત હતો તેવામાં બહુંજ મીઠો સ્ત્રીઓના નૂપુરનો ઝંકાર અકસ્માત્ સાંભળવામાં આવ્યો. તે દિશાઓમાંફેલાતો હતો અને કાનને અમૃતરસથી તૃપ્ત કરતો હતો. ચાંચમાં લીધેલ શેવાળ ખાતા ખાતા લહંસો એમને એમ સ્થિર થઈ ગયાં. જઘન પુલિનની સારસ જેવા કંદોરાના મીઠા અવાજે તેની મીઠાશમાં ઓર વધારો કર્યો. દરેક ક્ષણે ઉંચા નીચા થતા અને કાંપતા હાથમાંના કંકણોએ અવાજમાં અવાજ મેળવ્યો, લટકતા હારો કંદોરાની ઘુઘરીઓ સાથે અથડાઈ ઝાંકારને વધારે સાંભળવા લાયક બનાવતા હતા. તે સ્ત્રીઓનું ટોળું કિલ્લાની આડે હતું. પણ ધીમે ધીમે પગથિયાં ચડતું હતું. અને ધીમે ધીમે તે અવાજ વધતો જતો હતો. મધુર અને ગંભીર પગનો ધમધમાટ હતો. ઝાંકાર પગથીએ પગથીએ મીઠાશ પુરતો હતો.
Page #165
--------------------------------------------------------------------------
________________
૪. રંગમાં ભંગ કે રંગમાં ઉમંગ ?
શબ્દાનુસારે હું જોવા લાગ્યો, તો કિલ્લાના ભાગમાં કેટલીક કન્યાઓનું ટોળું જોયું. તેઓ સાક્ષાત્ જાણે સોનાની ધ્વજાઓ હોયની, જાણે વિજળી હોયની, જાણે દિવ્ય ઔષધિઓ હોયની, જાણે કલ્પલતાઓ હોયની, જાણે સૂર્યના કિરણો હોયની, જાણે વજની જ્વાળાઓ હોયની, જાણે સોનાના કમળની ડાંડલીઓ હોયની, જાણે જળ દેવતા હોયની, જાણે હાથની દિવિઓ હોયની, જાણે રત્નની માળાઓ હોયની, કેટલીક સુવર્ણ ચંપાની કળી જેવી હતી. કેટલીક નીલોત્પલની પાંખડી જેવી હતી. કસૂરિના તિલકથી શોભતાં મુખરૂપ ચંદ્રોથી આકાશને સેંકડો ચંદ્રયુક્ત કરતી હતી, વિકસિત નયનોના વિક્ષેપથી હજારો માછલીઓ યુક્ત સમુદ્રને કરતી હતી. મુખમાંથી દિશાઓમાં ફેલાતી સુગંધની પારિજાત વૃક્ષો યાદ દેવડાવતી હતી. પહોળા અને ઉંચા સ્તન વડે પર્વતમય જાણે પૂલ હોયની એવો ભાસ કરાવતી હતી. છટાદાર નિરીક્ષણથી સમુદ્રને મર્યાદિત બનાવતી હતી ભ્રકુટીની છટાથી કામદેવને ધનુર્વેદ શીખવતી હતી, તેઓનું રૂપ આખા જગતને આશ્ચર્ય પમાડે તેવું હતું.
વિદ્યાઓમાં જાણે શબ્દવિદ્યા, રસવૃત્તિઓમાં જાણે કૌશિકી વૃત્તિ, છંદોમાં જાણે ઉપજાતિ અલંકારોમાં જાણે જાતિ, રીતિઓમાં જાણે વૈદર્ભ, કાવ્ય ગુણોમાં જાણે પ્રસન્નતા, ગીતોમાં જાણે પંચમ ગીત, વાક્યોમાં જાણે રસીક વાક્ય, તેમ તેઓમાં અત્યન્ત શોભતી લગભગ સોળ વર્ષની એક સુંદર કન્યા મેં જોઈ.
વેત્રધારીને ખભે હાથ મુકી શરીર ટેકવી તે સહુની આગળ
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉભી હતી. બે બાજુએ બે ચામર ગ્રાહિણી ચામર વીંજતી હતી. પાછળની બાજુએ એક દાસીએ મોતીની સેરવાળું શ્વેત છત્ર ધારણ કર્યું હતું. સવિલાસથી પગલાં ભરતી હતી તે વખતે મંદમંદ નુપુરનો ઝોકાર થતો હતો. શરીરમાંથી પ્રભા ચારે તરફ પ્રસરી રહી હતી. હાથમાં માણેકની ચુડીઓ, ને આંગળીમાં રત્નજડિત વીંટી પહેરી હતી. ગોળ સાથળો વાળા જઘન ભાગમાં કલ્પવૃક્ષનું પાંદડું છુપાવ્યું છતાં બારીક વસ્ત્રોમાંથી દેખાતું હતું. કાચળીનો છેડો ઉંચો નીંચો થવાથી ત્રિવલી સહિત નાભિ મંડળ દેખાતું હતું. સ્તનોનો ભાર દિવસે દિવસે વધતો જતો હોવાથી મુખની ચંદ્રિકા રોકાતી હતી.
તેના કંઠે સુદર્શન સહિત વૈકુંઠના શંખની તુલના કરી હતી. કાન ઉપર સુગંધી મંજરી પહેરી હતી. કાનમાં દત્તપત્ર પહેર્યા હતા. સમુદ્ર પણ પાણીના કણીયાના જાળથી તેને ચામર વીંજતો હતો. પ્રાતઃકાળ પણ આકાશરૂપી મરકતના થાળમાં સૂર્યરૂપી દીવો મૂકી તેની આરતી ઉતારતો હતો. દિગન્તો દૂર રહીને પણ વિલેપન કરવા સુગંધ તેને અર્પણ કરતા હતા. ઝાકળના બિંદુવાળા અંતરિક્ષ જાણે સ્મરજન્ય પરસેવાથી રેબઝેબા થઈને ખોળામાં રાખી હતી. પ્રાતઃકાળનો પવન કમળની કેસરોથી રોમાંચિત થઈ તેને આલિંગન આપતો હતો. મેરૂથી થવાના મથનથી ભય પામીને મદિરામાંથી જાણે મદશક્તિ નાશી આવી હોયની, અનંગની ઈક્ષમય ચાપ યષ્ટિમાંથી જાણે મુઠીથી દબાતા રસની ધારા ગળી ગઈ હોય તેવી તે જણાતી હતી.
આ રીતે સમરકેતુ પોતાની હકીકત કહેવામાં તલ્લીન થઈ ગયો છે. કમલગુપ્ત વગેરે રાજકુમારો સાંભળવામાં એક ચિત્ત
Page #167
--------------------------------------------------------------------------
________________
૮૪
થઈ ગયા છે. મંજીક વગેરે કથારસમાં ઝબોળાઈ ગયા છે. તેવામાં હસતી હસતી પ્રતિહારીએ આવી હરિવાહનને વિજ્ઞપ્તિ કરી-‘કુમાર ! યુવરાજની વાર્તા સાંભળવાથી કર્ણામૃત ખૂબ પીધું હશે. પણ હવે ક્ષણવાર ઈક્ષણામૃત પીધો.'' એમ કહી જરા શરીર નમાવી વસ્રના છેડામાંથી એક દિવ્ય ચિત્રનું પાટીયું બહાર કાઢ્યું, ને કુમારના હાથમાં આપ્યું.કુમારે તે આદરથી લીધું ને કુતૂહળથી પૂછ્યું
“ભદ્રે ! એમાં શું ચિતર્યું છે ?”” એમ કહી પાસે બેઠેલી ચામર ગ્રાહિણીના હાથમાં આપ્યું, તરત જ તેણીએ લીધું અને કુમાંરની સામે ધરી રાખ્યું. કુમારે તેમાં ભગવાન કામદેવની જય ઘોષણા હોય તેવી સુંદર ગાત્રોવાળી એક કન્યાનું ચિત્ર જોયું, તે અપૂર્વ ચિત્રદર્શનથી ચકિત થઈ તેના સર્વ અવયવો ધારીધારીને કુમાર જોવા લાગ્યો, છતાં કૌતુક શાંત ન થવાથી વારંવાર કેશ કલાપ, વારંવાર મુખચંદ્ર, વારંવાર કપલ્લવ, વારંવાર નયન યુગલ, વારંવાર કંઠદેશ, વારંવાર સ્તન મંડળ, વારંવાર કટિપ્રદેશ, વારંવાર ડુંટીનો ભાગ, વારંવાર કેડની નીચેનો ભાગ, વારંવાર સાથળ, વારંવાર ચરણકમળ, આરોહવરોહવાળી દષ્ટિથી જોવા લાગ્યો. પછી જોવાને તલપાપડ થઈ રહેલા સમરકેતુ કમલગુપ્ત વગેરે રાજકુમારોને પણ તે ચિત્રપુત્રિકા બતાવી.
ખુશ મિજાજ ચહેરે પ્રતિહારીને પૂછ્યું
‘વજ્રાર્ગલે ! સ્વર્ગ સિવાય ન મળી શકે એવું આ ચિત્ર તેં ક્યાંથી મેળવ્યું ?''
વજ્રર્ગલા—“સાંભળીએ, રાજ ! વિનવું છું. આપ આજે પધાર્યા છો, તેથી બગીચાની શોભામાં ઓર વધારો થયો છે. તે
Page #168
--------------------------------------------------------------------------
________________
૮૫ જોવાનુ મને મન થયું હતું. તેથી મારી જગ્યાએ બીજીને નીમી હું બગીચાની શોભા જોવા ચાલી ગઈ હતી.આમતેમ ફરીત હતી તેવામાં નદીકિનારે ભમતા મંડપમાં તાજાં કમળના પાંદડાની પથારીમાં સુતેલો પંદર વર્ષની ઉમરનો અન્ય દેશમાંથી આવેલો એક છોકરો જોયો, હું પાસે ગઈ એટલે તે ઉઠીને બારણામાં આવ્યો ને મને સન્માનપૂર્વક પૂછ્યું
સુંદરી ! આ કોણ છે ? એ કોનો પુત્ર છે ? એમનું નામ શું છે ? કે જેના માણસો નવા નવા કપડાં પહેરી ઠાઠમાઠથી આમતેમ હરતાં ફરતાં જણાય છે ?”
મેં જાણ્યું કે “આ દૂર દેશથી આવતો જણાય છે. અને તે આજે જ આવ્યો હોય એમ લાગે છે, નહીંતર આમ પ્રશ્ન ના કરે.” એમ વિચારી સરળ રીતે જવાબ આપ્યો
ભાઈ ! સાંભળ, ઈદ્ર મહારાજા પણ સુધર્મ સભામાં જેમની સ્તુતિ કરે છે, એવા અયોધ્યાપતિ મહારાજ મેઘવાહનના પુત્ર એ હરીવાહન છે. અખિલ ભરતખંડના રાજા મહારાજાઓ જેના ચરણકમળ હમેશ સેવે છે. અને દરેક દિશાના રાજાઓની કન્યાઓ જેમનું રૂપ ચિત્રમાં ચિત્રાવીને પોતાની નજર આગળ રાખે છે. તે અમારા કુમાર શ્રી હરિવહન છે. તેઓશ્રી વિનોદ માટે આજે અહીં પધાર્યા છે. અહીં નજીક જ પેલા જળમંડપમાં છે. વિચિત્ર વિચિત્ર પ્રકારનો કથાવિનોદ ચાલી રહ્યો છે, પ્રસંગે પસંગે ગામના અને બીજા પરદેશી લોકો પણ કળા, શાસ્ત્ર, શિલ્પ વિષયોમાં પોતાની નિપુણતા બતાવતા એમની મુલાકાતે આવે છે. જો કૌતુક હોય કે કંઈ કામ હોય તો તૈયાર થા, કર તેમનું દર્શન, અને જન્મ સફળ કરી લે. હું જાતે જ તને ત્યાં
Page #169
--------------------------------------------------------------------------
________________
८६
લઈ જઈ દર્શન કરાવી શકીશ, કેમકે હું એ અધિકાર પર નિયુક્ત છું.”
થોડીવાર વિચાર કરી એ બોલ્યોઃ
“ચતુરા ! તારી સાથેની આ વાતચીતથી હું બહુ જ ખુશ થયો છું. જેવો તે વખાણ્યો તેવો જ જો રાજકુમાર હોય તો ઉતાવળ કર. તેમનું મારે ઘણું કામ છે. વળી જેમ મારે કામ છે તેમ કુમારનો પણ એમાં લાભ સમાયેલો છે. ફક્ત તું આટલું જ કર. લે, આ ચિત્રનું પાટીયું. તેમાં મેં એક દિવ્ય કન્યાનું રૂપ જે રીતે છે તે રીતે ચિતર્યું છે. તે સકળકળા કુશળને બતાવ. આ હું તારી પછવાડે જ આવ્યો સમજ.”
એ મ કહી સરસ ચીનાઈ વાની પ્રસેવિકામાં થી (કોથળીમાંથી) ધીમે ધીમે ખેંચી કાઢી આ પાટીયું મને આપ્યું.
Page #170
--------------------------------------------------------------------------
________________
૫. તિલકમંજરી
આ વાતચીત થતી હતી તેવામાં તે મૂસાફર બાળક કુમારના જોવામાં આવ્યો. હાથમાં તલવારમાત્ર શસ્ત્ર સહિત એક પુરૂષ તેની પાછળ પાછળ આવતો હતો. બારણામાં આવ્યો કે તુરત પ્રતિહારીએ આદરથી બોલાવ્યો અને કુમારની પાસે લાવી પ્રણામ કરાવ્યા. “આવો” એવા ઉપચારથી તેની સંભાવના કરી. અને આસન ઉપર બેસવા સૂચના કરી, આસન પર બેસી કુમારનું સૌભાગ્ય જોઈ તે અત્યન્ત વિસ્મય પામ્યો. આવા કુમારના દર્શનથી પોતાને કૃતાર્થ માનવા લાગ્યો. થોડીવાર પછી ચિત્ર જોવામાં તલ્લીન થયેલા કુમારને તેણે કહ્યું:
કુમાર ! કેમ કંઈ એમાં જોવા જેવું છે કે ? ચિત્રમાં કોઈ દોષ જણાય છે કે નહી ? આપતો સકળ કળામાં કુશળ છો, હજુ શીખાઉ વિદ્યાર્થી છું. કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને સમજાવશો એવી આશા રાખું છું.”
હરિવાહન-“બાળક ! તને શું શીખવવું ? ખરેખર તું જ જગતમાં આ ચિત્રવિદ્યાનો સટ્ટા છે. સુજનતા પ્રમાણે આ ચિત્રવિદ્યા તને પૂર્વજન્મથી જ પ્રાપ્ત થઈ જણાય છે. કદાચ તારે માથે ઉસ્તાદ હોય તો તે માત્ર નિમિત્ત માત્ર જ છે.
જોપર્વતના ઉંચાનીચા નિતમ્બ પ્રદેશ પર ચડતા ઉતરતા ક્રમે આ સુંદર સરોવર ચિતર્યું છે. તેને કાંઠે, ચંપક, અશોક, તાડ વગેરે ઝાડોની ઘટા આવી રહી છે. તળાવની અંદર સુવર્ણમય કમળો ખીલી ઉઠ્યા છે. તેમ તેને કાંઠે કાંઠે આ લવલીલતાના મંડપો બહુ સારી રીતે ચિતર્યા છે. આ સોપારીનાં વન, આ
Page #171
--------------------------------------------------------------------------
________________
૮૮ નાગરવેલ લતામંડપોમાં પથરાઈ રહી છે, કિનારે રત્ન જેવી ચળકતી વેળમાં ધીમે ધીમે પગલાં ભરતી કોઈ ચક્રવર્તીની કન્યા બહુ જ અચ્છી રીતે ચિતરેલ છે. રંગ પુરવામાં ઓર ખુબી કરી છે. ઉંચાનીચા અવયવો આબેહુબ ચિતર્યા છે. તેની આજુબાજુએ પરિવાર ચિતરવામાં કોઈ જાતની કચાશ રાખી નથી. આ તો જુઓ ! પરિવાર સહિત પક્ષીઓ ને મૃગલાઓને તે પકડવા જાય છે. મૃગો નાસે છે ને પક્ષિઓ ત્રાસથી આકાશમાં ઉડે છે, તે જાણે સાક્ષાત્ અત્યારે પણ ઉડતા હોય તેવાં જીવતા જાગતાં જણાય છે, વાહ ! સેવાચતુર સેવક વર્ગ પોતપોતાના કામ ઉપર કેવો હાજર છે ? જુઓ, આ છત્ર કેવી છટાથી ઉપર ધરી રાખ્યું છે ! આ વળી કનકદંડ લઈ એમની પાછળ પાછળ ચાલી જાય છે, ને નુપુરના ઝાંકરથી દોડી આવી માર્ગમાં આડે આવતાં હંસોને દૂર ખસેડે છે. આ પાનનું બીડું લઈ જલ્દી દોડી આવી એમના હાથમાં મૂકે છે. વધારે તો શું, જે જે જોઈએ છીએ તે બધું સુંદર સુંદર લાગે છે.
પણ, દોષ માત્ર એક જ છે. તે એ કે–આમાં એક પણ પુરૂષનું રૂપ ચિતર્યું નથી, એથી જરાક શોભા ઓછી જણાય છે. પણ કાંઈ અડચણ નહીં, હજુ પણ જો શોભા વધારવી હોય, તારું પોતાનું ચિત્રવિષયક જ્ઞાન સંપૂણસ છે એમ ખાત્રી કરાવવી હોય, તો કેટલાક સુંદર સુંદર પુરૂષો એમના પરિવારમાં ચિતરી શકાય તેમ છે. કન્યા અવસ્થામાં પુરૂષ સન્નિધિ વિરુદ્ધ નથી.
મુસાફર બાળક- “કુમાર ! આપ ઠીક કહો છો. પણ આ બધું તેને જ યોગ્ય છે કે જેણે સામાન્ય કોઈ કન્યાનું રૂપ ચિતર્યું હોય. મેં એમ કર્યું નથી. કારણ કે આ ચિત્ર કોઈ
Page #172
--------------------------------------------------------------------------
________________
૮૯
પુરૂષàષિણી કન્યા જેવું છે તેવું જ મેં ચિતર્યું છે. એ તો આવી રીતે જ ચિતર્યું હોય તો બરોબર બંધબેસ્તુ છે, નહીંતર નહીં. માટે મને જ્ઞાન નથી, મારી ભૂલ થઈ છે, મને ઉચિતાનુચિતનું ભાન નથી કે હજુ અભ્યાસ કાચો છે; એમ માનવાને આપને કંઈ કારણ નથી. અને વળી જો આપની એમજ ઈચ્છા હશે તો પુરૂષના પણ રૂપો ચિત્રિ બતાવીશ. એમાં પણ એક મારું પ્રયોજન સમાયેલું છે. તેમાં વળી બીજા પુરૂષનું ચિત્ર કાઢવાથી શું? આપનું જ રૂપ ચિતરીશ. માત્ર નહીં ચિતરવામાં હાલ કંઈક કારણ છે. અને તે આપને થોડા જ અક્ષરોમાં કહી દઉ છું તે આપ કૃપા કરી સાંભળશો.
વૈતાઢ્ય પર્વત પર રથનૂપુરચક્રવાલ નામે વિદ્યાધરોનું એક શહેર છે. તેમાં સમગ્ર દક્ષિણશ્રેણીનો પાલક ચક્રસેન નામે વિદ્યાધર રાજા છે. તેને પત્રલેખા નામે પત્ની છે. કેટલેક વખતે શુભ સ્વપ્ન સૂચિત સકળ કન્યા રત્નોમાં શિરોરત્નભૂત તિલકમંજરી નામે કન્યા રત્ન તેઓને પ્રાપ્ત થયું. જેના રૂપનો લેશભાગ આપ ચિત્ર દ્વાર જોઈ રહ્યા છો તે જ એ તિલકમંજરી.
જે વખતે તેનો જન્મ થયો તે વખતે ઉત્તરશ્રેણી અને દક્ષિણશ્રેણીના વિદ્યાધરોમાં પુષ્કળ આનંદ ફેલાયો હતો. પાંચાલી (ઢીંગલી)ઓની ક્રીડા, કંદુક (દડા)ની ક્રીડા વગેરે અનેક જાતની બાળરમતો કરતાં કેટલેક વખતે બાળ ભાવ વ્યતીત થયા પછી તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. વિનય, દાક્ષિણ્ય, નમ્રતા વગેરે સ્ત્રીયોગ્ય ગુણો ક્રમે ક્રમે વધતા ગયા. પિતાની પ્રીતિ પણ પુત્રિ પર અનહદ વધતી હતી, તે એટલે સુધી કે પોતાની સમગ્ર સંપત્તિ તેને માટે આપી, અને ઈચ્છા પ્રમાણે વાપરવા અને ફરવાની છુટ આપી.
Page #173
--------------------------------------------------------------------------
________________
૯)
તે કોઈ વખત વિદ્યાધર સુંદરીઓ સાથે વિમાનમાં બેસી આકાશમાર્ગે દક્ષિણ દિશા તરફ મલય પર્વત પર જઈને વિહાર કરતી હતી. કોઈ વખત માનસ સરોવરમાં જઈ સખીઓ સાથે જળક્રીડા કરતી હતી. કોઈ વખત ગંગાના ઉત્પત્તિસ્થાન હિમાલયના શિખરો પર બેસી કિન્નરોનાં મીઠાં ગીતો સાંભળતી હતી.
કોઈ વખત સાગર કથ્થોમાં જઈ સમાન વયની સખીઓ સાથે ઉત્તર કુરૂમાંથી મંગાવેલા કલ્પવૃક્ષોના આસવનો પાન મહોત્સવ કરતી હતી. પોતાને ઘેર રહીને વિવિધ શાસ્ત્રોમાં કુશળ વિદ્યાધર સ્ત્રીયો સાથે શાસ્ત્રવિનોદમાં કાળ વિતાડતી હતી. પરંતુ સ્વપ્નમાં પણ પુરૂષ ઈચ્છતી નહોતી. વડિલોએ ખાસ હુકમ કર્યો, ધર્મશાસ્ત્રજ્ઞોએ સમજાવી, વિદ્યાધર કુમારો એ અનેક રીતે લલચાવી, પ્રિય સખીઓએ વીનવી, કુલવૃદ્ધાઓએ ખોટો કોપ કરીને ધીક્કારી કહાડી, તો પણ કંઈ સમજ પડતી નથી કે શા કારણથી પુરૂષનો સંસર્ગ ઈચ્છતી નથી ! શું પોતાને યોગ્ય વર નહીં જોતી હોય ? પુરૂષને તાબે રહેવાનો ભય હશે? અથવા અભ્યાસકાલે લીધેલ પુરૂષ સંસર્ગ ત્યાગવત મરણ સુધી પાળવા ઈચ્છતી હશે ? કે જન્માતરના કોઈ પુરૂષ તરફ ખાસ પ્રેમને લીધે જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી કુમાર ભાવમાં જ રહેવા ઈચ્છતી હશે ? ગમે તે કારણ હોય પણ હજુ વિવાહ મંગળ સ્વીકારતી જ નથી.
પુત્રીની આ સ્થિતિ જોઈ કોઈ ઉપાય ન સૂજવાથી દેવી પત્રલેખા બહુ ગભરાઈ ગયા. પુત્રીના વરને માટે મંત્રાદિ જાપપૂર્વક પ્રજ્ઞપ્તિ દેવીને વિજ્ઞપ્તિ કરી. ત્યારે ભગવતી વિદ્યાદેવીએ સ્વપ્નામાં જણાવ્યું કે- “વત્સ ! ખેદ ન કર. વિદ્યાધર કુમારોમાંથી વર શોધવાનો પ્રયત્ન પણ ન કર. આનો પતિ સમગ્ર રાજાઓમાં
Page #174
--------------------------------------------------------------------------
________________
• ૯૧
કોઈ શ્રેષ્ઠ ભૂચરરાજકુમાર થશે. આ તારી પુત્રી પદ્મહદમાં રહેનારી લક્ષ્મીદેવીની જન્માન્તરની સખી છે. તારા ઘણા જ ભાગ્યને લીધે તેણે તારે ત્યાં જન્મ લીધો છે. માટે એ તિલકમંજરીનું સન્માન કરવું.
જાગ્યા પછી તરત જ તેણે અંતઃપુરની સ્ત્રીઓને આભૂષણ પહેરાવવામાં ચતુર, મારી મા, તિલકમંજરીની ધાવમાં, ચિત્રલેખાને બોલાવી, અને કહ્યું- “સખી ચિત્રલેખા ! તું ચિત્ર કાઢવામાં બહુ જ પ્રવીણ છો, ને તિલકમંજરી ચિત્રો જોવાની શોખીન છે. તો ચિત્રવિષયક એક પરીક્ષાનું ધોરણ અંગીકાર કરી અંતઃપુરની સકળ સ્ત્રીઓ પાસે સારા સારા ભૂગોચર રાજકુમારોના સરસ સરસ ચિત્રો કઢાવીને એ બાને કુમારીને બતાવ, ને તેઓની દાનશક્તિ, વૈભવ, ગુણ, વગેરે ખુબ વખાણી વખાણીને તેને સંભળાવ. કેમકે દેવશક્તિ અચિત્ય છે, તેથી કદાચ ક્યાંક એનું મન ચોંટે.”
ઠીકએમ કરીશ” એમ કહી ચિત્રકળામાં નિપૂણ અંતઃપુરની ઘણી દાસીઓને તેણે દેશવિદેશ મોકલી દીધી. હું પણ તે વખતે ત્યાં હતો, મને પણ એ જ હુકમ થયો
“બેટા ! ગંધર્વક ! તારે પણ આજ કામ કરવાનું છે. તો પણ કોઈ ખાસ કામને લીધે તેને પોતાના પિતાશ્રીને ત્યાં સુવેલગિરિ તરફ જવાનો રાણીશ્રી તરફથી હુકમ થયો છે. એટલે બીજું કંઈ હું કરી શકતી નથી. પણ રાજકાર્યથી પાછા ફરતાં સુવાલાધિપતિ ‘વિચિત્રવીર્ય નરેન્દ્રને “તે દિવસે સમુદ્રથી વીંટાયેલા રત્નકુટ પર્વત પર આવેલા સ્વયંભૂ દિવ્ય જીનમંદિરમાં આપણે મહોત્સવ પ્રસંગે રાત્રે એકઠા થયા હતા તેમાં વાતચીતના
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રસંગમાં કાંચીપતિ કુસુમ શેખરની પત્નિ ગંધર્વદત્તાનું નામ સાંભળી આપ નામ સામ્યને લીધે સંદેહમાં પડ્યા હતા. પણ એ સંદેહ કરવાનું કંઈ કારણ નથી. કેમકે એ ગંધર્વદત્તા જ આપની પુત્રી છે. આપનો હુકમ થતાંની સાથે જ ત્યાં જઈ મેં બધી તપાસ કરી ખાસ હું તેને મળી છું. તેને આશ્વાસન આપ્યું અને સર્વ કુટુંબીઓના કુશળ સમાચાર કહી તેને ધીરજ આપી. એકાંતમાં પૂછ્યું એટલે વજ્યન્તી નગરના વિનાશ પછીનો બધો પોતાને વૃત્તાન્ત તેણે મને જણાવ્યો છે. માટે હવે આપે સંદેહ કરવાનું કંઈ પણ કારણ નથી.”
આ પ્રકારે સંદેશો આપી રાત ત્યાં રહેજે. પ્રાતઃકાળે ત્યાંથી નીકળી કાંચી તરફ જજે. ત્યાં થોડો વખત ગંધર્વદત્તા પાસે રહી પાછો જલ્દી અહીં આવજે. જેણે હમણાં જ બહુ રૂપિણી વિદ્યા સિદ્ધ કરી છે તે આ ચિત્રમાય વિદ્યાધર તારી સહાયમાં મોકલું છું. રસ્તામાં એ તને પ્રસંગે કામ લાગશે. એક કરતાં બે ભલા” તો હવે આ રીતે મારે રાજકાર્ય કરવાનું હોવાથી આપ મને જવાનો જ હુકમ આપશો. કેમકે મારે જવાની બહુ ઉતાવળ છે. અસ્થિર મને મોટું કામ પણ સારું થતું નથી, તો પછી જેમાં ખાસ ચિત્તની એકાગ્રતાની જરૂર છે, તે ચિત્રકામ કેમ થઈ શકે ? મારે ત્રિકુટાચળ (સુવેલ) પર આવેલા વિચિત્રવીર્ય નગરે અને કાંચી તરફ જવાનું છે. જો વચમાં વિઘ્ન નહીં આવે તો ત્યાંથી પાછો ફરી અવશ્ય એક વખત આપના દર્શન કરીશ. ને એક આખો દિવસ રહીશ. એકાગ્ર ચિત્તથી એવું સુંદર આપનું ચિત્ર ચિતરીશ કે જેને ગારૂડી મંત્ર માફક જોતાની સાથે જ ભતૃદારિકાનો પુરૂષ શ્રેષરૂપ વિષવેગ એકદમ શાંત થઈ જાય.” વળી ગંધર્વક જવાની ઈચ્છાથી બોલ્યો -
Page #176
--------------------------------------------------------------------------
________________
૯૩
કુમાર ! મારે બહુ દૂર જવાનું છે. હવે મને રજા આપો. મારે યોગ્ય કંઈ કામ ફરમાવો. એ તરફના કોઈ સગા-વહાલાંને કુશળ સમાચાર આપવા હોય તો કહો. અથવા કોઈને કાગળપત્ર લખવો હોય તો લખી આપો. તથા આ દેશમાં ન મળી શકે તેવી કોઈ ચીજ લાવવી હોય તો બેલાશક કહો, હું ખુશીથી લેતો આવીશ.”
હરિયાન-ગંધર્વક ! શું કહું ? તે તારા ગુણોથી જ અમને જીતી લીધા છે. જા, એમ કેમ કહી શકું ? શું કરું ? મારા ચિત્તની વૃત્તિ જ એવી છે કે સામાન્ય માણસનો જરા પરિચય થયો એટલે વિયોગ સહન ન કરી શકું; તો પછી તારા જેવા માણસનો વિયોગ કેમ સહન કરી શકું ? કેવી સરસ સુભાષિત ગોષ્ઠી ચાલત હતી ? કેવી વિચિત્ર વિચિત્ર કથાઓ થતી હતી ? ગીત, નૃત્ય, સંગીતાદિક શાસ્ત્રમાં કેવી બુત્પિત્તિ થતી હતી ? મીઠી મશ્કરીનો આનંદ કેવો આવતો હતો ? કેવો આનંદમાં વખત ગાળ્યો ? પ્રયત્ન વિના પ્રાપ્ત થયેલ રૂપરત્નનો સંબંધ કયો બુદ્ધિમાન માણસ ન ઈચ્છે ? તો પણ શું કરી શકું ? તું પરાધીન છે. એક દિવસ પણ તને રોકી શકાય તેમ નથી. ઉઠ, જા રાજકાર્યની સિદ્ધિ માટે પ્રયત્ન કર. ફરીથી તારા દર્શન સિવાય મારે એ તરફનું કંઈ કામ નથી. તે તે જાતે જ કબુલ કર્યું છે. તો તે બાબત હું વિશેષ માગણી કરતો નથી. આ દેશમાં ન મળતી અમુક ચીજ એ દેશમાંથી લાવજો. એમ પણ તને કહેવા માગતો નથી. અમારા જ દેશમાં દુર્લભ હોય તે તો શું ? પણ ત્રિભુવનમાં દુર્લભ એવું આ ચિત્ર તેં મને બતાવ્યું છે. તેથી જ હું કૃતકૃત્ય છું. બીજી કોઈપણ ચીજ જોવાનું હવે મને મન જ નથી. ત્યાંથી પાછા વળીને મારું અમૂક કામ કરજે
Page #177
--------------------------------------------------------------------------
________________
૯૪
એમ પણ અનેક કાર્યમાં વ્યગ્નચિત્તવાળા તને કહેવાની ઈચ્છા થતી નથી. પણ માત્ર આટલું પ્રાર્થનાપૂર્વક કહું છું કે- “પાસે હો કે દૂર હો, સુખમાં હો કે દુઃખમાં હો, પણ અમારી સાથે થયેલ આ ક્ષણમાત્રનો વાતચીતનો પરિચય ભૂલીશ મા.'
એમ કહી તાંબુલ વગેરે આપી કુમારે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.
સમરકેતુએ પોતાના કામનો પત્ર લખીને આપ્યો તે કુમારે ગંધર્વના હાથમાં આપ્યો અને સમરકેતુએ કહ્યા પ્રમાણે કહ્યું:“ગંધર્વક ! સુવેલાચળેથી પાછા ફરી કાંચીમાં કુસુમશેખરની પત્ની ગંધર્વદત્તાને મળવાનું તેં ધાર્યું છે. તો ત્યાં જા ત્યારે તેની પુત્રી મલયસુંદરીને આ કાગળ એકાંતમાં આપજે.’
ગંધર્વક‘“બહુ સારું” એમ કહી કુમારને છેલ્લો પ્રણામ કરી તે જળમંડપમાંથી બહાર નીકળ્યો. બારણામાં ઉભેલા લોકોના આશ્ચર્ય વચ્ચે વસ્ત્ર સંકોચતો પક્ષીની માફક આકાશમાં ઉડી ગયો અને દક્ષિણ દિશા તરફ ચાલ્યો.
થોડીવાર ગંધર્વકની વાતો કરી કુમાર પોતાના આવાસ તરફ ગયો.
Page #178
--------------------------------------------------------------------------
________________
૬. મનોરથ માળા
દિવસના કૃત્યોથી પરવારી એકાન્તમાં વિદ્યાધર રાજપુત્રીનું ચિત્ર જોઈ આખો દિવસ ગાળ્યો. જ્યારે અંધારૂં થવા લાગ્યું ત્યારે ઉઠ્યો ને સાંધ્ય કૃત્યોથી પરવારી રાજગઢમાં આવ્યો. દરવાજે ઉતર્યો કે તુરત સેવકવર્ગ પ્રણામ કર્યા. ત્યાંથી સાયંકાળની સભામાં બેઠેલા પિતાને નમી માતા પાસે ગયો. ત્યાંથી પોતાના મૂકામે પાછો આવ્યો અને દરેક પરિવારને વિસર્જન કર્યો. ત્યાંથી સુવાના ઓરડામાં ગયો. એકબાજુએ પલંગ બિછાવેલો હતો. તેના ઉપર સફેદ ઓચ્છાડ પાથરેલો હતો, તેના પર સુતો. વારાંગનાઓએ પગચંપી શરૂ કરી પણ કુમાર તો વ્યાકુલ ચિત્તથી ગંધર્વક સાથે થયેલી વાતચીતનો જ વિચાર કરતો હતોઃ
“અહા ! ચક્રસેનની પુત્રીનું રૂપ અદ્ભૂત છે. કેવું સુંદર ચિત્ર હતું ! ત્રિભુવનાતિશાયિ છતાં તે વિદ્યાધર બાળક કહેતો હતો કે એ તો લેશ માત્ર જ છે.' જો ખરેખર તેવું જ રૂપ હોય તો જગતમાં વિદ્યાધર જાતિ જ સર્વોત્કૃષ્ટ છે, સંસારે પોતાનું નિઃસારતારૂપ કલંક ધોઈ નાંખ્યું. અગનાના રૂપસંબંધી વિધિનું કલ્પનાબળ છેવટની હદે પહોંચ્યું. રંભા વગેરે અપ્સરાઓનું માન મર્દન થઈ ગયું. રાતના લાવણ્ય ગુણની ગણના આજથી બંધ પડી. ત્રિભુવનને એક અપૂર્વ જોવાનું દૃશ્ય મળ્યું છે. શૃંગારિઓનો પ્રેમસાગર બરોબર ખળભવાના. ભગવાન્ મકરકેતુની (કામદેવની) આજ્ઞા ચારે દિશામાં ફરી વળવાની.
નથી સમજી શકાતું કે- કયા ભાગ્યશાળીના શ૨ી૨ પ૨ એ ચપળાની કટાક્ષ દૃષ્ટિ પડવાની હશે ? કયા પુણ્યવાનના કંઠમાં
Page #179
--------------------------------------------------------------------------
________________
૯૬
માલતીના ફૂલોની ગુંથેલી વરમાળા આરોપાશે? કયો સુકૃતી એમની સંગાથે રાજમાર્ગે ચાલતાં નગરવાસીએ ઉચ્ચારેલ ધન્યવાદ ભરેલા વચનો સાંભળશે ? કયો ત્રિભુવનચ્છાધ્ય તેની સાથે હાથણી પર બેસી નગરવાસીઓ વડે લાવણ્યનું પાન કરતો વિવાહ મંડપમાં પધારશે. કયા કામબંધુના હસ્તમાં કંપતો તેનો જમણો હાથ મૂકાશે.
ખરેખર તે પરિજનવર્ગ ઘણો જ ભાગ્યશાળી માનું છું કે જે ગગનમાં વિમાન દ્વારા વિહાર કરતી તેને જોતો હશે, ને વિદ્યાધર કન્યાને કળાઓ શીખવતી હશે ને તે વખતે તેની છટાથી પરિચિત થતો હશે. ખરેખર તે વિદ્યાધરો અભાગીયા સમજવા કે જેઓ મારી પેઠે તેનું દર્શન પણ નહીં પામતા કામથી પિડિત થઈ અનેક જાતની યાતનાઓ ભોગવતા હશે.
વાહરે ! મારી મૂર્ખતા ? હું કેવો અધીરો છું ? કે પૃથ્વીપતિ રાજકુમારની પ્રાણપ્રિયા થશે' એવી વાત સાંભળી ગાંડો ઘેલો થઈ જાઉં છું. અનેક રાજકુમારો છતાં હું જ તેનો પતિ થઈશ તેમ માની લઉં છું. કોણ છું ? કોણ એ ? ક્યાં આ મારું સાકેતડું (અયોધ્યા) ? ને ક્યાં શ્રીરથનૂપુરચક્રવાલ નગર ? મારે વિવેકી થઈને વસ્તુતત્ત્વનો વિચાર કરવો જોઈએ. પોતાનો મરતબો ન છોડવો જોઈએ. ચંચળ મન પર કાબુ રાખવો જોઈએ. ઈદ્રિયોના વેગને એકદમ સર્વ સત્તા ન આપી દેવી જોઈએ.
વળી એક આ બીજી બલાઓ વળગે છે, કે મદન પરવશ આત્માને શાંતિ આપવા પ્રયત્ન કરું છું છતાં તેણીના રાગી ચરણો તરફ અધ:પતન (પાદ પતન) નો વિચાર આવી જાય
Page #180
--------------------------------------------------------------------------
________________
૯૭
છે, પણ રાગી પ્રાણીના નરકપાતનો વિચાર નથી આવતો. કેળના સ્તંભ જેવા તેના સાથળના ઘેરાવાનો વિચાર થાય છે. પણ શરીરના વિનાશિત્વનો વિચાર થતો જ નથી. હૃદયવાસી તેના પયોધરનું અવધારણ કરે છે, પણ હૃદય, વાસિપુત્રસ્ત્રીઆદિ દુઃખના નિમિત્ર છે એમ અવધારણ થતું નથી. મધ્યસ્થ (મધ્યમાં રહેલ) તેની નાભિની વિચારણા થાય છે પણ મધ્યસ્થ ભાવનાની વિચારણા થતી નથી. તેના અધર પ્રવાલનું ધ્યાન થાય છે. પણ ભોગસુખનું ધ્યાન થતું નથી. તેના ચક્ષુઓના વિસ્તારનો તર્ક થાય છે પણ સંસારના વિસ્તારનો લેશમાત્ર નહીં. તેણીનો ભૂભંગ યાદ આવે છે, પણ નસીબની ઘટનાઓ યાદ આવતી જ નથી.
અરે ! મેં ઘણી સુંદર સુંદર રાજકન્યાઓ જોઈ છે, અનેકના વિલાસોની વાતો સાંભળી છે, પણ કોઈએ મારું મન ખેંચ્યું નથી કે જેવું આણે ખેંચ્યું છે.
હવે શું કરવું ? કયો માર્ગ લેવો ? તેને જોવાથી દિવસે દિવસે વધતી અભિલાષા કઈ રીતે પુરી કરવી ? આ મનનું દુ:ખ કોને કહેવું ? કોની સાથે કર્તવ્યાકર્તવ્યનો વિચાર કરવો? તે દેશમાં જવાના સરળ ઉપાયો કોની બુદ્ધિ બતાવશે ? કોની સહાયથી તેની સાથે સમાગમ થઈ શકશે ?
જો દૈવ અનુકૂળ હોય ને તે વિદ્યાધર બાળક આવે, મારી સાથેનો પરિચય ભૂલી ન જાય, મારા તરફ પક્ષપાત કરે, અને મારી પાસે આવે, પોતાની કબુલાત પાળે, મારી છબી તેની દૃષ્ટિએ લઈ જાય, મારા ખુબ વખાણ કરે, તે પણ તેનું વચન માને, તેનું મન મને જોવા ઉત્કંઠિત થાય, અને તે વિદ્યાધર
બાળકને પોતાની પ્રીતિ જાહેર કરવા મોકલે તો બેડો પાર !!''
Page #181
--------------------------------------------------------------------------
________________
૯૮
એવા એવા અનેક મનોરથો કરતાં પથારીમાં આળોટી આળોટી રાત ગાળી. પહેલી રાત્રે પણ તેને ઉંઘ ન આવી. અરધી રાત્રે દેવપૂજા કરવા નોકરોને સામગ્રી તૈયાર કરવા હુકમ આવ્યો. પ્હો ફાટ્યો એટલે આવશ્યક કૃત્યથી પરવારી થોડાક માણસો સાથે તે જ બગીચામાં ફરવા ચાલ્યો ગયો.
Page #182
--------------------------------------------------------------------------
________________
૭. ઉત્કંઠિત હૃદયના ચાળા
ત્યાં કામદેવના મંદિર પાસેની વાવને કાંઠે બેઠો. કમળના ક્યારામાંથી પરાગ લઈ ઠંડો વાયુ ચાલ્યો આવતો હતો. હાથમાં તે ચિત્રનું પાટીયું લઈ કુશળ ચિત્રકારો સાથે, વાત સાંભળી ચિત્ર જોવાની લાલસાથી આવેલા નગરવાસીઓ સાથે ચિત્રની સુંદરતાનો વિચાર કરતાં બપોર થઈ ગઈ ત્યારે માન્ય પુરૂષોના કહેવાથી ઉઠ્યો અને આમ-તેમ ટહેલવા લાગ્યો. પછી સરળ પગથીએથી ઉતરી સ્નાન કર્યું. ગોરે લાવી રાખેલ પૂજા સામગ્રીથી સરયૂને કિનારે જ દેવાર્ચન કર્યું. થોડીવાર એકાંતમાં બેઠો તેવામાં રસોડાના અધિકારીએ આવી જમવા પધારવા વિજ્ઞપ્તિ કરી રસવતી મંડપમાં જઈ મિત્ર રાજકુમારો સાથે ભોજન લીધું. ચળુ કરી બીડી પીધી. (આવ્રતધૂપ ધૂમ વર્તિ:) તામ્બુલ ગ્રાહિણીએ પાન બીડું તૈયાર કરી આપ્યું. તે લીધું ને સૌ મિત્રોને પણ પાન આપવામાં આવ્યું. વાર્તા વિનોદમાં ત્યાં જ થોડો વખત નીકળી ગયો.
દિવસ નમ્યો એટલે વળી તિલકમંજરી યાદ આવી એટલે ગંધર્વકની આવવાની આશાએ ક્રીડાપર્વતના શિખર પર ચડી તેના માર્ગ તરફ ધારીધારીને જોવા લાગ્યો. એક નોકરના ખભા પર અંગ ટેકવીને ઉભો રહ્યો. છત્રધારે છત્ર પકડી રાખી મુખ પ૨ આવતા આતાપનું નિવારણ કર્યું. અવસર મળ્યો જાણી બગીચાના રખેવાળો આવી નમ્રતાપૂર્વક ખુશામત કરતાં કહેવા લાગ્યા કે—“બાપૂ ? જુઓ, આ લતામંડપ, આ ઝાડોનું ભુંડ, આ પાણીની નીકો, આ નદીઓ પર પૂલ બાંધ્યા તે તો જુઓ. આ ફૂવારાઓ નવી ફેશનના બનાવ્યા છે, ને પહેલા કરતાં બહુ જ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૦)
સફાઈદાર રીતે ગોઠવ્યા છે.” એવી વાતો સાંભળતો દક્ષિણ દિશા તરફ ત્યાં સુધી ઉભો રહ્યો કે જ્યાં સુધી સૂર્ય અસ્ત થવાની તૈયારી કરવા લાગ્યો. સ્ટેજ પ્રકાશ હતો, ને દિશાઓ શ્યામ થવા લાગી કે ગંધર્વકની આશા છોડી વીલે મોઢે પર્વત પરથી નીચે ઉતર્યો.
મૂકામે ગયો. પલંગ પર બેસી “ગંધર્વક કેમ નહીં આવ્યો હોય ? શું કારણ હશે? શું નડતર નડ્યું હશે ?” એ વિચારમાંને વિચારમાં મુશ્કેલીથી આવેલ નિદ્રાધીન થઈ ગયો.
બીજે દિવસે પણ એવી જ રીતે બગીચામાં ગયો. તે જ રીતે ત્યાં બધું કામકાજ કર્યું. તે જ રીતે ગંધર્વકની વાટ જોઈ દિવસ ગાળ્યો. જ્યારે ગંધર્વક ન આવ્યો અને દિવસો પર દિવસો જવા લાગ્યા એટલે ચક્રસેન દુહિતાને સંભાળી સંભાળી જાણે બીજો ઉનાળો હોયની તેમ ઉના નિશ્વાસ મૂકવા લાગ્યો. (અર્થાત્ વસંતઋતુ ઉતરી ગ્રીષ્મઋતુ (ઉન્ડાળો) બેઠો તેના હૃદયમાં વિરહ વેદના થવા લાગી.
છેવટે સકામ અને ચિત્રાનુસારે તિલકમંજરીના લાવણ્યની કલ્પના કરવા લાગ્યો. દિવસે દિવસે વધતા યૌવનની મનોહરતા વારંવાર વિચરતો હતો. યૌવન પ્રમાણે સ્તનોના ઘેરાવાની કલ્પનાપૂર્વક તેનું રૂપ અનંગવેદના શાંત કરવા હૃદયમાં ઘુંટતો હતો. કોઈ ચતુર ચિત્રકારે તેની અનેક ભાવવાહિ છબીઓ ભીંતો પર જાણે ચિતરી હોય તેમ રાત-દિવસ ચારે તરફ જોતો હતો.
આવા મન કલ્પિત ચિત્રો જોઈ જોઈ કામના બાણોથી ને ઉનાળાથી કંટાળેલા કુમારને શાંતિ આપવા વર્ષાઋતુ આવી, ચારે તરફ વરસાદ વરસવા લાગ્યો, હંમેશના જાગરણથી જડકીકી
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૦૧ વાળી તેના ચક્ષુઓને ઠંડક આપવા ચારે તરફ જમીન હરિયાળી કરી દીધી. પ્રથમ વરસાદથી ઠંડા બનેલ કદમ્બ વાયુઓ કુમારને શાંતિ આપવા લાગ્યા. તિલકમંજરીને તેના મનનો રણરણાટ કહેવા રાજહંસો ઉત્તર દિશા તરફ ઉડી ગયા. તેની વિરહવેદના શાંત કરવા અશક્ત નિવડેલા કમલીનીનાવનો પાણીથી ભરપૂર વિલાસની નદીઓમાં શરમથી ડુબી ગયા. તેની પીડા જોઈ વનના ઝાડો પલ્લવરૂપી ચક્ષુઓ દ્વારા ટીપાંના બાનાથી અશ્રુ સારવા લાગ્યા. સ્વભાવથી આકરા પોતાના કિરણોને ઠંડા કરવા સૂર્ય પાણીથી ભરપુર વાદળાંઓના ઉદરમાં પડ્યો રહ્યો. વારંવાર બાણમારી અકળાવતા કામદેવને શાંત પાડવા કેતકીના વનોએ ફૂલનાં ગુચ્છાઓના પુડીયાઓ ધર્યા.
તેને વિનોદ આપવા આખો દિવસ કેકારવ કરી મયૂરો કળા ચઢાવી નાચવા લાગ્યા. આ રીતે ગ્રીષ્મ કરતા પણ અત્યન્ત દુઃસહ વર્ષાઋતુના દિવસો તેણે ગાળ્યા.
એમ કરતાં શરદઋતુની શરૂઆત થઈ ગઈ. છતાં ગંધર્વક આવવાની આશા જણાઈ નહીં, અને તિલકમંજરીના નિરંતર સ્મરણથી વિહ્વળ થઈ ગયેલો રાજકુમાર ઘરમાં રહેવાથી કંટાળી ગયો. છેવટે મંત્રીઓ દ્વારા પિતા પાસે પોતાના દેશમાં ફરવા જવા રજા મંગાવી.
આજ્ઞા મળી કે તુરત તૈયારી કરી સમરકેતુ વિગેરે રાજકુમારો સાથે શુભ દિવસે પ્રયાણ કર્યું.
તેને દેશમાં ફરતાં “આ ઉદ્ધત રાજાઓને કેદ કરવાનો મન્દરક પહાડ, પેલી સરાવતી નદી, પેલું દિગ્યાત્રા વખતે ખુદ મહારાજાએ ખોદાવેલું તળાવ, પેલું સુરાનંદ મંત્રીએ બનાવડાવેલું
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ધર્મારણ્ય, અહીંથી પર્વત માર્ગે હુણપતિને નીતિવર્મા સેનાપતિએ પ્રેતનગર તરફ હાંકી કાઢ્યો. આ તરફનો દેશ સમરકેતુને વર્ષાસનમાં આપેલો છે. તે, અને પેલો દેશ કમળગુપ્ત સેનાપતિનો છે. આ રીતે જોવાલાયક સ્થળોનું નિરીક્ષણ કરતાં કરતાં કામરૂપ (બ્રહ્મદેશ) દેશમાં જઈ પહોંચ્યા.
Page #186
--------------------------------------------------------------------------
________________
પંચમ પરિચ્છેદ ૧. કુમારનું હરણ
ત્યાંના મિત્ર રાજાએ આગ્રહ કરી કુમારને રોક્યો, એટલે ત્યાં પડાવ નાંખ્યો. આજુબાજુના રાજાઓને ખબર મળી એટલે ભેટણાં લઈ મળવા આવ્યા. તેઓ સાથે કોઈ કોઈવાર લોહિત્યનદ (બ્રહ્મપુત્રા) ને કિનારે કિનારે વનમાં ફરવા જતો હતો. ફરતાં ફરતાં હજારો શિકારી પશુઓ જોતો હતો. શિકારની ટેવવાળા રાજકુમારોના આગ્રહથી જ શિકાર તરફ મન વાળતો, પણ ક્રોધથી નહીં, કેમકે શસ્ત્રના જપાટામાં આવે ત્યારે તેઓને કરુણાથી છોડી દેતો હતો. તેનો મુખ્ય વિનોદ તો ઘણે ભાગે વીણા વગાડવાનો હતો.
એક દિવસે સવારમાં નદી કિનારે એક શિલા પર બેઠો હતો. ખોળામાં પ્રિયા માફક વીણા રાખીને તેના ઉપર કોમળ રીતે હસ્તાંગુલીનો સ્પર્શ કરતો હતો. ‘પેલા વનમાં રીંછોનું ટોળું ગયું, આ નદીની પાટમાં જંગલી પાડાઓ પડ્યા છે. પેલી ગુફામાં ભુંડો ભરાયા છે, ‘એવી એવી વાતો આવી આવીને નોકરો કહેતા, ને તે ધ્યાન દઈને સાંભળતો હતો. તેવામાં પુષ્કર માવતે આવી ખબર આપી કે—કુમાર ! એ ગીત ગોષ્ઠી મુકો, જલ્દી ઉઠો. આજ પાછલી રાતે વૈરિયમદંડ હાથી બીજા હાથીના મદનો ગંધ સુંઘી મદોન્મત્ત થઈ ગયો, ને બન્ધન તોડાવી નાશી
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૦૪ જઈ ગહન જંગલમાં પેશી ગયો, સવારમાં તપાસ કરતાં તેનો પત્તો લાગ્યો. છાવણીમાં લાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ પાછો વળતો નથી, માટે બહુ દૂર ન જાય, ભયંકર અટવીમાં પેસી ન જાય, જંગલી હાથીઓના ટોળામાં ભળી ન જાય, ત્યાં સુધી તેને પકડાવવા કોઈને હુકમ કરો.”
હરિવાહન- “બીજાને હુકમ કરવાની જરૂર નથી, હું જ પાછો વાળીશ.” એમ કહી આસનેથી ઉઠ્યો.
સૈન્યમાં કમલગુપ્તને રાખી, સમરકેતુને સાથે લઈ કેટલાક માવતો સાથે તે જગ્યાએ કુમાર આવ્યો. ત્યાં ભિન્ન ભિન્ન યુક્તિયો અજમાવતા તેણે માવતોને જોયા. તેવો વિચિત્ર હાથી જોઈ કુમાર બહુ આશ્ચર્ય પામ્યો, ને છેવટે તેને પકડવા ઘોડેથી
વા.
ઉતર્યો.
પાસે આવી બીતા બીતા એક નોકરે વીણા આપી. બીજા રાજકુમારો કહેવા લાગ્યા કે
કુમાર ! હાથી ભયંકર છે, સામાન્ય બાબતમાં જોખમમાં ઉતરવું સારું નથી. બીજા પાસે હાથી પકડાવીશું.”
પણ કોઈની દરકાર કર્યા વિના સમરકેતુની સાથે ચાલ્યો. હાથીની નજર ચુકાવી વેલાઓની એક ઘટામાં પેસી ગયો. હાથમાં વીણા લઈ ધીમે ધીમે તેના સુર મેળવી, વગાડવી શરૂ કરી. વીણાના સૂરો પ્રસર્યા, ચારે તરફ જંગલ શાંત બન્યું. હાથીના કાનમાં સૂરો ગયા ને તે સ્તબ્ધ થઈ ગયો. જાણે થાકી ગયો હોય, સુઈ ગયો હોય કે ખીલી લીધેલો હોય તેમ શૂન્ય ચૈતન્યવાળો થઈ ગયો.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૦૫
જ્યારે તેના ગાત્રો ઢીલાં થઈ ગયાં, અને સૂંઢ ઢીલી કરી આનંદના આંસુ સારવા લાગ્યો ત્યારે ભેટ બાંધી કુમાર સપાટાબંધ તેની પાસે જઈ પહોંચ્યો, અને દંતશૂળ પર પગ મુકી ઉપર ચડી ગયો. ચડ્યો કે તરત જ તે હાથી ગીતનો આનંદ છોડી નાઠો. ‘અંકુશ લાવો, અંકુશ.' એવી કુમારની બુમ સાંભળી હાથમાં ચાબુક લઈ કેટલાક માણસો પાછળ દોડ્યા. ‘આ જાય, અહીંથી નાઠો, અહીંથી નાઠો,' એમ લોકો બુમ પાડતા જ રહ્યા ને હાથી એકદમ અદૃશ્ય થઈ ગયો.
‘“ચાલો, ચાલો,'' એમ બુમ પાડતા કેટલાક ઘોડેસવારો પાછળ પડ્યા, કેટલાક હાથમાં મોટા મોટા દોરડા લઈ પાછળ દોડ્યા, કેટલાક મોટી મોટી લાકડીઓ લઈને પાછળ દોડ્યા. સમરકેતુએ પણ ખાડા ટેકરા જોયા વિના ઘોડો પાછળ મારી મુક્યો. ‘‘હાથીના મદમાં લુબ્ધ ભમરાઓ આ જાય, જુઓ ઘંટા સંભળાય છે, આ નદી કાંઠે કાદવમાં પગલાં પડ્યાં છે,' આવી રીતે આગળ ચાલતા સૈનિકોની બુમથી પાછળ પાછળ દોડ્યા ગયા, એમ આખો દિવસ જંગલમાં વિતાવ્યો.
સાંજ પડવા આવી, એટલે એક નદી કિનારે રાજકુમારો સાથે વાસ કર્યો. જ્યારે રાજપુત્ર મળવાની આશા ઓછી જણાઈ ત્યારે બહુ આગ્રહ કર્યો છતાં સમરકેતુએ જરા પણ ખાધું નહીં. ગાઢ ચિંતામાં પડી ગયો, અને સમાધિસ્થ પ્રમાણે મૌન બેસી રહ્યો. સુવાવેળા થઈ એટલે ઝાડ નીચે ઘોડાની પીઠ ઉપરનું ચાંબડું પાથરી બેઠો, ને કુમાર સંબંધી ચિંતા કરતાં કરતાં આખી રાત ગાળી.
સવાર પડી અને કુચ કરવાની તૈયાર કરી પણ ખબર
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦૬
મળી કે “આગળ ઉપર ઘોડાઓ ચાલી શકે તેમ નથી.” એટલે ત્યાંને ત્યાં પડાવ નાંખી કેટલાક પગપાળાઓને શોધવા જવા હુકમ આપી દીધો. રસ્તામાં ઝાડ નીચે કેટલાક ભૂખ્યા તરસ્યા પોતાના માણસો સાથે બેસી રસ્તે ચાલતા મુસાફરોને મિત્રના સમાચાર પૂછતો, એમ ને એમ આખો દિવસ પુરો થયો, સાંજ પડી એટલે ખિન્ન ચહેરે મુકામે આવી આખી રાત ચિંતામાં ને ચિંતામાં ગાળી. સવારે ઉઠી ફરીથી તે જ ઝાડ નીચે જઈ શોધવા ગયેલા માણસોની રાહ જોતો બેઠો.
સાંજ પડવા આવી તેવામાં વિલે મોઢે પાછા આવતા તેઓને દૂરથી જોયા. એકબીજાની પાછળ પાછળ ભરાતા નજીક આવ્યા, પ્રણામ કર્યો નહીં કે તુરત પુછ્યું
“ભાઈઓ ! કેમ ગભરાઓ છો ? ખુશીથી નજીક આવો. તમારી આંખમાંના આંસુએ જ મને કહી દીધું છે કે, તમે તે હાથીને જોઈ શક્યા નથી. તો પણ એટલું તો પૂછ્યા વિના રહેવાતું નથી કે-“એ દુષ્ટ પ્રાણીનો માર્ગ જોયો ?”
તેઓ ગદ્ગદ થઈ બોલ્યા
યુવરાજ ! ગમન માર્ગ જ જોયો એમ નથી, પણ અમે પાપીઓએ તે દુષ્ટ હાથીને પણ જોયો. પાછો વાળવાની આશાએ તેની પાછળ દોડ્યા. પણ જેને શોધવા ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા કષ્ટ સહન કર્યું. ‘લાવીને આપને સોંપીશું એવી આશા જેના માટે અમે ધારી હતી તે કુમાર જ અમે ન જોયા.” એમ કહી તેઓ રોવા લાગ્યા.
સમરકેતુ-“ભાઈઓ ! તમે શું કહેશો? સાંભળવાનું સાંભળી લીધું. બસ કરો. હું એક શબ્દ પણ સાંભળી શકતો નથી.”
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૦૭
એમ કહી છેડાથી મોઢું ઢાંકી ઉંચે સ્વરે રોવા લાગ્યો“હા ! સર્વ ગુણનિધિ ! હા ! પંડિત માન્ય ! હા ! જાબંધુ! હા ! સમસ્ત કળાકુશળ ! હા ! ઈક્ષ્વાકુ કુવર ! ઈંદ્ર સમાન ! બંધુ! હિરવાહન ! હું તને ક્યાં જોવાનો ?' એમ વિલાપ કરતો પાસે બેઠેલ કોઈ યોદ્ધાના ખોળામાં પડી ગયો. અને આ ક્ષણે બધાઓ એકી અવાજે રોઈ પડ્યાં. થોડી વાર પછી સમજાવીને સમરકેતુને છાવણી તરફ લઈ ચાલ્યા. અનુચરોએ બે હાથ પકડ્યા હતા, આંખમાં આંસુ ભરાયા હતા, રસ્તો જોઈ શકતો નહોતો, એમને એમ મહામૂશ્કેલીએ મૂકામે આવી પથારી પર પડ્યો. થોડીવાર બેસે, ઉઠે, સૂવે, ફરી ઉઠે, ક્રોધમાં આવી જઈ ઠપકો દેવા લાગે કે–
...
“ભાઈ ! તારા જન્મ સમયે સારા ગ્રહોની દૃષ્ટિનું પડવું નકામું થયું ! નિમિત્તિયાઓના શબ્દો જૂઠા પડ્યા ! ચક્રવર્તી યોગ્ય લક્ષણોનો પ્રભાવ નાશ પામ્યો ! રાજલક્ષ્મીનું બોલવું હવામાં ઉડી ગયું ! કરમ ફૂટ્યા મારા કમનસીબે જ તું આ હાથી જેવા કીડાથી કષ્ટ પામ્યો !''
આમને આમ વિલાપ કરતા રાત્રી પૂરી થઈ. અને તેજ ક્ષણે મરણનો નિશ્ચય કર્યો.
Page #191
--------------------------------------------------------------------------
________________
૨. દુઃખીને દિલાસો
પ્રાતઃકાળના સૂર્યથી પ્રકાશિત જગત્ ચિતા સમાન સળગતું જોઈ ફરીથી શોકમાં ગરકાવ થઈ, ખિન્ન થયેલા રાજાઓને બોલાવ્યા. તેઓ આખી રાત જાગ્યા હતા અને રોઈ રોઈ તેઓની આંખો લાલ થઈ ગઈ હતી. તેઓ આવીને નીચું જોઈ બેઠા. તેઓની સામે ક્ષણવાર જોઈ હાથ જોડી કુમારબોલ્યો–
“અરે ! રાજા રાણાઓ ! કેમ આમ દિલગીર થાઓ છો ? તમે તમારાં કામ કેમ કરતા નથી ? કુમા૨ માટે જે કરવાનું હતું તે તમે કરી ચુક્યા છો. પાછળ જઈને આખો દિવસ ગાળ્યો છે. તે તે જંગલમાં પગીયો સાથે શોધ પણ કરી છે. મળવાની આશાએ ત્રણ દિવસ સુધી ભૂખને તરસ વેઠી છે. હવે તમે શું કરો ? તમારો ગર્વ આજથી અસ્ત પામ્યો છે. બળવાન વિધિ આગળ કોનું ચાલે તેમ છે ? કુમાર આપણાથી દૂર ગયો.હવે એની ચિંતા કરવાની છોડી દ્યો. હવે જે કરવાનું હોય તે કરો.
આજ તમે બધા કમલગુપ્ત સાથે અયોધ્યા તરફ જાઓ. કુમારે મેળવેલ ધન લઈ જઈ કોશલાધિપતિને સોંપો. અને અનન્યચિત્તથી તેમની જ સેવા ઉઠાવો.
મારી આશા હવે સર્વથા છોડો. કેમકે જ્યારે હું આવ્યો ત્યારથી જ મહારાજાએ મને કુમારનો સેવક બનાવ્યો છે. તો તેના વિના ક્ષણવાર પણ હું રહી શકું તેમ નથી. તમે આગ્રહ કરશો તો પણ અહીંથી એક પગલું પાછો આવવાનો નથી. માટે મને હવે પ્રાણ ત્યાગ કરવાની અનુમતિ આપો કે હું કુમારના
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૦૯
છેલ્લા સમાચાર સાંભળવા આ જગત પર ન રહું. મને મળવાની ઈચ્છાવાળો મારી વાટ જોઈ ન રહે ત્યાં સુધીમાં હું તેને જન્માન્તરમાં મળી જાઉં. માટે મને અનુમતિ આપો.''
એટલું કહી ચિતામાં બળી મરવા નદીના કિનારા તરફ ચાલ્યો ગયો. આક્રંદ કરતા લોકો પાછળ પાછળ જવા લાગ્યા.
એવામાં હર્ષ નામનો દ્વારપાળ આવ્યો અને બોલ્યો
‘કુમાર ! જરા સામે તો જુઓ, મહેરબાની કરો. કમલગુપ્ત પાસેથી આવેલો અપરિતોષ નામનો હલકારો કુમારના કુશળ સમાચાર જણાવવા ઈચ્છે છે.’’
આ શબ્દો સાંભળતાં જાણે કાનમાં અમૃત વર્ષાં હોયની, અંધકારમય પાતાળના કાદવમાંથી જાણે બહાર કાઢ્યો હોયની, આશીવીષ સર્પના વિષની મૂર્ચ્છમાંથી જાણે બચ્યો હોયની, તેમ અત્યંત આનંદમાં આવી ગયો અને તે પુરૂષને પાસે બોલાવી સન્માનપૂર્વક કહ્યું:
“ભદ્રમુખ ! પરમ મિત્ર કમલગુપ્ત કુશળ છે ને ?”’ ‘આપનું આરોગ્ય જોઈને કુશળ છે.” એમ કહી પરિતોષ સેવક માફક નમી પડ્યો. અને ખેસને છેડેથી એક પત્ર છોડી તેના હાથમાં આપ્યો.
સમરકેતુએ તે લીધો, થોડીવાર તેની સામે જોઈ રહ્યો. પછી પત્ર ખોલી સર્વના સાંભળતાં વાંચી સંભળાવ્યો.
વાંચી રહ્યા પછી માથે ચઢાવી, બીડી લઈ શય્યાપાલકના હાથમાં આપ્યો, ને હર્ષથી બોલ્યો
Page #193
--------------------------------------------------------------------------
________________
“પરિતોષ ! આ કાગળ કમલગુપ્તને ક્યારે અને ક્યાંથી મળ્યો ?”
પરિતોષ-“વિનવું છું, યુવરાજ ! સાંભળો, પરમ દિવસે ‘કુમારનો પત્તો નથી” એવી વાત સાંભળી આખું સૈન્ય શોકાતુર થઈ ગયું. સેનાપતિ પણ એકદમ ઝંખવાણા પડી ગયા. પોતાના તંબુના આંગણામાં નીચું મુખ રાખી બેઠા હતા અને કુમારને મેળવવા અનેક યુક્તિઓનો વિચાર કરતા હતા. આંખમાં આંસુ ભરાયા હતા. જરા નજર આગળ પડી એટલે એક કાગળ હાથમાં આવ્યો, તે ખોલ્યો, કુમારના હસ્તાક્ષર જોઈ માથે ચડાવ્યો, પછી હર્ષભેર દરેકના સાંભળતાં વાંચી સંભળાવ્યો.
“સ્વસ્તિ, અટવીમાંથી લીવ કુમાર હરિવહન. લોહિત્ય નદીના કિનારા પર રહેલા પરમ મિત્ર સમરકેતુ, કમલગુપ્ત વગેરે રાજા મહારાજાઓને સાદર જણાવું છું કે-હું કુશળ છું. તમારે સૈન્યનો પડાવ ત્યાંજ કેટલાક દિવસ સુધી રખવો. માતાપિતાને મારા અપહારના સમાચાર ન પહોંચે, તેને માટે ખાસ કાળજી રાખવી.''
કાગળ સંકેલતા ચારે તરફ જોઈ પૂછ્યું “ભાઈઓ ! કુમારશ્રીનો આ પત્ર કોણ લાવ્યું ?'
કોઈપણ હલકારે એમ ન કહ્યું કે “મેં આપ્યો છે. ત્યારે વિસ્મય પામી પાસેના મુસદીઓ સાથે કંઈક વિચાર કરી કુમાર ઉપર એક પત્ર લખી કાઢ્યો. મણિમય ટેબલ પર મૂક્યો. જરા બહાર નીકળી બે હાથ જોડી આદરપૂર્વક નીચે પ્રમાણે કહ્યું
હે ! મનુષ્યલોકમાં વિહાર કરનારા દેવો ! પરિવાર સહિત મારી આ પ્રાર્થના મહેરબાની કરીને સાંભળશો. ભરતવંશના
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૧૧
પક્ષપાત જે કોઈ દેવ, દૈત્ય, કે વિદ્યાધરે કુમારનો પત્ર લાવી આપી અમારા ઉપર ઉપકાર કર્યો છે, તે ફરીને એકવાર અમારા ઉપર દયા લાવી પ્રગટ થઈ જણાવો કે કાગળમાં લખેલ તે કઈ અટવી ? અટવીના કયા ભાગમાં કુમાર રહે છે ? કયે રસ્તે ત્યાં જઈ શકાય ? એ અમારી જીજ્ઞાસાઓ પુરી પાડો, અને આ કાગળમાં તેઓશ્રીના ચરણકમળમાં હજુર પહોંચાડી આપો.''
એ પ્રકારે બે વાર ઉચ્ચાર કર્યો. ત્રીજી વાર ઉચ્ચાર કરતાંની સાથે જ પાસેના ઝાડ પરથી એક સુંદર પોપટ ઉડી આવ્યો. નીચે ઉતરી સર્વના દેખતા ચાંચમાં કાગળ લઈ આકાશમાં ઉત્તર દિશા તરફ ઉડી ગયો.
“અરે આ પોપટ કોણ ? કેમ આવ્યો ? કેમ કાગળ લઈ ગયો ? ઉત્તર દિશા તરફ કેમ ઉડ્યો ? આ તે પોપટ હશે? કે કોઈ દેવ હશે ?'’
આ રીતે અમે દરેક વિસ્મય પામ્યા, તરત જ સેનાપતિએ મારી સામે જોયું ને કહ્યું
“પરિતોષ ! વેલો થા. જલ્દી જા, જ્યાં કુમાર સમરકેતુ છે ત્યાં. વિસામો લીધા વિના જેમ બને તેમ જલ્દી જઈ શોક નિવારક આ પત્ર તેમને આપી આવ, અને આ આશ્ચર્યકારી પોપટનો બનાવ કહેજે. અત્યન્ત ભક્તિ, બહુમાન અને પ્રેમને લીધે કોણ જાણે શુંયે કરી નાંખશે. જા, ભાઈ, ઝટ જા.''
એમ કહી પોતાને હાથે મને આ પત્ર આપ્યો. હું પણ હર્ષમાંને હર્ષમાં રસ્તો કાપી આપના ચરણકમળમાં હાજર થયો છું.’ એમ કહી તે ચુપ રહ્યો.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સમરકેતુ ઘણો જ ખુશી થયો. તેને નવાં વસ્ત્રો અને પોતાના શરીર ઉપરના બધા ઘરેણાં ઈનામમાં આપી દીધા, ને કહ્યું
“પરિતોષ ! સુખેથી મૂકામે જા. આખી રાત ચલાવાથી તને બહુ તસ્દી આપી છે” એમ કહી તેને વિદાય કર્યો.
Page #196
--------------------------------------------------------------------------
________________
૩. મિત્રની શોધમાં
સ્નાન, પૂજા વગેરેથી પરવારી દરેકની સાથે ભોજન લીધું. પછી થોડીવાર સુતો, ને ત્રણ ત્રણ દિવસના ઉજાગરાથી થયેલ સુતિ દૂર કરી. જરા જાગી શય્યાપાળક પાસે પેલો કુમારનો કાગળ માગ્યો. તરત જ તેણે પત્ર આપ્યો. હાથમાં લઈ પ્રેમથી ફરી ફરી વાંચવા લાગ્યો ને વિચાર્યું કે-“આ કાગળ કુમારે પોતાને જ હાથે લખ્યો છે. શાહીને બદલે પહાડી ધાતુના રસથી લખ્યો છે. ને ઉપર સ્વર્ણરેતીની રજ નાખી છે. તાડપત્ર પણ તાજું જ છે. આ ઉપરથી માનવાને કારણ મળે છે કે કોઈ દિવ્ય સ્થળેથી પત્ર લખ્યો જણાય છે.
પણ ચોક્કસ ઠેકાણું કેમ નહીં જણાવ્યું હોય ? એમ તો નહીં ધાર્યું હોય કે –“સમરકેતુને મારા પર પ્રેમ છે, વખતે મને ગોતવા નીકળી પડે, ને અનેક જાતના કષ્ટ સહન કરે.” કેવો ભોળો છે ? મારું અંતઃકરણ કેવું છે, તે એ જાણે છે કેમારા વિના એક ક્ષણવાર પણ રહી શકે તેમ નથી. મારું ઠેકાણું નહી મળે તો આખી પૃથ્વીમાં ફરી વળશે.” ઠીક, હવે વધારે વિચાર કરવાની જરૂર જ નથી. મને હુકમ કર્યો છે છતાં હું અહીં સૈન્યનું રક્ષણ કરવા રહેવાનો જ નથી. વળી કુમારની સાથે નીકળ્યો છું, તેથી કુમાર વિના અયોધ્યામાં જઈને વિહ્વળ થયેલા મહારાજને મુખ પણ બતાવવું નથી, ને તેમને આશ્વાસન પણ આપવું નથી. અહીં નકામું કેમ બેસી રહેવું છે. હાથી ગયો તે રસ્તે વૈતાઢ્ય તરફ જાઉં, ને તેની નજીકના ગામો, વનો, જંગલો, શરેહો, નદીઓ, પર્વતો, આશ્રમો ને બીજા પણ રમ્ય સ્થળોમાં મિત્રની તપાસ કરું. સતત મહેનત કરવાથી ક્યાંકથી
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૧૪ પત્તો લાગશે. દિગન્તવ્યાપિ તેના ગુણો જ તે ગુપ્ત હશે તો પણ તેને ગોતી આપશે.
પણ જવું કઈ રીતે ? પહાડી રસ્તે સૈન્ય સાથે લઈ જવું ઉચિત નથી. કેટલાક મૂખ્ય મૂખ્ય માણસોને સાથે લઈ જવાનું રાખું, તો પણ અડચણ છે. કેમકે દરેકની સ્વામીભક્તિ સમાન છે. દરેક આવવા તૈયાર થશે. વળી સમજાવી દિલાસો આપવો પડશે. માટે એ જ વાત ઠીક છે કે એકલા જ ચાલ્યા જવું.” એમ સંકલ્પ કરી પથારીમાંથી ઉભો થયો ને આજને આજ જવું એમ નિશ્ચય કર્યો.
સૂર્ય અસ્તાચળ તરફ ગયો. સૂર્યના કિરણોએ જમીન પરથી પગ સંકોચી ઝાડ પર મુક્યાં. પક્ષીયો માળામાં પેઠા. રાત્રીનો આરંભ થઈ ગયો. દિશાઓ હાથમાં આકાશરૂપી મરક્તના થાળમાં તારારૂપી દહીં અને અંધકારરૂપી ધો લઈ એકઠી થઈ ગઈ. સપ્તઋષિએ આકાશમાં રવયય કર્યો.
ક્રમે કરી ચંદ્ર આકાશ મંડળમાં જણાયો. કુમારને શોધવાથી થાકી ગયેલા સૈન્યના માણસો પથારીમાં પડ્યા હતા. ગલીયામાં સૈનિકોનો પ્રચાર બંધ પડ્યો છે. મળવા આવેલા માણસોને વેલા વેલા વિદાય કરી દીધા છે. પાસેના નોકરોને બીજા કામમાં રોકી દીધા. પોતાની બુદ્ધિથી શુભ મુહૂર્ત જોઈ ઉભો થઈ ગયો. તે વખતે તેણે એક ધોળું વસ્ત્ર પહેર્યું હતું, અને એક ઓઢ્યું હતું. માલતીના ફૂલના ગુચ્છાની કલગી રાખી હતી. કપાળે ચંદનનું તિલક કર્યું હતું. જમણા હાથમાં તલવાર પકડી લીધી. બધે
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૧૫
સુમસામ જણાયું એટલે બહાર નીકળી કુમારને શોધવાની પ્રતિજ્ઞા કરી ઉત્તર દિશા તરફ ચાલ્યો.
આખી રાત આડે રસ્તે ચાલ્યા કર્યું. પ્રાત:કાળ થયો. છેવટે મધ્યાહ્ન થયો એટલે એક ટેકરા પર ઘટાદાર ઝાડના છાંયડા તળે વિસામો લીધો. થાક ઓછો થયો એટલે ઉઠ્યો. પાસેની નદીમાં સ્નાન કરી લીધું. થોડાંક ફળો લાવી ક્ષુધા શાંત કરી લીધી. છેવટે સાંજ થઈ એટલે કોઈ ગુફામાં પેશીને સુતો.
સવારમાં વહેલો ઉઠી ફરી ચાલવા લાગ્યો, ને એક મહાજંગલમાંથી રસ્તો કાપતાં સાંજે ફરવા આવેલો કામરૂપ દેશના રાજાનો નાનો ભાઈ મિત્રધર મળ્યો.
“અરે ! આ કોણ ?' પ્રણામ કરી પૂછ્યું. “યુવરાજ? કેમ આમ એકલા ? શી આ દશા ? કુમાર કુશળ છેને ?” આ પ્રમાણે પુછ્યું એટલે એકાંતમાં બેસી કુમારના અપહારની બધી બીના કહી.
મિત્રધર આ સમાચાર સાંભળી બહુ દિલગીર થયો. છેવટે સમરકેતુને ઉઠાડી પોતાને ત્યાં લઈ ગયો. ને હરિવહન પ્રમાણે જ તેનો સત્કાર કર્યો.
સવારમાં જવા માટે તૈયાર થઈ ગયો. ઘણુંએ રહેવા સમજાવ્યો પણ છેવટે એકલો ચાલી નીકળ્યો. મિત્રધર થોડે સુધી વળાવી પાછો ઘેર આવ્યો.
આ રીતે ઉત્તર દિશા તરફ ભ્રમણ કરતાં છમાસ વીતી ગયા.
Page #199
--------------------------------------------------------------------------
________________
૪. એ હરિવહન કોણ ?
અષ્ટાપદ પર્વતની પશ્ચિમે, વૈતાદ્યની નજીક એકશૂગ નામનો પહાડ છે. તેના પર ફરતાં એક દિવસે સમરકેતુએ અંદષ્ટપાર નામનું સરોવર જોયું, એ રમણીય સરોવર જોઈ તે વિચાર કરવા લાગ્યોઃ
ખરેખર આ સરોવર ઘણું જ સુંદર છે. આવું સુંદર સરોવર મેં ક્યાંય જોયું નથી. આનાથી હારી જઈ સમુદ્ર પૃથ્વીને છેડે જઈ વસ્યા છે.” | સરોવર તરફ ચાલ્યો, વસ્ત્રો ઉતારી પાણીની અંદર પ્રવેશ કર્યો, ખુબ નાહ્યો, ઘણીવાર સુધી તર્યો, બહાર નીકળી કિનારે લતા મંડપમાં એક શીલા તલ પર બેઠો. જરા પાંસુ ઢાળ્યું, થાક બહુ લાગ્યો હતો ને સ્નાન કર્યું હતું તેથી મીઠી નિદ્રા આવી ગઈ. સ્વપ્ન આવ્યું, કલ્પલતાથી વીંટાયેલ પારિજાત વૃક્ષ સ્વપ્નમાં જોયું. પોતાની સાથે જ જાગ્યો, અને નિશ્ચય કર્યો કે સારી સંપત્તિ ભોગવતા મારા મિત્રને હું હવે થોડા જ વખતમાં જોઈશ.”
સ્વપ્ન સંબંધી વિશેષ વિચાર કરે છે તેવામાં ગોડાઓનો હણહણાટ સાંભળ્યો.
અહો ? આ પહાડી ભૂમિમાં મનુષ્યનો સંચાર નથી ને આ હણહણાટ ક્યાંથી સંભળાય છે ? નજીક કોઈ શહેર હશે? અથવા કોઈ રાજાની છાવણીએ પડાવ નાંખ્યો હશે ? અથવા કોઈ મુસલમાન (સ્લેચ્છ) રાજાનો કુમાર શિકાર કરવા નીકળ્યો હશે ? કે આકાશમાંથી સૂર્યના ઘોડાઓમાંના કોઈ આ સુંદર પ્રદેશ જોવા આવેલા હશે ?”
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૧૭ તેને જાણવાની જીજ્ઞાસા થઈ આવી, તુરત ઉભો થયો અને ઉંચા ટેકરા પર ચડી ચારે તરફ જોવા લાગ્યો. ઘાટા જંગલ તરફ નિહાળી નિહાળીને જોયું પણ કાંઈ જોઈ શક્યો નહીં.
શું હવે અહીં જ સરોવરની આજુબાજુ ફર્યા કરું ? ના ના એમ તો નહીં. મારું કામ જ કરવું જોઈએ ? માણસે જે કામ માથે લીધું હોય તે પાર પાડવા અચળ થવું જોઈએ. થાક ઉતરી ગયો છે. પગમાં જોર આવ્યું છે, માટે પંથ કરવામાં અડચણ નથી. રસ્તો પણ સારો છે. આજુબાજુ ધ્રો ઉગી રહી છે. આ કાળું નવીન મેઘ જેવું સામે જંગલ દેખાય છે. દિશાઓ પ્રસન્ન છે. મંદમંદ પવન વાય છે. આજનો દિવસ જ આનંદમય ભાસે છે. આ સરોવરને સામે કાંઠે જોવા જવાનું મન થઈ જાય છે. હજુ ખરા બપોર થયા નથી. ધામ પણ બહુ થતો નથી. તો ચાલ, થોડોક રસ્તો કાપું. બપોર થશે એટલે કોઈ ઝાડ નીચે, કોઈ નદી કિનારે, કોઈ આશ્રમમાં કે કોઈ તળાવને કિનારે વિસામો લેઈ ફળમૂળાદિ ખાઈ સાંજેકના ચાલશું કે ત્યાં ને ત્યાં રાતવાસો કરીશું.'
જવા માટે નિશ્ચય કરી ફરી લતા મંડપમાં આવી વસ્ત્રો બરોબર પહેરી લીધા, વાળ બરોબર સમારી દીધા, હાથમાં તલવાર લઈ લીધી, ને ઝપાટાબંધ સરોવરના પૂર્વકિનારે થઈ ઉત્તર દિશા તરફ વળ્યો. એ દિવ્ય ભૂમિમાં પ્રાતઃકાળનું સુંદર પ્રાકૃતિક દૃશ્ય જોતો જોતો તે ઉત્તર કિનારા પર પહોંચ્યો. તેવામાં નજીક જ એક સુંદર બગીચો જોયો, ને તેમાં ગયો. આગળ ચાલતાં કલ્પવૃક્ષોનો એક મોટો ખંડ જોયો. તેના મધ્યભાગમાં એક સુંદર દેવમંદિર છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ચંદ્રકાન્ત પત્થરના પગથીયા પર થઈ તે અંદર ગયો તો ચિંતામણીમય ઋષભદેવ જીનપતિની પ્રતિમા જોઈ.
આંખમાં હર્ષાશ્રુ લાવી રોમાંચિત શરીરે ધીમે ધીમે પ્રતિમા નજીક જઈ હાથ જોડી મસ્તક ભોંય સુધી નમાવી પ્રણામ કર્યો. પછી સુરાસુરસેવિત ચરણકમલ શ્રી નાભીનંદનજિનપતિની ઉદાર અને ગંભીર આશયથી ભરપુર સ્તુતિ સમવસરણના દુંદભીનું અનુકરણ કરતાં ગાવા લાગ્યો-“ઉજ્જડ વેરાન પર્વત પર કલ્પવૃક્ષ ! દરિદ્રગામમાં ધનભંડાર ! મારવાડમાં કમળવન ! હે નાથ ! સંસારરૂપી આ ભયંકર અરણ્યમાં ફરતાં આપ માર્ગ વચ્ચે જ મળ્યા છો. હે મુનિનાથ ! કોઈ રીતે આજ આપનું દર્શન થઈ ગયું છે, તેથી નયનો સાથે જ મારો જન્મ પણ સફળ થયો છે, તેથી જ હું પુણ્યશાળી નથી તો પણ બીજા પુણ્યશાળીઓ કરતાં મને પોતાને આજ જરા પણ ન્યૂન માનતો જ નથી.”
ઈત્યાદિ અનેક પ્રકારે સ્તવન કરી મંદિરની શોભા જોવા આમતેમ ફરવા લાગ્યો. કક્ષાઓમાં ફરી ફરી દક્ષિણ દિશાની ભીંતે ઝરોખામાં બેઠો, ઠંડો પવન તેને આનંદ આપતો હતો.
ઝરોખામાં બેઠો તેવામાં પાછળના ભાગે જાણે હમણાં જ કોઈએ કોરી કાઢી હોય તેવી સ્ફટીક પત્થર ઉપર એક પ્રશસ્તિ જોઈ. થોડી વાર જોઈ રહ્યો. પછી આનંદમાં આવી જઈ વિચારવા લાગ્યો.
“જગતમાં શું એવું અભૂતાશ્ચર્ય છે, કે જે શુભકર્મનો ઉદય ઈદ્રજાલીકની માફક નથી બતાવતો ? વાર્તાઓમાં નહીં સાંભળેલા, સ્વપ્નમાં નહીં જોયેલા, મનમાં પણ નહીં કલ્પલા, સેંકડો વર્ષ થયાં પણ નહીં અનુભવેલા, જન્માન્તરમાં પણ નહીં
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૧૯ જોયેલા એવા એવા અભૂતાશ્ચર્યો ક્ષણવારમાં જોઈ શકાય છે. ઓહો ! પ્રથમ તો કેવું સુંદર સરોવર જોયું ? આ બગીચો જોયો, તેમાં વળી આ જીનાયતન જોયું ? હવે શું બાકી રહી જાય છે ? ' હવે દર્શનીય વાતોને મુદ્રાદેવી છે, તેજસ્વી વાતોની હવે તો શાંતી કરવી છે, આશ્ચર્ય દર્શનને હવે જલાંજલી આપવી છે. આંખે પાટો જ બાંધી દેવો છે. મનુષ્યના કર્મના પરિણામો કેવી રીતે જાણી શકાય ? જાણીનેય વર્ણવવા કઈ રીતે ? વર્ણવીને બીજાને કઈ યુક્તિથી ઠસાવવા ?
ખરે દેવો છેતરાયા છે. કે આ સ્થળ છોડી સ્વર્ગમાં રહેવા ગયા છે. આ પારેવાઓ પૂર્વભવમાં શું સુકૃત કર્યું હશે? તિર્યંચો છતાં પણ આ વિમાન જેવા મંદિરમાં દેવ માફક નિવાસ કરી રહ્યા છે.
કેવા ભાગ્યશાળીએ આ બનાવડાવ્યું હશે ? કોણે બનાવ્યું હશે ? આટલા બધા રત્નો ક્યાંથી મળ્યા હશે ? અત્યન્ત સમૃદ્ધિવાળો છતાં કોઈપણ મનુષ્ય તો આવું બંધાવી શકે જ નહીં. વિશ્વકર્મા સિવાય આવી કુશળતા બીજા શિલ્પીની સંભવતી જ નથી. મેરૂપર્વત સિવાય આટલા બધા રત્નો પણ ક્યાંય મળતા હોય એમ સાંભળ્યું જ નથી. બસ હવે હું એટલા નિર્ણય પર તો આવી શકું છું કે–આ કોઈ દેવે જ બનાવ્યું હશે. એ પણ સાથે સાથે કહું છું કે જેણે આ મંદિર બનાવડાવ્યું હશે તેણે જ આ સરોવર પણ ખોદાવ્યું હશે. અને આ જે પ્રશસ્તિ લખી છે તે પણ તેનો જ વૃત્તાન્ત હોવો જોઈએ. પણ અઢાર લીપિ સિવાયની આ લીપિ છે, તેથી અક્ષરો સ્પષ્ટ છતાં વાંચી શકાય
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૨૦ તેમ નથી. પરંતુ પ્રથમ કોઈવાર જોયેલ હોય એમ મનમાં ભાસ થાય છે. અહીં કોઈપણ જતું-આવતું જણાતું જ નથી કે તેને પૂછી વાકેફ થાઉં. ' અરે ભાઈ ! વળી મારે પૂછવાનું કામ જ શું છે ? જાણીને પણ કલ્પકોટીજીવી મિત્ર હરિવહન વિના કોને સંભળાવીને આનંદ પામું ? અરે ! અત્યારે મારો મિત્ર ક્યાં હશે ?''
આવા આવા તર્ક વિતર્ક કરતો હતો તેવામાં કંઈક અવાજ આવ્યો, શરીર પર અમૃત વરસાવતો કાનમાં પેઠો.
વિસ્મિત થઈ સમરકેતુ કાન માંડી સ્તબ્ધ થઈ સાંભળવા લાગ્યો.
અરે વળી આ આશ્ચર્ય શું ? આટલામાં ક્યાંક કોઈ મીઠે અવાજે શ્લોક જેવું ગાય છે, તે હરિવહન કોણ ? શું જાતે મિત્ર જ હશે ? કે તેના નામ વાળો બીજો કોઈ હરિવાહન હશે ? પણ મારા મિત્રનો અહીં ક્યાંથી સંભવ ? કોઈ દયાળુ દેવ મને આ રીતે આશ્વાસન નહીં આપતો હોય ? અરે ! નકામાં વિકલ્પો રહ્યા કરે, ચાલ જાઉં ને જોઉં કે કોણ આ શ્લોક બોલે છે ?'
Page #204
--------------------------------------------------------------------------
________________
૫. પત્તો લાગ્યો
ઝરોખા પરથી ઉતરી શબ્દાનુસારે ચાલવા લાગ્યો. સોએક પગલાં અંદર જ ચાલ્યો તેવામાં એક મઠ જોયો. અંદર જઈને જુએ તો નવા કપડાથી સજ્જ થયેલ, આનંદથી ગર્વિત થઈ નીચે પ્રમાણે દ્વિપદી ગાતો ગંધર્વક જોયો–
‘''आकल्पान्तमर्थिकल्पद्रुप्र ! चन्द्रमरीचिसमरुचिरप्रचुर ! यशोंशुभरितविश्वंभर ! भरतान्वयशिरोमणे !
जनवन्द्यानवद्यविद्याधर !
विद्याधरमनस्विनीमानसहरिणहरण !
હરિવાહન ! વહ ધીરોવિતાં ઘુમ્ ।''
જોતાની સાથે જ એક દમ ખેંચ્યો, ને ઘણો જ સંતોષ પામ્યો અને તે જ ક્ષણે સાક્ષાત્ મિત્ર સાથે મેળાપ થયો હોય તેવો આનંદ અનુભવવા લાગ્યો. થોડાંક પગલાં તેની સામે ચાલ્યો. તેને જોઈ આશ્ચર્યચકિત થયેલો ગંધર્વક તત્કાલોચિત સત્કારવિધિ પણ ભૂલી ગયો. થોડીવારે હર્ષભેર તેને ભેટી પડ્યો. નમસ્કાર કરી ખેસવતી સાફ કરી બાજુના મણિમય પાટલા પર માનપૂર્વક બેસાડ્યો. ને પગ દબાવા લાગ્યો.
સમ−ગંધર્વક ! કંઈક વિધિની અનુકૂળતાથી તારા દર્શને જ મારો થાક ઉતર્યો છે.'' એમ કહી વારંવાર અટકાવ્યો છતાં તે તો દાબવા જ લાગ્યો.
૧. ‘કલ્પપર્યંત યાચકોના કલ્પદ્રુમ ! ચંદ્રની કાંતિ જેવી કાંતીવાળા યશરૂપી કરણોથી વિશ્વને ભરનાર ! ભરતવંશમાં શિરોમણિ ! સકળલોક વન્થ ! શુદ્ધ વિદ્યાવાળા ! વિદ્યાધર બાળાના મનહર ! રિવાહન ! વીરોમાં અગ્રેસર થા.''
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૨૨ પછી જરા દૂર ખસી તે બારીમાં બેઠો.
સમર૦-“મિત્ર ગંધર્વક ! તારી યાદદાસ્ત સારી છે. જોતાં વંત જ તે મને ઓળખી લીધો. તે તદન ભૂલી જ ગયો હોઈશ એમ જ અમે આજ સુધી ધારતા હતા. કેમકે તે દિવસે બગીચામાં કુમારને તેં કહ્યું હતું કે—કાલે જ પાછો વળી તમને મળીશ.” એમ કહી સુવેલ તરફ ગયો તે ગયો જ પાછો આવ્યો જ નહીં. તેમજ ક્ષેમકુશળતાના સમાચાર પણ કહેવડાવી અમારા મનને ધીરજ ન આપી. માત્ર ઉલટા અમને ચિંતામાં નાખ્યા, કે “એમનું શું થયું હશે ? કંઈ આપદા નડી હશે કે જેથી હજુ સુધી આવ્યો નહીં. આવીને આવી તારી ચિંતા કરતાં આટલા મહીનાઓ વીતી ગયા. કહે તો ખરો, કેમ ન આવ્યો ? તું ખરેખર અમને ભૂલી જ ગયો હતો, કે કંઈ વચમાં કામ આવી પડ્યું હતું ? કે મૂસાફરીથી થાક લાગ્યો હતો, કે કંઈ શરીરની અસ્વસ્થતા હતી ?
અમારી પાસેથી નીકળી તું તે જ દિવસે સુવેલાચળ પર્વત પહોંચ્યો હતો ? દેવ વિચિત્રવીર્યને ચિત્રલેખાનો સંદેશો આપ્યો હતો ? ગંધર્વદત્તા પાસે જઈ આવ્યો ? મેં આપેલો કાગળ તેની પુત્રીને આપ્યો હતો ? કાંચીમાં કેટલો વખત રોકાયો હતો ? કોઈ તિલકમંજરી યોગ્ય રાજકુમાર મળ્યો કે નહીં ? તારો સહાયક ચિત્રમાય ક્યાં છે ?
આ પર્વતનું નામ શું છે ? આ સરોવર કોણે ખોદાવ્યું છે? કલ્પવૃક્ષોથી ભરપુર આ બગીચામાંનું મંદિર કોણે કરાવ્યું છે? આ મઠ ઉપર કોણ રહે છે ? કે જેની સાથે હમણા જ વાતચીત કરી તું આનંદમાં હતો ?”
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૨૩ આ બધા પ્રશ્નો સાંભળી થોડી વારે શરમાતા શરમાતા ગંધર્વકે કહ્યું – “આર્ય ! શું કહું મારી બુદ્ધિ પણ શોધી શકતી નથી કે–શું બોલવું ? મારી વિરક્ષા પણ શબ્દોને પ્રેરણા કરતી નથી. વાણી પણ જીભને સ્પર્શ કરતી નથી. (જીભ ઉપડતી નથી.) મારા બધા કષ્ટો નાશ પામ્યા કે તુરત જ જેવો હતો તેવો આજે આપે મને જોયો છે એટલે શો જવાબ દઉં ? વિધિએ જ મુંગો બનાવી દીધો છે. તે વખતે મારું નહીં આવવાનું શું કારણ જણાવું ? પ્રતિજ્ઞાન નિર્વાહ નથી કરી શક્યો તેથી કદાચ મારું કહેવું સાચે સાચું હોય, તો પણ અસંભવ જેવું હોવાથી બાળક પણ મારી મશ્કરી કરે. મેં ઘણી વખત અનુભવ્યું છે, ને તે મને બરોબર યાદ છે, તો પણ મારે પોતાને તેના પર શ્રદ્ધા રાખવી કઠણ પડે છે તો તો આપ ચતુર કેમ માની શકો ?
‘દેવો પણ બચાવી ન શકે તેવા કષ્ટમાં પડ્યો હતો” એમ કહું તે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. તમારું જ કામ કરવા જતાં વિઘ્ન નડ્યું” એમ કહું તે બીલકુલ વિશ્વાસ આવે એવું નથી. જીવતાં છતાં મરી ગયો હતો’ આમ કહું તો પણ ગાંડાઈ ગણશો. “આ શરીર જ તે નથી' એમ કહું તો પણ પ્રત્યભિજ્ઞાન ન ઘટે. આમ કોઈ રીતે હું કહી શકું તેમ નથી. તો હવે મારું નહીં આવવાનું શું કારણ બતાવું ? માટે એ બધી વાત એમને એમ રહેવા દો. પણ ઉઠો, મારી આગળ થાઓ, ને થોડાક પગલા આગળ મરો ને આજ તમારા ભાઈનું દર્શન કરો. જેણે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી છે, જેણે વિદ્યાધરોનું પણ ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું છે. અને હજારો વિદ્યાધરો જેના ચરણકમળમાં સેવી રહ્યા છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ખરેખર છ માસના ઘોર કષ્ટનું મીઠું ફળ તમને હવે મળ્યું છે. ઘણા વખતથી તૃષિતનયનો કૃતાર્થ કરો, પછી આશ્ચર્યકારી બધો મારો વૃત્તાન્ત અયોધ્યાથી નીકળ્યા પછીનો જાણી શકશો.
દેવરિવાહન ચંડગહર નામના વૈતાઢ્યના શિખરે ખેચરોએ કરેલ રાજ્યાભિષેક મંગળનો અનુભવ કરી હમણાં જ અહીં પધારેલ છે, ને આ જ બગીચાના મૂખ્ય ભાગમાં છે.”
આ સાંભળી દુઃખનો બધો ભાર ઓછો થઈ જવાથી પરમશાંતિ પામેલો સમરકેતુ એકદમ નીચે ઉતર્યો.
પેલા મંદિરમાં ગયો, ભમતીમાંની અજીતાદિ તીર્થકરોની પ્રતિમાને વંદન કરી મૂળ નાયક આદિતીર્થપતિને નમી બહાર નીકળ્યો. “આ તરફ, આ તરફ, પધારો” એમ કહી ખભે તલવાર મૂકી આગળ ચાલતાં ગંધર્વક બતાવેલ રસ્તે ચાલ્યો, ને ઉત્તર દિશાને દરવાજેથી બહાર નીકળ્યો.
(ાલા.
Page #208
--------------------------------------------------------------------------
________________
( ૬. પ્રિય મિત્ર સમાગમ
થોડેક દૂર ગયો એટલે દૂરથી જ ઘોડાઓ જોયા. આશ્ચર્ય ચકિત થઈ વિચારમાં પડ્યો-“બરોબર, તળાવને કાંઠે હું સુતો હતો, ને ઉક્યો કે–તુરત જે વખતે ઘોડાઓનો શબ્દ સાંભળ્યો હતો, તે જ વખતે આ ઘોડાઓએ આ બગીચામાં પ્રવેશ કરેલો.” એમ વિચાર કરે છે. તેવામાં હરિવહન ઘેર આવેલ તેથી તેના આગમન મહોત્સવ પ્રસંગે ચાલી રહેલ સંગીતનો ધ્વની કાનમાં પેઠો. એ સંગીત સાંભળી ગાંડો-ઘેલો થઈ ગયેલો સમરકેતુ આમ તેમ ખોટું ખોટું જોવા લાગ્યો અને હર્ષથી ઢીલા થઈ ગયેલા પોતાના શરીરના અવયવો કાબુમાં ન રાખી શક્યો. ખરેખર તે વખતે સમરકેતુ પરાધીન હોય તેવો થઈ ગયો હતો. આગળ ચાલતાં જેના આંગણામાં અનેક વિદ્યાધર રાજાઓ આનંદ વાર્તાઓ કરી રહ્યા છે, તેવો દૂરથી ચોખણીયો કેળનો મંડપ જોયો.
તેની વચ્ચે કુરૂવિંદમણિની શિલા પર લુગડું પાથરી બેઠેલા હરીવાહનને જોયો. તેણે ચંદનનો લેપ કર્યો હતો. તેણે બે ધોળા વસ્ત્રો પહેર્યા હતાં. હમણાં જ થયેલ અભિષેકનું પાણી હજુ સુકાયું નહીં હોવાથી જાણે પાણીના બિંદુઓ હોયની એવો હાર ગળામાં લટકતો હતો. બે બાજુએ બે ચામરગ્રાહીણી ચામર વિંઝતી હતી. તેની પાસે એક યુવતિ રાજકન્યા બેઠી હતી. તે કમળની પથારીમાં સુતી હતી. અરધું શરીર સખીના ખોળામાં રાખી તાજા કમળના તંતુઓના ઓશીકા પર હાથ ટેકવી બેઠી હતી.
ગંધર્વકે અગાઉ જઈ કહ્યું, “દેવ વધામણી ! કુમાર સમરકેતુ આવ્યા.”
Page #209
--------------------------------------------------------------------------
________________
૧ ૨૬
“ક્યાં છે ?” હરીવાહન રાજકન્યા સાથેની વાતચીત છોડી એકમદ ઉભો થયો, બારણામાં જોતાવેંત જ સમરકેતુ દૃષ્ટિએ પડ્યો. તેનું માં લેવાઈ ગયું હતું. બે ત્રણ પગલાં તેની સામે ગયો. પ્રણામ કરવા જતો હતો કે તુરત બાથમાં લઈ તેને ભેટી પડ્યો.
છુટો પડી ફરીથી પ્રણામ કરી ભોંય પર બેસવા જતો હતો તેવામાં હાથ પકડી પોતાના આસન પર બેસાડ્યો, ને પોતે પાસે બેઠો. વારંવાર ભેટી પડી કુશળ સમાચાર પૂછયા. કેટલીક વખત તેની સાથે વાચચીત કરી. પેલી રાજકન્યા સામે જોયું, ને કહ્યુંદેવી આજ એ સિંહલેશ મહારાજ ચંદ્રકેતુના પુત્ર સમરકેતુ, અને આ જ તારી પ્રિય સખી મલયસુંદરીના વર, કે જેના વિયોગને લીધે તારા મુખકમળનાં અવલોકનનો મેં ત્યાગ કર્યો, ને આટલો વખત ક્લેશ સહન કર્યો, તે આ.”
હરિવાહનના આ શબ્દો સાંભળી તે જરા હસી. સમરકેતુએ ઉઠી તેને પણ પ્રણામ કર્યો. તે જાણે તેને પાસે બોલાવતી હોયની, તેમ સપ્રેમ ચક્ષુથી તેના સામે જોયું. અને બહુમાન કર્યું.
તેવામાં વેત્રધારીએ આવી રાજપુત્રીને કહ્યું
“બા ! આપની પ્રાણત્યાગ કરવાની પ્રતિજ્ઞા સાંભળી ગભરાઈ ગયેલાં માજી પત્રલેખાએ કંચુકી મોકલ્યો છે, તે બારણે ઉભો છે.” એમ કહી તે ઉત્તર સાંભળવાની આશાએ સામે જોઈ ઉભી રહી. છેવટે જવાબ ન મળ્યો એટલે પ્રતિહારી બહાર ચાલી ગઈ.
થોડો વખત વ્યતીત થયો એટલે અવસરજાણ પાસેની વાવને કાંઠે બેઠેલા કોઈએ નીચેની અર્યા વારંવાર ગાઈ.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૨૭
૧રે રાજહંસ ! હંસીદર્શનઘેલા ! કમળવનમાં પ્રવેશ ખરે તું ભૂલ્યો આજ, તેથી સમયે પણ કરે વિલંબ. ૧
આર્યા સાંભળી તેનો અર્થ સમજી લઈ હરીવાહન હસ્યો ને બોલ્યો. “દેવી ! વિદ્યાધર રાજધાનીમાં પ્રવેશ કરવાનું
જ્યોતિષિઓએ મૂહુર્ત આપ્યું છે. તે ક્ષણ ચાલ્યો ન જાય માટે શાક્યબુદ્ધિ વગેરે મંત્રીઓની પ્રેરણાથી વિરાધ નામનો વિદૂષક હંસને બાને મને અહીંથી ઉપડવા માટે તાકીદ કરે છે. માટે રજા આપો, હું જાઉં છું, તમે પણ જાઓ, દેવીને મળો.” એટલું કહી ‘જય જય શબ્દ સાથે ઉભો થયો. બહાર નીકળી માવતોએ શણગારી તૈયાર રાખેલી હાથણી પર સમરકેતુ ચડી ગયો, ને તેનો હાથ પકડી હરિવહન પણ ચડ્યો.
બીજા રાજાઓ પણ માથે પાઘડી બાંધી લઈ, અંગરખાની કશાઓ બરોબર બાંધી લઈ, એક હાથમાં ચાબુક લઈ, એક પેગડે પગ મુકી નોકરોએ બીજું પગડું પકડી રાખ્યું એટલે ઘોડેસવાર થઈ ગયા.
આખું સૈન્ય ચાલવા લાગ્યું. સમરકેતુ વૈતાદ્યપર્વતની અટવીઓ જોવા લાગ્યો. જોતા જોતાં ગગનવલ્લભ નામના નગરે તેઓ આવી પહોંચ્યા.
શહેરમાં ઉત્સવ ચાલી રહ્યો છે. આડંબરથી શહેરમાં પ્રવેશ કર્યો ને રાજગઢમાં પહોંચ્યા. નગરવાસીઓએ ધરેલ ભેટણા સ્વીકારી, તેઓને વિદાય કર્યા ને પરિવાર સહિત જમવા ગયા.
સમરકેતુ અને બીજા વિદ્યાધર રાજકુમારો સાથે જમ્યો. १. तव राजहंस ! हंसोदर्शनमुदितस्य विस्मृतो नूनम् ।
सरसिजवनप्रवेशः समयेऽपि विलम्बसे येन ॥१॥
Page #211
--------------------------------------------------------------------------
________________
૧ ૨૮
સાંજ પડી એટલે સાંધ્ય આવશ્યક કર્મ વિધિપૂર્વક કર્યું. પછી અગાશીમાં બેસી વાર્તા વિનોદમાં વખત ગાળ્યો. સુવાનો અવસર થયો એટલે પથારીમાં જઈ સુતો. પાસેના પલંગ પર થાકીને લોથપોઠ થઈ ગયેલ સમરકેતુને જોઈ જરા અંતઃકરણમાં દાઝયું, ને તેની મૂસાફરીનો વૃત્તાન્ત ખિન્ન એરે પૂક્યો. સમરકેતુએ બધી પોતાની વાત સંભળાવી દીધી. વાત પુરી કરી બન્ને ઉંઘી ગયા, ને સવાર પડ્યું એટલે નીચે પ્રમાણે બહાર કોઈ બોલતું હતું તે સાંભળ્યું.
'आरोहत्युदयं प्रताप इव ते तापः पतङ्गत्विषां द्रष्टुं नाथ भवन्मुखश्रियमिवोन्मलिन्ति पद्माकरा:
અરે ! સવાર પડ્યું. એકદમ ઉઠ્યો, ને સૈન્ય સાથે નગરની બહાર નીકળ્યો. શહેરના પાધર પ્રદેશમાં આવેલા દેવમંદિરોમાં દર્શન કરી મુકામે પાછો આવ્યો. બપોરે વૈતાઢ્ય પર્વતની શોભા જોઈ. સ્વભાવથી જ રમણીય તે પર્વતની શોભા જોવામાં તલ્લીન થઈ ગયેલા કુમારને ઉદેશીને નગ્નાચાર્યે નીચેનો શ્લોક ગાયો.
दृश्यं भूमिभृतोऽस्य देव किमिह स्कन्धस्थविद्याधर
श्रेणीकस्य वहन्ति यस्य समतामन्येऽपि गोत्राचलाः । ૧. હે નાથ તારા પ્રતાપની પેઠે આ સૂર્ય ઉદય પામે છે, ને તારા
મુખની શોભા જોવા આ પલો ખીલી રહ્યાં છે. ૨. હે મહારાજ ! આ પર્વતમાં શું જોવા જેવું છે ? જોકે આ પર્વત
પર વિદ્યાધરો રહે છે તો પણ બીજા ઘણા પર્વતો આના જેવા શોભાયમાન છે. માત્ર જોવા જાણવા જેવો તો માત્ર તું જ છે કેજેને આ પર્વત પર રહેતા વિદ્યાધરોના રાજાઓને પોતાના ચરણમાં નમાવી એ જ પર્વત પર ઉભો છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૨૯ दृष्टव्यस्त्वमनन्यतुल्यमाहिमा मध्ये धरित्रीभृतां येनाधःकृतखेचरेन्द्रपतिना बद्धास्य मूर्ध्नि स्थितिः ॥
સમરકેતુ-“આ મંગળ પાઠકે સાચું જ કહ્યું છે. આ પર્વતમાં શું જોવાનું છે ? માત્ર વર્ણનીય તું એક જ છે. કે જે સહાય વિના થોડા જ વખતમાં વિદ્યાધર ચક્રવર્તી થયો છે. વિદ્યાધરો સેવક બનાવ્યા છે. વિદ્યાદેવીઓ સ્વાધીન કરી છે. માટે આ પહાડનું વર્ણન છોડી આપણે તે જ વાત કરો કે-“લૌહિત્યના કિનારેથી તમને ઉપાડી તે હાથી ક્યાં ગયો ? ક્યાં ઉભો રહ્યો ? તે ઉતરીને શું કર્યું ? શું જોયું ? શું અનુભવ્યું ? ક્યાં રહી પેલો કાગળ લખ્યો હતો ? આપણા સૈન્યમાં જલ્દી પહોંચાડી કોણ ગયું ? મહાપ્રભાવવાળી વિદ્યાઓ કઈ રીતે સિદ્ધ કરી ? તે જિનાયતન પાસેના બગીચામાં શા માટે આવવું થયું ? ત્રિભુવનમાં તિલકભૂત એ સુંદર કન્યા કોણ હતી ? કે જેને તમારો સકળ પરિવાર માનદષ્ટિથી જોતો હતો, તેણે વિયોગનો વેશ કેમ પહેર્યો હતો ?
હરિવાહન-“યુવરાજ ! કહું, સાંભળો. વાત લાંબી છે. બરોબર ધ્યાન આપો. અથવા ધ્યાન આપવા કહેવાની જરૂર જ નથી, કારણ કે મારી વાત જ તમને બરોબર ધ્યાન આપવાની ફરજ પાડશે.
ત્યાંથી પેલો મદાબ્ધ હાથી મને ઉપાડી કેટલુંક માર્ગમાં ચાલ્યો. બધા પાછળ પડેલા પાછળ જ પડ્યા રહ્યા, રસ્તામાં એક પત્થરનો મોટો ઢગલો આવ્યો, તેને આડે આવ્યો કે તુરત આકાશમાં ઉડ્યો. અને ઘણો જ વેગ વધાર્યો. આ વેગ જોઈ હું આશ્ચર્યમાં પડ્યો. ને વારંવાર નીચે જોવા લાગ્યો, તે વખતે ગામ ને શહેરો નહીં જેવા જ જણાતા હતા, દેશ કીડા જેવા
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૩૦
જણાતા હતા, ધ્રો પથરાઈ હોય તેવા જંગલો જણાતા હતા, વિધ્ય, સહ્ય વગેરે પર્વતો ટેકરા જેવા જણાતા હતા, સર્પની કાંચળી જેવી નદીઓ જણાતી હતી. ક્યાંક સૂર્યની નજીક જવાથી તાપ બહુ લાગતો હતો. ક્યાંક વાદળાઓ છત્ર માફક ઉપર આવી છાંયો આપતા હતા. ક્યાંક તો હાથીથી ભય પામી સિદ્ધાંગનાઓ ખસી જઈ રસ્તો આપતી હતી. છેવટે એકશૃંગ પર્વતના શિખર પરના આકાશના ભાગે હું પહોંચ્યો, મેં મનમાં વિચાર કર્યો
આ હાથી પૂર્વ જન્મમાં મેં કરેલ અપરાધ યાદ લાવી મને નિરાધારને લઈ જાય છે. પશુ કદી આકાશમાં ગતિ કરી શકે જ નહીં. જણાતું નથી, કે કેટલેક દૂર હું આવી ગયો છું તો જ્યાં સુધી આ બહુ દૂર ન જાય, આ પર્વત ઓળંગી ન જાય, સમુદ્રમાં કે બીજા દ્વિપમાં ન ફેંકી દે, ત્યાં સુધીમાં આને પાછો વાળવા પ્રયત્ન કરું.” એમ વિચાર કરી હાથ વાંકો વાલી કેડે બાંધેલી તલવાર પકડી.
તલવાર ખેંચી કે વિજળી માફક ચમકતી જોઈ તેણે ભયંકર ચીસ પાડી, અને એકદમ પેલા અદષ્ટપાર સરોવરમાં પડ્યો.
પડતાની સાથે અદશ્ય થઈ ગયો, નિરાધાર હું ડુબ્યો, ને પાછો બહાર નીકળ્યો. તરત જ જરા સાવધાન થઈ બે હાથે તરતો તરતો કિનારા તરફ ઘુંટણ સુધી ઉંડા પાણીવાળા ભાગમાં આવ્યો.
- હાથી પર ચડતી વખતે ધુળથી, ને હાથીની સૂંઢમાંથી ઉડતા મદના બિંદુઓથી ખરાબ થઈ ગેયલું શરીર ધોઈ સાફ કર્યું. તળાવમાં પ્રવેશ કરી ખૂબ જાયો, એમને એમ બહાર
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૩૧
નીકળી કિનારે એક લતા મંડપમાં શિલા પર બેઠો. ત્યાં એકલો અરણ્ય જોઈ વિચારવા લાગ્યો.
“અહા ! આ સંસાર કેવો અસાર છે ? અહા ! કર્મના પરિણામો કેવા વિચિત્ર છે ! અહા ! ઈચ્છા પ્રસાણે વર્તવામાં વિધિની કેવી હઠ છે ? અહા ! વૈભવો કેવા ક્ષણમાત્રમાં હતા ન હતા થઈ જાય છે ? આજે જ મારે મુકામે મિત્રો સાથે વિણા વગાડી ગમ્મત ઉડાવતો હતો, ને આજે જ આ શિકારી પશુઓતી વિંટાયેલો આ પહાડી ભૂમિમાં એકલો બેઠો છું. આ રીતે અસ્વસ્થ મનવાળો હું માનું છું કે–તે રાજ્ય નહોતું, તે રાજાઓ નહોતાં, તે સૈન્ય નહોતું, તે છત્રાદિક રાજચિન્હો નહોતાં, તે ચારણોના સ્તુતિ વચનજ ન હોતા. બધું સ્વપ્ન સમાન થઈ ગયું. બીજું તો ઠીક, પણ જેના ઉપર બેસી હું આટલે સુધી આવ્યો, જેની સાથે જ આ સરોવરમાં પડ્યો, પ્રાણભૂત મારો પટ્ટહાથી પણ અત્યારે મારી પાસે નથી. એ બાપડાનું શું થયું હશે ? દૂરથી ઉડતો આવતો હતો, ને શરીર ભારે હતું તેથી કાદવમાં ખૂંચી તો નહી ગયો હોય ને ? અથવા પડતાની સાથે જ દોડી આવેલા મોટા મોટા મગરમચ્છો કટકા કરી વહેંચી લઈ ખાઈ નહીં ગયા હોય ? શું થયું હશે?
એનો એકનોજ શો વિચાર કરવો ? આખો સંસાર જ એવો છે. આશ્ચર્ય માત્ર એટલું છે કે—આવી રીતે સંસારનું સ્વરૂપ જાણતા છતાં, પદાર્થોની આવી રીતે જ અનિત્યતા જોતાં છતાં, અને આવી આવી દશાઓ અનુભવવા છતાં પ્રાણીઓનું મન વિરાગી બનતું નથી. વિષયાભિલાસ ઓછો થતો નથી, ભોગની ઈચ્છા ભાંગતી નથી. બુદ્ધિ નિઃસંગ થતી નથી, આત્મા મોક્ષ સુખ મેળવવા પ્રયત્ન કરતો નથી. ખરેખર આ સંસારનો મોહ ઘણો જ વિચિત્ર છે.''
Page #215
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠ પરિચ્છેદ ૧. ભયભીત લલના -
જ
,
થોડીવાર વિચાર કરી, ઉભો થયો. સ્વદેશ પહોંચવાની આશા છોડી દીધી. તેથી નજીક કોઈ શહેર કે ગામડું હોય તો શોધી કાઢે એવા વિચારથી એક દિશા તરફ ચાલ્યો.
ચાલ્યો કે તુરત કીનારા પર સુકુમાર રેતીમાં મનુષ્યોના પગલાં પડેલાં જોયાં, ધ્યાનથી જોયું તો તે સ્પષ્ટ જણાતા હતા. એક પગલાં કરતાં બીજું પગલું કંઈક દૂર પડેલું હતું. આગળનો ભાગ જરા ઉંડો પડ્યો હતો, ચારે તરફ પગલાઓની હારો થઈ હતી. એમ જણાતું હતું કે–ચાલનાર મનુષ્યો દોડેલા છે.
આ પગલાં જોઈ કંઈક શાંતિ વળી. વધારે ધ્યાનથી જોયું તો જણાયું કે-લલિતને સુકુમાર હોવાથી આ સ્ત્રીઓના પગલા છે, પુરૂષના તો છે જ નહીં.
તેમાંની એક હારના પગલાં બહુ સુંદર જણાતા હતા, શાસ્ત્રમાં બતાવેલ ચિન્હો પડી ગયા હતા. પગની શુભ રેખાઓ સ્પષ્ટ જણાતી હતી. તેને અનુસરી હું આગળ ચાલવા લાગ્યો.
આગળ જતાં એક સુંદર એલીલતામંડપ (એલચીના વેલાથી છવાયેલો) જોયો. બારણા પાસે આવી ઉભો રહ્યો કે અંદર પ્રકાશ જોયો. “જંગલની જડીબુટ્ટીનો પ્રકાશ હશે.” એમ ધારી બરોબર જોવા લાગ્યો, તેવામાં એક બાળા જોઈ.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૩૩
તે ભયથી દિશાઓમાં વારંવાર દૃષ્ટિ ફેંકતી હતી. રક્તાશોકની તળે ઉભી હતી. સ્વચ્છ કાન્તીરૂપ જળના તરંગોવાળા અંગમાં એકીસાથે પાસેના વેલડીઓના ફૂલોનું પ્રતિબિંબ પડતું હોવાથી ‘લતા’ હોય એવી જણાતી હતી. તે થોડા જ દિવસો થયા યૌવન પામી હોય એમ જણાતું હતું. દૃઢવેઢાવાળી અને નખોની લાલાશથી લાલ મુખવાળી આંગળીઓ દ્વારા પીધેલ અળતાના રસને ચરણયુગ વડે ફીણસહિત વમતી હતી. નૂપુરના લુમખાઓના કિરણો (કરો) ઉપરના ભાગમાં સાથળ પર ફરતા હતા. એક તરફ કાંતિજળથી ભરેલું નાભિમંડળ રૂપ સોનાનું વાસણ પડ્યું છે, ને બીજી તરફ સાથળ રૂપી બે ગોળ ભાષાં આવી રહ્યાં છે, વચ્ચે જાણે કામદેવને નિશાન તાકવાનું પાટીયું હોયની તેવા માંસ ભરેલ જઘન ભાગને ધારણ કરતી હતી. તેણીના શ્વાસની સુગંધથી લોભાઈ ભમરાઓ પુષ્પના ગુચ્છાઓ છોડી દઈ તેના તરફ આવવા લાગ્યા હતા. એક હાથમાં પુડીઓ હતો, અને બીજા હાથે ફૂલ ધીમે ધીમે વીણતી હતી.
આવું લાવણ્યમય અંગ જોઈ હું આશ્ચર્યમાં પડ્યો. ખરેખર રાહુના મુખમાંથી છટકી ગયેલ આ ચંદ્રની કળા છે ? મંથનના ભયથી નાશી છુટેલ આ સુધા હશે ? શંકરના તૃતીય નેત્રની જ્વાળાથી સળગી ગયેલ કામવૃક્ષમાંથી નવી કેળ ઉગી જણાય છે. શી ચપળ એની આંખો ? કાન સુધી લંબાઈ છે. તે જાણે કાનને પૂછતી હોય કે ‘કોઈપણ યુવતીની આંખો અમારા જેવી હોય એવું તમે ક્યાંય સાંભળ્યું છે ?'
આમ ખુબવાર મેં તેને નિહાળી, પછી તેની કંઈક કહેવાની ઈચ્છાથી તેની સામે જોયું.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૩૪
મને એકલાને બારણા તરફ નિહાળી નિહાળીને જોતો જોઈ તે પણ ભયથી કંપવા લાગી. તેની દશા જોઈ દયા આવવાથી ત્યાંને ત્યાં ઉભા રહી આકાર ગોપવી ધીમે ધીમે બોલ્યો
બાળા ! તું કોણ છે ? આમ એકલી આ લતામંડપમાં કેમ ? ભયભીત થઈને કેમ દિશાઓમાં દૃષ્ટિ ફેંકે છે ? મને જોઈ અનિષ્ટની શંકાથી શરીર કેમ સંકોચે છે ? સુર ! સ્થિર થા, બી મા, મારાથી જરા પણ અહિતની શંકા રાખીશ નહીં. મન્મથ પીડિત થઈ તને ઉદેશી હું અહીં આવ્યો નથી, હું રાક્ષસ, યક્ષ કે વિદ્યાધર નથી. પણ ભૂપૃષ્ઠ પરના અયોધ્યા પતિ રાજા મેઘવાહનનો હું હરિવાહના નામે પુત્ર છું. અરણ્યમાં વિણાથી વશ કરેલા હાથી પર ચડી બેઠો, તેવામાં કોઈપણ આકાશગામી શક્તિવાળો તેના શરીરમાં પ્રવેશ કરી મને આકાશ માર્ગે અહીં લાવ્યો છે.
મેં ખેંચેલ તરવારથી ભય પામી ભયંકર ચીસ પાડી આ સરોવરમાં મને સાથે લઈ પડ્યો. બહાર નિકળી હરિણાલિ ! રેતીમાં પગલાં જોયાં તેને આધારે હું અહીં આવ્યો, ને તને જોઈ. નિષ્ફળ છતાં મારી આ મુસાફરી સફળ થઈ. હવે હું જાઉં છું. માત્ર એટલું જ પૂછું છું કે–આ ક્યો દેશ છે ? આ પર્વતનું નામ શું ? આ સરોવર કોણે ખોદાવ્યું છે ? આ સ્થળનો રાજા કોણ છે ?' ઈત્યાદિ પ્રશ્નો કર્યા.
થોડીવાર જવાબ આપ્યા વિના જ નીચું જોઈ ઉભી રહી પછી તે ઝાડ નીચેથી જરા ચાલી, તે વખતે તેના આભરણીનો મીઠો ઝણઝણાટ થઈ રહ્યો હતો. મારી જમણી બાજુ તરફ સન્મુખ આવી, બારણા પાસે આવી, ઉભી રહી, ને મારા તરફ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૩૫
કટાક્ષ દૃષ્ટિથી જોવા લાગી. હું તેનો અભિપ્રાય સમજી ગયો કે ‘આ બહાર જવા ઈચ્છે છે,' જરા હું ખસ્યો ને માર્ગ આપ્યો, એટલે શરીર સંકોચતી બહાર નીકળી ગઈ, છતાં મારા શરીરને જરા સ્પર્શ થઈ ગયો. તે વખતે મારું શરીર રોમાંચ કૅટિકત થયું. જ્યારે તે નીકળી ત્યારે તેના મુખની સુગંધથી એ વન સુવાસિત થઈ ગયું. પરસેવાથી ભીનું થઈ ચોંટી ગયેલ નિતંબ પરના વસ્રને સાડીના છેડાથી ઢાંકતી ઢાંકતી ચાલી ગઈ. હું તેને જોતો ત્યાંજ ઉભો રહ્યો. સ્હેજ કંટાળો આવ્યો
“આ કન્યા કેવી વ્યવહારાનભિજ્ઞ છે ? બારણે ઉભા રહી મેં મીઠાશથી વાતચીત કરી, દૂરદેશથી આવ્યો છું, અજાણ્યો છું, ખિન્ન છું. મારી હકીકત કહી કોઈપણ જાતની માગણી કરી નહીં છતાં શબ્દ માત્રથી પણ મારો સત્કાર ન કર્યો.
મારે એનું કામ શું છે ? બીજે ચાલ્યો જઈશ.'' ત્યાંથી નીકળી તે જ તળાવને કિનારે પાછો આવ્યો.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨. પ્રત્યભિજ્ઞાન
ચાલતાં ચાલતાં મનમાં વિચારો આવ્યા
“અહો ! પેલા ચિત્રમાં જે અદૃષ્ટપાર સરોવર જોયું હતું. તે જ આ કેમ ન હોય ? જેવા તેમાં વૃક્ષો હતાં, તેવા જ અહીં પણ આ રહ્યા. કિનારા પર લતામંડપો જેવી રીતે હતા તેવી જ રીતના અહીં જોઈ શકું છું. તો રમવા માટે તે જ બાળા અહીં કેમ નહીં આવી હોય ? મારા હૃદયની કુમુદિની તિલકમંજરી જ આ ન હોય ? પેલી ચિત્ર પુત્રીકા સાથે આની આકૃતિ બરોબર મળતી આવે છે. તેવી જ શરીરની કાંતિ છે. તેવું જ મુખ કમળ છે. તેવા જ નયનો છે. સકળ અવયવો તેવા જ મનોહર છે. પહેરવેશ પણ તેવી જ છટાથી પહેર્યો છે. હલનચલન, ને સ્ત્રીઓના પરિવાર સિવાય બધું મળતું જ આવે છે. અનેક વિદ્યાધરીઓ સાથે રહેનારી એકલી કેમ હશે ? અથવા એ બાબતનો વિચાર કરવાની જરૂર નથી. કારણ કે આ સંસાર ક્ષણભંગુર છે, વિભાવાદિક ક્ષણમાં હતા ન હતા થઈ જાય છે. કર્મની પરીણતિયો વિચિત્ર છે, તેથી બધુંય સંભવે છે. મારો જ દાખલો. કઈ સ્થિતિમાં હતો ને કઈ સ્થિતિમાં આવી પડ્યો ? કદાચ તેનું પણ તેમજ થયું હોય તો ? પણ યુવતીઓ તેની સાથે હોવી તો જોઈએ, કારણ કે પગલાંઓ અનેક સ્ત્રીઓના પડેલાં હતા.”
તેને ફરી મળવા પાછો વળ્યો ઉતાવળો ઉતાવળો તે મંડપ પાસે ગયો. લતા મંડપો, ઝાડના ઝુંડો. નિકુંજો, શિલામંડપો, ગુફાઓ, નદીઓની ભેખડો જોઈ વળ્યો. પણ ક્યાંય પત્તો લાગ્યો
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૩૭ નહીં. સાંજ પડવા આવી એટલે તે જ એલાયચીના માંડવામાં પાછો આવ્યો.
તે માંડવાની સકળ શોભા જતી રહી હતી. તેમાંથી નૂર ચાલ્યું ગયું હતું. તે ચંદ્રવદના વિનાનો બારણામાં બેઠો, ને જાણે તેને તેવી જ રીતે ઉભેલી મારી નજરે જોતો હતો.
ઉઠી, તળાવે ગયો. હાથપગ ધોઈ ઈષ્ટદેવનું સ્મરણ ધ્યાન કરી કંઈક ફળ મૂળાદિ ખાઈ લીધું.
કેટલાક કમળો લાવી પ્રિયાના આલિંગનથી સુભગ પેલા રક્તાશોકને અડોઅડ પથારી કરી. “આ જ ચક્રસેનની પુત્રી છે” એમ નિર્ણય ન કરી શક્યો, “શરમથી કે ભયથી આ બોલતી નથી' એમ વિચારી તેને વારંવાર ન બોલાવી, રક્તાશોક પાસેથી ખસીને પાસે આવી છતાં તેનો હાથ ન ઝાલ્યો, વારંવાર સામે જોઈ જવાને રસ્તો માગ્યો, ગઈ ત્યારે પાછળ જરાએ ન ગયો. સ્પર્શ થઈ જવાના ભયથી અંગ સંકોચી બહાર નીકળતી વખતે બે હાથ પહોળા કરી તેને ગાઢ આલિંગન ન આપ્યું. પાસે થઈને ગઈ છતાં તેના લાલ અધરમણિ પર ચુંબન ન દીધું. બહાર નીકળી ઉભી રહી ત્રાંસુ જોતી જોતી ચાલી ગઈ, ત્યારે પ્રીતિવાળી છતાં ભય પામી હતી તેને ભોળપણ ગણી લીધું. ઉચિત સત્કાર ન કર્યો તેથી અપમાન લાગતાં પાછળ પાછળ ન ગયો, ખરેખર બહુ ભૂલો કરી. મારા અનેક ભવના પાપનું એ ફળ હશે ?'
પથારીમાં પડ્યો પડ્યો આમતેમ આળોટ્યો. ઉષ્ણનિશ્વાસ મુકતો હતો. તેણીના અંગરાગના પરિમલેજ ઉડી જતા મારા જીવનનો બચાવ કર્યો હતો. તેના સુમૂખથી શબ્દ ન સાંભળ્યા
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૩૮
તેથી કાનને નકામાં માનતો હતો. આખો મીંચતો ત્યારે ચારે તરફ એ જ મૂર્તિ દેખતો હતો. તળાવ કિનારે લતામંડપમાં ચક્રવાક માફક એકલો નિદ્રા વિનાનો મને જોઈ દુઃખી થતી રાત્રી ચંદ્રરૂપી ફીક મુખે ચાલી ગઈ.પ્રાત:કાળ થયો એટલે ઉઠીને પાછો તેવી જ રીતે તે મૃગાક્ષીને શોધવા પગલા જોતો જોતો ચાલ્યો.
પગલાંઓ કેટલેક સુધી આગળ ચાલ્યા, ને પાછા વળ્યા, ઉપરથી પરાગની ધૂળ બાદ કરી બરોબર તપાસ કરી તો પહેલા પ્રમાણે જ સંપૂર્ણ લક્ષણે સ્પષ્ટ દેખાતા હતી. કોઈ જગ્યાએ ઉતાવળથી મૂકેલા હતા. કોઈ જગ્યાએ ધીમે ધીમે મૂક્યા હતા. કોઈ કોઈ પગલાઓ આડ માર્ગે હતા, કોઈ કોઈ માર્ગમાં પણ હતા. રેતીવાળા ભાગમાં સીધા લાઈનબંધ હતાં. દર્ભના ભાઠામાં આડા-અવળા હતા. ટેકરા પર છુટા-છવાયા જણાતા હતા. ઝાડના મૂળમાં વળેલા હતા. કાદવવાળા ભાગમાં વાંકા ચુંકા હતા. નદી ઉતરવાની જગ્યાએ કોઈ કોઈ જ જણાતા હતા. પત્થરવાળી જમીનમાં તો હતા જ નહીં. આ રીતે તે એલામંડપની આજુબાજુ પગલાઓ ઘણી વખત તપાસ્યા. છેવટે થાક્યો એટલે એક ઝાડ નીચે શરીરના સાંધા ઢીલા થઈ જવાથી પછડાઈ પડ્યો. આંખે અંધારા આવી ગયા. પછી મનમાં વિચાર થયો-“શું કરું ? કોને પૂછું ? ક્યાં જાઉં ? નિર્જન જંગલમાં એકવાર ફરીથી કઈ રીતે એને જોઉં ?” એમ વિચાર કરી આશામાં ને આશામાં ઉભો થયો. એક ઉંચા ટેકરા પર ચડી ચારે તરફ જોવા લાગ્યો.
Page #222
--------------------------------------------------------------------------
________________
૩. તાપસ કન્યા
તળાવને ઉત્તર કિનારે કોલાહલ કરી કેટલાક જળપક્ષીઓનું ટોળું ઉડી જતું દૂરથી જોયું. આશ્ચર્ય પામી ત્યાં ગયો, તે સ્થળ જોયું ને વિચાર કરવા લાગ્યો–‘‘શેવાળનો પોપડો દૂર ખસેડેલ છે. કમળની ડાંખળીઓ પરથી કમળો હમણા ચુંટી લીધેલા જણાય છે. આટલા ભાગમાં પાણી કાદવ ઉખડવાથી મલીન થયું છે. કિનારા પર કેટલાક ટુટેલા કમળો પડ્યા છે, અને રસ્તામાં પાણીના બિંદુઓની હારચાલી છે, તેથી કોઈ હમણાં જ અહીં સ્નાન કરી પોતાને મુકામે ગયું હોય એમ જણાય છે.'
એ પાણીના બિંદુઓ તરફ ધ્યાન રાખી થોડેક દૂર ચાલ્યો એવામાં એક મંદિર જોયું. કે જેના પાસેના મઠમાંથી ગંધર્વક સાથે આવીને તું મને મળ્યો. તે જ એ મંદિર હતું.
અંદર જઈ દેવને નમસ્કાર કરી મણિથી જડેલા નજીકના ગોખમાં બેઠો. ત્યાં અઢાર વર્ષથી એક તાપસ કન્યા જોઈ. તેણે હમણા જ સ્નાન કરેલું હતું. પૂજાસામગ્રી સહિત ભગવાન નાભિનંદનની સન્મુખ કંઈક દૂર પદ્માસને બેઠી હતી. સ્થિર થઈ હાથમાં માળા રાખી ફેરવતી હતી. ને મંદ મંદ મંત્રો ગણતી હતી. મંત્રનો પાઠ પુરો થઈ રહે એટલે મેરૂની પાસેના અંગુઠાથી પાછી ફરતી હતી. પાણીથી ભીના વાળ તેના વાંસા પર છુટાં પડ્યા હતા, તેમાંથી પાણીના બિંદુઓ ટપકતાં હતા. તેણે વલ્કલ પહેર્યા હતા.
જવિવિધ પુરો થયો એટલે ઉભી થઈ. હાથમાં ફૂલની છાબડી લઈ, ધીમે પગલે ભમતીમાં ગઈ ત્યાં અજિતાદિ
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૪)
જીનેશ્વરની પૂજા કરી. પાછળ પાછળ એક પરિચારિકા જતી હતી.
મૂળ નાયકને પ્રદિક્ષણા આપી મારી સામે આવી ઉભી રહી. મારી સામે જોઈ મારો વેશ, મારી આકૃતિ જોઈ સત્કારપૂર્વક બોલી –
મહાભાગ ! મારા જેવાના સુભાગ્યે જ આપ અહીં પધાર્યા છો, ઉઠો, હંમેશાં સુખી આપના શરીરને જરા તસ્દી આપી થોડાક પગલાં મારી સાથે આવો. અમારું વનવાસીઓનું ઘર પવિત્ર કરો.”
ચાલો,” એમ કહી ઝરોખા પરથી ઉતરી. તેની પાછળ પાછળ ત્રણ માળના પેલા મઠ પાસે આવ્યો. જ્યાં તેં કાલે ગંધર્વકને જોયો, ત્યાં હું ઉપર ગયો એટલે તે પણ ઉપર આવી. ખુટી પર વલ્કલ લટકાવેલા હતાં. ભીંતની અડોઅડ પથારી પડી હતી, તેના પર અક્ષમાળા મુકી હાથમાં કમંડળ લઈ હાથ પગ ધોઈ અર્ધાદિ આપી મારો સત્કાર કર્યો. એક ગાદલી લાવી તેના પર બેસી મારો વૃત્તાન્ત પૂછયો. તે જણાવ્યો. મારા તરફ તેનો પક્ષપાત વધ્યો.
તે વખતે હાથમાં ફળોની ટોપલી લઈ એક પરિચારિકા આવી એટલે મને કહ્યું
“રાજપુત્ર ! બપોર થવા આવ્યા છે. મારે મધ્યાહ્નકાળની ક્રિયા કરવા વનમાં જવાનું છે. તમે પણ મારી સાથે આવો. ને મધ્યાહ્ન ક્રિયા કરી લ્યો. જમવાનો વખત થવા આવ્યો છે.” એમ કહી ચાલી. અને વનમાં ગઈ. એક પત્થર પર બેસી પુષ્પવતી
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૪૧
અર્ધ આપી મંત્ર જપવા બેઠી. તે ત્યાં સુધી બેસી રહી કે જ્યાં સુધી મેં દેવાર્ચન ક્રિયા સમાપ્ત કરી લીધી.
ઉઠીને કિનારા પર ધોળું વસ્ત્ર પાથરી મારી પાસે આવી. એક પત્રાવળીમાં કેટલાક ફળ આપી ગઈ, ને પાસે પાણી મુક્યું. હું જમી રહ્યો, પછી બાકી રહેલા ફળો ખાઈ તેણે પણ ક્ષુધા શાંત કરી. બધા કામથી પરવારી મારી પાસે આવી જરા દૂર બેઠી.
થોડીવાર મૌન બેસી રહી, થોડીવાર પછી પ્રીતિથી હાથીનો વૃત્તાન્ત વારંવાર પુછતી હતી. તેને પ્રીતિપૂર્વક વ્યવહાર કરતી જોઈ ઉદ્વેગપૂર્વક મેં પૂછ્યું
“મહાભાગે ! અંતઃકરણની નૈસર્ગિક સ્વચ્છતા સૂચવતો, પ્રેમીહૃદયોને આનંદ આપતો આ વ્યવહા૨ મને ચપળ કરે છે. તેથી ચૂપ બેસી શકું તેમ નથી. જો કે-‘પોતાની આબરૂ જાળવવા ખાતર નાની વયમાં પરસ્ત્રીઓ સાથે બહુ વાતચીત ન કરવી જોઈએ. સંયમીઓને પણ તમારા જેવી સુંદર આકૃતિઓ લલચાવે છે.' એ જાણું છું, તો પણ તમને પુછવાની મારી ઈચ્છા હું રોકી શકતો નથી.
બોલ, તું કોણ છે ? કયા વંશમાં તારો જન્મ થયો છે? હૃદયને શાંતિ આપનારા તારા નામના કયા અક્ષરો કાનમાં અમૃત રેડે છે ? આ તારા શરીર, ને અવસ્થાને અયોગ્ય વસ્કલો તને કોણે પહેરાવ્યા ? કયા સ્વાદિષ્ટ ફળની આશાએ નિરસ જંગલી ફળો ખાય છે ? તાપસોના આશ્રમો છોડી આ નિર્જ અરણ્યમાં જ એકલા રહેવાનું શું પ્રયોજન છે ? યુવાવસ્થામાં જ વિષયો તરફ દ્વેષ શા કારણથી થયો છે ? જાણે કોઈ વહાલાના
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૪૨ સમાચાર પુછવા ઈચ્છતી હોય તેમ દરેક ક્ષણે ઓઠ ફરકાવતી દક્ષિણ દિશા તરફ વારંવાર કેમ જોયા કરે છે ? અહીં તારું સગું વહાલું, મિત્ર કે અંતરનું કોઈ છે?”
આ પ્રમાણે પૂછ્યું એટલે તેના પયોધર કંપ્યા, ગળું રૂંધાયું. નાસિકા સ્કૂરવા લાગી, પ્રયત્નથી અટકાવ્યા છતાં આંખમાં આંસુ ભરાયા, ને થોડીવારમાં તો ધાર ચાલી. તેની આ અવસ્થા જોઈ મારા મનમાં ખેદ થયો
પૂર્વકર્મના આવી પડેલા સંકટો મહાત્માઓ પણ દૂર કરી શકતા નથી. આ બાઈ સંસારના ક્લેશો છોડી દઈ જંગલમાં એકલી રહે છે. ખરેખર અનેક યોજન દૂરથી મને અહીં લાવી ક્ષણવારમાં જ દેવે આને શોકમાં નાંખી દીધી.”
તેને આશ્વાસન આપી વાવમાંથી પાણી લઈ આવ્યો.
તેણે મોઢું ધોઈ, વલ્કલ વતી લુછી નાંખ્યું, સ્વસ્થ થઈ બોલી. “કુમાર ! મારા જેવી તાપસી ને તાપસ ધર્મ પાળતા પૂર્વાશ્રમની વાત કરવી એ લજ્જાસ્પદ છે. તમે મને પ્રશ્ન કર્યો છે, તેથી કહ્યા વિના ચાલતું નથી. પણ સુખી જીંદગીવાળા આપને મારી દુ:ખોથી નિરસ બનેલી કથા સાંભળવાથી કંઈ લાભ નથી. અને જો કુતુહળ હોય તો, સાંભળો. કહું છું. આ કથાવિનોદથી જ મારો આજનો દિવસ ભલે વ્યતિત થાય. તમે પણ રાજપુત્ર છો, મારે ઘેર પધાર્યા છો, તો એ જ આજનું આતિથ્ય” એમ કહી એકવાર ફરીથી અશુપાત કરી ધીમે ધીમે કહેવા લાગી.
Page #226
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પરિચ્છેદ ૧. જિનયાત્રા મહોત્સવ
“દક્ષિણ દિશામાં સમુદ્રની નજીક કાંચી નામે નગર છે. તેમાં કુસુમશેખર નામનો રાજા રાજ્ય કરે છે. તેને ગંધર્વદત્તા નામે પટ્ટરાણી છે. તે કદી વાર્તાવિનોદમાં પણ હોઠના પુડીયા વિકસાવી હસ્યા નથી. ઘરની નદીના હંસોની પાછળ પણ ઉતાવળા દોડ્યા નથી. પાંજરામાં બેઠેલી મેનાઓ સાથે પણ વાતચીત કરતા નહીં. તિલકના ઝાડ તરફ પણ કટાક્ષથી જોતા નથી. તેનો જન્મ વિદ્યાધર વંશમાં થયેલો છે. તેઓને શોકનું કારણ હું એક જ પુત્રી થઈ.
જ્યારે મારો જન્મ થયો ત્યારે વસુરાત નામના નિમિત્ત શાસ્ત્રજ્ઞ મારા પિતાને કહ્યું હતું
આ કન્યા ભાગ્યશાળી છે. ઘણું સુખ પામશે. આવા સુંદર લગ્નમાં એનો જન્મ થયો છે. તેથી જે આનો પતિ થશે, તે ચક્રવર્તીના હાથ તળે આખા ભરતખંડનું–હેમકૂટથી માંડી સમુદ્ર સુધી રાજ્ય કરશે.”
આ વાત સાંભળી દરેક શહેરવાસીઓ અને મારા કુટુંબીઓ ઘણા જ ખુશી થયા. ને શહેરમાં મહોત્સવ પ્રવર્યો. દર દિવસ પુરા થયા એટલે મારું નામ મલયસુંદરી પાડ્યું. અનુક્રમે મેં યુવાવસ્થામાં પ્રવેશ કર્યો.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૪૪ એક દિવસે હું મહેલની અગાશીમાં સુતી હતી. મનોહર વાજીંત્રના અવાજથી જાગી ઉઠી. આંખ ઉઘાડીને જોયું તો દેવ વિમાન જેવા જિનમંદિરના એક ખુણામાં કેટલીક રૂપવતી રાજકન્યાની વચ્ચે મેં મને જોઈ. “અરે ! આ શું ?” એમ વિચાર કરતી એકદમ ઉઠી. ઢીલા થઈ ગયેલ ફૂલના ગુચ્છા બરોબર રાખ્યા. નાડી બરોબર કઠણ કરી લીધી. ખસી ગયેલ ઓઢણી ડાબે હાથે ઓઢી લીધી. ભય, હર્ષ, આશ્ચર્ય વગેરે ભાવોમાં ઘેરાઈ ગયેલી થોડીવાર સ્તબ્ધ બેસી રહી. મારું ઘર, મારી અગાશી, મારી સખીઓ, મારા નોકરો, એમાંનું કંઈ મેં ન જોયું. હું તો વિચારમાં પડી “સ્વપ્ન આવ્યું હશે ? કોઈ ઈદ્રજાળ બતાવતું હશે ?” આમ વિચાર કરતી ઉભી થઈ, ને બારણા પાસે આવી. એક બાજુએ ઉભી રહી ભય છોડી ધીરજ રાખી જોવા લાગી- તો માણેકના રંગમંડપમાં અનેક દિવ્ય સ્ત્રી-પુરૂષોનું ટોળું જોયું. ચારે તરફ જોવા લાગી. તે જ વખતે મનમાં કૌતુકનો અંકુર ફૂટ્યો, એટલે પાસે બેઠેલી એક આધેડ વયની બાઈને પુછ્યું
આર્યો ! આ કયું સ્થળ છે ? આ સુંદર પુરૂષો કોણ છે ? આ વચ્ચે બેઠેલા મહારાજાનું નામ શું ?”
આર્યા–“તું બીજા દેશમાંથી આવેલ જણાય છે. અહીંની હો તો આમ પુછે નહીં, સાંભળ, દક્ષિણ સમુદ્રની અંદરનો આ પંચશૈલદ્વીપ છે. આ જે પુરૂષો છે, તેઓ વૈતાઢ્ય પર્વત પર રહેનારા વિદ્યાધરો છે. આ વિચિત્રવીર્ય નામના ચક્રવર્તી તેઓના ઉપરી છે.”
તુરત એક છડીદાર આવી એ વિદ્યાધરપતિને વિજ્ઞપ્તિ કરી “દેવ ! જરા આ તરફ જુઓ. આ કુશળસ્થળના રાજા
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૪૫ પ્રતાપશીળની પુત્રી કુસુમાવળી. આ યદુવંશીય રાજા કાંચીપતિ કુસુમશેખરની પુત્રી મલયસુંદરી. પેલી બેઠી તે મગધપતિ સુરતકેતની પુત્રી શકુન્તલા. આ રાષ્ટ્રપતિ મહાબળની પુત્રી બંધુમતી. અને આ બીજી કલિંગ, બંગાળ, અંગ, કોશળ, કુલૂત વગેરે દેશના રાજાની પુત્રીઓ ઈદુલેખા, લીલાવતી, માલતી, મદનલેખા વગેરે વગેરે.”
એટલું કહી જયારે તે ચુપ રહ્યો, ત્યારે તે રાજાએ અમારા દરેકની સામે જોયું. હું જરા દૂર બેઠી હતી તો પણ મારી તરફ જરા નમી વધારે ધ્યાનથી જોયું. પછી એક સાધારણ પોષાકવાળી પ્રૌઢ સ્ત્રીને ઉદેશીને તે બોલ્યા.
ચિત્રલેખા ! તું બેન પત્રલેખાની પરમ પ્રિય સખી છો. અંતઃપુરના દરેક કામમાં તે કુશળતા મેળવી છે. તેથી વિવિધ પ્રકારે શણગાર પહેરાવવામાં તું સૌથી કુશળ છો, એમ મેં સાંભળ્યું છે. તારે હાથે પહેરાવેલ શણગાર મંત્ર વિનાનું કામણ છે. તું અલંકાર પહેરાવે ત્યારે પ્રૌઢા સ્ત્રી પણ યુવતી જેવી જણાય છે. કુટુંબની સ્ત્રી છતાં અંતઃપુરની સ્ત્રીઓ કરતાં ચડી જાય છે. કદરૂપી છતાં અપ્સરા જેવી જણાય છે. તારી વાકપટુતા જન્માન્તરની જણાય છે. શૃંગારીક વિનોદમાં ઉંચે નંબરે પાસ છો. તારી વિનોદી વાર્તાઓ કોને આનંદ આપતી નથી ? ખરેખર તું ઘણી જ ચતુર છો. સાંભળ, પવનગતિએ આ કન્યાઓ જણાવી તે દરેક રાજપુત્રીઓ છે. તેઓને આ મહોત્સવ પ્રસંગે વિદ્યાધર દ્વારા અહીં લાવવામાં આવી છે. પ્રથમ ભગવાન જિનપતિનો અભિષેક કરવામાં આવશે. પછી સંગીત શરૂ થશે. તે વખતે દરેક સ્ત્રીસ્વભાવ સુલભ ભય છોડી દે, અચાનક થયેલ કુટુંબીયોનો વિયોગ ભૂલી જાય, દરેક ખુશી ખુશી થઈ જાય, નૃત્ય કરવાનું
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શરૂ કરે, રંગભૂમિમાં ઉતરી પડે, એક્ટીંગ (અભિનય) બરોબર કરે, પ્રેક્ષકોને આનંદરસમાં ઝબોળી દે, સહૃદયોના હ્રદયમાં રહેલા રસસાગરને ખળભળાવી મૂકે, તેમ કર. ઘણા વખતથી પ્રાપ્ત કરેલ કળા બતાવાવનો તને પણ આ અવસર ઠીક મળ્યો છે.’
તુરત તે ઉઠી, ને કહ્યા પ્રમાણે બધું પાર પાડ્યું.
અભિષેક શરૂ થયો. ગંધર્વોએ વાજીંત્રો સજ્યાં તીર્થજળથી ભરેલાં સુવર્ણમય કળશો હાથમાં લઈ કેટલાક પુરૂષો ગાયક મંડળથી આગળ ઉભા રહ્યા કેટલીક વારાંગનાઓ હાથમાં ફૂલની છાબડીઓ લઈ આમ તેમ ફરવા લાગી. કેટલીકે વિલેપનના પુડીયાઓ લીધા હતા. કેટલીકે ગંધોદકના શૃંગારો હાથમાં લીધા હતા. અભિષેકની શરૂઆત સૂચવવા એકી સાથે વાજીંત્રોનો ગંભીરનાદ શરૂ થયો.
સ્નાત્રવિધિ પુરો થઈ ગયો. સવિસ્તારથી પુજાવિધિ સમાપ્ત થયો. ગવૈયાઓએ સંગીત શરૂ કર્યું. રાજકન્યાઓએ એક પછી એકે નાચવું શરૂ કર્યું.
રાત થોડી બાકી રહી એટલે ચિત્રલેખાએ મને શણગારીને નૃત્યસ્થળે ખડી કરી. પ્રેક્ષકોની મનોવૃત્તિરૂપ સખીયો સાથે મેં નાચવું શરૂ કર્યું. નૃત્ય પુરું થયું એટલે રંગમંડપને પ્રણામ કરી ચિત્રલેખા પાસે બેસવા જતી હતી, તેવામાં મહારાજાએ મને બોલાવી, ને પોતાના જ આસન ૫૨ બેસાડી.
મને તો શરમ આવી તેથી સંકોચાતી સંકોચાતી નીચું જોઈ બેઠી, નાચતા નાચતાં સરી ગયેલી વાળની લટો તેમણે હાથવતી સમારી. કાન ઉપરની મંજરી બરોબર ખોસી. હડપચીએ આંગળી મુકી જરા મુખ ઉંચું કરી વાત્સલ્યથી બોલ્યા
Page #230
--------------------------------------------------------------------------
________________
૨. વિયોગી પિતા
“બેટા, મલયા ! તેં તો ખૂબ કરી. કહે તો ખરી, આવું નૃત્યું તું ક્યાંથી શીખી ? કે જેનો પ્રચાર વિદ્યાધરોમાં પણ ઘણો જુજ છે. નાની ઉંમરમાં તું આટલા બધા પ્રયોગો શી રીતે શીખી શકી ? આવી મનોહર એક્ટીંગ કયા ઉસ્તાદે શીખવી? મને તો બહુ આશ્ચર્ય લાગે છે. રાજકન્યાઓમાં આવી ચતુરાઈ તો ક્યાંય જોઈ નથી તેમ સાંભળી પણ નથી.’’
મારા વખાણ સાંભળી વધારે શરમાઈ પગના અંગુઠા વતી હું ભોંય ખણવા લાગી.
વિચિત્રવીર્ય-પુત્રી ! તું કેમ શરમાય છે ? મને તારા પિતાતુલ્ય માનજે. તારું ઘર હોય તેમ અહીં મોકળે મને વાતચીત
કર.''
મલ–“બાપૂ ! મને નૃત્ય શીખવનાર કોઈ કળાચાર્ય નહોતા કે જેના સંબંધમાં આપને કંઈ પણ કહી શકું. પણ જ્યારે મેં નૃત્ય શીખવું શરૂ કર્યું, ત્યારે મારા પિતાશ્રીએ દેશ દેશાવરના સારા સારા કળાનિપુણોને પોતાના રાજ્યમાં વસાવ્યા હતા. તેથી કોઈ પ્રસંગે કોઈ ને કોઈની પાસેથી કોઈ પ્રયોગ શીખી લીધો. પરંતુ પ્રયોગમાં સુંદરતા જણાઈ છે, તે મારી માને નાચતી જોઈ, ને કેટલુંક પૂછી તેમની પાસેથી શીખી છું.”
વિચિ−‘તારી . માને ક્યાંથી આવડે ?'’ મલ૦–‘‘વિદ્યાધર કુટુંબમાંથી શીખેલ.' વિચિ−‘તારી માનું નામ શું ?'
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મલ0–“ગંધર્વદત્તા”
આ મારા શબ્દો સાંભળી મનમાં ખુશી થતા વીર્યમિત્ર નામના વૃદ્ધ મંત્રી બોલ્યા
મહારાજ ! કદાચ એ જ આપની પુત્રી ન હોય ? નામ અને પુત્રીમાં સંક્રાન્ત થયેલ નાટ્યકળાથી મને વ્હેમ આવે છે.”
વિચિ૦-“આર્ય ! નાચ બરોબર મળતો આવે છે, એટલું જ નહીં પણ શરીરની આકૃતિ પણ મળતી આવે છે. જુઓનેતેવું જ મુખકમળ, તેવી જ આંખની મીટો, અને તેવું જ બોલવું જાણે કોયલનો ટહૂકો.”
વીર્યo-“મહારાજ ! એમ હોય તો જરા પ્રશ્નો લંબાવો. જે હશે તે જણાઈ આવશે.”
વિચિ૦-“બેટા મલયા ! તારી મા જીવતી છે ?”
મલ૦-“હમણાં જ કૌમુદીમાં સખીમંડળ સાથે પટરાણીના લેબાસમાં અગાશીમાં રાસ રમતી મેં જોઈ છે.”
વિચિ0–કેટલી ઉંચી છે ? શરીરનો વાન કેવો છે ? ઉંમર લગભગ કેટલી હશે? શરીરનો ઘાટ કોને મળતો છે ?”
મલ0–બહુ નીચી નહીં તેમ બહુ ઉંચી પણ નહીં, એટલે મધ્યમ કદની છે. વર્ણ ચંપાવર્ણી છે. હું પ્રથમ પ્રસૂતિ છું તેથી મારી ઉંમર પરથી સંભવતી ઉંમર છે. રૂપમાં તો તેના જેવું અહીં કોઈ હું જોતી નથી, પણ આપના રૂપને કંઈક મળતું હોય એમ લાગે છે.”
વીર્યo-“મહારાજ ! ચિન્હો બરાબર મળતા આવે છે. જો એમ હોય તો ચોક્કસ એ રાજ્યપુત્રી ગંધર્વદત્તા જ.”
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૪૯ વિચિ૦-“બેટા ! તેનો પિતા કોણ છે ?' મલ0-“કોઈક તાપસ."
વિચિ0–“આર્ય ! લ્યો સાંભળો. પુત્રીવિયોગે બળીકળી રહેલ હૃદયમાંથી નિર્દય વિધિએ વચ્ચે તાપસ લાવી મારા આનંદનો સર્વથા નાશ કર્યો.”
વીર્યo-“મહારાજ ! ગભરાઓ નહીં. ખરી રીતે તો આ રાજપુત્રી તેના પિતા સંબંધી કાંઈ જાણતી હોય એમ લાગતું નથી. નહીંતર “કોઈક' એમ ન બોલે.”
વિચિ0-“તેં એ તાપસને કદી જોયો છે ?' મલ0-“ના. લોકો કહે છે, તેથી કહું છું.” વિચિ0–તારી મા શું કહે છે ?”
મલ0–“કાંઈ બોલતી નથી. કદાચ વાતચીતમાં સખીઓ પોતાની પૂર્વની અવસ્થા પૂછી દે, તો માત્ર નીચું જોઈ નિસાસા નાંખતી રોયા કરે છે.”
વિચિ0–પ્રધાનજી ! ન કહેવામાં ને રોવામાં શું કારણ હોવું જોઈએ ?”
વીર્ય-“મહારાજ ! પોતાના ઉત્તમ વંશની પડતીનું ધ્યાન કરવામાં શરમ, ને કુટુંબીઓ સાંભરવાથી દુ:ખ.”
વિચિ૦-“મલયા ! કંઈ બોલતી નથી છતાં તે શી રીતે જાણ્યું કે–“તે નાટ્યપ્રયોગો વિદ્યાધર કુટુંબમાંથી શીખી. બોલ.”
મલ૦-“સાંભળો,”— આજથી એક વર્ષ ઉપર મહાજ્ઞાની મહાયશા નામના
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૫૦ મુનિરાજ કાંચીમાં પધાર્યા હતા. ને શહેર બહાર બગીચામાં ઉતર્યા હતા. તેઓશ્રીનું દર્શન કરવા શહેરના બધા લોકો જતા હતા. મારા પિતાની આજ્ઞાથી હું અને મારી મા પણ પૂજ્યનું દર્શન કરવા ગયા. મહાત્માનું દર્શન કર્યું ને અવસર મળ્યો એટલે
“ભગવાન ! પ્રસિદ્ધ વિદ્યાધર કુળમાં મારો જન્મ છે. મારા પિતાના શહેર પર આક્રમણ થવાથી કુટુંબીઓથી અભગણી હું વિખુટી પડી છું. અહીં આવ્યા મને ઘણો વખત થઈ ગયો, પણ કોઈએ મારી ભાળ કરી નથી. મારા વાલસોયા માતાપિતાએ પણ મારી સંભાળ ન લીધી. ભગવાન્ હું આમને મામ કુટુંબીઓથી વિખુટી જ રહીશ ? કે તેઓ સાથે મેળાપ થશે ?” એમ પૂછતી મેં સાંભળી છે.”
| વિચિ૦-“પછી મુનિરાજે શો જવાબ આપ્યો ? ને તારી માએ શું કહ્યું ?”
મલ0-“તેઓએ આ પ્રમાણે કહ્યું –
મુ0–“બાઈ ! ખેદ ન કર. થોડા જ વખતમાં તમે બધા કુટુંબીઓ મળશો.”
ગં૦-“ભગવાન ! ખરેખર આ શબ્દોથી આપે મારો ઉદ્ધાર કર્યો છે. મહારાજ, મહેરબાની કરો, ને એક વખત કહો કેક્યારે મેળાપ થશે ?”
મુનિશ્રી મારા તરફ જોઈ કંઈક વિચાર કરતાં કરતાં બોલ્યા.
મુ0-“મહાભાગે ! જ્યારે તારી આ પુત્રી–' એવું એવું કાંઈક બોલ્યા.”
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૫૧
વિચિ−“અરે પણ શું બોલ્યા ? બોલને દીકરી !''
મલ૦–“મેં બરોબર હોતું સાંભળ્યું.'' વિચિ−પાસે બેઠી હતી ને ન સાંભળ્યું ?''
મલ−‘તે વખતે મારું ધ્યાન બરોબર ન હોતું. મારું ચિત્ત વ્યગ્ર હતું.'
વીર્યo–“મહારાજ ! શું કરીએ ? આવી જ રીતે તે વખતે પણ આનું ચિત્ત વ્યગ્ર થયું હશે.'’
વિચિ−‘આર્ય ! તમે સમજી શકો છો ? કે તે જ્ઞાનીએ શું કહ્યું હોવું જોઈએ ?’’
વીર્ય−એ જાણવામાં શું છે ? જ્યારે તારી આ પુત્રીનું લગ્ન થશે ત્યારે બધા કુટુંબીયો મળશે.''
વિચિ—એમ કે મલયા ?''
વીર્ય–“મહારાજ ! બિચારી શરમની મારી બોલી શકતી નથી ને આપ વારંવાર એની એ વાત પુછો છો. હજાર વાર કહેશો તોયે એ બાબત પોતાને મોઢે નહીં જ બોલવાની.’
વિચિત−પ્રધાનજી ! તો પણ મારે પુછવું છે. મલયસુંદરી ! કેમ સાચી વાત નહીં કહે ?''
મલ૦–‘પ્રધાનજીએ બધી વાત સાચે સાચી જ કહી દીધી
ને ?''
વિચિ−પણ વિવાહ વખતે કુટુંબીઓને ખબર કેમ પડશે ?’' આ સંબંધમાં તારી માએ કેમ જ્ઞાનીને ન પૂછ્યું ?'' મલ−‘“બધુએ પુછ્યું હતું. તેઓએ જવાબમાં–
Page #235
--------------------------------------------------------------------------
________________
૧પર “મહાભાગે ! ઉતાવળી થા માં. બધી હકીકતથી વાકેફ થઈ તારા પિતા પોતાને ત્યાં તેડી જશે. અને તારી સાથે જ આ તારી પુત્રીના સંબંધી જે કરવાનું હશે તે પોતાને ઘેર કરશે.” આ પ્રમાણે કહ્યું હતું.”
વીર્યo-“હવે નિશ્ચય થઈ ગયો છતાં પ્રશ્ન પુછીને રાજપુત્રીને શા માટે નકામો કંટાળો આપો છો ?”
વિચિ૦-“શું તમને નિશ્ચય થઈ ગયા ? બસ પાક્કી ખાત્રી થઈ ગઈ ?”
વિર્યo-“મહારાજ “હું અભાગણી શહેરના ભાંગવાથી કુટુંબીઓથી વિખુટી પડી છું.” એટલું સાંભળ્યું છતાં હજુ સંદેહ છે ?''
વિચિ૦-“મારા વ્હાલા પ્રધાન ! શું કરું ? આટલું સાંભળ્યા છતાં આ મારું દુ:ખી હૈયું કબુલ થતું નથી.”
વીર્ય,–“કરો પવનવેગને હુકમ. અહીં તેને લાવે, ને આપ ખાત્રી કરી લ્યો. પછી શું ?”
વિચિ૦-“ના, એમ તો નહીં. અવસર વિના પરસ્ત્રીને જોવી આપણને શોભે નહીં. પવનવેગને તસ્દી આપવાની પણ જરૂર નથી. આ તેની બાળસખી ચિત્રલેખા જ બધી હકીકત જાણી લઈ જેવું હશે તેવું મને જણાવશે અને જો તે જ મારી પુત્રી ગંધર્વદત્તા હશે તો તેની સાથે થોડા જ વખતમાં આપણે મળીશું કેમકે તે જ્ઞાની મહાત્માએ કહ્યા પ્રમાણે મલય સુંદરીનો વિવાહનો અવસર મારે જ સાધવાનો છે, તેથી ઉતાવળ કરવાની જરૂર નથી.”
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૫૩
આ અમારી વાતચીતને અનુમોદન આપતો પ્રભાતનો મંગળ શંખ વાગ્યો.
સંગીત બંધ કરાવ્યું. વિદ્યાધર રાજાઓને વિસર્જન કર્યા. મારી સામે તેમજ રાજકન્યાઓની સામે જોઈ પોતાના હજુરી માણસને બોલાવ્યો.
વિચિ−‘અરે પવનવેગ ! આ મલય સુંદરીને અહીંની દરેક ચીજ અને સ્થળો બતાવજે. પછી દરેકને છુપી રીતે પોતપોતાને ઘેર પહોંચાડી દેજે.'
આસન પરથી ઉઠી પ્રભુએ પ્રણામ કર્યો. બહાર નીકળી વિમાનમાં બેસી આકાશમાર્ગે રવાના થઈ ગયા.
તેઓ ગયા પછી પેલા પુરૂષે પેલી રાજકન્યાઓનું મુખ્ય પદ મને આપ્યું. સાથે ફરી બધા રમ્ય સ્થળો જોવા અમને સૂચવ્યું. સખીઓ સાથે ઉભી થઈ આગળ ચાલીને જોયું તો તે મંદિર જાણે મેંજ કરાવ્યું હોય, જાણે પૂર્વ ભવમાં જોયું હોય તેવું લાગ્યું. તેમાં ગભારામાં મહાવીર પ્રભુની પ્રતિમાના દર્શન કર્યા.
સુવર્ણમય સિંહાસન પર પ્રભુપ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. હિરચંદનનો અંગરાગ ચોપડ્યો હતો. કલ્પવૃક્ષોના પુષ્પની માળાઓથી પુજા થયેલી હતી. કાળાગુરુના ચૂર્ણનો પ ધમધમાટ કરી રહ્યો હતો. પ્રભુનું દર્શન અત્યન્ત શાંતિ વિસ્તારતું હતું.
જાણે મારા પિતા હોયની, ઘણો વખત પરદેશ રહી આવેલા સ્વામીને જોતી હોઉની, કોઈ ઉપકારીની સામે ઉભી હોઉંની, તેમ હૃદયમાં ગાઢ ઉત્કંઠા થઈ આવી. જાણે કોઈ પૂર્વ જન્મના
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૫૪
વહાલામાં વહાલાને મળી હોઉં તેથી જરાકુચી ફરકવા લાગ્યા. કોણ જાણે શાથી જે રડવું આવતું હતું તે માંડ માંડ રોકી રાખ્યું. છેવટે નમ્રતાપૂર્વક ભક્તિભાવથી હાથ જોડી મસ્તક નમાવી વારંવાર પ્રણામ કરવા લાગી.
ભગવાનના મુખ સામે દૃષ્ટિ સ્થિર કરી બેઠી, એકીટશે સામે જોઈ રહી, આંખમાંથી આંસુની ધાર ચાલી, ઉત્કંઠા વધવા લાગી. એવો કોઈ અપૂર્વ આનંદ અને શોક બન્નેથી મિશ્રિત અવસ્થા અનુભવતી હતી કે જે મારું મન જ જાણે છે કહ્યું જાય તેમ નથી. હું તો એમને એમ શરીર સ્થિર કરી બેસી જ રહી.
Page #238
--------------------------------------------------------------------------
________________
( ૩. શી મારી ને એમની અવસ્થા
સખીઓએ ખાસ સૂચના કરી એટલે અમે બધા સાથે સમુદ્ર જોવા કિલ્લાની જમણી બાજુની સીડી પરથી મંદિરના કિલ્લાની ભીંત પર ચડ્યા. કિલ્લાની આજુબાજુ પાણીના મોજા અથડાતા હતા. કિલ્લાના નીચાણમાં જોયું તો સરસ હોડીમાં દાંતની પાટ ઉપર બેઠેલો એક રાજકુમાર જોયો. તેની બે બાજુએ બે હંસની રૂંવાટીના રેશમી તકીયા મુકેલા હતા. તેણે તો સુવર્ણમય કઠોડા પર જમણો હાથ છટાથી ટેકવ્યો હતો. કેટલાક નોકરો ચામર વીંજતા હતા, કેટલાક ખોળામાં પગ મુકી દબાવતા હતા, કેટલાક પાન બીડાઓ તૈયાર કરતાં હતાં, એવા બે પાંચ ચતુર માણસો જ તેમની પાસે હતા. કેટલાક ખલાસીઓ પણ ઉજાગરાને લીધે કંટાળેલ પાસે બેઠા હતા.
ઉદાર તેજને લીધે, અતુલ બળને લીધે, કડાંથી શોભતા બાહુને લીધે, મનોહર દર્શનને લીધે, સુકુમારવાળા રાજા જેવા સુકુમારશરીરને લીધે જાણે ત્રિભવનને જીતતો હોયની, જાણે સૌભાગ્યનું ભવન હોયની, જાણે રૂપનું સ્વરૂપ હોયની, લાવણ્યનું જાણે લયન (સ્થાન) હોયની, એવો અઢાર વર્ષની ઉમરનો એક સુંદર રાજકુમાર મેં જોયો.
જોઈ, હું તો આશ્ચર્યમાં પડી—“અહો ! “બહુરત્ના વસુંધરા આ કહેવત ખરી છે. મેરૂ વગેરે પર્વતોએ પૃથ્વીમાંથી બધા રત્નો એકઠા કરી લીધા છે, તો પણ આવા પુરૂષરત્નો ભગવાનું કુસુમાયુધનો મદ ઉતારે એવા હજુ છે.” એમ વિચાર કરું છું, તેવામાં તો પોતાની પ્રબળ સત્તા જણાવવા અદેખાઈથી કામદેવે મારા હૃદયમાં પ્રવેશ કર્યો. તેની પાછળ ગયેલી રતિના અળતા
Page #239
--------------------------------------------------------------------------
________________
૧પ૬ વાળે પગલે પગલે ચાલી આખા શરીરમાં રાગ ફરી વળ્યો. ‘વિતરાગ પ્રભુના મંદિરમાં રાગીનું રહેવું વિરૂદ્ધ છે.” એવા હેતુથી પરસેવો રાગને ધોવા આવ્યો. પ્રસ્વેદ જળથી જાણે ટાઢ વાતી હોયની તેમ રોમાંચિત સ્તનમંડળ કંપવા લાગ્યું. લજ્જા અને પ્રીતિ બન્ને એકી સાથે ઉત્પન્ન થયા.
Gહૂ ! સમુદ્રનો વાયરો ઠંડો છે” એમ કહી સીત્કાર કરતી સખીયો વચ્ચે હું લપાવા લાગી, “સવારનો તડકો આકરો લાગે છે' એમ કહી પાલવથી મુખ ઢાંકતી હતી, ‘બહુ પગથીયાં ચઢવાથી થાકી ગઈ છું,' એમ કહી કિલ્લાની કિનારીએ શરીર ટેકવતી હતી. પાસે આવતાં, બોલતાં, આકૃતિ જોતાં મશ્કરી કરતા મારા તેમજ તેના પરિવારને અદેખાઈથી જોતી હતી. હું
ક્યાં છું ? ક્યાં આવી છું ? ક્યાં ઉભી છું ? ક્યાં મારો દેશ? કઈ મારી જ્ઞાતિ ? મેં શું કર્યું ? મેં શું આરંભ્ય ? તેમાનું કંઈ પણ મને ભાન નહોતું. શબ્દ સાંભળતી નહોતી, સ્પર્શ અનુભવતી નહોતી, ગંધ સુંઘતી નહોતી, માત્ર તેનું જ રૂપ જોવામાં, તેના અવયવોની શોભા નિહાળવામાં, તેના જ યૌવનની ભવ્યતા વિચારવામાં, તેના જ વિલાસો જોવામાં એક ચિત્ત થઈ ગઈ હતી. જો કે દૂર હતી તો પણ કોઈએ ઉપાડીને તેની જ પાસે મુકી હોયની, તેણે બાથમાં લીધી હોયની, તેની સાથે જ સુરત સુખ અનુભવતી હોઉંની, તેમ મારા સર્વે અવયવો નિશ્ચષ્ટ થઈ ગયા હતા. આનંદનાં આંસુ આવી ગયા હતા. તે વખતે હું તેને સંકોચિત દૃષ્ટિથી જોતી કે વિકસિત દૃષ્ટિથી ? સ્થિર દૃષ્ટિથી જોતી હતી કે ચપળ દૃષ્ટિથી ? ભોળપણથી જોતી હતી કે, ચતુરાઈથી ? વક્ર દૃષ્ટિથી કે સરળ દૃષ્ટિથી જોતી હતી ? તે મને ખબર નહોતી.
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૫૭ તે રાજકુમારે પ્રથમ અમારા તરફ જોયું, પછી ઉપર પ્રમાણેની અવસ્થાવાળી મારી સામે જોયું. જોતાની સાથે જ તેણે પોતાના મૂળ સ્વભાવ (પ્રકૃતિ) છોડી દીધો. ધીર છતાં સમુદ્ર માફક આમ તેમ કટાક્ષ તરંગો ઉછાળવા લાગ્યો. પવન ઠંડો હતો છતાં રોમાંચિત થઈ કંપવા લાગ્યો. જાગતો ન છતાં આળસ મરડી બગાસાં ખાવા લાગ્યો. સ્પષ્ટોચ્ચાર વાળો છતાં ગદ્ગદ અવાજે પોતાના માણસોને હુકમ આપતો હતો. ભુજાના આશ્લેષની ખુબી બતાવવા મશ્કરી કરતી ચામર ગ્રાહિણીને ભેટી પડતો, ચુમ્બનનું તત્ત્વ સમજાવવા સ્ટેજ બીડાયેલા હાથમાંના કમળપુષ્પ હોઠ સાથે લગાડતો હતો. પ્રહારનો ક્રમ સમજાવવા અશ્લીલ ચેષ્ટા કરતી પગ ચાંપનારીને હસતાં હસતાં હાથવતી ખભા પર મારતો હતો.
તે શરમને લીધે વિકારો છુપાવવા ભિન્ન ભિન્ન પ્રકારની અનેક મનોહર ચેષ્ટાઓ કરતો હતો. મને જોઈને જ તેને હર્ષાશ્રુ આવ્યા હતા, પણ જણાવતો એમ કે રત્નના આરીસાના તેજથી પાણી આવ્યા છે. મારા શબ્દો સાંભળવામાં ચિત્ત હતું છતાં નકામો બંધી પાસે સ્તુતિ ગવરાવતો હતો. મારામાં ધ્યાન હતું છતાં પાટીયા પર પીંછીથી ચિત્ર કાઢવામાં એક ચિત્ત થયો હોય તેમ જણાતો હતો. મારા મુખ તરફ, મારી કાંખ તરફ, ઠંડથી હાથ ભીડતી ત્યારે મારા સ્તનમંડળ પર, નાભીમંડળ પર, નીવિ તરફ, કંદોરા પર, પવનથી આમ તેમ કંપાયમાન થતી વસ્ત્રની પાટલીમાંથી જણાતા સાથળનાં મધ્યભાગમાં વારંવાર પડતી દૃષ્ટિ નિવારી શકતો નહીં.
થોડીવાર પછી એક સુંદર આકૃતિવાળો ચતુર ખલાસી તેના હુકમથી મીઠે અવાજે મને કહેવા લાગ્યો
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૫૮ “દેવી ! લંકાપતિ ચંદ્રકેતુનો કુમાર આ સમરકેતુ સમુદ્રમાંના દ્વિપો જીતતો જીતતો પ્રસંગે અહીં આવી ચડ્યો છે. સુભાગ્ય વિના પ્રવેશ ન કરી શકાય તેવું આ તમારા હૃદય જેવું મંદિર દીઠું, પણ તેમાં પ્રવેશ કરવાનો માર્ગ બતાવે તેવા તમારા કોઈ પરિજનને હુકમ આપો.”
ત્યારે અવંતી રાજ્યમાં માન પામેલી વસંતસેના નામની ચતુર સ્ત્રીને મેં કહ્યું
“સખી ! આ મહાભાગને આપણો આજનો બનાવ યથાર્થ સંભળાવ.”
વસંતસેના–“ભાઈ શું કહું ? આપની ધારણા સફળ કરવાનું અમારા ભાગ્યમાં નથી. મારું એવું ભાગ્ય નથી કે તમારા સ્વામીનો મનોરથ સફળ કરી શકું. આજ રાતમાં જ આ અમારી નાયિકાને કોઈક અહીં લાવેલ છે. બીજી પણ આ રાજકન્યાઓ પરદેશી જ છે. અત્યંત સુંદર આ મંદિરકુમારના રૂપ પ્રમાણે આણે આજે જ જોયું છે. તેથી તેની વિશેષ હકીકત શી રીતે જાણી શકે ? અને તેથી ઈચ્છા છતાં તમારા નાયકને શી રીતે રસ્તો બતાવી શકે ? બીજી ચિંતા તો દૂર રહી. એને પોતાની જાતની ચિંતા થાય છે–હું સમુદ્રમાં જ વખત ગાળીશ? યા બીજે ઠેકાણે જઈ કોઈ વિચિત્ર દશામાં આવી પડીશ? યા પોતાને ઘેર જઈ શકીશ ? પણ વિધિની વિચિત્રતા કોણ જાણી શકે ?”
તારક-“કુમાર ! તો રહ્યું દેવ દર્શન.”
પણ, કામદેવે તેના સામે ખૂબ ધનુષ ખેંચેલ હોવાથી તેને મારું દર્શન જ શરણ હતું. તેથી આ નિરસ વચન સાંભળી જરા પણ ખેદ પામ્યો નહીં. થોડી વારે પાછો પેલો નાવિક બોલ્યો
Page #242
--------------------------------------------------------------------------
________________
૧પ૯ “કુમાર ! આપણે અહીંનું સ્થળ જોઈ લીધું. આ પર્વતની શોભા પણ જોઈ લીધી. હવે કાંઈ બાકી રહ્યું નથી, તો નકામું શા માટે ખોટી થવું ? મહેરબાની કરીને ચાલો, પાછા જઈએ. પાછળ બધા શોધમાં હશે, બધા ગભરાઈ ગયા હશે. પાછળ શોધવા ન આવે તેટલામાં અચાનક જઈ પહોંચીએ.”
તોપણ મારી પાસેથી ખસવું તેને ગમતું નહીં તેથી કાંઈપણ ઉત્તર જ ન આપ્યો. છેવટે મુશ્કેલીથી મારા તરફથી નજર ફેરવી તેને ધીમે રહી કહ્યું
“તારક ! થોડીવાર તો રાહ જો. હમણા માટે શરીરે ઠીક નથી. માથું દુ:ખે છે, બગાસાં વારંવાર આવે છે. શરીરમાં કોણ જાણે શાથી તાવ ચડી આવ્યો છે. તેથી આરામ લેવા અહીંનાં રમણીય આ ઠંડા પ્રદેશમાં બેસવાનું મને મન થાય છે. પછી જેવી તારી મરજી.''
તારક–“કુમાર ! જો મારી મરજી પ્રમાણે વર્તવું જ હોય, તો ક્ષણમાત્ર પણ અહીં રહેવાની જરૂર નથી. વધારે રહેવાથી નુકસાન છે. અને તેથી જ સારવાર માટે બીજે લઈ જવાની મારી ઈચ્છા છે. જે તમે ઠંડવાળો પ્રદેશ વેદના શાંત કરનારો ધારો છો. તેની સગવડ બીજે કરી લઈશું. એ બાબતની ચિંતા કરવાની તમારે જરૂર નથી.
એમ કહી શરમથી નીચું જોઈ રહેલા કુમારને પેલા નાવિકે કાંડુ પકડી હસતાં હસતાં ત્યાંથી ખસેડ્યો.
એ એને લઈ ચાલ્યો એટલે મારા મનમાં શુંનું શું થઈ ગયું. ને તે મુખ ફેરવી મારી તરફ ગરીબાઈથી, દુ:ખથી પ્રાર્થના પૂર્વક સ્વાત્મ સમર્પણ કરતો હોય તેમ જોવા લાગ્યો. હું પણ
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૬૦ તેને પાછો બોલાવવા વિચાર કરતી હતી પણ છેવટે કંઈ ન સૂજવાથી પેલી વસંતસેનાને જ કહ્યું.
અરે સખી ! ના પાડી તોય પેલો લુચ્ચો ચાલ્યો જાય છે. પ્રાર્થના કરી પેલા રાજકુમાર નિરાશ થઈ પાછા જાય છે. કંઈક કરીને પાછા વાળ. મંદિરમાંથી કોઈ બહાર આવશે, તો કહીશું કે “આમને રસ્તો બતાવો.” આમ તો આપણી લાજ જાય. સખી એમને એમ ના જવા દેવાય.”
વસંતસેના–“અલ્યા ! કર્ણધાર (ખલાસી) ! કાન વિનાનો હો એમ લાગે છે. પેલા તારા સ્વામીને શરીરે ઠીક નથી, થોડીવાર રહેવાનું કહે છે, તે સાંભળતો નથી ને એમને એમ ચાલ્યો જાય છે. સમુદ્ર પણ ખળભળ્યો છે. પવન પણ પ્રતિકૂળ હોવાથી તારી આ હોડી જવા ન ઈચ્છતી હોય તેમ ડામાડોળ થઈ રહી છે. જો મારું કહ્યું માનતો હો, સરળ રસ્તો ઈચ્છતો હો, તારા સ્વામીનું કુશળ વાંછતો હોય, તો પાછો ફર. સમજાવી શાંત કર. કહેવાનું મનમાં હોય તે કહી દે. આ તારી ગોત્રદેવી છે, તેની હંમેશ તારે ઉપાસના કરવી જોઈએ. ને આજ ભયંકર સમુદ્રમાં તો વિશેષ કરીને તેની ઉપાસના કરવી જોઈએ. વળી સમુદ્ર શાંત થાય ત્યાં સુધી તો રાહ જો. આ અશુભ મુહૂર્ત વીતવા દે. સારું શુકન લઈને જા. જયારે શાંત થાય અને તેને ખુશી થઈ રજા આપે પછી સુખેથી જજે.”
તુરત તેણે હોડી પાછી વાળી, ને નમ્રતાથી બોલ્યો
“આર્ય ! અવસરે ઉપદેશ આપી ખરેખર મારા પર આપે ઉપકાર કર્યો છે. આવું કોણ કહે ? હું આપના કહ્યા પ્રમાણે જ વર્તીશ.”
Page #244
--------------------------------------------------------------------------
________________
( ૪. ખલાસીની ચતુરાઈ, ને દૌત્ય )
એમ કહી હાથ જોડી તેણે ઉંચે અવાજે બોલવું શરૂ કર્યું. મારી સાથેની કન્યાઓ એકબીજાની સામે જોઈ ધીમે ધીમે કહેવા લાગી “કે અરે બીચારો ખલાસી !” તેઓ કૌતુકથી તેની સામે જોવા લાગી.
તારક-“હે ! દેવી ! નાવ ! અમારું દુઃખ મનમાં લાવી આ પરોપકારી બાઈએ મને પાછો બોલાવ્યો છે. તેથી અને મારા સ્વામી પરની ભક્તિને લીધે કંઈક કહેવા ઈચ્છું છું—“હે ઉપૃથુશ્રોણી! હું ચપળ છું, મુર્ખ છું, જાલિક છું, ગામડીયો છું એમ મનમાં ન લાવતી. હે પ્રિયદર્શને ! મને ધારે છે, તેવો હું નથી. સર્વધીવરોમાં હું મુખ્ય છું. દૂરદર્શીઓમાં પણ મુખ્ય છું. ભુજંગોની અનેક પ્રકારની ગતિ જાણું છું. મત્સાદિનું રૂપ ધારણ કરનાર પ્રાણીઓની ચેષ્ટા જોઈને જાણી જાઉં છું. પનાગરક વૃત્તનો સૃષ્ટા છું. જુદા પડ્યાં હોય તેના સાંધા મેળવી દઉં છું. વંશ ઉત્તમ છે. પરોપકાર કરવાની વૃત્તિવાળો છું.
તુ પણ “ગુણી છો, ગંભીર છો, સંકર્ણ છો, સહનશીલ છો, સ્થિર છો, ૧૧મહાઅર્થવાળી છો, મહાપૂરૂષે ૧૨વહન કરવા
(૧) ૧. વિશાળ કટીપ્રદેશની નીચેના ભાગવાળી, ૨. હોડીની પાછળનો એક બાજુનો ભાગ. (૨) ૧. વિદ્વાન, ૨. ખલાસી. (૩) ૧. દીર્ઘદર્શી, ૨. દૂર સુધી જોનાર. (૪) ૧. વિટ (કાગટા), ૨. સર્પ. (૫) ૧. શહેરી યુવાન, ૨. વહાણ નાગરવું. (૬) ૧. વિયોગીને મેળવી આપું છું. (૭) ૧. કુળ, ૨. હલેસા મારવાનો વાસ. (૮) દોરડાવાળી. (૯) ઉંડી. (૧૦) ૧. ચતુર, ૨. ખલાસીવાળી. (૧૧) ૧. ધનાઢ્ય, ૨. કિંમતી. (૧૨) ૧. વિવાહ યોગ્ય, ૨. ચલાવવા યોગ્ય.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૬૨
યોગ્ય છો, 'પાત્ર છો, તે હું સારી રીતે જાણું છું. અને તેથી જ વિનવું છું કે–
સવિલાસગમનથી રણરણ વાજતાં મંજીરવાળી ! સલીલ ઉછળતા ૪પયોધરકળશવાળી ! મદવશ થઈ આડી અવળી ચેષ્ટાવાળી ! વારંવાર ચાલતાં, વારંવાર ઉભી રહેતાં, વારંવાર મુંઝાતાં, વારંવાર વિભ્રમો વિસ્તારતાં તેં જ સ્વામીની ! મારા રાજાને આ દશાએ પહોંચાડ્યો છે.
અસ્વસ્થ થયેલા તેને બીજે સુરક્ષિત સ્થાને લઈ જવાનું ધારતો હતો તેવામાં તો અકાળે ખળભળી ઉઠેલા અતિ ભયંકર ૬ઉચ્ચાપ આ મીનધ્વજે ઉલટો વધારે ગભરાવી નાંખ્યો છે. ઉત્કલિકાઓથી ખળભળી ઉઠેલા આને આશ્વાસન આપવા તું એકલી જ સમર્થ છો, શા માટે ઉદાસીનતા રાખે છે ? અસહ્ય મારના ઉપદ્રવથી આ રાજકુમારને બચાવી લે, હવે હું તો ગભરાઈ ગયો છું.
હે વરગાત્રિ ! હવે તો તું જ શરણ છો, પરિત્રાણ છો, આશ્ર" છો, વિસામો છો, આલંબન છો.
તારાથી જ ગતિમાન છે, તારાથી જ ચેષ્ટાવાન છે, તું ૧૦કર્ણધારીથી જ તે બોલી શકે છે. તું 'સ્નિગ્ધતારકા રાખે તો
(૧) ૧. યોગ્ય, ૨. વાહન. (૨) ૧. પગનું ઘરેણું, ૨. હેડીને લગાડેલા મંજીરા જેવા વાગતા આભુષણો. (૩) ૧. સ્તન, ૨. પાણીથી ભરેલ ઘડાવાળી. (૪) ૧. હર્ષને લીધે, ૨. મારે તાબે ન રહી તેથી. (૫) ૧. વિલાસ, ૨. ભરવું. (૬) ૧. ચડાવેલા ધનુષવાળો, ૨. ઉછળતા પાણીવાળો. (૭) ૧. કામ, ૨. સમુદ્ર. (૮) ૧. ઉત્કંઠા, ૨. તરંગો. (૯) ૧. કામ, ૨. મરણ. (૧૦) ૧. સાંભળતો, ૨. ખલાસી સહિત (૧૧) ૧. સાથે રહેલી હોડકી, ૨. આંખની કીકી.
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૬૩ જ તે જીવી શકે તેમ છે. તે અનુકૂળ તો નશીબ પણ અનુકૂળ, તારી મહેરબાની હોય તો જ દેવતાઓની પણ મહેરબાની, તું અનુકૂળ ગ્રહ કરે તો ગ્રહોની પણ અનુકૂળતા. | ઓ માનિનિ ! મહેરબાની કર, બ્રમ જવા દે, તારા પોતાના સ્વાર્થનો તો વિચાર કર, સ્થાન સ્થિર કરીને જરા પણ હલનચલન ન કર.
ઠીક કદાચ અહીં જ રહે, પણ પ્રકૃતિથી ચપળ અપરમાન્ત રંગાલિઓ તને ચપળ ન બનાવી દે, ને આકાશમાં ન ઉછળી જા, સાગરમાં ન ડુબી જા, પાતાળમાં પેસી ન જા, આડી અવળી દિશામાં ચડી ન જા. આ સ્થાનેથી ભ્રષ્ટ થઈ શો ફાયદો કાઢીશ ? માત્ર આ મહાત્માને પઉદ્વેગ આવર્તમાં પાડીશ. ને જાતે જ કંદર્પથી પીડાઈને હલકી પડીશ.
દ્રારૂઢ, “મધ્યરથ, અધિષ્ઠાતા, અને ત્રાતા, આવા પુરૂષને છોડી દઈશ તો તારા પરિજનને પણ શોકસાગરમાં ડુબાડીશ. તું. દુનિયામાં હલકી પડીશ, કઠોર હૃદયની ગણાઈશ, પોતાનું હલકું કુળ ને મુર્ખતા જ દુનિયામાં સાબિત કરીશ. મોટા ને "વૃદ્ધ વાયરાઓથી પ્રેરિત થઈ અનિચ્છાએ પણ જરા ૧૨જર્જરિત દાંતવાળા કોઈ (૧) ૧. અહંકારવાળી, ૨. માપયુક્ત રચનાવાળી. (૨) ૧. ભૂલ, ૨. ભમવું. (૩) ફરજ. (૪) ૧. અંતરંગ આલિ-પ્રિયસખી, ૨. તરંગોની હાર. (૫) ૧. ઉગરૂપી આવર્ત, ૨. વેગવાળી ભમરીયો. (૬) ૧. પાણીનો જોસ, ૨. કામદેવ. (૭) ૧. ખૂબ ચાહનાર, ૨. દૂરથી બેસીને આપેલ. (૮) ૧. મધ્યસ્થ સ્વભાવનો, ૨. વચ્ચે બેઠેલો. (૯) ૧. નાયક, ૨. માલિક. (૧૦) ૧. કષ્ટ સમયે રક્ષણ કરનાર. (૧૧) ૧. મોટા વડીલો, ૨. મહાવાયરાઓ. (૧૨) ૧. વૃદ્ધાવસ્થાને લીધે જેના દાંત પડી ગયા હોય તેવો, ૨. ઘણા વખતના ઘસારાને લીધે બહાર દેખાતા પહાડના ખરાબા.
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૬૪
'પ્રાન્તભૂભૂતને માથે પડીશ. કોઈપણ નિપુણ વિધિએ બનાવેલું, સમુદ્રને પેલે પાર પણ જેના વિલાસો પ્રસિદ્ધ છે, ને જેણે અતિ સુંદરતાને લીધે પતાકા પ્રાપ્ત કરી છે, તેવા આ તારા શરીરને "વિફલક કરી દઈશ. મદનાયત્તતા દોષને લીધે હમેશાં અનિન્દન અગ્નિથી બળતી માહિમકરથી પીડિત થઈ થોડા જ દિવસોમાં
જરા પ્રાપ્ત કરી પશ્ચાતાપમાં નાશ પામીશ. ' અરે અંગને-પથ્ય વહાલું હોય, મારી પ્રાર્થના સાંભળતી હોય, આ ભાગ્યશાળી પર દયા આવતી હોય, ગુણોને ઉપયોગી કરવા હોય, પોતાનો નિર્વાહ કરવા ઈચ્છતી હો, ભાવિ સંકટથી ડરતી હો, તો ઓ વીલાસીની ! બીજો વિચાર જ ન કર, સ્વયંવર પથ સ્વીકાર. અક્ષણ માર્ગથી આને માન આપ, યાત્રા માટે તત્પર થા. સમસ્ત તારા પરિવાર સહિત તૈયાર થા, ને રક્ષક આ મહીધરના પ્રભાવથી નિર્વિઘ્ન પંથે પળ. સદાચારી (હંમેશ સહચર, સારા આચારવાળા) મારી સાથે ગમ્મત કરતી આ સમુદ્ર ઓળંગી જા. સૈન્યમાં પ્રવેશ કર.
કરગ્રહણના મહોત્સવ પ્રસંગે ખુશી થયેલી પ્રધાન દાસીઓથી આજુબાજુએ ચામરોથી વીંજાતી, ચંદ્રલેખાથી શોભતા (૧) ૧. ઘરડો રાજા, ૨. કિનારાની બાજુએ આવેલ પર્વત. (૨) ૧. વિધાતા, ૨. કારીગરી. (૩) ૧. વિલાસો, ૨, મનોહર રીતે પાણીમાં સફર કરવી. (૪) ૧. સૌભાગ્ય, ૫. ધ્વજા. (૫) ૧. નકામું, ૨, પાટીયા વિનાનું. (૬) ૧. કામદેવને વશ પડવાથી, ૨. મારે તાબે ન રહેવાથી. (૭) ૧. વિરહ, ૨. વડવાનળ. (૮). ૧. ચંદ્ર, ૨. મોટા સર્પો ને મગરો. (૯) ૧. વૃદ્ધાવસ્થા, ૨. ક્ષીણતા. (૧૦) ૧. મરણ, ૨. ક્ષય. (૧૧) ૧. હે અંન્ને પથ્ય ઈચ્છતી હો, ૨. અંગનેપથ્ય શરીરનું ઉત્તમ વસ્ત્ર. (૧૨) ૧. રાજકુમાર, ૨, પવિત્ર આ પર્વત. (૧૩) ૧. હથેવાળો (વિવાહ), ૨. કર (વેરો). (૧૪) ૧. કંકુની (આડ), ૨. હોડી ઉપર તેવું કોઈ ધાતુનું ચિન્હ.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૬૫
મુખે 'સકંકણ થઈ આનંદ ભોગવ. મહાનરેન્દ્રપોતની પ્રણયી થા. રાજાના મુખ્ય મુખ્ય માણસોએ આદરપૂર્વક આપેલી ફૂલની માળાઓ સ્વીકારજે, નિરાકુળ જમનારતોત્સવ ભોગવ. પુનિતમ્બફલક પર લાત ખાતી નદીઓમાં જળક્રીડા અનુભવ. ૬સિતપટ પહેરીને આણે બતાવેલ રસ્તે રસ્તે ઠંડા સમુદ્ર કિનારાના વનોમાં ફરવા જજે.
હવે વધારે શું કહું ? આ અર્પણ કરૂં છું. પછી તો તારા ગળે પકડી તેણે રાજકુમારને મારા તરફ નમાવી પ્રણામ
કરાવ્યો.
મારો સ્વામી જ તને સપરિવાર કુળને છાજે તેમ કર.'
પેલા એકદમ ઉભા થાય. મારી તરફથી નજર ખેંચી લઈ, કમળનો ગુચ્છો, તેના માથામાં માર્યો ને બોલ્યા
“અલ્યા ! મૂર્ખ ! તેં કોને પ્રણામ કરાવ્યો ? તેં કોને હાથ જોડ્યા છે ? કોને મનાવવા આટલો બધો લવારો કરી રહ્યો છે ? જાણે છે—એ ક્યાં રહે છે ?''
પેલો નાવિક જરા મૂછમાં હસ્યો, ને બોલ્યો
“ઓ ! કુમા૨ ! તમે દોષ જોનારા ને શૂન્ય હૃદયના છો, એ ખબર હવે આજ મને પડી ગઈ છે. મારા કયા કામનો
(૧) ૧. ચૂડી, ૨. પાણીના છાંટા. (૨) ૧. રાજકુમારની પત્ની, ૨. રાજાઓના વહાણને પ્રિય. (૩) ૧.૨. શાંતચિત્તે. (૪) ૧. રતોત્સવ (કામક્રીડા), ૨. હમ્મેશના ઉત્સવો. (૫) ૧. કેડની નીચે પાછળનો ભાગ, ૨. હોડીનો પાછળનો ભાગ. (૬) ૧. ધોળાં વસ્ત્રો, ૨. સ*
*
આ નોટમાં ૧ અર્થ રાજકન્યાને લાગુ પડે છે. ૨ અર્થ હોડીને લાગુ પડે છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૬૬
વિચાર કરો છો ? આ સામે જ છે ને ? તેં કોને નમાવ્યો ?' એમ પૂછો છો. અરે આ કીલ્લા આગળ તો જરા જુઓ. લ્યો, હવે ચોખ્ખુ ચોખ્ખું કહી દઉં છું–
જે આ પાસે 'નૈતિરૂપારિણી ને અવનપાળનન્દિની છે, તેને મેં પ્રાર્થના કરી છે ને તમને નમાવ્યા છે, લ્યો બસ.''
તારકે આમ કહ્યું એટલે તેના કહેવાનો ભાવાર્થ સમજી જઈ તેને હાથે પકડી ખેંચ્યો, ને ખડખડ હસતા ખુબ ભેટી પડ્યા. તે તેને આવી રીતે આલીંગન આપતા હતા, ત્યારે મારૂં હૃદય ચીરાઈ જતું હતું, જરા હસવું આવી ગયું ને વિચાર થયો—
(૧) ૧. આપણા બેની પાસે રિત સમાન રૂપાળી, ૨. અત્યન્ત દેખાવડી આ હોડી. (૨) ૧. રાજપુત્રી, ૨. રાજકુમારને આનંદ આપનારી.
Page #250
--------------------------------------------------------------------------
________________
( ૪. પ્રબળ પ્રેમબંધન )
અહા ! આ ખલાસીની બધી મહેનત મારે માટે જ જણાય છે. પહેલાં તો “ન પ્રવેશ કરી શકાય તેવા તમારા મન જેવા આ મંદિરમાં આ રાજકુમાર પેસવા ઈચ્છે છે” એમ કહી દૂતનું કામ કર્યું છે. પછી “થોડીવાર રાહ જો, મારા શરીરે ઠીક નથી” એવી રીતે જવાની ના પાડી, ત્યારે તે બોલ્યા કે –“હું તમારો રોગ જાણું છું, ને એ દૂર કરવા પ્રયત્ન કરીશ.” એમ કહી જ્યારે તે પોતાના રાજાને ખેંચી લઈ જતો હતો ત્યારે તેને પાછો વાળવા મેં વસંતસેનાને કહ્યું એટલે તેણે “આ પ્રમાણે માગવું એમ નિશ્ચય કરી વસંતસેનાના શબ્દો પકડી લઈ પ્રસંગોપાત હોડીને સમજાવવાનું બાનું કરી મને જ અનેક રીતે ઉત્સાહ આપ્યો છે.
પોતાનું ભીખારીપણું પ્રગટ કર્યું નથી, રાજકુમારના ગુણો સમજાવી દીધા છે, બીજા પક્ષન આશ્રય લેવાથી શા શા નુકશાન છે, તે પણ બરોબર બતાવ્યું છે, મને લાલચ પણ આપી છે, પાસેના માણસોને ભૂલાવામાં નાંખ્યા છે, કોઈને શંકા થાય તેવું કર્યું જ નથી, પોતાને જે જે કહેવું હતું તે બધું નિર્ભય રીતે કહી દીધું છે, ને સ્વામીનું સમર્પણ પણ કરી દીધું છે. ખરેખર આ રાજકુમાર પૂરો ભાગ્યશાળી છે, કેમકે જેના હજુરીયાઓ પણ આવા ચતુર હોય છે.'' પણ વિચાર એટલેથી જ ન અટક્યો, ને આગળ વિચારશ્રેણી વધી
આ મહાત્મા પોતાની સ્વામીભક્તિ અને બુદ્ધિને છાજતું કરી ચૂક્યો છે. હવે હું શું કરું ? જો આ રાજકુમારની સાથે
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સાથે જાઉં તો માતા-પિતાનો કોપ થાય, ને તેથી મહાન અધર્મ થાય. આ ભયથી જો તેમના તરફ ધ્યાન ન આપે તો પેલાની પ્રાર્થનાનો ભંગ થાય છે, ને પેલા રાજકુમારનું અપમાન થાય છે. મને કરાવેલ પ્રણામથી શરમાઈ જઈ કદાચ આ કુમાર સમુદ્રમાં પડે તો, એ પાપમાંથી જન્માન્તરે પણ છુટી શકાય નહીં. વધારે વિચાર કરવાની જરૂર નથી. આને સ્વીકારી જ લઉં. રાજકન્યાઓને સ્વયંવરનું વિરૂદ્ધ નથી. પણ આટલા બધા માણસો વચ્ચે આ સાહસ કઈ રીતે ખેડવું ? તેમજ આ કિલ્લામાં છું તેથી તેની પાસે કઈ રીતે જાઉં ? અથવા તેની પાસે જવાની શી જરૂર છે ? કોઈ ન જાણે તેમ કોઈ વિચિત્ર રીતે “હું તમારી છું' એમ આને જણાવી દઉં તો કેવું સારું ? બસ, એમ જ કરું. કદાચ તેની સાથે સંગ નહીં થાય તો પણ કંઈ અડચણ નહીં, આવા મહાપુરૂષની પત્ની તરીકે મનાવું તેમાં પણ જેવું મોટું ભાગ્ય સમજું છું, તેવું મૂર્ખ સાથે જીંદગીભર મોજ માણવામાં પણ સમજતી નથી.”
હું આમ વિચાર કરતી હતી તેવામાં હાથમાં ફૂલની છાબડી લઈ પવનવેગ બહાર આવ્યો. તેની પાછળ પાછળ પૂજારીનો છોકરો ચાલ્યો આવતો હતો.
પવનવેગ-“મલયસુંદરી ! આ દૃષ્ટિહારિ ચંદન, લે તિલક કર, ને આ ફૂલોની માળાઓ ગળામાં ઘાલ.” પેલો પૂજારીનો છોકરો ફૂલની છાબડી અમારી પાસે ધરી રહ્યો, ને હસતો હસતો બોલ્યો
મલયસુંદરી ! તું નાચતી હતી ત્યારે તારી કેડના કંદોરામાંથી આ પદ્મરાગ ટુટીને પડી ગયો હતો. તે આ, લે.” (૧) ૧. મનોહર, ૨. અદશ્ય થાય તેવું.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૬૯
વારંવાર તે મને ઉપર પ્રમાણે કહેતો હતો, ને હું પણ તે પ્રમાણે જ પેલા ખલાસી સામે જરા હસી, ચીડાઈને બોલી
અરે ભાઈ ! શું હું કાંઈ હેરી છું ? કે વારંવાર એનું એ બોલ્યા કરે છે. તારું કહેવું સમજી છું. આ નાયક સ્વીકારી લઉં છું. પણ હું જયાં સુધી અહીં છું ત્યાં સુધી એમને એમ ભલે રહ્યો. ઘેર જઈ કાંચીમાં આવેલો ગ્રહણ કરીશ.” મેં એમ કહ્યું એટલે તે ચુપ રહ્યો.
પછી પેલી ફૂલની છાબડીમાંથી એક સુંદર ફૂલની માળા લઈ જરા નીચે નમી સમુદ્રની પૂજાના બાનાથી નીચે ફેંકી, કે તુરત તે રાજકુમારના ગળામાં જઈ પડી. અમારા દરેક પર પેલું ચંદન થોડું થોડું છાંટી દીધું, ને દરેકને તિલક કર્યા.
પાસે ઉભેલી બાળાના હાથમાંથી દર્પણ લઈ આડું રાખી માળાથી અધિક ખૂબસુરત બનેલા રાજકુમાર સામે જોવા લાગી ને વારંવાર તેનું લાવણ્ય ખુબ અતૃપ્તિથી પીવા લાગી. રાજકુમારનું શરીર રોમાંચિત જણાતું હતું. તેને કંઠે સુભાગ્યવતી માળા લટકતી હતી. મારે સ્વહસ્તે પહેરાવેલી હોવાથી જાણે વરમાળા પહેરી, પરણી ઉઠ્યા હોય તેવા શોભતા હતા, હસતાં હસતાં પોતાના મિત્ર ખલાસીને કહ્યું.
“અલ્યાં ! તારક ! વારંવાર શું જોયા કરે છે ? આ માળામાંથી તને એક ટુકડો સરખો પણ મળવાનો નથી. જો તારે જોઈતી હોય તો આ જ રીતે ફરીથી એવી એક બીજી માંગી લે.” (૧) ૧. પતિ, ૨. પદ્મરાગ. (૨) ૧. કેડનો કંદોરો, ૨. તેના પિતાનું શહેર કાંચીનગર
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૭)
તારક–“કુમાર ! કોની પાસે માગું ? મારી બધી મહેનત ફોગટ ગઈ. મારા દેખતાં જ કોઈ માયાવી તારી પ્રાણપ્રિયાને પરિવાર સહિત છુપાવીને ઉપાડી ગયા જણાય છે. “અહીં જ તારે સ્વાધીન કરીશ.' પણ અરેરે ! મારો અભાગીયાનો એ મનોરથ સફળ ન થયો.”
અરે આ મશ્કરો શું બોલે છે ? કાંઈ ગાંડો થયો કે શું ? ખરેખર એ મને જોઈ શકતો નહીં હોય. નહીંતર આમ ન બોલે,” તુરત રાજકુમારના મુખ પરથી નજર પાછી ખેંચી લઈ દર્પણની બહાર ચારે તરફ જોયું, તો તે કિલ્લામાં કોઈપણ ન હતું, માત્ર હું એકલી જ વેલી માફક ઉભી હતી. તરત જ મને મૂર્છા આવી ગઈ. થોડીવારે શુદ્ધિ આવી. એટલે રાજકુમાર તરફ જોયું, તો તે તદન ગભરાઈ ગયો હતો. તેનું મૂખ પડી ગયું હતું.
થોડી વારે પેલા નાવિકને કહ્યું–“તારક ! નકામો ખેદ કાં કરે ? આમાં તારો શો દોષ ? માયાવી પુરૂષોને આપણે શું કરી શકીએ ? તે તારી ફરજ બરોબર બજાવી છે. સ્નેહ અને ભક્તિનો ક્રમ પ્રદર્શિત કર્યો છે. બુદ્ધિ પણ લડાવી ચૂક્યો છે. શરૂ કરેલ કામ ઠેઠ પરિણામ સુધી લાવી મૂક્યું હતું ને અતિદુર્લભ છતાં કન્યારત્ન મને મેળવી આપવાની ઘટના થતી હતી, તે તુટી ગઈ, એમાં અમારા ભાગ્યની જ દુરાત્મતા છે, તારો કાંઈ વાંક નથી. હવે પશ્ચાતાપ જવા દે, આ મારા સોબતીઓ સાથે આપણા સૈન્ય તરફ ચાલ્યો જા. ને મારા હુકમથી દૃઢવર્માને કૂચ કરવાનું કહે. અમાત્યો વગેરે મુખ્ય માણસોમાંના એકને સેનાનો નાયક બનાવ. આપણા કુલીન સેવકોને ઉત્સાહ આપજે. સૈન્યના દુબળા લોકોને ધન આપીને રાજી કરજે. જલ્દી જઈ પિતાજીને
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૭૧ મળજે. જીતેલું ધન વગેરે તેમને સોંપજે. લુંટમાંથી મળેલા તાડપત્રના પુસ્તકો પડીતોને એકઠા કરી વહેંચી આપજે, ને બીજું જે જે મારે કરવાનું હોય તે તું તારું ધ્યાન પહોંચે તેમ કરી લેજે. હું અહીંથી એક પગલું પાછો આવવાનો નથી. મને આણે અહીં જ બાંધી લીધો છે. આ માળા પહેરીને બંધુઓને મુખ બતાવી શકું તેમ નથી. હવે હું તને હાથ જોડું છું. મને છાવણીમાં આવવાનો આગ્રહ કરીશમાં. ત્યાં લઈ જવાથી શો ફાયદો છે ? ત્યાં આવીને પણ બે ત્રણ દિવસે જ પ્રાણો પ્રયાણ કરી જશે. આ દિવ્ય મંદિરથી પવિત્ર ભૂમિવાળા સમુદ્રના ભાગમાં, મારા પરના પ્રેમને લીધે કરેલી તેની ચેષ્ટાઓ પ્રતિબિંબ રૂપે જોઉં છું, અને તેથી જ આ માળા સહિત તેની છાયામૂર્તિને આલિંગન આપી આ પાપી પ્રાણોનો મોક્ષ કરવો વધારે ઉચિત માનું છું.” એમ કહી સમુદ્રને પ્રણામ કર્યો
“અરે ! કુમાર ! આ શું ધાર્યું ? સાહસ ન કરો સાહસ. થોડીવાટ તો જુઓ, અરે પણ વાતતો સાંભળો.” આ પ્રમાણે પેલો ખલાસી બોલતો જ રહ્યો, ને તેણે તો સમુદ્રમાં પડતું જ મૂક્યું.
મેં પણ મરણનો નિશ્ચય કર્યો-“સમુદ્રમાં જ એમને મળી લઉં, ને જીવિત સફળ કરી પ્રાણોનો ત્યાગ કરૂં” આંખ મીંચી કિલ્લા પરથી સમુદ્રમાં કુદી પડી.
આંખ ઉઘાડીને જોઉં તો, ન તે પર્વત, ન તે મંદીર, ન તે સમુદ્ર, ન તે રાજકન્યાઓ, ન પેલા રાજકુમાર, ન તેને બહાર કાઢવા મથતા ખલાસીઓ, પણ સાંજે જ જે અગાશીમાં મારી પથારીમાં હું સુતી હતી ત્યાં જ મેં મારું શરીર જોયું.
Page #255
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ પરિચ્છેદ - ૧. પરાધીન બિચારી કન્યા
' વિચાર કર્યો-“મેં પેલું તિલક (ચાંલ્લો) કર્યું હતું તે ખરું કે ખોટું ?” કપાળે આંગળી અડકાડી તો તેવું ને તેવું પેલું ચંદન આંગળીએ ચોંટી આવ્યું. “સ્વપ્ન તો નથી, પણ આ બધું શું ?'
એમ વિચાર કરતી કરતી ઉઠીને પાસેના આસન પર બેઠી.
બેઠી બેઠી સ્તબ્ધ થઈ ગઈ, લમણે હાથ મૂકી કુમારની રૂપ સંપત્તિનો વિચાર કરતી હતી, તેવામાં મારી પ્રિય સખી બંધુસુંદરી ત્યાં આવી. અમે બન્ને બાળ સહીયરો હતી. એ મારું બીજું હૃદય હતી. તે ઘણી જ ચતુર હતી. પ્રણામ કરી અંદર આવી, ચાકરોએ આસન આપ્યું એટલે તે પર બેઠી. થોડીવાર ચુપ બેસી રહી. મારી સામે જોઈ રહી, નોકરો આડા અવળા ખસી ગયા એટલે ધીમે ધીમે રહીને મને કહેવા લાગી.
બંધુસુંદરી–“મલયા બા ! મને તો નવાઈ લાગે છે. તમારાં લુગડાં કોઈ જુદી જ જાતના જણાય છે. ગળામાં જાણે દિવ્ય ફૂલોની માળા હોય એવું લાગે છે. કાલ સાંજે માલતીના ફૂલોની માળા તારી વેણીમાં મેં મારા હાથે જ ગુંથી હતી તે આ ન હોય ! કાલ સાંજે તે સુતી વખતે પોપટીયા રંગના ચિનાઈ રેશમી વસ્ત્ર પહેર્યા હતાં, તે કોણે ઉતરાવ્યાં ? આ વિચિત્ર
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૭૩ ખુશબુદાર અત્તર ક્યાંથી લાવી ? તારી આંખો ઉજાગરાથી લાલ થઈ ગઈ છે, તેથી જણાય છે કે આખી રાતનો ઉજાગરો કર્યો હશે, વ્હેન ! આખી રાત ઉજાગરો કરવાનું શું કારણ છે ? શ્વાસ સમાતો નથી, બગાસા પર બગાસા આવે છે, શરીરે પરસેવો બાઝયો છે, બહેન ! તારા ગાલ ફીક્કા પડી ગયા છે, તું દુબળી પડી ગઈ હોય તેમ મને કેમ જણાય છે ? તું આ પથારીમાં સુતી હતી છતાં, હું પહેલા એકવાર સવારમાં ઉઠીને આવી હતી, તે વખતે બરોબર તપાસ કરી હતી છતાં તું જોવામાં ન હોતી આવી. હમણાં જ મેં તને જોઈ. આ બધું શું? સાચું કહે, મને તો કંઈનું કંઈ થઈ જાય છે. મારા મનમાં કંઈ કંઈ વિચાર આવી જાય છે. બોલ બ્લેન! ઝટ કહે.”
આ રીતે ગુપ્ત રીતે રાતમાં દિવ્ય સુરતના ઉપભોગનો તેને હેમ આવ્યો, ને તેથી વારંવાર તે પૂછવા લાગી, મને જરા હસવું આવ્યું ને પછી મેં કહ્યું
“સખી ! તું ગભરાઈશમાં, જેવા તેવા વિચાર કરવાની જરૂર નથી. કોઈપણ પ્રકારનો વ્હેમ રાખીશ નહીં. હલકા પ્રાણી જેવું આચરણ હું કરું એમ સ્વપ્નમાં પણ માનીશ નહીં.” પછી પ્રથમથી માંડી ઈતિ સુધી રાતની બધી હકીકત કહી આપી. તે ખુશ થઈ, ને વારંવાર એની એ વાત પુછતી થોડીવાર બેસી ઘેર ગઈ.
મને વિચાર થયો-“હું પલંગમાં સુતી હતી છતાં બધું સુંદરી મને જોઈ શકી નહીં, તથા પેલા રાજકુમાર અને ખલાસીની સામે જ હું ઉભી હતી. છતાં પેલા ખલાસીએ કહ્યું કે–‘તારી પ્રિયાને કોઈ પરિવાર સહિત બીજે ઠેકાણે લઈ ગયા.” આ બે
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રસંગોથી સાબિત થાય છે કે—કપાળે કરેલ તિલક ને ચંદનનો એ પ્રભાવ છે. અને જ્યારે મેં તે લુછી નાખ્યું ત્યારે બંધુસુંદરી મને જોઈ શકી. અને હા, બરોબર. તે પવનવેગે જ મને આ ચંદનનો પ્રભાવતો સૂચવ્યો જ છે કે-‘મલયસુંદરી ! લે, 'દૃષ્ટિહારિ હિરચંદન.' આવા આવા અનેક વિકલ્પો કરી કરી હું બહુ જ ગભરાઈ ગઈ. છેવટે બધા ઘરેણા ઉતારી નાખ્યાં ને ખાધા વિના તે આખો દિવસ પૂરો કર્યો.
બીજે દિવસે બંધુસુંદરી આવી, હું તો લમણે હાથ દઈ આંસુ સારતી હતી. રોઈ રોઈને, ઉજાગરાથી આંખો ફૂલી ગઈ હતી. એકલી બેઠી હતી.
“આમણે પોતાના હાથે જ વરમાળા રોપીને જે રાજકુમા૨ને પોતાનો સ્વામી નીરધાર્યો છે, તેમાંથી આ હઠીલીનું મન પાછું વાળવું મુશ્કેલ છે, અને તેને સમુદ્રમાં પડતો નજરે જોયો છે, તેથી જ આ ઝુરે છે.'' એમ વિચારી તે ગળીગળી થઈ ગઈ, ને બોલી
“વ્હેન ! તારા શોકનું કારણ હું જાણું છું. પણ શાંત થા, તને તે રાજકુમાર ચોક્કસ મળશે. પેલા આર્ય વસુરાતનું વચન કદાપિ જુઠું પડતું જ નથી. તેણે તમારી માને હ્યું હતું કે“આનો પતિ ચક્રવર્તી રાજાનો રાજ્ય કાર્યભાર ચલાવશે.'' તેં તારા પતિ તરીકે તે રાજકુમારને માન્યા છે, તેથી જરાએ ચિંતા ન કરીશ. કેમકે જેની સાથે ભાવિસંબંધ થવાનો હોય તેની તરફ મન આટલું બધું ખેંચાય છે, તેથી હું બેધડક કહી શકું છું કે થોડા જ વખતમાં તું ઐશ્વર્ય ભોગવીશ.'
૧. અદશ્ય કરી દે તેવું.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૭૫
મારૂં હૃદય કંઈક હલકું પડ્યું. શોક ઓછો થયો. મને લાગ્યું કે, પેલા ખલસીઓએ એને બચાવી લીધા હશે. પોતાને મુકામે સહી સલામત પહોંચી ગયા હશે. એવી આશામાં ને આશામાં પ્રત્યક્ષ સમુદ્રમાં પડતા જોવા છતાં જાણે જીવતા હોય તેમ માની લઈ, કોણ જાણે શાથી પ્રાણત્યાગ મુશ્કેલ હોય તેથી, કે પ્રિયજન મળવાની આશા નહીં છોડી શકાવાથી, કે દુઃખો સહન કરવાના બાકી હશે તેથી, કે ગમે તે કારણથી, તજવા જોઈએ છતાં આહાર અને શરીરને તે વખતે તો હું ન તજી શકી.
એક વખતે હું એકાન્તમાં બેઠી હતી, બંધુસુંદરીએ પુછી લીધું- ‘મલયા વ્હેન ! જ્યારે પેલા ખલાસીએ તને હોડીને બાને પોતાનો અભિપ્રાય જણાવ્યો, ત્યારે તેં કંઈ જવાબ આપ્યો હતો કે નહીં ?''
મેં કહ્યું “સખી ! આ વિચાર કરવાની તારે શી જરૂર છે ? બીજા બહુએ વિચાર કરવાના છે. જો તે વખતે તેનું ધ્યાન હશે, તે મારા કહેવાનો ભાવાર્થ સમજ્યા હશે, તો ડુબ્યા છતાં સમુદ્રમાંથી બહાર નીકળશે, મારામાં પૂર્ણ પ્રેમ બંધાયો હશે, અને અહીં આવી પહોંચશે તો તે જ તને બધી વાત કહેશે, અને એમ નહીં બને તો નકામી વાત કરવાથી શું ?''
કોઈપણ કામકાજમાં મારૂં ચિત્ત લાગતું નહીં. વારંવાર આંખમાં ઝળઝળીયા ભરાઈ આવતા હતા, ને છુપી રીતે લુછી નાંખતી હતી. તે કુમારની આકૃતિ આંખ આગળ જેવી ને તેવી તરી આવતી હતી. કોઈ વખતે ચિત્રપટ ચિત્રીને જોયા કરતી હતી, પ્રિય સમાગમ વ્રતો હમેશાં પાળતી હતી, સુંદર પુરૂષો ને
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૭૬ સ્ત્રીઓ સમાન જ માનતી હતી, રાજપુત્રોએ પોતાનો પ્રેમ દર્શાવવા મોકલેલી બાવણો સાથે પરિચય જ રાખતી નહીં. બીજા કોઈપણ વરનું નામ દે ત્યારે મારી માતુશ્રીને સખીઓ દ્વારા કહેડાવતી કે બીજે ક્યાં આપશો નહીં.” ખરેખર પ્રિયવિયોગ ઘણો દુઃસહ છે' એમ ધારી વાવમાં કાળા કમળોની પ્રભાથી અંધારી રાતની શંકાએ જુદા પડતાં ચક્રવાકોને દિવસે પણ સાથે જોડતી હતી. મૂર્ખ નોકરોએ ભિન્ન ભિન્ન પાંજરામાં પુરેલા પક્ષીઓના મિથુનોને એક પાંજરામાં એકઠા રાખતી હતી. બાળવૃક્ષ અને બાળલતાઓનો પરસ્પર વિવાહ જોડતી, ને એકબીજાની કુંપળો એકબીજા સાથે મેળવતી હતી, આવી રીતે શોકમાં ને શોકમાં કેટલોક વખત ગયો.
વસંત ઋતુ શરૂ થઈ ચુકી છે, વિરહ વ્યથા ઘણી જ પીડા આપતી હતી. તેથી પલંગની પાંગત પર બેસી બંધુસુંદરી પૂર્વની મનસ્વીની કન્યાઓની પ્રિયસમાગમ સંબંધી મીઠી કથાઓ કહી મને આશ્વાસન આપતી હતી. તેવામાં સવારના પહોરમાં જ અંતઃપુરની દાસી કાત્યાયનિકાએ આવી મને કહ્યું –
બા ! માતુશ્રી હુકમ કરે છે. કે-“આજ મદન તેરસ છે. કામદેવના મંદિરમાં ઉત્સવ શરૂ થયો છે. કુસુમાકર નામના બાગમાં દેવનું મંદિર છે ત્યાં નવા કપડા, ઘરેણા પહેરી શહેરની બધી સ્ત્રીઓ જાય છે. તું પણ પૂજા સામગ્રી લઈ સખીઓ સાથે જજે. વિધિપૂર્વક પૂજા કરવાથી ઈષ્ટ ફળ આપનાર ભગવાન કામદેવની વિધ્વશાંતિ માટે ઠાઠમાઠથી પૂજા કરજે.
જો, બા ! લડાઈની શાંતિ માટે તારા પિતાએ મંત્રીઓની
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૭૭ પ્રેરણાથી અયોધ્યાના સેનાપતિ વજાયુધને તને આપી છે. અને તેથી જ તેણે સંધિપત્ર પર સહી કરી છે. તેના તરફના મુખ્ય મુખ્ય માણસો આવી ગયા છે. કાલે જ તારો વિવાહ થશે.” બસ, એજ.
આ સાંભળી મારામાંથી જાણે ચૈતન્ય જ ચાલ્યું ગયું, જાણે માથા પર વજ પડ્યું, જાણે માથામાં શૂળી ભોંકાઈ, જાણે શરીર મોટા પહાડ તળે ચગદાઈ ગયું હોય તેમ તરત જ મૂછ આવી ગઈ, ને પથારીમાં ઢળી પડી. થોડી વારે શુદ્ધિ આવી. “અરે રે હાય ! હું શું કરું ? હું પાપિણી મારી પોતાનો નાશ કરું ? આ દુષ્ટા કાત્યાયનિકાને ગળે પકડી મારા મકાનની બહાર કાઢે ? અહીંથી જઈ મર્યાદા છોડી પિતાજી સાથે લડી પડું, ને મેણા આપું ? સભામાં જાઉં, રાજ્યાધિકારીઓ અને ઉમરાવોના દેખત મંત્રીઓને ખંખેરી નાંખું ? “અરે રે ? મને મરણથી પણ ભયંકર આ દુઃખમાંથી બચાવો' એમ કહી કુટુંબીઓ પાસે રડી પડું ? ‘ઓ નિર્ભાગ્ય વિધિ ! તેં શું ધાર્યું છે ? એમ નસીબને ઠપકો દઈ છાતી ફાટ રૂદન કરું ? અથવા તો બંધુસુંદરીને ગળે વળગી પડી ખુબ છુટે રાગે વિલાપ કરૂં ? હું ઘણી જ ગભરાઈ ગઈ. મને કંઈ સુર્યું જ નહિં અને તે સ્વભાવિક હતું.
થોડી વારે હૃદય હલકું પડ્યું. વિચાર કર્યો-“મારું મન જાણ્યા વિના, મારી માતાની વાત સાંભળ્યા વિના, મારા પર સ્નેહ રાખનાર કુટુંબીઓનો મત લીધા વિના, મારા માયાળુ પિતાએ આ શું કર્યું ? ઠીક છે, પ્રજાનું રક્ષણ કરવામાં તલ્લીન બનેલા રાજાઓને વહાલું કે પુજ્ય કોણ હોઈ શકે ? મારી વાત સાંભળવાનો પિતાને વખત જ ક્યાં છે ? તમને આ અમુક પ્રિય
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૭૮ છે કે ? અપ્રિય છે ? એ પુછવાની કોને દરકાર છે ? વળી કન્યાઓને આ પ્રશ્ન જ ક્યાં થાય છે ? ઠીક, કાંઈ મારા પિતાનો દોષ નથી. રાજય ખાતર પ્રયત્ન કરનાર મંત્રીઓનો પણ કાંઈ વાંક નથી. કેમકે પ્રસિદ્ધિ પામેલા રાજાને હિણપ ન લાગવા દેવા તેઓ ગમે તે પ્રયત્ન કરે. ખરો વાંક તો મારો જ છે. પૂર્વ જન્મના કર્મના વિપાકી ભોગવી રહી છું. પ્રિય સમાગમની આશાએ હજુ જીવું છું, ત્યાં સુધી સુખ ક્યાંથી હોય ?” છેવટે મનમાં મરણનો નિશ્ચય કર્યો, ને બોલી
જા, અલી માને કહેજે “મારે જવાની વાર છે. આજે જરા ઉજાગરો થયો હોવાથી શરીરે સુસ્તી છે. તેથી જઈ શકીશ નહીં, સાંજે બાગમાં જઈશ.”
કાત્યાયનિકા ગઈ.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨. ગળે ફાંસો
બંધુસુંદરી–“બહેન ! કેમ દિલગીર થઈ છો ? ઉઠ ને, કરવાના કામકાજ કર. આ ઓચ્છવ મોટો છે. દરેક સ્ત્રીએ ભગવાન કામદેવની આરાધના કરવી જ જોઈએ, તેમાં વળી જેમનું લગ્ન નજીક હોય તેમણે તો ખાસ કરીને. આ પ્રસંગે આળસ કરવી ઘટતી નથી. તારો ખેદ નકામો છે. વડીલો જે હુકમ કરે, જે કર્તવ્ય કે અકર્તવ્ય આચરે, તે પ્રમાણે વર્તવું એ જ આપણું કર્તવ્ય હોવું જોઈએ. વિચાર કરવા રહેવું એ તેઓના હુકમનું અપમાન કર્યા બરોબર છે.”
હું જરા ખોટું હસી, ધીમે ધીમે પથારીમાંથી ઉભી થઈ હાવાની ઓરડીમાં ગઈ, સ્નાન કર્યું, લાલ વસ્ત્રો પહેરી લીધા, પુજા સામગ્રી લઈ બગીચામાં પ્રતિષ્ઠિત ભગવાન પ્રદ્યુમ્નની (કામદેવની) પૂજા કરી. વિદ્વાન અતિથિયોને સુવર્ણદાન આપ્યું. પરિવારને ઈનામથી સંતોષ્યો. સખીઓ સાથે પિતાને મહેલે ગઈ. થોડીવાર તેમના ચરણકમળ પાસે બેસી ઉભી થઈ. ફરી દર્શન થવું દુર્લભ ધારી વારંવાર મુખ જોતી જોતી આંસુઓ મહામુશ્કેલીએ રોકી રાખી માને મુકામે ચાલી ગઈ. માએ મંગળ ઉતારણા કરાવ્યા, વારંવાર આગ્રહ કરીને બેસાડી એટલે તેની સાથે એક જ પાટલે જમવા બેઠી. ભવિષ્યમાં થનાર તેના વિયોગની ચિંતામાં ને ચિંતામાં ઝેર જેવા પાંચ સાત કોળીયા ભર્યા. ચબુક કરી મહેલના બગીચામાં આવી.
બગીચામાં ફરતા અશોક વૃક્ષ પાસે આવી. “અરેરે અશોક! પાદ પ્રહાર કરી તારો દોહદ પૂરો ન કર્યો” એમ કહી નસાસો
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૮) નાંખ્યો. “અરે ! આંબા ! તને હજુ કોર આવ્યો નહીં.” “અરે ! બોરસળી વૃક્ષ ! હું શું કરું ? તને મધના કોગળાથી હું ભીંજવી નહીં શકું !” “બાપુ અતિ મુક્ત ! તું તરૂણ થઈ તોય હજું મેં તારો વિવાહ કર્યો નહીં” એમ કહી રોઈ પડી. જેમ જેમ બગીચાની બનાવટી નદીયો ને કિનારે કિનારે ચાલતી હતી તેમ તેમ નુપૂરના ઝાંકારથી હંસના જોડકાંઓ પાછળ પાછળ દોડ્યા આવતા હતા, તેઓને જોઈ મારૂં ચિત્ત વલોવાઈ જતું હતું. “રક્તાશોક ! કોઈ વખત તો યાદ કરજે,” “બેન કમળ દીધિંકા ઉનાળામાં સ્નાન સમયે કઠણ હૈયાની મેં તને બહુ હેરાન કરી છે.” “ભાઈ મોર ! હાથમાં નાચવા કરવાની તારી ગમ્મત આજથી બંધ થશે, અરેરે.” “કલહંસ ! તારા દિવસો ગમ્મત વિના કેમ જશે ?” “ઓ ભાઈ ચક્રવાક ! અલી ચક્રવાકી ! મારા વિયોગે શોક કરશો મા હો.” “બાપુ! મારા બાળુડા પોપટ ! પેલા મેં શીખવ્યા તે સુભાષિતો ભૂલીશ મા હોં.” આમને આમ આમતેમ ફરતાં સાંજ પડવા આવી, એટલે મકાનમાં આવી. પહેરી ઓઢી રમવા આવેલી સાહેલીઓએ આગ્રહ કર્યો એટલે થોડીવાર ગાણા ગાયાં, ને નૃત્ય કર્યું. છેવટે એ કંટાળામાંથી મારી મેડીએ ચડી ગઈ.
બંધુસુંદરી સાથે ઓરડામાં જઈ વાતચીત કરતી બેઠી, થોડી વારે ગમગીન ચહેરે જરા સામે જોઈ મેં કહ્યું
“સખી ! તું હવે ઘેર જા. રખડવાથી થાકી ગઈ છું તેથી હું હવે ઉંઘીશ.”
અચાનક જવાનું કહ્યું તેથી અને મારી પ્રકૃતિમાં ફેરફાર જોઈ તે ચમકી, ને કંઈક વિચારમાં પડી ગઈ. છેવટે કંઈક
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૮૧
વિચાર કરી મારી પાસેથી જવા નીકળી. જાણે બાંધી રાખી હોય તેમ મુશ્કેલીએ પગલા ભરતી, પાછું વાળી વારંવા૨ જોતી ચિત્રવલભિકા (અગાશી) તરફ ચાલી.
તેને ગયા વધારે વાર નહીં થઈ હોય તે તુરત હું ઉઠી. ફૂલના ગુચ્છા બરોબર બાંધી લીધા. ચણીયાનું નાડું બરોબર બાંધી લીધું. પગથી માથા સુધી ચનાઈ કપડું ઓઢી લીધું. ઝાંઝરનો ઝમકારો મહામુશ્કેલીએ રોકી ધીમે ધીમે બારણા સુધી ચાલી આવી. મહેલ પરથી ઉતરી ચારે તરફ ભયથી જોયું. આગળ ચાલી મહેલની કક્ષાઓ વટાવી કન્યાન્તઃપુરની પરિચારિકાઓ ગમ્મતમાં મશગુલ હતી, ગાન, તાનમાં લાગી હતી તેથી મને કોઈએ જોઈ નહીં પાછળના ભાગમાં એક શૂન્ય બારી હતી તેમાંથી બહાર નીકળી.
ત્યાંથી જ કુસુમાકર બાગની શરૂઆત થતી હતી... શું સુંદર બાગ ! શહેરનું એક જોવાલાયક સ્થળ હતું. મારા પિતાએ આનંદ ખાતર કરાવ્યો હતો. અને તેનું નામ પણ પોતાના નામ પરથી પાડ્યું હતું. અને તે જ આ બાગ, કે જેમાં મારી માતાએ જ પ્રતિષ્ઠા કરાવેલ કામદેવનું મંદિર છે ને જેમાં પુજા કરવા જવા કાત્યાયનીકા દ્વારા સવારે મને કહેવડાવ્યું હતું. તે જ બાગમાં હું આવી પહોંચી.
વિચાર કર્યો—‘શહેરના માણસો યાત્રા માટે આ રસ્તેથી જા આવ કરે છે. રખે મને કોઈ ઓળખે.'' તેથી એ રસ્તો છોડી આડો માર્ગ લીધો. ચંદ્રોદય થયો હતો. ચંદ્રિકામાં આગળ આગળ ચાલવા લાગી. પક્ષીઓ માળામાં પાંખો ફફડાવતા હતા તેથી હું વહેમાતી કે પાછળ કોણ આવ્યું ? સાળુનો છેડો વેલાઓમાં
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ભરાતો તેથી પાછુ વાળી ગભરાટથી જોતી હતી કે સખીઓએ પકડી કે શું ? ઝાડોના ઠુંઠા દૂરથી જોઈ વનનો રખેવાળો ધારી ઝાડીના ઝુંડમાં છુપાતી છુપાતી ચાલતી હતી. મારા પગલાનો ધ્વનિ અન્યના પગલાનો પડઘો માની બીતી હતી. ચાલવાની ટેવ નહીં હોવીથી પગ ભરાઈ ગયા તો પણ એમને એમ થોડીવારમાં કેટલેક દૂર નીકળી ગઈ. દૂરથી એક ચંપક, તિલક, વગેરે વૃક્ષોની ઘટા વચ્ચે આવેલું કામદેવનું મંદિર જોયું. તેની નજીક પહોંચી વાવમાં જઈ હાથ, પગ, મોં ધોઈ લીધા. પાસેની વેડલીઓમાંથી સુગંધી ફૂલો ઝટપટ બીતા બીતા ચુંટી લીધા.
મંદિરના બારણામાં આવી તો ત્રિભુવનમાં અલંઘ્ય શાસન ભગવાન કુસુમાયુધનું દર્શન થયું. અંદર જતાં કોઈ ઓળખી કાઢશે એમ ધારી બારણામાં ઉભે ઉભે ફૂલો ફેંકી પુજા કરી પ્રણામ કરી મરણનો દૃઢ સંકલ્પ કરી તે જ માર્ગે મંદિરના કીલ્લાની બહાર નીકળી ગઈ.
એક વાવની પાસે એક રક્તાશોકનું ઝાડ હતું. તેની ડાળે પેલા લાંબા અને પહોળાં લૂગડાનો ફાંસો તૈયાર કર્યો.
સવારે મારા શબને લૂગડાથી ઢાંક્યા વિનાનું જોઈ લોકો શરમાશે,' એમ વિચારી ચણીયાનું નાડું બરોબર બાંધ્યું હતું તોય ફરીથ બરોબર દઢ કરી લીધું. કાંચળી તસતસાવીને પહેરી હતી તોય છાતી ઉપર સાંળુની ગાતડી બરોબર ભીડાવી લીધી. અંબોડો બરોબર બાંધ્યો હતો તોય ફૂલની માળાઓ ઘાલી ઘાલી ખુબ બાંધી લીધો. ઈષ્ટદેવનું સ્મરણ કર્યું, વડીલોને પ્રણામ કર્યા, નોકરો પર દયા આવી, શત્રુઓ પર પ્રીતિ ઉત્પન્ન થઈ. પછી હાથ જોડી આકાશ સામે જોઈ બોલી
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૮૩ ઓ ! સકળ જંતુઓના કાર્યના સાક્ષિ ઈદ્ર વગેરે ભગવાન લોકપાલો ! તે વખતે તે કુમારને મેં જોયો, તેને મારા સ્વામી તરીકે સ્વીકાર્યો, ત્યાર પછી કોઈપણ પુરૂષને મે સરાગ દૃષ્ટિથી જોયો નથી. આ સત્ય વાતનો, પોતાના ચારિત્રની શુદ્ધતા જાળવવા ખાતર કરેલ આ જીવન ત્યાગનો જો પ્રભાવ હોય તો, તે જ રાજકુમાર સાથે મને આવતા જન્મમાં મેળાપ થાય, અને તે જ મારો સ્વામી થાય.” એમ કહી ગળામાં ફાંસો, ઘાલી જમીન તરફ શરીર લટકતું મૂકી દીધું.
Page #267
--------------------------------------------------------------------------
________________
૩. સખીની વ્હારે
શરીર છોડી મૂક્યું એટલે ભારથી આખું વૃક્ષ કંપી ઉઠ્યું ઝાડ કંપવાથી પક્ષીઓ કોલાહલ કરતા ઉડ્યા. અપ્સરા પ્રમાણે હું અધર લટકી રહી. ફાંસો સંકોચાવા લાગ્યો. ગળું રૂંધાવા લાગ્યું. શ્વાસથી ઉદર ભરાઈ ગયું. નરકાવસાની વેદના અનુભવતી હતી એવામાં પાછળ જ આવેલી બંધુસુંદરીને જોઈ પાસે આવી પણ આંખે અંધારા આવી ગયા હતા તેથી હું જોઈ શકી નહીં, પરંતુ કરૂણ વિલાપ સાંભળીને ઓળખી કાઢી. “અરેરે ! આ શું થયું? આ શું આવી પડ્યું ? નિષ્ફર દેવે આ શું માંડ્યું?” એમ વિલાપ કરતી એમ બોલી બોલી છાતી કૂટતી હતી. ગળાફાંસો તોડવા અશોક પર ચડવા મથતી ને કેડ બાંધતી હતી. ડાળ ભાંગવા ડાળીઓ નીચે નમાવી નમાવી ખેંચતી હતી.
મૂળના ઓટલા પર ચડી ચડી લટકતો મારો હાથ પકડતી હતી. રખેવાળની ઝુંપડીમાં છુરી, દાતરડું શોધવા દોડતી હતી. ગળે વધારે પીડા ન થાય એમ ધારીને પગના તળીયા પકડી મને અધર ધારી રાખતી હતી. મારા પગ બરોબર અધર રહે એ હેતુથી પથરાઓની ટેગરડીઓ કરતી હતી. મદદ માગવા પત્થરના પુતળાઓ તરફ દોડતી હતી. વારંવાર મૂર્છા પામતી હતી. ઉઠીને વળી ધ્રુજતી ધ્રુજતી રૂદન કરતી હતી. “અરે ! પાપણી ! શા માટે તારા રાજવંશનો નાશ કરે છે ?” એમ કહી મને ઠપકો આપતી હતી. “ઓ અનાર્ય ! સ્વાર્થ ખાતર પુત્રીને આવી સ્થિતિએ પહોંચાડી ?' એમ કહી પિતાને ઠપકો આપતી હતી. “મૂર્ખ ! બંધુસુંદરી ! જાણતા છતાં તે કેવી ભૂલ કરી ? ખબર હતી કે આ મરવા તૈયાર થઈ છે, તોપણ ધ્યાન ન
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૮૫
આપ્યું. બહાર નીકળી ત્યારે પકડી કેમ નહીં ? પાછળ દોડીને બીજા માણસોને બોલાવવા પોકાર કેમ ન કર્યો ?” પશ્ચાત્તાપ કરતી પોતાની જ નિન્દા કરતી હતી.
અરે ! ભગવતી ! તેરશની રાત ! ચંદ્રયુક્ત છો તો પણ મારે તો આજ કાળ રાત્રિ થઈ છે. પૃથ્વી મા ! પુત્રીનું પાલન કર્યા વિના “ધાત્રી' શબ્દ કેમ રાખ્યો છે ? મા દુર્ગા દેવી ! મારે બદલે એને જીવાડ, અમારા બેમાં આંતરો નથી. વનદેવતાઓ! દેવી ગંધર્વદત્તાને આ વાત તો કહેજો, કેમકે હું અંતઃપુરમાં હવે નહીં જઈ શકું. દેવ ! યમરાજ ! નિર્દય છતાં મારા પર દયા લાવી એક વખત પ્રિય સખીને જીવનદાન આપો. હે વરુણ દેવ! આપ શાંત સ્વભાવી છે, માટે મારી સખીનો ગળાફાંસો તોડી નાંખો, કેમકે પાશ છોડાવવામાં આપ જ ચતુર છો. ભગવાન પવન ! આપ શ્વાસ આપીને આશ્વાસન આપો. અભાગીયા કામદેવ ! ચૈત્ર માસમાં પણ તું મૂવો, પોતાનો વિચાર તો કર. તે જ બધી પીડા ઉત્પન્ન કરી છે, દુખ ! છે કાંઈ તને ? અશોક ! ખરેખર તું ય અશોક છો ?” આમ અનેક પ્રકારના વિલાપ કરતી હતી.
મેં દુઃખમાંને દુઃખમાં હાથ હલાવી તેને રોતા વારી.
બંધુસુંદરી–“બા તું શું વારવાની હતી ? નશીબે જ વારી છે. આજથી રોવું છે જ કોને ? તું તારે વગર હરકતે કરવું હોય તે કરી લેને. અમારા જેવા તને શું કહી શકીએ ?” એમ ઠપકો આપતી આપતી ફરી રોવા લાગી ને છાતી, માથું કૂટવા લાગી.મેં બીજી વાર સંજ્ઞા કરી રોતી અટકાવી.
“હજુ ચૈતન્ય છે, તેથી જીવાડી શકાશે, માટે કંઈક શોધી
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૮૬
લાવું ? એમ બોલતી બોલતી મને લાગ્યું કે ત્યાંથી કામદેવના મંદિર તરફ દોડી ગઈ.
આટલી જ વાત સ્વપ્ન જેવી હું જાણું છું. પછી શું થયું તેની મને કાંઈપણ માહિતી નથી. એણે શું કર્યું ? ક્યાં ગઈ? શો પ્રયત્ન કર્યો ? અને મારૂં શું થયું ? એ કાંઈ હું જાણતી નથી.
પરંતુ થોડીવાર પછી જરા સોં વળી. મારો ગળાફાંસો જતો રહ્યો હતો. શ્વાસ પણ માપસર ચાલતો હતો. જાણે અમૃતપંકના પલંગમાં સુતી હોઉં ! જો કે ખીલેલ કમળોના ઢગ પર સુતી હોઉં ! એવી રીતે અપૂર્વ સુકુમાર સ્પર્શથી મહાઆનંદ સાગરમાં હું ડૂબી હતી. બંધુસુંદરી રૂદન કરતી ન હતી, પણ રૂદન કરવાથી તેનો ઘાંટો બેસી ગયો હતો. તેથી ખોખરે અવાજે કોઈની સાથે વાતચીત કરતી મેં એને સાંભળી. તેણે વાતચીત કરવામાં મર્યાદા જ રાખી ન હતી. “મારૂં કુળ, મારો જન્મ, મારો વિદ્યાભ્યાસ, મારી યુવાવસ્થા ને છેવટે રાતે સુતી હતી, અગાશીમાંથી વિદ્યાધરો પેલા જિનમંદિરમાં લઈ ગયા. ત્યાં નાચ કર્યો, વિદ્યાધરેન્દ્ર સાથે વાતચીત થઈ, તેણે છત્ર ચામર આપી માનમાં વધારો કર્યો. સખીઓ સાથે કિલ્લા પર સમુદ્ર જોવા ચડી, હોડીમાં બેઠેલો રાજકુમાર જોયો, તેમને અનુરાગ જણાવવા સમુદ્રની પૂજાને બાને પુષ્પમાળા તેના કંઠમાં પહેરાવી, તિલક કર્યા પછી ગમે તે કારણથી તે સમુદ્રમાં પડ્યો, એન તેની પાછળ સમુદ્રમાં હું પડી,'' આ બધુંયે મારૂં ગુપ્ત વૃત્તાન્ત જરાયે જરા કોઈને કહી સંભળાવતી હતી.
Page #270
--------------------------------------------------------------------------
________________
૪. રમણીય રજની
અહીં કોણ એનું અંગત હશે ? મારી બધી ગુપ્ત વાત જેની પાસે એ જાહેર કરે છે. આ અમૃત જેવો સ્પર્શ મને કોનો થાય છે ?'
ધીમે ધીમે આંખ ઉઘાડી. ચંદ્ર કિરણોરૂપી લાકડીથી અંધકારને હાંકી કાઢ્યો હતો. વાવ જાણે જ્યોત્સના જળમાં ડુબી ગઈ હતી. વાવમાં પાણી ભરપુર ભર્યું હતું, તેના તરંગો કિનારાની શીલાઓ સાથે અફળાતા હતા. વાવને કાંઠે સુકુમાર રેતાળ ભાગમાં બેઠેલા કોઈના ખોળામાં હું સુતેલી હતી. જેના ખોળામાં હું સુતી હતી તે પુરૂષરૂપે અમૃતનો ટુકડો હોય એમ જણાતું હતું. તેણે વિયોગીનો શૃંગારિક વેષ પહેર્યો હતો. કડાં, બાજુબંધ, કુંડળ વગેરે પુરૂષોચિત આભૂષણો કીમતી ઝવેરાતના પહેર્યા હતાં. ગળામાં ફૂલોની માળા પહેરી હતી, તે જાણે સમુદ્રમાં પડતી વખતે સ્પર્શ સુખના લોભથી નદીઓ વળગી આવી હોયની શરીર પરનો સુગંધી ચંદનનો લેપ વિયોગથી થયેલ ફીકાશમાં વધારો કરતો હતો. કાન પર લીલા રંગનું કર્ણાવતંસ મૂક્યું હતું. મારે હાથે છાંટેલ હરિચંદનના છાંટણાવાળું તેજ ચીનાઈ વસ્ત્ર પહેર્યું હતું. પેલી એ જ સાચવી રાખેલી દિવ્ય કુસુમોની માળા સિદ્ધવિદ્યાની પેઠે જીવન બચાવવા શીખા પર બાંધી રાખેલી હતી. તેની આંખમાંથી અત્યન્ત ઠંડા આનંદાશ્રુ નીચે ટપકતાં હતાં.
તેઓ મને ખોળામાં રાખી નવા નવા કેળના પાંદડાથી વાયરો નાખતા હતા. કમલિનીના પાંદડાં પાણી છંટકોરી છંટકોરી મારા શરીરે મૂકતા હતા. હથેળીમાં ચંદનવૃક્ષની ટીશીઓ ચોળી
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૮૮
રસ કાઢી સ્તનો પર વારંવાર ચોપડતા હતા. પાસેના ઝાડની છાલના છિદ્રમાંથી લઈ લઈ કપૂરનું ચૂર્ણ ગાલ પર વાતા હતા. પ્રસ્વેદવાળી હથેળીથી ફાંસામાં ફસાયેલી ડોકને પંપાળતા હતા. પવનના ચાપલથી ઉડી ઉડી આંખ પર આવતી વાળની લટોને અંગુલી વતી સમારી કાન પર ચડાવતા હતા. એકીટશે જોઈ રહેલ મારી આંખ પર પડતી મંજરીનો પરાગ ફુંક મારી ઉડાડતા હતા. મારા મુખના શ્વાસની સુગંધથી ખેંચાઈ બગીચામાંથી દોડી આવતા ભમરાઓને વસ્ત્રના છેડા વતી દૂર ખસેડતા હતા. શ્વાસ ચાલવાથી આશ્વાસન પામેલી બંધુસુંદરીને મને બોલાવવા વારંવાર પ્રેરણા કરતા હતા. આકૃતિ જોવાથી એકદમ વિશ્વાસ થઈ આવતા બંધુસુંદરી ગુપ્ત વાત કહેવા લાગી હતી તે બરોબર ધ્યાનથી સાંભળતા હતા. તે પુરૂષ કોણ હશે વારૂ ? બસ, એ જ, પેલા એ, જેને મેં સમુદ્રયાત્રા પ્રસંગે જોયા હતા, તે જ એ.
જોતાની સાથે ‘અરે ! આ અહીં ક્યાંથી ? ગળે ફાંસાથી પીડાઈ મારા હૃદયમાંથી તો નહીં નીકળી આવેલ હોય ? મારી પ્રાર્થનાથી દયાળુ કોઈ દેવ અહીં લાવેલ હશે ? કાંઈ કામસર વડીલોએ જ મોકલ્યા હશે ? કે ફરતા ફરતા આવી ચડેલ હશે? કાંતો પેલા ચતુર નાવિકે સમજાવ્યું હશે કે પોતાની મેળે મારૂં વ્યંગ્ય સમજ્યા હશે, તેથી પ્રેમથી ખેંચાઈ આવેલ હશે ? અહીં આવવાનો સંભવ ક્યાંથી ?' આમ વિચાર કરતી થોડીવાર એમને એમ સુઈ રહી.
અકસ્માત્ મળ્યા, અહા ! અનેક જન્મના સુકૃતથી પણ મળે તેમ નથી. જીવનપર્યંત તપ કરવાથી પણ દુ:સાધ્ય છે. બ્રહ્મા વગેરેના વરદાનમાં પણ ન મળે. રંભા, ઉર્વશી વગેરે અપ્સરાઓ પણ જેના ખોળામાં સુવાની અભિલાષા સરખીયે ન કરી શકે,
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૮૯ તેના ખોળામાં સુતી સુતી ત્રિભુવનની સ્ત્રીઓને તૃણ સમાન લેખવા લાગી.
તેના શરીરની સુકુમારતા હૃદયમાંથી મજ્જામાં રહેલી ઉષ્ણતાને પણ ચોરી લેતી હતી. ઈદ્રિયોમાં સુષુપ્તિ દાખલ કરતી હતી. ચંદનનો જાણે લેપ કરતી હતી, અંતઃકરણનું આવરણ દૂર ખસેડતી હોયની, સર્વ શરીરના અવયવોને જાણે ક્ષીરસાગરમાં ઝબોળતી હોયની, શરદઋતુના ચંદ્રની જ્યોત્સના સાથે શરીરને પરિણાવી દેતી હોયની, સકળ પ્રાણીઓનાં સુખો એકઠાં કરી અર્પણ કરતી હોયની. સુધારસનો સાર, ને શંકરની જટાની શશીકળાનું સત્વ લઈ બ્રહ્માએ બનાવેલ, સમુદ્રમાં પડી તોયે નહીં અનુભવે, “ફરીથી બાપડીને આવો સ્પર્શ મળશે નહીં.” એમ જાણી દયાળુ ભગવાન કામદેવે તત્કાળ ઘણો જ સ્વાદિષ્ઠ બનાવેલ તેના અંગસ્પર્શની લેવાઈ ગયેલી હું રોમાંચને નકામો આડે આવનાર માનતી હતી, શરીરના અંગરાગની નિંદા કરતી હતી, ઘરેણાની કાંતિને ઈર્ષાથી જોતી હતી, ખસી જતા સ્તનાશક, અને અધોવસ્ત્રને પકડી રાખતા પરસેવાને વિધ્વરૂપ માનતી હતી. અર્ધા શરીરે પ્રિયસંગવાળી પાર્વતીને પણ હસતી હું તરત જ ક્ષોભ પામી.
મને વિચિત્ર અવસ્થામાં જોઈ બિચારી બંધુસુંદરી બોલી
“હેન ! વળી પાછી તું અસ્વસ્થ કેમ થઈ ગઈ ? તને શું થાય છે ?” આમ ધ્રુજતી ધ્રુજતી વારંવાર ગળગળી થઈ પુછતી હતી. પછી હું ઉભી થઈ રાજકુમારની પાસે કરેલી કમળના પાંદડાની પથારીમાં બેઠી.
બીચારી બંધુસુંદરીએ પોક મૂકી, દડદડ આંસુઓ પાડવા
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૯૦
લાગી ને મારા ખોળામાં માથું મૂકી ખુબ રોઈ. હું મહેલમાંથી નીકળી, બગીચામાં આવી, ગળે ફાંસો ખાધો. મે અને એણે દુઃખ અનુભવ્યું, તે બધાં દારૂણ દુઃખો સંભાર્યા, તેમજ નાનપણમાં અમારા સહીપણા, અમારી રમત ગમત, અમારા વિનોદો, વગેરે વગેરે સંભારી સંભારી પુસ્કે ડ્રુસ્કે ખુબ રોઈ.
પાણી લાવી મ્હોં ધોઈ છેડા વતી લૂછી નાંખી મારી પાસે બેઠી.શાંત થઈ થોડી વારે બોલી
વ્હેન ! જરા સાંભળ- જો આ મહાભાગ્યશાળી રાજકુમાર, એણે જ તને આજ જીવનદાન આપ્યું છે. જો એ તે મંદિરમાં ન હોત, મારું આક્રંદ સાંભળી પરિશ્રમની દરકાર રાખી અહીં આવ્યા ન હોત, કુદકો મારી તલવારથી ફાંસો કાપી નાંખ્યોં ન હોત, ભોંય પર પડતી તને ઝીલી ન લીધી હોત, ઝીલીને આ વાવને કિનારે ન લાવ્યા હોત, તો તારા પ્રાણ કેમ બચી શકત ? તેથી આ રાજકુમાર તારા ઉપકારી છે. વળી તારા એકના જ ઉપકારી છે એટલું જ નહીં પણ તારા કુટુંબ પ૨ તેણે મહાન ઉપકાર કર્યો છે. ઘેર આવેલ માન્ય પુરૂષને આપવા યોગ્ય સન્માન તું એમને આપીશ તો તે તારે માટે ખાસ ઉચિત છે. ને તારે તેમ કરવું જોઈએ.'' એમ કહી મારે ગળે હાથ મુકી મને પ્રણામ કરાવ્યો. તે વખતે મારી આંખ શરમથી સંકોચાતી હતી અને છુપૂં હાસ્ય કરતી હતી.
પેલા રાજકુમારે પણ જરા સામે પ્રણામ કર્યો. ને, જરા મુખ ત્રાંસુ કરી કહ્યું
“બંધુસુંદરી ! દિવસે દિવસે વધતા જતા સૌજન્યને લીધે ખરેખર તું બહુ જ મીઠાબોલી છો. તેથી જ આજ્ઞા કરવાલાયક
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૯૧
મને ‘ઉપકારી’ કહી મારા વખાણ કરી રહી છે. હું કોણ એના ઉપર ઉપકાર કરનારો ? કરવાનું હતું તે તો તે જ કર્યું છે. રોજ ઈનામ આપી આપી રીજવેલ સખીઓ અને પરિજનોમાંથી તું એકલી જ આજે એના કામમાં આવી છો. જવા માટે વિસર્જન કરી છતાં ચમત્કારીક બુદ્ધિથી સખીનો મરણ માટેનો વિચાર જાણી અગાશીમાં જ ભરાઈ બેઠી “આ ક્યાં ચાલી ?' એમ કહી તેમની પાછળ પાછળ ગઈ. “હાલ મને થોડી વાર છે. સાંજે બાગમાં જઈશ” એવી રીતે સવારે કાત્યાયનીકા દ્વારા માને કહેવડાવ્યું હતું, તેથી કદાચ બગીચામાં ગઈ હશે. એમ ધારી બગીચામાં આવી. સખીને શોધવા આમ તેમ પ્રયત્ન કર્યો. જોઈને ગળે ફાંસો તોડવા ઘણી મહેનત કરી. અતિ પ્રેમાળ ! તારી ભક્તિના ને સ્નેહના કેટલાક વખાણ કરું ? માત્ર એક કામ ખોટું કર્યું છે. તે એ કે હું જ આના મહાઅનર્થનો હેતુ હોવા છતાં મને ઉપકારી કરી શરમાવ્યો છે, ને આની પાસે પ્રણામ કરાવી અર્થીની પદવીએ પહોંચાડ્યો છે. સ્મરણ માત્રથી, નામ લઈને બોલાવવા માત્રથી, ને સામાન્ય પરિજન તરફ વ્યાપારવાની દૃષ્ટિદાન માત્રથી જ હું કૃત કૃત્ય થાઉં છું.
બંધુસુંદરી-“મહાભાગ ! મારા અભિપ્રાયથી આપ આના મહાન અર્થ હેતુ છો. તેથી આપનો ઉપકાર માનવો મને ઉચિત જણાયો અને તેથી જ મેં ઉપકાર માન્યો છે. માત્ર હવે તમારા અભિપ્રાયથી પુછું છું કે–તમે આના અનર્થ હેતુ કેવી રીતે ? કેમકે આ હંમેશ અંતઃપુરમાં રહે છે. કોઈ પણ પુરૂષનો સંસર્ગ નથી, અને તમે હમણાં જ જોવામાં આવ્યા છો.”
રાજકુમાર હસ્યા, ને બોલ્યા:
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ‘છળ પકડનારી ! એ બધી ગુપ્ત વાત છે, કહેવાની નથી.” બંધુસુંદરી વહેમમાં પડી ગઈ, મારી સામે જોવા લાગી, આ શું ? કેવી રીતે આ આના અનર્થનો હેતુ હશે? આવા આવા તર્ક કરતી મારી સામે જોવા લાગી.
મને હસવું આવ્યું. કેમેય રોક્યું રહ્યું નહીં, છેવટે જરા હસી જવાયું.
હસતાં હસતાં મે તેના કાનમાં અમૃત રેડ્યું. તે કામદેવ સરખા કુમારને જોઈ ઘણો જ સંતોષ પામી, ને બોલી
બહેન ! તે ભારે કરી, પ્રથમ વખતના વિયોગે તે પ્રાણોનો ત્યાગ ન કર્યો, ઉન્મત્ત ન થઈ, મહાવ્રત ન સ્વીકાર્યું, આવી રીતે ને આવી રીતે દુઃખ અનુભવી સ્નેહ પ્રગટ કર્યો.”
Page #276
--------------------------------------------------------------------------
________________
૫. ગાંધર્વ લગ્ન
હાથ જોડી કુમારને કહેવા લાગી
કુમાર ! “સ્ત્રીઓ વક્ર સ્વભાવની હોય છે, ને પુરૂષો સ્વભાવથી જ સરળ હોય છે.” આ કહેવત જુઠી છે, એમ મને આજે જ જણાય છે. કેમકે પૂછ્યા વિના જ મેં તો બધી ગુપ્તવાત કહી દીધી. ને આપ તો પૂક્યા છતાં આટલું યે કહેતા નથી. કહ્યા વિના કેમ જાણે કે–‘તમે જ આના પ્રિય છો.” પણ માફ કરશો, ઘણો વખત થયા ઈચ્છતી હતી તેનું જ દર્શન અનુકૂળ વિધિએ કરાવ્યું છતાં, પ્રથમ મેળાપ વખતે ધામધુમ, સત્કાર, અર્ધપાદ્યાદિક કંઈપણ કરી શકી નથી.”
એમ કહી કુમારને ગળે ભેટી પડી. છુટી થઈ અર્ધાદિક મેળવવાની ખટપટ કરવા લાગી. ત્યારે કુમારે હસીને કહ્યું
અતિથિ વત્સલે ! નકામી ખટપટ ન કર. તમારા આ સોહાર્દથી જ કૃતકૃત્ય છું આડંબર કરવાની જરૂર નથી.” એમ કહી તેને અટકાવી.
પછી શાંત બેસી કુશળ સમાચાર પૂછવા લાગી. ખૂબ ખૂબ બધું પુછી લઈ
બ્દને ! બસ, મારે આવી રીતે આટલો જ માત્ર સત્કાર કરીને બેસી રહેવું? અથવા કંઈ ખાસ સત્કાર કરવો ?'' એ પ્રમાણે મને પૂછ્યું.
“સખી ! મને શું પુછે છે ? તારે કરવું હોય તેમ કરી લે. મને પૂછવાની જરૂર જ નથી. મેં તો મારો બદો અધિકાર,
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ને શરીરાદિ સર્વસ્વ તને પહેલાંથી જ સોંપી દીધું છે. આથી વધારે તું શું ઈચ્છે છે ?’' એમ ધીમે ધીમે કહી પગના અંગુઠા વતી હું ભોંય ખણવા લાગી.
આ વાત સાંભળી તે ખુશી ખુશી થઈ ગઈ, ને બોલી– ‘સખી ! તારો જ આવો નિશ્ચય હોય તો બીજાનું કામ શું છે ? હાથી, ઘોડા, રત્નભંડાર, ને પરિજન સહિત તને જ આ કુમારને ઈનામમાં આપી દઉં છું.’” એમ કહી ધ્રૂજતો મારો હાથ પકડવા લાગી.
“અલી ! જુઠડી ! મૂક મને, આ ઈષ્ટ સંયોગ ભવિષ્યમાં દુ:ખદાયી નિવડશે.” એમ મેં કહ્યું છતાં પરાણે મારો હાથ પકડ્યો.
તે વખતે મારા શરીરે રોમાંચ ખડાં થયાં હતા. પરસેવો શરીર પર વહી ચાલ્યો હતો. તત્કાળ જાગૃત થયેલા કંદર્પના મદથી જાણે અંજાઈ ગઈ હોઉં તેમ મારી આંખો મીંચાવા લાગી હતી. મારી ચક્ષુ સામે કુમાર એકીટશે જોઈ રહ્યા હતા. તેના જમણા હાથમાં મારો હાથ મૂક્યો.
જ્યારે તેણે મારો હાથ પકડ્યો, ત્યારે હું શરમથી નીચું જોઈ રહી હતી, ને મને તેના અર્ધા આસન પર બેસાડી. પછી પાસે આવી તે હાથ જોડી બોલી
“કુમા૨ ! ઘણા વખતથી ધારેલો તમારા બન્નેનો કરગ્રહણ ઉત્સવ ટૂંકામાં પતી ગયો છે. હવે હું કૃતાર્થ થઈ છું. હવે હું છુટી, ચિંતામાંથી મુક્ત થઈ, મનમાં સુખનું સ્વરૂપ જાણ્યું, ને અપૂર્વ આનંદ અનુભવું છું. હવે મારે કાંઈ બાકી રહ્યું નથી. તો પણ કૃપણ માફક કાંઈક પ્રાર્થના કરૂં છું.''
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૯૫
એ સાંભળી શરમાતા શરમાતા તેણે જવાબ આપ્યોબંધુસુંદરી ! હું તને શું આપું ? તારે યોગ્ય મારી પાસે કંઈપણ દેવાનું નથી. પણ બીજી વસ્તુ આપવાથી શું? જા, મારે હાથે મેળવેલી પૃથ્વી તને આપી દઉં છું, પણ હાલ આપવાને હું અસમર્થ છું. અને જો તું પ્રીતિદાનની અર્થી હો તો, આ તારી પ્રિય સખી પાસે માગી લે, મારા પર તેનો જ સર્વાધિકાર છે, કારણ કે મારા મિત્ર તારકે સમુદ્રમાં મને મારા પરિવાર ને વૈભવ સહિત આને અર્પણ કર્યો છે, તેથી તેનો જ મારા પર સંપૂર્ણ અધિકાર છે.”
બમણા હર્ષથી બંધુસુંદરી બોલી-કુમાર ! મહાકૃપણની પેઠે ખોટે ખોટા ઉત્તર વાળીને મને શા માટે બોલતી અટકાવો છો ? ડરો મા, હું પૈસા ટકા માટે તમારા આગળ હાથ જોડતી નથી. પણ મારે તો કહેવાનું આ છે–એને મોતમાંથી બચાવતા આજ મારે કેટલી મહેનત પડી છે. તેનો વિચાર કરી “રામ વગેરે મહાપુરૂષોએ સેવેલો માર્ગ કુલાભિમાનીઓએ ન છોડવો જોઈએ' એમ સમજીને, “ત્રિભુવનમાં પણ દુર્લભ રૂપ અને સૌભાગ્યવતી કુલશીલ જાણ્યા વિના જ પ્રથમ વખતથી જ મને વરી ચુકી હતી. આ ખ્યાલમાં રાખી, સમુદ્રમાં પાછળ ને પાછળ પડવા વગેરેથી એના સ્નેહની કસોટી કરી લઈ, “મારા વિયોગે મરણાંત કરે પણ પોતાના ચારિત્રનું રક્ષણ કર્યું છે' એમ નિશ્ચય કરીને, આપે એવી રીતે વર્તવું જોઈએ કે ફરીથી આ દુ:ખી ન થાય.” એટલું કહી રડી પડી, ને કુમારના પગે માથું મૂકી દીધું.
ઓ બંધુસુંદરી ! ગમે તેવા નીચ માણસની પણ મેં પ્રાર્થના પાછી વાળી નથી, તો પછી તને હું નિરાશ શા માટે કરૂં ? તારા કહ્યા વિના જ મેં બધું નક્કી કરી લીધું છે. અને
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૯૬ તારા કહેવાને પણ સ્વીકારું છું. પછી તો નસીબ જ પ્રમાણ છે.” એ પ્રમાણે દયાભાવથી તે કુમાર જવાબ આપી ચુપ રહ્યા.
મને હિંમત આવી હતી, આકાશમાં ચંદ્ર ચમકી રહ્યો હતો, ચંદ્રિકા ચારે તરફ અમૃત લીંપી રહી હતી, કુમુદ વનો કલ્હાર કરી રહ્યાં હતાં, હંસમિથુનોના રસિતો સંભળાતા હતા. કુમુદ વનની વાવને કાંઠે ફૂલની ચાદર પર હું બંધુસુંદરીના ખોળામાં અરધું શરીર મુકીને બેઠી હતી, મારા મુખ સામે દૃષ્ટિ ચોંટાડી નાથ બેઠા હતા, મીઠી મશ્કરી ચાલી રહી હતી, બીજી ત્રીજી પણ આનંદની વાતો તેઓ કરતા હતા. તે વખતે કદી પણ નહી ભોગવેલું સ્વર્ગીય સુખ હું અનુભવતી હતી. રાત્રી પસાર થયે જતી હતી.
Page #280
--------------------------------------------------------------------------
________________
નવમ પરિચ્છેદ ૧. પણ તમે અહીં ક્યાંથી ?
વાતો ખૂબ ચાલી. બંધુસુંદરી ઉલટાવી ઉલટાવી દિયાત્રાની વાત પૂછતી હતી, તેમાં પ્રસંગે સમુદ્ર મુસાફરીની વાત આવી એટલે મેં હિંમતથી પૂછ્યું
આર્યપુત્ર ! તે વખતે ઉત્પન્ન થયેલો ભય હજુ મને શાંત થતો નથી. તેથી પુછું છું, કે–તે વખતે તમે સમુદ્રમાં પડ્યા, તેમાંથી તમને કોણે બહાર કાઢ્યા ?' શરમાતા શરમાતા તેણે જવાબ આપ્યો-“દ્રવિડરાજતનયે ! તમારૂં મુખચંદ્ર જોઈ પ્રયત્નશીલ કોઈ અદષ્ટ. (નશીબે, અદૃષ્ટ પુરૂષ)”
જો કે, આર્યપુત્ર ! આપણા પુણ્ય સંજોગથી ખેંચાઈ આવેલા કોઈ અદષ્ટ જ આપને બહાર કાઢ્યા, એ વાત તો નક્કી, પણ વિસ્તારથી તો કહો, મને બહુ નવાઈ લાગે છે.”
સાંભળ ત્યારે ચંદ્રમુખી ! કહું, સમુદ્રમાં પડ્યા પછીની મારી બધી વાત કહું છું
તે વખતે જ્યારે તું અદૃશ્ય થઈ ગઈ, એટલે હું વિયોગ ન સહન કરી શકવાથી સમુદ્રમાં પડ્યો, તેવામાં કોઈનો અકસ્માતુ ગંભીર અવાજ આ પ્રમાણે સાંભળ્યો
“ઓ ! રાજકુમાર ! તારા જેવા લાયક માણસને આ
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૯૮ શોભે છે ? બોલ, બોલ, સમુદ્રમાં પડીને આ ખલાસીઓને શા માટે દુઃખ આપે છે ? મહાવીર પ્રભુની પ્રતિમાથી તીર્થરૂપ આ સ્થાનને, પડીમરીને શા માટે પડીમરવાના (પ્રપાતતીર્થ સ્થાન જેવું બનાવે છે ?”
“આ કોણ મને ઠપકો આપે છે ?' એમ વિચાર કરી જ્યાં આંખ ઉઘાડું છું તેવામાં મારી પાસે મેં બીજું કંઈ ન જોયું, ફક્ત રાત્રે પડાવ નાંખી પડેલા મારા સૈન્યની પાસે જ સમુદ્રમાં તરતી પેલી હર્ષઘેલા નાવિકો સહિત વિજયયાત્રા હોડી જોઈ.
“અમને બહાર કાઢનાર કોણ ? આ હોડી અહીં કેવી રીતે આવી પહોંચી ?” આ બાબતનો તારક સાથે વિચાર કરતો હતો તેવામાં ખિન્ન થયેલા રાજપુત્રો વગેરે આવી પહોંચ્યા. ઈચ્છા નહી છતાં તેઓના આગ્રહથી મુકામ પર ગયો.
ત્યાં જઈનેય શું ? કોઈ સાથે મળતો હળતો નહીં, રાજય સંબંધી કંઈ કામકાજ પણ કોણ કરતું ? માત્ર એકાન્તમાં રહી પરિજને સેવેલ શિતોપચાર જ અનુભવતો હતો, ને મનમાં ચિંતવ્યા કરતો હતો કે “પેલી બાપડીની શી દશા થઈ હશે?” આમ તારી જ ચિંતામાં ને ચિંતામાં કેટલાક કષ્ટમય દિવસો ગાળ્યા.
એક દિવસે સવારમાં તારક મળવા આવ્યો, ને મારી આવી અવસ્થા જોઈ તે ઘણો દીલગીર થયો, ને બોલ્યો-“કુમાર શ્રી ! ચંદનના વૃક્ષો પરથી કુંપળો ખરી પડ્યા છે, તળાવોમાં કમળના ખાલી ડાંડા ઉભા છે. અહીંયા પર્વત પર આમને આમ નકામું કેટલોક વખત પડી રહી દુઃખી થવું છે ? તેને મેળવવાના ઉપાયો કેમ લેતા નથી ? હજુ સુધી કાચીનગર તરફ જવાનો પ્રયત્ન કેમ કરતા નથી ? શું તમને યાદ નથી કે ? તે દિવસે
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૯૯
જયારે હોડકીને સમજાવવાના બાનાથી તેમની તમારે માટે મેં પ્રાર્થના કરી, પછી તેણે આપણા તરફ સ્મિત કરીને કહ્યું હતું
કે
અરે ! ભાઈ શું હું નથી સાંભળતી ? જેથી એની એ વાત વારંવાર ઉલટાવીને કહ્યા કરે છે ? મેં બધું તારું કહેવું સાંભળી લીધું છે. આ નાયક સ્વીકારું છું. પણ હમણાં એમને એમ ભલે રહ્યો, જયાં સુધી હું અહીં છું ત્યાં સુધી સ્વસ્થાને ગયા પછી કાંચીમાં આવેલા એને ધારણ કરીશ.” આ પ્રમાણે એણે સ્પષ્ટતા સ્વીકાર સૂચવ્યો હતો, તે કેમ ભૂલી જાઓ છો?
જરા નિરાંત વળવાથી હું બોલ્યો-“તારક ! મને બધું યાદ છે.” કેમ ભુલી જાઉં ? પણ મને આ વાતમાં સંદેહ છે. અને તે એક કે-એણે આપણને ઉદેશીને કહ્યું હતું કે પેલા પૂજારીના છોકરાને કહ્યું હતું ? એ હું નિશ્ચય કરી શકતો નથી. વળી તેના દર્શનનો બીજો ઉપાય ન સૂજવાથી ગમે તેટલી મૂશ્કેલીઓ સહન કરીને ત્યાં ચાલ્યો જાઉં, પણ એકલાથી બનવું મુશ્કેલ લાગે છે. તારી સાથે હોડી પર બેસીને રવાના થાઉં, તો બધો રાજલોક આડે આવશે, ને જવા નહીં દે. સૈન્યસહિત પારકા દેશમાં જવું અયોગ્ય છે, તે વખતે સ્વાર્થ સિદ્ધિને બદલે સ્વાર્થ હાની પણ થવા સંભવ છે. આ સ્થિતિ છે. શું કરવું ? તું શો રસ્તો બતાવે છે ?”
આમ વિચાર કરતા હતા તેવામાં પ્રતિહારીએ આવીને મને વિજ્ઞપ્તિ કરી
“કુમારશ્રી ! આપના પિતાશ્રી મહારાજ ચંદ્રકેતુ તરફથી આવેલો હલકારો (પત્રવાહક) પ્રતિહાર ભૂમી પર ઉભો છે ને આપને મળવા ઈચ્છે છે.”
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૦૦
‘‘આવવા દે.’’
‘‘જી.'' કહી પ્રતિહારી બહાર ગઈ, ને પત્રવાહકને અંદર લાવી પ્રણામ કરાવ્યો.
મેં પૂછ્યું—“કેમ ભાઈ ! પિતાશ્રી કુશળ છે ને ?''
‘હાજી, સૌ કુશળ છે.” એમ કહી ફરીથી પ્રણામ કરી એક પત્ર મારા તરફ નાંખ્યો. મેં પત્ર વાંચ્યો તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું
‘સ્વસ્તિ, શત્રુના સૈન્યથી પીડા પામતા કાંચીના રાજા કુસુમશેખરે દૂત દ્વારા આપણી સાથે મિત્રતા માગી છે. અમે પણ તેનો સ્વીકાર કર્યો છે. તેને સહાય કરવા સામાન્યતઃ કેટલુંક સૈન્ય મેં અહીંથી ૨વાના કર્યું છે. પરંતુ ગમે તેવું જરૂરી કામ છોડીને આયુષ્યમાન્ તારે સૈન્યસહિત કાંચી તરફ જવું, ને અગાઉ મોકલેલ સૈન્ય સાથે ભળી તેના નાયક થવું.”
“જોઈતું હતું, ને વૈધે બતાવ્યું. ઈચ્છા પ્રમાણે જ પિતાશ્રીનો હુકમ મળતા હૃદય હર્યું, ને આશાવંત થયું કે તેનું દર્શન હવે ચોક્કસ સિદ્ધ થયું.''
થોડી વારે હસીને તારકને કહ્યું–પિતાશ્રીનો કાગળ તારા મતને મળતો થયો છે. ઉઠ, કાંચી તરફ જવા માટે તૈયાર થા.’ એમ કહી તરત પ્રયાણ ઘોષણાનો પડહ વગાવડાવ્યો. ત્યાંથી અખંડ પ્રયાણ કરી કેટલેક દિવસે અમે કાંચીમાં આવી પહોંચ્યા. મારા આવવાની વાત સાંભળી તારા પિતા હર્ષથી સામે આવ્યા, સત્કારથી શહેરમાં પ્રવેશ કરાવી પડાવ નાંખવા એક સારૂં સ્થાન આપ્યું.
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૦૧
હું તો તને મળવાની આશાએ સુંદર સુંદર રાજકન્યાઓના ચિત્રો કુશળ ચિત્રકારો પાસે ચિતરાવી ચિતરાવીને નિહાળતો હતો. મારી પોતાની જ હકીકત કથામાં ગુંથી લઈ જુના વખતની આખ્યાયિકા પ્રમાણે ભિન્ન ભિન્ન સામન્તો ને ઉમરાવોના ઘરમાં, ખાસ નિમેલી કથા કહેનારીઓ દ્વારા સમુદ્રમાં બનેલો વૃત્તાન્ત ફેલાવતો હતો. મુખ્ય મુખ્ય દેવમંદિરોમાં, રાજ્યમહેલોમાં, પ્રજાકીય બગીચાઓમાં, પ્રક્ષેણીય નાટકાદિ સમાજોમાં, ને ન્હાવા આવેલી નગરનારીઓથી ચિકાર નદી કિનારા પર બન્ને રીતે તારક ફેરવતાં ફેરવતાં કેટલાક દિવસો ગયા.
Page #285
--------------------------------------------------------------------------
________________
( ૨. પુનઃ વિયોગ )
પણ આજ સવારે સૈન્યના પડાવની નજીકનો ઉતરવા આપેલ બંગલા (મહેલ) ની અગાશીએથી શહેરની સ્ત્રીઓને ઠાઠમાઠથી ક્યાંક જતી જોઈ તારકને પૂછ્યું –
“તારક ! જાણે છે ? આ ટોળાને ટોળાં ક્યાં જાય છે ?”
તારક–“હા, યુવરાજ ! આ શહેરમાં રાજગઢીની પાસેના બગીચામાં કુસુમાકર નામનો બાગ છે. તેમાં રાજા કુસુમશેખરની પટ્ટરાણી ગંધર્વદત્તાએ ભગવાન કામદેવનું મંદિર બંધાવ્યું છે. તેમાં આજે ચૈત્રી મેળો છે. આ સ્ત્રીઓના ટોળાં ત્યાં જાય છે. બીજી પણ ઘણી સ્ત્રીઓ આજે ત્યાં જશે. આપણે પણ જઈએ, દેવની ભક્તિને રાજાનું માન સચવાશે, તેમજ આ દેશના મેળા કેવા ભરાય છે તે પણ જોવાનું મળશે. આવા ખાસ પ્રસંગે ઢીલા થશો તો, પછી ક્યારે તેમને મળવાનો અવસર મળશે ?''
મેં કહ્યું –“હાં, હાં, તારું કહેવું બરોબર છે, ચાલો.”
તરત પોષાક પહેરી લઈ, હાથણી પર બેસી, કેટલાક યુવાન હજુરીઓ સાથે ભગવાન કામદેવને મંદિરે જઈ પહોંચ્યો. અંદર જઈ હાથ જોડી દૂરથી ભગવાન મન્મથને પ્રણામ કર્યો તને મળવાની આશાએ હૃદય ઋલોવાઈ જતું હતું, તેથી બારણા પાસે જ એક ઝરોખા પર છે. તેના પર બાજુએ ઉભેલા એક પરિચારકે તરત જ નાની નેત્રવિસ્તારિકા (સાદડી) પાથરી આપી હતી. એમને એમ બેસી મંદિરમાં આવતી જતી દરેક સ્ત્રીઓને નિહાળી નિહાળી કાંઈક યાદ કરતો જોવા લાગ્યો.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૦૩ છેવટે દિવસ પુરો થવા આવ્યો. બનાવટી હાથી ઘોડાઓની રમતો પુરી થવા આવી, વિટલોકોની મંડળીમાં વેશ્યાઓના ગરબા ગવાતા બંધ થવા આવ્યા. વાવોમાં પરસ્પર પાણી છાંટી છાંટીને થાકી ગેયલા ભજંગો જાહી, ન્હાહી ઘેર જવા લાગ્યા, મેળો જોવા આવેલી સ્ત્રીઓ ઘર તરફ વળવા લાગી હતી, થોડીવારમાં કામદેવનું મંદિર શૂન્ય થઈ ગયું. તેની શોભા ઝાંખી થવા લાગી, એટલે બધી આશાઓ ભાંગી પડવાથી સૂર્યની માફક હું નિસ્તેજ થઈ ગયો.
મારા ગાત્ર ગળી ગયાં, બળે બળે ઉઠી આંગણામાં બેઠેલા ચાકરો પાસે આવ્યો, ને દરેકને ઉદેશીને કહ્યું
ભાઈઓ ! તમે બધા ઘેર જાઓ. આજ મેં બાધા લીધી છે કે, “મારે આ મંદિરમાં આજ એકલા જ રહેવું” માટે, જાઓ, ભાઈઓ !
બધા ગયા, આપણે તો પાછા મંદિરમાં પેઠા. વિરહી વેષ પહેર્યો. રજા આપી એ વખતે જ કેટલાક નોકરો કમળની પથારી ઉતાવળમાં ન્હાતા ન્હોતા કરતા ગયા હતા. જઈને તે પર બેઠો.
વિરહાગ્નિથી સળગી રહ્યો હતો, તેવામાં જાળીમાંથી ચંદ્રના કિરણો ભાલા પેઠે ભોંકાતા હતા, બોરસળીની કળીમાં અથડાઈ જાણે ઝેરી બન્યો હોય તેવા મલય માતાએ (દક્ષિણ દિશાના પવનો) મુંઝવી નાંખ્યો હતો, હું ગુંજતા જાણે ઈષ્ટદેવના મંત્રો કાનમાં જપતા હોય તેમ મુગુટની ચારે તરફ વીંટાઈ વળેલા ભમરાઓ વારંવાર કંઈ સ્મરણ કરાવતા હતા. સામે ઉઠીને બેઠો. “આ તો કોઈ મૂર્ખ છે.” એમ જાણી હસતા હસતા હોય તેવા કમળના લાંબાલાંબા નાળો ગળે વીંટ્યા, કારણ કે
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૦૪
મરણ સિવાય તને મળવાનો બીજો રસ્તો જ મને સૂજ્યો ન હતો. તેવામાં કોઈ સ્ત્રી જેવું કરૂણ આક્રંદ સાંભળ્યું.
એકદમ હું બહાર આવ્યો, ને એક બાઈ જોઈ. તે છાતી કૂટતી હતી, તેના બન્ને ગાલ પર આંસુની ધાર ચાલતી હતી, ચારે દિશાએ નિરાશ નયનો ફેંકતી હતી, મંદિરના કિલ્લા પર ચડી બૂમ મારતી હતી કે-“અરે રે ! આ મંદિર ને બાગમાં જે કોઈ હોય તે આ મારી દીનની પ્રાર્થના સાંભળો. મેળો જોવા આવ્યા હોય તેમાં જે કોઈ હજુ અહીં હાજર હોય તે જલ્દી ઉઠો, ઉઠો. દેવમંદિરમાં, તળાવ કિનારા પરના માધવીના મંડળમાં, ક્રીડાગિરિની સમરાવેલી ગુફાઓમાં, જળાશયોના કિનારાની શિલા ઉપર, કમળકુમુદની વાવોને કિનારે જે કોઈ વ્રતધારી, થાક્યો પાક્યો, મદ્યપાનમાં મશગુલ, પ્રિયાના વિરહથી પીડાતો, જે કોઈ હોય તે જલ્દી દોડી આવો. અરે રે !! દોડી આવો રે દોડી આવો. એક કન્યારત્નને બચાવી બીજા ઘણા પ્રાણીઓના જીવ બચાવો રે ! બચાવો.” તે સ્ત્રી બીજી કોઈ નહીં, પણ આ તારી પ્રિય સખી બંધુસુંદરીજ હતી.
બળ્યા ઝળ્યા હૃદયનો હું દોડી આવી દયાપૂર્વક પૂછવા લાગ્યો, ઓ ! બાઈ ! તું કોણ છે ? કેમ રડે છે ? કઈ એ કન્યા ? કોની દીકરી ? એને શું થયું છે ? અને અમારે કયા ઉપાયો લઈ મદદ કરવાની છે ?”
મને જોઈ તેના જીવમાં જીવ આવ્યો, ને હાથ જોડી બોલી,–“ઓ ભાઈ ! બાપુ ! હાલ એ પ્રશ્નો જવા દે. મારી પાછળ દોડ દોડ, તલવાર હાથમાં તૈયાર રાખી લ્યો, ને સામે જ આ ઝાડની નીચે લટકતી રાજકન્યાનો ગળાફાંસો તોડી નાંખ
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૦૫ તોડી નાંખ. હાલ બીજી વાત કદિ ન કરો. મારા મનોરથ ફળશે તો પછી બધી વાત તમને જણાવીશ, પણ હમણાં દોડો ઓ દોડો.”
એમ કહી એકદમ કિલ્લા પરથી ઉતરી ઝાડોના ઝુંડમાં દોડી ગઈ. હું પણ મોટી મોટી ફાળો ભરતો તેની પાછળ પાછળ અહીં તારી પાસે આવી પહોંચ્યો.'
કુમાર પોતાની વાત કહી રહ્યા એટલે બંધુસુંદરીએ આકાશમાં જોયું, ને ગભરાતી ગભરાતી બોલી–“કુમાર ! નિરાંતે કેમ બેઠા છો ? ઉઠો હજુ રાત બહુ ગઈ નથી, મલયસુંદરીને શોધનારા અહીં ન આવી પહોંચે તેટલામાં તમારા દેશ તરફ છુપી રીતે ઉપાડી ચાલ્યા જાઓ. આને અહીં રાખવી કોઈ રીતે સલાહભર્યું નથી. જુઓ કહું, સાંભળો
જેની સાથે લગ્ન થઈ જવાની ભીતિથી આ ગળાફાંસો ખાઈ મરતી હતી, તે જ વજાયુધ શત્રુસૈન્યના સેનાધિપતિ સાથે લડાઈથી કંટાળેલા આના પિતા કાલે જ પરણાવી દેવા ઈચ્છે છે. સંધિની ઈચ્છાથી તે આપી દેશે તો કોઈ અટકાવી શકશે નહીં, ને મહાન વિરોધ થશે. બીજે સ્થળે ચાલ્યા જશો તો, શત્રુના હાથમાંથી છૂટશે, ને સુખી થશે. વખત જતાં તમારા જેવા ગુણીની સાથેનું લગ્ન તેના પિતા હૃદયથી અનુમોદશે, ને ઘણો સંતોષ પામશે. માટે આ શૂન્ય જંગલમાંથી ઝાડોની ગીચ ઝાડીમાં થઈ જલ્દી પસાર થવું મને તો વધારે યોગ્ય લાગે છે, પછી તો તમારી જેવી મરજી.”
તેણે વિચારી જવાબ આપ્યો-“એ ! યુક્તિપૂર્વક મીઠા બોલી ! તું કહે છે ઠીક, પણ મારા જેવાથી એ બનવું અશક્ય
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૦૬
છે. વારંવાર પ્રાર્થના કરવાથી મિત્ર દાવે મારા પિતાએ તારા રાજાને મદદ કરવા મને મોકલ્યો છે, તે તેં જાણ્યું છે ને ? તો મારે તો સર્વથા તેના બચાવ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. રાતમાં તેની વહાલી પુત્રીને કપટથી ઉપાડી જાઉં તો મારામાં ને અપકાર વજાયુધમાં શો ફેર ? હરણ કરી લઈ જઈ મારા નિષ્કલંક પિતાને પણ મારે મ્હોં શી રીતે બતાવવું ? બોલ, અરે મારા પિતા તો દૂર રહ્યા, પણ ઉચિતજ્ઞ તારી આ સખી પણ “વિવાહકાળે સખીયો કહેશે કે વ્હેન ! વરનું મુખ જો,'' ત્યારે આનંદપૂર્વક મારૂં મુખ શી રીતે જોઈ શકશે ? એટલે હવે જવા દે આ વાત. પણ એવો જ કોઈ ઉપાય કરીશું કે–વજાયુધને આપવા તૈયાર થયલા રાજાને સમજાવી અટકાવાશે, શત્રુ સાથે વિરોધ વધશે નહીં, ને તારી સખી પણ પિતાને અળખામણી થશે નહીં.''
અમે ત્રણે ઉભા થયા. અમને બન્નેએ કન્યાન્તઃપુર સુધી પહોંચતા કરી મુખ વિકાર દર્શાવ્યા વિના ગંભીર મુદ્રાએ સ્વાભાવિક ગતિથી છાવણી તરફ ચાલ્યા ગયા.
વળી પાછી વિરહ વ્યથાથી પીડાતી મને લઈ બંધુસુંદરી કન્યાન્તઃપુરમાં પેઠી. ત્યાં મને પથારીમાં સુવડાવી મારી મા પાસે ઉતાવળી ઉતાવળી ચાલી ગઈ.
Page #290
--------------------------------------------------------------------------
________________
૩. મારા મા-બાપ
ત્યાં જઈ વિદ્યાધરોએ કરેલ અપહારથી માંડીને અત્યાર સુધીની મારી બધી હકીકત કહી દીધી. સાંભળતાં જ મા ગભરાઈ ગયા ને ઉતાવળે ઉતાવળે પાસેના ઓરડામાં મારા પિતા પાસે ગયા. કાનમાં ધીમે ધીમે કેટલાક અક્ષરો સારવ્યા. | મારા પિતા પણ આશ્ચર્યચકિત થઈ કકળી ઉઠ્યા,–“દેવી! જો નસીબ ! તારું કહ્યું માન્યા વિના મંત્રીઓના આગ્રહથી યુદ્ધશાંતિ માટે વજાયુદ્ધ સાથે મલયાને પરણાવવા ધારણા હતી. ધારણા હતી એટલું જ નહીં, પણ તેણે મોકલેલા પ્રધાનોને કાલે સવારે જ સગપણ કરવાનું મુહૂર્ત આપ્યું છે. વચ્ચે આ મુશ્કેલ આવી પડી હવે જો પ્રજાને વૈરિની પીડામાંથી બચાવવા ખાતર એમની સાથે પુત્રીનું લગ્ન કદાચ કરીશું તો, તે મૂળ તો પુરૂષષિણી હતી, ને આમ તેની ધારણાથી ઉલટું થતાં નહીં કદાચ શસ્ત્રથી કે ઝહેરથી, ગળેફાંસો ખાઈ કે ઉપવાસ કરી આપઘાત કરે તો ? અને અવશ્ય કરે જ. એનું એમ અનિષ્ટ થાય તો પછી જીવતાં સુધી મારે માથે આ કલંક ચડી ચૂક્યું જ. જો સગપણ ન કરૂં તો માંડમાંડ મનાવેલો શત્રુ વિફરશે, ને આજુબાજુના રાજ્યોમાં મને હોં દેખાડવા જેવું નહીં રહેવા દે. આ સ્થિતિ છે. મારું હૃદય કિંકર્તવ્યતામૂઢ થયું છે, ને તારા ઉપદેશની અપેક્ષા રાખે છે. બતાવ, આ વખતે હવે શું કરવું?”
મારી માના મનમાં સહેજ આવી ગયું કે “આપને પહેલાં ના પાડી હતી, તોયે આપે માન્યું નહોતું.” એમ કહેવા જતી હતી પણ તે અટકાવી રાખી માધ્યસ્થ રીતે કહ્યું “દેવ ! ઉપદેશ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૮
દેનારી હું કોણ ? અથવા હું વધારે શું વિનવી શકું તેમ છું ? બન્ને પક્ષ આપે જ બતાવ્યા છે. આપને રૂચે, જેમાં લાભ વધારે ને નુકશાન ઓછું લાગે તેમ રસ્તે જવું.”
મારા પિતાએ કહ્યું: “દેવી ! ત્યારે મારો તો હવે આ વિચાર છે, કન્યા આપવીયે નહીં અને ચોખ્ખી નાયે ન પાડવી, માત્ર એટલું જ કરવું કે- આજને આજ રાતમાં જ થોડા વિશ્વાસુ માણસો સાથે છુપી રીતે બહાર મોકલી દઈએ, ને લોકોમાં ફેલાવીએ કે—કામદેવના મંદિરમાં જાગરણ કરવાથી કોણ જાણે શાથી શૂળ આવવાથી મલયા મરી ગઈ. શું કરીએ? આમ કરવાથી લોકોપવાદથી બચીશું, ને શત્રુ પણ ઉંચો નીચો નહીં થાય. કેમકે છુપી રીતે મલયાને મોકલી દીધી, એટલે ચારે તરફ ‘નથી’‘નથી’ એવી વાત ફેલાશે, બીજી કન્યા, થોડોક દેશ કે થોડા ઘણા હાથી ઘોડા આપીને, કે બુદ્ધિપૂર્વક શરતો કરીને તેની સાથે ગમે તેમ કરી સંધિ કરી લેશું.” એમ કહી બાજુ પર જોઈ ત્યાં બેઠેલા કંચુકીને મને બોલાવવા મોકલ્યો.
હું ઉઠી, ને ગઈ મારા મનમાં થયું કે—સવારે મળવા ગઈ હતી તે વખતે જ મારા મનમાં મરવાનો નિશ્ચય હતો. શું રહે બતાવી ! એ વિચારે સૂરજ અને ભય ઉત્પન્ન થયો. “કાલે મારું સગપણ વજાયુધ સાથે કરશે, ત્યારે મારે મારો બચાવ કેમ કરવો ?’ એમ ઉપાયોની ચિંતામાં શરીરનું લાવણ્ય ઉડી ગયું હતું. ચૈતન્ય વિનાની હોઉં તેમ પગ પાછળ ઘસડાતી ઘસડાતી જતી હતી. પિતા પાસે પહોંચી દયાળુ પિતા બોલ્યા,
“આવ આવ, બેટા ! તારા નિર્દય પિતાને ભેટ.” એમ કહી મને ખોળામાં બેસાડી તેની આંખમાં ઝળઝળીયાં આવી
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૦૯
ગયાં હતાં. વારંવાર નિસાસા નાખતા હતા, ને ગળે ફાંસો ખાતાં મારું દુઃખ અને ભયંકર પરિણામ બાદ યાદ લાવી લાવી બહુ જ પસ્તાવો કરતા હતા. બંધુસુંદરીની બુદ્ધિને હેતના ભારે વખાણ કર્યા. ફાંસો તોડીને બચાવ કરનાર સિંહલેશ્વર કુમાર તરફ માયા બતાવી. મને નવે અવતાર માનવા લાગ્યા. “ફરીથી મરણ ન પામે એવા વિચારથી જાણે મને હૃદયમાં પેસારી દેતા હોય તેમ વારંવાર વાત્સલ્યમોહથી મને ભેટવા લાગ્યા.
હૃદય શાંત કરી ધીમે રહી બોલ્યા-“વસે મલયા ! મારી આ એક ભૂલ માફ કર. કેમકે તારી સમ્મતિ માગ્યા વિના શત્રુના સામંતને તને આપવા હું તૈયાર થયો હતો. પણ હું શું કરૂં ? મને પહેલાં કોઈએ તારા અપહારની વાત જ કરી નહોતી. હું ધારું છું કે તારી માતાએ પણ હમણાં જ જાણ્યું હશે. નહીંતર અમે જ્યારે તેની સમ્મતિ માગી હતી ત્યારે શા માટે આ વાત ન જણાવે ? હશે, થયું તે ખરૂં, કંઈ પસ્તાવો કરવાની જરૂર નથી. શાંત થા. મારા પ્રાણ જશે તો પણ તને શત્રુને નહીં આપું. પણ તારે થોડો વખત પ્રવાસનું સંકટ વેઠવું બડશે. થોડો વખત મન મારીને કુટુંબીઓનો વિયોગ સહન કરવો પડશે. “આ કન્યાનો પતિ ચક્રવર્તીનો રાજ્ય કાર્યભાર ચલાવશે” એવી નિમિત્તશના કહેવાથી લોભને લીધે વજાયુધ તને મેળવવા ખાસ પ્રયત્ન કરશે, ને સવારે પોતાના માણસોને મોકલશે પણ ખરો. તું અહીં હયાત હોઈશ તો ના કહેવાનું બનશે નહીં. નજીકના કોઈ ગામમાં કે શહેરમાં હોઈશ તો પણ તને છુપાચરો દ્વારા શોધી કાઢવી તેને મુશ્કેલ નથી. એટલે હવે તૈયાર થઈ જા. દૂર દેશમાં ગયા વિના છૂટકો જ નથી.”
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૧૦
આ વાત સાંભળી મારી માતાએ કહ્યું – “દેવ ! જો એને દૂર મોકલવી હોય તો, વધારે સારું તો એ છે કે- જયાં આપનો અને મારો પ્રથમ મેળાપ થયો હતો તે મલય પર્વતની પાસેના પ્રશાંતવર નામના આશ્રમમાં મોકલી આપો. જેમાં
પ્રાત:કાળે હોમ થાયે જ, તેથી, હોમાગ્નિના ધુમને મેઘ માની, હર્ષાનંદ આશ્રમોનાંય કેકી,
લાંબી નાખે ત્રાડ કેકારવાની. ૧ સૂણી સર્પો હાસતાં વ્હીક પામી, થંભી રહેલા ધ્યાનમાં લીન જેની, બાંધી માળા પંખીઓ રહે, જટામાં, આવી તેમાં શીધ્ર પેસી જતા'તા. ૨
| (શાલીની છંદ:) ત્યાં ત્રિકાળજ્ઞાની, શાંતિનિકેતન ભગવાન શાંતાપ નામના કુળપતિની સેવામાં રાખવાથી મારા જીવને ઘણો સંતાપ નહીં થાય, અને મારા જેવડી વૃદ્ધ તાપસીઓની હુંફમાં સુખે દિવસો ગાળશે.”
હું તૈયારી કરવા તુર્ત ઉભી થઈ, માએ તત્કાલોચિત મંગળ ઉતારણાં ઉતાર્યા. “અરે રે ! વ્હાલાને નહીં મળી શકું? હવે
ક્યાં મેળાપ થશે ? જરાએ વાતચીત કેવી રીતે કરવી ?” એમને એમ ચિંતામાં ને ચિંતામાં માતાને પ્રણામ કરી ઓરડાની બહાર નીકળી.
હાથણી તૈયાર હતી તે પર હું બેસી ગઈ, મારી માની બાળસખી તરંગલેખા-જે સર્વ શિખવ્યવહાર ને મોટાના ઘરની
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૧૧ રીતભાત જાણતી હતી, તે મારી દેખરેખ રાખવા આવવાની હતી, તે પણ ચડી બેઠી. સાથે પાંચ સાત શૂરા માણસો રક્ષા માટે મોકલ્યા હતા. શહેર બહાર નીકળી અમારી આ નાની ટોળી ઝપાટાબંધ રાત્રીને રસ્તો વટાવવા લાગી. થોડા દિવસોમાં અમે પ્રશાંતવૈર તપોવનમાં આવી પહોંચ્યા.
બધા સાથે આવેલાઓને પાછા રવાના કર્યા. વસ્ત્ર ને ઘરેણાં ઉતારી નાખ્યાં. માત્ર મણીરત્નના મંગળ વલય અને તાપસીનો વેશ ધારણ કરી રાખ્યા. મારા પિતા ઉપરના બહુમાનને લીધે તાપસી અને કુલપતિ વગેરે માનપૂર્વક મારી સાથે વ્યવહાર રાખતા હતા. હમેશા મુનિકન્યા સાથે ગમ્મત ઉડાવતી હતી. કોઈ વખતે કુલપતિના આદેશથી અતિથિઓનો સત્કાર કરવામાં રોકાતી હતી. કોઈ વખતે દેવચં નિમિત્તે ફૂલ વીણવા જતી હતી. કોઈ વખતે બાળવૃક્ષો (છોડવાઓ) સીંચતી હતી, કોઈક દિવસે ઝુંપડીની પાસેની વેલીઓના ક્યારા બનાવતી હતી, કદી ઓટલાઓ લીંપી તેના પર રંગબેરંગી સાથીયાઓ પુરી હતી. કદી ધાવણ વિના દુબળા હરણોના બચ્ચાને શમ્પની કોળીઓ આપીને ઉછેરતી હતી. વૃદ્ધ તાપસીઓ, મારી ભૂલ બતાવતી હતી, મીઠું બોલતી હતી, મારે માટે શાક વગેરે મહેનત લઈ સ્વાદિષ્ટ રાંધતી હતી, રોજ રોજ નવા નવા પાકાં ફળ લાવી ખાવા આપતી હતી, પોતાની પાસે જ સુંવાળા વલ્કલોની પથારી મારે માટે પાથરી આપતી હતી, અવસરે અવસરે નવી નવી પૌરાણિક આખ્યાઓ કહી સંભળાવતી હતી, ને કુટુંબ વિયોગનું સર્વ દુઃખ ભૂલાવતી હતી, માત્ર થોડીવાર જેના સંગમનું સુખ ભોગવી વીખુટી પડેલી તેનું ફરી દર્શન તલસતી હતી ને માનસિક દુ:ખ ભોગવતી હતી. કેટલાક દિવસ એમને એમ વ્યતીત થઈ ગયા.
Page #295
--------------------------------------------------------------------------
________________
૪. કિંપાક ફળનો વિપાક
એક દિવસ લગભગ પહોરે'ક દહાડો બાકી હશે ને પાસેની પર્ણશાળામાં કુલપતિ પાસે કંઈક વાતચીત ચાલતી હતી. ન રહેવાયું ને, તે સાંભળવા ગઈ, વાત કરનારાઓ કાંચી તરફથી આવેલા બ્રાહ્મણો હતા. વાત ચાલતી હતી, કાન માંડ્યા ને એકલી એકલી સાંભળવા લાગી
“ભગવાન્ ! મદનત્રયોદશીની રાત્રે કાંચીમાં ભારે યુદ્ધ જામ્યું હતું. બસ, કાંચીમાંથી રાતોરાત સૈન્ય નીકળ્યું, ને શત્રુઓ પર ખીજવાયેલા વાઘ માફક તુટી પડ્યું. શત્રુઓ નાસવા લાગ્યા, શત્રુના સેનાપતિના છત્ર, ચામર, શસ્ત્રો વગેરે ક્યાં ક્યાંય ઉરાડી મુક્યાં. પણ કોણ જાણે શાથી કે પાછળથી શત્રુએ કાંચીમાંથી બહાર પડેલ આખી સેનાને દીર્ઘ નિદ્રામાં સુવાડી દીધી.
આટલા વિષમય અક્ષરોએ કાનમાં પેસતાની સાથે જ શૂળ ઉત્પન્ન કર્યું. આ દુષ્ટોના ઝેરી શબ્દોએ આખા શરીરમાં કાંટા ભોંકી જાણે અસ્વસ્થ બનાવી દીધું. છાતી પર જાણે બોજો નાંખ્યો હોય તેને ઉપાડવા અસમર્થ હું જાણે તે પ્રેમી મહાત્માનું અનુકરણ કરતી હોઉં તેમ મૂછ ખાઈ ઢળી પડી. કેટલોક વખત પડી રહી.
થોડીવારે ઉઠી. “બસ, હવે આથી બીજું શું સાંભળવું ? સાંભળી લીધું !!” આ વિચારે તે વાતની સમાપ્તિ સાંભળ્યા વિના જ ત્યાંથી ઉઠી ચાલતી થઈ ગઈ. તપોવનની બહાર નીકળી ગઈ.
૧. મરણ, ૨. મુછ
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૧૩
જે તરફ તાપસીનો પ્રચાર નહોતો, તે કિનારા તરફ ચાલી ગઈ. આગળ ઘણેક કાળે જોયેલા જાણે બંધુ હોય તેવા ભગવાન પોરાશિ (સમુદ્ર) ને જોઈ અત્યન્ત દુ:ખ થવા લાગ્યું. આંખોમાં નદીના પુર પ્રમાણે આંસુ ભરાઈ આવ્યા. તેને રોકવાનું મારામાં જરા પણ સામર્થ્ય નહોતું. એકદમ પોક મુકાઈ ગઈ. (હુઠવો મૂક્યો.)
“હા પ્રસન્નમુખ ! હા સુરેખસર્વકાર ! હા રૂપકંદર્પ ! હા લાવણ્યના લવણસમુદ્ર ! હા લોકોના લોચનોને અમૃતવૃષ્ટિ! હા મહાયુદ્ધોમાં માન પામેલા ! હા કીર્તિના જયધ્વજ ! એકદમ કેમ
સ્નેહ વિનાના થઈ ગયા ? તમે મારી સામે કેમ જોતા નથી ? પિતાએ મને ગમે ત્યાં કહાડી છે, માતાએ તજી છે, સંબંધીઓએ વિખુટી કરી છે, ઓ ! નાથ ! એકલી છું ! કોઈ દિવસ ન ભાળ્યાં એવા વનવાસના દુ:ખ ભોગવું છું ! જરી તો સામું જુઓ !!! આવીને આશ્વાસન કેમ આપતા નથી ? તમે ક્યારથી આવા થઈ ગયા ? તમે મારી સંભાળ લેનાર કોઈને જુઓ છો? જેથી ચુપ બેસી રહ્યા છો ? શું મારે દુઃખે દુઃખી બંધુસુંદરી અહીં છે, કે જે આવીને તમારી પાસે વળી પ્રાર્થના કરશે ?
બોલો, બોલો એકદમ હું તમને કેમ અળખામણી થઈ પડી છું ? એક વાર તો કહો, મેં તમારું શું બગાડ્યું છે ? અરે ! પણ એક વારેય બોલતા નથી ! જો તમે દયા વિનાના હતા, તો શા માટે ગળે ફાંસો ખાતા મને અટકાવી ? તે વખતે જ મરવા દેવી'તી ! મને અસીમ પ્રેમ બતાવી હવે પાછા ક્યાં છુપાઈ ગયા ? મેં સાંભળ્યું છે, છતાં વિશ્વાસ નથી આવતો કે ‘તમે શત્રુઓથી ગાંજ્યા જાઓ. કોણ જાણે શાથી, પણ હજુ તેવું
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ને તેવું અક્ષત તમારું શરીર માનું છું–અરે ! આ નજરે જોઉં ! જોકે મને અભાગણીને છોડી અપ્સરાઓ સાથે રમવા ગયા છો, તો પણ એક વખત સ્વર્ગમાંથી આવી તમારા પૂર્વના શરીરે જ દર્શન આપી કૃતાર્થ કરો. તમારું મુખકમળ જોયા વિના મને મોઈને મરવાનુંયે મન થતું નથી ! શું કરું ? ' અરે ! નિર્દય ! હું જાણું છું. તમને તો કીર્તિ જ હાલી છે. હું કે બીજું કોઈ ક્યાં વ્હાલું છે ? તમે સ્વાર્થી છો એ હું
ક્યાં નથી જાણતી ? તો પણ અંધકારમય આ પ્રેમનું ઝોડ વળગ્યું છે. ' અરે ! રે ! હું મોઈ કેવી ? હાથમાં આવ્યા હતા ને જવા દીધા. ને હવે આમ વિલાપ કરૂં ? ખરેખર તમે જ ભાગ્યશાળી છો, કે જેણે સિંહલ રાજવંશને ઉન્નતિએ પહોંચાડ્યો હતો. ખરેખર તમે જ નિષ્કલંક યશસ્વી છો. સકળ રાજકુમારીમાં તમારું જ નામ ગ્રાહ્ય છે. મરણ પણ તમારું જ ગ્લાધ્ય છે. હજારો શત્રુઓનો સંહાર કરીને સ્વર્ગ સીધાવ્યા છો. મારું વિપ્રિય થવા બેઠું છે, તોપણ આવા આવા ગુણોથી તમે મને બહુજ વ્હાલા છો ! બંધુસુંદરીએ કહ્યા છતાં તમે મારો અપહાર ન કર્યો, તે હવે હૃદયમાં સાલે છે, અને જુદા પડતી વખતે એક પણ શબ્દ બોલ્યા વિના છાવણીમાં ચાલ્યા ગયા તે તે સૌથી વધારે હૃદયમાં સાલે છે. અરે રે ! તે વખતે જરાએ તમે મને ના બોલાવી !!!”
શોકનો વેગ ઓછો થયો, “બસ ! હવે પ્રિયની હેડીના સંપર્કથી સૌભાગ્યશાળી આ સમુદ્રમાં પડીને આ ભયંકર શોકમાંથી મુક્ત થાઉં.” એમ વિચાર કરી સાળના છેડાવતી આંસુ લોહી
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૧૫
નાંખ્યા. આગળ કેટલાક પગલા ભર્યાં. વચ્ચે વચ્ચે મૃગલીઓ આવી આવી માર્ગ રોકતી હતી.
તેવામાં પાછળ રેતીના ઉત્તરોત્તર વધારે સંભળાતા પગલાં પડતા સાંભળ્યા. પગલાં એક પછી એક જોસબંધ પડ્યે જતા હતાં. પગતળે ચંપાતી છીપોનો ઝીણો ખડખડાટ થતો હતો. ને રેતીનો અતિ ઝીણો રવ કાને પડતો હતો.
“અરે કોઈ પાછળ પડ્યું !'' એમ કહી કંઠનાળવાળી પાછળ જોયું તો નજીક આવી પહોંચેલી તરંગલેખાને જોઈ. તેના બે બાહુ આકાશમાં છુટ્ટા વીંજાતા હતા. ઉતાવળી દોડાવવા ખાતર જાણે છુટ્ટો પડી ગયેલો ચોટલો પીઠ પર મારતો હતો. વચ્ચે વચ્ચે દોડવાથી અધોવસ્ત્ર પડી જવાની બીકે ડાબે હાથે પકડી જમણે હાથે ખસી પડતા વલ્કલને ખભા પર ઠેરવતી હતી. દોડવામાં વિલંબ થતો જાણી મણિશિલામાં પ્રતિબિમ્બના બાનાથી પોતાના શરીરને પણ ઠેકઠેકાણે ફેંકતી આવતી હતી. ગભરાટથી સમાચાર જાણવા તાપસીઓ તેની પાછળ પાછળ દોડી આવતી હતી. તમને તૃષા લાગી હશે એમ પ્રેમદોષથી કલ્પી લઈ પાણીથી ભરેલું કમંડળ હાથમાં લઈ દોડતી આવતી હતી.
"
મારી મૂંઝવણની અવધી ન રહી. “હાય ! ધાર્યું ન થયું ! ઉલટી હું તો મૂર્ખ બની ! શું કરૂં ? અરે ! આતો નજીક આવી પહોંચી. હવે સમુદ્રમાં પડી આ દુષ્ટ શરીરનો નાશ કરવાનું કેમ
બનશે ? વખત જ વિશેષ ક્યાં છે ?’’
ગભરાટથી ચારે તરફ જોવા લાગી તો પાસે જ એક કિંપાક વૃક્ષ હતું. જાણે સમુદ્રમાંથી હમણાં જ કાલકૂટનોરાશી બહાર કાઢ્યો હોયની, શંકરને ખાતા બાકી રહ્યું હોયની !
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૧૬ મરણની બીકથી વનના ઝાડોએ પાતાની જ્ઞાતિથી બહિષ્કૃત હોવાથી એકલું ઉભું હતું. જાણે પોતાને પc ઝરનું ઘેન ચડ્યું હોય તેમ પવનથી કંપતું હતું. તેના થડ પાસે કેટલાક મરેલા પક્ષીઓ પડ્યાં હતાં, તેની ચાંચમાં અર્થકાપેલાં ફળો એમને એમ રહી ગયેલા હતા. કેટલાક ફળો નીચે પણ પડ્યા હતા, તેમાંથી એક મીઠું અને તાજું ફળ લઈ ને ખાધું. ખાતાની સાથે જ મારા અંગો બ્લેર મારી ગયા. જાણે લોઢાની ખીલીઓથી જીભ ખીલાઈ ગઈ હોય તેમ જીભ ટૂંકી પડી ગઈ. આંખે પાટો બંધાઈ ગયો. નાકના દેવતા ઉઠી ગયા. કાન વ્હેર મારી ગયા. ધીમે ધીમે આખા શરીરમાં વિષ ફેલાયું. જાણે ઘેન ચડ્યું હોય તેમ શરીર સ્થિર રહી શક્યું નહીં, ચકરી આવી એટલે તે જ ઝાડ તળે એક પત્થર પર બેસી ગઈ.
Page #300
--------------------------------------------------------------------------
________________
૫. પ્રિયનો કુશળપત્ર
એવામાં તો તરંગલેખા આવી પહોંચી. આવતાની સાથે જ કોઈ દિવસ નહીં ને મને તો ઉઘડી લીધી. ઘાંટા પાડી પાડી મેંણા મારવા લાગી—“અલી તોફાની ! તું અહીં ક્યાં આવી? તારે આવવાનું કામ શું હતું ? તારૂં અહીં કોણ છે ? આ કુબુદ્ધિ તને કોણે સુજાડી ? જંગલીઓના પ્રચારથી દુષિત આ જંગલમાં સ્વચ્છંદ રીતે એકલી ફરતાં તે મુનિજનોથીયે શરમાઈ નહીં ? વેરણ ! તે તો મને દુનિયામાં ચાવી કરી. રસ્તામાં કોઈ દુષ્ટ પ્રાણીએ ફાડી ખાધી હોત તો હું ક્યાં જાત ? શું થાત ? કયા તીર્થમાં જઈ એ પાપ ધોત ? મોઈ હું પાપીણી જ તારી સાથે કાં આવી ? હવે તો હું શું કરું ? ક્યાં જાઉં ? કોને કહું ? તારી ચપળતા શી રીતે રોકવી ? ઘણુંયે ધ્યાન આપું છું તોય કોણ જાણે ક્યારે તપોવનમાંથી નીકળી ગઈ ? ઋષિઓના મનમાં મારી આ ભૂલ કેવી વસશે ? કુલપતિ ખીજશે તો તેને કઈ રીતે શાંત કરવા ?
ઘૂંટણપર માથું મૂકીને નીચું જોઈ નકામી કેમ બેઠી છો? ઉઠને, ચાલ આશ્રમમાં, શીયળવતી ! જોયા તારા ઢંગ.” એમ કહી મૂળમાંથી મારો હાથ પકડ્યો.
ઉઠાડીને થોડા પગલાં મહામહેનતે મને ધધડાવી ને ચાલવા લાગી. મારામાંથી ચૈતન્ય ઉડવા લાગ્યું હતું, આમ તેમ રાંટા જેમ તેમ પગ પડવા લાગ્યા. તે જોઈ તરંગલેખા ગભરાણી, બે બાકળી થઈ, પાછી મને ઝાડતળે બેસાડી, ને રાડો પાડી પાડી મને કહેવા લાગી-“એ મલયસુંદરી ! ઓ મલયસુંદરી !! આમ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૧૮ કેમ થઈ ગઈ છો ? બોલાવું છું તોય કેમ બોલતી નથી ? બ્લેન! તને રીસ ચઢી કે શું ? બા ! મારા પર તે રીતે હોય ? હું તો તમારી ચાકરડી કહેવાઉં. ઘરબાર છોડ્યા, પ્રવાસે આવી છું, વનવાસનું દુ:ખ સહન કરીને દુબળી પડી ગઈ છું, માત્ર તને જોઈ નજર ઠરે છે, ને મારા પર રોષ હોય ! મેં તારું શું બગાડ્યું છે ? તારા વિના મારું અહીં કોણ છે ? શું તને ઠપકો આપું છું ? આમતેમ ફરતાં તારે આડે આવું છું ? તારા બાપાએ મને શું કહ્યું છે, તે તો સંભાર. “તરંગલેખા ! મલયાને સુની મુકીશ'મા હો, ને આદરથી તેની રક્ષા કરજે.” તેથી મારે આમ કરવું પડે છે. નહીં તો મારે શું ? હું શા માટે તેને રોકું ? તારે ફાવે તેમ વર્તને, આજથી હવે તને દુ:ખી નહીં કરું, લે, બસ.”
જેવા તેવા તેના શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા ને ભાન જતું રહ્યું, પછી શું થયું તેની મને ખબર નથી.
થોડી વારે ઝેર ઉતર્યું, મન મુક્ત થયું, શરીરમાં સુસ્તી ભરાઈ ગઈ હતી. “તરંગલેખા ! મારા પર કમંડળથી પાણી કેમ છાંટે છે ? હું સ્વસ્થ થઈ છું. મારું દુ:ખ ગયું છે.” એમ કહી ડુસકા મુકતાં મુકતાં આંખ ઉઘાડી તો દિવ્ય લોકના મકાનમાં કમળના પાંદડાની પથારી પર હું બેઠી હતી, કોઈ ન હતું. મને જણાયું કે “આ વિમાનમાં કમળના પાંદડાની પથારી પર સુવાડી આ ખેસ પગથી માથા સુધી કોઈએ મને ઓઢાડેલ છે. મકાનના ઝાળીયાના છિદ્રોમાંથી અંદર પાણી ધીમે ધીમે ચાલ્યું આવતું હતું. હું વિસ્મયમાં પડી. “આ લક્કડભવન કોનું ? અહીં મને કોણે નાંખી ?' એમ તર્કવિતર્ક કરતી બેસી રહી.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૧૯
પછી કોઈ માણસ હશે એમ ધારી ઉઠી ઉભી થઈ. પથારીની નજીકની નીસરણી પર થઈ બ્હીતી બ્હીતી ઉપલે માળે ચઢી. તો કોઈપણ જોવામાં ન આવ્યું પણ આ અદૃષ્ટપાર સરોવાર વચ્ચે એ લક્કડભવનને તરતું જોયું. મનમાં વિચાર આવ્યો
‘અરે આ કઈ જગ્યા ! પેલું તપોવન ક્યાં ! પેલી તાપસીઓ ક્યાં ! મલય પર્વત ક્યાં ! હું ત્યાં નથી ! તરંગલેખાયે નથી ! આ’તો કંઈ જુદું જ જણાય છે !! બસ, એ જ, વારંવાર ભિન્ન ભિન્ન જાતના દુ:ખો આપીને પણ પેલો વિધિ થાકતો નથી, તેમ ધરાતોયે નથી, એની જ આ બધી બાજી જણાય છે. નથી સમજાતું કે હજું કેટલું પાપનું ફળ ભોગવવાનું બાકી હશે ? ક્યાં ક્યાં જવાનું હશે ? શી શી દયા થશે ? તેટલો વખત કુટુંબીઓથી વિખટા રહેવું પડશે ? અભાગણીને મોત પણ આવતું નથી. જુઓને-સમુદ્ર ખાબોચીયું થયો ! ગળાફાંસો પુષ્પમાળ થઈ ! કિંપાકફળ રસાયણ થયું ! હશે. ગઈ વાતનો શોક શો ? પણ અહીંયા કોઈ દૈત્ય રાક્ષસ કે જંગલી માણસોને હાથ ન ચડી જવાય માટે મુનિજનના સ્નાનથી પવિત્ર આ જળાશયમાં પડીને
આ દુષ્ટ શરીરનો ત્યાગ કરી દુ:ખ ભોગવી લઉં, એટલે આવતે ભવે દુ:ખ ભોગવવું ન પડે. એમ કહી પેલા વસ્ત્ર વતી ગાતડી બાંધવા લાગી. તેને છેડે કંઈક બાંધ્યું હતું, તે છોડ્યું ને તેમાંથી એક તાડપત્રનું પરબીડીયું મળી આવ્યું. તે સંભાળથી ઉકેલ્યું. તો તેમાં કંઈક લખેલું હતું. ભીનું થવાથી કેટલાક અક્ષર બરોબર વંચાતા ન હતા તોયે એક એક અક્ષર બેસાડીને વાંચવા લાગી.
‘સ્વસ્તિ, મહારાજા ચંદ્રકેતુના ચરણરૂપી સરોજમાં ભંગસમાન
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૨૦
કુમાર સમરકેતુ, કાંચીપતિ કુસુમશેખરના વંશરૂપી કમળ વનમાં શશીકળા સમાન મલયસુંદરીને સપ્રેમ સબહુમાન પોતાની આરોગ્ય વાર્તા કહી આનંદ પમાડે છે.
સુંદરી ! મને યાદ છે, બરાબર યાદ છે, ચંદ્રિકારૂપી અમૃતથી સિંચાયેલ વાવના રેતાળ કિનારા પર તારો અચાનક મેળાપ થયો હતો, તે રાત્રી. મારા આ હસ્તતળને ધન્ય છે, જેણે સંવાહન પ્રસંગે તારા શરીરનો સ્પર્શ અનુભવ્યો હતો. અહા ! તે વખતનો નિર્જન બગીચો, વેરેલા હાથીદાંત જેવી તે વખતની પ્રદોષ ચંદ્રિકા, તે વખતનો ઝીણી રીતીવાળો દૂધ જેવો વાવાનો કાંઠો, તારા સુવાથી ગૌરવ પામેલી તે વખતની કમળની પથારીના એક ભાગમાં બેસવાનું સુભાગ્ય સમુદ્રમાં પડ્યા પછીની વાત પૂછવામાં તરૂં અલ્પ પણ મનોમુગ્ધ ગુંજન ! આ બધું મરતાં સુધી પણ ભૂલવાનો નથી. પણ શું કરૂં ? દૂર દેશમાં રહેઠાણ તારા સમાગમમાં વિઘ્નભૂત છે. પણ હ્રદયથી તો હંમેશ પાસે જ છું એમ જાણજે.
માત્ર ગાઢ આશ્લેષપૂર્વક બંધુસુંદરીને આટલી વિજ્ઞપ્તિ કરવી ઉચિત ધારૂં છું—
(હું જાઉં છું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં-કલાપી.) બંધુસુંદરી ! સુંદરી ! ઓ !
વીનવું શું હું તને,
જે વિનવું તે તે વિદારે
ચિત્રડું મ્હારૂં જ રે ! બં૦ ૧
Page #304
--------------------------------------------------------------------------
________________
૨ ૨ ૧
હારી સ્વવારે માગધોથી
યુદ્ધની ચેષ્ટા સુણી, ખુશી થયેલા કાંચીરાજા
પાસથી માગી લઈ. બં૦ ૨ હારી સખી પ્રેમે વરીશું
એહવી ઈચ્છા થકી ચાલ્યો ગયો હું મૂક ભાવે,
તે સમે બોલ્યો નહીં. બંને ૩ સર્વે હરાવ્યા શત્રુ, તોયે,
દુષ્ટ દેવે હા ! અરે ! હારી ઈચ્છા હૃદયની એ
પૂર્ણ ના કીધી ખરે !! બં) ૪ જો કે મારું તો આમ થયું છે, તો પણ દેવી મલયસુંદરીની તબીયત બરોબર સંભાળ જે.”
કાગળ પૂરેપૂરો વાંચ્યો, જો કે પાણીથી ભીંજાયેલો હોવાથી બરોબર વંચાતો નહીં હતો છતાં પણ બેસાડી બેસાડીને વાંચ્યો. પણ વારંવાર તપાસ્યો, ઉલટા સુલટો ફેરવ્યો છતાં ક્યાંથી એ પત્ર આવ્યો ?” એ ન સમજાયું.
જો કે હું અત્યંત દુઃખી હતી છતાં આ પત્રથી જાણે જીવવા ઈચ્છતી હોઉં તેમ “મારો પતિ જીવે છે.' એવા વિચારે
१. श्रुत्वात्यद्भूतमस्मदाजिललितं वैतालिकेभ्यः प्रगे
प्रीतात्कञ्चीनराधिपात्तव सखीं प्राप्यदरप्रार्थिताम् । वोढास्मीति मनोरथः स्थगयतोवाच्यं तदा योऽभव भाधन्यस्य जितेऽपिविद्विषि समेदैवेन संपादितः ॥१॥
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૨૨
આનંદી આનંદી બની ગઈ. “અમારા બન્નેના સમાગમ સુખો હજુ સંભારે છે.” એ વિચારે આંખે આંસુની ધાર ચાલી. “અરે રે ! સદ્ગત થયેલાનો પુનઃ મેળાપ દુર્ઘટ છે.'' એ વિચારે નિરાશ થઈ ગઈ, કાગળ ઉપર ગઈકાલના જ મિતિ વાર (તિથિવાર) જોઈ આશ્ચર્યમાં પડી. “મને છેતરવા કોઈએ આ કપટ નહીં કર્યું હોય ?' એવા વિતર્કોમાં પડી. પણ જાતિ અનુભવ વિના આ રીતે લખી શકાય નહીં. એ વિચારે આશામાં ટેકો આપ્યો. પણ ‘શરીર ત્યાગ માટે આવું પવિત્ર સરોવર ક્યાં મળશે ?'' એમ વિચાર કરીને મરણનો નિશ્ચય કરતી હતી. પરંતુ મારી રક્ષા માટે જ તેઓ પોતે બંધુસુંદરી પાસે અત્યન્ત પ્રાર્થના કરે છે, માટે હાલ તો મરણ મુલતવી રાખવું જોઈએ.' આવા અને આવી જાતના અનેક તર્ક-વિતર્ક, સંકલ્પ-વિકલ્પ, આશા-નિરાશાના વિચારો કરૂં છું, તેવામાં પેલું લાકડાનું મકાન તરતું તરતું કિનારે પહોંચ્યું. હું તેમાંથી ઉતરી, સ્નાન કર્યું, ઈષ્ટદેવનું પૂજન સ્તવન કર્યું, પછી કિનારે એક ઝાડ નીચે ચિન્તામાં ને ચિન્તામાં બેઠી.
Page #306
--------------------------------------------------------------------------
________________
૬. વૈજયન્તી વિપ્લવ
એવામાં એક આધેડ સ્ત્રી ફૂલ વીણતી વીણતી કેટલીક દાસીઓ સાથે ત્યાં આવી. મારી નજીક આવી ઓળખતી હોય તેમ મારી સામે જોઈ રહી. અને તુરત જ બોલી ઉઠી-“અરે! બેટા મલયા ! તું ક્યાંથી ? આ જંગલમાં એકલી કેમ ? કોણે તારી અવદશા કરી ? રત્નાલંકાર ઉતરાવીને કયા દુષ્ટ બુદ્ધિએ તને આ વલ્કલ પહેરવાની ફરજ પાડી ? ઉઠ ઉઠ, દીકરી ઉઠ. થોડીવારની તારી આ સખીને ભેટ એમ કરી મને પોતાને ઉભી કરી ને ગળે વળગી પડી.
તેના આ આશ્વાસનનાં વચનો અને પ્રીતિવાળા હૃદયથી હું ઘણી શાંતિ પામી. હું યાદ કરવા લાગી “મેં આને ક્યાં જોઈ છે ? ક્યાં જોઈ હશે ?' એમ વિચાર કરતાં યાદ આવી ગયું“અહો ! આ તો ચિત્રલેખા !!”
એવામાં વનમાં કોલાહલ થયો. તેમાં વેત્રધારીઓનાં અવાજ સાથે ચારણ વિદ્યાધરીઓનો જય જય નાદ મળતો હતો. વન ગાજી રહ્યું હતું. થોડીવારે સ્ત્રીઓનું એક ટોળું નજરે પડ્યું. તેમાં મધ્ય ભાગે એક કિંમતી છત્ર જણાયું. તે મંદમંદ ચાલતું હતું. તેથી તે ઓઢનાર મંદગતિએ ચાલનાર હશે એમ અનુમાન થતું હતું. બે બાજુએ ચામરો વીંજાતા હતા. તલવાર સહિત કેટલીક સ્ત્રીઓ આજુબાજુ ચાલતી હતી. કેટલીક વિદ્યાધર સ્ત્રીઓ ભિન્ન ભિન્ન પ્રકારની સેવા ઉઠાવતી હતી. એ ટોળાંની નાયિકા બીજા કોઈ નહીં પણ દક્ષિણ શ્રેણીના વિદ્યાધર ચક્રવર્તી ચક્રસેનની પટરાણી પત્રલેખા હતા. તે સરોવરના ઉત્તર કિનારાથી અમારી ભણી પગે ચાલીને આવતા હતા.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૨૪ “જુઓ, આ કેવું સુંદર છે ? અરે ! આતો જુઓ.” આ પ્રકારે સખીઓ તળાવ અને વનનું દશ્ય બતાવતી હતી, તેવામાં ઉભા ઉભા દેવીએ જ પૂછ્યું–અરે ! “આ કોનું છે ? જાણો છો ?''
“દેવી ! ખરી રીતે તો કંઈ સમજાતું નથી પણ અનુમાનથી એટલું તો જણાય છે, કે-જે માગી લાવવા આપે કાલે ગંધર્વકને સુવેલ પર્વત પર રહેલા પિતા પાસે મોકલ્યો છે. તે જ આ તેણે આણેલું હરિચંદનના લાકડાનું વિમાન છે. કેમકે તેને જતી વેળા બે વસ્ત્રો ઈનામમાં આપ્યાં હતાં તે આ રહ્યા તેવાને તેવા.” આ પ્રાકર કોશરક્ષિકા મુક્તાવલી નામની બાળીકા બોલી.
દેવીએ તે બધુ ધ્યાનથી જોયું, ને શોકપૂર્વક બોલ્યા“મુક્તા ! બધું તારા કહેવા પ્રમાણે જ છે. પણ શું થયું હશે પેલા બિચારા ગંધર્વકનું ? એ કંઈ સૂજ પડે છે ?” એમ બોલતા બોલતા ચિત્રલેખાની પાસે આવી પહોંચ્યા. મારી સામે જોઈ રહ્યા, ને આશ્ચર્યથી ધીમે ધીમે પૂછ્યું–“સખી ! આ માન્ય બાઈ કોણ છે ? તારો એમની સાથે પરિચય ક્યાંથી ?” પ્રશ્ન સાથે જ તેની આંખમાંથી અશ્રુધારા ચાલી, સાળના છેડાથી મહીં લુછી નાખી તે 'ચિત્રલેખા) બોલી
“દેવી ! હું અભાગણી શું કહું ? દેવને જ પૂછવું જોઈએ કારણ કે આ તમારા શરીર માત્રથી જ જુદી છતાં તમારેય આ પ્રશ્ન પૂછવાનો વારો આવ્યો, તે દુષ્ટ દૈવને લીધે જ, અને તેણે જ આ કષ્ટમય દશામાં તેને લાવી મુકી છે. ઠીક, સાંભળો રે આ છે અને તેની સાથે મારા પૂર્વ પરિચય થયો છે તે કહું છું
“આ તો તમે જાણો જ છો કે–તમારે પોતાને ગંધર્વદત્તા
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૨૫
નામે દશ વર્ષની વ્હેન હતી. તે સુવેલ પર્વત પર પિતાને ઘેર આનંદથી રહેતી હતી. તેની જન્મસિદ્ધ જેવી નૃત્યકળા જોવાની ઈચ્છાને વૈજન્તીનગરમાં રહેતા તેના માતામહ પોતાને ઘેર તેડી ગયા. દૈવયોગે જીતશત્રુએ એ શહેરને ઘેરો ઘાલ્યો. તેણે નિર્દય રીતે હેરાન કરવાથી લોકો આમ તેમ નાસવા લાગ્યા. કેટલીકવાર પરસ્પર હુમલા થયા તેમાં સારાસારા સુભટો ખપી ગયા, સિપાઈઓ યમના અતિથિ થઈ ચૂક્યા, સૈન્ય વીખેરાઈ ગયું, ઘોડાઓ હાથ કર્યા, દુર્દમ હાથીઓ દમી નાંખ્યા, રાજભંડાર ખોળી કાઢ્યો, અને રાજકુટુંબ આકુળવ્યાકુળ થઈ ગયું.
તેવામાં સમરકેલી નામનો અંતઃપુરનો નોકર સાહસ કરી કન્યાન્તઃપુરમાં પેઠો. ત્યાં ગંધર્વદત્તા ‘“અરે ! મા !! ઓ ! બાપા !! એમ બૂમ પાડતી હતી તેને ત્યાથી ઉંચકી આકાશમાર્ગે ચાલવા લાગ્યો. તેને સુવેલાચળ પહોંચાડવા દક્ષિણ તરફ તે ઉડ્યો. તેના શરીરમાં જખમ થયા હતા. તેની વ્યાધિથી તે વિસામો લેવા પ્રશાન્તવૈર નામના તાપસોના આશ્રમમાં ઉતર્યો. તેને અસાધ્ય વ્યાધિ જણાયો. નજીક મળેલા કુલપતિને તે કન્યા સોંપી, ને થોડી વારે તે બિચારો મરણ પામ્યો. જ્યારે પરોપકારી પેલો ભલો માણસ પરલોક ગયો એટલે ગંધર્વદત્તાના દુઃખની અવધી થઈ. તેને કુલપતિએ શાંત કરી પોતાને આશ્રમે તેડી ગયા. પુત્રી પ્રમાણે તેને પાળીપોષીને મોટી કરી. જ્યારે તે યુવતી થઈ ત્યારે એક દિવસે દર્શન કરવા કાંચીના રાજા કુસુમશેખર આશ્રમમાં આવ્યા, તેને સોંપી દીધી. કાંચીમાં આવી તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. અને તેને પટ્ટરાણી બનાવી. બે ચાર વર્ષે તેને એક પુત્રી થઈ, તેનું નામ મલયસુંદરી પાડવામાં આવ્યું. જ્યારે તે યૌવન પામી, અને નૃત્યકળાથી દેશાન્તરમાં
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ખ્યાતિ પામી ત્યારે તેને બીજી રાજકન્યાઓ સાથે પંચશૈલ દ્વિપે વિદ્યાધરો રાત્રી પડતાં લઈ ગયા.
ત્યાં રત્નકુટ પર્વત પર કોઈ દેવતાએ બનાવેલું શ્રીમહાવીર જ્ઞાનેશ્વરનું મંદિર છે. મહાવીર પ્રભુ આસો વદી ૦)) ને દિવસે નિર્વાણ પામ્યા છે. તે દિવસની યાદગીરી માટે વિદ્યાધરોએ પાક્ષિક ઉત્સવ શરૂ કર્યો હતો. ત્યારે કારતક સુદ-૧૫ને દિવસે મેં તેને ઉત્સવની પૂર્ણતાને દિને જોઈ. મેં મારા હાથે શૃંગાર પહેરાવ્યો ને તેણે નૃત્યુ કર્યું. તે જ મલયસુંદરી.’’
આ વાત સાંભળી પત્રલેખા મને ભેટી પડ્યા. મને આંગળીએ વળગાડી મારા કુટુંબના સમાચાર પૂછતા પૂછતાં વિદ્યાધરીઓ સાથે આ જિનમંદિરે આવી પહોંચ્યાં. દેવાર્ચા કરી મને પોતાને ઘેર તેડી જવા બહુ આગ્રહ કર્યો. આ જીનાયતન જોઈ મારૂં મન અહીં જ રહેવાનું થવાથી મેં કહ્યું-‘માજી ! આવી અવસ્થામાં મને કુટુંબમાં રહેવું શોભે નહીં, કેટલાક દિવસ સુધી મારે મુનિકન્યાવ્રત પાળવાનું છે. આ વન જ મારું ઘર છે.’’
મેં એમ કહ્યું છતાં પ્રેમને લીધે તેણે બહુ આગ્રહ કર્યો છતાં જ્યારે તેણે મારો દૃઢ નિશ્ચય જોયો ત્યારે તેને ખાત્રી થઈ કે આ કોઈ રીતે આવશે જ નહીં. ત્યાર પછી આ ત્રણ માળના મઠનો વચલો માળ મને આપ્યો. અને આ ચતુરિકાને મારી પરિચારિકા તરીકે સોંપી પેલા વિમાનમાં જ બેસી વિદ્યાધરીઓ સાથે શહેરમાં ગયા.
Page #310
--------------------------------------------------------------------------
________________
દશમો પરિચ્છેદ
૧. આશ્વાસન
પેલો કાગળ વાંચી પ્રિયના જીવિતનો નિર્ણય કરી મરવાનો વિચાર છોડી દઈ બેશરમ હું ત્યારથી અહીં જ રહું છું. તે ગુણનિધિના દર્શનની ઈચ્છાએ બમણી તપશ્ચર્યા કરૂં છું. ચિત્તવૃત્તિનો નિરોધ કરૂં છું. ઇંદ્રિયોને વશ કરૂં છું. સવારમાં ઉઠી આ અદ્રષ્ટપાર સરોવરમાં સ્નાન કરી સંધ્યાના દેવતાને અર્ધાંજલિ આપું છું. પછી આ સિદ્ધાયતનમાં આવી મારે પોતાને હાથે અભિષેક (પખાણ-પ્રક્ષાલન) કરી શુદ્ધ ચિત્તે ભગવાન નાભિનંદનની કમળો વતી પૂજા કરૂં છું.
પૂજા, સેવા, ભાવ, ભક્તિ કર્યા પછી જગત્પતિ પ્રભુ સામે બેસી પ્રશાંતવૈર તપોવનની તાપસીઓએ શીખવેલા પ્રિય સમાગમ મંત્રનો જાપ કરૂં છું. વલ્કલ પહેરું છું, ચાંદ્રાયણાદિ તપના ઉપવાસ વિવિધ પ્રકારે કરૂં છું, તીર્થયાત્રા કરવા આવેલા થાક્યા પાક્યા, ને ભૂખ્યા અતિથીઓને શાક, ફળ, મૂળ વગેરેથી સત્કારું છું, અને કોઈ વખતે તેઓએ આપેલા વગડાઉ અન્નથી આજીવિકા ચલાવું છું.
રાત્રે ડિલ ભૂમિમાં (શુદ્ધ ભૂમિ) ઐસી પરમ વૈરાગ્યથી આખા જગતને દુઃખદાવાનળથી સળગતું જોતી હતી. કુટુંબીઓને મળવાનો આગ્રહ છોડી દેતી હતી, વિષયોભોગ ઉપર દ્વેષ કરતી
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૨૮ હતી, જીવવાની આશા છોડી દેતી હતી, મિત્રના સમાગમમાં સ્પૃહા રાખતી નહીં, સંયોગનું પરિણામ વિયોગ, કર્યા કર્મનું અવશ્ય ભોગવવાપણું, કર્મશક્તિ સામે થવાની અશક્તિ, સ્નેહની દુઃખ દેવાની ટેવ, સંસારની અસારતા, વિલાસીની વિરસતા, કારણ વગેરે નસીબનું ફુટવું, નસીબ ફેરવી શકાતું નથી, સમયની બલિહારી, પ્રાણીયોની અનાથતા. અનાસક્ત માણસોનું પુણ્યશાળીપણું, ધર્મિષ્ઠ જીવોની ધન્યતા, આ વગેરે ભાવોનો વિચાર કરતી કરતી હાલ તો જ્યાં સુધી યમરાજની દૃષ્ટિએ નથી ચડી ત્યાં સુધી દહાડા વિતાવું છું.”
એમ કહી તે એકાએક ચૂપ થઈ ગઈ.
છેવટે ઉદ્ધક કરાવનારું તેનું ચરિત સાંભળી હું બહુ જ દિલગીર થયો, ને મનમાં વિચાર કર્યો. “અહા ! વિધિ વિધિ! તું પૂર્વકૃત કર્મનો વિપાક બતાવ્યા વિના રહેતો જ નથી, યમ તારી શક્તિનો પ્રતિકાર થઈ શકે તેમ છે જ નહીં, ભવિતવ્યતા ! તારી ગતિ અસ્મલિત છે, અહા ! આવા જે ઉત્તમ રાજકુળમાં જન્મેલા, સુંદર લક્ષણોથી અંકિત દેહલતાવાળા, હંમેશા નીતિ માર્ગ જ ચાલવાવાળા, શાંત્યાદિ ગુણોથી વિભૂષિત, આવી મનોહર આકૃતિવાળા, તેને પણ આવા દુ:ખ આવી પડે છે, અહો ! વિધિ ! શું તારી વિચિત્રતા ?' આમ વિચાર કરી થોડીવારે મેં કહ્યું
મલયસુંદરી ! શા માટે તારા નિર્દોષ આત્માને કષ્ટ આપે છે ? વિષાદ ન કર, ખેદ ન કર, કૃતાન્તને ઠપકો ન આપ, કર્મને દોષ શા માટે દે છે ? આ સંસારરૂપ નાટકશાળામાં
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૨૯ અવતાર પામીને સ્વભાવથી નિર્મળ છતાં આ પ્રાણીને એક જ જન્મમાં પણ દશાને વશ થઈ દીપાંકુરની પેઠે અનેક પ્રકારના અનુભવો કરવા પડે છે. શું તું નથી જાણતી ? કે-સારા કુળમાં જન્મ્યા છતાં નિરાંતે પુરેપુરું સુખ ભોગવી શકતો નથી, અસંખ્ય પરિવારવાળો હોવા છતાં ક્ષણવારમાં એકલો થઈ આમ તેમ ભટકે છે, નિરાશ થયો હોય છતાં અકસ્માતું અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરી લે છે, ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થઈ હોય છતાં ક્ષણવારમાં હાથ ઘસતો થઈ જાય છે. અપ્રતિવિધેય વિરહી થયો હોય છતાં ફરીથી ઈષ્ટ મેળવે છે, નિરોગી છતાં મરણાંત કાષ્ટ પામે છે, મરણાંત કષ્ટ પામીને સાજો તાજો થઈ જાય છે. તો અમૃતમય અને વિષમય આ સંસારનું સ્વરૂપ જાણતા છતાં, આવી વસ્તુ સ્થિતિ જાણવા છતાં કેમ ખેદ કરે છે ? અરે તું જ કહે-“દેવ હો કે મનુષ્ય હો પણ કોઈની સદા સર્વકાળ એક જ અવસ્થા રહી છે ? ક્યો ભાગ્યશાળી પ્રથમ સુખ ભોગવીને પાછળથી દુઃખ પામ્યો નથી ?
માટે મલયસુંદરી ! ધર્મ રાખ, હૃદયમાં સંતોષ રાખ, હવે તારા દુ:ખના દહાડા જવા બેઠા છે, શુન્યસિદ્ધાયતનની સેવા ફળી છે, મંત્રજાપ કરવાનો હવે વખત પુરો થવા આવ્યો છે, વિરસ નિરસ ફળાહાર ફળ આપવા તૈયાર થયો છે, જન્મથી માંડીને પાળેલું પાતિવ્રત્ય હવે જાગૃત થયું છે, દિર્ધાયુ તારો જીવિતેશ સુખી છે, તમારા બંનેના પ્રથમ દર્શન પછીની તેની બધી વાત મને જ પુછ ને, “દક્ષિણ સમુદ્રમાં જિનપ્રાસાદના કિલ્લા પરથી હોડીમાં તને જે રીતે જોઈ કાંચીમાં અર્ધી રાત્રે બહાર નીકળીને જેવી રીતે યુદ્ધ કર્યું, શસ્ત્ર વિનાનો કરીને જેવી રીતે શત્રુને જીત્યો, હારી ગયેલા શત્રુએ જેવી રીતે ક્ષણવાર
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૩૦ મૂછમાં નાંખી દીધો, જે રીતે દીર્ઘનિદ્રા તેણે ભોગવી, અને જે સ્થળે જઈને તમને યાદ કરતાં દુ:ખમાં દિવસો ગાળ્યા, અને પોતાના કુશળ સમાચાર પત્ર લખીને તમને આપવા જેના હાથમાં આપ્યો, આ બધું હું જાણું છું. માત્ર તમારો અને એમનો મેળાપ ક્યારે અને કઈ રીતે થશે, તે હું જાણી શકતો નથી.”
આ મારી વાત સાંભળી તે જાણે સ્વર્ગીય સુખ ભોગવતી હોય તેમ પરમ આનંદ પામી, ઘણા વખતથી દૂર નાસી ગયેલો કંદર્પ ધીમે ધીમે તે કષ્ટ સમાગમોસુકાની પાસે આવવા લાગ્યો. તેનું લાવણ્ય બમણું વધી ગયું, હર્ષિત લોચનવાળું વદનશતપત્ર પ્રફુલીત થયું, આનંદાશ્રુએ આંખનું અંજન ધોઈ નાખ્યું, સ્તનાવરણભૂત વલ્કલ દૂર કરાવવા સોનાના ચુર્ણ જેવો રોમાંચ ચારે તરફ ખડો થયો. અંગ કંપવા લાગ્યું, હર્ષ છુપાવવા ઈચ્છતી હોય તેમ, તે વખતે હૃદયમાં પેઠેલી રતિના નૂપુરના રણરણ અવાજનું અનુકરણ કરતી ધીમે ધીમે મને કહેવા લાગી
કુમાર ! તમારી સાથે એમને સમાગમ છે એવું જાણવાથી શું ? તે ભલે ત્યાં જ રહ્યા, તેને લીધે મેં બહુ દુઃખ ભોગવ્યું, અને ભોગવીશ. માત્ર કામદેવની માફક જીવતા છે એમ જાણીને રતિ પેઠે હું કૃતાર્થ થઈ, એમાં બધુએ મળી ચુક્યું. એ ભલે દૂર રહ્યા અને ચિરકાળ સુધી દુનિયાના સુખ ભોગવે, અને હું તો અહીં જ આ સુભાગ્ય પ્રાપ્ત થયેલા પહાડ પર વ્રતોપાસ કરીશ. વલ્કલો પહેરીશ, કંદમૂળ ખાઈશ, ભગવાનની ત્રિકાળ પૂજા કરીશ, ને મારો જન્મ પુરો કરીશ, મને હવે મારી તો ચિંતા જ નથી, પણ માત્ર આટલી ચિંતા થાય છે કે—મારા જેવા નિઃસ્નેહી ને કઠોર હૃદયના વનવાસીને પણ આપ ક્ષણવારના પરિચયથી પરમ પ્રીતિ આપો છો તો હંમેશ જેનું પ્રેમથી લાલન કર્યું છે, જેણે
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૩૧
કદી આપનો વિયોગ સહન કર્યો નથી, તે તમારા સૈન્યમાં રહેલાઓની આપના વિયોગથી શી દશા થઈ હશે ? આપના અપહારની વાત સાંભળીને પરમ વાત્સલ્ય ધરાવનારા આપના વડિલોની શી દશા થશે ? એ ફાટી જતા કોમળ હૃદયને તેઓ કઈ રીતે જારી રાખશે ?”
હસીને અવજ્ઞાપૂર્વક મેં કહ્યું “મલયસુંદરી ! હૃદય ઘણું બળી જતું હોય છતાં બુદ્ધિમાન માણસે તેનો જ વિચાર કરવો જોઈએ કે જે કામ બની શકે તેવું હોય, આ અશક્ય વાતનો વિચાર કરવાથી પણ માત્ર હૃદયને તો ક્લેશ જ છે.”
મલ0-“કુમાર ! એમાં શું અશક્ય છે ? એક પત્ર મોકલવાથી આ કામ બની શકે તેમ છે. અને મને પણ ઠીક લાગે છે. પણ દૈવજોગે અહીં હાલ કોઈ પક્ષીયે નથી કે જે આકાશમાર્ગ તમારો સંદેશો પહોંચાડે.”
એમ વાત કરતી હતી તેવામાં કમલવનમાંથી એક સુંદર આકૃતિવાળો પોપટ બહાર આવ્યો ને નિર્ભય રીતે કહેવા લાગ્યો“મહાભાગે ! શા માટે ખેદ કરે છે ? આ હું પક્ષીરૂપે નભથ્થર આવ્યો, બતાવ મારે શું કરવું ?” આ પ્રમાણે પોપટનું બોલવું સાંભળી આશ્ચર્યમાં પડેલી મલયસુંદરીએ જરા હસીને મારી સામે
જોયું.
મેં તેની સામે જોઈ વિચાર્યું કે “આ પોપટ તો નથી, કાંઈ જાત જુદી છે.”
પછી એક તાડપત્ર પર સોનાના રસની શાહીથી સારા અક્ષરે પત્ર લખી, તેને આપ્યો, ને કહ્યું – “અહો ! મહાત્માનું શ્કરાજ ! સ્વભાવથી અમારો પક્ષપાત કરનાર, પ્રસન્ન મુખ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અને વિનયવાન તમારી આગળ અતિશય વિસ્તારથી ઉપચાર વચનો કહેવા એ કેવળ મૂર્ખતા જ છે, તેથી મારે જે કહેવાનું છે, તે ટુંકમાં જ કહી દઉં છું–આ પર્વતની દક્ષિણ દિશા તરફ– “જે રસ્તાની મને માલુમ નથી, તે રસ્તે થઈ શ્રાપનો વિચાર કર્યા વિના કામરૂપ દેશમાં લોહિત્ય નદી (બ્રહ્મપુત્રા) ને કાંઠે જ્યાં મારા સૈન્યનો પડાવ છે. ત્યાં મારા સેનાપતિ કમળગુપ્તને આ પત્ર ગુપ્ત રીતે જલ્દી પહોંચાડશો.'
‘“જેવો હુકમ.” કહી ચાંચમાં પરબીડીયું લેતો એકદમ આકાશમાં ઉડી ગયો.
પોપટ દક્ષિણ દિશા તરફ ઉડી ગયો એટલે મેં કહ્યું‘મલયસુંદરી ! શું આ પોપટ સાથે તમારે પરિચય છે ? જેથી આ બોલતાની સાથે જ આવીને પરિચિત માણસ માફક હુકમની યાચના કરવા લાગ્યો.''
મલ૦–‘કુમાર ! બીજી સર્વ વાતોની ચિંતા છોડેલી હોવાથી આ જંગલમાં મારો સમાન વય, વિજ્ઞાનવાળા મનુષ્ય સાથે પણ પરિચય નથી, તો પછી પક્ષી સાથેના પરિચયની તો વાત જ શી કરવી ? હું તો હમ્મેશ મારા જ કામમાં લાગેલી હોઉં છું. આ પક્ષી મેં આજ પહેલવહેલો જ જોયો છે.'' એમ કહી આકાશ તળ તરફ જોઈ સંધ્યાકૃત્ય કરવા તે વાવના કિનારા પરથી ઉઠી ઉભી થઈ.
Page #316
--------------------------------------------------------------------------
________________
(૨. પ્રેમાકુર) એવામાં ધીમે ધીમે સૂર્યદેવ અસ્તાચળ તરફ પોતાના બિંબને લઈ ગયા. અંધકાર રાક્ષસે જગતને ગળી જવા મોં ફાડ્યું ને ગળવાનો આરંભ કર્યો. માત્ર તારાઓથી દિશાનું પુષ્પની સુગંધથી વૃક્ષોનું, અવાજથી પશુઓનું, ચાલવાથી રસ્તાનું જ્ઞાન થતું હતું.
એક પ્રહર વિત્યો, સાયંતન ક્રિયા પૂરી થઈ, ગુરુજનને દૂરથી જ નમસ્કાર કર્યા. ચંદ્રમંડળ ઉદય પામી ચુક્યું હતું. ત્યારે મઠની અગાશી પર હું ગયો. અગાશીમાં આમ તેમ ફરતો હતો અને ચારે તરફ સૃષ્ટીસૌંદર્ય નિહાળતો હતો. દિવ્ય ઔષધિઓનો પ્રકાશ વનના કચ્છોમાં ફેલાઈ રહ્યો હતો. ચંદ્રકાન્ત પત્થરમાંથી વહી નીકળેલા ઝરણોનો કલકલ નાદ આનંદ આપતો હતો. ઈદુની પ્રભાથી એકશૃંગ ગિરિનો એક ભાગ ઉજ્જવળ જણાતો હતો. આ જોઈ મને બહુ જ આનંદ થયો.
પછી મલયસુંદરીની સાંધ્ય કૃત્યથી પરવારી એટલે હું તેની પાસે ગયો. મંડપના આંગણાંમાંથી ધુળ કાઢી નાખી હતી. ને પાણી છાંટી દીધું હતું. મલયસુંદરી કાન્તના કુશળ સમાચાર સાંભળ્યા તેથી શાન્ત ચિત્તે ધોળેલા રૂપેરી ઓટલા પર બેઠી હતી. હું થોડેક દૂર પાટલા પર બેઠો તેવામાં ચતુરિકાએ આવીને કહ્યું
“બા ! વાહન ઉભા રાખીને ચારાયણ નામનો કંચુકી કેટલાક માણસો સાથે બહાર ઉભો છે, ને કહે છે કે તિલકમંજરીને શરીરે અસુખ છે, તેથી મલયસુંદરીને તેડવા આવ્યો છું.”
Page #317
--------------------------------------------------------------------------
________________
ર૩૪ આ સાંભળી ગભરાટમાં દ્રવિડરાજ તનયાએ પૂછ્યું“અલી ! જાણે છે તું એના શરીરે અસુખનું કારણ ? કાલે જ મારી પાસેથી ગઈ ત્યારે તો આયુષ્યમતીને કાંઈયે નહોતું.”
ચતુરિકા –“બા ! હુંયે બરાબર નથી જાણતી. તો પણ દીઠું-સાંભળ્યું તે હું કહું-“કાલે સરોવર કિનારાના વનમાં હું ગઈ હતી. થોડા ફુલ વીણી દેવાર્ચા કરી તમારે માટે ફળ મૂળ લઈને આવવા નીકળી હતી તેવામાં તમારી પાસેથી ઉઠેલા તિલકમંજરી પરિવાર સહિત હાથણી પર બેસી તે ત્યાં આવ્યા. સુંવાળી રેતીવાળા પ્રદેશ પાસે આવીને વાહનથી ઉતર્યા. ને દરેક સખીઓ રમવા લાગી. કોઈએ હરિચંદન વૃક્ષની ડાળે હીંચકા બાંધ્યા. કોઈએ ઝાડની છાલોમાંથી કાઢીને કપૂરનું ચુર્ણ (પાઉડર) શરીરે લગાડ્યું. કોઈએ કાનનું આભૂષણ બનાવવા લવીંગના પાંદડા તોડ્યા. કેટલીક કિનારા પરની છીપોમાંથી મોતી કાઢીને જુગટુ રમવા બેઠી. અને તિલકમંજરી ધીમી ચાલે, ધીમે ધીમે પગલે કોમળ કરવડે દિવ્ય લતાઓના પુષ્પો ઉમળકાથી ચૂંટવા લાગી. પુષ્પ વીણતી વીણતી આમ તેમ ફરતી હતી, ફરતાં ફરતા એક એલચીનાં માંડવામાં ગઈ. અંદર પેઠી તેવામાં એકાએક વજથી અંજનશલ તુટ્યો કે શું ? પલય કાળના મેઘની ગર્જના જેવી ગર્જના કરતો એક મોટો હાથી આકાશમાંથી સરોવરમાં પડ્યો. પડતાની સાથે સરોવરમાંથી પાણી ઉછળ્યું ને કિનારા પરના બધા વૃક્ષો નાહી રહ્યાં. ચારે તરફ અરણ્યમાં ભય વ્યાપી ગયો. ભયભીત થયેલી સઘળી યુવતીઓ કોઈ ઝાડતળે, કોઈ લતાની ઘટામાં કોઈ પર્વતની ગુફામાં ઝટપટ છુપાઈ ગઈ.
થોડી વારે ભય ઓછો થયો, પક્ષીઓ ઉડીને પોતપોતાના માળા ભેગા થઈ ગયા, ત્યારે દેવી તિલકમંજરી પેલા લતામંડપ
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૩૫ તરફથી બહાર નીકળ્યા. ગાત્રોની પ્રભાથી આખું વન પ્રકાશિત થઈ ગયું, અલંકારોના રણઝણાટથી આખા વનમાં રણઝણાટ થઈ રહ્યો. લજ્જાવનત મુખે થોડા પગલાં ચાલી તમાલ તરૂ નીચે વિસામો લીધો. વિસામો લીધા બાદ શ્વાસ ધીમો પડ્યો, પરસેવાથી નિતંબ સ્થલ પર ચોંટી ગયેલું વસ્ત્ર ઠીક કરી ચણીયાનું નાડું બરાબર ફરીથી બાંધી લીધું. વિલક્ષણ છટાથી બે હાથ ઉંચા કરી મનોગમ્ય રીતે પાછળવાળી ઢીલો પડી ગયેલો ચોટલો બરોબર બાંધ્યો. બાંધતાં બાંધતાં વેલાઓને આંતરે રહી છિદ્રોમાંથી કંઠનાળ વાળી વાળી કંઈક જોતા હતા. થોડીવાર પછી આળસ મરડી, બગાસું ખાધું, આંખમાં પાણીના બિંદુઓ આવી ગયાં. ફરીથી તે લતામંડપ જોવા જવાનું મન થયું હશે, તેથી ફૂલ વીણવાના બહાનાથી માર્ગમાંની વેલીઓ પાસે થઈને ત્યાં પહોંચી ગયા, બારણે ઉભા રહ્યા. થોડીવાર ઉભા રહી આજુબાજુના ઝાડના ઝંડોમાં આમ તેમ ઉદ્વિગ્ન મને ફરવા લાગ્યા. થોડીવાર પછી એક ઉંચી ભેખડ પર ચડી ચારે તરફ ધારી ધારીને દૂર સુધી જોવા લાગ્યા.
મને વિચાર થયો-“અરે ! આ એકલી કેમ આમતેમ ભમતા હશે ? શું ભૂલી ગયા હશે ? કંઈ ગુમાવ્યું હશે ? શું શોધતા હશે ? હાથીના ભયથી જુદી પડી ગયેલી સખીઓને શોધતા હશે ? પણ ઋષિઓના પણ તપ મુકાવે એવી આ હૃદયહારિ ચેષ્ટાઓ મદનના ઉન્માદ સિવાય સંભવતી નથી. તેથી રૂપે કરી ત્રિજગતવિજેતા કોઈ લાવમાન પુરૂષે પ્રથમ દર્શન આપી, પછી છુપાઈ જઈ છેતરી ભોળવી જણાય છે.” હું એમ વિચાર કરતી હતી તેવામાં બધો પરિવાર તેને વિંટળાઈ વળ્યો. મુશ્કેલીએ સમજાવીને તેને અનિચ્છાએ ઘેર લઈ ગયા.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ઘેર જઈને પણ તુરત પથારીમાં પડ્યા. ભોજનની વાત કરતા નથી, શિશિરોપચાર કરવાનુંયે કહેતા નથી, સખીઓની સામે જોતીયે નથી, પૂછવા છતાં અસુખનું કારણેય કહેતા નથી, ચિત્તજ્ઞોને પણ મૂર્ખ માની બેઠા છે, મીઠીમીઠી વાતો કરીએ તોયે ખીજે છે. માત્ર જે આ તળાવેથી આવ્યો હોય તે તરફ જવાનો હોય, જે ત્યાંની હકીકત કહેતો હોય, ત્યાં જવા માટે પ્રેરણા કરતો હોય, તેને જ પાસે બોલાવે, તેને જ પાસે બેસાડે, તેની જ વાત સાંભળે.'' આવી તેની કાલ રોજ દશા હતી.''
નિર્ભયપણે મલયસુંદરી બોલી- જો એમ હોય, તો તેમાં કાંઈ નથી. એ તો અલ્પ વ્યાધિ છે. ત્યારે હવે ત્યાં જઈને નકામો વખત ગુમાવવાની જરૂર નથી. તું ઉઠ, ચારાયણને રવાને કરી દે, તું પણ જા, અને મારી વતી આટલું કહેજે- “આજે શાસ્રપારદશ્વા, કળાકુશળ, કુમાર હરીવાહન, કે જેના પિતા મારા પિતાને પણ માન્ય છે. તે અયોધ્યાપતિ રાજા મેઘવાહનના પુત્ર, દેશાવરથી અહીં આવી ચડેલ તેને આજ સવારે મેં જિનમંદિરમાં જોયા હતા. સ્વભાવથી જ સ્વચ્છ હૃદયવાળા તે મારા આગ્રહથી આજનો દિવસ ટક્યા છે-મારા મહેમાન થયા છે. તો આગ્રહપૂર્વક ઘેર લાવીને ૫૨મ બંધુતૂલ્ય તેને અહીં એકલા મુકીને શી રીતે આવું ? એમ આવવું ઉચિત જ નથી. અને વિચાર કરીને જ હું આવી નથી, તેથી મારે માથે નિઃસ્નેહતાનો દોષ મૂકીત ના.'’
Page #320
--------------------------------------------------------------------------
________________
( ૩. તાંબૂલ પ્રદાન છે
ચતુરિકા ગઈ, મલયસુંદરીએ પ્રસ્તાવ કરી પોતાની બાલ્યાવસ્થા, સમુદ્ર વચ્ચેના પર્વત પરના બનાવો, ઋષિઓના આશ્રમોમાં વાસ વગેરે વગેરે પોતાના સુખની વાત ઘણી કરી હૃદય હલકું કર્યું. અવસર થયો એટલે ઉઠી, ઉભી થઈ. વચલે માળે જઈ પોતાની પથારીમાં સુતી.
હું પણ ચંદ્રકાન્ત પત્થરના મંડપમાં જઈ એક વિસ્તૃત શિલા પર કેટલાક કલ્પવૃક્ષના પાત્રોની પથારી તરફ ચાલ્યો ગયો. એક મોટા ઓટલા પર પુષ્પમાળાઓની ગાદલીપર બેઠો. ચતુરિકા પથારી પાસે બેઠી બેઠી મારી પગચંપી કરતી હતી. તેનો કોમળ કર સ્પર્શ મીઠો લાગતો હતો. પગચંપી કરતાં તેના વલયોનો મનોહર કણકણાટ થતો હતો. સંવાહન (પગચંપી) કરવામાં ચતુર ચતુરિકાએ કહેલા તિલકમંજરીના મદોન્માદથી મને પોતાને મારે વિષે જ બહુમાન ઉત્પન્ન કર્યું હતું. ચતુરિકા પગચંપી કરતી હતી, મારા મનમાં વિચારશ્રેણી વહ્યું જતી હતી,
અરે ! હૃદય ! હવે શા સરૂ હેરાન થાય છે ? હવે કેમ લાંબા વખતનો ખેદ છોડતું નથી ? બસ, હવે તો પરમ સંતોષી થા.
ચિત્રમાં પણ જેના રૂપનો લેશ ભાગ જોઈ તેવા પ્રકારની વિહ્વળતા પામ્યું હતું, જેની અભિલાષાએ અનેક સંકલ્પ વિકલ્પ કરીને ટુંકી છતાં સો વરસ જેવડી ઉનાળાની રાત્રીઓ પથારીમાં આળોટી આળોટી પૂરી કરી હતી, જેને મેળવવાની આશાએ રોજ મહેલની અગાશી પર ચડી ચડી ગંધર્વકની રાહ ઉત્સુક થઈ
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૩૮
જોઈ હતી, જેના સ્મરણથી મદનભાણના ઝપાટામાં આવ્યા છતાં ધૈર્યથી અત્યન્ત ભયંકર વર્ષાૠતુનો સમય વીતાડ્યો. જેના દર્શનની આશાએ ઘરબાર છોડી દૂર દેશાવર પ્રવાસ માટે નીકળવું પડ્યું. શિકારની અનિચ્છા છતાં જેના વિરહમાં વિનોદ માટે વીણાવાદનોવિનોદ સ્વીકારવો પડ્યો. જેની પાસે જવાની ઈચ્છાએ પાછો વાળવાની શક્તિ છતાં ઉત્તર દિશા તરફ આકાશ માર્ગે ઉડતા હાથીને એ તરફ જવા જ દીધો. જેનાપર આસક્ત હૃદય હતું તેને જ સરોવર કિનારે લતામંડપમાં જોઈ, છતાં નિસ્પૃહભાવે ‘આ કોઈ બીજી રાજકન્યા હશે' એમ ધારી છોડીને ચાલ્યો ગયો. પાછળથી અનુમાન પ્રમાણે નિશ્ચય કરી તેને શોધવા આખો દિવસ ભટક્યા કર્યું. ઝાડ નીચે પથારીમાં જેના સંબંધી આખી રાત વિચારો કર્યા, તે જ દેવી તિલકમંજરી હવે તારા જીવનની વિધાત્રી થઈ છે. તે લેવા યોગ્ય લાભ લીધો છે, જન્મવત્તા મેળવી છે, ચિંતાનો બોજો ઉતારી નાંખ્યો છે. હવે સ્વતંત્ર છે.
તો પણ આટલું તારી પાસે માંગી લઉં છું-‘ચપળતા છોડી દઈ, ઈદ્રિયોનો તિરસ્કાર કરી, ચક્ષુઓના અધિકાર બહાર જઈ, નાગરિકનો આચાર સ્વીકારી, પંચબાણની ચપળતા અટકાવી, ઓ હૃદય ! તેવી રીતે વર્તજે કે જેથી કરીને પ્રથમ દર્શને જ ધૈર્યશીલ છતાંયે આજુબાજુના ચતુર લોકોની નજરે હાંસીપાત્ર ન થાઉં !!'' એમ વિચાર કરતાં કરતાં કેટલા પહોર વિત્યા તે જણાયું નહીં, છેવટે તે શિયાળાની રાત લાંબી છતાં જલ્દી પૂરી થઈ ગઈ.
પ્રાતઃકાળ થયો. એવામાં મારાપર પ્રીતિ રાખતા હોય એવા કોઈ દિવ્ય પુરૂષે પરદેશી મંગળ પાઠક પ્રમાણે નીચેનું (કુલક) બોલ્યા
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૩૯ “મોટું મોટું સર્વ દેખાય હેલું,
છોટું છોટું તાળું છુપાય હેલું, પાકું પાકું પદ્મ ખીલેજ હેલું, નીચે નીચે ધ્વાન્ત ચાલે જ હેલું. ૧
(શાલિની છંદ:) હે રાજન્ હવે નિદ્રામાંથી જાગૃત થાઓ.”
“અહો ! પ્રાત:કાળ થયો !” એમ કહી ઉઠ્યો, ને અદેપાર સરોવરે ગયો. ત્યાં આવશ્યવિધિ કરી, સ્નાન કર્યું. થોડાં કમળ પુષ્પો લઈ તેજ ઇનાયતનમાં ગયો. ભગવાન આદિનાથની ભાવભક્તિથી વિધિપૂર્વક પૂજા-સ્તવના કરી. એકંદરે કુલ પ્રાતઃકૃત્યથી પરવારી મલયસુંદરી પાસે થોડેક દૂર જઈ બેઠો.
તેવામાં તો હસતી હસતી ચતુરીકા આવી, ને ધીમે રહી કહેવા લાગી-કુમાર ! તમારા ગુણો સાંભળી આશ્ચર્યચકિત તિલકમંજરી આજ આ વખતે જ અહીં આવનાર છે. તેથી આપ કલ્યાણમૂર્તિને હાલ થોડો વખત અહીં જ બેસવા વિનંતી છે.”
એ એમ વાત કરતી હતી તેવામાં વાજીંત્રો સંભળાયા. મનુષ્યોનો કોલાહલ સંભળાયો. ધોળા સ્વચ્છ છત્રો જણાયાં. આકાશમાં સોનેરી ધજાઓ ફરકવા લાગી. વારાંગનાઓના દિવ્ય અંગરાગનો પરિમલ દિશાઓમાં વ્યાપ્ત થઈ ગયો. તે હાથણી પર બેઠી હતી, દશ દિશાઓમાં દેહપ્રભા વિસ્તારતી હતી, શરીરે નવપલ્લવો મૂક્યા હતા, બે બાજુએ ચામરો વીંજાતા હતા. ધીમે ધીમે આકાશમાંથી નીચે ઉતરી, વાહન પરથી ઉતરી, વિદ્યાધરીઓ આજુબાજુ આવી હાજર થઈ ગઈ. તેઓ સાથે અમારા તરફ
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૪)
આવવા લાગી. આવી એકીટશે મને સંતોષપૂર્વક જોઈ મલયસુંદરીની બાજુમાં બેઠી.
તે બેઠી, તેનું જાણે પાન કરતી હોયની, તેને જાણે ખોળામાં બેસાડવા ઈચ્છતી હોયની, ગાઢ આલિંગન આપવા ઈચ્છતી હોયની, સ્નેહાળ ચક્ષુથી ખુબ જોઈ, પીઠપર વારંવાર હાથ ફેરવી મલયસુંદરીએ સખેદ પૂછ્યું
“પ્રિય સખી ! એક દિવસમાં જ તને આ શું થઈ ગયું? કહે તો, તને આવું અસુખ શાથી થયું ? પાછું કારણ વિના શાંત પણ કેમ થથ ગયું ? અને સવારના પહોરમાં જ બીજું કામ છોડીને અહીં આવવાનું કેમ થયું ?” એમ કહી મારી સામે જોયું. જ્યારે તેણે ઉત્તર ન આપ્યો એટલે ફરીથી મલયસુંદરી એને કહેવા લાગી
તિલકમંજરી ! આ તરફ જરા વિશેષ આદરથી જો. તે જ આ ભરતાધના રાજા મેઘવાહનના પ્રથમ પુત્ર કુમાર હરિવાહન જેણે સકળ કળાઓ પ્રાપ્ત કરી છે, અને જેનો સ્વભાવ ચંદ્ર જેવો અમૃતમય છે.”
તેણે તુરત જ લીલાપૂર્વક મારા તરફ જોયું, ને જાણે કુસુમબાણની બાણાવળી, જાણે શૃંગાર સાગરમાં ફરનારી સફરી, જાણે લાવણ્ય ચંદ્રોદયની દિગન્તોને ધોળનારી જ્યોત્સના, રાગાગ્નિની જાણે ઉલ્કા, યૌવન યુવરાજની સવિભ્રમભૂલેપપૂર્વકની જાણે આજ્ઞા, હર્ષથી મીંચાયેલી, વિસ્મયથી વિકસિત, અભિલાષાએ પ્રેરેલી, લજાએ વિષમ કરેલી, જાણે અમૃતવૃષ્ટિ, સુખની વૃષ્ટિ, એવી અંત:કરણની પ્રીતિની સાક્ષી પૂરનારી કટાક્ષદષ્ટિ મારા પર છોડી.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૪૧
તેનું હૃદય કળી જતી જાણે બીજું હૃદય હોયની તેવી બાળસખી, રૂપ વયે સમાન મૃગાંકલેખાએ મલયસુંદરીને હસતાં હસતાં કહ્યું
“બા, આપે કહ્યું તે બરાબર છે, કુમાર ‘અમૃતમય’ તે અમૃતમય જ છે, ખરેખર અમૃતમય જ છે, ચતુરકાના મુખથી મહાભાગના નામાક્ષરો સાંભળતાંની સાથે બેનનો અંતઃસંતાપ ક્યાંયનો ક્યાંય નાશી ગયો.''
મલયસુંદરી–(જરા હસીને) મૃગાંકલેખા ! એમાં નવાઈ શી ? કેમકે મહાત્માઓનો મહિમા અચિંત્ય હોય છે.’’
તિલકમંજરી સ્હેજ ગભરાઈ, નીચું જોઈ ગઈ. પછી આકાર ગોપવ્યો, ભયનો ત્યાગ કર્યો, ધૈર્ય ધારણ કર્યું, ચેષ્ટાઓ દૂર કરી, મનસિજ (કામદેવ) ના ઉલ્લાસો છૂપાવ્યા, પોતાની મહત્તાનો વિચાર કર્યો ને ઉચિતાચારનો વિચાર કરી સમતોલપણું પાછું હાથ ધર્યું.
તાંબૂલદાયિકાના હાથમાંથી કોમળ કરકમળમાં તાંબૂલ લઈ જરા હાથ ત્રાંસો લંબાવી પોતાને હાથે જ મારા હાથમાં આપ્યું.
Page #325
--------------------------------------------------------------------------
________________
( ૪. રથનુપૂર ચક્રવાલનગરમાં પ્રવેશ ]
તેને ઉચિતાચાર પાળતી જોઈ અત્યંત હર્ષમાં આવી જઈ મલયસુંદરીએ મને કહ્યું
“કુમાર ! વત્સા તિલકમંજરી સકળ વિદ્યાધરોમાં સર્વ કળા નિપુણ છે, અને જયપતાક પ્રાપ્ત કરી છે. જો કૌતુક હોય, તો ચિત્રકળા, સંગીત, નાટ્ય, અભિનય, નૃત્ય, સંગીતશાસ્ત્ર, લેપવિધિ, પત્રછેદ અને બીજી પણ અનેક વિદ્યામાનહરિણી કળાઓના સંબંધમાં કંઈ પ્રશ્ન કરવો હોય તો કરો. કંઈ પુછો. તમારા બન્નેનો પરસ્પર વાર્તાલાપ સાંભળી થોડીવાર હુંયે નિવૃત્તિસુખ પામું.”
મેં કહ્યું – “કાંચિરાજતન ! હજુ દેવી મારી ચિત્તવૃત્તિથી અજાણ છે, અપરિચિત સાથે પ્રસ્તુત વિચાર કેમ કરી શકાય ? દુનિયામાં આપણે જોઈએ છીએ કે સામાન્ય માણસ પણ જો અપરિચિત હોય તો પ્રથમ તો સામુએ જોતો નથી. સોબત ઈચ્છતો નથી, પોતાને ત્યાં રોકવા માટે બહુ આગ્રહ કરતો નથી, વાત સાંભળતો નથી, તેમ જવાબ પણ આપતો નથી, તો પછી જેઓ સમૃદ્ધિમાન છે તેની તો વાત જ શી કરવી ?
માટે જો કદાચ તેઓ માન્યવર વિમાનારૂઢ થઈ આકાશમાર્ગે વિહાર કરવા નીકળ, દક્ષિણ દિશાના શણગાર ત્રિકૂટ મલય વગેરે પર્વતો પર વિહાર કરવા જાય, દક્ષિણ સમુદ્રના કિનારાના હવાખાવાના સ્થળોમાં કીડા કરવા નીકળે, તે સિવાય બીજા બીજા રમ્ય સ્થળોમાં ક્રીડા કરી પાછા વળતાં નગરી જોવાની ઈચ્છાથી, શક્રાવતાર તીર્થને વંદન કરવાના ભાવથી, ચક્ષુ આગળ
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૪૩
ઝળાંઝળાં થઈ રહેલી અયોધ્યા નગરીમાં પધારશે, બહાર બગીચામાં ઉતર્યા હશે, ત્યાં પરોણાગત કરવા હું દોડી જઈશ, અહો ! આમની સાથે પહેલાંનો થોડો પરિચય છે' એમ ધારી અમારી સાથે ઓળખાણ રાખશે, પાસે જતાં મૂખ છુપાવી અવગણના કરશે નહીં, વાર્તાલાપમાં જવાબ આપી ભાગ્યશાળી કરશે, ચાલ વાતચીત છોડી દઈ બીજે ધ્યાન નહીં આપે, તો તે વખતે પરિચય વધતાં અવસરે મારી બુદ્ધિ અનુસાર કંઈક પૂછીશ.
હાલ તો પ્રથમ મેળાપ છે, વળી હું સ્વદેશ તરફ જવા ઉત્સુક છું, એટલે ફરીથી મેળાપ થાય એટલી જ માત્ર આશા રાખી બીજું કંઈપણ બોલવું ઉચિત ધારતો નથી.”
મારા આ શબ્દો સાંભળી, જાણે પોતાના પ્રથમના ભોળા વર્તનથી શરમાતી હોય, ફરી દર્શનના પ્રશ્નથી ભય પામી હોય, તેમ એકદમ ઉભી થઈ. મંદિરના મંડપમાં થોડીવાર ફરીને કેટલીક સખીઓ સાથે ચતુરિકાએ બતાવેલ રસ્તે મઠને ઉપલે માળે ચડી, મારી સામે જોઈ માણિક્ય શિલાતંભોને પરિરંભ આપતી હતી, શૃંગારિક સુભાષિતો સંભળાય તેવી રીતે વાંચતી હતી, વિદ્યાધર પક્ષીઓ અને પશુઓના મિથુનો ભીંતો પર આળેખતી હતી, તાળી વગાડી ભ્રક્ષેપ કરી મયૂરોને નચાવતી હતી, કંઈક વાત વધારીને મારી શીતળ પલ્લવ શયાની ચતુરિકા વખાણ કરતી હતી, તે (શયા ઉપર) ઉપહાસ્ય કરતી હતી, ગવાક્ષોની બખોલોમાં કોપાવિષ્ટ પારેવીઓને મનાવતા છાગટા પારેવાઓને આંગળીના યંત્રથી મોતીના ઢેફાં વતી મારતી હતી, ચેટીઓના ગળામાંથી મણિમુક્તાના નાભિ સુધી લટકતા લાંબા હારો કઠીન અને મોટા સ્તનવાળી પૂતળીઓના ગળામાં બળાત્કાર પહેરાવતી હતી.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સખીઓના વાળો હસતાં હસતાં સરળ અંગુલીથી કુટિલ બનાવતી હતી. હાસ્યપૂર્વક રૂદન કરતી પરિચારિકાઓના દંત છંદોવાળા ઓષ્ઠ પર ચંદનનો લેપ કરાવતી હતી. પરિજનોને રમાડવા આગળ ધરેલા પોતાના કુટુંબીઓના બાળકોની હડપચી બે આંગળી વતી ઉંચી કરી સંભળાય તેમ ચુંબન કરતી પોતાના મુખમાંથી પાન તેના મુખમાં મૂકતી હતી. દડાની રમતમાં પ્રસંગે પ્રસંગે ઢીલો નહીં છતાં મુગટનો તોરો બરાબર ખોસતી હતી, ને ભૂજમૂળ તથા સ્તનતટ વારંવાર દેખાડતી હતી.
કંટાળી ગયેલી રિચારિકાઓની વિનંતીથી અને સખીઓના આગ્રહથી થોડીવારે નીચે ઉતરી મલયસુંદરી પાસે આવી બેઠી. વૃદ્ધાઓએ વારંવાર કહ્યું એટલે કંટાળીને ઉભી થઈ મંદમંદ ગતિએ ઘેર જવા નીકળી.
તે પરિવાર સહિત ગઈ, કેટલાક પગલાં ગઈ હશે તેવામાં મંદુરા નામની દ્વારપાલિકા સત્વર પાછી વળી મલયસુંદરી પાસે ગઈ, ને કહ્યું:
‘બા, તિલકબા હાથ જોડી આપને વિનવે છે,–“આજે આપ શહેરમાં પધારી મારૂં ઘર પવિત્ર કરશો, અને કુમારને પણ સાથે લેતા આવશો, એટલો મારા પર અનુગ્રહ કરશો.'
મલયસુંદરી થોડીવાર વિચારમાં પડી ગઈ, નીચે જોઈ રહી, શું કરવું તે સૂઝ્યું નહીં, છેવટે બોલી–
“મંદુરા ! મારા જેવા ફળમૂળ ખાવાવાળાને રાજ્ય મહાલયોમાં જવું ઉચિત નથી. કુમાર ભલે આવે, સખાએ કરેલું આતિથ્ય સ્વીકારે.' એમ કહી તેને વિસર્જન કરી.
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૪૫
તે ગઈ, તેવામાં થોડા પરિવાર સહિત મૃગાંકલેખા આવી ને ઉતાવળે ઉતાવળે કહેવા લાગી
મલયાબા ! ઉચિતાનુચિતનો વિચાર હવે જવા દો. ઉઠો જલ્દી, બધી વિદ્યાધર કુમારીઓ ઉભા રહેવાથી કંટાળી ગઈ છે, દેવી તો બારણે થાંભલો પકડીને ઉભા છે. ને તમારી રાહ જુએ છે. અને કહે છે કે “જ્યાં સુધી આપ આર્યા પધારશો નહીં ત્યાં સુધી હું અહીંથી જવાની જ નથી.”
મલયસુંદરી–“મૃગાંકલેખા ! હવે હું કંઈ કહી શકું તેમ નથી. ચાલો, એમ કરવું જ પડશે ?” એમ કહી ચતુરિકા સાથે લજ્જાપૂર્વક જવા નીકળી.
પોતાના કરપલ્લવથી મારો હાથ પકડી મુગ્ધસ્મિતા મૃગાંકલેખાએ મને આસન પરથી ઉભી કરી. ને તિલકમંજરી તરફ લઈ ગઈ.
હું એ તરફ ગયો. મૃગાંકલેખા મને ખેંચતી હતી, તે જોઈ તેણે પ્રીતિથી મારી સામે જોયું, જરા છુપી રીતે સ્મિત તેના મુખ પર લટાર મારી ગયું, ઢીલી પડતી વેણીને વારંવાર યત્નપૂર્વક બાંધતા બાંધતા તે મલયસુંદરી સાથે હાથણી પર ચડી.
પરિવાર મારી સાથે રાખીને કેટલીક વિદ્યાધર કન્યાઓ સાથે પોતાના મુકામ તરફ અગાઉથી ગઈ.
હું પણ વિમાનમાં બેસીને મૃગાંકલેખા સાથે વિનોદ કરતો કરતો વિદ્યાધરરાજની રાજધાની રથનૂપુરચક્રવાલ નગરમાં આવી પહોંચ્યો. પેસતાંની સાથે જ હું આમતેમ શહેરની શોભા જોવા લાગ્યો, જોવામાં એટલો બધો તલ્લીન થઈ ગયો, જાણે અચેતન
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૪૬ થઈ ગયો હોઉં, જાણે બધિર થઈ ગયો હોઉં, અને પ્રશ્નનો જવાબ પણ આપતો નહીં ત્યારે હર્ષિત મૃગાંકલેખાએ કહ્યું
“કેમ કુમાર ! શહેર જોયું કે ?”
મેં હર્ષાવેશમાં કહ્યું – “ઈન્દુવદને ! ધીમે ધીમે ફરીને શાંત ચિત્તે બજારે બજાર, ઘરેઘર, શેરીએ શેરી, દુકાનેદુકાન, મંદિરમંદિર, બગીચબગીચો, નાયકનાયક અને દરેક સ્ત્રીઓ જ્યાં સુધી નિરાંતે ન જોવાય ત્યાં સુધી જોયું કહેવાય ?
મૃગાંકલેખા બોલી–“એમાં શું ? કંઈ મુશ્કેલ નથી, એમ પણ બની શકશે.”
ત્યાંથી અમે રાજમાર્ગે થઈ રાજગઢમાં પેઠા, ત્યાંથી કક્ષાઓ ઓળંગતા ઓળંગતા કન્યાવાસમાં આવી પહોંચ્યા. તિલક મંજરીના મહેલની પાસે જ તેમનો પોતાનો ઉંચો અને ભવ્ય મહેલ હતો. તેના આંગણામાં વિમાન થંભ્ય, નીચે ઉતર્યું અને તે પણ વિમાનમાંથી ઉતરી, હું યે ઉતર્યો. અંદર જઈ સુવાના ઓરડાની આગળ મંડપ નીચે મોટા સુવર્ણના પલંગ પર ગાદી અને તેના પર પોતાને જ હાથે સ્વચ્છ ઓછાડ પાથરી મને બેસાડ્યો. બાજુના પાટલા પર બેસી ચાકરડી પાસે પાણી મંગાવી મારા ચરણ પોતાને જ હાથે ધોયા. રૂમાલવતી લડ્યાં, પછી પુષ્પ અને તાંબૂલ આપી તે તિલકમંજરી પાસે ગઈ.
Page #330
--------------------------------------------------------------------------
________________
૫. આતિથ્ય
ત્યાં જઈ ઘણા દિવસના મળવાને ઉત્સુક રાણી પત્રલેખા પાસે મલયસુંદરીને મૂકી આવી.
“પંથ કરવાથી બહુ જ થાકી ગઈ છું, ચાલો અગાશીમાં, શિશિરોપચારની જરૂર છે.' એમ કહી મને જોવાની આશાએ બે ચાર આપ્તસખીઓ સાથે મહેલ ઉપર અગાશીએ ચડી. ઉપર આવી એક સખીએ ઉત્તર દિશાની ચંદ્રકાન્ત પત્થરની બારી ખોલી નાંખી, તેની બાજુમાં કોઈ ચિત્તજ્ઞાએ કમળની પથારી કરી રાખી હતી, તે પર જઈ સૂતી. નાગપત્નીની પેઠે ચંદનાંગરાગિણી થઈ ઉન્હાનાના છેલ્લા દિવસોની પેઠે દશાશાન્તમાંથી ટપકતા પાણીવાળું વસ્ત્ર ઓઢ્યું. પોપટની પાંખ જેવા પાણી ભર્યા શેવાળના પ્રવાળોના કર્ણપૂર પહેર્યા, ઝાંઝરને ઠેકાણે કમળની કળીઓની માળા પહેરી. જઘન મંડળપર કુવલયની માળાનો કંદોરો પહેર્યો. કાનની આજુબાજુ કુમુદિનીના કંદનું દત્તપત્ર પહેર્યું. ગળે, હાથ, કાંડે અને બીજા કેટલાંક શરીરના અવયવો પરથી હાર, બાજુબંધ, કડાં વગેરે આભૂષણ કઢાવી નાખ્યા, ને મૃણાલના તે તે આભૂષણો પહેર્યા, જાણે સાક્ષાત્ ક્ષીરસાગરની દેવી !!
પીડા વિના દીર્ઘનિશ્વાસ મૂકતી હતી, વેદના વિના મુખ સંકોચતી હતી, તાપ વિના પગતળીએ મણિદર્પણો મુકાવતી હતી. પવન સ્પર્શ બહુ ઈચ્છતી નહીં છતાં કેળના પાતરાંનો પંખો
૧. શરીરે ચંદન ચોપડાવ્યું. ૨. દશ દિશાઓમાં વરસાદથી નીતરતું પાણી, લુગડાંની દશીઓના
છેડામાંથી નીતરતું પાણી.
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૪૮
નંખાવતી હતી. જાણે આંખની લંબાઈ જાણવા ખાતર જ પાણીથી ભીંજાવેલા બે પત્રો આંખો પર મુકાવતી હતી. જાણે વિસ્તાર માપવા ખાતર જ સ્તનપૃષ્ઠ પર કમલિનીના પત્રો મુકાવતી હતી. કપાળ પર ચંદનની આડ કઢાવતી હતી. ગાત્રો ધીમે ધીમે દબાવડાવતી હતી.
ક્ષણવાર સખીઓ પાસે પાસું બદલાવડાવતી હતી, ક્ષણવાર માથા પર ઓઢણી ઓઢી લેતી, ક્ષણવાર ઝરોખામાં અઢેલીને બેસતી હતી, ક્ષણવાર ઉઠીને આળસ મરડતી હતી એન બગાસાં ખાતી હતી, જાણે બહુ થાકી ગઈ હોય તેમ બધી ચેષ્ટાઓ કરતી હતી અને પૂછ્યા વિના મન્મથે શીખવેલા નવ્ય રસનો અનુભવ કરતી ઘણી વખત ત્યાં રહી.
ન કળી શકાય તેવી રીતે કટાક્ષ વિક્ષેપોથી મને ઘણી વાર જોઈ, તેની આગળ કળા વિદગ્ધ સખીઓ વિનોદ કરતી હતી અને તેને આનંદ આપતી હતી પછી થોડીવારે તે બારીએથી ઉઠી, નીચે ઉતરી.
પણ તેના વિના શૂન્ય બારી જોઈ નીચે ઉતર્યો, અને તે વખતે જે ઉદ્વેગનો વેગ આવ્યો તેનો નાશ કરવા જાણે કોપથી પાસેના ચંદન-અર્જુન-તિલક-મંજરીવાળા બગીચામાં ગયો. તેમાં કેટલોક વખત આમ તેમ ફર્યો. પછી કામદેવના મંદિર પાસે રક્તાશોક નીચે કેટલાક સેવકો સાથે બેઠો. તેવામાં મંદુરાની પ્રતિહારી હરિણીકા આવી પહોંચી ને બોલી
કુમાર ! હમણાં જ અગાશીએથી ઉતરેલા દેવી તિલકમંજરી વિજ્ઞપ્તિ કરે છે કે “સ્નાન વગેરે મધ્યાહ્ન કૃત્યથી ૧. તિલકનું ઝાડ પુષ્પની મંજરીઓ, તિલકમંજરી' એ શબ્દ સામ્ય છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૪૯
આપ પરવારશો. ઘણે વખતે આર્યા તપસ્વિની મલયસુંદરી ઘેર આવ્યા છે, તો નકામો જમવાનો વખત ગાળવો ઠીક નથી, ઉદ્યાન જોવા આપ બીજી વખત પધારશો.''
મેં કહ્યું–‘ચાલો, તેમ કરીએ.' ત્યાંથી નીકળી પેલા મહેલમાં આવ્યો. ત્યાં સ્નાન સામગ્રીથી સજ્જ થઈ મજ્જન પાલીકાઓ રાહ જોઈને ઉભી હતી. હું ગયો એટલે મને માન આપ્યું, છેવટે સ્નાન ક્રિયા પૂરી થઈ. ઉઠી વસ્ત્રો પહેરી ભગવાન આદિનાથની પૂજા કરી, પછી પોષાક પહેરી લઈ સ્હેજ હળી ગયેલી મૃગાંકલેખા સાથે થોડીવાર ચોપાટ ખેલી.
તિલકમંજરીએ મોકલેલા વારંવાર બોલાવવા આવતા, અને બીજા પણ માયાળુઓએ મોકલેલા બોલાવવા આવનારાઓ સાથે મહેલ પરથી ઉતર્યો. તેઓની સાથે સાથે આગળ ચાલ્યો, આમ તેમ દૃષ્ટિ નાંખી તેવામાં દૂરથી જ એક ઉંચા શિખરવાળો મહેલ જોયો. જેનો વિસ્તાર અત્યન્ત શોભી રહ્યો હતો.
તેની બન્ને બાજુએ વિશાળ અને ગંભીર મકાનોથી બાહ્ય કક્ષાઓ શોભી રહી હતી. તે મકાનોના આંગણામાં પુષ્કળ વિમાનો પડેલા હતા. અંદરના ભાગમાં દુદંભી, પણવ, ઝાલર વગેરે અનેક પ્રકારના વાજીંત્રો ગોઠવેલા હતા. તલવાર, ભાલા, ચક્ર વગેરે શસ્ત્રોનો ચળકાટ આંખો અંજાવી નાંખતો હતો, ભિન્ન ભિન્ન જાતની ધ્વજાઓ ચામરો છત્રો વગેરે વગેરે રાજ ચિન્હો પણ અંદર જણાતા હતા. પલાણો, બેઠકો, પલંગો, કવચો, મૂકુટો વગેરે ગોઠવેલા હતા. મુસાફરીમાં કામ આવે એવીબીજી વસ્તુઓના કોઠારો પણ અહીં જ હતા.
મહેલના દરવાજામાં મળવા આવેલી વિદ્યાધર પત્નીઓના
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૫૦
યોગ્ય યોગ્ય પલાણોને સાંજથી સજેલા વિદ્યાબળે બનાવેલા ગરૂડ, સિંહ, હરણ, ચક્રવાક, મયૂર વગેરે વાહનોની ભારે ઠઠ્ઠ જામી હતી.
મહેલના પશ્ચિમ ભાગમાં અનેક જાતના કામદેવને મદદગાર આંબાના ઉપવનો આવી રહ્યા હતા. તે ઉપવનોમાં હંમેશા આખો દિવસ નીકોથી પાણી પાઈને તાજા કલ્હાર કરતાં વનખંડો કૃત્રિમ નદીને કિનારે જુકી રહ્યા હતાં, ચંદનના ઝાડોની ડાળીએ વનપાળની છોકરીઓ હીંચકા બાંધીને હીંચકા ખાતી હતી, પુષ્પોથી ખીલેલી લતાઓની કુંજોમાં ગુંજારાવ કરતા ભમરાઓ પર રોષે ભરાયેલી ભમરીઓ કુટિલ ભૂભંગ કરતી હતી, વાવોના કુંડો પર જળમંડપો મજબુત રીતે બાંધેલા હતા, મુખ્ય મુખ્ય વૃક્ષોના મિથુનોના વિવાહ મંગળપ્રસંગના ગાણા અને વાજાં ચાલુ જ હતા, સૂર્યના રથના આરા જેવા કાંચનાર પુષ્પો સ્ફુરી રહ્યા હતા, લાઈનબંધ દાડીમડીઓ રોપી હતી, મોટાં મોટાં પુન્નાગ, રાયણ વગેરે કેસરાવાળા ઝાડો શોભી રહ્યા હતા, અગસ્ત્યપણા વિનાના અનેક કુટજો (ઇંદ્રજવના ઝાડ) પણ હતા.
તે મહેલમાં ચારે તરફ સ્ત્રીઓ સ્ત્રીઓ જ જોવામાં આવતી હતી. તે સ્ત્રીઓ જાણે તેજોમયી, સૌન્દર્યમયી, જાણે શોભામયી, જાણે મન્મથમયી, જાણે સૌભાગ્યમયી હતી. મુનિના તપથી ભય પામી ઈંદ્રની આજ્ઞાથી સ્વર્ગમાંથી ઉતરી આવેલી જાણે અપ્સરાઓ, હરણ કરતાં દેવોના ભયથી ક્ષીરસાગરમાંથી નાસી આવેલી જાણે અમૃત દેવતા, દેવોએ સંચાર કરેલા ચૈતન્યવાળી, જાણે એકઠી મળેલી સ્વર્ગના વિમાનોની પુતળીઓ, ગંગાદિ તીર્થજળોના સ્નાન કરીને સ્થાવરભાવ દૂર થવાથી રૂપાન્તર પામેલી જાણે કમલીનીઓ,
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૫૧ રાહુના ત્રાસથી કંટાળી ગયેલી ખેચરેથરને શરણે આવેલી જાણે શશીકળાઓ, નયનાભિરામ રૂપ મેળવવાની આશાએ સ્ત્રીપણું પામેલી જાણે વિજળીઓ, હંમેશની દેવોની પ્રાર્થનાઓથી કંટાળીને મનુષ્યલોકમાં આવેલી જાણે કલ્પલતાઓ, દિવસે પણ પ્રિયાભિસરણમાં અનુકૂળતા ખાતર જાણે કેશપાશ વડે દશે દિશાઓમાં અંધકાર ફેલાવીને પ્રદોષ સંધ્યા બનાવતી હતી.
કાંત મૂખમંડળ વડે જાણે ચંદ્રબિંબ પર ચડાઈ કરતી હતી. શ્યામા રવિન્દ્ર પત્ર જેવાં સુંદર નયનોના કટાક્ષોથી જાણે મન્મથનેત્રિજગત જીતવા આજ્ઞા કરતી હતી, અધરબિંબ પરના તાંબૂલના રસ સુકવી નાંખનાર ગતિશ્રમનો શ્વાસપવન તે વખતે મંદ સળગતી રાગાગ્નિની ચિણગારીને જાણે ફરીથી સળગાવતો હતો, સ્વચ્છ પરિહાસ સ્મિતો વડે સ્તનોની બાફને લીધે મલિન થયેલા હારોને જાણે ધોળાવતી હતી, ચાલતાં કોઈ કોઈ વખતે દેખાઈ આવતી ત્રિવલી વડે ઉદરનું જાણે માપ કરતી હતી, પાસે જ પડેલા સાથળ અને નાભિવાળા શ્રોણિચક્ર વડે જાણે યૌવન યુવરાજને રથ સેનાની તૈયારી કરાવતી હતી, વિલાસપૂર્વક કોમળ ચરણ વિન્યાસ વડે હંસોને પણ જાણે ચાલવાની રીત શીખવતી હતી, રંગબેરંગી દિવ્યવસ્ત્રોના કિરણો વડે જાણે ઈદ્રધનુષ રચતી હતી, અત્યંત મધમધતા સુગંધી વિલેપનોથી જાણે નંદનવનનું આકર્ષણ કરતી હતી, સારસીના કલરસિત જેવા વાજતાં ઘરેણાઓના રણરણાટવી દિશાઓને વાચાળ કરતી હતી.
મહેલની બન્ને બાજુએ રક્ષકો હતા, તેની અંદર દરેક માણસો આનંદિત હતા, વિવાહમંડપની પેઠે દરેક આંગણા સાફ હતા, (અને તેમાં રંગોળી પુરેલી હતી.) તે અપુરાણ હતો (નવો
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૫૨
હતો) છતાં તેમાં અનેક પ્રકારના વામન, કિરાત વગેરેના ચરિતો નજરે પડતા હતા. તેની ઉંચી અટારીઓ સુવર્ણ કળશોથી જાણે વજાગ્નિથી શોભતા હિમાલયના શીખરો. તેની આજુબાજુએ સાત માળના અનેક બીજી રાજકુમારીઓના મહેલો આવી રહેલા હતા. તેમાં એક પણ પુરૂષ જણાતો નહીં. તેથી જાણે જીતીને આખો કામરૂપ દેશ જ આણે રાખેલો હોયની. એ મહેલ તિલકમંજરીનો જ હતી.
જરા અંદર ગયો, તેવામાં તત્કાલોચિત કાર્યમાં વ્યગ્ર થયેલી સ્ત્રીઓના બીજી આમતેમ ફરતી અંતઃપુરની સ્ત્રીઓને વિસર્જન કરવાના હુકમો સંભળાયા
“અલી વરૂણિકા ! આ બાજુની નાટકશાળામાં નટોનો કોલાહલ બંધ કરાવ.”
ઓ ! કોકિલા ! કિનર રાજકુળમાંથી આવેલા ચારણોના સૂરના સંદેહનો હવે જલ્દી નિકાલ કરી નાખ.”
વિહંગિકા ! વાહનોની અશક્તિને લીધે દ્રવ્યથી ખાલી થઈ ગયેલા કુબેરનગરીના યાચકોને ધન આપીને વિદાય કર.”
મંદારિકા ! ગંધર્વરાજના રંગમંડપની નટીને પટ્ટો (ચંદ) આપી દે.”
“સુંદરી ! કઠણ કપૂરના લાકડાના બનાવેલા વહાણો બંદોદકની નદીઓમાં વહાવી દે.”
પત્રલતિકા ! પુરૂષના રૂપ વિનાની છબીઓ દેવીની ચિત્રવલ્લલિકાની ભીંતે ટાંગી દે”
દ્રમિડિ ! ક્રિડા પર્વતની ગુફામાં રહેતા પેલા આપણા
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૫૩
ભિલ્લ-ભિલડીઓને કલ્પવૃક્ષના તંતુમાંથી વણેલા કપડાના તાકાને તાકા આપી દે.”
તિખંડિકા ! પંડક વનમાં ઉગેલા પારિજાતના ફુલોના ગુચ્છા તૈયાર કરી નાખ.”
સિંહિકે ! વાદ્યવિનોદ હવે સંકેલો.” વિનયવતિ ! શેત્રંજ ખેલવાનો આ અવસર નથી.” કલકંઠી ! સુભાષિત ગોષ્ઠી હવે રહેવા દો.”
“મંદુરા ! સેવા માટે સવારનું આવેલા વિદ્યાધર કુમારીઓના ટોળાને બારણામાંથી ઉઠાડ.”
“રજિકા ! શ્રી મંડપથી લઈને આખી સૌધ વલભી તમાલપલ્લવના રસ વડે રંગી નાંખ.”
“કુરંગિકા ! મણીની લાદી પર આકાશગંગાના પુષ્પો પાથરી દે.”
ગોરી ! જાંબુનદગિરી ઉપરના જંબૂવૃક્ષના પ્રવાળોની તોરણો બારણે બારણે બંધાવી દે.”
“ચંદ્રલેખા ! ક્ષીરસાગરના મોતીઓથી દરેક ઠેકાણે સુંદર સુંદર સાથીયાઓ આળેખ.”
“અવંતીકા ! દિગ્ગજોના મદ સાથે ગોશીષ ચંદન મેળવ.”
તરંગિકા ! વિદ્યાધરોની પટરાણીઓએ મોકલેલા ફળફૂલના સુગંધી આસવો લઈને ઠેકાણે મૂક”
“વસંતિકા ! માનસરોવરના જળથી ભરેલા ઘડાઓને કપૂરની વાસથી વાસિત કર.”
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પુરંદરિકા ! સહી શકાય એવા સુગંધી ઉના પાણીથી દેવીને હાવાની વાવ ભરી દે.”
“મંરિકા ! ચંદનની રાખથી આરિસાભવન માંજી નાખ.”
“અનંગવતિ ! કામ મંદિરનું બુદ્ધિકર્મ તૈયાર કર. બપોરનો વખત થવા આવ્યો છે. જાતે જઈને આજ સવારે જ કોઈ મહાન રાજકુમારને દેવી તેડી લાવ્યા છે, જો તે આવે. શું તું નથી જોતી ?”
તિલકમંજરી ઉભી થઈ તેની બન્ને બાજુએ ચામર વીંજાતા હતા. અનેક દાસીઓ રસોડામાંથી અનેક પ્રકારની ઉત્તમોત્તમ રસોઈની વાનીઓ લાવી લાવીને મુકતી હતી. આ બધું જોઈ આગળ ચાલતાં સ્વચ્છ જળ કુટ્રિમોમાં ચાલતાં અટકી પડતી, આંગણામાં કરેલી વિલાસ દીર્થિકા (વાવો) પર નિઃશંકપણે પગ મૂકતી, પટ્ટ શાળાઓમાં પડદા ખોલતી, વૈર્યના બાર સાખવાળા બરણાઓમાં તેજથી અંજાઈ જતી ફાટિકના થાંભલાઓમાં મસ્તકે કુટાતી, આંગણાઓમાં કપાળે ચત્તો હાથ મૂકીને ચાલતી પારાગમણીના મકાનોમાં લાલ પ્રકાશથી છત્રની કોર સાથે અફળાતી, ઈદ્રનીલમણીના મકાનોમાં અંધકારથી ગુંગળાઈ જતી, સ્વચ્છ મણીની ભીંતને અરીસાની ભીંતોમાં ચિતરેલા પૂજ્યને સાચા સમજી વિનયથી પ્રણામ કરતી, જાણીતા છતાં અજાણ્યા માફક વર્તતી પ્રતિહારીઓએ બતાવેલા માર્ગે હું ભોજન મંડપમાં
ગયો.”
ત્યાં મણિમય બાજોઠપર બેઠો, તિલકમંજરીએ મોકલેલી દાસીઓએ એકદમ આવી ચરણ પ્રક્ષાલન વગેરે ઉચિત ક્રિયા કરી લીધી. જરા બાજુએ પણ સામે જ પાટલો નાખીને બેઠેલી
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૫૫
મૃગાંકલેખા ભિન્ન ભિન્ન જાતના પકવાન્નો અને વાનગીઓ વારંવાર પોતાને જ હાથે પીરસતી હતી. મણીની ચોકડીના થાંભલા પરની યાંત્રિક પુતળીઓ પંખાઓ વતી પવન નાંખતી હતી. પાસે જ પાંજરામાં બેઠેલા પોપટો મંગળપાઠકની માફક મીઠે અવાજે પ્રાસંગિક સ્તુતિઓ બોલતા હતા. એક એક વસ્તુ ખાઈ વિસ્મયમાં પડતો હતો, ને સંતોષ પામતો હતો. આવી રીતે વર્ણવી ન શકાય તેવી, કદી ન જોયેલી વાનગીઓ જમી ઉઠ્યો.
થોડીવાર બીજે આસને બેસી કેટલીક વાતચીત કરી, જવાની રજા લેવા મૃગાંકલેખાને દેવી પાસે મોકલી.
Page #339
--------------------------------------------------------------------------
________________
એકાદશ પરિચ્છેદ ૧. ગંધર્વકનો ઉદ્ધાર
તેવામાં હસતે નયને મુખ્ય પ્રતિહારી મંદુરાએ અંદર આવી પ્રણામ કર્યો, ને બોલી
“દેવ ! હમણાં જ એક દક્ષિણ દિશા તરફથી આવેલો પોપટ બારણે રહ્યો છે. અને કહે છે કે “લોહિત્ય તટવાસી સૈન્યમાંથી આવેલો હું કુમારપરિવાહનને મળવા ઈચ્છું છું.” ' વિચાર કર્યો-“અરે હા, પેલો જ આ પોપટ, કે જેને કાલે જ પત્ર લઈ મારા સૈન્ય તરફ મોકલ્યો હતો.” “અરે મંદુર જા ! જા, જલ્દી એને મોકલ.”
એમ કહ્યું એટલે તે ગઈ અને હાથ જોડીને નમ્રતાપૂર્વક બોલી–
પધારો શકરાજ ! કુમાર હમણાં જ જમીને બેઠા છે.”
કહેતાની સાથે જ તે જે થાંભલા પર બેઠો હતો ત્યાંથી ઉડ્યો. અને ત્રાંસમાં ઉડતો ઉડતો જાણે જાણીતો હોય તેમજ ભોજનગૃહમાં સીધો ચાલ્યો આવ્યો. દરેક વિદ્યાધર બાળાઓ જોઈ રહી. આવતાની સાથે જ એક પત્રનું પરબીડીયું મારા તરફ ફેંકીને ‘જય જય’ શબ્દ બોલ્યો. કોઈપણ ન કરી શકે એવું તેણે
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૫૭ મારે માટે આ કામ કર્યું હતું તેથી મને તેના પર બહુ જ પ્રેમ આવ્યો. તે રસ્તાના ખેદથી થાકી ગયેલો જણાતો હતો. મારા પગ પાસે વિનયથી બેઠો હતો.
મેં કહ્યું –“ભાઈ આપે મારે માટે ઘણું કર્યું છે, હું આપનો શો સત્કાર કરું ? તો પણ આવો, મારા અંતઃકરણને સંતોષ આપો.” એમ કહી મેં તેને મારા ખોળામાં બેસાડ્યો. તેના પર ધીમે ધીમે હાથ ફેરવતો હતો, તેવામાં તિલકમંજરીની શયનપાલિકા કુન્તલા આવીને નમ્રતાપૂર્વક નીચે પ્રમાણે બોલી
કુમાર ! દેવી વિજ્ઞપ્તિ કરે છે કે-“આજે આપની પાસેથી આવેલી મૃગાંકલેખાએ કહ્યું હતું કે-કુમાર અદશ્યપણે શહેરની શોભા જોવા ઈચ્છે છે.” તો જો એમ હોય તો આ મેં મોકલેલું સ્પર્શથી જ જાણી શકાય તેવું નિશીથ નામનું દિવ્ય વસ્ત્ર લો. એક દિવસ હું હિમાલય પર્વતની શોભા જોવા ગઈ હતી, તે વખતે ત્યાં પદ્મદ્રહમાંના પદ્મવનમાં રહેલા શ્રીદેવીએ મને આદરપૂર્વક બોલાવીને આ વસ્ત્ર આપ્યું હતું. અને એનો આશ્ચર્યકારી મહિમા આ પ્રમાણે કહી સંભળાવ્યો હતો–આ વસ્ત્ર જે ઓઢે તેને કોઈપણ જોઈ શકશે નહીં, સર્પ કરડે નહિ, શસ્ત્ર ભેદે નહીં, વિષ ચડે નહીં, રાક્ષસો હેરાન કરી શકે નહીં, તમામ રોગ ચાલ્યા જાય છે, વધારે તો શું પણ ગમે તે દેવતાએ ગમે તેવા કોપમાં આવી જઈને શાપ આપ્યો હોય તે પણ શાંત થઈ જાય છે. આ પ્રમાણે મને કહ્યું છે.”
એમ કહી મારા પર તે વસ્ત્ર ઓઢાડી દીધું. ઓઢતાની સાથે જ તેના અમૃતમય સ્પર્શ વડે મારું અંગ જાણે તદન
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૫૮ પરવશ થઈ ગયું. તેવામાં બે હાથ વડે તે વસ્ત્ર ઉંચું કરી એક યુવાન પુરૂષ મારા ખોળામાંથી એકદમ ઉભો થયો. જોતાની સાથે જ પ્રથમ તે પાસે બેઠેલી વિદ્યાધર કન્યાઓને બીક લાગી કે અરે ! આ શુ ? પણ પાછળથી હર્ષભેર બોલી ઉઠી–“અહો ગંધર્વક, ગંધર્વક !!”
તે પાછો વળી મને નમસ્કાર કરવા જતો હતો તેવામાં દેવીને કોઈ પરિચારિકાએ વધામણી આપી હશે –“દેવી ! દેવી!
મરી ગયો’ એમ ધારીને આપણે પ્રથમ જેનો શોક કરતા હતા તે ગંધર્વક કુમારના ખોળામાંથી સાજો તાજો બહાર નીકળી આવ્યો છે. તેથી દેવી તિલકમંજરી પણ મલયસુંદરી સાથે ત્યાં દોડી આવ્યા.
આવી ઉભા રહ્યા, મેં કહ્યું એટલે પરિજને આપેલા આસન પર શરમાતા શરમાતાં બેઠા. હું જમીને બેઠો હતો, શરીરે હરિચંદનનું વિલેપન કર્યું હતું, માલતીના ફલોના ગુચ્છાનો તોરો લટકાવ્યો હતો, મૂખમાં તાંબૂલ હતું, વિદ્યાધર નારીઓ મારી પાસે આજુબાજુ વીંટળાઈ બેઠી હતી, આ બધું જોઈ, દેવી ઘણો જ સંતોષ પામ્યા, ગંધર્વક જઈ પગમાં પડ્યો, એટલે તેને પોતાની પાસે બેસાડ્યો, અને તેની પીઠ પર હાથ ફેરવ્યો, પછી મલયસુંદરીના ચરણમાં નમસ્કાર કરાવ્યો. ' કહ્યું –“દેવી ! આપે મોકલેલા દિવ્ય વન્ને મને મારા બંધુતુલ્યા આ ગંધર્વકનું દર્શન કરાવી મારા પર મોટી કૃપા કરી છે, મારી સર્વ અભિલાષાઓ કરતાં આજે મારૂં ઈષ્ટ વધારે સંપાદિત થયું છે.”
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૫૯
આ વાત સાંભળી આશ્ચર્ય ઉત્પન્ન થવાથી જરા મુખ ત્રાંસુ કરી દેવીએ મલયસુંદરીને પૂછયું – “આર્યો ! કુમારે ગંધર્વકને પહેલાં જોયો હશે ?''
મલયસુંદરી–“સખી ! કુમારને જ પૂછ, હું કંઈ જાણતી નથી.”
પછી મેં કહ્યું – “આ ગંધર્વકને જ જોયો હતો, એટલું જ નહીં, પણ દેવી ! તમને પણ આ મહાત્માની મહેબાનીથી ખૂબ વાર સુધી જોયા છે !!” પછી બધી પેલા ચિત્રની વાત કહી સંભળાવી.
ગંધર્વકને મેં પૂછ્યું ગંધર્વક ! ભાઈ !! તે દિવસે અમારી પાસેથી નીકળી તું ક્યાં ગયો હતો ? આટલા દિવસ ક્યાં રોકાયો ? આટલો બધો વખત ગુમાવવાનું કારણ શું ? અને આજે વીજળીના જબકારા માફક અકસ્માતું ક્યાંથી પ્રગટ થયો ?”
હર્ષપૂર્વક આ પ્રમાણે પૂછ્યું એટલે દુઃખનું સ્મરણ થવાથી એકદમ તેની આંખમાં આંસુ આવી ગયા, પછી એક નિઃશ્વાસ મૂકી ધીમેથી તેણે પોતાની વાત કહેવી શરૂ કરી
કુમાર ! હું મંદભાગ્ય આપને શું મારી વાત કહું ? તે દિવસે મત્તકોકિલોદ્યાનમાંથી નીકળીને તે જ દિવસે સાંજે ત્રિકૂટપર્વત પર ખેચરેન્દ્ર રાજધાનીમાં પહોંચી ગયો. ત્યાં જતાંની સાથે જ મિત્રો મળ્યા, હર્ષચિત્તે તેઓએ મારો સત્કાર કર્યો, પછી રાત્રે જ વિદ્યાધર ચક્રિ વિચિત્રવીર્યને મળ્યો. તેઓને બધા સંદેશા કહી સંભળાવ્યા. સવારે દેવી પત્રલેખાએ મંગાવેલું ઉનાળામાં પણ સુખેથી મુસાફરી કરી શકાય એવું હરિચંદનનું વિમાન
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૬
ત્યાંથી લઈ ગંધર્વદત્તાને મળવાની ઈચ્છાએ એ જ વિમાનમાં બેસી હું કાંચીનગર તરફ રવાના થયો.
સમરકેતુએ આપેલો પત્ર બરાબર સંભાળીને ખેસને છેડે બાંધી લીધો. લવણ સમુદ્રને ઓળંગીને ઉત્તર દિશા તરફ ઉડ્યો. તેવામાં પ્રશાંતવૈર તપોવનની નજીકમાં મલયપર્વતની પાસે જ સમુદ્ર કિનારા તરફથી આવતું અત્યન્ત કરૂણ આક્રંદ સાંભળ્યું.
“અહા ! આવું કરૂણ રૂદન કોણ કરતું હશે ?” એમ વિચાર કરી એકદમ આકાશમાંથી નીચે ઉતર્યો.
Page #344
--------------------------------------------------------------------------
________________
૨. ધર્મ કરતાં ધાડ
ત્યાં ઝાડને છાંયે એક બાઈ બેઠી હતી, તેના વાળ વીખેરાઈ ગયા હતા. ખભે વલ્કલ હતું, આંખમાંથી આસુની ધાર ચાલતી હતી, પોતપોતાનું કામ છોડીને કેટલીક તાપસી આજુબાજુમાં બેઠેલી હતી અને તેની સાથે શોકમાં ભાગ લેતી જણાતી હતી, ભોંય પર પગ લાંબા કરી તે બેઠી હતી, લાંબે સૂરે આગલી પાછલી વાત સંભારી સંભારીને વિલાપ કરતી હતી, હૃદય વલોવી નાખે એવા કરૂણ શબ્દોથી વિધિને ઠપકો આપતી હતી, તેની આકૃતિ સુંદર હતી, પણ તેની યુવાવસ્થા કેટલે અંશે ગળી હતી.
મને દયા આવી પાસે જઈ પૂછ્યું–
આર્ય ! કેમ વિલાપ કરો છો ?”
આ શબ્દો સાંભળી એકદમ તે મારા પગમાં પડી, પછી હાથ જોડી દીનતાથી બોલી
“ભાઈ ! શું કહું ? મારા આખા કુટુંબને બચાવ ! એક આ અપત્યના પ્રાણરક્ષણની ભિક્ષા આપ ! આ દક્ષિણ દેશના અધિપતિ કાંચીરાજ કુસુમશેખરની ગંધર્વદત્તાની પત્નીથી જન્મેલી કુમારી મલયસુંદરી છે. શત્રુ સાથે લડાઈ કરતાં, કોઈપણ કારણસર મને સોંપીને આ પુત્રીને શહેર બહાર મોકલી દીધી. ગુપ્ત રીતે જ સેવકો અમને બન્નેને આ તપોવનમાં પહોંચાડી ગયા. અહીં આવી તાપસ વેષ સ્વીકારી અમે અહીં રહેતા હતા, પણ આજે કોણ જાણે શા કારણથી મને ભૂલવાડીને મારાથી છાની રીતે આ ભયંકર સ્થાનમાં આ ચાલી આવેલી, હું તેને શોધવા જંગલમાં નીકળી પડી, શોધતાં શોધતાં અહીં તેને જોઈ. પ્રથમ તો ક્રોધમાં
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ને ક્રોધમાં તેને ખુબ ઠપકો દીધો. પાછળથી ખુબ પસ્તાવો થયો, એટલે ધીમી પડી તેને સમજાવવા લાગી. ગભરાઈ ગઈ હશે એમ ધારી તેના પર કમંડળ વતી પાણી છાંટ્યું. ઘણું બોલાવી, તોયે ઉત્તર ન આપ્યો એ હમણાં મારા દેખતાં ચૈતન્ય વિનાની થઈ ગઈ છે. આ અનિષ્ટ જોઈ ઉપાલ લેવામાં અસમર્થ હું પાપીણી રોઈ પડી, ને વિલાપ કરવા લાગી.''
આ બાઈની વાત સાંભળી શોક અને વિસ્મયને લીધે થોડીવાર હું સ્તબ્ધ થઈ ગયો. પછી એ કન્યાને સ્થિર નજરે બરોબર નિહાળી તેના શરીરની સૂક્ષ્મ ચેષ્ટા તરફ વારંવાર ધ્યાન આપ્યું. પછી પેલી બાઈને કહ્યું “અર્થે શોક ન કર, આના શરીરે ઝહેર ચડ્યું છે. હજુ સુધી સચેતન છે, એટલે જીવાડી શકાશે. પરંતુ તુરત અસર કરનારી ઔષધિઓવાળા સ્થળે આને હાલને હાલ લઈ જવી જોઈએ.’’
આટલું કહી જરા મનમાં હસ્યો, ને વિચાર કરવા લાગ્યો, ‘અહા ! શી વિધિની વિચિત્રતા! મારી ધારણા હતી કે, ‘આનંદરસમાં મગ્ન મલયસુંદરીને આજે એમને ઘેર મળીશ' તે પોતાની સખીઓ સાતે રાજવૈભવમાં કેવી ગમ્મત ઉડાવતી હશે?, ચિંતવતાની સાથે જ તે મહાનુભાવોને ભયંકર અરણ્યમાં ભોંય ૫૨ નિર્જીવ પેઠે પડેલી જોઉં છું. ભલા ! હું જો આ રસ્તે ન આવ્યો હોત, તો આને આ અવસ્થામાં કઈ રીતે જોઈ શકત ? સુભાગ્યે બધું સારું થઈ ગયું, મારી ધારણા છે કે આ જીવી
શકશે.’’
આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી પાસેના તળાવમાંથી તાજાં કમળના પાંદડા, મૃણાલના દાંડા અને ચંદનની કૂંપળો લાવી
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૬૩
મારા જ વિમાનમાં પથારી બનાવી. તેના પર તેને સુવાડી, મારો ખેસ ઓઢાડ્યો. પછી મારા સહાયક ચિત્રમાયને મેં કહ્યું
“મિત્ર ચિત્રમાય ! હું તો હવે ધારેલે સ્થલે જઈશ. શોક દૂર થાય તેવી વાતો કરી આ બાઈને આશ્વાસન આપવા તારે અહીં એક દિવસ રહેવું. જો ભાગ્યયોગથી આ કુમારીને સારું થઈ જશે તો હું હમણા જ એને સાજી કરીને પાછો આવું છું પછી આપણે મારી બાએ કહ્યા પ્રમાણે ગંધર્વદત્તાને મળીને અયોધ્યા જઈશું. ત્યાં જઈ કુમારનું ચિત્ર ચિત્રવાનું વચન આપ્યું છે, તે પાળીશું, અને બીજુ જે કાંઈ કરવાનું છે, તે તો હું મારી મેળે જ કરી લઈશ.
પણ જો કદાચ દૈવયોગે મને વિલંબ થઈ જાય તો, તરત જ પુરૂષ વેષનો ત્યાગ કરીને તમારે બીજા કોઈ એવા પ્રાણીનું રૂપ લઈ કોઈ ન સમજે તેવી રીતે પોતાનો બચાવ કરીને કુમારને ૨ધનૂપુર નગરે લઈ જવા. કારણ કે તેઓ ત્યાં જવાથી અમારૂં એક મોટું કામ સિદ્ધ થાય તેમ છે.''
એમ કહી એકદમ હું પેલા વિમાનના શિખર પર ચડી બેઠો. વિમાન આકાશમાર્ગે ઉડ્યું. એકશૂંગ-વૈતાઢ્ય પાસેની દિવ્યૌષધિથી ભરેલી અટવી તરફનો રસ્તો લીધો. વિમાનનો વેગ વધારી દીધો, ઉડતી ધ્વજાઓ બે હાથની જેમ વચ્ચે આવતાં વાદળાંઓ ખસેડતી હતી. એવો ઝપાટાબંધ ઉડ્યો જતો હતો તેથી નીચેનું કંઈપણ સ્પષ્ટ જોઈ શકતો નહિ. છેવટે દક્ષિણ ભારતના ઉત્તર કિનારા સુધી આવી પહોંચ્યો.
તેવામાં એકસ્ટ્રંગના શિખર પર એકદમ વિમાન થંભી ગયું. આશ્ચર્યમાં પડી જોવા લાગ્યો, તો ત્યાં એક તેજસ્વી પુરૂષ
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જોયો. તેનું શરીર શ્યામ હતું, તેનું પેટ કંઈક મોટું હતું, આંખે મટકું મારતો નહીં, ક્રોધમાં હોય તેમ મારી સામે જોઈ રહ્યો હતો, જમણા હાથમાં થોડા પાંદડાવાળી વડની સોટી આમતેમ હલાવતો હતો.
જોઈ કંઈક ભય લાગ્યો, “આ આમનું જ કામ જણાય છે. એમ ધારી દૂરથી જ હાથ જોડી કહ્યું—મહેરબાન ? શા માટે આપે મારૂં વિમાન અટકાવ્યું ? શા માટે ઝાડની સોટી હાથમાં લઈ આગળ ઉભા છો ? અને મને જવા દેતા નથી! જરા દૂર ખશો, પેલા દિવ્યૌષધિવાળા સ્થાનમાં લઈ જઈ આ કાંચી રાજપુત્રીનું ઝહેર ઉતારવું છે, માટે જવા દો. કોઈ પ્રાણીનો જીવ બચાવનારની વચ્ચે શા માટે નિષ્કારણ વિઘ્નકંટક રોપો છો ?''
મેં હાથ જોડી નમ્રતાપૂર્વક વિનંતી કરી છતાં જ્યારે તેણે જવાબ ન આપ્યો તેમજ રસ્તો આપ્યો નહીં ત્યારે પછી ક્રોધમાં આવી જઈ બે શબ્દ આકરા મારે કહેા પડ્યા-‘મહાભાગ ! તમારૂં શરીર તો દિવ્ય દેખાય છે પણ તમારૂં કામ ના૨ક જેવું હોઈ તમે અત્યંત ક્રુર હૃદયના છો, અહા ! મેં આટલી આટલી પ્રાર્થના કરી છતાં જરાએ વજાપાણ તમારૂં હૈયું પિગળતું નથી, કહોને તમને હવે કેવી રીતે મારે સમજાવવા ?''
બસ, આમ બોલતાની સાથે જ તેનો મિજાજ છેક હાથથી જ ગયો. મોઢું લાલ થઈ ગયું, કપાળ પર કરચલીઓ વાળી, આંખો લાલ લાલ કરી ભ્રૂકુટી ચડાવી, ક્રોધમાં ધમધમાટ થઈ મારી સામે ઉતરી પડ્યા—“અરે દુરાત્મા ! અનાત્મજ્ઞ ! મૂર્ખ! શિષ્ટાચારભ્રષ્ટ ! સંસારપલ્વલસુકર ! પાપી ! ચંડાળ ! દુષ્ટ ! મને-મને મંદિરની રક્ષા નિમિત્તે રોકાયેલા યક્ષસેનાધિપતિ મહોદરને
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૬૫
અડાવે છે ? વિદ્યાધરાધમ ! મને નથી ઓળખતો કે ? હું તે હું જ છું, બીજો કોઈ નથી, સમજ્યો ને ?
મારા પૂર્વના કૃત્યો અત્યારેકોને મુખે તને સંભળાવું ? પ્રથમ જેને પંચશૈલદ્વિપમાં કિલ્લા પરથી સમુદ્રમાં પડતી બચાવીને પોતાને ઘેર કાંચીનગરમાં અગાશી પર સુવારી હતી, તે આ રાજકન્યા તો મૂર્છામાં છે, અને વિદ્યાધરોએ આપેલા હિરચંદનના તિલકથી અદૃશ્ય થયેલી આને સન્મુખ છતાં નહીં જોતાં સમુદ્રમાં પડતાં જે રાજકુમારને પણ બચાવી તેની છાવણીમાં મૂક્યો હતો, તે પણ અહીં હાજર નથી.
તેથી દુષ્ટ ! હું ક્રુર હૃદયવાળો ? તું નહીં ? આવડો મોટો આકાશી માર્ગ છોડીને સિદ્ધવિદ્યાધરો વડે પૂજાતાં આ દેવાયતન પર ધ્વજાપતાકા ઉડાડતાં જતાં તને શરમ ન આવી ? તીર્થની આશાતના કરતાં તારી છાતી કેમ ચાલી ? અને આગળ આવીને જતાં આશાતનાથી બચાવવા ખાતર અટકાવનારને દયાળુ ડાહ્યાનો ડોળ કરી “ખસો, ખસો'' કહીને કનડે છે ! આ તારી દુશ્ચેષ્ટાથી આજ તારો અધઃપાત સમજ, ક્યાં જઈશ ? લુચ્ચા ! આજ ઠીક મહોદરની નજરે ચડ્યો છો. હતાશ ! તારી આકાશગામિની વિદ્યા આજથી ગઈ, અને જોજે હમણાં જ પક્ષીરૂપે આમતેમ ભમતો તને જોઈશ. નમ્ર થઈ જઈ શા માટે શરણ માટે નકામો પ્રયત્ન કરે છે ? તારી બધી આશાઓ નિષ્ફળ થઈ સમજ. જ્યા સુધી અમારી સ્વામીની (લક્ષ્મીદેવી)ની મહેરબાની ન થાય ત્યાં સુધી ગમે તેટલા પ્રયત્ને ઓ દુરાચાર ! તારૂં મૂળ સ્વરૂપ પામીશ જ નહીં.'’
એમ કહી હુંકાર કરી ત્યાંને ત્યાં ઉભા રહી પેલા વિમાનને અદૃષ્ટપાર સરોવરમાં ક્યાંયનું ક્યાંય ફેંકી દીધું.
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૬૬
હું પણ ડૂબ્યો, થોડી વારે ઉપર આવ્યો, ત્યારે હું પોપટરૂપે હતો. તિર્યંચ જાતિ પામવાના ભારે દુ:ખને લીધે થોડીવાર મને મૂર્છા આવી ગઈ. પછી ઉઠીને પેલા વિમાનની ટોચે બેઠો. “ક્યાં જાઉં ? ક્યાં રહું ? શું કરૂં ? કોને શરણે જાઉં આ કષ્ટમાંથી કોણ મને બચાવશે ?’ ઈત્યાદિ અનેક પ્રકારના વિચારો કર્યા, પણ છેવટે કોઈપણ ઉપાય-રસ્તો ન સૂજવવાથી બીજે ક્યાંય જવાનું મૂલતવી રાખી તે જ મંદિરની આજુબાજુ કોઈ સ્થળે રહેવાનો નિશ્ચય કરી ત્યાંજ રહ્યો. “હિતસ્વીઓને દુ:ખ ઉત્પન્ન કરનારું મારું આ મોં નકામું બતાવવું જ નહીં. આયુષ્ય પુરૂં થાય ત્યાં સુધી આ પોપટપણું જ મારે ભોગવવાનું છે.’” એમ વિચાર કરી કોઈની પણ પાસે પ્રાર્થના કરવાનો વિચાર મુલતવી રાખી બંધુઓ સાથે પણ બોલવાનું છોડી દીધું. મિત્રોનો પણ ત્યાગ કર્યો. ગુરુઓથી પણ પોતાની વાત છુપી રાખવામાં જ સાર જોયો. રાજકુટુંબોને પ્રસંગે પ્રસંગે જોઈને જ સંતોષ માનતો હતો. સાંજ સવાર દેવને પ્રણામ કરી આવતો હતો, દુષ્ટ સ્વભાવાળા પક્ષીઓ સાથે સોબત રાખતો નહીં, સ્નેહના ચિન્હો બતાવતો નહી છતાં અનેક પોપટના ટોળા મારી સાથે ફરતાં હતાં, તે જ મંદિરના બગીચામાં આમતેમ વખતે ઉડતો હતો, નિર્દોષ ફળોનો આહાર કરતો હતો, આવી રીતે આટલા દિવસ
ગાળ્યા.
જો કે હું પક્ષીરૂપે હતો છતાં પૂર્વની બધી વાતો મને યાદ હતી, અને જે કંઈ થતું તે હું જોઈ શકતો-સમજી શકતો હતો. કોણ જાણે એટલી મારી શક્તિ મહોદરની મહેરબાનીથી જ બાકી રહી ગઈ હશે ! મને બધું યાદ છે, મલયસુંદરી વિમાનને ઉપલે માળે ચઢી, સરોવરમાં પડી મરવાની તૈયારી કરી, ખેસની
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૬૭
ગાતડી બાંધી, મારા પ્રિયનો કુશળ પત્ર વાંચ્યો, નીચે ઉતર્યા, ચિત્રલેખા મળી, માજી પત્રલેખા મળ્યા. મંદિરે લઈ ગયા, શહેરમાં લઈ જવા આગ્રહ કર્યો, છેવટે મલયસુંદરી ગયા નહીં એટલે ત્રણ માળના મઠમાં રહેવાની ગોઠવણ કરી આપી, ચિત્રલેખાને સેવામાં રોકી. વાવને કિનારે આપને અને એમને જે વાતચીત થઈ, પ્રસંગે મારી જરૂર પડી એટલે હું આવીને હાજર થયો, “સમીપ હો, કે દૂર હો, સુખમાં હો, કે દુ:ખમાં હો, પણ અમને સંભારજે.” મારી જે તમે ભલામણ કરી હતી તે યાદ આવી ગઈ, તેથી પત્ર લઈ કમલગુપ્ત પાસે ગયો. કમળગુપ્ત પાસેથી પત્ર લાવીને આપને સુપ્રત કર્યો. આપે મને ખોળામાં બેસાડ્યો. આ બધું મને બરાબર યાદ છે. પણ માત્ર એટલું જાણી શકતો નથી કે મલયસુંદરીને ઝેર કેમ ઉતર્યું ? અને હું આ પુરૂષરૂપ કેવી રીતે પામ્યો ?”' આટલું કહી ગંધર્વક ચુપ રહ્યો. હું, તિલકમંજરી, મલયસુંદરી અને બધી વિદ્યાધર બાળાઓ આ વાત સાંભળી આશ્ચર્ય દિગ્મૂઢ થઈ થોડીવાર બેસી રહ્યા.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩. પરસ્પર શોધ
પછી તેણે આણેલો પત્ર ખોલીને વાંચ્યો, અને મલયસુંદરીને વાંચી સંભળાવ્યો
‘‘સ્વસ્તિ, કોઈ પવિત્ર સ્થળે બિરાજમાન પ૨મા૨ાધ્ય વિશ્વોપકારી કુમાર હરિવાહનના પાદપદ્મને પ્રણામ કરી બ્રહ્મપુત્રા નદીને કિનારે રહેલા જયસ્કન્ધાવાર (છાવણી) માંથી ક્ષેમકુશળ સેવક કમળગુપ્ત સવિયન વિજ્ઞપ્તિ કરે છે કે–“આપે જ પત્ર દ્વારા જણાવ્યું, અને બીજું જે જે કરવા જેવું યોગ્ય લાગશે, તે બધું રાજ્યકાર્ય હું મેળેજ સંભાળી લઈશ. માત્ર યુવરાજ સમરકેતુના સ્નેહનો કોઈપણ ઉપાય થઈ શકે તેમ છે જ નહીં. વૃદ્ધોના ઉપદેશો યા તો મિત્રોના આશ્વાસનો કોઈપણ જાતની અસર કરી શકતા નથી. આપના વિયોગે તે કોણ જાણે શું કરશે ? મને આ બાબત મોટી શંકા રહે છે.”
છેલ્લો શબ્દ સાંભળતાની સાથે જ “શું વળી બીજો કોઈ સમરકેતુ છે ? કે જેનો સ્નેહ આવો અપ્રતિવિધેય છે ?'' એમ વિચારતી આશ્ચર્યપૂર્વક એકદમ ઝંખવાણી પડી ગઈ.
હું સ્વદેશ જવા ઉત્સુક થઈ રહ્યો હતો અને મારું મુખ પણ મ્લાન થઈ ગયું હતું. મારા મુખ સામે તિલકમંજરી પણ સચિંતનયને જોઈ રહ્યા હતા. મલયસુંદરીએ મારી સામે જોયું અને મેં પ્રેરણા કર્યા વિના જ તિલકમંજરીને કહ્યું–
“સખી ! પોપટે આણેલો આ પત્ર વાંચી પોતાના સ્વદેશ તરફ જવા કુમાર ઉત્સુક થઈ ગયા છે. બોલી શકતા નથી એટલે તારી પાસેથી રજા અપાવવા વારંવાર મારી સામે જોયા
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૬૯
કરે છે, તું એમને રજા આપ એમને નિરાંત નથી તો પછી અહીં રોકવાથી શું ? ભલે પોતાને સ્થાને જાય. ગભરાયેલા સેવકોને ભલે જઈને આશ્વાસન આપે અને પોતે પણ શાંત થાય. જો કે આજથી તે ચંદ્ર માફક દૂર થશે છતાં પણ સમુદ્રવેલ જેવી તું જ્યારે યાદ કરીશ ત્યારે ચોક્કસ પાસે જ આવી શકશે. વળી સ્વભાવથી જ રસીક આ કુમાર પોતે જ તમારી ઉચ્ચ પ્રકારની માયા-હેત પ્રીતિ, શાસ્ત્ર અને કળા વગેરેની કુશળતા જ એમને એવા ખેંચશે કે વધારે વખત ત્યાં રહી જ નહીં શકે.”
જાણે જવા દેવા ઈચ્છતી ન હોય તેમ થોડી વાર પછી મુખ નીચું કરી ધીમે રહી જવાબ આપ્યો, “સખી ! એમાં મને શું પૂછવાનું છે ? જે ઉચિત કર્તવ્ય છે તે તો તમે જાણો છો જ.”
પછી અયોધ્યા તરફના પરિચિત ચિત્રમાય વિદ્યાધરને મારી સાથે મોકલ્યો, તિલકમંજરીનું ચિત્ત જાણનારી મલયસુંદરીએ જ તેને બોલાવી ભલામણ કરી- “ભાઈ ! ચિત્રમાય ! સૈન્યમાં દરેક સાથે કુમારને મેળાપ કરાવી, અહીં જ પાછા તેડતો આવજે.”
પછી હું આસન પરથી ઉભો થયો, મલયસુંદરી-તિલકમંજરી વગેરેની રજા લઈ જવા નીકળ્યો. દરેક વિદ્યાધર કન્યાઓ રણરણાટથી શૂન્ય હૃદયે મારી પાછળ પાછળ દરવાજા સુધી આવી. દરવાજા પાસે જ ઉત્તમ વાહનની સગવડ રાખેલી હતી. બધાને વળવાનું કહી સ્વદેશ તરફ રવાના થયો.
શહેરની બહાર નીકળી આકાશમાર્ગે પ્રાકૃતિક દ્રશ્ય જોતો જોતો આપણા સૈન્યની નજીક લગભગ પહોંચી ગયો. સ્વદેશ જોવાથી મને બહુ જ આનંદ થયો, મેં ચિત્રમાયને કહ્યું –
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૭૦
“મિત્ર ! ચિત્રમાય ! આજ પેલો ટેકરો, જેની નજીકથી ઉપાડીને હાથી મને તમારા દેશમાં લઈ ગયો હતો. જરા અહીં થોભીએ, થોડીવાર વિસામો લઈએ, સામે દેખાય તે જ આપણી છાવણી છે.'
એમ કહી અમે નીચે ઉતર્યા. ઝરણા પાસેના એક ઝાડની છાયામાં બેઠા, તેવામાં પર્વતની નદીના ઉંડા ઘુનામાં પ્રવેશ કરતો એક મોટો હાથી જોયો.
તેને બરાબર જોયો, ઓળખ્યો અને પછી ચિત્રમાયને નીચે પ્રમાણે કહ્યું–
“મિત્ર ! ચિત્રમાય ! જોતો, જોતો, આશ્ચર્ય. પેલો વૈરિયમદંડ હાથી, જે મને તમારા દેશમાં લઈ ગયો હતો. જે તળાવમાં પડ્યો હતો, ને જેને માટે મેં ઘણો વખત શોક કર્યો હતો, તે જ આ.” ચિત્રમાય હસ્યો અને બોલ્યો-“કુમાર ! આ વાત બને જ નહિ, જમીનનો હાથી આકાશમાં ઉડે જ નહિ, મરી ગયો હોય છતાં એને એ શરીરે પાછો આવે જ નહીં, તેથી એ આ હાથી નથી, પેલો બીજો કોઈ હશે અને આ તમારા સૈન્યનો વૈરિયમદંડ હાથી હશે.''
મેં કહ્યું–“લાવ એને, જેવી રીતે ગયા હતા તેવી જ રીતે એના પર બેસીને છાવણીમાં જઈએ.” તુરત ચિત્રમાય તેને લાવ્યો, ઉપર હું અને ચિત્રમાય બેઠા, પછી ત્યાંથી રવાના થયા અને અમે બરોબર સાંજે બ્રહ્મપુત્રાને કિનારે પહોંચ્યા. મને જોઈ બધા ખુશ થયા, બધાને જોઈ હું પણ ઘણો જ ખુશ થયો, છેવટે સૌ સાથે મારે મૂકામે ગયો.
ત્યાં જઈ મુસાફરીની વાત રાજકુમારોને કહી, અને થોડી
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૭૧
વાર તેઓની સાથે આનંદ કરી ચિત્રમાયાના ઉતારા વગેરેની ગોઠવણ કરાવી પલંગ પર સુવા ગયો.
સુતો, પણ વૈતાઢ્ય પર્વતની રમણીયતા, રથનૂપુર ચક્રવાલ નગરની શોભા, વિદ્યાધર રાજ કુટુંબોની મહત્તા, કન્યાન્તઃપુરની અવર્ણનીયતા, મલયસુંદરીની માયા, તિલકમંજરીની પ્રભુતા, વિદ્યાધર કુમારીઓની વિલાસ ચેષ્ટા, વિદ્યાધરોની ચતુરાઈ, એ સૌ નજર આગળ તરવા લાગ્યા, તેનાજ વિચારો આવવા લાગ્યા, અને છેવટે ઉંઘી ગયો.
પ્રાતઃકાળ થયો એટલે ઉઠ્યો, સ્નાન, આવશ્યક વિધિ, વગેરેથી પ૨વા૨ી સભા મંડપમાં ગયો. ત્યાં દરેક રાજકુમારો મળવા આવ્યા તેમાં અનેક રાજકુમારો, સામંતો, આમાત્યો, શેઠીયાઓ વગેરે હતા. બધાના પ્રણામ સ્વીકાર્યા, બધા ઉપર એક દૃષ્ટિ ફેરવી, એકાએક હું બોલી ઉઠ્યો,
“અરે ! કેમ હજુ સમરકેતુ ના આવ્યા ?''
મારો આ પ્રશ્ન સાંભળી એક રાજકુમાર નીચું મોં રાખી બોલ્યો-
‘કુમારશ્રી ! જે દિવસે આપનો કુશળપત્ર મળ્યો તે જ દિવસે રાત્રે યુવરાજ છુપી રીતે અહીંથી ચાલ્યા ગયા છે, વૈતાઢ્ય તરફનો રસ્તો લીધો હતો, એમ કામરૂ દેશના રાજાના ભાઈ મિત્રધરે કહ્યું હતું, કારણ કે તે એમને મળ્યા હતા. આગ્રહ કરીને એક રાત રોક્યા પણ ખરા, વધારે વખત રોકવા ઘણો પ્રયત્ન કર્યો પણ ફોગટ.'’
બસ,
આ વાત સાંભળતાંની સાથે જ ચતુરંગ સેનાને
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સજ્જ કરી તમારી શોધની તૈયારી કરી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. ચિત્રમાય પણ મારી સાથે સાથે આવ્યો, કેટલાક દિવસ રહ્યો. છેવટે કંટાળ્યો, અને બોલ્યો-“કુમાર ! આપને પાછા લઈ જવા મલયાબાએ મને વારંવાર ભલામણ કરી છે, તે આપ જાણો છો. તો હવે ફરમાવો, મારે શું કરવું ?”
આ પ્રશ્ન પુછી જવાબની રાહ જોતો મારી સામે જોઈ એ ઉભો રહ્યો. મારું મન પણ તેની સાથે જવા ઉત્સુક છતાં તમારા પ્રેમરૂપી બેડીમાં જોડાયેલો હું બહુ જ વિચારમાં પડી ગયો. છેવટે જવાબ આપ્યો-“ભાઈ ! તું જા, મલયસુંદરીને આ બધી વાત જાણે છે તે કહેજે. અને મારી વતી એટલું પણ સાથે સાથે કહેજે-“મનની નિરાંત વિના હું કેવી રીતે આવું? સમરકેતુને મળ્યા વિના આવીને પણ તમને શું મુખ બતાવું ? તેથી હાલ
ત્યાં આવવાનો મને આગ્રહ જ ન કરશો, કેમકે બીજાં દરેક કામો છોડીને તેની શોધમાં જ પ્રયત્ન લગાવવાનો છે. જે આ કામ હું કરું છું તે તમે પોતે જ કરો છો, એમ ધારીને જરાપણ મનમાં ખેદ કરશો નહીં.
તેમજ દેવી તિલકમંજરી “હું મારા કોઈ સ્વાર્થમાં ગુંથાયે હોઈશ” એમ ધારી મારા પર કોપ ન કરે, અને હંમેશ જેવી છે તેવીને તેવી મારા પર મહેરબાની રાખે, એવું કરશો, એવી મારી પ્રાર્થના છે” એમ કહી તેને વિદાય કર્યો.
મજલ પર મજલ કરતાં રસ્તામાં નજીકના આશ્રમમાં ગામડાંઓમાં, શહેરોમાં, અરણ્યોમાં બીજા પણ પ્રદેશોમાં તમારા જવાનું અનુમાન કરી કરી વિસામો લીધા વિના જ તમને ખુબ શોધ્યા. એમને એમ શોધતાં એક નિર્જન અરણ્યમાં પેઠા.
Page #356
--------------------------------------------------------------------------
________________
૪. વિષમાવસ્થા એક દિવસે બપોરને વખતે એક ઠેકાણે પહાડની તળેટીમાં પડાવ નાખ્યો. આખું સૈન્ય વિસામો લેવા રોકાયું. હું પણ ફરવા નિમિત્તે પગે ચાલીને કંઈક દૂર ગયો તેવામાં મેં ચાર પાંચ માણસો સાથે દોડતે ઘોડે આવતા ગંધર્વકને દીઠો. મને તેણે જોયો, એટલે તે ઘોડેથી ઉતરી પડ્યો, અને “આવ, આવ' કહી મેં બોલાવ્યો. એટલે આવી મારા પગમાં પડ્યો, ઉઠાડી ઉભો કરી હું તેને ખુબ ભેટ્યો છૂટા પડી કુશળ સમાચાર પૂછ્યા.
પછી હાથ પકડી નદી કિનારે વાનીરની ઘટામાં સ્વચ્છ શિલા તરફ તેને લઈ ગયો અને તેના પર હું બેઠો. તે પણ સામે આવીને બેઠો એટલે મેં પૂછ્યું
ગંધર્વક ! તે દિવસે હું નીકળ્યા પછી શા શા બનાવો બન્યા ? મલયસુંદરીએ શું કર્યું ? અને તિલકમંજરીએ શું કર્યું? મને આ અરણ્યમાંથી તે કેવી રીતે ખોળી કાઢ્યો ? શાથી માલૂમ પડ્યું કે હું અહીં છું ? વળી તું એકલો જ થોડા માણસો સાથે કેમ દોડતે ઘોડે આવ્યો ?
ગંધર્વક–“કુમાર ! બધી અથેતિ કહું છું, તમે વિદાય થયા ત્યારે આખું કન્યાન્તપુર શૂન્ય થઈ ગયું, કેમકે ઘણા ખરા તો અનુરાગને લીધે આપને વળાવવા પાછળ પાછળ કેટલેક સુધી ગયા હતા. જ્યારે આપ ઘણે દૂર નીકળી ગયા ત્યારે અગાશીએ ચડી ચડી ઘણીવાર સુધી લાંબી લાંબી નજરો કરી આપને નિહાળ્યા કર્યું. મલયસુંદરી ચિત્રમાં ચિત્યા હોય તેમ થોડી વાર શૂન્ય ચિત્તે બેસી રહ્યા, એકશૃંગે પોતાના મઠમાં જવા તિલકમંજરી પાસે
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૭૪
રજા માંગી, તમારા વિયોગથી અસ્વસ્થ મનવાળા દેવીએ એમના વિના અંદરનો શોક શાંત રહેશે જ નહિ એમ ધારીને કહ્યું
સખી અહીં પણ મોટા મોટા મારા કીડા પર્વતો ઉંચાઈમાં તમારા એકશૃંગને ય ભૂલાવે તેવા તો છે. હાવા માટે મોટી મોટી કૃત્રિમ નદીઓ પણ ક્યાં અહીં નથી ? કમળની વાવોને કિનારે ધ્યાન જાપ વગેરે કરી શકાય તેમ છે. પ્રમભવનના કચ્છમાં ફળ, કંદ, મૂળાહાર મળે છે. તો પછી ત્યાં ગયા પછી વધારે શું કરવાના છો. ચાલો બધું બતાવું” એમ કહી તેનું વલ્કલ પકડી પોતાના બગીચામાં ઘસડી ગયા.
તે તે સ્થળે ઉભા રહી બધું તેને બતાવવા લાગ્યા, પણ ક્યાં ક્યાં ? જ્યાં જ્યાં આપ બેઠા હતા, ફર્યા હતા, વિસામો લેતા હતા, ગમ્મત કરતા હતા, તપાસતાં હતાં, જે જે સ્થળના વખાણ કર્યા હતા, જેના જેના દોહદ વિધિનો ઉપદેશ આપ્યો હતો, જે જે ક્યારાઓ સરખા કરાવ્યા હતા, જ્યાં જ્યાં કુશળ અંતઃપુરિકાઓ સાથે કળાઓનો પરિચય કર્યો હતો, જયાં સ્નાન કર્યું હતું, જ્યાં દેવપૂજા કરી હતી, જ્યાં જ્યાં વિલેપન કરી પોષાક પહેર્યો હતો, તે તે બગીચાના ભાગો સખીઓ સાથે જોયા અને કેટલીક વખત તેમાં ભ્રમણ કર્યું.
પછી બન્ને અંતઃપુરમાં ગયા, ત્યાં મલયસુંદરીએ ખાનગીમાં જરા હસીને ટોણો માર્યો-“મૂર્ખ ! અભ્યાસ વિના કુમારને કેટલીક કુશળતા બતાવીશ ?''
કોઈક દિવસે કામદેવના મંદિરમાં જઈ દેવપૂજાને બહાને રત્નવીણા વગાડતા હતા, કોઈક દિવસે ચાકર્મીઓ પાસે પીંછીઓનો દાબડો મંગાવી પાસે ઉઘાડી રાખી ખૂબ વિચારી વિચારી આપનું
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૭૫
જ ચિત્ર આબેહુબ આળેખતા હતા, કોઈક દિવસે અગાશી પર નાટકશાળા રચાવીને ઉત્તમ પ્રકારના અભિનયવાળા નાટ્ય પ્રયોગો જોતા હતાં, કોઈક દિવસે હું દર્શન માટે જતો હતો ત્યારે મને પૂછતા હતા—
“ગંધર્વક ! બાએ તને સુવેલ પર્વત પર મોકલ્યો હતો ત્યારે કુમારને તું કેવી રીતે મળ્યો હતો ? મારી છબી કેવી રીતે બતાવી હતી ? છબી જોઈ એ શું શું બોલ્યા હતા ? મારી વાતચીત કેટલીક વાર સુધી ચાલી હતી ?'' આપે જે વાત કહી હતી તે બધી વારંવાર ઉલટાવી ઉલટાવીને પૂછ્યા કરતા હતા. કેટલુંક કહું૧‘આપ આવ્યા” એમ ધારીને બારણામાં આવતા માણસ તરફ પ્રેમાળ દૃષ્ટિથી નિહાળે ત્યારે હર્ષને લીધે પરસેવાવાળા સ્તનો પર બાષ્પના બિંદુઓ વધી પડે છે, અને જ્યારે ‘આ તો એ નહીં’ એવો નિર્ણય થતાં ખેદાલસ ચક્ષુઓ વડે આવનારને જુએ છે, ત્યારે પીડાને લીધે દાહ જ્વરવાળા પયોધર ૫૨ જળબિંદુઓ સૂકાઈ જાય છે, આમ પ્રતિક્ષણે બન્યા જ કરે છે.''
આજ સવારે દેવી શહેરની બાહ્ય શોભા જોવાને બહાને આપની રાહ જોતા અગાશી પર ચડી દક્ષિણ દિશા તરફ જોતા હતા, તેવામાં કેટલાક માણસો સાથે ઉદાસી ચહેરે આવતા ચિત્રમાયને જોયો. જોતાની સાથે જ તમને સાથે ન આવેલા જાણી જરા હસીને ગમગીન ચહેરે મલયસુંદરી સામે જોયું. ચિત્રમાય પાસે આવ્યો એટલે મલયસુંદરીએ પૂછ્યું‘‘ચિત્રમાય! કુમાર કેમ ન આવ્યા ?’’
१. तन्वङ्गयास्त्वमिति प्रसादविशदं, नासीति खेदालसं चक्षुर्द्वारपथावतारिणि जने व्यापारयन्त्या मुहुः । हर्षार्तिप्रभवाः प्रतिक्षणभवत्स्वेदाम्बुदाहज्वरे
बाष्पाम्भ:कणिकाः पयोधरतटे पुष्यन्ति शुष्यन्ति च ॥१॥
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૭૬
જરા પાસે આવી પ્રણામ કરી તેણે જવાબ આપ્યો- દેવી વિનવું છું—સિંહલદ્વિપના રાજા ચંદ્રકેતુના પુત્ર યુદ્ધમાં પરાક્રમોને લીધે સમરકેતુ નામના સહૃદયી કુમારના પરમ મિત્ર છે, જાણે તેનું બીજું હૃદય. તે, ગંધર્વકના કહેવાથી હાથીનું રૂપ લઈ તિલકમંજરી માટે હું કુમારને આ તરફ લાવ્યો, તેનો વિયોગ સહન ન કરી શકવાથી એકાએક કુમારને શોધવા રાત્રે છુપી રીતે બહાર નીકળી પડ્યા અને સહાય વિના એકલા જ ઉત્તર દિશા તરફ ભયંકર જંગલોમાં ચાલ્યા ગયા છે. અહીંથી ગયા પછી કુમારે આ વાત સાંભળી એટલે ચારે તરફ જાતે શોધવા નીકળી પડ્યા છે, અને સ્થળેસ્થળ તપાસે છે. પણ હજુ સુધી પત્તો લાગ્યો નથી.''
સાંભળતાની સાથે જ ‘“હા સમસ્તલોકલે ચનસુભગ ! હા! નિરંતરોપભોગલલિત ! હા ! પરમોપકારી ! કુમાર હરીવાહન ! વિધિએ એ પુણ્યાત્માને તમારા પણ દુઃખનું કારણ બનાવ્યા ?” આમ બોલતાં બોલતાં મલયસુંદરી મૂર્છાથી ભોંય પર ઢળી પડ્યા.
તિલકમંજરી–“હા વ્હાલી સખી ! પરમ વૈરાગી તમે પણ શોકમાં પડ્યા ?' એમ કહી પોતાને હાથે પંખો નાંખી તેને સાવચેત કરી પોતાની તરફ ખેંચી લીધા ‘“વ્હેન ! કુમારના મિત્ર સમરકેતુ સાથે તમારે પહેલાંની ઓળખાણ જણાય છે. કેમકે ગુણો સંભાળી તેનો પણ તમે શોક કરો છો, જેમ કુમારને તે આ વખતે જંગલમાં રખડાવે છે તેવી જ રીતે તમારા વનવાસનું પણ કારણ એ નથી ને ? સાચેસાચું કહો. વ્હેન !''
વારંવાર પૂછ્યું, અને બહુ જ આગ્રહ કર્યો એટલે જરા હસી શરમાતે મૂખે મલયસુંદરી બોલ્યા
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૭૭
“અલી ! પીછો લેનારી ! હવે ચૂપ રહે. માત્ર ‘એ કોમળ કાયાવાળા કુમારને હજુ સુધી કેટલાંક અરણ્યમાં કષ્ટો વેઠવાના હશે ?' એ વિચા૨ે હું બોલી શકતી નથી.''
તિલકમંજરી–‘શા માટે એ કષ્ટો સહન કરે છે ? આવીને તમારા જ મઠમાં સ્થિર થઈ રહે, અને વિદ્યાધરો દ્વારા પોતાના મિત્રની શોધ ચલાવે તો શું ખોટું છે !'' જરા રોષપૂર્વક પૂછ્યું.
મલયસુંદરી–‘અલિ ભોળી ! એ તો બધું તારા હાથમાં છે. એ કાંઈ વિદ્યાધર નથી, મનુષ્ય છે. તેથી આટલે સુધી કેવી રીતે આવી શકે ? થોડા એ લોક તમારી માફક આકાશ માર્ગે જઈ શકે છે ?'’
આ સાંભળી દરેક પરિજન તરફ સત્તાની નજરે નહિ પણ સ્નેહની નજરે કાંઈ યાચના કરતા હોય તેવી રીતે જોયું તે વખતે કામદેવની સાથે જ પધારેલા પ્રસાદ વેપથુ વગેરે ભાવોને અનુભવ કરતાં દેવીએ મને કહ્યું–‘મારું પેલું સારામાં સારું વિમાન છે તે લઈને જા, અને કુમારને જંગલમાંથી પિરવાર સહિત લાવીને એકશૃંગ પાસેના મઠમાં ઉતારજે, અને હંમેશ તેની સેવામાં તત્પર રહેજે.''
મેં કહ્યું-‘“જી.’’
તુરત જ તૈયારી કરી ચિત્રમાયાને સાથે લઈ તેણે બતાવેલ રસ્તે અહીં આવ્યો છું પેલા પહાડની તળેટીમાં પડાવ નાંખ્યો છે. બધાને ત્યાં રોકી ઉત્સુકતાને લીધે હું થોડા માણસો લઈ પહેલો મળવા આવ્યો છું.''
પછી મને એકસ્ટ્રંગ લઈ જવા વારંવાર આગ્રહ કરવા
લાગ્યો.
Page #361
--------------------------------------------------------------------------
________________
૫. દિવ્ય વીંટી અને હાર
હું મારા સૈન્યમાં ગયો. દરેક વિદ્યાધરો ગંધર્વકની છાવણીમાંથી પ્રણામ કરવા આવ્યા. તેઓએ લાવેલા વિમાનમાં બેસી ગંધર્વક સાથે વિનોદ કરતો કરતો ક્ષણવારમાં પેલા મઠ પાસે આવી પહોંચ્યો. ત્યાં અદૃષ્ટપાર સરોવરને કિનારે છાવણી નાખી હું રહેવા લાગ્યો, ચિત્રમાય વગેરે વિદ્યાધરો મારી જરૂરિયાતો પુરી પાડતા હતા, કામ પડ્યું લોહિત્યનદ પાસેથી મારી છાવણીમાં પણ જઈ આવી મારું કામ કરી આપતા હતા અને તમારી શોધમાં મચ્યા રહેતા હતા.
દેવી તિલકમંજરી હમેશાં અધિક અધિક પ્રીતિથી કલ્પવૃક્ષો પાસેથી મળેલા ફળના રસો, આસવો, પુષ્પમાળાઓ, અત્તર, તાંબુલ, વસ્ત્રો, રત્નાલંકારો વગેરે વગેરે ઉત્તમોત્તમ ચીજો મોકલી મારો સત્કાર કરતા હતા. કોઈક વખતે વિચિત્ર વિચિત્ર પ્રકારનાં ચિત્રો, પત્રછેદ્ય વગેરે વગેરેથી વિસ્મય પમાડતાં હતાં. કોઈક દિવસે પ્રશ્નોત્તર, પ્રહેલિકાઓ, યમક, ચિત્ર, બિંદુચ્યુતકાદિકવાળા અલંકારીક કાવ્યોનો વિનોદ ચાલતા હતા, કોઈક દિવસે શંકાઓના સમાધાન કરવા મોકલેલા મોટા મોટા કળાચાર્યો સાથે વિચાર સમાલોચના ચલાવતો હતો, કોઈ દિવસે સખીઓ દ્વારા પોતાના બાગમાંના ઉત્તમ ઉત્તમ ફળો મોકલાવતા હતા, કોઈક વખતે શૃંગાર, સંગીત, કથાવાળી સૂક્તિઓ આગ્રહપૂર્વક મંગાવતા હતા.
કોઈક વખતે અદૃષ્ટપારમાં ન્હાવા ઉતરતાં ત્યારે સખીઓ સાથે હાસ્ય ગમ્મત કરતા કરતા પાણી છાલકો પેઠે કટાક્ષ તરંગોથી દૂર રહેલા મને છાંટતા હતા. પર્વને દિવસે ભગવાન
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૭૯ પૂરાણમુનિ આદિનાથની સન્મુખ બેસી વિસ્તૃત તીનમૂછનાવાળું શ્રાવકો પેઠે લગોલગ આવી આવીને બેઠેલા મૃગોવડે આનંદાશ્રુથી ઉભરાતી ચક્ષુએ સંભળાતું મધુર સંગીત સંભળાવતા હતા. છતાં તમારી શોધમાં નિરંતર લાગેલા મેં, વિદ્યાધરોના અનેક અનેક પ્રયત્નોથી પણ તમારો પત્તો નહીં લાગતાં દર્શનોત્સુક થઈ કેટલાક દિવસો તે મઠમાં ગાળ્યા.
એક દિવસે જમીને પલંગ પર બેઠેલો હતો તેવામાં સૈન્યમાંથી શંખપાણી નામના ભંડારીએ પ્રણામ કરી મને કહ્યું
કુમાર ! એક વિજ્ઞપ્તિ છે. આપ જ્યારે પ્રવાસે નીકળ્યા ત્યારે દેવે (મેઘવાહન રાજાએ) આ હાર અને વીંટી મને આપ્યા છે. અને કહ્યું હતું કે કોઈ કષ્ટ પ્રસંગે કુમારને પહેરાવવા. હાર વૈમાનિક દેવે આપેલો છે અને વીંટી લક્ષ્મીદેવીએ આપેલ છે. આટલા દિવસ મેં સાચવી રાખ્યા હતા, લો આ.” એમ કહી મણીના દાભડામાંથી વીંટી અને હાર બહાર કાઢ્યા. આકાશમાં કેસરાઓ પ્રસરી રહી, વન જાણે એકી સાથે પુષ્પથી ખીલ્યું, જગત જાણે અમૃતથી લીંપાઈ ગયું, પવન જાણે કદંબની કેસરાના પરાગથી વ્યાપ્ત થયો હોય.
આશ્ચર્યાનંદ સાથે હાથમાં લઈ છાતીએ લગાડ્યા, જાણે પૂર્વભવમાં જોયા હોય, વાપર્યા હોય, તેમ પ્રીતિપૂર્વક થોડીવાર જોઈ રહ્યો. પછી હસીને ગંધર્વકને કહ્યું
“સૌમ્ય ! આખી પૃથ્વી જોઈ વળ્યો છું તેથી કહું છું કે તિલકમંજરીની છાતી સિવાય આ હારલાયક બીજું કોઈ સ્થાન જ નથી. માટે જા, જઈને આને ત્યાં જ સ્થાપન કર. અહીં કરંડીયામાં ગુચળું વાળીને નકામો રાખી મુકવાથી શું ? અને આ
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૮)
વીંટી મલયસુંદરીની આંગળી શોભાવે તેમ કર” એમ કહી તેને રવાના કર્યો.
બીજે દિવસે સવારમાં અગાશી પર ચડી ગંધર્વકની રાહ જોતો હતો તેવામાં ચતુરિકાને ગભરાતી ગભરાતી આવતી જોઈ.
“કેમ આ એકલી મલયસુંદરી વિના આવી હશે ?” એમ વિચાર કરતો હતો, તેવામાં તે નજીક આવી મેં જરા હસીને બોલાવી. એટલે પ્રણામ કરી પાસે બેઠી, થોડી વારે આજુબાજુ જોઈ ધીમે રહી બોલી–
“કુમાર ! જ્યારથી આપને અને મલયસુંદરીને તિલકમંજરી પોતાને ઘેર તેડી ગયા હતા, ત્યારની તેમના ચરણોની પરિચર્યા કરતી હું ત્યાંજ રહી હતી. આજે તેમની આજ્ઞાથી આ તરફ આવતી હતી તેવામાં મને એકાંતમાં બોલાવી આંસુથી ઉભરાતાં નયને દેવી તિલકમંજરીએ આ પ્રમાણે આજ્ઞા કરી. “ભદ્ર ! તું
જ્યાં જાય છે, ત્યાં કુમાર હરિવહન રહે છે, તેને આ આપજે.” એમ કહી એક પત્રનું પરબીડીયું મને આપ્યું.” ચતુરિકાએ તે મારા તરફ ફેંક્યું. તુરત મારી ડાબી આંખ ફરકી, થોડીવાર રહી મેં તે હાથમાં લીધું ખોલી તેમાંનો પત્ર વાંચવા લાગ્યો
“સ્વસ્તિ, એકશૃંગ પાસે રહેતા મહારાજ પુત્ર શ્રી હરિવહનને મસ્તક નમાવી અત્યન્ત દુ:ખના ભારથી દબાયેલી તિલકમંજરી વિજ્ઞપ્તિ કરે છે કેહૈયે ધરેલા મોતી હારે
કંઠ મ્હારો ભેટીને१. आश्लिष्य कण्उमप्तुम गुक्तरहारेण हृदि निविष्टेन ।
सरुषेव वारितो मे त्वदुरापरिरम्भणारम्भः ॥१॥
Page #364
--------------------------------------------------------------------------
________________
તૈયારી ત્યારી ભેટની
૨૮૧
નિવારી મ્હારી કોપીને. ૧
તો પણ મારું જીવન તમારે આધીન હોવાથી અહીં હોઉં કે દેશાંતર ગઈ હોઉં, પણ આપ મને ભૂલશો નહીં.''
વાંચતાંની સાથે જ આખું શરીર ધ્રૂજવા લાગ્યું, શ્વાસ ચાલવા લાગ્યો, આંખો આંસૂના પૂરથી ભરાઈ ગઈ, હૃદય પડી જવા લાગ્યું, ઢીલી હથેળીમાંથી કાગળ કોણ જાણે ક્યારે સરી ગયો, તેની તો મને ખબર જ ન રહી.
“હું કોણ છું ? ક્યાં આવ્યો છું ? શા માટે આવ્યો છું? હું શું કરું છું ? રાત છે કે દિવસ ? કયો વખત છે ? આ દુઃખો કે સુખો ? જીવન કે મરણ ? મૂર્છા કે ચેતના ? સાચું કે ઇંદ્રજાળ ? સ્વદેશ કે વિદેશ ? ઈત્યાદિ કંઈ પણ જાણી શકતો નહીં, માનસિક દુ:ખથી દબાયેલો મહામહેનતે ચતુરિકાને રવાને કરી નીચે ઉતર્યો. જાણે અંગારામાંથી સળગતું હોય તેવું એ સ્થળ, પરિજન, સૈન્ય, બધું છોડીને એકલો છુપી રીતે ગીચ ઝાડીને રસ્તે થઈ ભૃગુ પરથી પડી મરવાનો નિર્ણય કરી વૈતાઢ્ય પર્વતના ઉંચામાં ઉંચા શિખર પર ચડ્યો.
કોઈ તીર્થસ્થળની તપાસમાં ફરતો હતો તેવામાં ઝાડ નીચે એક રાજકુમારને એક પંદર વર્ષની સ્ત્રી વસ્ત્રનો છેડો પકડી રોકવાનો પ્રયત્ન કરતી હતી. બે હાથ પહોળા કરી તેની પીઠને પરિભ્રમણ આપતી હતી, અતિ કરૂણ રૂદન કરતી હતી, અને વારંવાર તેને પગે પડી સમજાવતી હતી, વિનંતી કરતી હતી. આ ટીંખળ જોઈ મને ઉલટો વધારે ઉદ્વેગ થયો, તેની પાસે ગયો, અને ધીમેધીમે સમજાવટથી કહ્યું–
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૮૨
“અહો ! સુવદન ! જરા શાંત થા, તને કંઈક પૂછવું છે. અરણ્યમાં આવેલી એકલી આજીજી કરતી આ બાળાને શા માટે તજે છે ? ક્યાં જવા ઈચ્છે છે ?''
શરમથી નીચું જોઈ તેને જવાબ આપ્યો—“આ હું બધું આપને કહી સંભળાવું છું, તે ધ્યાન દઈ સાંભળશો. આજ પર્વત પર ચંડગહ્વર નામનું વિદ્યાસિદ્ધ કરવાનું શિખર છે, તેની સમીપે કાળરાત્રીના પેટ જેવી ખીણવાળું સંહાર નામનું પ્રપાત શિખર (પડી મરવાને) છે. ત્યાંથી પડી મરવા માટે અનંગતિ નામે વિદ્યાધર હું જાઉં છું, કારણ કે મારી બાલ્યાવસ્થાને લીધે મારા શત્રુઓએ મારું રાજ્ય પડાવી લીધું છે, તેથી મનમાં કંટાળો આવવાથી આ કામ કરવું પડે છે. આ મારી સ્ત્રી પણ મારી સાથે આવી છે, ઘણી વારી છતાં મારી પહેલાં મરવા તૈયાર થઈ છે, હું તેના મરણનું દુ:ખ દેખી શકું તેમ નહીં હોવાથી, તેને રોકીને હું મરવા પ્રયત્ન કરું છું, અને મને રોકીને એ પ્રયત્ન કરે છે. ને મને આ રીતે વિઘ્ન કરે છે.”
દયાને લીધે હું મારું પોતાનું દુ:ખ તો ભૂલી જ ગયો. મેં કહ્યું-છોકરા ! શા માટે નિષ્કારણ આ તારી નાની ઉમરમાં તારો પોતાનો અને કોમલાંગીનો નાશ કરવા તૈયાર થયો છો ? જો તને રાજ્યસુખની ઈચ્છા હોય તો જા મારું પોતાનું જ લે, અને આ કામ જવા દે.’’
તે બોલ્યો−આર્ય ! સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું તમારું રાજ્ય તમે જ ભોગવો, જો મારા પર ખરેખરી દયા જ આવતી હોય તો આ પ્રમાણે કરો, જગતનું રાજ્ય અપાવો,
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૮૩
મારી પાસે ગુરુ વંશપરંપરાથી મળેલા મંત્રો છે. તે મંત્રો સિદ્ધ કરો અને તેના પ્રભાવ વડે મારું રાજ્ય મને પાછું અપાવો.'’
તે વાત મેં કબુલ કરી, બધા મંત્રો મેં મૂર્ખ શીખી લીધા, તેની જાપ વિધિ સમજી લીધી, પછી એક સાંકડી, ભયંકર અને ગાઢ અંધારાવાળી પર્વતની ગુફામાં પેઠો.
તેની અંદર પણ નીચે પત્થરના બારણાવાળું એક ભોંયરૂં હતું. તેમાં મન સ્થિર કરી હું બેઠો. બારણામાં અનંગરિત રહ્યો. તે ફૂલ, ધૂપ વગેરે આધ્યે જતો હતો, અને મારા ઉત્તર સાધક તરીકે કામ કરતો હતો, હું કોઈ વસ્તુ જોતો નહીં, ગંધ સુંઘતો નહિ, શબ્દ સાંભળતો નહીં, સ્પર્શ સુખ ભોગવતો નહીં, ફળોના રસનો આસ્વાદ લેતો નહીં, મરવા પડેલા મારા આત્માને નકામી ધારણા કરતી હોય તેવી વ્હેર મારી ગયેલી ઈંદ્રિયોવાળા દેહ વડે આદિપુરૂષોએ પ્રતિષ્ઠિત કરેલી વિદ્યાદેવીઓની પ્રતિમાઓને પ્રણામ કરી સન્મુખ બેઠો. પદ્માસન લગાવ્યું, જમણા હાથમાં માળા લીધી, અને મંત્ર સાધવા બેઠો.
મંત્રાક્ષરો વડે જાણે કંટાળી ગયા હોય, ખીજવાઈ ગયા હોય તેમ રાક્ષસો મને ધ્યાનમાંથી ચલિત કરવા અનેક પ્રકારના પ્રયત્નો કરવા લાગ્યા.
કેટલાક કુતુહળી ધર્મિષ્ઠ વિદ્યાધરોનું રૂપ લઈ વિદ્યાદેવીઓની મૂર્તિ આગળ ગાનતાન કરવા લાગ્યા, કેટલાક ઓળખીતા માણસનું રૂપ લઈ ‘અમને મહારાજા મેઘવાહને આપને તેડવા મોકલ્યા છે.’’ એમ કહી લખેલો પત્ર આગળ ફેંકતા હતા. કેટલાક ખુશી ખુશી થયા. કુમાર ! વધામણી વધામણી, કુમાર સમરકેતુ
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૮૪ અમારા જોવામાં આવ્યા છે.” એમ કહી ચિત્રમય વગેરે વિદ્યાધરોનું રૂપ લઈ દોડી આવતા હતા.
કેટલાક “અરે નિર્દય ! કેમ નાશી ગયો ! તારે માટે તિલકમંજરી કેટલી હેરાન થાય છે ? માલૂમ છે ?” આવો મલયસુંદરીનો સંદેશો આપવા આવેલી ચતુરિકાનું રૂપ બતાવતા હતા. આટલા પ્રયત્નોથી પણ જ્યારે હું ચલાયમાન ન થયો. એટલે ક્રોધથી જાણે ધમધમી ગયા હોય તેમ કડાકા કરવા લાગ્યા. મારી તરફ જાણે પહાડને દવ લાગ્યો હોય તેમ ભડભડ સળગતો દેખાડવા લાગ્યા. કાન ફૂટી જાય તેવું અટ્ટહાસ્ય કરવા લાગ્યા, ભૃકુટી ચડાવીને મોટામોટા સુભટોના રૂપમાં સામે આવી રણજંગ મચાવવા સિંહનાદ કરવા લાગ્યા.
આમ અનેક રીતે મને નાસીપાસ કરવા તેઓએ પ્રયત્નો કર્યા પણ હું ચલાયમાન થયો જ નહીં, અને મારું કામ કર્યું જ ગયો. એમને એમ છ માસ વીતી ગયા. ત્યારે થોડો જાપ બાકી હતો તેવામાં વિજળીના ચમકારા જેવો એકાએક પ્રકાશ આખા ભોંયરામાં ફેલાઈ ગયો. તેમાંથી એક દિવ્યાકૃતિ મારી સામે આવી, ને તેણે નીચે પ્રમાણે બોલવું શરૂ કર્યું.
મહાભાગ ! આઠે દિશા તરફ જુવો, તારા સત્વથી ખેંચાઈને પાતાળ સ્વર્ગમાંથી આવેલી પ્રજ્ઞપ્તિ-રોહિણી વગેરે આઠ વિદ્યાદેવીઓ તને પૂછે છે કે–“તમારા પર પ્રસન્ન થયેલી અમારે તમને શો વર આપવો ?”
મેં હાથ જોડી કહ્યું–“ભગવતી ! જગદ્વિભૂષણ મિત્રથી વિયોગ પડ્યો અને નિરંતર રાગિણી પ્રાણભૂત પ્રિયાએ કારણ વિના તો છે. મારે જગત્માં કંઈપણ ઈષ્ટ છે જ નહિ. તો
Page #368
--------------------------------------------------------------------------
________________
૨૮૫
હું શું માગુ ? મને જે ઈષ્ટ છે તે હવે હું મારી મેળે જ સાધી લઈશ (મરણ), તે બાબત કંઈ મારે પૂછવાનું નથી જ પણ જેને માટે આ મંત્રસાધન કરવાનું મેં માથે લીધું છે, તે આ બારણામાં બેઠેલા અનંગરતિ વિદ્યાધરને પૂછો કે તેને શું પ્રિય છે ?' વિસ્મય પામી તેણે કહ્યું–“અહો ! મહાસત્વ ચૂડામણી! પ્રિયના વિયોગથી થયેલું મનનું દુ:ખ દબાવી બીજા પર ઉપકાર કરતાં તમારું સુચરિત્ર અમને ઘણો જ આનંદ આપે છે. તમારા વિના બીજો કયો માણસ બીજા માટે આટલું બધું નિષ્ફળ દુઃખ સહન કરે ?’'
વળી પોતાનું જ રાજ્ય બીજા ગમે તેને આપી દે તેવો તમારા વિના કોણ છે ? જો કે આપનું વચન અમારે અત્યન્ત આદરથી માનવું જ જોઈએ, પરંતુ આચાર (રીતિ) એવો છે કે– જે મહાસત્વશાળી વિધિથી દેવતાઓનું આરાધન કરે અને જેના ગુણોથી દેવીઓનું મન વશીભૂત થાય તેને જ તે સિદ્ધ થાય છે. પણ એકના આગ્રહથી બીજાને સિદ્ધ થાય નહીં. તેમજ આ અનંગતિને પણ વ૨ મેળવવાની ઈચ્છા નથી જ. જો કે તેણે સ્વાર્થ ખાતર પ્રાર્થના કરી હોય તેમ જણાય છે, પણ ખરી રીતે પરમાર્થ માટે જ તેનો પ્રયત્ન હતો. સાંભળો, પહેલાંની વાત જાણવા જેવી છે. તેણે કહ્યું–
આ વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તરશ્રેણીમાં ગગનવલ્લભ નામનું નગર છે. ત્યાં વિક્રમબાહુ નામનો ચક્રવર્તી રાજા હતો. દોહા
“નાઠી શોભા કમળતણી, ભમરા ભમે ગભરાઈ રોવે ચકવા, સામે તીર-પ્રિયા એની, આંખે નીર.” ૧
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ચારણ તણી વાણી સુણી-સાંજસમે ગુણખાણ અનિત્ય જાણી સર્વભાવો કરે મોજ-શોખની હાણ. ૨
એવી રીતે વૈરાગી થયો અને મોક્ષ માટે સર્વજ્ઞ સૂચિત કલ્યામ માર્ગ સ્વીકાર્યો. તેની ગાદીએ બેસાડવા કોઈ યોગ્ય રાજકુમાર નહીં મળવાથી શાક્યબુદ્ધિ નામના પ્રધાને અનંગરતિ નામના પોતાના ભત્રીજાને કહ્યું–
“અનંગ ! બીજું કામ છોડીને એકસ્ટ્રંગ નામના પર્વત તરફ જા. ત્યાં સૈન્ય સહીત અષ્ટટપાર સરોવરને કિનારે મિત્રની શોધ કરવા પડાવ નાંખીને રહેલા રાજા મેઘવાહનના હિરવાહન નામના કુમારને કોઈપણ પ્રકારે સમજાવીને વિદ્યા આરાધન કરવા આજને આજ તૈયાર કર. એ પહેલાના પુણ્યને લીધે મહાસાત્વીક છે અને પ્રાર્થનાનો ભંગ તો કોઈ રીતે કરે તેમ નથી જ. વળી આજે અષ્ટાપદ પર્વત ઉપર પધારેલા મુનિ મહારાજા પાસેથી તેના જ પૂર્વભવની વાત સાંભળીને વિરસેન વગેરે વિદ્યાધરો આવ્યા છે. તેઓ પાસેથી તેનો વૃત્તાન્ત સાંભળી મેં નિશ્ચય કર્યો છે કે એ વિદ્યાઓ સિદ્ધ કરી લે, એટલે એ જ મહાસાત્ત્વિકને મહારાજ વિક્રમબાહુની ગાદીએ બેસાડું “જેવો મંત્રીરાજનો હુકમ.’’
એમ કહી તે ત્યાંથી નીકળ્યો. પર્વત પર જ એકલા, ઉદ્વેિગ, આડે માર્ગે ચાલતાં આપને જોયા અને ઉપાય વિચારી પરસ્પર પ્રેમ જોડાનાં મરણને બાને તમને વિદ્યા સાધવામાં જોડ્યા.''
માટે . આ પરોપકારની વાત જવા દો, તમારા ઉપરની પ્રીતિથી અને સાહસથી વશ થયેલ આ બધી વિદ્યાઓનો સ્વીકાર કરો. મહામંત્રી શાક્યબુદ્ધિનો પરિશ્રમ સફલ કરો. અને વિદ્યાધરો
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૮૭
સહિત ઉત્તર શ્રેણીનું રાજ્ય કરો. છેવટે–પૃથ્વીમાં એક અપૂર્વ ચક્રવર્તી થાઓ. સ્વામી વિના આકુળ વ્યાકુળ થયેલી પ્રજાને હવે આશ્વાસન આપો. રાજ્ય સ્વીકારી અનંગરતિને પણ ખુશ કરો.
મરવાના નકામા વિચારો પણ છોડી દો. વિદ્યાઓ સહાયમાં હોવાથી પ્રણયની અને મિત્રનો વિરહ હવે થોડા વખતમાં જ નાશ પામશે. કેમકે
૧
“હુઠા ઉગે ઝાડનાં, વળી વધે ક્ષીણ ચંદ એવું જાણી સંતજન, બાળે ન દુ:ખમાં મન.” ૧ એમ કહી દેવી અંર્તધ્યાન થઈ ગયા.
એવામાં આકાશને ફોડી નાંખે તેવો એક જબરજસ્ત દિવ્ય ભેરીનો ગડગડાટ સંભળાયો. તે અવાજ સાંભળીને ચારે તરફથી વિદ્યાધર પતિઓ એકઠા થઈ ગયા. વાજીંત્ર વગાડતાં વગાડતાં દરેક વિદ્યાધરો સ્તુતિ કરવા લાગ્યા. તે ગુફામાં આવીને, જવાનું મન ન છતાં મને ત્યાંથી વિનયપૂર્વક વિમાનમાં બેસાડી ચંડગહ્લર નામના વૈતાઢ્ય પર્વતના શિખર પર લઈ ગયા. ત્યાં સિંહાસન પર બેસાડી અભિષેક કરી દરેકે પ્રણામ કર્યા. વિક્રમબાહુના સિંહાસન પર બેઠા પછી ઉપર છત્ર ધરાયું. બે ચામરો વીંજાવા લાગ્યા. બધી અભિષેક સામગ્રી પૂરી થયા પછી મંત્રીઓની સૂચનાથી પુરૂદંશ નામના નિમિત્તિઆગે નગરમાં પ્રવેશ કરવા વિજ્ઞપ્તિ કરી.
૧. ‘ક્ષુળોપિ રોહતિ તરુ: ક્ષીનોઽવ્યુપીયતે પુનશ્ચન્દ્ર:' । इति विमृशन्तः सन्तः संतप्यते न विधुरेषु ॥१ ॥
Page #371
--------------------------------------------------------------------------
________________
દ્વાદશ પરિચ્છેદ ૧. અષ્ટાપદ પર્વત
-
મારું ચિત્ત તિલકમંજરીના વિરહથી વ્યાકુળ હતું, છતાં તેણે બતાવેલું શુભ મુહૂર્ત ધ્યાનમાં લઈ બીજી તરફ સભામાં બેઠેલામાંના એક પુરૂષને મેં પૂછ્યું
“અરે હાલમાં કોઈ ચક્રસેનવિદ્યાધરના રાજકુટુંબના સમાચાર જાણે છે ?”
તે વાર પછી પ્રણામ કરી પ્રધાન દ્વારપાલે વિજ્ઞપ્તિ કરી“મહારાજ ! હમણાં જ દક્ષિણ શ્રેણીમાંથી આપને મળવા માટે ઘણો જ ઉત્સુક અને ઘણો જ સુંદર એક યુવાન આવેલો છે, તે “ભલા માણસો ! મને નકામો શા માટે પકડો છો ? છોડી ઘો” એમ બોલતો દરેક દ્વારપાલની પ્રાર્થના કરતો બારણે ઉભો છે, કદાચ તે જાણતો હોય.”
કોણ એ આવ્યો હશે !” એમ વિચાર કરી જલ્દી અંદર લાવવા હુકમ આપ્યો. જેને તેઓ બોલાવી લાવ્યા તે ગંધર્વક હતો. માત્ર કાનમાં એક કડી જ પહેરેલી હતી, તાંબૂલ ઘણો વખત થયા લીધું હોય તેવું જણાતું નહીં માથાના વાળને તેલ ધૂપ વગેરેથી સમાર્યા નહોતા, જુનાં ફાટ્યાં ટુટયાં કપડાં પહેર્યા હતાં, શરીરે અંગરાગ લગાવેલ નહોતો, શરીરનું તેજ ઉડી ગયું હતું, અત્યન્ત દુર્બળ શરીરે, પ્લાન વદને ઢીલા ગાત્રે, ઢીલા પગે
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૮૯ મારી સામે ચાલ્યો આવતો હતો તેને જોતાં જ તિલકમંજરીની સ્વસ્થતાનો નિર્ણય થતાં મને જરા નિરાંત વળી.
મારી આ જાહોજલાલી જોઈ તે એકદમ અંજાઈ ગયો, અને વિસ્મયમાં પડ્યો. મારી આંખમાં હર્ષનાં આંસુ આવ્યા, “આવ, આવ,’ કહી ને બોલાવ્યો એટલે એકદમ દોડી આવી તેણે નીચા વળી ભોંય પર મસ્તક લગાવી મને પ્રણામ કર્યો. વિદ્યાધર સભા આશ્ચર્યથી જોઈ રહી, તે તો મને પગ પર માથું ટેકવી ડુસકાં ભરતો ભરતો આંસુની ધારથી જાણે મારા ચરણ પખાળતો હોય તેમ ધીમે ધીમે ઘણી વખત સુધી રોયો.
મેં પ્રેમ અને દયાથી પીઠ પર હાથ ફેરવી કાંડુ ઝાલી ઉભો કર્યો, એટલે કપડાના છેડાથી મોં સાફ કરી સામે ભોંયતળીએ નીચું મોં રાખી બેઠો.
જયારે જરા શાંત થયો એટલે ગદ્ગદ્ થઈ મેં પૂછ્યું
“ભાઈ ગંધર્વક ! તને જોવાથી તેના જીવનનું અનુમાન થવા છતાં કંઈક વહેમ આવવાથી દેવી તિલકમંજરીના સમાચાર હું પૂછી શકતો નથી. તું જ તારી મેળે “જે બન્યું હોય, અને હાલ જે બનતું હોય તે કહે, જ્યાં એ હોય, જે કામ એ કરતા હોય, અને દિવસો ગાળતા હોય, તે બધું, અને તું અહીં શા માટે આવ્યો છે ? એ પણ કહે.”
નજર નીચે ઢાળી તેણે કહેવા માંડ્યું - “મહારાજ ! સાંભળો
તે દિવસે અદૃષ્ટપાર સરોવરેથી નીકળી આપે આપેલ પેલા બન્ને દિવ્ય આભૂષણો લઈ હું શહેરમાં ગયો. ત્યાં જઈ આપે
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૯૦ કહ્યા પ્રમાણે બન્ને આભરણો બન્નેને આપ્યા અને કહ્યું
જંગલમાંથી આવેલા કુમારની કુશળતાથી આ નિશાની.” એ સાંભળી હર્ષભેર મલયસુંદરીએ મારા હાથમાંથી વીંટી લઈ પહેરી લીધી. પહેરતાની સાથે જ જાણે પૂર્વજન્મ યાદ આવ્યો હોય તેમ એકદમ શોક નિમગ્ન થઈ ગયા અને તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા.
દેવી તિલકમંજરીએ પણ હર્ષપૂર્વક આશ્ચર્યથી પેલો હાર પુત્રમાફક લઈ છાતીએ લગાડ્યો, (પહેર્યો) ચારે તરફ તેના કિરણો ફેલાવા લાગ્યા અને તેથી તે પૂર્ણિમાની રાત્રી પેઠે શોભવા લાગ્યા. થોડી વારમાં તો તેનું મૂખ પડી ગયું અને જાણે ઓળખતી હોય તેમ જોઈને મને ગદ્ગદ્ કંઠે પૂછ્યું
સૌમ્ય ! આ હાર મનુષ્યલોકમાં કેવી રીતે આવ્યો ? અને કુમારને ક્યાંથી મળ્યો? એ કંઈ જાણે છે ?”
મેં જવાબ આપ્યો-“આગળ અયોધ્યા નગરીમાં શક્રાવતાર તીર્થમાં પ્રભુ ઋષભ દેવના દર્શન કરવા જતાં મેઘવાહન રાજાને ખુશી થયેલા જવલનપ્રભ નામના દેવે આ હાર આપ્યો હતો. આટલું સાંભળતાં જ બાકીના મારા શબ્દો સાંભલ્યા વિના જ આંખો મીંચી પલંગ પર મૂછ ખાઈ ઢળી પડ્યા. મૂર્છા વળી એટલે સખીઓએ કારણ પૂછ્યું પણ જવાબ ન આપ્યો, લાંબા નિસાસા મુકી દુઃખમાં ને દુ:ખમાં આખી રાત ગાળી.
સવારમાં વાત સાંભળી વડિલો જોવા આવ્યા હતા, તેઓને અને જતાં અટકાવનાર આખા કુટુંબની વાત સાંભળ્યા વિના તીર્થયાત્રા નિમિત્તે વૈતાઢ્ય પર્વતની નજીક આવેલા અષ્ટાપદ
Page #374
--------------------------------------------------------------------------
________________
૨૯૧
પર્વતપર ગયા, જેનો મહિમા સ્વયં ભગવાન નાભિનંદને જ પોતાના નિર્વાણથી વધાર્યો હતો.
ત્યાં જઈ ઋષભદેવ પ્રભુની અને ભવિષ્યમાં થનારા બીજા ત્રેવીસ તીર્થકરોની વર્ણ, આકૃતિ, ઉંચાઈ વગેરેમાં બરોબર જે પ્રમાણે છે તે પ્રમાણે ભરત મહારાજાએ ભરાવેલી પ્રતિમાઓથી શોભતાં ચૈત્યોને ઠેકઠેકાણે વંદન કરવા જતાં એક ચારણ મુનિને જોયા. તે કોઈ બીજા દ્વિપમાંથી હમણાં જ આવેલા હતા. કોઈ સિદ્ધાયતનના ઓટલાની વિશાળ શિલા પર બેઠા હતા. થોડા વખત પહેલાં જ તેમને કેવળજ્ઞાન થયું હોય એમ જણાતું હતું. સામે સિદ્ધો, વિદ્યાધરો, બેઠા હતા, દેવતાઓ આદરપૂર્વક પુષ્પવૃષ્ટિ કરતા હતા. તેના ગુણ સ્તોત્રો ગાતાં હતાં, તે મુનિહર્ષ અને વિષાદરહિત જણાતા હતા.
તેઓશ્રીને જોઈ નિર્વેદ ઉત્પન્ન થતાં પાસે જઈ પ્રણામ કર્યો, અને સખીમંડળ સાથે બાજુમાં નજીક જ બેઠી.
લોકો પૂછતા હતા તેને ભગવાન તેના પૂર્વભવની કથા કહેતા હતા, દુ:ખપૂર્વક સાંભળતી તીલકમંજરીની આંખમાં આંસુ ભરાતા હતા અને એક ચિત્તે સાંભળતી, તેને જોઈ વીરસેન નામના વિદ્યાધરે દયા લાવી પૂછ્યું
ભગવાન ! દક્ષિણ શ્રેણીના રાજા ચક્રસેનની પુત્રી તિલકમંજરી બાળા છતાં વૃદ્ધાની પેઠે અને યૌવનમાં રહેલી છતાં વનમાં રહેલીની પેઠે જન્મથી જ કેમ પુરૂષદ્રષિણી થઈ હશે ? શરીર સારું છતાં ગઈ કાલે તેને એકાએક મૂછ કેમ આવી ગઈ હશે ? વિષયોપભોગ છોડીને સખીમંડળ સાથે એકદમ ઘેરથી કેમ નીકળી આવી ? બધાં અલંકારોનો ત્યાગ કરી માત્ર એક આ
Page #375
--------------------------------------------------------------------------
________________
૨૯૨ હાર જ શાસ્ત્ર પેઠે કંઠમાં કેમ ધાર્યો છે? આપ જણાવો, મને મોટું આશ્ચર્ય થાય છે. આવું તો મેં ક્યાંય જોયું નથી.” | મુનિ-“મહાત્મન્ ! આ જગતમાં પોતે કરેલા શુભાશુભ કર્મોદયને અનુસરીને સંસારચક્રમાં જેમ કુશળ કુંભારે ચાક પર ચડાવેલો માટીનો પીંડો ઘટ સ્થાસક વગેરે ભિન્ન પ્રકારના ભિન્ન રૂપો પામે છે તેમ અનેક જાતની અવસ્થાઓ આ જીવ પામે છે. જુઓ, દેવ પણ વખતે નારક થાય છે. તિર્યંચ મનુષ્ય બને છે, રાજા ચાકર બને છે. દાસ પણ રાજા બને છે. દુઃખી સુખ પામે છે, સુખી દુઃખ પામે છે. સબળ નિર્બળ થાય છે, દાની કૃપણની પેઠે એક કોડી પણ આપતો નથી, કૃપણ દાની બને છે. વેદવિદ્ બ્રાહ્મણ પણ નીચકુળમાં જન્મ લે છે. માતંગ પણ બ્રાહ્મણપણું પામીને સર્વત્ર પવન માફક જઈ આવી શકે છે. રૂપાળો કદરૂપો બને છે, કદરૂપો છતાં તેજોમય કાયાવાળો બને છે. વળી, શબ્દની પેઠે સંસ્કૃત હોય છતાં પ્રાકૃતરૂપ પામે છે. પુલિંગવાળો છતાં નપુસક જેવો વ્યવહાર કરે છે. સ્ત્રીલિંગ છતાં પરાર્થે (પરોપકારમાં) પુરૂષપણું મેળવે છે.
તેથી સામાન્યતઃ અનિત્ય અને પરિવર્તિત સ્વભાવવાળા પદાર્થોના પરિવર્તનમાં કૂતુહલ જેવું કંઈ જ નથી, એમને એમ પ્રતિક્ષણે ચાલ્યા જ કરે છે. ઠીક, હવે એ વાત જવા દો, તમારા પ્રશ્નના જવાબ ઉપર આવીએ.
Page #376
--------------------------------------------------------------------------
________________
(૨. પૂર્વભવ)
સૌધર્મ દેવલોકમાં લીલાવતંસ નામના વિમાનમાં પરમ સમ્યગ્દષ્ટિ સામાનિક દેવ (ઈદ્ર જેવી સમૃદ્ધિવાળો) જ્વલનપ્રભ નામે ઈદ્રનો સન્યાધિપતિ હતો. તેણે અનેક અસુરોને જીતી ઘણો યશ પ્રાપ્ત કર્યો હતો. એમને અપ્સરાઓ સાથે વિલાસ કરતાં અનેક કોટિકલ્પો વીતી ગયા. કેટલીક નિશાનીઓથી દિવ્યાયુગની પૂર્ણતાનો નિશ્ચય કરી અવિરત સમ્યક દૃષ્ટિ દેવને બીજી કોઈ રીતે જન્માન્તરમા દુર્લભબોધિ લાભ મળતો નથી એવું જાણી ઉચ્ચ પ્રકારની વિવેક બુદ્ધિને લીધે વિમાનવાસ છોડી સબંધીઓને પોતાની કાવસ્થા જણાવ્યા વિના જ કેટલાક દેવ સાથે સ્વર્ગમાંથી નીકળી ગયો.
જતાંની સાથે જ તેની સ્ત્રી પ્રિયંગસુંદરી દેવી કદી વિયોગ સહન નહિ કરેલ હોવાથી એકદમ વિરહાકુલા સ્વર્ગનાં સુખો છોડીને શોકગ્રસ્ત ચહેરે કેટલાક દેવ સાથે પ્રિયના સમાચાર જાણવા જંબુદ્વિપમાં આવી. જવલનપ્રભ દેવનો મિત્ર સુમાલિ પણ પ્રિયવદા નામની પત્નીને સ્વર્ગમાં મૂકી નંદિશ્વર વગેરે દ્વિપોમાં વિહાર કરવા ગયો હતો, તે પણ પોતાના પતિના સમાચાર જાણવા જંબૂદ્વિપમાં આવી, બન્ને સખીઓ એકઠી મળી મહાવિદેહ ક્ષેત્રોમાં પુષ્કરાવતી વિજયનાં વિહરમાન સૂરાસૂરસેવિતચરણ સર્વજ્ઞ ભગવાન જયંતસ્વામી પાસે જઈ પૂછ્યું –
ભગવાન ! હું અને આ મારી સખી પતિના વિયોગને લીધે દેવલોક છોડી અહીં આવેલ છીએ. કહો, સ્વામી ! અમને
Page #377
--------------------------------------------------------------------------
________________
૨૯૪
અમારા નાથ ક્યારે મળશે ? અને મનુષ્યલોકમાં અવતર્યા પછી ધર્મપ્રાપ્તિ ક્યારે થશે ?’'
અકર્મક ભગવાન બોલ્યા-‘કલ્યાણભાગિની ! આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં એક, અને રત્નકૂટ નામે બે પર્વતો છે. ત્યાં તમારા પ્રિયના મેળાપ તમને બન્નેને ક્રમવાર થશે. એટલે તમને એકશૂંગે અને પ્રિયંવદાને રત્નકૂટ પર્વતે મેળાપ થશે. અને ધર્મ પ્રાપ્તિ તો દિવ્યહાર અને વીંટી જોવાથી જાતિ સ્મરણ જ્ઞાન થતાં થશે.''
આ વાત સાંભળી પ્રિયંગુસુંદરી વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશાએ એકશૃંગ પર્વત પર આવી. ત્યાં મનોરમ નામનો મોટો દિવ્ય શક્તિથી બાગ કરી તેમાં એક જીનમંદિર કરાવ્યું અને ત્યાં માત્ર હાથમાં મંગળ નિમિત્તે રત્નવલય જ પહેરી રાખી પતિની રાહ જોતી રહેવા લાગી. પ્રિયંવદા પણ લવણ સમુદ્ર વચ્ચે આવેલા રત્નકૂટ પર્વત પર જિનમંદિર કરાવીને રહેલા લાગી.
એક દિવસે તૈયાર થયેલા અદૃષ્ટપાર સરોવરમાં વરસાદનું પાણી ભરાતું હતું તે કેટલીક દેવીઓ સાથે જોતી પ્રિયંગુસુંદરી કિનારે બેઠી હતી તેવામાં સપરિવાર લક્ષ્મીદેવીને દક્ષિણ દિશામાંથી સન્મુખ આવતાં જોયા. તે નંદીશ્વર વગેરે દ્વિોમાં વિહાર કરી આવતા હતા. જવાની ઉતાવળ હોવાથી વાહનો દૂર રોક્યા. આગળ ચાલનારાઓ આગળ ચાલ્યા ગયા છતાં તેને રોકવાનો હૂકમ નહીં મળેલો જાણી હર્ષ છુપાવી પ્રિયંગુસુંદરી એ જરા રોષમાં કહ્યું.
“કમલે ! (લક્ષ્મી) કેમ ઉતરતા નથી ?' પ્રિયંગસુંદરીનો વૈભવ ક્ષીણ થવા આવ્યો છે.” એવું તમે પણ જાણી લીધું કે?''
Page #378
--------------------------------------------------------------------------
________________
૨૯૫
લક્ષ્મીએ હસીને કહ્યું-‘સખી ! હું તો જઈશ, ઘેરથી નીકળ્યા બહુ દિવસો થઈ ગયા છે તેથી હવે મને વધારે આગ્રહ કરીશ નહિ, જરા ધ્યાન આપીને અહીં રહ્યા રહ્યા જ મારે અહીં આવવાનું કારણ સાંભળી લે. આજ સવારમાં સૂર્યોદય વેળાએ ધાતકી ખંડમાંથી હું ચાલી આવતી હતી તેવામાં રત્નકૂટ પર્વત ઉપર તારી પ્રિય સખી પ્રિયંવદાને અને તેના પરિજનને ઉદ્વેગમાં જોઈ. તેણે તને સંદેશો કહેવડાવ્યો છે-“બહેન ! મારા ભાગ્યદોષથી ભગવાનનું પણ વચન અપ્રમાણ થયું, આટલો વખત થયાં અહીં રાહ જોતી બેઠી છું છતાં તમારા પતિના મિત્રનો મને હજુ સુધી મેળાપ થયો જ નહિ. મારું આયુષ્ય હવે પૂર્ણ થવા આવ્યું છે. ભવાન્તરમાં હોઉં તો પણ વ્હેન ! કોઈક દિવસે યાદ કરજે, અને મેં બંધાવેલા આ જિનમંદિરની રક્ષા કરજે.'’
આ શબ્દો સાંભળી આંખમાં આંસુ આવી ગયા, વસ્રાંચળથી મુખ સાફ કરી બોલી−‘સખી ! શબ્દો સાંભળ્યા. હજુ પ્રિયંવદા મારી પાસે પોતાના મંદિરની રક્ષા કરાવવા ઈચ્છે છે. પણ જાણતી નથી કે થોડા જ દિવસો પછી મારા મંદિરની રક્ષા કોણ કરશે ? હું કોને ભળાવું ? દેવો મારે આધિન હતા, એ વખત તો હવે ગયો છે.'' એટલું કહી નીચું જોઈ એક નિસાસો નાંખ્યો.
લક્ષ્મીને પણ દયા આવી અને બોલી-સખી ! શા માટે નકામો ખેદ કરે છે ? ઉદ્ધત ચોર જેવા યમરાજે પ્રેરેલી વિપત્તિઓ ક્યાં ક્યાં પોતાનું સ્થાન જમાવતી નથી ? હવે ખેદ જવા દે. તારો સંદેશો હું જ સંભાળી લઉં છું.'' એમ કહી મહોદર નામના પ્રતિહારીને આદરપૂર્વક હુકમ કર્યો- ‘મહોદર! પ્રિયંવદા અને પ્રિયંગુણસુંદરીના મંદિરોની રક્ષા બરાબર સાવધાન રહીને
Page #379
--------------------------------------------------------------------------
________________
૨૯૬
કરજે અને કોઈપણ જાતની આશાતના થવા ન પામે તેને માટે ખાસ કાજળી રાખજે.'
લક્ષ્મીદેવી પોતાના મૂકામ ભણી ચાલ્યા ગયા.
પ્રિયંગુણસુંદરીને પતિ સમાગમ ન થયો છતાં જરા પણ અકળાઈ નહીં, ગભરાઈ નહીં. ઉલટી પ્રિયંવદાની ચિંતા કરવા લાગી કે “સર્વજ્ઞના વચનમાં સ્ટેજ સંદેહ કર્યો, અને ઉદ્વિગ્ન થઈ. તેથી બિચારીને બીજા ભવમાં થોડો વખત કષ્ટ ભોગવવું પડશે.” શુભ પરિણામ દિવસે દિવસે વધતો જતો હતો તેથી ઘણું જ પૂણ્ય ઉપાર્જન કરી થોડા જ દિવસોમાં દિવ્ય શરીર છોડી ચક્રસેન વિદ્યાધરની પુત્રી તિલકમંજરી રૂપે અવતરી, તે જ આ.
ઘણું જ ઉપાર્જન કરેલ હોવાથી અત્યન્ત રૂપ, લાવણ્ય પામી બાલ્યાવસ્તામાં જ સમસ્ત કળાઓમાં પ્રવિણ થઈ, જન્માન્તરની સખી લક્ષ્મીદેવીની સહાયથી બીજી કન્યાઓ કરતાં ઘણી જ પ્રભુતાવાળી થઈ છે. પોતાના પતિમાં જ પ્રેમ લાગેલો હોવાથી બીજા કોઈપણ પુરૂષ તરફ તેનું મન વળતું જ નહીં, તેથી આજ સુધી શાન્તપણે બેસી રહી હતી. ગઈકાલે દિવ્યહાર જોવાથી જાતિસ્મરણ જ્ઞાન થતાં તે દેવભવનનું સુખ જોઈ શકી છે. પોતાના પતિ સાથે ઘણો કાળ સુખ ભોગવ્યું હતું તે તાજું હોય તેવું જ યાદ આવવાથી નજર આગળ તરી વળવાથી અત્યંત દુઃખની મારી મૂછ ખાઈ ઢળી પડી હતી.
સવારમાં પણ દુઃખને લીધે ઘરમાં ન રહી શકવાથી તીર્થયાત્રા કરવાને બહાને ઘરેથી નીકળી.“ગુપચુપ ચાલ્યા ગયેલા પતિએ મારા કંઠમાંથી ઉતારી પોતે પહેરેલો આ હાર છે.” એમ પ્રેમથી મોહિત થઈ માત્ર આ હાર પહેરી રાખ્યો છે.”
Page #380
--------------------------------------------------------------------------
________________
૩. પૂર્વભવ (ચાલુ))
મુનિ વાત કહી ચુપ થયા. બહુમાન ઉત્પન્ન થવાથી દરેક દેવો મનુષ્યો, સિદ્ધો, વિદ્યાધરો પ્રેમપૂર્વક દેવી સામે જોવા લાગ્યા અને પૂછ્યું-“ભગવાન ! આ પુણ્યભાગાનો પૂર્વભવ સાંભળ્યો પણ પેલા જવલનપ્રભ દેવ દેવલોકમાંથી નીકળીને ક્યાં ગયા ? શું કર્યું ? શું અનુભવ્યું ? છેવટે એનું શું થયું?”
મહર્ષિ-“એ પણ દેવલોકમાંથી નીકળી પ્રથમ ભરતક્ષેત્રમાં આવ્યા શક્રાવતાર તીર્થને વંદન કરવા અયોધ્યામાં ઉતર્યા.
ત્યાંના મેઘવાહન રાજાને પ્રેમથી ચંદ્રાપ હાર આપીને નંદીશ્વર દ્વિપ તરફ ચાલ્યા ગયા. ત્યાં સુમાલી નામનો તેમજ પૂર્વભવનો તેનો પરમ મિત્ર ઈદ્રિયોને પરવશ થઈ ક્રિડામાં લુબ્ધ હતો, પ્રમાદ, નિદ્રા વગેરેને લીધે તેની તત્ત્વદર્શી આંતરચક્ષુઓ બંધ થઈ ગયા હતા. તેની પાસે જઈ જિનમતાનુસારિણી મીઠી વાણીથી તેને જીવાદિ નવતત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું, કર્મના બંધોદયની સ્થિતિ વર્ણવી બતાવી. વિષયભોગોની નિરસતા બરાબર ઠસાવી, ધર્મપ્રાપ્તિ વિના દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ- એ ચારે ગતિમાં કેવાં કેવાં દુઃખો ભોગવવા પડે છે, તેનો તાદેશ ચિતાર રજુ કર્યો. મનુષ્યપણું પ્રાપ્ત કરી સર્વગુણો પ્રાપ્ત કર્યા છતાં બોધિ (સમકિત) પ્રાપ્ત કરવું મહામુશ્કેલ છે, તે નક્કી કરી બતાવ્યું. આ અદષ્ટપાર સંસારસાગરમાં કદી પણ ન મળેલું મોક્ષરૂપી કલ્પવૃક્ષનું જ્ઞાનદર્શન ચારિત્રરૂપી બીજ વવડાવ્યું.
મિત્રોની ચિંતાથી છુટો થઈ, પોતાને માટે ફરીથી મનુષ્યલોકમાં ભરત ઐરવત મહાવિદેહ વગેરે સ્થળે જઈ ઉલ્લાસપૂર્વક એકસો સિત્તેર (૧૭૦) વિહરમાન જીનેશ્વરોને ભાવ ભક્તિથી કલ્પવાસી દેવના કલ્પ પ્રમાણે પૂજ્યા, સ્તવ્યા હિમવન
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૯૮ વગેરે વર્ષઘર પર્વતો પર, હેમવત હરિવર્ષ વગેરે ક્ષેત્રોમાં, ક્ષેત્રોની મધ્યે આવેલા સોમવત વિદ્યુતપ્રભ વગેરે પર્વતો પર અને તે સિવાય બીજાં પણ પર્વતોના શિખર પર જઈ ત્યાં આવેલા શાશ્વત સિદ્ધાયતાનોમાં બિરાજમાન પ્રતિમાઓના દર્શન કર્યા. અને બીજી પણ અનેક શુભ કરણીઓ કરી વિદ્યાધર સંપત્તિ પ્રાપ્ત કર્યાનું પૂણ્ય અને સેંકડો ભવોમાં પણ પ્રાપ્ત ન કરી શકાય તેથી ચરમદેહ પ્રાપ્તિ ઉપાર્જન કરી.
તે વખતે મારા ઉપદેશથી અયોધ્યાના રાજા મેઘવાહને શ્રી દેવીનું આરાધન કરી વર પ્રાપ્ત કર્યો હતો. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી તેને ત્યાં ચંદ્રાતપને ફરીથી જોવા આવ્યા હોય તેમ હરિવહન કુમારરૂપે અવતાર લીધો.”
આ પ્રમાણે જવનલપ્રભની હકીકત કહી મહર્ષિએ મૌન ધારણ કર્યું. મલયસુંદરી વલ્કલનો છેડો ખેંચી શરમથી મુખ ઢાંકતી હતી તેને હર્ષ પામેલી તિલકમંજરીએ સુમાલીદેવની હકીકત પૂછવા વારંવાર આગ્રહ કર્યો.
બીતાં બીતાં આગળ આવી પૂછવાનો પ્રયત્ન કરતી હતી તેવામાં મહર્ષીએ જ વાત શરૂ કરી. “કલ્યાણીનિ! કેમ બીવે છે? સાંભળ, તે તારી ભવાન્તરનો પ્રણયી મિત્રના ઉપદેશથી સાધન પ્રાપ્ત કરી શુભ પરિણામથી મરણ પામી યશકીર્તિ નામ કર્મ ઉપાર્જન કરી સિંહલપિના રાજા ચંદ્રકેતુને ત્યાં સમરકેતુ રૂપે જન્મ્યો છે.”
બસ, એટલું કહી મુનિ એકદમ ઉભા થયા. દરેક લોકો પણ ઉભા થયા, અને સંવેગને લીધે સંસારની અસારતાનો વિચાર કરવા લાગ્યા, ને ઘણા કાળ સુધી ભોગવી શકાય તેવા દિવ્યપુખોને પણ અનિત્ય માની તે મેળવવાની અભિલાષાઓ શિથિલ કરવા લગ્યા. ૧. જે આ શરીર ધારણ કર્યું છે. તે છેલ્લામાં છેલ્લું છે. એટલે આ
હરીવાહનના જ ભવમાં તેનો મોક્ષ થવાનો.
Page #382
--------------------------------------------------------------------------
________________
૪. છેલ્લો દિવસ
તિલકમંજરી પણ કંઈક ખુશી અને કંઈક કચવાટથી તે સિદ્ધાયતન મંડપથી નીકળી ચાકરોએ તાણેલા તંબૂમાં ગયા. ત્યાં જઈ તીર્થવાસી, પવિત્ર અને મહાતપસ્વી મુનિવર્ગને અન્ન પાનાદિથી પ્રતિભાભી પરિજન સાથે ભોજન કર્યું. પછી એક સાદડી પર બેઠેલા દેવી પાસે, મધ્યાહ્ન કૃત્યથી પરવારી ફળોનો આહાર કરી મલયસુંદરી આવ્યા અને બોલ્યા
તિલકમંજરી ! તારે હવે શું કરવું છે ? આ પર્વત પર રહીને જ તીર્થયાત્રા કરી દિવસો ગાળવા છે ? કે બીજા તીર્થસ્થળોએ જવું છે ? શો વિચાર છે ?”
તિલકમંજરી–“હેન ! મને તો કંઈ સૂજ પડતી નથી. મારું ચિત્ત અત્યન્ત ગભરાય છે. મનમાં ઉદ્વેગ થયા કરે છે. મીઠી વાતો પણ કંટાળો ઉપજાવે છે. વિલેપન કરેલું ચંદન પણ શરીરે દુઃખ આપે છે. કંઈ ભયંકરતા જોતી હોય તેમ જમણી આંખ ફરકે છે. અચાનક ફેરફારનું કારણ કંઈ સમજાતું નથી. મારે વિયોગે તાત અરણ્યમાં જવા ઈચ્છતા હશે ? માતુશ્રીએ મારું મુખ ન જુવે ત્યાં સુધી અન્ન-પાણી હરામ કર્યું હશે ? અથવા તો મારે દુઃખે દુઃખી કોઈ મનુષ્યનું અનિષ્ટ થવા બેઠું હશે ? શું હશે ? કંઈ સમજાતું નથી.”
વેત્રધારીએ પ્રવેશ કર્યો
વેત્રધારી–“બા ! જતી વેળા આપે કહ્યું હતું કે- “વિત્રમાય | ! જઈને હરિવાહનકુમારને તેમના પોતાના સૈન્યમાં મૂકી આવ.”
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૦૦ એમ કહી રવાને કર્યો હતો, તે ચિત્રમાય હાલ જ આવેલ છે. અને બારણે ઉભો છે.”
સાભળતાં જ ભયને લીધે જાણે નિર્જીવ હોય તેમ તેના મ્હોંમાંથી એક શબ્દ પણ ન નીકળી શક્યો. માત્ર ઉના શ્વાસને લીધે બળતા હોઠને ઠંડા કરવા બન્ને આંખોમાંથી અશ્રુજળની ધાર છોડી.
પછી મલયસુંદરીએ બોલાવ્યો એટલે તે અંદર આવ્યો અને પ્રણામ કરી બોલ્યો,
બા ! આપનો હુકમ થતાંની સાથે જ એકશૃંગે જઈ કુમાર હરીવાહનની શોધ કરી-પુષ્કળ શોધ કરી. પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. તો પણ પત્તો લગાડવા વિદ્યાધરોને મોકલી દીધા છે. તે સમાચાર આપવા હું અહીં દોડી આવ્યો છું.”
દેવીનું હૃદય ભરાઈ ગયું, હૃદયમાં શોકાગ્નિ એકાએક સળગી ઉઠ્યો, તેમાંથી જાણે ધૂમાડો નીકળી માં પર છવાઈ ગયો હોય તેમ મુખ શ્યામ થઈ ગયું. માત્ર દયામણી નજરે મલયસુંદરી સામે જોયું.
તે સંતપ્ત હતા તો પણ“સ્વેચ્છાચારિણી ! આ બધાં વાંનાં તારા જ છે. તેના અનર્થનું કારણ તું જ છો. હવે ઉઠ, તીર્થયાત્રા હાલ રહેવા દે. કુમાર દૂર ન નીકળી જાય તેટલામાં જાતે જઈને તપાસ કર. મારા મનમાં કંઈ કંઈ શંકાઓ થાય છે. તારા ઘેરથી નીકળી જવાની વાત સાંભળીને કોણ જાણે તે શું યે કરશે ?”
તુરત જ વિમાન લાવવામાં આવ્યું, તેમાં બેસી રસ્તામાં
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૦૧
ચારે તરફ શોધતાં શોધતાં સાંજે પેલા મઠમાં આવ્યા. વિમાનમાંથી ઉતરી મઠમાં ગયા તો તેના આંગણામાં આખો દિવસ શોધ ચલાવી થાકેલા આપના માણસોનું ટોળું બેઠું હતું. દરેકના મુખ પર ઉદ્વિગ્નતા છવાઈ ગઈ હતી. દેવીએ જોઈ ઉભા થઈ શરમને લીધે મોં અને નજ૨ નીચે રાખી પ્રણામ કર્યા. દેવીએ પણ દૂર રહ્યા પરમદેવને નમસ્કાર કર્યા. પછી મલયસુંદરી સાથે ઉપલે માળે ગયા.
ત્યાં જઈ ભોંયતળીએ પાથરેલી પાતળી જાજમ પર બેઠા. ખોળામાં પગ લઈ પરિચારિકા પગ ચાંપવા બેઠી. દાહજ્વરની ગરમી નહીં સહન કરી શકતા હોય એવું જણાવાથી હાથની સંજ્ઞાથી સખીઓએ પરિજનોને ગડબડ કરતાં વાર્યા. રાત્રીનું પ્રમાણ જાણવા વારંવાર ચંદ્ર સામું જોયાં કર્યું. રાતમાં આંસુ વરસાવે ત્યારે પાસેની વલ્કલની પથારીમાંથી ઉઠી ઉઠી દુ:ખી બિચારા મલયસુંદરી આશ્વાસન આપતા હતા. આપ વિષે કંઈકંઈ અસંબદ્ધ શંકાઓ લાવતા હતા. નયન કમળ આખી રાત મીંચાયા નહીં. કંઈ કંઈ ઉત્કંઠાઓ ગભરાવી નાંખતી હતી. છેવટે મહામુશ્કેલીએ રાત તો ગાળી.
સવારમાં ઉઠી આવશ્યક વિધિથી પરવારી, આંગણામાં ઓટલા ૫૨ બેસી મળવા આવતા માણસોને પૂછતા હતા કે– “ગઈકાલની કુમારની હકીકત કોઈ જાણો છો ? કોઈ ?’’
તેવામાં ઉતરી ગયેલ ચહેરે સંદીપન નામના વિદ્યાધરે ધીમે ધીમે પાસે આવી વિનવ્યું–“દેવી ! ચિત્રમાયે મને શોધવા માટે કાલે મોકલ્યો હતો. ખૂબ શોધ ચલાવી. છેવટે ચંડાળો પાસેથી આટલા માત્ર સમાચાર મળ્યા છે-“કુમા૨ એકલા
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સર્વકામિક નામના પ્રપાત શિખર પર ચડ્યા હતા. પછી શું થયું તે અમે જાણતા નથી.'' વાત કરતાં કરતાં આંખ મીંચી, જાણે આખા જગતનું દુ:ખ એકીસાથે તેના જ ઉપર આવી પડ્યું હોય તેમ એકદમ મૂર્છા ખાઈ પાસે બેઠેલા મલયસુંદરીના ખોળામાં ઢળી પડ્યા.
દાસીઓ અને સખીઓના આક્રંદે કાનમાં જઈ જાગૃત કર્યા. આકાર છુપાવી સ્વસ્થહૃદયા હોય તેમ ઉઠી પૂજા કરવા આયતનમાં જવા દરેકને હુકમ આપી દીધો.
પોતે પણ સ્નાન કર્યું. પુષ્પ, ધૂપ, વિલેપન, પટવાસ (અતર) વગેરેથી ભરેલી રકાબી (અથવા ખુમચો) લઈ ગભારામાં પ્રવેશ કર્યો. સુગંધી જળના કળશો વતી પોતાને હાથે ન્હવણ કર્યું અને અત્યન્ત ભક્તિથી પૂજા કરી પ્રણામ કરી હાથ જોડ્યા ને નીચે પ્રમાણે વારંવાર ભગવાન નાભિનંદનની સ્તુતિ કરી.
‘હે ! પ્રણતવત્સલ ! સકળ લોકાલોકગોચર જ્ઞાનપ્રકાશ! ભવ્ય લોકોના શોકને દૂર કરનાર ! દયા અને દમને બતાવનાર ઉત્તમ પ્રકારનો ધર્મમાર્ગ બતાવી દુર્ગતિના દુઃખોનું બારણું બંધ કરનાર ! પ્રભો ! કર્તવ્ય બુદ્ધિરહિત થયેલી, અનુરક્ત વડે તજાયેલી, વજ્ર કરતાં પણ અત્યન્ત કઠોર હૃદયવાળી, મૂર્ખ, દુઃસહ દુઃખોથી દબાયેલી મને જન્માન્તરમાં આપ જ શરણ છો.’’
એમ કહી આંખમાં આંસુ લાવી દરેકની રજા લીધી. રૂદનને લીધે આંખ ફૂલી ગઈ હતી. પોતપોતાનું કુટુંબ છોડીને મલયસુંદરી વગેરે સખીવર્ગ તેની સાથે સાથે ચાલ્યો. તેમજ બીજા પણ અનેક પ્રેમી બાહ્યપરિજન તેની પાછળ પાછળ ચાલ્યા. મરણના
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૦૩
સાધનો લઈ ઘણી ઘણી આજીજી કરી છતાં કોઈનું કહ્યું સાંભળ્યા વિના જ સિદ્યાયતનના રંગમંડપમાંથી બહાર નીકળ્યા.
જળપ્રવેશ કરી મરવાનો નિશ્ચય કરી અષ્ટપાર સરોવરનો રસ્તો લીધો.
એવામાં પરિજન પાસેથી પુત્રીમરણના સમાચાર સાંભળી વિદ્યાધરપતિ ચક્રસેન રાજાએ મોકલેલો પ્રકર્ષન નામનો વૃદ્ધ પ્રતિહારી પોતાના માણસો સાથે આવ્યો હતો. તે આગળ આવી ટુંકમાં કહેવા લાગ્યો
મને આપના પિતાએ સંદેશો કહેવા મોકલ્યો છે. અને કહેવડાવે છે કે-“બેટા! તિલક ! તારું આ કામ સર્વથા પ્રશંસાપાત્ર છે. જેથી તે વિનાશની વાત સાંભળી સ્વદેહ ત્યાગ માટે તૈયાર થઈ છો. કઈ કુળવધૂ સામાન્ય પતિના પણ દુ:ખદ સમાચાર સાંભળી જીવી શકે છે ? તો પછી પૂર્વભવના સબંધી, સર્વગુણનિધિ, અપૂર્વ પ્રેમસંપત્તિશાળી પતિના દુ:ખદ સમાચાર સાંભળી તારા જેવીનો આ પ્રયત્ન સર્વથા ઉચિત જ છે. પરંતુ ગઈકાલની દુ:ખદ હકીકત સાંભળી છતાં કેટલાક શુભનિમિત્તોથી કહી શકું છું કે હજુ કુમાર ક્ષેમકુશળ છે. અને તે દૂર નથી જ. આટલામાં જ ક્યાંક પોતાના કામમાં ગુંથાયેલ હોય, કે ગમે તેમ હોય. એવું ધારી છ માસની અવધિએ દરેક વિદ્યાધરોને ચોપાસ તપાસ માટે મોકલી દીધા છે. તેઓ દરેક ગામ, નગર, અરણ્ય, પર્વત વગેરે ઠેઠ માનુષોત્તર પર્વત સુધી તપાસ કરી જ્યાં સુધી પછી પાછા ન આવે ત્યાં સુધી બેટા ! તારે રાહ જોવી.”
ગુરુઓની આજ્ઞાથી આગળ ચાલવું એકદમ અટકી ગયું. તેથી જાણે આઘાત થયો હોય તેમ આંખમાંથી આંસુની ધાર
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ચાલી, શરમથી મસ્તક નીચું રાખી મુખ પર પાલવનો છેડો ઢાંકી પોતાની નીચતા અને આપની ઉદારતા સંભારી સંભારી છુટે કંઠે ખુબ રૂદન કર્યું. કુલ વૃદ્ધાઓએ સમજાવી મોં ધોવડાવ્યું, પછી મલયસુંદરી મુકામ પર હાથ ઝાલી લઈ ગયા.
નીતિશે એ બહુ સમજાવ્યા છતાં તે દિવસે અન્ન લીધું જ નહીં, બીજે દિવસે વગડાઉ અન્નથી મલયસુંદરી સાથે પારણું કર્યું. પછી જરા હસી મલયસુંદરીને કહ્યું–“તમારી સાથે મારી ખરી મિત્રતા તો આજે જ એ પાત્રમાં એક જ જાતનું ભોજન લેવાથી થઈ છે” એમ કહી શરમદે ચહેરે થોડીવાર બેસી રહ્યા.
તે દિવસથી વનવાસ અંગીકાર કરી કમલિની પેઠે રાત્રિમાં પણ નિદ્રા લેતા નથી, સ્થળ કમળ પેઠે સ્થડિલમાં (સાફ ભોંયતળીએ) સુવે છે. ભિલડી પેઠે ફળ મૂળથી આહાર કરે છે. શિયાળાની રાત્રિ પેઠે હંમેશ શરીરે દુબળા થતા જાય છે. ઉનાળાના દિવસો પેઠે તાપ વડે કમળો પણ સુકવી નાખે છે. “પિતાશ્રીએ કુમારને શોધવા ચારે તરફ વિદ્યાધરો મોકલ્યા છે.” એવી આશામાં ને આશામાં માત્ર શરીર ધારી રાખ્યું છે.
કોઈક દિવસે જેના પર ઝાડોની ઝાડીનો છાયડો હંમેશ પથરાઈ રહે છે, તેવા એકશૃંગના ઝરણાઓવાળા સ્થળમાં, કોઈક દિવસે અદેપાર સરોવરને કાંઠે ફૂવારાવાળા માંડવામાં કમળની દાંડલીઓની પથારીમાં બેઠી, પરિજને તૈયાર કરેલા શિશિરોપચાર અનુભવતા પાંચ માસ તો વીત્યા. - સખીઓએ ભીંતો પર તિલક કરી દિવસોનો હિસાબ રાખ્યો હતો. તે ઉપરથી આજે છઠ્ઠા માસનો છેલ્લો દિવસ હોવાથી સહચરી લોક પણ શોક સહન ન કરી શકવાથી મરવા માટે
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૦૫ તૈયાર થયો. આ કષ્ટમય, પ્રલયકાળના દિવસ જેવા બનાવો જોઈ શકવા અશક્ત હું પ્રથમથી જ મરણ પામવા આ સાર્વકામિક નામના પ્રભાત ભૃગુ પર ચડ્યો. ચડ્યો એવામાં તો રક્ષા માટે નીમેલા વિદ્યાધરોએ ઉપાડી આપના ચરણકમળમાં રજુ કર્યો.”
ગંધર્વક હાર જોયા પછીની તિલકમંજરીની બધી હકીકત કહી. મને વિમાનવાસ યાદ આવ્યો. (જાતિસ્મરણ જ્ઞાન થયું) થોડીવાર મૂર્છા જેવું જણાયું. પણ તિલકમંજરીના હૃદય વલોવી નાખે તેવા સમાચાર એકાએક યાદ આવ્યા. બધો શણગાર ગંધર્વકને આપી દીધો. બીજું બધું કામ છોડી, ધોડો ધોડો' બોલતો એકદમ સિંહાસન પરથી ઉઠ્યો. ઘોડે સવાર થયો. વિદ્યાધર કુમારો અને સામંતો પોતપોતાના વાહનો પર સવાર થઈ મારી પાછળ પાછળ સાથે આવ્યા, છેવટે અમે અદૃષ્ટપાર સરોવરને કિનારે જીનાયતનવાળા બાગમાં પહોંચી ગયા.
મંદિરમાં જઈ ભગવાન આદિ જિનને પ્રણામ કર્યા. પ્રિયંગસુંદરીના સ્નેહને લીધે રંગમંડપ વારંવાર જોયો. ફાટિક શિલામાં દિવ્યલિપિથી કોતરેલી પ્રશસ્તિ જોઈ તેમાં દેવલોકમાં અનુભવેલા વિલાસોને લગતાં દિવ્ય કવિઓએ રચેલાં સુભાષિતો પણ કદી કોઈએ નહીં વાંચેલા પણ મેં તે વખતે વાંચ્યા.
મલયસુંદરીને મળી મારા આવ્યાના સમાચાર આપવા ગંધર્વકને મોકલ્યો. પરિવાર સાથે બગીચાની વચ્ચે ગયો. ત્યાં ઘણા ઝાડોના ઝુંડ વચ્ચે કેળના મંડપમાં રહેલલ, શોકગ્રસ્ત સખીઓથી વીંટા યેલા, માત્ર લાવણ્યની છટાથી જ જેના ગળી ગયેલા અવયવો જણાતા હતા. પરિજને વારંવાર કરેલા ઠંડકના પ્રયોગો અનુભવતા દૂરથી જ દેવી તિલકમંજરીને દીઠા.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૦૬
આગળ ચાલનારા લોકો પાસેથી રાજ્યાભિષેકની વાત સાંભળી વધામણી ખાવા દોડેલી પ્રતિહારીઓ પાસેથી ‘દેવી ! વધામણી. ઉત્તરશ્રેણીનું રાજ્ય પ્રાપ્ત કરી દેવ હિરવાહન બારણે આવ્યા.' આવા શુભ સમાચારનો કોલાહલ સાંભળી એકાએક ગભરાયેલા, છાતી પરથી જરા ખસી ગયેલું. હરિચંદનના રસથી ભીંજવેલું કપડું પાછું સ્તનો પર રાખી ઉઠવાનો પ્રયત્ન કરતા, આમતેમ ચપળ નયનો ફેંકતા, કુસુમબાણની જાણે ધનુર્લતા, દેવી તિલકમંજરીને જોઈ મેં કહ્યું
દેવી ? બસ કરો, બસ. ઉતાવળા ન થાઓ. લાવણ્ય માત્રથી ઓળખાતા તમારા આ શરીરે જ હીનભાગીને દુર્લભ એવી તમારી મહેરબાની સ્પષ્ટ રીત્યા બતાવી છે. તો પછી ઉપચારની કંઈ જરૂર નથી. માફ કરો. પથારીમાં જ રહો.' એમ કહી પરિજને આપેલા મણિપીઠ પર બેઠો.
તેવામાં ગંધર્વક સાથે તું આવ્યો.
Page #390
--------------------------------------------------------------------------
________________
૫. લગ્નમહોત્સવ
આ રીતે હાથી ઉપાડી ગયા પછીથી માંડી સમરકેતુએ પૂછેલી વિતાઠ્ય પર્વત પર બધી વાત કહી હરિ વાહન ચૂપ રહ્યો. બધા વિદ્યાધરો આશ્ચર્યચકિત થયા અને ઘણા જ ખુશી ખુશી થયા. માત્ર સમરકેતુ સિવાય.
તેણે કંઈ જોયું નહીં, કંઈ બોલ્યો નહીં, કંઈ સાંભળ્યું નહીં, કોઈને જવાબ આપ્યો નહિ. માત્ર છેતરાયો હોય, છળી ગયો હોય, ચોરાઈ ગયો હોય, ગભરાઈ ગયો હોય, તેમ ક્ષણવાર નિસાસા નાખવા લાગ્યો. મૂછ અનુભવવા લાગ્યો, ક્ષણવાર સ્વસ્થ થવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ કંઈ બોલ્યા ચાલ્યા વિના જ મૌન બેસી રહ્યો. તેની આ અવસ્થા જોઈ હરિવહન વિચારમાં પડ્યો.
ચોક્કસ આને જાતિસ્મરણ જ્ઞાન થયું જણાય છે, તેથી દેવલોકના સુખો યાદ આવવાથી દુ:ખનો માર્યો પોતાનું ભાન ભૂલી ગયો છે.”
એમ નિશ્ચય કરી તેના દુઃખે દુઃખી છતાં સ્વસ્થ જેવો થઈ મધ્યસ્થ બની, સુશબ્દોમાં સારી રીતે તેને કહ્યું
યુવરાજ ! સમરકેતુ ! તમારું આચરણ સામાન્ય માણસ જેવું કેમ ? અનર્થનું મૂળ અને શેત્રુંજની બાજી જેવા દેવલોકના સુખો હજી સંભારો છો ? એમાં શું સંભારો છો ? સંભારવા બેસીએ તો એક એક દિવસના બનાવો પણ સંભારીને થાકીએ. તો પછી અસંખ્ય વર્ષો સુધી દેવવિમાનમાં, ભરત વગેરે ક્ષેત્રોમાં, મેરૂ વગેરે પર્વતો પર, પદ્મ વગેરે કુંડોમાં, નંદન વગેરે ઉદ્યાનોમાં,
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ગંગા વગેરે સરિતાઓમાં, પુષ્કર, ક્ષીરસાગર વગેરે સમુદ્રોમાં, નંદીશ્વર વગેરે દ્વિપોમાં, અને બીજા પણ રમ્ય રમ્ય સ્થળોમાં સેવકો સાથે સ્વતંત્રપણે માણેલા હાસ્ય, વિનોદ ને ગમ્મત વગેરેના સુખો તો કેવી રીતે સંભારી શકાય જ ? સ્વપ્ન જેવાં તે સુખો | સંભારવાથી પણ શું વળવાનું છે ? ઉલટું તેમાં તો નુકશાન છે-સંભારવાથી અવન સમયે કરમાયેલી ફૂલની માળા, ગળી ગયેલા ગાત્રો, સંકોચાતી ચક્ષુઓ, હુકમ કરવામાં ભૂલ થાપ, દેવપણાની હાની, ગર્ભમાં અવતરવાના ભાવિ દુઃખથી મુંજાતું મન, વિલાપ કરતો પરિજન, સ્વયંપ્રભા વગેરે પાસે રહેલી અપ્સરાઓનો આકંદ, વગેરે યાદ આવવાથી, કદી પણ ચલિત ન થયેલું અને ઈદ્રસભામાં દેવોએ હર્ષભેર વખાણેલું સત્વ ગુમાવવાનો વખત આવે છે. માટે ગઈ વાત ન સંભાર, ધીરજ રાખ. અને ચાલ સુરતમાં ઉપયોગી અને કરવા જેવું હોય તે કર, ઉઠ, ઘણા વખતથી ઉત્કંઠિત મલયસુંદરીને મળ. એ બે જન્મથી તારી પ્રણયની છે, જાતિસ્મરણ થયા પછી તો સંતપ્ત છે, વીંટી પહેર્યા પછી વારંવાર મુચ્છ પામે છે, અને વનવાસ થયા પછી હેરાન હેરાન થઈ ગયેલી બિચારી ક્ષણે ક્ષણે મરણથી પણ અત્યંત વેદના સહન કરે છે. અને શોકમાંને શોકમાં રહી છે.”
શરમથી અંગાવિપ સમરકેતુએ કહ્યું – “કુમાર ! મને શું કહો છો ? જો મને આશ્વાસન આપવું હોય તો મારા સમાચાર કહેવા તમારા કોઈ સેવકને મોકલો. પ્રિયંવદા પણે પણ મેં એને દુઃખી કરેલી હોવાથી શરમનો માર્યો મૂખ બતાવી શકું તેમ નથી.” આ વાતચીત ચાલતી હતી તેવામાં પ્રતિહારીએ અંદર આવી પ્રણામ કરી કહ્યું
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૦૯ “આપ જરા એકાંત કરવાની મહેરબાની કરશો. કેમકે વિદ્યાધરપતિ વિચિત્રવીર્યનો વહાલો પુત્ર કલ્યાણક કંઈક શુભ સમાચાર આપવા આવેલ છે. તે બારણે ઉભો છે.” આ વાત સાંભળી સમરકેતુ વગેરે પોતપોતાની મેળે ખસી ગયા, પછી પ્રતિહારી કલ્યાણકને માનભેર અંદર લાવી, તેણે પ્રણામ કરી કુમારની આગળ એક કાગળ મુકી સેવકે આપેલા આસન પર બેઠો એટલે કુમારે પત્ર વાંચવા માંડ્યો
સ્વસ્તિ, ત્રિકૂટાચળથી લી. રાજા વિચિત્રવીર્ય, સ્વર્ગ સાથે તુલના કરનાર ઉત્તરશ્રેણીનું રાજય પ્રાપ્ત કરનાર અશરણ શરણ, અસાધારણ ગુણધાર, મહારાજ પુત્ર શ્રીહરિવાહનને પૃથ્વીજય કરવાની આશિષ આપી પોતાના કુશળ સમાચારથી સુખી કરે
તમારા ભાઈ (મિત્ર) સમરકેતુ સાથે વત્સા મલયસુંદરીનો લગ્નમહોત્સવ ઘણા જ હર્ષથી આજે શરૂ કર્યો છે. ગઈકાલે જ વનમાંથી આયુષ્મતીને મારે ઘેર લાવ્યા છીએ, હજુ તેણે તાપસવો તો નથી. સગાં વહાલાં અને મિત્રોને આમંત્રણ આપ્યું છે. લગ્ન મુહૂર્ત નક્કી કર્યું છે. બીજી પણ મારી અલ્પ બુદ્ધિ અનુસાર જે જે તૈયારી કરવાની હતી તે બધી કરેલી છે. માટે ટુંકી બુદ્ધિવાળા કુટુંબીઓ મારા આ પ્રયત્નને ન હસે તેમ કરવા વિજ્ઞપ્તિ છે.”
પત્રનો તત્પર્યાર્થ સમજી લઈ, હરિવાહને કલ્યાણકને પૂછવું –
“સોમ્ય ! દૂર દેશમાંથી અહીં આવેલા સમરકેતુની આવ્યાની તાતને ક્યાંથી માલૂપ ? તેમજ બીજા અનેક પોતાના સ્વદેશી વિદ્યાધર કુમારોને છોડી માત્ર ભૂગોચર રાજકુમારને જમાઈ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૧૦
બનાવવાનું શું કારણ ? અને કોની સમ્મતિથી એકાએક આ સાહસ ખેડ્યું ?'
તેણે જવાબ આપ્યો-“મહારાજ ! બધું કહું છું, સાંભળો. ગઈકાલે મનોરમ બાગમાંથી નીકળી આપ આ તરફ પધાર્યા. દેવી તિલકમંજરી ખુશી થઈ પોતાને મૂકામે પહોંચ્યા. ત્યારે વિદ્યાધરપતિ ચક્રસેને હર્ષમહોત્સવ આરંભ્યો. ચારે તરફ વાજા વાગ્યાં, ઘેર ઘેર નાચ રંગ જામ્યો, નગર નારીઓએ માંગલિક ગાણાં ગાયાં, પ્રેમની નિશાની તરીકે ફૂલ, પાન, અત્તર હાથોહાથ પરસ્પર અપાયાં, ગુલાલ ઉરડાયો, ભાટ ચારણોએ જય ધ્વની કર્યો, ક્ષણવારમાં અંતઃપુર આનંદસાગરમાં ડુબી ગયું.
મૃગાંકલેખા નામની તિલકમંજરીની પ્રિયસખી દોડતી દોડતી આવી, ઓચ્છવ, વધામણાં કરવા આવેલી વિદ્યાધર નારીઓ વડે પ્રણામ કરાતા દેવી પત્રલેખા આંગણામાં બેઠા હતા, ત્યાં જઈ પ્રણામ કરી વધામણી આપી–“દેવી ! સાથે સાથે મલયસુંદરીના વર સમરકેતુના આવવાની બીજી વધામણી !!” એમ કહી પ્રથમ મેળાપ વખતે તિલકમંજરીને મલયસુંદરીના વર તરીકે આપે સમરકેતુને ઓળખાવ્યા હતાં, તે બધી વાત કહી સંભળાવી.
દેવીએ હર્ષપૂર્વક પાસે બેઠેલી ચિત્રલેખાને કહ્યું- “સખી ! કલ્યાણાનુબંધી કલ્યાણનો લાભ તે આ (આનંદ ઉપર આનંદ). ઉઠ, ઝટ કર, જા, માંગલિક વસ્ત્રાભૂષણો પહેરાવી મલયસુંદરીને એકશૃંગથી અહીં તેડી લાવ. બન્ને બહેનોના સાથે લગ્નનો લ્હાવો લઈએ.”
ચિત્રલેખાએ પ્રમોદપૂર્વક કહ્યું, “ગંધર્વદત્તા અહીં હાજર ન હોવાથી જો કે આ કામ તમારું જ છે. પણ “આ કામ દેવા
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૧૧
વિચિત્રવીર્યને કરવાનું છે.’” એ પ્રમાણે ત્રિકાલજ્ઞ મુનિએ ફરમાવ્યું છે. જો હુકમ આપો તો હાલને હાલ ત્રિકૂટ જાઉં, અને મહારાજને યાદ દેવડાવી લગ્ન માટે તૈયારી કરાવું.’
“ઠીક જા, એમ કર.''
હુકમ સાંભળી ત્યાં ગઈ, અને બધું તે પ્રમાણે કર્યું. બસ, આપે ફરમાવ્યું તે જણાવ્યું.
જે હવે કરવાનું હોય તે ફ૨માવશો, ને સમરકેતુ જમાઈને પ્રયાણ કરાવો (મોકલો). જોષીએ આપેલું મૂહુર્ત નજીક છે. કાંચીથી આવેલા કુસુમશેખર વગેરે રાજલોક વમૂખ જોવાની રાહ જુવે છે, વિવાહ દર્શનોત્કંઠિતા પુત્રી પિતાના ખોળામાં બેઠી છે. સાસૂ ગંધર્વદત્તાની આંખોમાંથી વારંવાર હર્ષાશ્રુ વહે છે. મહેલની અગાશી પર ચડી બંધુસુંદરી વગેરે સખીવર્ગ માર્ગાવલોકન કરે છે. ગંધર્વકની રાહ જોતી ને વનવાસના દુઃખોથી દુબળી પડી ગયેલી તરંગલેખાને પ્રશાંતવૈર તપોવનમાંથી લાવ્યા છીએ, અને નિમંત્રેલા વિદ્યાધરો પણ આવી ગયા છે.'
હરિવાહને હર્ષભેર સમરકેતુને બોલાવ્યો, કાગળ આપ્યો, કલ્યાણકે કહેલી ગઈકાલના બનાવોની વાત કહી, પછી હાથ જોડી કહ્યું-ચંપાધિપ ! હજુ શું વિચારો છો ? ઉઠો, ગુર્વાશા માન્ય કરો. સગાં વહાલાંઓએ કહ્યા છતાં દૃઢ નિશ્ચયવાળી મલયસુંદરીએ હજુ વનવલ્કલો તજ્યાં નથી.’’
સુવેલ (ત્રિકૂટ) તરફ જવાની તૈયારી કરી સમરકેતુને ત્યાં ૧. ચંપા અંગ દેશની રાજધાની અંગ દેશ રાજા મેઘવાહને સમરકેતુને ખાનગી ખર્ચ પેટે વર્ષાસનમાં આપ્યો છે. તે વાંચકોને યાદ હશે. પરિચ્છેદ બીજું જુઓ.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૧ ર
મોકલ્યો. કુમાર હરિવહન સાંજે ઘેર આવ્યો. સવારે સભામાં ગયો. ત્યાં તિલકમંજરીના આવ્યાથી ઉત્સવ શરૂ કરી અભિષેકમાં માંગલિક કરવા માટે રાજા ચક્રસેને મોકલેલા પ્રધાનોએ દિવ્ય વસ્ત્ર, વિલેપન, અલંકારો વગેરે ભેટ મૂકી પૂજા કરી. થોડો વખત ત્યાં રહી હરિવાહને સત્કારેલા પાછા ગયા.
દેહારોગ્ય પૂછવા વારંવાર મોકલેલા માણસો દ્વારા સ્નેહ બતાવતા રાજા ચક્રસેનને મળવા એક દિવસે સપરિવાર દક્ષિણ શ્રેણીમાં ગયો. રાજા સામે ગયા. ઉતારો આપ્યો અને બપોરનું ભોજન કરાવ્યું. બપોર પછી જવાની રજા માગી, પણ ચક્રસેન રાજાએ કેટલાક દિવસ ત્યાં જ રહેવા આગ્રહ કર્યો. પરોપચારમાં પરાડગમૂખ છતાં તિલકમંજરીના પ્રેમપાશે પાધ(પાંચ)રો કરેલા (પ્રાધ્વંત:) તેણે રાજાનું વચન માન્ય કર્યું.
એક દિવસે શુભમૂર્ત તિલકમંજરી સાથે મહોત્સવપૂર્વક લગ્ન થયું. કન્યાપક્ષના સગાઓને આનંદ આપવા પૂર્વે અનુભવેલા દેવલોકના સુખો ભૂલાવે તેવા અવનવા આનંદમય કેટલાક દિવસો
ત્યાં રહ્યા. સ્વ કે પર, અર્થી કે અનર્થી, ને ગુણી કે નિર્ગુણીનો વિભાગ કર્યા વિના દક્ષિણ શ્રેણીના વાચકોને પુષ્કળ દાન આપ્યું.
પછી ચિત્રલેખાએ શણગારેલી તિલકમંજરીને આગળના ભાગમાં બેસાડી પોતાના જયહાથી પર આરૂઢ થયો. મસ્તક પર ધારણ કરાયેલા શ્વેત છત્ર વડે સૂર્યચંદ્રના તેજને ફીકું પાડ્યું. બન્ને તરફ બે ચામરો વીંજાવા લાગ્યા. આગળ ચારણો યશ, પ્રતાપ, દાન વગેરે ગુણોના વર્ણનાત્મક સ્તોત્રો ગાવા લાગ્યા. છેવટે પ્રયાણ કરી ગગનવલ્લભ નામના નગરમાં આવ્યા. પ્રવેશ
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૧૩ મહોત્સવ પ્રસંગે નગર નારીઓ ઝરૂખાઓમાં, અગાશીઓમાં, ને બારીએ ઉભી રહી વરવધુની જોડી જોવામાં લીન થઈ. છેવટે ઈદ્રની પેઠે પોતાના આવાસમાં પ્રવેશ કર્યો. પ્રિયા મુખારવિંદ પર અનિમેષ નયનો સ્થાપી હંમેશા નવવધૂ સાથે અવનવા નિધુવનોનો આનંદ અનુભવતા ત્યાં જ સુખે રહેવા લાગ્યા. - હવે વિચિત્રવીર્ય રાજાએ સામે જઈ, ઉતારો આપી, મહોત્સવ શરૂ કરી મલયસુંદરી સાથે સમરકેતુનું લગ્ન કર્યું. સ્વર્ગમાં પણ નહીં અનુભવેલા દશ દિવસો સુધી જ્ઞાતિલોક, કુટુંબીઓ વગેરે તરફથી સત્કાર પામતો ત્યાં રહ્યો. તેને બોલાવવા હરિવાહને કેટલાક પ્રધાનો કેટલાક દિવસો પછી મોકલ્યા. તેઓ સાથે ગંધર્વદત્તા સાસુ વગેરેની રજા લઈ મલયસુંદરી સાથે ત્યાંથી વિદાય થયો. વૈતાઢ્ય પર્વત ઓળંગી ગગનવલ્લભ નગરમાં આવ્યો. આવતાની સાથે જ પ્રેમથી હરિવાહને ઉત્તર શ્રેણીના રાજ્યની તમામ બોજો સર્વાધિકાર સાથે તેના પર નાંખ્યો.
Page #397
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર મેઘવાહન નૃપ દિક્ષા
ફરવા નીકળેલા વિદ્યાધરો હિરવાહનના લોકોત્તર ગુણોની સ્તુતિ કરતા હતા તેથી ધીમે ધીમે જગતમાં તેનો યશ ફેલાયો, તેથી વિસ્મય પામી રાજા મેઘવાહને સમરકેતુ, કમળગુપ્ત વગેરે સહિત તેને તેડાવી શાસ્ત્રવિધિપૂર્વક પોતાના રાજ્યાસન પર બેસાડ્યો અને પુત્રની સાથે સ્પર્ધા કરાવા મોટો ક્ષમાધર (રાજામુનિ) થઈ પોતે પરલોક સાધન કરવા તૈયાર થયો અને મદિરાવતી સાથે વનમાં ગયો.
હરિવાહને નિમકહલાલ બાળપણના નોકરોને અનેક દેશો આપ્યાં, હમેશાં ઈનામ આપી ખુશી રાખેલા કમળગુપ્ત વગેરે રાજપુત્રો તેની પાસે જ રહ્યા. સકળ પ્રાણીઓને અભયદાન આપવા અભયઘોષણા પડહ વગાડ્યો. દરેક મતવાળાના મંદિરોમાં રાજ્ય તરફથી પૂજાનો પ્રબંધ કરી આપ્યો. સમભાવ રાખી દાર્શનિકોનું પરસ્પરનું વૈર શાંત કરાવ્યું. પુષ્કળ દાન આપી દેશમાં કોઈ દરિદ્રી ન રહેવા દીધો. મૂત્સદી રાજ્યાધિકા૨ીઓ દ્વારા કરો ઓછા કરાવ્યા છતાં આવતા અનગળ ધનથી ભરેલા ધનભંડારો દાન આપી ખાલી કરવાનો રીવાજ પાડ્યો. સામે થતા રાજાઓને પદભ્રષ્ટ કરી નમ્ર થયા પછી તેની ગાદી પાછી સોંપી અનેક રાજ્યાભિષેકો કરાવ્યા. ગામે ગામ સત્રશાળાઓ
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૧૫
સ્થાપી. શહે૨ે શહેરે દરવાજા બહાર શાંત સ્થળે દેવમંદિરો બંધાવ્યા.
આ રીતે પૂર્વભવના પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું એકછત્ર રાજ્ય પાળવા લાગ્યો. આ દરેક કામોમાં સમરકેતુને દરેક સ્થળે સાથે જ રાખતો હતો.
ઘણા વિદ્યાધર રાજાઓએ કન્યાઓના શ્રીફળ મોકલાવ્યા, પરંતુ તિલકમંજરી સિવાય બીજી સ્ત્રીનો વિચાર જ માંડી વાળ્યો.
બીજું બધું તૃણવત્લખી. કોઈ દિવસ પૂત્રના વૈભવથી ખુશી થયેલા ચંદ્રકેતુ રાજા પાસે સિંહલદ્વિપમાં, કોઈ દિવસ બંધુસુંદરીએ બનાવેલા સમરકેતુ-મલયસુંદરીના પ્રથમ મેળાપ સ્થળમાં, કોઈ દિવસ જમાઈને જોઈ ખુશી થવા કુસુમશેખર અને ગંધર્વદત્તાના તેડાવવાથી કાંચીના બગીચાઓમાં, કોઈ દિવસ જેમાં મલયસુંદરીએ વનવાસનું દુ:ખ ભોગવ્યું હતું. તે મલય પર્વત પરના પ્રશાંતથૈર તાપસાશ્રમમાં, અને કોઈ દિવસ પ્રિયંવદાના સ્નેહથી મોહિત સમરકેતુ અને તિલકમંજરીના આગ્રહથી રત્નકૂટ પર્વત ૫૨, કોઈ દિવસ સમૂદ્રમાં પડતી જોઈ દયા આવવાથી મહોદરે પોતપોતાને ઘેર મૂકેલી રાજકન્યાઓએ સમરકેતુ સિવાય બીજા સાથે લગ્ન નહીં કરવાનો નિશ્ચય કરેલો હોવાથી મલયસુંદરીની સમ્મતિ લઈ તેઓના લગ્ન સમરકેતુ સાથે કરવામાં રોકાતો હતો. કોઈ દિવસ તિલકમંજરીને અર્ધ આસન પર બેસાડી વિમાન દ્વારા પ્રસિદ્ધ સિદ્ધાયતનોવાળા જિનમંદિરોની યાત્રા કરતો હતો, ને કોઈ દિવસ સૂરગિર ૫ર દેવતાઓએ કરેલો જિનજન્મોત્સવ જોતો હતો અને વસો ગાળતો હતો.
-
તિલકમંજરી અને પ્રિયાસહિત સમરકેતુ સાથે કદી વિયોગ
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૧૬ નહીં પડવાથી અત્યન્ત રમ્ય સમુદ્ર કિનારા પર, કૂળ પર્વતો પર, પૂર્વા પર વિદેહની વિજયોમાં, વર્ષધર ગિરિગુફામાં મોટાં મોટાં હદો અને મોટી મોટી નદિઓના કિનારાના સ્થળો પર, સ્વર્ગ જેવાં શોભીતાં નગરોવાળા દ્વિપોમાં અને બીજા પણ અનેક રમ્ય સ્થળોમાં મણીવિમાનમાં બેસી આકાશમાર્ગે વીહરતો હતો. અને દિવસે દિવસે પુરૂષાર્થ વડે પ્રતાપ અને કીર્તિ વધતા જતાં હતાં. ને સાથે સાથે વધીને ઠેઠ છેવટની હદ સુધી પહોંચ્યો હતો તેનો
આનંદ
Page #400
--------------------------------------------------------------------------
________________
अथः प्रशस्ति
(शार्दूलविक्रीडितम्) पादाङ्गष्ठसुचालितामरगिरि-हस्तास्तदेवस्मयः जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः। सर्वाङ्गीणमहोपसर्गदकृपा-नेत्राम्बुदत्ताञ्जलि: दाढादारितदिव्ययुत्समवतात्-श्री वर्धमानो जिनः॥१॥
(वसंततिलका) श्रीवीर-गौतम-सुधर्मगणेश-जम्बूस्वाम्यादिपट्टधरसूरिगणः पुनातु । श्री हेमचन्द्रयतिचन्द्रजगत्सुचन्द्रश्रीहीरसूरियशसश्च शिवं दिशन्तु ॥२॥ एतन्महर्षिशुचिपट्टपरंपराजान्आनन्दसूरिकमलाभिधसूरिपादान् । संविज्ञसंततिसदीशपादान् प्रणम्य श्रीवीरदानचरणांश्च गुरुन् स्तविष्ये ॥३॥ श्रीदानसूरिवरशिष्यमतल्लिका स श्रीप्रेमसूरिरनिशिं शममग्नयोगी सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु चारीत्रचन्दनसुगन्धिशरीरशाली ॥४॥
(शार्दूलविक्रीडितम्) प्रत्यग्रत्रिशतर्षिसन्ततिसरित्-स्रष्टा क्षमाभृद्महान् गीतार्थप्रवरो वरश्रुतयुतः सर्वागमानां गृहम् तर्के तर्कविशुद्धबुद्धिविभवः, सोऽभूत् स्वकीयेऽप्यहो गच्छे संयमशुद्धितत्परमतिः, प्रज्ञावतामग्रणीः ॥५॥
-
Page #401
--------------------------------------------------------------------------
________________
तत्कालीनकरग्रहग्रहविधावब्दे ह्यभूद् वैक्रमे । तिथ्याराधनकारणेन करुणो भेदस्तपागच्छजः । कारुण्यैकरसेन तेन गुरुणा सत्पट्टकाह्यादात्मनो बह्वडशेन निवारितः खकरखो-ष्ठेऽब्देऽपवादध्वना ॥६॥
(वसन्ततिलका) तत्पट्टके बुवनभान्वभिधश्च सूरिः श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । न्याये विशारद इतीह जगत्पसिद्धो जातोऽतिवाक्पतिमति-मतिमच्छरण्यः ॥७॥ तस्याद्यशिष्यलघुबन्धुरथाब्जबन्धुतेजास्तपःश्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु ...क्षान्त्येसायकविदीर्णमहोपसर्गः ॥८॥ शिष्योऽस्य धीजलधिबोधनबद्धकक्षः वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु श्री हेमचन्द्रभगवान् सततं प्रसन्नः ॥९॥ कारुण्यकम्रालयानां महनीयमुख्यानां महोमालिनां लोकोपकारचतुराणां वैराग्यदेशनादक्षाचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां सदुपदेशेन श्री-जिनशासन-आराधना-ट्रस्ट विहिते श्रुतसमुद्धारकार्यान्वये प्रकाशितमिदं ग्रन्थरत्नं श्रुतभक्तितः ॥
वि. सं. २०६१
-
Page #402
--------------------------------------------------------------------------
________________ - તિલકમંજી BHARAT GRAPHICS - Ahmedabad-1. Ph. : 079-22134176, M : 9925020106