________________
૩૧૦
બનાવવાનું શું કારણ ? અને કોની સમ્મતિથી એકાએક આ સાહસ ખેડ્યું ?'
તેણે જવાબ આપ્યો-“મહારાજ ! બધું કહું છું, સાંભળો. ગઈકાલે મનોરમ બાગમાંથી નીકળી આપ આ તરફ પધાર્યા. દેવી તિલકમંજરી ખુશી થઈ પોતાને મૂકામે પહોંચ્યા. ત્યારે વિદ્યાધરપતિ ચક્રસેને હર્ષમહોત્સવ આરંભ્યો. ચારે તરફ વાજા વાગ્યાં, ઘેર ઘેર નાચ રંગ જામ્યો, નગર નારીઓએ માંગલિક ગાણાં ગાયાં, પ્રેમની નિશાની તરીકે ફૂલ, પાન, અત્તર હાથોહાથ પરસ્પર અપાયાં, ગુલાલ ઉરડાયો, ભાટ ચારણોએ જય ધ્વની કર્યો, ક્ષણવારમાં અંતઃપુર આનંદસાગરમાં ડુબી ગયું.
મૃગાંકલેખા નામની તિલકમંજરીની પ્રિયસખી દોડતી દોડતી આવી, ઓચ્છવ, વધામણાં કરવા આવેલી વિદ્યાધર નારીઓ વડે પ્રણામ કરાતા દેવી પત્રલેખા આંગણામાં બેઠા હતા, ત્યાં જઈ પ્રણામ કરી વધામણી આપી–“દેવી ! સાથે સાથે મલયસુંદરીના વર સમરકેતુના આવવાની બીજી વધામણી !!” એમ કહી પ્રથમ મેળાપ વખતે તિલકમંજરીને મલયસુંદરીના વર તરીકે આપે સમરકેતુને ઓળખાવ્યા હતાં, તે બધી વાત કહી સંભળાવી.
દેવીએ હર્ષપૂર્વક પાસે બેઠેલી ચિત્રલેખાને કહ્યું- “સખી ! કલ્યાણાનુબંધી કલ્યાણનો લાભ તે આ (આનંદ ઉપર આનંદ). ઉઠ, ઝટ કર, જા, માંગલિક વસ્ત્રાભૂષણો પહેરાવી મલયસુંદરીને એકશૃંગથી અહીં તેડી લાવ. બન્ને બહેનોના સાથે લગ્નનો લ્હાવો લઈએ.”
ચિત્રલેખાએ પ્રમોદપૂર્વક કહ્યું, “ગંધર્વદત્તા અહીં હાજર ન હોવાથી જો કે આ કામ તમારું જ છે. પણ “આ કામ દેવા