SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ દેનારી હું કોણ ? અથવા હું વધારે શું વિનવી શકું તેમ છું ? બન્ને પક્ષ આપે જ બતાવ્યા છે. આપને રૂચે, જેમાં લાભ વધારે ને નુકશાન ઓછું લાગે તેમ રસ્તે જવું.” મારા પિતાએ કહ્યું: “દેવી ! ત્યારે મારો તો હવે આ વિચાર છે, કન્યા આપવીયે નહીં અને ચોખ્ખી નાયે ન પાડવી, માત્ર એટલું જ કરવું કે- આજને આજ રાતમાં જ થોડા વિશ્વાસુ માણસો સાથે છુપી રીતે બહાર મોકલી દઈએ, ને લોકોમાં ફેલાવીએ કે—કામદેવના મંદિરમાં જાગરણ કરવાથી કોણ જાણે શાથી શૂળ આવવાથી મલયા મરી ગઈ. શું કરીએ? આમ કરવાથી લોકોપવાદથી બચીશું, ને શત્રુ પણ ઉંચો નીચો નહીં થાય. કેમકે છુપી રીતે મલયાને મોકલી દીધી, એટલે ચારે તરફ ‘નથી’‘નથી’ એવી વાત ફેલાશે, બીજી કન્યા, થોડોક દેશ કે થોડા ઘણા હાથી ઘોડા આપીને, કે બુદ્ધિપૂર્વક શરતો કરીને તેની સાથે ગમે તેમ કરી સંધિ કરી લેશું.” એમ કહી બાજુ પર જોઈ ત્યાં બેઠેલા કંચુકીને મને બોલાવવા મોકલ્યો. હું ઉઠી, ને ગઈ મારા મનમાં થયું કે—સવારે મળવા ગઈ હતી તે વખતે જ મારા મનમાં મરવાનો નિશ્ચય હતો. શું રહે બતાવી ! એ વિચારે સૂરજ અને ભય ઉત્પન્ન થયો. “કાલે મારું સગપણ વજાયુધ સાથે કરશે, ત્યારે મારે મારો બચાવ કેમ કરવો ?’ એમ ઉપાયોની ચિંતામાં શરીરનું લાવણ્ય ઉડી ગયું હતું. ચૈતન્ય વિનાની હોઉં તેમ પગ પાછળ ઘસડાતી ઘસડાતી જતી હતી. પિતા પાસે પહોંચી દયાળુ પિતા બોલ્યા, “આવ આવ, બેટા ! તારા નિર્દય પિતાને ભેટ.” એમ કહી મને ખોળામાં બેસાડી તેની આંખમાં ઝળઝળીયાં આવી
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy